નરસિંહ મહેતા
આદિ કવિ
જન્મ: 1414 (વૈશાખી પૂર્ણીમા), તળાજા, ભાવનગર
પિતાનું નામ: કૃષ્ણદાસ
માતાનું નામ: દયાકુંવર
ઉપનામ: નરસૈયો, આદિ કવિ, આદ્ય કવિ
અવશાન: 1480 (માંગરોળ)
નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે
તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે.
નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજામાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ ખાતે સ્થાયી થયા હતા
પરંપરાગત રીતે ભારતીય કેલેન્ડર મુજબ નરસિંહ મહેતાની જન્મજયંતિ વૈશાખી પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે?
નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો
તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં.
આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું.
તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી
મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે
નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી
નરસિંહ મહેતાની જાણિતી પંક્તિઓ
- નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તે જ હું શબ્દ બોલે
- ભુતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે
- વૈષ્ણવજન તો તેને રે કહીયે
- શામળિયો તે ઊરનું ભુષણ હ્રદયા ભીડી રાખું રે
- ઊંચી મેડી તે મારા સંતની
- પ્રેમરસ પાનેતું , મોરના પિચ્છઘર તત્ત્વનું ટુપણું તુચ્છ લાગે
- અખિલ બ્રહ્માંડમાં એક તુ જ શ્રીહરી
- એવા રે અમો એવા રે , તમે કહો છો તો વળી તેવા રે
- હળવે હળવે હળવે હરિજી મારે મંદિરિયે આવ્યા રે
- સખી આજની ઘડી તે રળિયામણી રે લોલ
- જળકમળ છોડી જાને બાળા
નરસિંહ મહેતાની કૃતિઓની યાદી:-
Ø આત્મચરિત્રાત્મક રચનાઓ:
શામળદાસનો વિવાહ(પુત્ર વિવાહ), મામેરું(કુંવરબાઇનું મામેરું) ઝારીના પદો, હારમાળાના પદો, માનલીલા, રુક્મિણીવિવાહ, સત્યભામાનું રુસણું, દ્રૌપદીની પ્રાર્થના, પિતાનો શ્રાદ્ધ
Ø ભજનો
વૈષ્ણવજન, શ્રીકૃષ્ણજન્મ વધાઈ, ભોળી ભરવાડણ, આજની ઘડી રળિયામણી,
Ø અન્ય રચનાઓ
સુદામા ચરિત્ર, સુરતસંગ્રામ, શ્રીકૃષ્ણની બાળલીલા, શ્રીકૃષ્ણની રાસલીલા, શ્રીકૃષ્ણ વિહાર,
, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, ચાતુરીસૌળસી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, , મામેરું, , અંતરધાન સમયના પદ, સહસ્ત્રપદીરાસ,
વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં નરસી ભગત અને ગુજરાતીમાં નરસી ભગત નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું
નરસૈંયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.
ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
“શામળશાનો વિવાહ”,“હારમાળા”,“હુંડી”,”મામેરુ”,”શ્રાદ્ધ”અને”જારીના પદો”વગેરે એમની આત્મચિત્રાત્મક રચનાઓ છે.તો “રાસસહસ્ત્રપદી”,”શૃગારમાળા”,”હિંડોળાનાં પદો”,”વસંતનાં પદો”,”કૃષ્ણજન્મ સમયનાપદો”, “બાળલીલાના પદો”,”ચાતુરીચોડસી”,”ચાતુરીછત્રિશ”,”જ્ઞાન-વૈરાગ્યના પદો”,”દાણલીલા”અને “સુદામા -ચરિત” એ એમની ઇતર કૃતિઓ છે. નરસિંહના કાવ્યસર્જનમાં મુખ્યત્વે પદોનો વિપુલ જથ્થો છે એમાં “શામળશાનો વિવાહ”,”શ્રાદ્ધ”,”હુંડી”અને”મામેરૂ” જેવી પોતાના જીવનના જ પ્રસંગો આલેખતી અને તેમને જ આપતિકાળે ભગવાને કેવી રીતે મદદ કરી હતી તેની પ્રતીતિ કરાવતી આત્મચરિત્રાત્મકન કૃતિઓ છે.આત્મકથનાત્મક કાવ્યો રચવાની અને એ રીતે પોતાના જ કાવ્યમાં સ્વ-જીવન વિશે માહિતી આપવી જનાર તેઓ પહેલા ગુજરાતી કવિ છે. આ બધી કૃતિઓ વાસ્તવમાં પદો જ છે. આ ઉપરાંત “રાસસહસ્ત્ર -પદી” ”શૃગારમાળા”, “વસંતનાં પદો” ચાતુરીઓ,દાણલીલા અને બાળલીલા જેવી શ્રીકૃષ્ણની રાધા અને ગોપીઓ સાથે ની વિવાહલીલાને વર્ણવતા અને શ્રીકૃષ્ણ મહિમા ગાતી કૃતિઓનો પણ એમાં સમાવેશ થાય છે.નરસિંહ પદો માટે સુવિખ્યાત છે. આ બધા પદોમાં નરસિંહ રાધાને,ગોપીના ભાવે શ્રીકૃષ્ણ પ્રભુને ઉત્કટતાથી આરાધે છે.વળી એમાં ગહનતત્વ દ્રષ્ટિનો પરિચય કરાવતા જ્ઞાન-વૈરાગ્યના પદો,એમના કાવ્યસર્જનનુ મહત્વનું અંગ છે. આ માંના ઘણા તો આજેય પ્રભાતિયાના નામે લોકહૃદયમાં ચિરંજીવ થયા છે. આ ઉપરાંત પદોમાં રચાયેલ “સુદામાચરિત્ર” જેવી કૃતિ જેમાં ઘણા વિવેચકોને ભવિષ્યના આખ્યાન સ્વરૂપના બીજ દેખાયા છે તે પણ નરસિંહને નામે જ જાણીતી છે. આપણે હવે જ્ઞાન-વૈરાગ્યના પદો, ભક્તિના પદો અને આત્મકથનાત્મક પદોના સંદર્ભે નરસિંહને વિસ્તારથી પામવાનો પ્રયત્ન કરીએ.
નરસિંહ મહેતાનું મૃત્યુ
નરસિંહ મહેતાના મૃત્યુ અંગે કોઈ સચોટ માહિતી નથી. પરંતુ લોક માન્યતા પ્રમાણે નરસિંહ મહેતાનું મૃત્યુ (ઈ.સ.1488) ૭૯ વર્ષની ઉમરની આસપાસ કાઠીયાવાડના માંગરોળ નામના ગામમાં થયું હતું. આ ગામમાં હાલમાં એક ‘નરસિંહ મહેતા સ્મશાન’ નામનું સ્મશાનગૃહ છે. અને એવું કહેવામાં આવે છે કે આજ સ્થળ પર નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા
જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી આવેલ છે.
૩૦મીએ ૧૯૬૭ના દિવસે ભારત સરકારે નરસિંહ મહેતાની ટપાલ ટિકીટ બહાર પાડી હતી.
ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની શરદ પૂર્ણિમાના દિવસે આપવામા આવે છે.(પુરસ્કાર સ્વરૂપે નરસિંહ મહેતાની મૂર્તિ અને રોકડા ૧,૫૧,૦૦૦(RS. 1,51,000) આપવામાં આવે છે. આ એવોર્ડ ગુજરાતી ભાષાના સર્વોચ્ચ માંથી એક છે).
પ્રથમવાર આ એવોર્ડ મેળવનાર વ્યક્તિ રાજેન્દ્રશાહ છે.
નરસિંહ મહેતા એવોર્ડ વિશી વધુ માહીતી માટે અહી ક્લિક કરો.
ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ “નરસિંહ મહેતાના” જે એમના જીવન પ્રસંગો પર આધારિત હતી. આ ફિલ્મ 7 એપ્રિલ 1932માં સિનેમા ઘરોમાં પ્રદશિત કરવામાં આવી હતી. નાનુભાઈ વકીલે આ ફિલ્મ દિગ્દર્શિત કરી હતી, જેમા માસ્ટર મનહર - નરસિંહ મહેતા, ઉમાકાંત દેસાઈ - કૃષ્ણ અને મિસ જમના - માણેકબાઇ એ અભિનય કર્યો હતો આ ફિલ્મનું નિર્દેશન નાનુભાઈ વકીલ અને તેની કથા ચતુભુજ દોશીએ લખી હતી. ચીમનભાઈ દેસાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા.
ગુજરાત સરકાર દ્વારા લગ્ન કરી સાસરે જતી આદિજાતિની કન્યાને 3000ના વિકાસપત્રો અને 2000ની રોકડ સહાય “કુંવરબાઇનું મામેરું” યોજના હેઠળ આપવામાં આવે છે
જૂનાગઢમાં આવેલ દામોદર કુંડ જ્યા નરસિંહ મહેતા નિયમિત સ્નાન અને દર્શન કરવા જતા
જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતાનો ચોરો જે મજેવાડી દરવાજા પાસે આવેલ છે.
- ઉમાશંકર જોષીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા હતા
- નરસિંહ મહેતાએ " આજની ઘડી રળિયામણી " ભક્તિ ગીતમાં " કેદારો રાગ " ગાયો હતો કે ખુબજ પ્રસિદ્ધ છે
- નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે