મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 August, 2021

ડૉ. વિક્રમ સારાભાઇ (Dr. Vikram Sarabhai)

 ડૉ. વિક્રમ સારાભાઇ

(ભારતના અંતરિક્ષ વિજ્ઞાનના પિતા, ઇસરોના સ્થાપક)


જન્મતારીખ: 12 ઓગસ્ટ 1919
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત
પિતાનું નામ:  અંંબાલાલ સારાભાઇ 
માતાનું નામ: સરલાદેવી
અવશાન: 30 ડિસેમ્બર 1971 (તિરુવંતપુરમ)
સન્માન: પદ્મ ભૂષણ (1966)
                 પદ્મ વિભૂષણ (1972)

ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે. 

જાણીતી પ્રતિભાઓ તેમા ઘરે અવાર નવાર આવતા હતા કારણ કે તેમના પિતા એક જાણીતા ઉદ્યોગપતિ હતા આથી  ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો.

૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું હતું.

૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી

 ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે 1948માં થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-PRL) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માંઅવકાશમાં છોડવામાં આવેલ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક નીચે  થઈ હતી.

અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે

યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.

અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.


ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ.

 ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.

વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.



ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. 


યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરસ્કાર અને સન્માન

  • ભૌતિક શાસ્ત્ર માટે શાંતિ સ્વરુપ ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
  • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મભૂષણ (૧૯૬૬)
  • ઇન્ટરનેશનલ એટમિક એઅજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦)
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર 
  • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
  • દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે
  • વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.


સ્થાપના

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઑપરેશન રિસર્ચ ગ્રૂપ, ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન...અમદાવાદ અને ભારતનું નામ દુનિયામાં રોશન કરતી આ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની દેણ છે.
  • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
  • અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના

'વિક્રમ સારાભાઈ : અ લાઇફ' નામે તેમનું જીવન ચરિત્ર લખનારાં અમૃતા શાહ વિક્રમ સારાભાઈને એક બહુમુખી વ્યક્તિ તરીકે રજૂ કરતા 'ધનવાન, દેખાવડા, વિજ્ઞાનના માણસ, ઉદ્યોગપતિ, સંસ્થાઓના સ્થાપક, બૌદ્ધિક અને પ્રેરણાપુરૂષ' ગણાવે છે.


ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.” તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”

વિક્રમ સારાભાઈ ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માગતા હતા.જોકે, સિત્તેરના દાયકામાં ભારતના દુર્ગમ વિસ્તારો સુધી ટીવીને પહોંચતું કરવા માટે કૉમ્યુનિકેશન સેટેલાઇટની જરૂર હતી.આ એ જ સમય હતો જ્યારે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા 'નાસા' પોતાના કૉમ્યુનિકેશન સેટેલાઇટ ATS-6નું પરીક્ષણ કરવા માગતી હતી. વિક્રમ સારાભાઈએ નાસાને ભારતમાં પરીક્ષણ કરવા તૈયાર કરી લીધી. જેને પરિણામે ભારતમાં 2500 જેટલાં ગામોમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ પહોંચ્યું. આ કાર્યક્રમને 'સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન ઍક્સપેરિમેન્ટ' એટલે કે 'સાઇટ' નામ અપાયું.

થોડા સમય પહેલાં ઈસરોએ 'સતિષ ધવન સ્પેસ સ્ટેશન' પરથી 'GSLV-F08' નામના રૉકેટ સાથે 'GSAT-6A' નામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. આ રોકેટમાં પ્રથમ વખત દેશમાં જ બનેલા સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો હતો. જોકે, રસપ્રદ વાત એ છે કે આ એન્જિનને ઈસરોએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)' નામ આપ્યું હતું. ઈસરોના વડપણ હેઠળ ચાલતા 'લિક્વિડ પ્રૉપ્યુલઝન સિસ્ટમ્સ સેન્ટર' દ્વારા વિકસાવાયેલા 'લિક્વિડ ફ્યુલ્ડ રૉકેટ એન્જિન' શ્રેણીના ક્રાયોજેનિક એન્જિનનું ઇસરોએ રાખેલું નામ 'વિકાસ' હતું


ગૂગલએ બનાવ્યું ડૂડલ

ડૉ વિક્રમ સારાભાઈની 100મીં જયંતીની ઉજવણી અને તેમની યાદમાં આજે ગૂગલએ પણ ખાસ ડૂડલ બનાવ્યું છે. 



ઇસરો દ્વારા 2019માં છોડવામાં આવેલ ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઇના નામ પરથી "વિક્રમ" રાખવામાં આવ્યું હતું.


IAU દ્વારા ચંદ્ર પર પડેલા 'બેસેલ એ' ખાડાને (ક્રેટર) વિક્રમ સારભાઇના માનમાં 'સારાભાઈ ક્રેટર' નામ આપ્યું. 


વર્ષ 2019માં વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતીએ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડયો હતો.



1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર સિતારા વિક્રમ સારાભાઈને સલામ




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work