મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

14 August, 2021

દેશભક્તિ ફિલ્મ અને ગીતો

 દેશભક્તિ ફિલ્મ અને ગીતો


દેશ ભક્તિ અને આપણા ફિલ્મી સર્જકોનો નાતો વર્ષો પૂરાણો છે.

 દેશમાં આઝાદીની ચળવળ શરૃ થઇ કે તરત જ આપણા ફિલ્મ સર્જકોએ દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવી લોકોમાં દેશ દાઝની જ્વાળા ફેલાવાનો પ્રયાસ શરૃ કર્યો હતો.


પ્યારા વતન', 'વતન ફરોશ', 'વતન કી પુકાર', 'સ્વર્ગ સે સુંદર દેશ હમારા' જેવી ઘણી ફિલ્મો તે જમાનામાં બની હતી આઝાદી પછી પણ દેશભક્તિનો જુવાળ ઓસર્યો નથી. બોલીવૂડનો ઇતિહાસ દેશ ભક્તિના રંગથી રંગાઇ ગયેલો જોવા મળશે.


આઝાદીના અમર લડવૈયા શહિદ ભગતસિંહની વાત કરીએ તો અત્યાર સુધી શહિદ ભગતસિંહ પર ઘણી ફિલ્મો બની છે. ૧૯૬૩માં રિલિઝ થયેલી 'શહિદ ભગતસિંહ'માં શમ્મી કપૂરે ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. હુશ્નરામ ભગતરામના સંગીતમાં બધ્ધ થયેલા દેશ ભક્તિના ગીતોએ ભારતની જનતાને દેશ પ્રેમમાં ઝબોળી નાખી હતી.

૧૯૬૫માં મનોજકુમારે ભગતસિંહના જીવન આધારિત  'શહીદ' બનાવી આ ફિલ્મે તે જમાનામાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી પ્રેમ ધવનના સંગીતમાં બદ્ધ થયેલા ગીતોએ પણ ઘણી ધૂમ મચાવી હતી. આ પછી 'મિ. ભારત'નું બિરુદ મેળવનાર મનોજકુમાર દર્શકોને 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'ક્રાંતિ', 'રોટી કપડા ઔર મકાન' જેવી દેશ ભક્તિ પર આધારિત ઘણી ફિલ્મો આપી અને આ ફિલ્મોએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

'મેરા ભારત મહાન' તેમજ 'જય જવાન જય કિસાન' જેવા સૂત્રોએ લોકપ્રિય બનાવવા પાછળ મિ. ભારતનો ફાળો નાનોસૂનો સમજવાની ભૂલ થઇ શકે તેમ નથી

દેશ ભક્તિ પર આધારિત ગીતોની વાત આવે છે ત્યારે અય મેરે વતન કે લોગો ગીત યાદ આવ્યા વિના રહેતું નથી, આ ઉપરાંત 'ઝીરો દિયા મેરે ભારતને...' ગીત દ્વારા મનોજ કુમારે પણ એનઆરઆઇઓને આપણાં દેશની બુધ્ધિમત્તાનો પરિચય આપી દીધો હતો.

'હકીકત', 'બોર્ડર', 'એલએસી' જેવી યુદ્ધ ફિલ્મો દ્વારા  પણ દેશ પ્રેમના જલવા જોવા મળ્યા હતા. દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર  લોકોને અંજલિ આપવાનો આથી શ્રેષ્ઠ માર્ગ કયો મળવાનો છે?

'હકીકત'ના કર ચલે હમ ફિદા જાનોંતન સાથિયો' ગીતે દર્શકોની આંખમાં અશ્રુઓની ધારા વર્ષાવવામાં સફળતા મેળવી હતી

લગાન: જે 15 જુન 2001માં રીલીઝ થઇ હતી.


મંગળ પાંંડે:ધ રાઇઝીંગ :- જે 12 ઓગસ્ટ 2005ના રોજ રિલિઝ થઇ હતી.



શહિદ: જે 1 જાન્યુઆરી 1965ના રોજ રિલિઝ થઇ હતી જેમા મનોજકુમારે ભગતસિંહનો અભિનય કર્યો હતો.


ઉપકાર (1967)


શહિદ


ક્રાંતિ




ક્રાંતિવીર (1994)



ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ (2002)


23 માર્ચ 1931 શહિદ 



લક્ષ્ય (2004)



બોર્ડર (1997)


એલ.ઓ.સી: કારગીલ


અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ


ઇન્ડિયન 



તિરંગા (1993)


હકીકત



હકીકત



હિન્દુસ્તાન કી કસમ



હિન્દુસ્તાન કી કસમ (1999)



રાગ દેશ



મા તુજે સલામ


કર્મા 


ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક (2019)


રાઝી (2018)


ધ ગાઝી એટેક (2017)


મણિકર્ણિકા:ધ ક્વીન ઓફ ઝાંસી 


કેસરી (2019)


ભૂજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા


1971 (2007)


ગાંધી ટુ હિટલર 


ગાંધી 


બોઝ: ધા ફોર્ગોટન હીરો


એર લિફ્ટ (2016)


મિશન કાશ્મીર


ધ હીરો

રંગ દે બસંતી (2006)

હોલી ડે



13 August, 2021

શ્રી અરવિંદ ઘોષ

 શ્રી અરવિંદ ઘોષ


જન્મતારીખ: 15 ઓગસ્ટ 1872

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: ડૉ. કૃષ્ણઘન ઘોષ

માતાનું નામ: સ્વર્ણલતા

અવશાન: 5 ડિસેમ્બર 1950

ઉપનામ/ઉપાધિ: મહર્ષિ

ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે

અરવિંદના પિતા ડો. કૃષ્ણધન ઘોષ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. અરવિંદ ઘોષ ત્રીજા પુત્ર હતાં. અરવિંદની માતા સ્વર્ણલતા બ્રહ્મસમાજી દેશની સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલા હતા તેથી તેમનામાં પૂર્ણ ભારતીય સંસ્કારો હતાં.

દાર્જીલીંગ અંગ્રેજી સ્કુલમાં દાખલ કરાવી દિધા. તેમને ત્યાં અંગ્રેજીની સાથે સાથે લેટીન ભાષા પણ શીખી હતી 

તેમના પિતા પોતાના બાળકોને ખુબ જ સારી શિક્ષા આપવા માંગતા હતાં તેથી તેમણે પોતાના પુત્રોને લંડનની સ્કુલમાં મોકલી દીધા.

અરવિંદ નાનપણથી જ ખુબ હોશિયાર હતાં. તેઓ સ્કુલના પુસ્તકોની સાથે સાથે બહારના પુસ્તકો પણ વાંચતાં હતાં. તેઓને નાનપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. તેમનો આ શોખ ધ લાસ્ટ પોયમ્સ પર આવીને પૂર્ણ થયો હતો. અરવિંદની બધી જ કવિતાઓ સાવિત્રી નામના ગંદયકાવ્યની અંદર રાખવામાં આવી છે.

તેઓ મુનિઓ જેવું જીવન જીવતાં હતાં. તેઓએ ત્યાં રહીને ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. આ સિવાય તેમને સમકાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, દર્શન, સમાજ વગેરેનો ઉંડો અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. આ સમય દરમિયાન તેમણે આઈસીએસ માટેની તૈયારી કરી અને સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી. જો કે, તેણે અશ્વવિષયક પરીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેઓ સિવિલ સેવામાં જોડાઈ શક્યા નહીં.

અરવિંદ નહોતા ઈચ્છતાં કે તેઓ આઈ.સી.એમ. બને અને તેમના પિતાની ઈચ્છા તેમને આઈ.સી.એમ બનાવવાની હતી.

અરવિંદના હદયમાં પિતાની પ્રેરણાથી પ્રજ્વલિત રાષ્ટ્રીય સન્માનની ભાવના જાગ્રત થઈ અને તેઓ વિદેશમાં રહીને પણ આઝાદીના લડવૈયાઓની સાથે મળીને ભારતના સ્વતંત્ર આંદોલનના વિષયમાં જાણકારી લેતાં રહ્યાં.

તેમણે બ્રિટિશ કાયદા સામે અવાજ ઉઠાવ્યો અને ઘણા લેખો લખ્યા. આ વિરોધ માટે તેને જેલમાં જવું પડ્યું હતું પરંતુ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જો કે, બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યા હતા.

અરવીંદે ઇંગ્લેન્ડમાં ભણતા બીજા ભારતીય યુવાનો સાથે મળીને એક ક્રાંતિકારીઓનું મંડળ બનાવ્યું જેનું નામ "મજલીસ" રાખ્યુ અને બીજુ મંડળ લંડનમાં બનાવ્યુ જેનુ નામ : લોટ્સ એન્ડ ડ્રેગર- કમળ અને ખંજળ" રાખ્યું. આ મંડળના સભ્યોએ ઇંગ્લેન્ડની ભૂમિ પર જ હિંદને સ્વતંત્ર કરવાની ઘોષણા કરી તેમજ બ્રિટિશ વિરુદ્ધ કડક ભાષણો પણ આપવાના શરુ કર્યા, ત્યાની ઇન્ડિયા ઓફિસે આની નોંધ લીધી અને એની કાળી યાદીમાં અરવીંદ અને તેમના ક્રાંતિકારીઓ આવી ગયા.

17 વર્ષની ઉંમરે તેમણે હેક્યુબાનો ભાગ- નામના પુસ્તકનું ગ્રીકમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યુ હતુ જેની તારીફ તે વખતના પ્રખ્યાત સાહિત્યકાર લોરેન્સે કરી હતી અને વધુ લખવાની પ્રેરણા આપી હતી.

તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇંગ્લેન્ડ આવ્યા હતા ત્યારે શ્રી અરવીંદની મુલાકાત  સયાજીરાવ ગાયકવાડ સાથે થઇ,  શ્રી અરવીંદનું સાહિત્ય વિશેનું જ્ઞાન અને આવડત જોઇને મહારાજાએ નોકરી પર રાખી લીધા.

શ્રી અરવીંદ 8 ફેબ્રુઆરી 1893માં 14 વર્ષ પછી ભારત પાછા આવે છે.

રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત થઈને તે 21 વર્ષેની ઉંંમરે ભારત ફર્યા. ત્યાર બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યાં. તેઓ દેશવાસીઓનાં હદયમાં દેશપ્રેમની જ્વાળા સળગાવતાં રહ્યાં તેથી તેઓ અંગ્રેજોની આંખમાં ખટકવા લાગ્યા. અરવિંદ ક્રાંતિકારીઓની અંદર બધાના સૌથી પ્રિય નેતા હતાં.

તેમણે બ્રિટિશ સરકાર વિરુદ્ધ "ઇન્દુપ્રકાશ" નામનું મેગેઝીન પ્રકાશિત કર્યુ જેમા શ્રી અરવીંદ બ્રીટિશરો વિરુદ્ધ એકદમ કડક ભાષામાં ખોદણી કરતા આથી તેમની ધરપકડ કરવાનું વોરંટ કાઢ્યુ. ત્યારબાદ તેમણે "ઝીરો" નામથી બીજુ મેગેઝીન બહાર પાડ્યુ. સાથે જ તેઓ તેમના જીવનનો ઐતિહાસિક ગ્રંથ "સાવિત્રી" લખવાની શરુઆત કરે છે જે તેમના જીવનનો સૌથી મોટો ગ્રંથ હતો.


 બંગાળના મહાન ક્રાંતિકારીઓમાંના એક મહર્ષિ અરવિંદ એ દેશની આધ્યાત્મિક ક્રાંતિના પ્રથમ સ્પાર્ક હતા, તેમના આહવાન પર, હજારો બંગાળી યુવાનોએ દેશની આઝાદી માટે હસતા – હસતા જીવ આપી દીધો. સશસ્ત્ર ક્રાંતિ માટેની તેમની પ્રેરણા આજે પણ યાદ છે.

સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા.

શ્રી અરવીંદે સ્વાતંત્ર્યવીરોની પ્રેરણા માટે ભવાની માતાનું મંદીર બાંધવાની યોજના બનાવી જેનો મુખ્ય હેતુ દેશ ભક્તોના મનમા અને હદયમા હિંદની સ્વતંત્રતા માટે દેશ દાઝ પેદા કરાવાનો હતો. 


શ્રી અરવિંદને મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડના હત્યાકાંડમાં દોષી ઠેરાવી 5 માર્ચ 1908માં ધરપકડ કરવામાં આવે છે અને અલીપુરની જેલમાં સજા આપવામાં આવે છે. જ્યાં તેમને ધ્યાન કરવાનું શરુ કર્યુ અને પછી ધ્યાન એ પ્રભૂની સાધના બની ગઇ, તેઓ ચાલતા ચાલતા પણ ધ્યાન કરતા હતા.

તેમનો નિર્દોષ હોવાનો કેસ ચિતરંજન દાસ લડે છે. 6 મે 1908ના દિવસે નિર્દોષ સાબિત થતા તેમને છોડવામાં આવે છે.

 ‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી. શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે. 

1902 માં, અમદાવાદના કોંગ્રેસ અધિવેશન દરમિયાન અરવિંદ બાલ ગંગાધર તિલકને મળ્યા. તેમના આશ્ચર્યજનક અને ક્રાંતિકારી વ્યક્તિત્વથી પ્રભાવિત અરવિંદે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાનું નક્કી કર્યું. 1916 માં, તેઓ ફરીથી કોંગ્રેસ તરફ વળ્યા અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે લાલા લાજપત રાય અને બિપિનચંદ્ર પાલ સાથે જોડાયા.

જેલવાસ દરમિયાન તેણે પોંડિચેરીમાં આશ્રમ સ્થાપ્યો અને વેદ, ઉપનિષદ ગ્રંથો વગેરે પર ભાષણો લખ્યા. તેઓ શ્રી અરવિંદ આશ્રમ ઓરોવિલેના સ્થાપક હતા, તેમને યોગી અને મહર્ષિ પણ કહેવામાં આવતા. તેમના લખેલા લેખોએ લોકો સ્વરાજ, વિદેશી માલનો બહિષ્કાર અને સ્વતંત્રતા મેળવવાની રીતો પણ શીખવી હતી. 

5 ડિસેમ્બર 1950 ના રોજ પોંડેચેરીમાં તેમનું અવસાન થયું


11 ડિસેમ્બર 1948ના રોજ આંધ્ર યુનિવર્સીટી દ્વારા શ્રી અરવીંદને "સર કટ્ટમંચી રામલીંગ રાષ્ટ્રીય પારિતોષિક" આપવામાં આવ્યો.

11 August, 2021

ડૉ. વિક્રમ સારાભાઇ (Dr. Vikram Sarabhai)

 ડૉ. વિક્રમ સારાભાઇ

(ભારતના અંતરિક્ષ વિજ્ઞાનના પિતા, ઇસરોના સ્થાપક)


જન્મતારીખ: 12 ઓગસ્ટ 1919
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત
પિતાનું નામ:  અંંબાલાલ સારાભાઇ 
માતાનું નામ: સરલાદેવી
અવશાન: 30 ડિસેમ્બર 1971 (તિરુવંતપુરમ)
સન્માન: પદ્મ ભૂષણ (1966)
                 પદ્મ વિભૂષણ (1972)

ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે. 

જાણીતી પ્રતિભાઓ તેમા ઘરે અવાર નવાર આવતા હતા કારણ કે તેમના પિતા એક જાણીતા ઉદ્યોગપતિ હતા આથી  ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો.

૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું હતું.

૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી

 ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે 1948માં થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-PRL) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માંઅવકાશમાં છોડવામાં આવેલ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક નીચે  થઈ હતી.

અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે

યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.

અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.


ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ.

 ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.

વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.



ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. 


યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરસ્કાર અને સન્માન

  • ભૌતિક શાસ્ત્ર માટે શાંતિ સ્વરુપ ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
  • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મભૂષણ (૧૯૬૬)
  • ઇન્ટરનેશનલ એટમિક એઅજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦)
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર 
  • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
  • દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે
  • વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.


સ્થાપના

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઑપરેશન રિસર્ચ ગ્રૂપ, ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન...અમદાવાદ અને ભારતનું નામ દુનિયામાં રોશન કરતી આ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની દેણ છે.
  • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
  • અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના

'વિક્રમ સારાભાઈ : અ લાઇફ' નામે તેમનું જીવન ચરિત્ર લખનારાં અમૃતા શાહ વિક્રમ સારાભાઈને એક બહુમુખી વ્યક્તિ તરીકે રજૂ કરતા 'ધનવાન, દેખાવડા, વિજ્ઞાનના માણસ, ઉદ્યોગપતિ, સંસ્થાઓના સ્થાપક, બૌદ્ધિક અને પ્રેરણાપુરૂષ' ગણાવે છે.


ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.” તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”

વિક્રમ સારાભાઈ ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માગતા હતા.જોકે, સિત્તેરના દાયકામાં ભારતના દુર્ગમ વિસ્તારો સુધી ટીવીને પહોંચતું કરવા માટે કૉમ્યુનિકેશન સેટેલાઇટની જરૂર હતી.આ એ જ સમય હતો જ્યારે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા 'નાસા' પોતાના કૉમ્યુનિકેશન સેટેલાઇટ ATS-6નું પરીક્ષણ કરવા માગતી હતી. વિક્રમ સારાભાઈએ નાસાને ભારતમાં પરીક્ષણ કરવા તૈયાર કરી લીધી. જેને પરિણામે ભારતમાં 2500 જેટલાં ગામોમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ પહોંચ્યું. આ કાર્યક્રમને 'સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન ઍક્સપેરિમેન્ટ' એટલે કે 'સાઇટ' નામ અપાયું.

થોડા સમય પહેલાં ઈસરોએ 'સતિષ ધવન સ્પેસ સ્ટેશન' પરથી 'GSLV-F08' નામના રૉકેટ સાથે 'GSAT-6A' નામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. આ રોકેટમાં પ્રથમ વખત દેશમાં જ બનેલા સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો હતો. જોકે, રસપ્રદ વાત એ છે કે આ એન્જિનને ઈસરોએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)' નામ આપ્યું હતું. ઈસરોના વડપણ હેઠળ ચાલતા 'લિક્વિડ પ્રૉપ્યુલઝન સિસ્ટમ્સ સેન્ટર' દ્વારા વિકસાવાયેલા 'લિક્વિડ ફ્યુલ્ડ રૉકેટ એન્જિન' શ્રેણીના ક્રાયોજેનિક એન્જિનનું ઇસરોએ રાખેલું નામ 'વિકાસ' હતું


ગૂગલએ બનાવ્યું ડૂડલ

ડૉ વિક્રમ સારાભાઈની 100મીં જયંતીની ઉજવણી અને તેમની યાદમાં આજે ગૂગલએ પણ ખાસ ડૂડલ બનાવ્યું છે. 



ઇસરો દ્વારા 2019માં છોડવામાં આવેલ ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઇના નામ પરથી "વિક્રમ" રાખવામાં આવ્યું હતું.


IAU દ્વારા ચંદ્ર પર પડેલા 'બેસેલ એ' ખાડાને (ક્રેટર) વિક્રમ સારભાઇના માનમાં 'સારાભાઈ ક્રેટર' નામ આપ્યું. 


વર્ષ 2019માં વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતીએ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડયો હતો.



1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર સિતારા વિક્રમ સારાભાઈને સલામ




10 August, 2021

વિનોદ કિનારીવાલા

 વિનોદ કિનારીવાલા



જન્મતારીખ: 20 સપ્ટેમ્બર 1924

જન્મસ્થળ: અમદાવાદ

પિતાનું નામ: જમનાદાસ કિનારીવાલા

અવશાન: 9 ઓગસ્ટ 1942 (અમદાવાદ)




સ્વતંત્રતા દિને ધ્વજવંદન કરીને સલામી અપાય છે. ખાસ કરીને શહીદોને યાદ કરાય છે ત્યારે આવો આપણે આજે જોઇએ અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની શહીદીની દાસ્તાન પણ જાણવી જરૂરી છે. 


શહીદ વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસરે તેમને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

બ્રિટિશ અફસરે વિનોદ કિનારીવાલાને ધ્વજ નીચે મૂકી દેવા ચેતવણી આપી. પરંતુ કિનારીવાલાએ ધ્વજ નીચે મૂકવાનો ઇન્કાર કર્યો. જેથી અંગ્રેજ અફસરે વિનોદ કિનારીવાલાને ગોળી મારી દેતા વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા.



 વિનોદ કિનારી વાલા જ્યારે શહીદ થયા ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી.

 ૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મૃતિ અને તેમની પ્રતિમા કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવી હતી 

જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને શહીદ વીર કિનારીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે.



તેમની યાદમાં દર વર્ષે ૯ ઓગસ્ટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન તેમને શ્રધ્ધાંજલિ અર્પે છે.

અંગ્રેજોને અગાઉથી જાણ હતી કે વિનોદ કિનારીવાલા અમદાવાદના સરદાર ભવન એટલે કે જૂના કોર્પોરેશન પર ઝંડો ફરકાવવા માટે આવી રહ્યા છે તેથી અંગ્રેજોએ પહેલેથી જ તેમની સામે બંદૂક તાકી રાખી હતી..પરંતુ વિનોદ કિનારીવાલા ન તો અંગ્રેજોની ચેતવણીથી ડર્યા ન તો તેમની બંદૂકની ગોળીથી તેઓએ સામી છાતીએ તિરંગાને હાથમાં લઇને શહીદી વ્હોરી જેની શહીદીને આજે પણ ખરા દિલથી યાદ કરાય છે.

09 August, 2021

વિશ્વ સિંહ દિવસ (World Lion Day)

 વિશ્વ સિંહ દિવસ (World Lion Day)

10  ઓગસ્ટ


૧૦ ઓગષ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”. 
આ દિવસની વન વિભાગ દ્રારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે
લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. 
હાલમાં, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (International Union For Conservation of Nature) ની રેડ લિસ્ટમાં સિંહોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.



એશિયાટિક સિંહ (Asiatic Lion) ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીઓમાંની એક છે ઉપરાંત અન્ય ચાર પ્રજાતિની વાત કરવામાં આવે તો રોયલ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, વાદળ ચિત્તો અને સ્નો ચિત્તાનો (Snow Leopard)સમાવેશ થાય છે.

 સિંહ એ બિલાડી કૂળનું સૌથી ઉંચુ પ્રાણી છે અને વાઘ પછીનું  સૌથી મોટુ પ્રાણી છે.

વર્ષો પહેલા સિંહો એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા. સિંહો હાલમાં  આફ્રિકન દેશો (African Country) અને એક એશિયન દેશમાં (Asian Country) અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલ જંગલ એટલે “સિંહનું સરનામું”. 
અહીં રહેતા સિંહને “એશિયાઇ સાવજ” તરીકે ઓળખવામાં આવે છે. એશિયાઇ સિંહ ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું ગૌરવ છે. 
ગુજરાતના એક માત્ર ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાઇ સિંહ કુદરતની અમૂલ્ય ભેટ છે. આ સિંહને નિહાળવા વિશ્વભરમાંથી અનેક લોકો સાસણગીરની મુલાકાતે આવે છે. 


ભારત સરકાર દ્વારા સિંહોના રક્ષણ માટે વર્ષ 1965માં ગીરના જંગલને "ગીર રાષ્ટ્રીય ઉદ્યાન" તરીકે સ્થાપના કરી. જે 1412 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ છે. તે સમયે ગીરમાં ફક્ત 177 જેટલા જ સિંહો હતા. જે આજે 2020માં 674 જેટલા થયા છે. હાલમાં સિંહો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં જોવા મળે છે, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર.




1990થી દર 5 વર્ષે નિયમિત સિંહોની વસતિની ગણતરી કરવામાં આવે છે.

સિંહ સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે.

નર સિંહનું વજન 150 થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે. 

સિંહની કુલ લંબાઈ 2.82 થી 2.87 મીટર હોય છે.

સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમીટરથી લઇને 120 સેન્ટીમીટર હોય છે.

એક નર સિંહની ગર્જના 8 કિ.મી. સુધી સંભળાય છે.

સિંહ 12 થી 15 વર્ષ જંગલમાં જીવી શકે છે.

સિંહ 81 kmph ની ઝડપે દોડી શકે છે.

 સિંહ ની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે.

સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.




સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે

સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે

સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે.

એક સમયે સિંહો ગીરમાં જ જોવા મળતાં હતા. આજે 1800 ગામડાઓમાં સિંહો આંટાફેરા કરતાં જોવા મળે છે. 

1913માં લુપ્ત થયેલી આ પ્રજાતીના 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આજે 523ની સંખ્યા પાર કરી ચુક્યા છે






તો આવો આપણે સૌ વિશ્વ સિંહ દિવસ પર ગુજરાતના સાવજને બચાવવાનો સંકલ્પ લઇ તેનું રક્ષણ કરી ગુજરાતનું ગૌરવ અને અસ્મિતામાં વધારો કરીએ