મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

25 May, 2021

નરસિંહ મહેતા (Narsinh Maheta)

નરસિંહ મહેતા

આદિ કવિ


જન્મ: 1414 (વૈશાખી પૂર્ણીમા), તળાજા, ભાવનગર

પિતાનું નામ: કૃષ્ણદાસ

માતાનું નામ: દયાકુંવર

ઉપનામ: નરસૈયો, આદિ કવિ, આદ્ય કવિ

અવશાન: 1480 (માંગરોળ)



નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે

તેઓ તેમનાં પદો, આખ્યાનો અને પ્રભાતિયાં માટે પ્રખ્યાત છે.

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજામાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ  ખાતે સ્થાયી થયા હતા

પરંપરાગત રીતે ભારતીય કેલેન્ડર મુજબ નરસિંહ મહેતાની જન્મજયંતિ  વૈશાખી પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે?

નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો

તેમનાં લગ્ન ૧૪૨૯માં માણેકબાઈ સાથે થયાં.

આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતું હતું. 

તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી

મહેતાનાં કાર્યોનું એક અગત્યનું અંગ એ છે કે તેઓ તે ભાષામાં નથી સચવાયાં જેમાં તે લખાયાં હતાં. સાથે જ, તેઓ મોટા ભાગે મૌખિક રીતે સચવાયાં છે

નરસિંહ મહેતાની કૃતિની સૌથી જૂની હસ્તપ્રત લગભગ ઇસવીસન ૧૬૧૨ની આસપાસ રચાયેલી છે જેને ગુજરાત વિદ્યા સભાના કે.કા. શાસ્ત્રીએ શોધી કાઢી હતી

 નરસિંહ મહેતાની જાણિતી પંક્તિઓ


  • નીરખને ગગનમાં કોણ ઘુમી રહ્યો, તેજ હું તે જ હું શબ્દ બોલે
  • ભુતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નાહી રે
  • વૈષ્ણવજન તો તેને રે કહીયે
  • શામળિયો તે ઊરનું ભુષણ હ્રદયા ભીડી રાખું રે
  • ઊંચી મેડી તે મારા સંતની 
  • પ્રેમરસ પાનેતું , મોરના પિચ્છઘર તત્ત્વનું ટુપણું તુચ્છ લાગે
  • અખિલ બ્રહ્માંડમાં એક તુ જ શ્રીહરી
  • એવા રે અમો એવા રે , તમે કહો છો તો વળી તેવા રે
  • હળવે હળવે હળવે હરિજી મારે મંદિરિયે આવ્યા રે
  • સખી આજની ઘડી તે રળિયામણી રે લોલ
  • જળકમળ છોડી જાને બાળા


નરસિંહ મહેતાની કૃતિઓની યાદી:-
Ø  આત્મચરિત્રાત્મક રચનાઓ:
        શામળદાસનો વિવાહ(પુત્ર વિવાહ),  મામેરું(કુંવરબાઇનું મામેરું) ઝારીના પદો, હારમાળાના પદો, માનલીલા,  રુક્મિણીવિવાહ, સત્યભામાનું રુસણું, દ્રૌપદીની પ્રાર્થના, પિતાનો શ્રાદ્ધ     
Ø  ભજનો
        વૈષ્ણવજન,  શ્રીકૃષ્ણજન્મ વધાઈ, ભોળી ભરવાડણ, આજની ઘડી રળિયામણી,
Ø  અન્ય રચનાઓ

        સુદામા ચરિત્ર, સુરતસંગ્રામ, શ્રીકૃષ્ણની બાળલીલા, શ્રીકૃષ્ણની રાસલીલા, શ્રીકૃષ્ણ વિહાર,
દ્વાદશમાસરાસસહસ્ત્રપદીચાતુરીછત્રીસીગોવિંદગમન, ચાતુરીસૌળસીબાળલીલાદાણલીલારાસલીલાઘડપણ વિશે વસંતવિલાસશૄંગારજ્ઞાન વૈરાગ્યભક્તિહીંડોળા વગેરે વિષયના અપ્દનૃસિંહવિલાસશૃંગારમાળાહારમાળાનું પરિશિષ્ટ, , મામેરું, , અંતરધાન સમયના પદ,  સહસ્ત્રપદીરાસ,


વિજય ભટ્ટે ૧૯૪૦માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં નરસી ભગત અને ગુજરાતીમાં નરસી ભગત નામે રજૂ થયું હતું તેમાં જાદુનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું

નરસૈંયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી, જેમાં દર્શન ઝરીવાલાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. ૨૭ હપ્તાની આ ધારાવાહિકનું નિર્માણ નંદુભાઇ શાહે કર્યું હતું અને તેના દિગ્દર્શક મૂળરાજ રાજડા હતા.


ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.

 શામળશાનો વિવાહ,હારમાળા,હુંડી,મામેરુ,શ્રાદ્ધ”અને”જારીના પદો”વગેરે એમની આત્મચિત્રાત્મક રચનાઓ છે.તો રાસસહસ્ત્રપદી”,”શૃગારમાળા”,”હિંડોળાનાં પદો,”વસંતનાં પદો,”કૃષ્ણજન્મ સમયનાપદો”, “બાળલીલાના પદો”,”ચાતુરીચોડસી”,”ચાતુરીછત્રિશ”,જ્ઞાન-વૈરાગ્યના પદો,”દાણલીલા”અને “સુદામા -ચરિત” એ એમની ઇતર કૃતિઓ છે. નરસિંહના કાવ્યસર્જનમાં મુખ્યત્વે પદોનો વિપુલ જથ્થો છે એમાં “શામળશાનો વિવાહ,શ્રાદ્ધ,”હુંડી”અનેમામેરૂ” જેવી પોતાના જીવનના જ પ્રસંગો આલેખતી અને તેમને જ આપતિકાળે ભગવાને કેવી રીતે મદદ કરી હતી તેની પ્રતીતિ કરાવતી આત્મચરિત્રાત્મકન કૃતિઓ છે.આત્મકથનાત્મક કાવ્યો રચવાની અને એ રીતે પોતાના જ કાવ્યમાં સ્વ-જીવન વિશે માહિતી આપવી જનાર તેઓ પહેલા ગુજરાતી કવિ છે. આ બધી કૃતિઓ વાસ્તવમાં પદો જ છે. આ ઉપરાંત “રાસસહસ્ત્ર -પદી” ”શૃગારમાળા”, “વસંતનાં પદો” ચાતુરીઓ,દાણલીલા અને બાળલીલા જેવી શ્રીકૃષ્ણની રાધા અને ગોપીઓ સાથે ની વિવાહલીલાને વર્ણવતા અને શ્રીકૃષ્ણ મહિમા ગાતી કૃતિઓનો પણ એમાં સમાવેશ થાય છે.નરસિંહ પદો માટે સુવિખ્યાત છે. આ બધા પદોમાં નરસિંહ રાધાને,ગોપીના ભાવે શ્રીકૃષ્ણ પ્રભુને ઉત્કટતાથી આરાધે છે.વળી એમાં ગહનતત્વ દ્રષ્ટિનો પરિચય કરાવતા જ્ઞાન-વૈરાગ્યના પદો,એમના કાવ્યસર્જનનુ મહત્વનું અંગ છે. આ માંના ઘણા તો આજેય પ્રભાતિયાના નામે લોકહૃદયમાં ચિરંજીવ થયા છે. આ ઉપરાંત પદોમાં રચાયેલ  સુદામાચરિત્ર” જેવી કૃતિ જેમાં ઘણા વિવેચકોને ભવિષ્યના આખ્યાન સ્વરૂપના બીજ દેખાયા છે તે પણ નરસિંહને નામે જ જાણીતી છે. આપણે હવે જ્ઞાન-વૈરાગ્યના પદો, ભક્તિના પદો અને આત્મકથનાત્મક પદોના સંદર્ભે નરસિંહને વિસ્તારથી પામવાનો પ્રયત્ન કરીએ.

નરસિંહ મહેતાનું મૃત્યુ
નરસિંહ મહેતાના મૃત્યુ અંગે કોઈ સચોટ માહિતી નથી. પરંતુ લોક માન્યતા પ્રમાણે નરસિંહ મહેતાનું મૃત્યુ (ઈ.સ.1488) ૭૯ વર્ષની ઉમરની આસપાસ કાઠીયાવાડના માંગરોળ નામના ગામમાં થયું હતું. આ ગામમાં હાલમાં એક ‘નરસિંહ મહેતા સ્મશાન’ નામનું સ્મશાનગૃહ છે. અને એવું કહેવામાં આવે છે કે આજ સ્થળ પર નરસિંહ મહેતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી આવેલ છે.



૩૦મીએ ૧૯૬૭ના દિવસે ભારત સરકારે નરસિંહ મહેતાની ટપાલ ટિકીટ બહાર પાડી હતી.




ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ  દ્વારા દર વર્ષની શરદ પૂર્ણિમાના દિવસે  આપવામા આવે છે.(પુરસ્કાર સ્વરૂપે નરસિંહ મહેતાની મૂર્તિ અને રોકડા ૧,૫૧,૦૦૦(RS. 1,51,000) આપવામાં આવે છે. આ એવોર્ડ ગુજરાતી ભાષાના સર્વોચ્ચ માંથી એક છે).

પ્રથમવાર આ એવોર્ડ મેળવનાર વ્યક્તિ રાજેન્દ્રશાહ છે.

 નરસિંહ મહેતા એવોર્ડ વિશી વધુ માહીતી માટે અહી ક્લિક કરો.



ગુજરાતી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ નરસિંહ મહેતાના જે એમના જીવન પ્રસંગો પર આધારિત હતી. આ ફિલ્મ 7 એપ્રિલ 1932માં સિનેમા ઘરોમાં પ્રદશિત કરવામાં આવી હતી.  નાનુભાઈ વકીલે આ ફિલ્મ દિગ્દર્શિત કરી હતી,  જેમા માસ્ટર મનહર - નરસિંહ મહેતા, ઉમાકાંત દેસાઈ - કૃષ્ણ અને મિસ જમના - માણેકબાઇ એ અભિનય કર્યો હતો આ ફિલ્મનું નિર્દેશન નાનુભાઈ વકીલ અને તેની કથા ચતુભુજ દોશીએ લખી હતી. ચીમનભાઈ દેસાઈ આ ફિલ્મના પ્રોડ્યુસર હતા.



ગુજરાત સરકાર દ્વારા લગ્ન કરી સાસરે જતી આદિજાતિની કન્યાને 3000ના વિકાસપત્રો અને 2000ની રોકડ સહાય કુંવરબાઇનું મામેરું યોજના હેઠળ આપવામાં આવે છે

જૂનાગઢમાં આવેલ દામોદર કુંડ જ્યા નરસિંહ મહેતા નિયમિત સ્નાન અને દર્શન કરવા જતા


જૂનાગઢમાં આવેલ નરસિંહ મહેતાનો ચોરો જે મજેવાડી દરવાજા પાસે આવેલ છે.


  • ઉમાશંકર જોષીએ નરસિંહ મહેતાને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા હતા
  • નરસિંહ મહેતાએ " આજની ઘડી રળિયામણી " ભક્તિ ગીતમાં " કેદારો રાગ " ગાયો હતો કે ખુબજ પ્રસિદ્ધ છે
  • નરસિંહ મહેતાએ મલ્હાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો એવું માનવામાં આવે છે


200 Quiz Certificate

 


આપને અભિનનદન,

વિશેષ દિન ક્વીઝ ગૃપની વિવિધ ક્વીઝમાં આપ સહભાગી થયા અને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો.

વિશેષ દિનની 200 ક્વીઝ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત દરેક ભાગ લેનાર સૌ સહભાગીઓને યાદગીરી રુપે ગૃપ દ્વારા એક સન્માન પત્ર આપવામાં આવે છે.

આપનું સન્માન પત્ર ડાઉનલોડ કરવા નીચે આપેલ ફોટા પર ક્લીક કરો.

થોડીવારમાં તમારી ગુગલ ડ્રાઇવ ખુલશે, જેમા તમે ફોર્મ ભરતી વખતે જે નામ લખ્યું હોય તે નામ શોધવા આપેલ ફાઇલને સ્ક્રોલ કરો.

તમારા નામની ફાઇલ પર ક્લિક કરી તેને ડાઉનલોડ કરો.




Thanks A lo

24 May, 2021

બચેન્દ્રી પાલ (Bachendri Pal)

 બચેન્દ્રી પાલ

(પર્વતારોહક)

વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા





જન્મતારીખ: 24 મે 1954
જન્મસ્થળ: નકુરી, ઉત્તર કાશી જિલ્લો, ઉત્તરાખંડ
પિતાનું નામ: કિશનસિંહ પાલ
માતાનું નામ: હંસા દેવી




માઉન્ટ એવરેસ્ટ ઉપર આરોહણ કરનારી ભારતની પ્રથમ અને વિશ્વની પાંચમી મહિલાનું બિરુદ હાંસલ કર્યું.

બચેન્દ્રિ પાલનો જન્મ 24 મે 1954 ના રોજ ઉત્તર ભારતના ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં આવેલા નકુરી ગામમાં, ભોતીયા પરિવારમાં થયો હતો. તે હંસા દેવી અને શ્રી કિશનસિંહ પાલના પાંચ બાળકોમાં એક હતી 

 એક સરહદનો વેપારી જે ભારતથી તિબેટમાં કરિયાણાની સપ્લાય કરતો હતો.

 તેન્જીંગ નોર્ગે અને એડમંડ હિલેરી દ્વારા માઉન્ટ એવરેસ્ટની  પ્રથમ વર્ષગાંઠના માત્ર પાંચ દિવસ પહેલા તેણીનો જન્મ થયો હતો. 

તેણે એમ.એ. અને બી.એડ. પૂરું કર્યું. ડી.એ.વી. પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ, દહેરાદૂન.

 તે  નેશનલ એડવેન્ચર ફાઉન્ડેશન (એનએએફ) માં પ્રશિક્ષક બની, જેણે મહિલાઓને પર્વતારોહણ શીખવાની તાલીમ આપવા માટે એક એડવેન્ચર સ્કૂલની સ્થાપના કરી હતી. 

પાલને શાળાના શિક્ષકને બદલે વ્યવસાયિક પર્વતારોહક તરીકેની કારકિર્દી પસંદ કરતી વખતે તેના કુટુંબીઓ અને સબંધીઓનો સખત વિરોધનો સામનો કરવો પડ્યો. જો કે, તેને ટૂંક સમયમાં જ તેના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળતા મળી, જ્યારે સંખ્યાબંધ નાના શિખરોને સમિટ આપ્યા પછી, તેને 1984 માં માઉન્ટ એવરેસ્ટના અભિયાન માટે ભારતની પ્રથમ મિશ્ર-જાતિ ટીમમાં જોડાવા માટે પસંદ કરવામાં આવ્યો.

બચેન્દ્રી પાલને પર્વતારોહણ કરવાનો પહેલો મોકો 12 વર્ષની ઉંમરમાં મળ્યો હતો. શાળાની પિકનીક વખતે, તે સમયે તેણે 13123 ફૂટ ઉંચાઇનું પર્વતારોહણ કર્યું હતું.

ત્યારબાદ તેમણે નેહરુ ઇન્સ્ટીટ્યુટ ઓફ માઉન્ટીયરીંગમાં અભ્યાસ દરમિયાન 1882માં માઉન્ટ ગંગોત્રી-1 (21889 ફૂટ) અને માઉન્ટ રુદ્ર ગરિયા (19091 ફૂટ) ઉંચા શીખરો સર કર્યા.

1978માં સ્નાતક અને 1979 સુધીમા અનુસ્નાક સુધીનો અભ્યાસ કર્યો અને બી.એડ કર્યુ.

તેમણે શિક્ષકને બદલે પર્વતારોહક તરીકેની કારકિર્દી પસંદ કરી.

ભારતનું ચોથું અભિયાન " એવરેસ્ટ-84"માં પસંદગી થઇ.



બચેન્દ્રી પાલે જ્યારે એવરેસ્ટ આરોહણ કર્યું ત્યારે તેની ઉંમર હતી ૨૯ વર્ષ, ૧૧ માસ અને ૨૯ દિવસ હતી

 22-23 મેના રોજ - 30 કે - 40 સેલ્સિયસ તાપમાનમાં બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરવા સાવ નજીક પહોંચ્યા ત્યારે 100 કિલોમીટરની ઝડપે ઠંડો બરફ જેવો પવન ફૂંકાતો હતો.

હિમપ્રપાત, શરીર પર અસંખ્ય ઇજાઓ તથા બીજું અનેક અડચણો વચ્ચે બચેન્દ્રીએ ૨૩ મે, ૧૯૮૪ના રોજ બપોરે એક વાગીને સાત મિનિટે 29028 ફૂટ (8848 મીટર) ઊંચા એવરેસ્ટ પર પગ મૂક્યો હતો.



૧૯૮૪માં ભારતનું ચોથું માઉન્ટ એવરેસ્ટ આરોહણ અભિયાન હાથ ધરાયું જેમાં છ મહિલા, અગિયાર પુરુષોનો સમાવેશ કરાયો તેમા એક બચેન્દ્રી પાલ પણ હતા.

બચેન્દ્રી પાલને ટાટા ઇન્ડસ્ટ્રીઝે પોતાની કંપનીમાં મેનેજર, એડવેન્ચર પ્રોગ્રામ્સ નિમણૂક આપી અને પોતાના કર્મચારીઓને તાલીમના એક ભાગરૂપે સાહસિક પ્રવૃત્તિઓમાં પણ જોડવાનું કામ સોંપ્યું

૧૯૯૭માં ‘ટ્રાન્સ હિમાલયન ઝરણી’ શીર્ષક નીચે અરુણાચલ પ્રદેશ (ઇસ્ટ)થી સિયાચીન (વેસ્ટ) સુધીનો ૪૫૦૦ કિ.મી.નો પ્રવાસ ૨૨૦ દિવસ માટે કર્યો. જેમાં ૪૦ જેટલા મોટા શિખરો તેની આગેવાની હેઠળની ટુકડીએ સર કર્યો.

આ વિશ્વનો પ્રથમ બનાવ છે તેની સાથે માત્ર મહિલા આરોહકો જ હતી. બચેન્દ્રી પાલને અર્જુન એવોર્ડ, પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.

હાલમા બચેન્દ્રી પાલ ટાટા સ્ટીલ જમશેદપુર ખાતેના એડવેંચર પ્રોગ્રામના ચીફ છે, આ ઉપરાંત તે ટાટા સ્ટીલ એડવેંચર ફાઉંડેશનના ડિરેક્ટર છે. આ સંસ્થા યુવા, મહિલાઓ અને સંસ્થાઓ માટે એડવેંચર પ્રોગ્રમ્સ અને લીડરશીપ ડેવલોપમેન્ટ કોર્સને પ્રોત્સાહન આપે છે.

મળેલ સન્માન
1984- પદ્મ શ્રી એવોર્ડ
2019- પદ્મ ભૂષણ એવોર્ડ
1986- અર્જુન એવોર્ડ
1990‌- ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
1984 માં ભારતીય પર્વતારોહણ સંસ્થા દ્વારા ગોલ્ડ મેડલ
1985માં ઉત્તર પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા   ગોલ્ડ મેડલ
1985માં રાષ્ટ્રીય યુવા પુરસ્કાર
1994માં રાષ્ટ્રીય સાહસિક એવોર્ડ
1995માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યશ ભારતી એવોર્ડ
1997માં ગઢવાલ યુનિવર્સીટી દ્વારા માનદ ડોકટરેટની ડિગ્રી
2013માં કોલકાતા સ્પોર્ટ જર્નલિસ્ટ એસોસિયસન દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ સહાય
2013માં વિરાંગના લક્ષ્મીબાઇ રાષ્ટ્રીય સન્માન (આ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા)
1986માં કલકત્તા લેડી સ્ટડી ગૃપ એવોર્ડ



ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 16 માર્ચ 2019ના રોજ ભારતીય ઉચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. 

एवरेस्ट मेरी शिखर यात्रा

लेखिका बचेंद्री पाल एवरेस्ट विजय के जिस अभियान दल में एक सदस्य थीं, लेखिका उस अभियान दल के साथ 7 मार्च, 1984 को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज़ से गयी। एक मजबूत अग्रिम दल  हमारे पहुचने से पहले ‘बेस कैम्प’ पहुँच गया जो उस उबड-खाबड़ हिमपात के रास्ते को साफ कर सके,लेखिका एक स्थान का जिक्र किया जिसका नाम नमचे बाज़ार है और वहाँ से एवरेस्ट की प्राकृतिक छटा का बहुत सुंदर निरीक्षण किया जा सकता है। लेखिका ने बहुत भारी बड़ा सा बर्फ का फूल (प्लूम) देखा जो उन्हें आश्चर्य में डाल दिया। लेखिका केअनुसार वह बर्फ़ का फूल 10 कि.मी. तक लंबा हो सकता था।

          इस अभियान दल के सदस्य पैरिच नामक स्थान पर 26 मार्च को पहुँचे, जहाँ से आरोहियों और काफ़िलों के दल पर प्राकृतिक आपदा मँडराने लगी। यह संयोग की बात था कि 26 मार्च को अग्रिम दल में शामिल प्रेमचंद पैरिच लौट आए थे। उनसे खबर मिली कि 6000 मी. की ऊँचाई पर कैंप-1 तक जाने का रास्ता पुरी तरह से साफ़ कर दिया गया है। दूसरे-तीसरे दिन पार कर चौथे दिन दल के सदस्य अंगदोरजी, गगन बिस्सा और लोपसांग साउथ कोल पहुंच गए। 29 अप्रैल को 7900 मीटर की ऊँचाई पर उन लोगों ने कैंप-4 लगाया। लेखिका 15-16 मई, 1984 को बुद्ध पूर्णिमा के दिन ल्होत्से की बर्फीली सीधी ढलान पर लगाए गए सुंदर रंग के नाइलोन के बने टेंट के कैंप-3 में थी। कैंप में 10 और व्यक्ति थे। साउथ कोल कैंप पहुँचने पर लेखिका ने अपनी महत्वपूर्ण चढ़ाई की तैयारी शुरू कर दी। सारी तैयारिओं के बीच अभियान चल रही थी , पर्वतारोही दल आगे बढ़ता रहा और 23 मई, 1984 दोपहर के एक बजकर सात मिनट पर लेखिका एवरेस्ट की चोटी पर पहुँच गई।

 एवरेस्ट की चोटी पर खड़ी होकर लेखिका ने अद्भुत अनुभव किया। लेखिका ने उन छोटी-छोटी भावों को भी लिपिबद्ध किया, जिन भावों को अभिव्यक्त कर पाना बहुत कठिन है। इस सफलता के बाद लेखिका को बहुत सारी बधाईयाँ मिली। लेखिका ने उस स्थान को फरसे से काटकर चौड़ा किया, जिस पर वह खड़ी हो सके। उन्होंने वहा राष्ट्रध्वज फहराया, और कुछ संक्षिप्त पूजा-अर्चना भी किया । विजय दल का वर्णन किया ,लेखिका ने वर्णनात्मक शैली को एकरूप बनाए रखा कि पाठक को इन घटनाओं का वर्णन आँखों देखा दृश्य जैसा लगने लगा।








23 May, 2021

सुमित्रानंदन पंत

  सुमित्रानंदन पंत


जन्म  20 मई 1900

जन्म-स्थान – ग्राम कौसानी, उत्तराखंड

मूलनाम – गोसाईदत्त

उपाधि –

  • प्रकृति के सुकुमार कवि
  • छायावाद का प्रतिनिधि कवि – आचार्य शुक्ल
  • छायावाद का प्रवर्तक – नंददुलारे वाजपेयी
  • छायावाद का विष्णु – कृष्णदेव झारी
  • संवेदनशील इंद्रिय बोध का कवि
मृत्यु-स्थान – 28 दिसम्बर 1977 (इलाहाबाद में)


जन्म-स्थानः-

छायावादी वृहत्रयी के कौशेय कवि, सौन्दर्यावतार कवि श्री समित्रानन्दन पन्त जी का जन्म मई 20, 1900 ई० (संवत् 1957 वि०) को प्रकृति की सुरम्य क्रीड़ा स्थली कूर्मांचल प्रदेश के अन्तर्गत अल्मोड़ा जिले के कौसानी नामक गाँव में हुआ था।

पिताः-

पन्त जी के पिता का नाम पं गंगादत्त पन्त था। पिता पं. गंगादत्त पन्त कौसानी में चाय-बागान के मैनेजर और एकाउण्टैण्ट थे। वे लकड़ी और कपड़े का व्यापार भी करते थे।

माताः-

प्रकृति के सुसुमार कवि पं. श्री समित्रानन्दन पन्त जी की माता का नाम श्रीमती सरस्वती देवी था।

सुमित्रानन्दन पन्त जी के बाल्यकाल का नामः-

पन्त जी के बचपन का मूल नाम गोसाईदत्त पन्त था। बाद में उन्होंने अपना नाम गोसाईदत्त से बदलकर सुमित्रानन्दन पन्त रखा।

शिक्षाः-

सन् 1905 में पाँच वर्ष के बालक पन्त ने विद्यारम्भ किया। पिता जी ने लकड़ी की पट्टी पर श्रीगणेशाय नमः लिखकर सरस्वती के वरद पुत्र को स्वर-व्यंजन वर्ण लिखना सिखाया। पन्त जी का प्रथम विद्यालय होने का श्रेय प्राप्त हुआ- उनके गाँव कौसानी की पाठशाला कौसानी वनार्क्यूलर स्कूल को। पन्त के फूफाजी ने उन्हें संस्कृत की शिक्षा दी तथा 1909 तक मेघदूत, अमरकोश, रामरक्षा-स्रोत, चाणक्य नीति, अभिज्ञान-शाकुन्तलम् आदि का ज्ञान पन्त जी को करवा दिया ।

पन्तजी के पिताजी ने उन्हें स्वयं घर पर ही अंग्रेजी की शिक्षा प्रदान दी। इसके पश्चात् ये अल्मोड़ा के गवर्नमेण्ट हाईस्कूल में प्रविष्ट हुए। तत्पश्चात् काशी के जयनारायण हाईस्कूल, बनारस से हाईस्कूल की परीक्षा द्वितीय श्रेणी में उत्तीर्ण की। हाईस्कूल के बाद पन्त जी ने आगे की शिक्षा हेतु प्रयाग के म्योर कॉलेज में प्रवेश प्राप्त किया। तीर्थराज प्रयाग पन्त जी की साहित्य-साधना का केन्द्र बना।

बाद में कालेज और परीक्षा के कठोर नियंत्रण से मुक्त होकर पन्त जी स्वाध्याय में निरत हुए और स्वयं ही अपने आप को शिक्षित करना प्रारम्भ किया। पन्त जी का लगाव संगीत से भी था। उन्होंने सारंगी, हारमोनियम, इसराज तथा तबला पर संगीत का अभ्यास भी किया और सुरुचिपूर्ण रहन-सहन तथा आकर्षक वेशभूषा से उधर झुकते भी गये।

श्री सुमित्रानन्दन पन्त जी द्वारा किये गये महत्वपूर्ण कार्यः-

सन् 1921 ई० में महात्मा गाँधी के आह्वान पर कॉलेज छोड़ दिया। सन् 1921 में गाँधी और गाँधी-विचार-दर्शन ने उन्हें इतना प्रभावित किया कि वे पढ़ाई छोड़कर असहयोग आन्दोलन में सम्मिलित हो गये। किन्तु अपने कोमल स्वभाव के कारण सत्याग्रह में सम्मिलित न रह सके और पुनः साहित्य-साधना में संलग्न हो गये।
सन् 1950 में पन्त जी आकाशवाणी से जुड़े और वहाँ चीफ प्रोड्यूसर के पद पर सन् 1957 तक कार्यरत् रहे। सन् 1958 में आकाशवाणी में ही हिन्दी परामर्शदाता के रूप में रहे। तथा सोवियत-भारत-मैत्री-संघ के निमन्त्रण पर पन्त जी ने सन् 1961 में रूस तथा अन्य यूरोपीय देशों की यात्रा की।

पं. श्री सुमित्रानन्दन पन्त जी को प्रकृति का सुकुमार कवि क्यों कहा जाता हैः-

प्रकृति आदर्श शिक्षिका-संरक्षिका होती है। प्रकृति की गोद में माँ की ममता और पिता का प्रेम एक साथ प्राप्त होता है।

कवि ने स्वयं लिखा है— “ मेरी प्रारम्भिक रचनाएँ प्रकृति की ही लीला – भूमि में लिखी गयी है। ” श्री सुमित्रानन्दन पन्त जी के काव्य में कल्पना एवं भावों की सुकुमार कोमलता के दर्शन होते हैं। इन्होंने प्रकृति एवं मानवीय भावों के चित्रण में विकृत तथा कठोर भावों को स्थान नहीं दिया है। इनकी छायावादी कविताएँ अत्यन्त कोमल एवं मृदुल भावों को अभिव्यक्ति करती हैं। इन्हीं कारणों से पन्त जी को प्रकृति का सुकुमार कवि कहा जाता है।

श्री सुमित्रानन्दन पन्त जी को प्राप्त मान-सम्मान व पुरस्कारः-

  1. सन् 1960 ई० में हिन्दी-साहित्यकारों ने अज्ञेय द्वारा सम्पादित मानग्रन्थ- रूपाम्बरा, राष्ट्रपित-भवन में तत्कलीन राष्ट्रपति डॉ० राजेन्द्र प्रसाद ने पन्त जी को दिया था। पन्त जी की षष्टि पूर्ति पर दिया गया रूपाम्बरा जैसा मानग्रन्थ अभी तक शायद ही किसी अन्य को प्राप्त हुआ हो।
  2. भारत सरकार द्वारा उनकी साहित्यिक-कलात्मक उपलब्धियों हेतु पदम-भूषण सम्मान सन् 1961 में प्रदान किया गया।
  3. कला और बूढ़ा चाँद पर सन् 1961 में ही साहित्यिक अकादमी का पाँच हजार रुपये का अकादमी पुरस्कार मिला।
  4. लोकायतन महाकाव्य पर नवम्बर, 1965 में प्रथम सोवियत लैण्ड नेहरू पुरस्कार प्राप्त हुआ।
  5. सन् 1965 में ही उत्तर प्रदेश सरकार का विशिष्ट साहित्यिक सेवा हेतु दस हजार रुपये का पुरस्कार मिला।
  6. पन्त जी को सन् 1967 ई० में विक्रम विश्वविद्यालय द्वारा डी० लिट० की मानद उपाधि से विभूषित किया।
  7. पन्त जी को सन् 1968 में चिदम्बरा पर भारतीय ज्ञान-पीठ का एक लाख रुपये का पुरस्कार प्राप्त हुआ था।

मृत्यु-स्थानः-

पन्त जी आजीवन सृजन-कर्म में निरत-निलीन रहे। सरस्वती के इस पुजारी, ने इलाहाबाद की भूमि पर 77 वर्ष की आयु में, 28 दिसम्बर, 1977 ई० को अपने मधुरिम गान को भू पर छोड़कर स्वर्णिम पखेरु उड़ गये।


साहित्यिक-परिचयः-

पन्त जी का बाल्यकाल कौसानी के सुरम्य वातावरण में व्यतीत हुआ। इस कारण प्रकृति ही उनकी जीवन-सहचरी के रूप में रही और काव्य-साधना भी प्रकृति के बीच रहकर ही की। अतः प्रकृति वर्णन, सौन्दर्य प्रेम और सुकुमार कल्पनाएँ उनके काव्य में प्रमुख रूप से पायी जाती हैं। प्रकृति-वर्णन की दृष्टि से पन्त जी हिन्दी के वर्ड्सवर्थ माने जाते हैं। छायावादी युग के ख्याति प्राप्त कवि सुमित्रानन्दन पन्त सात वर्ष की अल्पायु से कविताओं की रचना करने लगे थे।

उनकी प्रथम रचना सन् 1916 ई० में सामने आयी। गिरजे का घण्टा नामक इस रचना के पश्चात् वे निरन्तर काव्य साधना में तल्लीन रहे। पन्त जी के साहित्य पर कवीन्द्र रवीन्द्र, स्वामी विवेकानन्द का और अरविन्द दर्शन का भी पर्याप्त प्रभाव पड़ा है। इसलिए उनकी बाद की रचनाओं में अध्यात्मवाद और मानवतावाद के दर्शन होते है। उनकी कल्पना ऊँची, भावना कोमल और अभिव्यक्ति प्रभावपूर्ण है। अन्त में पन्त जी प्रगतिवादी काव्यधारा की ओर उन्मुख होकर दलितों और शोषितों की लोक क्रांति के अग्रदूत बने। पन्तजी ने साम्यवाद के समान ही गाँधीवाद का भी स्पष्ट रूप से समर्थन करते हुए लिखा है—

मनुष्यत्व का तत्व सिखाता निश्चित हमको गाँधीवाद,
सामूहिक जीवन विकास की साम्य योजना है अविवाद।

कृतियाँ:-

पन्त जी बहुमुखी प्रतिभा-सम्पन्न साहित्यकार थे। अपने विस्तृत साहित्यिक जीवन में उन्होंने विविध विधाओं में साहित्य रचना की। उनकी प्रमुख कृतियों का विवरण इस प्रकार है—

लोकायतन (महाकाव्य)- पन्त जी का लोकायतन महाकाव्य लोक जीवन का महाकाव्य है। यह महाकाव्य सन् 1964 में प्रकाशित हुआ। इस महाकाव्य में कवि की सांस्कृतिक और दार्शनिक विचारधारा व्यक्त हुई है। इस रचना में कवि ने ग्राम्य-जीवन और जन-भावना को छन्दोबद्ध किया है।

वीणाः- इस रचना में पन्त जी के प्रारम्भिक प्रकृति के अलौकिक सौन्दर्य से पूर्ण गीत संगृहीत हैं।

पल्लवः- इस संग्रह में प्रेम, प्रकृति और सौन्दर्य के व्यापक चित्र प्रस्तुत किये गये हैं।

ग्रन्थिः- इस काव्य-संग्रह में वियोग का स्वर प्रमुख रूप से मुखरित हुआ है। प्रकृति यहाँ भी कवि की सहचरी रही है।

गुंजनः- इसमें प्रकृति प्रेम और सौन्दर्य से सम्बन्धित गम्भीर एवं प्रौढ़ रचनाएं संकलित की गई हैं।

अन्य कृतियाँ :- स्वर्णधूलि, स्वर्ण-किरण, युगपथ, उत्तरा तथा अतिमा आदि में पन्तजी महर्षि अरविन्द के नवचेतनावाद से प्रभावित है। युगान्तयुगवाणी और ग्राम्या में कवि समाजवाद और भौतिक दर्शन की ओर उन्मुख हुआ है। इन रचनाओँ में कवि ने दीन-हीन और शोषित वर्ग को अपने काव्य का आधार बनाया है।

 

  • नन्ददुलारे वाजपेयी पन्त को छायावाद का प्रवर्तक मानते है  ।
  • शुक्ल के अनुसार “छायावाद के प्रतिनिधि कवि”।
  • प्रथम रचना – गिरजे का घण्टा(1916)
  • अंतिम रचना -लोकायतन (1964)
  • प्रथम छायावादी रचना – उच्छवास
  • अंतिम छायावादी रचना -गुंजन
  • छायावाद का अंत और प्रगतिवाद के उदय वाली रचना – युगांत
  • गांधी और मार्क्स से प्रभावित रचना – युगवाणी
  • सौन्दर्य बोध की रचना – उतरा
  • पन्त एव बच्चन द्वारा मिलकर लिखी रचना – खादी के फूल
  • छायावाद का मेनिफेस्टो/घोषणापत्र – पल्लव
  • प्रकृति की चित्रशाला- पल्लव
  • चिदम्बरा काव्य पर -ज्ञानपीठ पुरस्कार 1968(हिंदी साहित्य का प्रथम ज्ञानपीठ पुरस्कार मिला)
  • कला और बूढ़ा चाँद –साहित्य अकादमी पुरस्कार (1960)
  • लोकायतन रचना पर – सोवियत लैंड पुरस्कार।

स्मृति विशेष

उत्तराखण्ड में कुमायूँ की पहाड़ियों पर बसे कौसानी गांव में, जहाँ उनका बचपन बीता था, वहां का उनका घर आज 'सुमित्रा नंदन पंत साहित्यिक वीथिका' नामक संग्रहालय बन चुका है। इस में उनके कपड़े, चश्मा, कलम आदि व्यक्तिगत वस्तुएं सुरक्षित रखी गई हैं। संग्रहालय में उनको मिले ज्ञानपीठ पुरस्कार का प्रशस्तिपत्र, हिंदी साहित्य सम्मेलन द्वारा मिला साहित्य वाचस्पति का प्रशस्तिपत्र भी मौजूद है। साथ ही उनकी रचनाएं लोकायतन, आस्था आदि कविता संग्रह की पांडुलिपियां भी सुरक्षित रखी हैं। कालाकांकर के कुंवर सुरेश सिंह और हरिवंश राय बच्चन से किये गये उनके पत्र व्यवहार की प्रतिलिपियां भी यहां मौजूद हैं।

संग्रहालय में उनकी स्मृति में प्रत्येक वर्ष पंत व्याख्यान माला का आयोजन होता है। यहाँ से 'सुमित्रानंदन पंत व्यक्तित्व और कृतित्व' नामक पुस्तक भी प्रकाशित की गई है। उनके नाम पर इलाहाबाद शहर में स्थित हाथी पार्क का नाम 'सुमित्रानंदन पंत बाल उद्यान' कर दिया गया है।




सन २०१५ में पन्त जी की याद में एक डाक-टिकट जारी किया गया था।

22 May, 2021

રાજા રામમોહન રાય (Raja RamMohan Roy)

 રાજા રામમોહન રાય

(બ્રહ્મોસમાજના સ્થાપક)

આધુનિક ભારતના નિર્માતા- ભારતીય પુનર્જાગરણના પિતા



જન્મતારીખ: 22 મે  1772

જન્મસ્થળ; રાધાનગર, હુગલી જિલ્લો, પશ્ચિમ બંગાળ

અવશાન: 27સપ્ટેમ્બર 1833


રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા

રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨ મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા.

તેમના મોટા ભાઇનું અવસાન થતાં તેમનાં ભાભી સતી થયાં. આ ઘટનાએ રાજા રામ મોહનરાયના મન પર ઊંડી અસર કરી. તેમણે સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, દીકરીને જન્મતાંવેંત દૂધ પાઇને મારી નાખવાનો રિવાજ વગેરે સામાજિક સૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યાં

રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.

રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. 

15 વર્ષની ઉંમરે, તેમણે બાંગ્લા, પારસી, અરબી અને સંસ્કૃત શીખ્યા હતા, તે કેટલો હોશિયાર હતા એ આના પરથી અંદાજ લગાવી શકાય છે.

 એકેશ્વરવાદના પ્રબળ સમર્થક, રાજ રામ મોહન રોયે બાળપણથી જ રૂઢિચુસ્ત હિન્દુ વિધિ અને મૂર્તિપૂજા છોડી દીધી હતી. જ્યારે તેમના પિતા રામકાંત રાય કટ્ટર હિન્દુ બ્રાહ્મણ હતા.

ત્યારબાદ તેઓ મદ્રાસના પટનામાં અરબી અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ (કાશી) મોકલવામાં આવ્યા

ફારસી અને અરબી ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવવાદના અભ્યાસથી તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ પોતાનો પહેલો ગ્રંથ લખી રહ્યા હતા. તે સમયે તેઓ સારી રીતે અંગ્રેજી બોલી કે લખી શકતા ન હતા કે કદાચ સમજી પણ શકતા નહીં.

રાજા રામમોહન મૂર્તિપૂજા અને રૂઢિચુસ્ત હિન્દુ પરંપરાઓ વિરુદ્ધ  હતા, તેઓ તમામ પ્રકારના સામાજિક ધર્માધતા અને અંધશ્રદ્ધાના વિરોધમાં હતા. પરંતુ તેમના પિતા એક રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ હતા.    આથી નાની ઉંમરે, રાજા રામ મોહને તેમના પિતા સાથે ધર્મના નામે મતભેદ શરૂ  થયો   આટલી નાની ઉંમરે, તે ઘર છોડીને હિમાલય અને તિબેટ પ્રવાસ પર ગયા.


જ્યારે તે પાછા ઘરે આવ્યા  ત્યારે તેમના માતાપિતાએ તેમનામા પરિવર્તન આવશે તે વિચારી લગ્ન કરાવી દીધા છતાં પણ રાજા રામ મોહન રોય ધર્મના નામે ઢોંગને ઉજાગર કરવા માટે હિન્દુ ધર્મની ઉડાણોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તેમણે ઉપનિષદો અને વેદોનો ઉડાણપૂર્વક વાંચ્યા. ત્યારબાદ તેણે પોતાનું પહેલું પુસ્તક 'તુહપત- અલ- મુવાહિદ્દિન' લખ્યું જેમાં તેણે ધર્મની હિમાયત કરી અને તેના રિવાજો અને ધાર્મિક વિધિઓનો વિરોધ કર્યો.


સતીપ્રથા સામે વિરોધ


લગભગ 200 વર્ષ પહેલાં, જ્યારે "સતીપ્રથા" જેવી દુષ્ટતાઓએ સમાજને પકડ્યો હતો, ત્યારે રાજા રામ મોહન રાય જેવા સમાજ સુધારકોએ સમાજમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે "સતી પ્રથા" નો વિરોધ કર્યો હતો, અને વિધવા સ્ત્રીને તેના પતિના અંતિમ સંસ્કાર સાથે દહન કરવાની ફરજ પડતી હતી. તેમણે મહિલાઓ માટે પુરુષોના સમાન અધિકાર માટે અભિયાન ચલાવ્યું. જેમાં તેણે ફરીથી લગ્ન કરવાના અધિકાર અને સંપત્તિની માલિકીના અધિકારની પણ હિમાયત કરી હતી. 20 ઓગસ્ટ 1828 મા રાજા રામ મોહન રોયે "બ્રહ્મ સમાજ" ની સ્થાપના કરી, જે ભારતીય સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળોમાંની એક માનવામાં આવે છે.


તે સમયના સમાજમાં ફેલાયેલી સૌથી ખતરનાક અને અંધશ્રદ્ધાળુ પરંપરાઓમાંની એક, જેમ કે સતી પ્રથા, બાળલગ્ન સામે ઝુંબેશ ચલાવે છે અને તેને સમાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. રાજા રામમોહન રાયે કહ્યું હતું કે કોઈ વેદમાં સતીપ્રથાનો ઉલ્લેખ નથી. જે પછી, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેટિંગની મદદથી, તેમણે સતીની પ્રથા વિરુદ્ધ કાયદો ઘડ્યો. કેટલાક રાજ્યોમાં, તે ગયા અને લોકોને સતી પ્રથાની વિરુદ્ધ જાગૃત કર્યા. તેમણે લોકોની વિચારસરણી અને આ પરંપરા બદલવા માટે ઘણા પ્રયત્નો કર્યા.


ઘણી ભાષાઓ જાણતા રાજા રામ મોહન રોય ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોના સમર્થક હતા. તેઓ માને છે કે ભારતની પ્રગતિ ફક્ત ઉદાર શિક્ષણ દ્વારા જ થશે, જેમાં પશ્ચિમી શિક્ષણ અને  જ્ઞાનની બધી શાખાઓની શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ. ભારતમાં અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરનારા લોકોને તેમણે પૂર્ણ સમર્થન આપ્યું અને તેઓ તેમના પ્રયત્નોમાં સફળ રહ્યા. તેને ધ્યાનમાં રાખીને, તેમણે હિન્દુ કોલેજની સ્થાપનામાં મોટું યોગદાન આપ્યું, જે તે દિવસોમાં સૌથી આધુનિક સંસ્થા હતી.  તેમણે કોલકાતામાં હિંદુ કોલેજ સ્થાપી હતી

રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા.

તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. 

તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. 

બ્રહ્મોસમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. 

બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. 

રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. 

તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, 

ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી.


માનવા માં આવે છે કે તેમના મોટાભાઈ ની પત્ની એટલે કે ભાભીની સાથે નાનપણમાં લગાવ  હતો અને તેમના ભાઈનું મુત્યુ થતાં ભાભીને સતી થતાં જોઈને હ્રદયદ્રવી ઉઠયું અને તેમણે સંકલ્પ કર્યો કે આં કૂપ્રથાને તેઓ નાબૂદ કરીને જ રહેશે


કોલકાતામાં ડેવિડ હાયરની મદદથી હિન્દુ કોલેજની સ્થાપના કરી જે આગળ જતાં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાય.

તેઓ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી હતા બંગાળીમાં “સંવાદ કૌમુદી” અને ફરસીમાં “મિરાત-ઉલ-અખબાર” નામના સમાચારપત્રો ચાલુ કર્યા હતા. ઇ.સં.1814 માં આત્મીય સભા, ઇ.સં.1819માં કોલકાતા એકતાવાદી સભા અને ઇ.સં.1828 માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.

તેમણે સતીપ્રથા વિરુદ્ધ ઝુંંંબેશ ચલાવી અને તેની પર  પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી. પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો.

1829 માં તેમના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદી કાયદો બન્યો.


 આમ, રાજા રામમોહનરાયે ૧૯ મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો. આથી તેમને ભારતના સર્વાંગી સુધારાના “પ્રથમ જ્યોતિર્ધર” ગણવામાં આવે છે.

રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધ્ય સુધારક ગણાય છે. 

નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. 

આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્ત પ્રાપ્ય બન્યાં છે


રાજા રામોહનરાયની આગળ  "રાજા"  લખવામાં આવે છે તે તેમના નામનો ભાગ નથી કે તે કોઈ રજવાડાના રાજા પણ નથી . 

'રાજા' એ શબ્દ તેમને અપાયેલું બિરુદ છે.  દિલ્હીના તત્કાલીન મોગલ શાસક સમ્રાટ અકબર દ્વીતિય  (1806–187) એ તેમને "રાજા"ની પદવીથી સન્માનિત કર્યા હતા.


 દિલ્લીના મુઘલ બાદશાહે તેમના સુધારાના કાર્યોથી ખુશ થઇને  રાજાનો ઇલકાબ આપ્યો હતો અને પોતાના વકીલ તરીકે  જાગીરી હક અંગેના કેસ માટે રાજા રામમોહનરાયને ઇ.સ. ૧૮૩૦ માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. 27 સપ્ટેમ્બર  ૧૮૩૩ મા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું.




ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1964માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


બ્રિસ્ટોલ મુકામે તેમની યાદમાં તેમનું પૂતળું પણ મુકાયું છે