બુદ્ધ પૂર્ણિમા/ ગૌતમ બુદ્ધ જયંતિ
વૈશાખની પૂનમને બુદ્ધપૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. બુદ્ધપૂર્ણિમાના દિવસનું માહાત્મ્ય વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓ માટે વિશેષપણે રહેલું છે. ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના 9માં અવતાર ગણવામાં આવે છે
આ જ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો
પ્રચલિત માન્યતાઓ પ્રમાણે સિદ્ધાર્થ ગૌતમનો જન્મ મૌર્ય રાજા અશોકના શાસનના ૨૦૦ વર્ષ પહેલા થયો હતો
ભગવાન બુદ્ધનો જન્મ ઇ.સ. પૂર્વે 563માં નેપાળના કપિલવસ્તુ પાસે લુમ્બિનીમાં થયો હતો. કપિલવસ્તુ તે સમયે મહાજનપદની રાજધાની હતી. લુમ્બિની હાલ દક્ષિણ મધ્ય નેપાળમાં સ્થિત છે. આ જ સ્થળે સમ્રાટ અશોકે ત્રીજી શતાબ્દિમાં ભગવાન બુદ્ધના પ્રતિક તરીકે એક સ્તમ્બ બનાવ્યો હતો. ઇતિહાસકારોના મતે, બુદ્ધ શાક્ય ગૌત્રના હતા અને તેમનુ સાચું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન હતુ. તેઓ શાક્ય ગણના પ્રમુખ હતા. જ્યારે તેમના માતાનું નામ માયા દેવી હતું. કહેવાય છે કે સિદ્ધાર્થના જન્મના 7 દિવસ બાદ જ તેમની માતાનું નિધન થતા, તેમનો ઉછેર તેમની સાવકી માતા પ્રજાપતિ ગૌતમીએ કર્યો હતો.
એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો
જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.
સિદ્ધાર્થે માત્ર 29 વર્ષની ઉંમરે સંન્યાસ ધારણ કર્યો અને બોધગયામાં પીપળાના વૃક્ષ નીચે 6 વર્ષ સુધી તપસ્યા કરી હતી.
સ્વયં બુદ્ધને બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. તેમણે વર્ષો સુધી કઠિન તપસ્યા અને સાધના કરી હતી. જે બાદ બોધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ અને તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઇ. જે બોધિવૃક્ષ આજે પણ બિહારના ગયા જિલ્લામાં સ્થિત છે. તેમણે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. સમગ્ર વિશ્વને પોતાના જ્ઞાનથી આલોકિત કરનાર ભગવાન બુદ્ધનું કુશીનગરમાં વૈશાખ પૂર્ણિમાના દિવસે નિધન થયું અને તે જ દિવસ તેમનો પરિનિર્વાણદિન કહેવાય છે.
બોધિવૃક્ષ નીચે જ્ઞાનોદય થયા પછી સિદ્ધાર્થ સંસારમાં ભગવાન બુદ્ધ તરીકે ખ્યાતિ પામ્યા. આ દિવસ વૈશાખી પૂર્ણિમાનો હતો. આથી આ તિથીને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત એમ પણ કહેવાય છે કે જે દિવસે બુદ્ધ (સિદ્ધાર્થ)નો જન્મ થયો તે દિવસે પણ વૈશાખી પૂર્ણિમા હતી. ભગવાન બુદ્ધના જીવનમાં પૂનમનું ઘણું મહત્વ રહ્યું છે. બુદ્ધનો જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથીએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે
ગૌતમ બુદ્ધે જીવનનાં ૮૦ વર્ષ આધ્યાત્મિક ચિંતન અને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર અર્થે સર્મિપત કરી દીધા હતા. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભગવાન બુદ્ધે અહિંસા અને પ્રેમનો સંદેશ ફેલાવ્યો હતો
ગુજરાતમાં ભગવાન બુદ્ધનો અમૂલ્યા વારસો છે. કારણ કે, ભગવાન બુદ્ધનાં અસ્થિ માત્ર ગુજરાત પાસે છે. ભગવાન બુદ્ધના ઉપદેશોને ૧૪ આજ્ઞારુપે શિલામાં કોતરાવ્યા હતા. તે સમગ્ર ભારતમાં ગિરનારમાં મળતા શિલાલેખમાં જ જળવાયા છે બીજે ક્યાં નહીં
આ દિવસે સૂર્યોદય બાદ મંદિર અને ધાર્મિક સ્થળો પર બૌદ્ધનો ઝંડો ફરકાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આધુનિક બૌદ્ધ ઝંડો શ્રીલંકાએ તૈયાર કર્યો છે. જેમાં વાદળી, લાલ, સફેદ, પીળો અને નારંગી રંગ હોય છે. વાદળી રંગ પ્રેમ અને સન્માન દર્શાવે છે, જ્યારે લાલ રંગ આશીર્વાદનું પ્રતીક છે અને સફેદ રંગ ધર્મની શુદ્ધતા દર્શાવે છે. નારંગી રંગને બુદ્ધિમત્તાનું પ્રતીક મનાય છે અને સૌથી છેલ્લે પીળા રંગને મુશ્કેલ સ્થિતિમાંથી બચવાનું પ્રતિક મનાય છે.
બૌદ્ધ ધર્મની શરૂઆત ભારતમાં થઈ હતી, પરંતુ અત્યારે શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ, તિબેટ, ચીન અને જાપાન સહિત અનેક દેશોમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે
મહાભિનિષ્ક્રમણ
૨૯ વર્ષની ઉંમરે એક દિવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા. આની તેમના માનસ પર ઊંડી અસર થઈ.
વસંતઋતુમાં એક દિવસ સિદ્ધાર્થ બગીચામાં ફરવા ગયો. તેઓએ શેરીમાં એક વૃદ્ધ માણસને જોયો. તેના દાંત તૂટી ગયા હતા. વાળ રંધાઈ ગયા હતા, શરીર વાંકાચૂકા થઈ ગયું હતું. હાથમાં લાકડી પકડીને તે ધીમે ધીમે ધ્રૂજતો રસ્તે ચાલી રહ્યો હતો.
બીજી વખત જ્યારે સિદ્ધાર્થ કુમાર બગીચામાં ફરવા નીકળ્યા ત્યારે તેમની નજર સમક્ષ એક દર્દી આવ્યો. તેનો શ્વાસ ઝડપથી ચાલતો હતો. ખભા ઢીલા હતા. હાથ સુકાઈ ગયા હતા. પેટ ફૂલી ગયું હતું. ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો. બીજાની મદદથી તે ખૂબ જ મુશ્કેલીથી ચાલી શકતો હતો.
ત્રીજી વખત સિદ્ધાર્થને અર્થ મળ્યો. ચાર માણસો તેને લઈ જતા હતા. પાછળ ઘણા લોકો હતા. કેટલાક રડતા હતા, કેટલાક તેમની છાતી મારતા હતા, કેટલાક તેમના વાળ ખેંચી રહ્યા હતા. આ દ્રશ્યોએ સિદ્ધાર્થને ખૂબ જ પરેશાન કરી નાખ્યો.
સિદ્ધાર્થ ચોથી વાર બગીચામાં ફરવા નીકળ્યો ત્યારે તેણે એક સન્યાસીને જોયો. સંસારની તમામ લાગણીઓ અને ઈચ્છાઓથી મુક્ત સુખી સંન્યાસીને સિદ્ધાર્થને આકર્ષ્યો. તેણે વિચાર્યું- ‘યુવાની પર ધિક્કાર, જે જીવનને શોષી લે છે, શરીરનો નાશ કરે છે. જીવન પર શરમ આવે છે, જે આટલી જલ્દી પોતાનો અધ્યાય પૂરો કરે છે. શું વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ આ રીતે કાયમ સૌમ્ય બની રહેશે? પછી સંસારના બંધનમાંથી મુક્ત થઈને ત્યાગના માર્ગે પ્રયાણ કર્યું અને કઠોર તપ કરીને બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું.
જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .
બુદ્ધ જયંતી' ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, "વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." ભારતરત્ન ડૉ ભીમરાવ આંબેડકર એ બુદ્ધ ધર્મ વિશે કહ્યું હતું કે,"મને તે ધર્મ પસંદ છે જે સ્વાતંત્ર્ય, સમાનતા અને ભાઈચારાને શીખવે છે."
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work