મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

30 May, 2021

world no tobacco day ( વિશ્વ તમાકુ નિષેધ દિવસ )

 world No Tobacco Day ( વિશ્વ તમાકુ નિષેધ દિવસ )

31 May


દર વર્ષે ૩૧ મે ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કરવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા 1987 માં પ્રથમ વખત વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હકીકતમાં, 1987 માં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ તમાકુના સેવનથી મૃત્યુદરમાં અભૂતપૂર્વ વધારાને ધ્યાનમાં રાખીને તેને એક મહામારી જાહેર કર્યો હતો.

વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદીને સાંભળો.




વિશ્વ આરોગ્ય સંગઠને તેની સ્થાપનાની વર્ષગાંઠ પર 7 એપ્રિલ, 1988 ના રોજ પ્રથમ વખત વિશ્વ તમાકુ નિષેધ દિવસની (World No Tobacco Day) ઉજવણી કરી હતી. બાદમાં તેના માટે એક તારીખ નક્કી કરવામાં આવી હતી અને દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવતી હતી.

આ દિવસનો ઉદેશ્ય તમાકુના દુષ્પરિણામો અને પ્રભાવોથી લોકોમાં જાગરૂકતા લાવવા માટે અને વ્યક્તિઓને તેની ખરાબ આદતોની ગંભીરતા અંગે પ્રોત્સાહન આપવાનું છે.

 ડબ્લ્યુએચઓ મુજબ, દર વર્ષે વિશ્વમાં 8 મિલિયન લોકો તમાકુના કારણે મૃત્યુ પામે છે. તમાકુનું સેવન આપણા માટે કેવી રીતે જીવલેણ હોઈ શકે છે તે વિશે લોકોને સમજાવવામાં આવે છે.

તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા, માવા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે.

તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે.નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે તમારાં હદય,ફેફસાં,પેટ અને સાથે સાથે તમારાં જ્ઞાનતંતુઓને અસર કરે છે.

પુરુષોમાં તમામ પ્રકારના કેન્સરમાં, ઓરલ કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે.

વિશ્વમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન ચીનમાં થાય છે ત્યારબાદ ભારત , બ્રાઝિલ, અમેરિકા દેશોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ તમાકુની નિકાસ કરતો દેશ બ્રાઝિલ છે, જ્યારે ઇમ્પોર્ટ કરતા દેશોમા રશિયા અને યુ.એસ.એ છે.

ભારતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે.

એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ આશરે 90 હજાર લાખ સિગારેટો વેચાય છે


ગુજરાત તમાકુના વાવેતરમાં 5માં નમ્બરે છે પણ બીડી અને હુકાની તમાકુનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે.

12 જુલાઈ 1999 ના રોજ, કેરળ ભારતનું પહેલું રાજ્ય જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકનાર બન્યું,

ભારતમાં લગભગ 120 કરોડ ધૂમ્રપાન કરનારાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના જણાવ્યા મુજબ, ભારત વિશ્વના 12% ધૂમ્રપાન કરનારાઓનું ઘર છે. ભારતમાં તમાકુના કારણે દર વર્ષે એક કરોડથી વધુ લોકોના મોત થાય છે.

જાહેર સ્થળો પર ધૂમ્રપાન કરવા પર 2 ઓક્ટોબર 2008 થી જાહેર સ્થળો પર ધૂમ્રપાન નિષેધ નિયમો લાગુ પાડવામા આવેલ છે. એ સ્થાનો જ્યાં ધૂમ્રપાન પ્રતિબંધિત છે તેમાં ઓડિટોરિયમ, સિનેમાઘરો, હોસ્પિટલો, જાહેર પરિવહન (વિમાન, બસો, ટ્રેનો, મહાનગરો, મોનોરેલ્સ, ટેક્સીઓ) અને તેમની સંબંધિત સુવિધાઓ (વિમાનમથકો, બસ સ્ટેન્ડ્સ / સ્ટેશનો, રેલ્વે સ્ટેશન), રેસ્ટોરન્ટ   , હોટલો, બાર, પબ શામેલ છે. , મનોરંજન કેન્દ્રો, કચેરીઓ (સરકારી અને ખાનગી), પુસ્તકાલયો, અદાલતો, પોસ્ટ .ફિસ, બજારો, શ .પિંગ મ ,લ્સ, કેન્ટિન્સ, રિફ્રેશમેન્ટ રૂમ, બેંક્વેટ હોલ, ડિસ્કોથેક, કોફી હાઉસ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યાનો છે.

આ કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ પર  5000 નો દંડ વસૂલવામાં આવશે

ભારતમાં સિગારેટ અને બીડી સિવાય ફકત તમાકુના સેવનનું પ્રમાણ પણ વધુ છે.

સૌથી વધુ બીડીનું  ધૂમ્રપાન ઉત્તરાખંડમાં  થાય છે.

કોઈપણ શૈક્ષણિક સંસ્થાના 100 યાર્ડની અંદરના વિસ્તારમાં તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ 1 ડિસેમ્બર 2004 થી લાગુ કરવામાં આવ્યો હતો.

તમાકુના વિવિધ ઉત્પાદનો




હંમેશા ફિલ્મ શરૂ થવા પહેલાં અથવા ટેલિવિઝનના કેટલાક અંતરાલમાં સંદેશ આવે છે કે – ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમાકુ પર પ્રતિબંધના સંદેશા મોટે ભાગે પોસ્ટરો, બેનરો અને ઓડિયો-વિઝ્યુઅલ મીડિયા દ્વારા બતાવવામાં આવે છે.

દરેક તમાકુના પેકેટ પર પણ સૂચના લખેલ હોય છે.

ભારતમાં તમાકુ અંગેનો પહેલો કાયદો સિગરેટ અધિનિયમ, 1975 હતું (ઉત્પાદન, પુરવઠો અને વિતરણનું નિયમન) , જેણે 1975 માં સિગારેટ પેક પર ચોક્કસ કાયદાકીય આરોગ્ય ચેતવણી ફરજિયાત કરી હતી.

 સિગારેટ અને અન્ય તમાકુ પેદાશો (વેપાર પર પ્રતિબંધ અને વેપાર નિયમન અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણ) અધિનિયમ, 2003, સીપીટીએને સંક્ષિપ્તમાં, 18 મે 2003 ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ પ્રાપ્ત થઈ. તે 1 મે 2004 ના રોજ અમલી બન્યો. 

આ કાયદો આખા ભારત સુધી વિસ્તરેલો છે અને સિગારેટ, સિગાર, બીડી, ગુટકા, પાન મસાલા (તમાકુ ધરાવતો), માવવા, ખૈની, નાસ્તા અને કોઈપણ સ્વરૂપમાં તમાકુ ધરાવતા તમામ ઉત્પાદનોને લાગુ પડે છે

તમાકુ પેદાશો પર સચિત્ર ચેતવણીને ફરજિયાત કરવાના નિયમો 3 મે 2009 ના રોજ સૂચિત કરવામાં આવ્યા હતા, કેટલાક તબક્કાના સુધારા અને વિલંબ પછી 31 મે  2009 થી અમલમાં આવ્યો.  સીઓટીપીએની કલમ 7 મુજબ  "તમામ તમાકુ ઉત્પાદનોના પેકેટો પર સચિત્ર સ્વાસ્થ્ય ચેતવણીનું પ્રદર્શન" કરવું ફરજિયાત છે.   

કેબલ ટેલિવિઝન નેટવર્ક  સુધારણા બિલ, 8 સપ્ટેમ્બર 2000 થી અમલમાં છે, જે અંતર્ગત સિગારેટ અને આલ્કોહોલની જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ છે

જ્યારે પણ મૂવીમાં ધૂમ્રપાનના દ્રશ્યો દર્શાવવામાં આવે છે ત્યારે થિયેટરોએ ડિસક્લેમર સ્ક્રીન પ્રદર્શિત કરવું પણ ફરજિયાત છે.

હાલમા ઘણા દેશોમા ઇ-સિગારેટનું પ્રમાણ વધી રહ્યુ છે. ઇ-સિગારેટ એ બેટરીથી સંચાલિત ઉપકરણ છે જે નિકોટિન ધરાવતા દ્રાવણને ગરમ કરીને એરોસોલ નામનું તત્વ પેદા કરે છેજે જ્વલનશીલ સિગારેટમાં નશાકારક દ્રવ્ય છે. તેમાં ઇલેક્ટ્રોનિક નિકોટિન વિતરણ વ્યવસ્થાબાળીને નહીં પરંતુ ગરમ કરીને વપરાતી પેદાશોઇ-હુક્કા અને તેના જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ નવીન પેદાશો દેખાવમાં આકર્ષક લાગે છે અને બહુવિધ સ્વાદમાં ઉપલબ્ધ છે. ઉપરાંત તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને વિકસિત દેશોમાં ખાસ કરીને યુવાનો અને બાળકોમાં તેના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે.

તમાકુની ખરાબ અસરો :

  • ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી
  • શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી
  • ચામડી કરચલીવાળી થવી
  • દાંતો પીળાં થઈ જવા
  • તમાકુનું સેવન કરવાથી મોંમાં દુર્ગંધ આવે છે.

  •  આના સેવનથી ફેફસા અને મોંના કેન્સર થઈ શકે છે, જે જીવલેણ બની શકે છે

  •  તમાકુનું સેવન કરવાથી હૃદયરોગનું જોખમ વધે છે.

  •  તમાકુનું સેવન કરવાથી માનવ ફેફસાં ખરાબ થઈ જાય છે.

  •  તમાકુનું સેવન કરવાથી આંખો નબળી પડે છે.

  •  તમાકુના સેવનથી દાંત ખરાબ થાય છે.

ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે :

  • હદયની બિમારી   
  • શ્વાસનળીમાં સોજો આવવો
  • ન્યુમોનિયા
  • આંચકા આવવાં
  • કેન્સરના ઘણાં બધા પ્રકારો- જો તમે તમે ધુમ્રપાન કરતાં નથી તેમ છતાં તેના સંપર્કના કારણે ઘણાં બધા પ્રકારના કેન્સરનો ભોગ બની શકો છો.જેમ કે ફેફસાં,ગળું,પેટ,મૂત્રાશયનું કેન્સર આ સ્થિતિને નિષ્ક્રિય ધુમ્રપાન કહેવાય છે. નિષ્ક્રિય  ધુમ્રપાનમાં ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદભવે છે.આમ,તે સક્રિય ધુમ્રપાનના સ્વરૂપ જેટલું સમાન હાનિકારક છે.
ધૂમ્રપાનની આદત છોડવા અથવા લાગતી અટકાવવા નીચે મુજબ પગલાં લઈ શકાય
 -બાળકો અને કિશોરોમાં શિક્ષણ અને સલાહ દ્વારા જાગૃતિ ફેલાવવી.
- સ્વસ્થ ખોરાક લેવો અને પૂરતો આરામ કરવો. આપણે થાકેલા હોઈએ ત્યારે ધૂમ્રપાન ની ઇચ્છા વધારે થાય છે.
- ધૂમ્રપાન ની મંજૂરી ન હોય તેવી જગ્યાએ જાઓ.
- ધૂમ્રપાન ના કરનારાઓ સાથે સમય પસાર કરો.
- ધૂમ્રપાન છોડવા માટે પોઝીટીવ રહો અને નાસીપાસ થયા વગર સતત પ્રયત્નશીલ રહો.

દુનિયાનો સૌથી પહેલો તમાકુ ફ્રી દેશ ભૂટાન છે. વર્ષ 2010 થી ભૂટાનમાં તમાકુની ખેતી અને તમાકુના  વિવિધ ઉત્પાદનો બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહી સીગારેટ કે તમાકુનું સેવન કરનારને દંડ કરવામાં આવે છે.


વર્લ્ડ ટોબૈકો પ્રોહિબિશન ડે એક થીમ મુજબ દર વર્ષે ઉજવવામાં આવે છે. દરેક વખતે તેની એક થીમ નિર્ધારિત કરવામાં આવે છે.
વિવિધ થીમ

2021, the focus is on "Commit to quit"

2020, the focus is on "Protecting youth from industry manipulation and preventing them from tobacco and nicotine use"

2019, the focus is on "Tobacco and lung health"

2018, the focus is "Tobacco and heart disease

2017, the focus is "Tobacco- A threat to development"


આપણે બધા જાણીએ છીએ કે આજની યુવા પેઢી તમાકુના ઉત્પાદનોના વપરાશમાં કેટલી ઝડપથી આગળ વધી રહી છે. ધૂમ્રપાન, હૂકા, કાચા તમાકુ, પાન મસાલા વગેરે પદાર્થો ક્યાંક ને ક્યાંક તૈયાર કરવામાં આવે જ છે અને યુવાનો દ્વારા તેનો મોટા પ્રમાણમાં વપરાશ કરવામાં આવે છે જે તેમના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.

 ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન ની 2014 ની સમીક્ષા અનુસાર જો આજ રીતે તમાકુનો ઉપયોગ ચાલુ રહેશે તો 21મી સદી માં લગભગ 1 અબજ લોકોને મારી નાખશે, તેમાંથી અડધા 70 વર્ષ થી નાના હશે.

જયારે તમાકુ પીવા માં આવે છે ત્યારે નિકોટીન લોહી માં ભળી જાય છે જે માનસિક અને શારીરિક અવલંબન નું કારણ બને છે. વિકાસશીલ દેશોમાં વપરાતી સિગારેટ માં ટાર ની માત્રા વધારે હોય છે અને ફિલ્ટર નો ઉપયોગ થતો નથી જે આરોગ્ય માટે વધારે જોખમ કરી શકે છે.

તમાકુ ના ધૂમ્રપાન થી મુખ્યત્વે ફેફસાં અને હૃદયને લગતા રોગો થાય છે, જેમાં હૃદયરોગનો હુમલો, દમ, લકવો તથા કેન્સર જેવા જીવલેણ રોગોનો સમાવેશ થાય છે. તમાકુ ના સેવનથી ઉચ્ચ રક્તચાપ (High Blood Pressure) અને  ધમનીઓ ના રોગો (Peripheral arterial disease) થાય છે.

ગર્ભાવસ્થા માં ધૂમ્રપાન કરવાથી બાળકને અનેક પ્રકારના જોખમ થઈ શકે છે તથા ગર્ભપાત ની શકયતા વધી જાય છે. જીવનમાં નાની ઉંમરે ધૂમ્રપાન શરૂ કરવાથી અને વધુ સિગારેટ પીવાથી આ બધા રોગોનું જોખમ વધે છે.

પરોક્ષ ધૂમ્રપાન પણ સ્વાસ્થ્ય માટે જોખમી છે. પુરુષો કરતાં સ્ત્રીઓ માં ધૂમ્રપાન વધારે જોખમી છે. એક અભ્યાસ અનુસાર પુરૂષ ધૂમ્રકર્તા અને સ્ત્રી ધૂમ્રકર્તા ના સરેરાશ જીવનમાં અનુક્રમે 13.2 અને 14.5 વર્ષ નો ઘટાડો થાય છે.

તમાકુનું સેવન કરવાથી 12 થી 15  પ્રકારના કેન્સર થઈ શકે છે, જેમાં મુખ્યત્વે ફેફસાંના, ગળાના, અન્નનળીના, હોજરીના, સ્વાદુપિંડ ના અને કિડનીના કેન્સર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમાકુના લીધે થતા કેન્સર ની સારવાર માં ફાયદો થવાની શકયતા ઘટી જાય છે



કહો તમાકુને ના... જીંદગીને હા..

તો આજથી જ આપણે અને આપણા સ્વજનને આમાથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work