મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

01 April, 2021

ભારતીય રિઝર્વ બેંક (RBI)

ભારતીય રિઝર્વ બેંક (RBI)

 સ્થાપના દિવસ 1  એપ્રિલ 1935



RBI એ ભારતની સર્વોચ્ચ બેંક છે.

જેનુ પુરુ નામ  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે.

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ભારતની સેન્ટ્રલ બેંક છે.

RBI એ ભારતની કેન્દ્રીય બેંક છે જે  આરક્ષિત ચલણી નાણાને લગતી નાણાંકીય નીતિનું નિયમન કરે છે. 

આ નાણાકીય સંસ્થાની સ્થાપના બ્રિટિશ રાજ દરમ્યાન ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા, ૧૯૩૪ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી અને તેની રચના “હિલ્ટન - યંગ કમિશન” ની ભલામણથી કરવામાં આવી હતી.

RBIના લોગોમાં પેન્થરનું ચિત્ર અને પામ વૃક્ષનું ચિત્ર મુકવામા આવેલ છે.

આરબીઆઈ એશિયન ક્લિયરિંગ યુનિયનની સભ્ય બેંક છે

આરબીઆઈ આઈએમએફ (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-International Monetary Fund) ના સભ્ય છે

આરબીઆઈની ચાર ઝોનલ ઓફિસો છે: ઉત્તર માટે નવી દિલ્હી, દક્ષિણ માટે ચેન્નઈ, પૂર્વ માટે કોલકાતા અને પશ્ચિમ માટે મુંબઈ.

આરબીઆઈએ www.paisaboltahai.rbi.org.in નામની વેબસાઇટ શરૂ કરી છે. બજારમાં નકલી નોટો અંગે લોકોમાં જાગૃતિ લાવવા.

ચલણી નોટો પર 15 ભાષાઓ છાપવામાં આવી છે

ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક એક્ટને ધ્યાનમાં રાખીને ડિરેક્ટરની નિમણૂક 4 વર્ષની મુદત માટે કરવામાં આવે છે.

આરબીઆઈના 21 સભ્યોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.

આરબીઆઈમા નીચેના સભ્યોનો સમાવેશ છે:

➤  ગવર્નર -1

➤  ડેપ્યુટી ગવર્નર- 4

➤ ડિરેક્ટર- 14 ( 4 લોકલ બોર્ડ હેડ ક્વાર્ટરના ડિરેક્ટર મુંંબઇ, કલકતા, ચેન્નઇ, ન્યુ દિલ્હી, તથા ભારતના અર્થતંત્રના મહત્વના તત્વોનું પ્રતિનિધિત્વ કરવા માટે સરકાર દ્વારા  10 ડિરેક્ટર નિયુક્ત કરવામા આવે છે)

➤  સરકારી અધિકારીઓ (ફાયનાન્સ મિનિસ્ટર) - 2

આરબીઆઈના ગવર્નર્સના પાવર

તમામ વ્યવસાયિક બેંકોના વડા છે.

 સૂક્ષ્મ અને મેક્રો અર્થતંત્ર પર પ્રભાવ

 શેરબજાર ઉપર નિયંત્રણ કરે છે

ચલણી નોટો પર સહીઓ કરે છે

 નાણાકીય, ચલણ અને ક્રેડિટ સિસ્ટમ પર નિયંત્રણ કરે છે.

ભારતના અર્થશાસ્ત્રી બાબાસાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા ભજવી હતી,  તેમના પુસ્તક "રૂપિયાનું સમસ્યા - તેનું મૂળ અને તેના ઉપાય”(The Problem of the Rupee – Its origin and its solution”.) મા રજૂ કરાયેલ માર્ગદર્શિકાના આધારે  રિઝર્વ બેંક  કલ્પના કરવામાં આવી હતી.

તેમણે ભારતીય રિઝર્વ બેંક બનાવવામાં દિશા-માર્ગદર્શિકા પ્રદાન કરી હતી,જેના આધારે ભારતીય રિઝર્વ બેંકની રચના કરવામાં આવી હતી.આરબીઆઈ કાર્યાલય એ છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે.

બ્રિટીશ રાજ દરમિયાન તે ખાનગી માલિકીની બેંક હતી પરંતુ સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી ૧૯૪૯ માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીની છે.

 આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે. જે ભારતની તમામ બેંકોનું સંચાલન કરે છે.તેને બેંકોની બેંક પણ કહેવામાં આવે છે.આ બેંક ભારતના અર્થતંત્રને નિયંત્રિત કરે છે.ભારતની તમામ ચલણ આરબીઆઈ પાસે છે.

 આ બેંક “એશિયન ક્લિયરિંગ યુનિયન” ના સભ્ય છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ “ધ ઇમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” (આઈબીઆઈ IBI) હતું.

આરબીઆઈને ભારતના વડા પ્રધાન દ્વારા નિયંત્રિત કરે છે, તેની દેશભરમાં ૨૯ ઓફિસો છે

૧ જાન્યુઆરી,૧૯૪૯ ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું

 ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 માં રિઝર્વ બેંક ના હેતુઓ આપેલા છે:

 બેંક નોટોના નિર્ગમ નું નિયમન કરવું

ભારતમાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા ના ઉદ્દેશ થી અનામતો ની જાળવણી કરવી

સામાન્યરીતે દેશની ચલણ અને ઋણ સીસ્ટમ નું તેના લાભ માટે સંચાલન કરવું

 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તમામ કમર્શિયલ બેંકોને નાણાં આપે છે

આરબીઆઈ બધી અનુસૂચિત(કમર્શિયલ) બેંકોના બેંક ખાતાઓ જાળવે છે અને જરૂર પડે ત્યારે તેમના માટે અંતિમ ઋણદાતા તરીકે પણ કાર્ય કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દેશમાં નોટો છાપવાનો એકાધિકાર છે, પરંતુ એક રૂપિયાની નોટ સિવાય તમામ પ્રકારની નોટો છાપવાનો અધિકાર આરબીઆઇ પાસે છે, કેમ કે એક રૂપિયાની નોટ ફક્ત નાણાં મંત્રાલય બહાર પાડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટો બહાર પાડવા / છાપવા માટે ન્યૂનતમ અનામત સિસ્ટમ અપનાવે છે.

વિદેશી વિનિમય દર ને સ્થિર રાખવાના ઉદ્દેશ્ય સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી ચલણો ખરીદે છે અને તેનું વેચાણ કરે છે અને વિદેશી ચલણના ભંડારની સુરક્ષા પણ કરે છે,વિદેશી વિનિમય બજારમાં જ્યારે વિદેશી (ચલણ)વિનિમય જો પુરવઠો ઘટે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બજારમાં વિદેશી ચલણ વેચે છે જેથી તેનો પુરવઠો વધારી શકાય.

ભારતીય રિઝર્વ બેંક વર્લ્ડબેંક(વિશ્વ બેંક) અને આઈએમએફ(IMF)માં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે , જે ક્રેડિટ નિયંત્રણ અને દેશની નાણાકીય નીતિના અમલ કરવા માટે જવાબદાર હોય છે.

 અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. 

હાલમાં રિઝર્વ બેંકનું વડું મથક મુંબઇમાં આવેલ છે. જુનુ વડુ મથક કલકત્તામાં હતુ જેને 1937માં ફેરવીને મુંબઇ કરવામાં આવ્યું હતું. 

ભારતનું ચલણી નાણુ રૂપિયો છે અને તેનો સિમ્બોલ Indian Rupee symbol.svg છે તથા તેનો ISO કોડ INR છે.

1 રુપિયાની નોટ અને સિક્કાઓ ભારત સરકાર બહાર પાડે છે. 

1 રુપિયાની નોટ પર મુખ્ય નાણા સચિવની સહિ હોય છે જ્યારે બાકીની તમામ નોટો પર ગવર્નરની સહિ હોય છે.

ભારતમાં  નાસિક (મહારાષ્ટ્ર) અને દેવાસ (મધ્યપ્રદેશ) માં નોટો છાપવામાં આવે છે.

 RBI ના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન આર્કેલ સ્મિથ હતા, પ્રથમ ભારતીય  ગવર્નર સી.ડી.દેશમુખ હતા તથા પ્રથમ ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલ હતા. 

શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના 25માંા ગવર્નર છે,
૧૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આરબીઆઈના નવા ગવર્નરનું પદ સંભાળ્યું હતું ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા

અત્યારે દેશમાં 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 અને 1 રૂપિયાની નોટો ચલણમાં છે. 2016 માં નોટબંધી બાદ એક હજારની નોટ ચલણ બહાર થઈ ગઈ.

રિઝર્વ બેંક 1956 થી ચલણી નોટો છાપવા માટે ‘મિનિમમ રિઝર્વ સિસ્ટમ’ હેઠળ ચલણ છાપે છે. આ નિયમ મુજબ, ચલણી નોટ છાપવા સામે હંમેશા 200 કરોડ રૂપિયાનું ન્યૂનતમ અનામત રાખવું જરૂરી છે. આ પછી જ રિઝર્વ બેંક ચલણી નોટો છાપી શકે છે.

જાન્યુઆરી 1938 માં, તેની સ્થાપનાના ત્રણ વર્ષ પછી, આરબીઆઈએ પ્રથમ 5 રૂપિયાની ચલણી નોટ બહાર પાડી. આ નોટ પર ‘કિંગ જ્યોર્જ VI’ નું ચિત્ર છાપવામાં આવ્યું હતું. મતલબ આઝાદીના 9 વર્ષ પહેલા રિઝર્વ બેંકે તેનું પ્રથમ ચલણ બહાર પાડ્યું હતું. આ પછી, 10 રૂપિયા, 100 રૂપિયાની નોટ માર્ચમાં અને 1000 અને 10,000 રૂપિયાની ચલણી નોટ જૂનમાં જારી કરવામાં આવી હતી.

સ્વતંત્ર ભારતમા રૂપિયા 1 ની પ્રથમ ચલણી નોટ રિઝર્વ બેંક દ્વારા વર્ષ 1949 માં બહાર પાડવામાં આવી હતી. 1947 સુધી રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી નોટો પર બ્રિટિશ કિંગ જ્યોર્જનું ચિત્ર છપાયેલું હતું. રિઝર્વ બેંકે સૌપ્રથમ વર્ષ 1969 માં ગાંધીજીની તસવીર સાથે 100 રૂપિયાની નોટો બહાર પાડી હતી.

RBIના કાર્યો (Functions of RBI)

RBIના કાર્યો અર્થતંત્રમાં કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? તે સમજવું ખૂબ જ જરૂરી છે. RBIના 10 મહત્ત્વપૂર્ણ કાર્યો વિશે જાણકારી આપવામાં આવી છે.

- કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું.
- નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું.
- કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક.
- વિદેશી વિનિમયને મેનેજ કરવું.
- ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું.
- સરકારી દેવું મેનેજ કરવું.
- વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું.
- નાણાકીય ઈન્ક્લુઝન અને વિકાસ પર ધ્યાન આપવું.
- કેન્દ્રીય બેન્ક તરીકેનું કામ કરવું.
- ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.
- વ્યાજદરોનું સંચાલન કરવું.



આરબીઆઈના ગવર્નર્સના પાવર

તમામ વ્યવસાયિક બેંકોના વડા છે.

 સૂક્ષ્મ અને મેક્રો અર્થતંત્ર પર પ્રભાવ

 શેરબજાર ઉપર નિયંત્રણ કરે છે

ચલણી નોટો પર સહીઓ કરે છે

 નાણાકીય, ચલણ અને ક્રેડિટ સિસ્ટમ પર નિયંત્રણ કરે છે.

ભારતના અર્થશાસ્ત્રી બાબાસાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે ભારતીય રિઝર્વ બેંક બનાવવામાં દિશા-માર્ગદર્શિકા પ્રદાન કરી હતી,જેના આધારે ભારતીય રિઝર્વ બેંકની રચના કરવામાં આવી હતી.આરબીઆઈ કાર્યાલય એ છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે.

,બ્રિટીશ રાજ દરમિયાન તે ખાનગી માલિકીની બેંક હતી પરંતુ સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી ૧૯૪૯ માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીની છે.

 આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે. જે ભારતની તમામ બેંકોનું સંચાલન કરે છે.તેને બેંકોની બેંક પણ કહેવામાં આવે છે.આ બેંક ભારતના અર્થતંત્રને નિયંત્રિત કરે છે.ભારતની તમામ ચલણ આરબીઆઈ પાસે છે.

 આ બેંક “એશિયન ક્લિયરિંગ યુનિયન” ના સભ્ય છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ “ધ ઇમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” (આઈબીઆઈ IBI) હતું.

આરબીઆઈને ભારતના વડા પ્રધાન દ્વારા નિયંત્રિત કરે છે, તેની દેશભરમાં ૨૯ ઓફિસો છે

૧ જાન્યુઆરી,૧૯૪૯ ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું

 ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 માં રિઝર્વ બેંક ના હેતુઓ આપેલા છે:

 બેંક નોટો ના નિર્ગમ નું નિયમન કરવું

ભારતમાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા ના ઉદ્દેશ થી અનામતો ની જાળવણી કરવી

સામાન્યરીતે દેશની ચલણ અને ઋણ સીસ્ટમ નું તેના લાભ માટે સંચાલન કરવું

 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તમામ કમર્શિયલ બેંકોને નાણાં આપે છે

આરબીઆઈ બધી અનુસૂચિત(કમર્શિયલ) બેંકોના બેંક ખાતાઓ જાળવે છે અને જરૂર પડે ત્યારે તેમના માટે અંતિમ ઋણદાતા તરીકે પણ કાર્ય કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દેશમાં નોટો છાપવાનો એકાધિકાર છે, પરંતુ એક રૂપિયાની નોટ સિવાય તમામ પ્રકારની નોટો છાપવાનો અધિકાર આરબીઆઇ પાસે છે, કેમ કે એક રૂપિયાની નોટ ફક્ત નાણાં મંત્રાલય બહાર પાડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટો બહાર પાડવા / છાપવા માટે ન્યૂનતમ અનામત સિસ્ટમ અપનાવે છે.

વિદેશી વિનિમય દર ને સ્થિર રાખવાના ઉદ્દેશ્ય સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી ચલણો ખરીદે છે અને તેનું વેચાણ કરે છે અને વિદેશી ચલણના ભંડારની સુરક્ષા પણ કરે છે,વિદેશી વિનિમય બજારમાં જ્યારે વિદેશી (ચલણ)વિનિમય જો પુરવઠો ઘટે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બજારમાં વિદેશી ચલણ વેચે છે જેથી તેનો પુરવઠો વધારી શકાય.

ભારતીય રિઝર્વ બેંક વર્લ્ડબેંક(વિશ્વ બેંક) અને આઈએમએફ(IMF)માં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે , જે ક્રેડિટ નિયંત્રણ અને દેશની નાણાકીય નીતિના અમલ કરવા માટે જવાબદાર હોય છે.

 અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે. 

હાલમાં રિઝર્વ બેંકનું વડું મથક મુંબઇમાં આવેલ છે. જુનુ વડુ મથક કલકત્તામાં હતુ જેને 1937માં ફેરવીને મુંબઇ કરવામાં આવ્યું હતું. 

ભારતનું ચલણી નાણુ રૂપિયો છે અને તેનો સિમ્બોલ  છે તથા તેનો ISO કોડ INR છે.

 RBI ના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન આર્કેલ સ્મિથ હતા, પ્રથમ ભારતીય ગવર્નર સી.ડી.દેશમુખ હતા તથા પ્રથમ ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલ હતા. 

શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના 25માાં ગવર્નર છે,૧૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આરબીઆઈના નવા ગવર્નરનું પદ સંભાળ્યું હતું ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા



RBI ના અત્યાર સુધીના બધા જ ગવર્નર વિશે જાણવા અહી ક્લિક કરો.



1. ઓસ્બોર્ન સ્મિથ
 ( 1 એપ્રિલ 1935 થી 30 જુન 1937) 
- 821 દિવસ

2. સર જેમ્સ બ્રિડ ટેલર 
( 1 જુલાઇ 1937 થી 17 ફેબ્રુઆરી 1943)
 - 2057 દિવસ

3. સી.ડી.દેશમુખ
 ( 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949)
 - 2150 દિવસ

4. બેનેગલ રમા રાવ
 ( 1 જુલાઇ 1949 થી 14 જાન્યુઆરી 1957) 
- 2754 દિવસ (સૌથી વધુ કાર્યકાળ)

5. કે.જી. અંબેગાંવકર
 (14 જાન્યુઆરી 1957 થી 28 ફેબ્રુઆરી 1957)
 - 45 દિવસ

6. એચ.વી.આર. આઈંગર
 (1 માર્ચ 1957 થી 28 ફેબ્રુઆરી 1962)
 - 1825 દિવસ

7. પી.સી.ભટ્ટાચાર્ય
 ( 1 માર્ચ 1962 થી 30 જુન 1967)
 - 1947 દિવસ

8. લક્ષ્મીકાંત ઝા 
( 1 જુલાઇ 1967 થી 3 મે 1970)
 - 1037 દિવસ

9. બી.એન. આદરકર 
( 4 મે 1970 થી15 જુન 1970 ) 
- 42 દિવસ

10. એસ. જગન્નાથન 
(16 જુન 1970 થી 19 મે 1975) 
 1798 દિવસ

11. એન.સી.સેન ગુપ્તા
 (19 મે 1975 થી 19 ઓગસ્ટ 1975) 
 92 દિવસ

12. કે.આર.પુરી
 ( 20 ઓગસ્ટ 1975 થી 2 મે 1977) 
 621 દિવસ

13. એમ. નરસિંહમ
 ( 3 મે 1977 થી 30 નવેમ્બર 1977) 
 211 દિવસ

14. આઇ. જી. પટેલ 
( 1 ડિસેમ્બર 1977 થી 15 સપ્ટેમ્બર 1982) 
1749 દિવસ

15. મનમોહન સિંઘ
 ( 16 સપ્ટેમ્બર 1982 થી 14 જાન્યુઆરી 1985)
 851 દિવસ

16. અમીતાવ ઘોસ
 ( 15 જાન્યુઆરી 1985 થી 4 ફેબ્રુઆરી 1985) 
20 દિવસ ( સૌથી ઓછો કાર્યકાળ)

17. આર.એન. મલ્હોત્રા
 ( 4 ફેબ્રુઆરી 1985 થી 22 ડિસેમ્બર 1990) 
 2147 દિવસ

18. એસ.વેંકીટારામનન
 ( 22 ડિસેમ્બર 1990 થી 21 ડિસેમ્બર 1992) 
 730 દિવસ

19. સી.રંગરાજન
 (22 ડિસેમ્બર 1992 થી 21 નવેમ્બર 1997) 
 1795 દિવસ

20. બિમલ જલાન
 ( 22 નવેમ્બર 1997 થી 6 સપ્ટેમ્બર 2003)
 2114 દિવસ

21. વાય. વી. રેડ્ડી 
( 6 સપ્ટેમ્બર 2003 થી 5 સપ્ટેમ્બર 2008) 
1826 દિવસ

22. ડી.સબ્બરાવ 
 ( 5 સપ્ટેમ્બર 2008 થી 4 સપ્ટેમ્બર 2013) 
 1825 દિવસ

23. રઘુરામ રાજન 
( 4 સપ્ટેમ્બર 2013 થી 4 સપ્ટેમ્બર 2016)
  1096 દિવસ

24. ઉર્જિત પટેલ (નોટબંધી પછી નવી નોટો પર સહી કરનાર, ખાસ 2000ની નોટ પર સહી કરનાર પ્રથમ ગવર્નર)
 ( 4 સપ્ટેમ્બર 2016 થી 11 ડીસેમ્બર 2018) 
828 દિવસ

25. શક્તિકાંત દાસ 
( 12 ડિસેમ્બએ 2018 થી કાર્યરત) 
 હાલના ગવર્નર




 

27 March, 2021

હોળી & ધૂળેટી

 



હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે

તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે,

હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે.

હોળી જેને આસામમાં ફાકુવા / દૌલ પણ કહેવામાં આવે છે

હોળીને ગોવામાં સ્થાનિક રૂપે કોંકણીમાં ઉક્કુલી કહેવામાં આવે છે.

7મી સદીના સંસ્કૃત નાટક રત્નાવલીમાં પણ હોળીની ઉજવણીનો ઉલ્લેખ છે

આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે

હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે

 હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે

આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.



હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે.

હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. તેની પત્નીનું નામ કયાધુ હતુ.  હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

રાધા અને કૃષ્ણની કથા

હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે


કૃષ્ણ અને પૂતનાની કથા

જ્યારે કંસને શ્રીકૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં. પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતાં હતાં. ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો. કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળીનું પર્વ મનાવવાની શરૂઆત થઈ છે.

શીવ અને પાર્વતીની કથા

પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું. તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું. પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા. ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધાં હતાં. કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.

 


હોળીની વાત બરસાના વગર અધૂરી જ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એટલે કે મથુરા અને તેમાં પણ ખાસ કરીને નંદગામ અને બરસાનાની હોળીની તો વાત જ અલગ છે. આજની તારીખમાં પણ લોકો વ્રજની હોળી જોવા માટે અલગ અલગ સ્થળેથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આખા દેશમાં હોળી અને ધુળેટી એમ બે દિવસનો તહેવાર છે ત્યારે વ્રજમાં હોળીનો તહેવાર દોઢ મહિના સુધી ચાલે છે.

લડ્ડુની હોળીઃ લડ્ડુની હોળી રાધારાણીની નગરી બરસાનામાં રમવામાં આવે છે. આ દિવસે રાધાજીના ગામ બરસાનામાં ફાગ આમંત્રણનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ ઉત્સવા ભાગરૂપે લાડુ ઉછાળવામાં આવે છે અને લાડુઓને લૂંટવા માટે લોકોની ભારે પડાપડી હોય છે. લોકવાયિકા મુજબ ફાગળ મહિનાની શરૂઆતમાં એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે બરસાનાની રાણી રાધાજીએ નંદગામનાં કુંવર કૃષ્ણને હોળી રમવાનું આમંત્રણ મોકલાવ્યુ હતું. કૃષ્ણએ રાધાજીના આમંત્રણનો સ્વીકાર કરતા આખા તેમણે આખા બરસાનામાં લાડુ વહેંચ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી બરસાનામાં આ દિવસને લડ્ડુની હોળીના નામે ઓળખવામાં આવે છે.



લઠ્ઠમાર હોળીઃ વ્રજની લઠ્ઠમાર હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે. લઠ્ઠમાર હોળી બરસાનામાં જ નંદગામના હુરયારો સાથે રમવામાં આવે છે.  આ લઠ્ઠમાર હોલીમાં નંદગામના યુવકો અને બરસાનાની યુવતીઓ ભાગ લે છે. આ હોળી સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. એવુ માનવામાં આવે છે કે જ્યારે નંદગામથી શ્રીકૃષ્ણ સખાઓ સાથે હોળી રમવા બરસાના આવ્યા, ત્યારે રાધાજીની સખીઓએ તેમને ગામમાં પ્રવેશતા રોકવા માટે લાકડીઓથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં કૃષ્ણ સહિત સખાઓએ બધી સખીઓ પર ગુલાલની છોળ ઉડાડીને ગામમાં પ્રવેશીને હોળી રમી હતી. આજે પણ વ્રજમાં આ પ્રકારે લઠ્ઠમાર હોળી રમાય છે. જોકે આજે યુવતીઓની લાકડીઓના મારથી બચવા યુવકો ઢાલનો ઉપયોગ કરે છે. અને હાસ્ય, કિલ્લોલ કરતા લઠ્ઠમાર હોળી કે હુરયારાનો આનંદ ઉઠાવે છે.

ફૂલોની હોળીઃ લડ્ડુ હોળી, લઠ્ઠમાર હોળી બાદ ફૂલથી હોળી રમવામાં આવે છે. આ હોળી મથુરામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં રમાય છે. મંદિરમાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી દ્વારકાધીશને હોળી રમાડવામાં આવે છે. મથુરામાં આ હોળીને રંગભરનીનાં નામથી પણ ઓળખવામાં આવે છે

છડીમાર હોળીઃ તમને લાગશે કે લઠ્ઠમાર હોળી અને છડીમાર હોળી વચ્ચે શું ફેર. પરંતુ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્રજ પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની અલગ અલગ ભાવથી ભક્તિ કરવામાં આવે છે. ખાસ કરીને ગોકુલમાં. ગોકુલમાં શ્રીકૃષ્ણનું બાળપણ વિત્યુ છે. એટલા માટે ગોકુલવાસી કૃષ્ણને બાળસ્વરૂપે ભજે છે. હોળીના ખેલમાં કૃષ્ણને ક્યાંક વાગી ન જાય એટલા માટે તેઓ છડીથી હોળી રમે છે. આ છડી કાપડમાંથી બનાવવામાં આવે છે. ગોકુલની આ છડીમાર હોળી પણ બરસાનાની લઠ્ઠમાર હોળી જેટલી જ વિખ્યાત છે.




રંગોના પરંપરાગત સ્રોત

વસંત ઋતુ દરમિયાન હવામાન બદલાય છે, તે વાયરલ તાવ અને શરદીનું કારણ બને છે. કુદરતી રંગના પાવડરને રમતિયાળ ફેંકી દેવા, જેને ગુલાલ કહેવામાં આવે છે તેનું ઔષધીય મહત્વ છે: રંગો પરંપરાગત રીતે લીમડા, કુમકુમ, હલ્દી, બિલ્વા અને અન્ય ઔષધીય વનસ્પતિઓથી બનેલા છે, જે આયુર્વેદિક ડોકટરોએ સૂચવેલા છે.


ઘણા રંગો પ્રાથમિક રંગોમાં ભળીને મેળવવામાં આવે છે. કારીગરો શુષ્ક પાવડર સ્વરૂપમાં પ્રાકૃતિક સ્રોતમાંથી ઘણા રંગોનું ઉત્પાદન અને વેચાણ કરે છે, હોળી પહેલાના અઠવાડિયા અને મહિનામાં. રંગોના પરંપરાગત પ્રાકૃતિક કેટલાક સ્રોત છે


નારંગી અને લાલ

પલાશ અથવા ટેસુના ઝાડના ફૂલો, જેને જંગલની જ્યોત પણ કહેવામાં આવે છે, તે તેજસ્વી લાલ અને ઊંડા નારંગી રંગનો લાક્ષણિક સ્રોત છે. પાવડર સુગંધિત લાલ ચંદન, સૂકા હિબિસ્કસ ફૂલો, મેડર ટ્રી, મૂળો અને દાડમ એ વૈકલ્પિક સ્ત્રોત અને લાલ રંગની છાયા છે. હળદરના ચૂર્ણ સાથે ચૂર્ણ મિક્સ કરવાથી નારંગી પાવડરનો વૈકલ્પિક સ્રોત બને છે, જેમ કે પાણીમાં ઉકળતા કેસર (કેસર) થાય છે.


લીલા

ગુલમોહુરના ઝાડના મહેંદી અને સૂકા પાન લીલા રંગનો સ્રોત આપે છે. કેટલાક વિસ્તારોમાં, વસંત પાક અને ઔષધિઓના પાંદડા લીલા રંગદ્રવ્યના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે.


પીળો

હલ્દી (હળદર) પાવડર પીળો રંગનો લાક્ષણિક સ્ત્રોત છે. કેટલીકવાર આને યોગ્ય રીતે શેડ મેળવવા માટે ચણા (ગ્રામ) અથવા બીજા લોટમાં ભેળવી દેવામાં આવે છે. બાઉલ ફળ, અમલટાસ, ક્રાયસન્થેમમ્સની પ્રજાતિઓ અને મેરીગોલ્ડની પ્રજાતિ પીળોના વૈકલ્પિક સ્ત્રોત છે.


વાદળી

હોલી માટે ઈન્ડિગો પ્લાન્ટ, ભારતીય બેરી, દ્રાક્ષની જાતિ, વાદળી હિબિસ્કસ અને જાકાર્ડા ફૂલો પરંપરાગત સ્ત્રોત છે.


મેજેન્ટા અને જાંબુડિયા

બીટરૂટ મેજેન્ટા અને જાંબુડિયા રંગનો પરંપરાગત સ્રોત છે. રંગીન પાણી તૈયાર કરવા માટે ઘણીવાર આ સીધા જ પાણીમાં બાફવામાં આવે છે.


બ્રાઉન

સૂકા ચાના પાંદડા બ્રાઉન રંગના પાણીનો સ્રોત આપે છે. અમુક માટી ભૂરા રંગનો વૈકલ્પિક સ્રોત છે.


કાળો

દ્રાક્ષની જાતો, આમળાના ફળ (ગૂસબેરી) અને વનસ્પતિ કાર્બન (ચારકોલ) ગ્રેથી કાળા રંગની તક આપે છે.


ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:

  • "રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
  • "કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
  • "રંગ બરસે ભિગે ચુનરવા..."
  • "હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ..

ધૂળેટી રમતી વખતે ધ્યાન આપવાની બાબતો

- ગ્રીન અને બ્લ્યૂઈશ ગ્રીન કેમિકલ સ્વાસ્થ્ય માટે નુક્સાનકર્તા હોય છે, તેનાથી આંખોને નુક્સાન થાય છે તેથી આ કલરથી રમવાનું ટાળો
કલરમાં અબરખનું પણ પ્રમાણ હોય છે જે હાનિકારક સાબિત થઈ શકે
કેમિકલયુક્ત કલર્સનો ઉપયોગ કરવા કરતા ફૂલોમાંથી બનાવેલા કલર્સનો ઉપયોગ કરો. સૂર્યમુખી, ચાઈના રોઝ જેવા ફૂલોમાંથી કલર્સ બનાવી શકાય
વધુ પડતી ‘ભાંગ’ પીવાથી હ્રદયના ધબકારા વધી જાય, બ્લડપ્રેશરમાં ખૂબ ફેરફાર આવી શકે. એટલે હોળીના માહોલમાં ભાંગ પીને રમવાનો આઈડિયા કંઈ સ્વાસ્થ્યપ્રદ નથી.પાણી ભરેલા ફૂગ્ગાઓથી હોળ-ધૂળેટી રમવાથી ક્યારેક આંખો પર ઈજા પણ પહોંચી શકે છે. શક્ય છે કે માથામાં પણ ઈજા પહોંચે
જો આંખોમાં કલર જતો રહે તો તરત જ પાણીથી આંખ ધુઓ. જો આંખોમાં વધુ કંઈ સમસ્યા જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો
- રંગોથી રમવું હોય તો દાંતને રક્ષણ આપવા દાંતની કેપ પહેરીને બહાર નીકળોઆંખોને હાનિકારક કેમિકલ્સથી બચાવવા માટે સનગ્લાસીસ પહેરી રાખો
 - રંગોથી રમવા જતા પહેલા શરીર અને વાળમાં તેલનું એક લેયર બનાવી લો જેથી પછીથી શરીર પરથી રંગ દૂર કરવામાં સરળતા રહેશે
 

26 March, 2021

વર્લ્ડ થિયેટર ડે(વિશ્વ રંગભૂમિ દિવસ)

 27 માર્ચ


આ વિશ્વ એક રંગભૂમિ છે અને આપણે તેના પાત્રો -શેકસપીયર

જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ જીવે છે . રંગમંચ  એ ભાષાઅને સાહિત્યને  જીવાડવાનો અને સમૃદ્ધ બનાવાનો એક પ્રયાસ જ  છે



 રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. આ ટેહલતો માનવ મહેરામણ એની પાત્ર સૃષ્ટિ છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે

 ૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગ યોજાય તેમાં ૧૪૫ દેશોના રસિકો બે ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા  પણ જોડાયેલ ને એમની લાગણી માંગણી ની વિનંતીની માન આપીને ૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું. વિશ્વ રંગ ભૂમિ દિવસની શરૂઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી. 

સત્યાવીસ માર્ચને ‘વર્લ્ડ થિયેટર ડે યાને કે વિશ્વ રંગભૂમિ દિન નક્કી કોને કર્યો? ચાલો જાણીએ. બીજા વિશ્વયુદ્ધ પછી જગત બે ભાગમાં વહેંચાઈ ગયેલું. એક તરફ સામ્યવાદી દેશો અને બીજી તરફ મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં દેશો અને શીત યુદ્ધની દહેશત બધે ફેલાઈ ગયેલી. આવા કઠિન સમયે યુનેસ્કોના પ્રથમ ડિરેક્ટર જનરલ સર જુલિયન હક્સલી ( પ્રખ્યાત અંગ્રેજ લેખક આલ્ડ્સ હક્સલીના ભાઈ ને બાયોલોજીમાં નોબેલ પ્રાઈઝ મેળવનારા એન્ડ્રુસનાં સાવકા ભાઈ) તથા પ્રખ્યાત લેખક,નાટ્યકાર જે બી પ્રીસ્ટલીની આગેવાની હેઠળ ઈ.સ. 1948માં યુનેસ્કોના સહકારથી આઈટીઆઈ એટલે કે ‘ધ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થઇ. પેરિસમાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થાના દુનિયાના લગભગ બધા જ દેશો સભ્ય છે. આ અંતરરાષ્ટ્રીય સંસ્થાનું ધ્યેય છે યુનેસ્કોના કલા, સંસ્કૃતિ, શિક્ષણના વિકાસ ને જાળવણી માટે ટેકો પૂરો પાડવો. યુનેસ્કોની સાથે  સંલગ્ન રહી પર્ફોર્મિંગ આર્ટ્સના સભ્યોને પ્રોત્સાહન તથા તેમની સ્થિતિ સુધારવી અને પર્ફોર્મિંગ આર્ટ્સનો શાંતિ અને ભાઈચારા માટે ઉપયોગ કરવો. 


સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

વર્તમાન સમયમાં પર્ફોર્મિંગ આર્ટ્સની એ  મોટામાં મોટી સંસ્થા બની ગઈ છે. તેના નેવું જેટલા કેન્દ્રો દુનિયાના દરેક ખંડમાં આવેલા છે. હિન્દુસ્તાનમાં પુણે શહેરમાં આઈટીઆઈનું કેન્દ્ર આવેલું છે અને સુષ્મા દેશપાંડે નામના મરાઠીની  જાણીતી અભિનેત્રી અને દિગ્દર્શિકા એની પ્રમુખ છે.આ સંસ્થાના ધ્યેય છે:

- પર્ફોર્મિંગ આર્ટસ સાથે સંકળાયેલી દુનિયાની દરેક વ્યક્તિ વચ્ચે જ્ઞાન અને પ્રેક્ટિસનું આદાનપ્રદાન. 

- આવી વ્યક્તિઓ માટે સહકારનો તખ્તો પૂરો પાડવો.

- લોકો વચ્ચે શાંતિ અને ભાઈચારો વધે એ માટે પર્ફોર્મિંગ આર્ટસનો ઉપયોગ કરવો.

- યુનેસ્કોના ધ્યેય અને વિચારોની રક્ષા કાજે ઝઝૂમવું.

- રાજકીય ને સામાજિક ભેદભાવો મટે એ દિશામાં કામ કરવું.

ભગવદ ગોમંડલ' ગ્રથના આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ ત્‍યારબાદ ૧૮૫૧ ‘નર્મદે', ‘બુધ્‍ધિવર્ધક' નામની સંસ્‍થા શરૂ કરી એજ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. એ સમયમાં સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોના અભિનય ભજવતા.

ચાલો, ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ તો બન્યું પણ વિશ્વ રંગભૂમિનો વિચાર ક્યારે ને કેવી રીતે આવ્યો એ જાણીએ. ભારતીય અને ખાસ કરીને ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ થાય એવી બાબત એ છે કે ઈ.સ. 1960/61માં આ સંસ્થાની ઓસ્ટ્રિયાના વિયેના શહેરમાં ભરાયેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ  લેખક નાટ્યકાર, નાટ્ય પ્રશિક્ષક, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા,નાટ્ય ગઠરિયાના લેખક, ગુજરાતી આધુનિક રંગભૂમિના પ્રણેતામાંના એક, દેશમાં નાટક માટે સૌ પ્રથમ યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્સ શરુ કરાવનાર એવા ચં. ચી ઉર્ફે સી.સી. મહેતા ઉર્ફે ચંદ્રવદન ચીમનલાલ મહેતાએ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો. સત્યાવીસ માર્ચ ‘વિશ્વ થિયેટર દિવસ’ તરીકે ઉજવવાનું  કારણ, આ દિવસે પેરિસમાં  થિયેટર ઓફ નેશન્સ નામનો કાર્યક્રમ યોજાયેલો.  

આ દિવસ કેવી રીતે આઈટીઆઈ ઉજવે છે? દુનિયાભરના પ્રસિદ્ધ નાટ્યકર્મીઓમાંથી કોઈ એકનું ચયન કરે અને એનો થિયેટર સંબંધિત સંદેશો પ્રસિદ્ધ કરે. પેરિસમાં આ દિવસે પેલી વ્યક્તિ એના સંદેશાનું જાહેર કાર્યક્રમમાં એનું પઠન કરે અને એ સાથે થિયેટરના દ્રશ્યો ભજવાય. સંદેશાનું ઘણી બધી ભાષાઓમાં તરજુમો થાય અને વિવિધ મીડિયા પરથી એનું પ્રસારણ થાય. ઈ.સ. 1962માં જેને પ્રથમવાર આ સંદેશ આપવાનું બહુમાન મળ્યું એ હતા ફ્રાન્સના જ સુપ્રસિદ્ધ નાટ્યકારને ફિલ્મ સર્જક એવા ઝ્યાં કોકટુ. અત્યાર સુધીમાં ભારતમાંથી કોઈને આ બહુમાન મળ્યું છે કે નહિ એવો પ્રશ્ન ઉદ્ભવે તો જણાવીએ કે કન્નડ ભાષામાં નાટકો લખતા, ફિલ્મ સાથે અભિનેતા અને દિગ્દર્શક તરીકે સંકળાયેલા  ભારતના ખ્યાતનામ ગિરીશ કર્નાર્ડને આ બહુમાન ઈ.સ. 2002માં મળેલું. ગયા વર્ષે એક ને બદલે સંસ્થાએ પાંચ રંગકર્મીઓને આ સંદેશ આપવા પસંદ કરેલા એમના એક હતાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી અને પછી શિક્ષક ,સંચાલક તરીકે જોડાયેલા અભિનેતા, લેખક, દિગ્દર્શક અને થિયેટર પ્રશિક્ષક એવા રામ ગોપાલ બજાજને આ બહુમાન મળેલું. આ વરસે થિયેટર જોગ સંદેશો આપવા માટે ક્યુબાના હવાના શહેરમા વસતાં ઊંચા ગજાના નાટ્યલેખક, નાટ્યપ્રશિક્ષક, દિગ્દર્શક એવા કાર્લોસ શેલ્ડરનને સન્માન મળ્યું છે. 

મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો મા લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંદ્રના નાટક જોઈ ને મળી હતી

સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ
ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે.

સંસ્કૃત નાટકો માટે કહેવાયું છે-

'काव्येषु नाटकं रम्यम्'

'કાવ્યોમાં નાટક રમણીય છે'

કારણ કે નાટક દૃશ્ય=જોઈ શકાય અને શ્રાવ્ય=સાંભળી ને આસ્વાદ લઇ શકાય એમ બન્ને પ્રકારનું કાવ્ય છે. જોઈ શકાતું હોવાથી નાટક ને 'રૂપક' પણ કહેવાય છે.

ભરતમુનિએ नाट्यशास्त्रम्  નામક ૩૬ અધ્યાયનો વિશાળ ગ્રંથ લખ્યો છે જેમાં નાટક ના અથ થી ઇતિ વિષેનું બધું જ સમાવી લેવામાં આવ્યું છે. આમાં નાટકનું લક્ષણ આપતાં તેઓ એ લખ્યું છે-

'अवस्थानुकृतिर्नाट्यम्'
નટો = અભિનેતો દ્વારા રામ વગેરે મહાન ચરિત્રોના જીવનની જુદી જુદી અવસ્થાઓનું અનુકરણ એટલે નાટ્ય.

નાટકનું કથાવાસ્તુ ત્રણ પ્રકારનું હોય છે

૧.પ્રખ્યાત - રામાયણ, મહાભારત,પૌરાણિક કથાઓ વગેરે આધારિત.

૨.કાલ્પનિક - પ્રખ્યાત આધાર નહીં તેવું, કવિએ પોતાની કલ્પના શક્તિથી લખેલ.

૩.મિશ્ર - પ્રખ્યાત અને કાલ્પનિક બંને ભેગું કરેલું.


સંસ્કૃત નાટ્યસાહિત્યકારો એ ધીરતા નો ગુણ મુખ્ય રાખી અન્ય ગુણો સાથે નાયકનાં ચાર પ્રકારો બતાવ્યા છે-

૧.ધીરશાન્ત અથવા ધીરપ્રશાંત - ધીર અને શાંત સ્વભાવ વાળો નાયક

૨.ધીરોદાત્ત - ધીર અને ઉદાત્ત સ્વભાવનો.

૩.ધીરોદ્ધાત - ધીર અને ઉદ્ધત સ્વભાવ વાળો.

૪.ધીરગંભીર - ધીર અને ગંભીર સ્વભાવવાળો.


કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા



રેડિયો આકાશવાણીના 375-400 નાટકોમાં સ્વર-અભિનય કરી ચૂકેલાં નાટ્યકાર કૌશિક સિંધવને દિલ્હી આકાશવાણી તરફથી એ-ગ્રેડના કલાકાર તરીકેનો ખિતાબ મળી ચૂક્યો છે. 1975ની સાલથી રેડિયો સાથે જોડાયેલાં કૌશિક સિંધવને ગુજરાત ગૌરવ પુરસ્કાર ઉપરાંત, મોરારિ બાપુના હસ્તે રામજી વાણિયાની સ્મૃતિમાં બહાર પાડેલો અવોર્ડ, અભિનય રત્નાકર અવોર્ડ તેમજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તરફથી વિજયભાઈ ધોળકિયા સ્મૃતિ-અવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતના પ્રમુખ કલાવિદ્દ તરીકે રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ એમને તેડું મોકલવામાં આવ્યું હતું.

રાજકોટના 75 વર્ષીય નાટ્યકાર કૌશિક સિંધવની! જેમને 2013-14ની સાલમાં ગુજરાત સરકાર દ્વારા જેમને 'ગૌરવ પુરસ્કાર' અનાયત થઈ ચૂક્યો છે એવા કૌશિક સિંધવ હાલ રાજકોટમાં 'નાટ્ય ફળિયું' નામની પ્રવૃતિ ચલાવી રહ્યા છે. આજથી પાંચેક વર્ષ પહેલાં (2015ની સાલ) એટલે કે 70 વર્ષની ઉંમરે એમણે પોતાના ઘર પર જ 'નાટ્ય ફળિયુ' શરૂ કર્યુ. 27 માર્ચ, 2015 વિશ્વ રંગભૂમિ દિને રાજકોટનું પહેલું વ્યક્તિગત નાટ્ય ફળિયું શરૂ થયું. 

ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઇ ઉદયરામ દવેને ઓળખવમા આવે છે.



ગુજરાતમા ભવાઈ.ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે.ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર 14 મી સદીમા થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે 360 વેશો રચ્યા હતા. જેમા પુરબીયો,કાનગોપી,જુઠણ,લાલબટાઉ,જોગી જોગણ,જસમા ઓડણ,વણઝારા નો વેશ,મણીયારો ના વેશો જાણીતા છે. ભવાઈમા બધા પાત્રો પુરુષો દ્રારા જ ભજવાય છે. સ્ત્રીનુ પાત્ર પણ પુરુષ જ ભજવે છે. ભવાઈનુ પાત્ર ભજવનારને કયારેય માઈકની જરુર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે.  ભવાઈમા ભૂંગળ,તબલા,વાજા પેટી અને ઝાંઝ નો જ તાલ લેવાતો.


 ૧૭૭૬ માં અંગ્રેજોએ મુંબઇના ફોર્ટ એરીયામાં પહેલું થિયેટર બનાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે લતેશ શાહ લિખીત અને દિગ્દર્શિત  ‘ચિત્કાર’ નાટક સતત રપ વર્ષો સુધી દેશ વિદેશમાં ભજવાયું આજ સુધી પટનાટકમાં જુદા જુદા રપ૦ કલાકારોએ કામ કર્યુ છે. બધા જ બદલાયા પણ મુખ્ય પાત્રમાં સુજાતા મહેતા દર વખતે હતા. જે એક રેકોર્ડ બ્રેક છે. આ નાટક પરથી ગત વર્ષે ગુજરાતી ફિલ્મ બની હતી. સુજાતા મહેતાએ ‘પ્રતિઘાત’, યતીન જેવી વિવિધ ફિલ્મોમાં અભિયાન પણ આપ્યો છે.


યુવા વર્ગને ગમતા નાટકો

* અમે લઇ ગયાં, તમે રહી ગયા

* લગે રહો ગુજુભાઇ

* વેઇટીંગ રૂમ

* ગુજજુભાઇ દબંગ

* ગુજજુભાઇ સીરીઝ

* પત્તાની જોડ

* સુંદર બે બાયડી વાળો

* બૈરાઓનો બાહુબલી

* પ્રેમનો પ્બીલક ઇસ્યુ

* ૧૦૨ નોટ આઉટ

* કાનજી  દ/ત  કાનજી (ઓય માય ગોડ ફિલ્મ બની)

* કોડ મંત્ર

* સફરજન

* બા એ મારી બાઉન્ડરી

* ચિત્કાર

* લાલી -લિલા

* જલ્સા કરો જયંતિ લાલ

* આઇ.એન.ટી.ના ખેલંદો, લાક્ષા મહેલ


વિજયગુપ્ત મૌર્ય

 વિજયગુપ્ત મૌર્ય --જ્ઞાનવિજ્ઞાનનો ચલતોફિરતો જ્ઞાનકોશ



એક સદી પહેલાં જન્મેલા ગુજરાતી મહાલેખક વિજયગુપ્ત મૌર્યને ગુજરાતી વિજ્ઞાન લેખનના પિતામહ કહેવામાં કશું ખોટું નથી. તેમણે દાયકાઓ પહેલાં જ્યારે વિજ્ઞાન આજના જેટલું સુલભ ન હતું ત્યારે અદ્ભુત સાહિત્યસર્જન કર્યું હતું. 

માર્ચ ૨૬, ૧૯૦૯ ના રોજ વિજયશંકર મુરારજી વાસુ તરીકે પોરબંદરમાં જન્મેલા વિજયગુપ્ત મૌર્યએ માધ્યમિક શિક્ષણ પોરબંદરની ભાવસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૩૩માં મુંબઇમાં વકીલાત ભણીને પોરબંદર પાછા ફર્યા અને વકીલાત શરૂ કરી. ચાર વર્ષ પછી દીવાની અને ફોજદારી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો હોદ્દો સંભાળ્યો. મૂળ જીવ લેખકનો અને વળી પક્ષીદર્શનનો ભારે શોખ, એટલે પક્ષીઓ વિશે પોતાનું ઊંડું જ્ઞાન લેખોના સ્વરૂપે વ્યક્ત કરે અને તે લેખો ‘પ્રકૃત્તિ’ નામના સામયિકમાં નિયમિત રીતે છપાય.

પોરબંદરના ન્યાયાધીશ વિજયશંકર વાસુને વખત જતાં વિજયગુપ્ત મૌર્ય બનાવવામાં નિમિત્ત બનેલો પ્રસંગ ૧૯૪૪માં આકસ્મિક રીતે જ બન્યો. થયું એવું કે મુંબઇમાં ગોરી સરકાર સામે આઝાદીની લડત ચલાવી રહેલા ડૉ. વસંત અવસરે નામના ક્રાંતિકારી સાથે વિજયશંકરનો ભેટો થયો. બ્રિટિશ સરકાર સામે ‘આંદોલન’ કર્યાના આરોપસર અવસરે અને તેમના સાથીદારોના નામે મુંબઇમાં અરેસ્ટ વૉરન્ટ જારી થયું હતું, એટલે ગિરફ્તારીથી બચવા એ ક્રાંતિકારી ડૉક્ટર મુંબઇથી નાસતા છૂપાતા પોરબંદર પહોંચ્યા હતા. વિજયશંકર વાસુને તેમણે પોતાનો કેસ લડવા વિનંતી કરી ત્યારે જવાબ મળ્યો, ‘ચિંતા નહિ કરો. તમારો કેસ હું લડીશ.’ ન્યાયાધીશ હોવાના નાતે જો કે એવું તેઓ કરી ન શકે, એટલે જજના મોભાદાર પદેથી તેમણે રાજીનામું આપ્યું. સામાન્ય વકીલની રૂએ ડૉ. અવસરેનો કેસ (વિનામૂલ્યે) લડવા માટે મુંબઇ ગયા અને અવસરેને ન્યાય અપાવ્યો.

આ બનાવે વિજયશંકર વાસુની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીને પૂર્ણવિરામ ભલે મૂકી દીધું, પણ બીજી તરફ તેમનામાં રહેલા લેખકજીવને બેઠો કરી દીધો. મુંબઇમાં વસી જવાના નિર્ણય સાથે ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને માત્ર રૂા.૭૫ ના પગારે વિજયશંકર ટાઇપિસ્ટ તરીકે જોડાયા. આર્થિક સંઘર્ષ થકવનારો હતો. આમ છતાં તેમણે પોતાનો લેખનશોખ જીવંત રાખ્યો અને ‘પ્રકૃત્તિ’ સામયિકમાં લેખો આપતા રહ્યા. કેટલાંક વર્ષ બાદ મુંબઇના પ્રતિષ્ઠિત ‘જન્મભૂમિ પ્રવાસી’ અખબાર સાથે જોડાવાનો તેમને મોકો મળ્યો અને વિજયગુપ્ત મૌર્યના નામે તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’ના અંતિમ પાને ‘છેલ્લું પાનું’માં પ્રાણીપંખીનાં લેખો આપવાનું શરૂ કર્યું. લેખોની સંખ્યા અને સાઇઝ શરૂઆતમાં સીમિત રહી, પરંતુ વખત જતાં બ્રહ્માંડ, વિજ્ઞાન, સમુદ્રસૃષ્ટિ, વનસ્પતિજગત વગેરે વિષયોને લગતાં વૈવિધ્યપૂર્ણ લેખો વિજયગુપ્ત મૌર્યની કલમે લખાતા ગયા તેમ ‘છેલ્લું પાનું’માં તેમને વધુ ને વધુ મહત્ત્વ અપાતું ગયું અને વિજયગુપ્ત મૌર્ય છેવટે આખા પાનાનું લેખનસંપાદન કરતા થયા. ૧૯૭૩ ના અરસામાં ‘જન્મભૂમિ પ્રવાસી’ છોડ્યા પછી તેઓ ફ્રી લાન્સ પત્રકાર તરીકે અખબારોમાં તેમજ સામયિકોમાં માહિતીસભર લેખો આપવા લાગ્યા. દરમ્યાન ‘શેરખાન’, ‘કપિનાં પરાક્રમો’, ‘સિંહ વાઘની સોબતમાં’, ‘શિકારીની તરાપ’, ‘કીમિયાગર કબીર’, ‘હાથીના ટોળામાં’, ‘કચ્છથી કાશ્મીર સુધી લડી જાણ્યું જવાનોએ’, ‘કાશ્મીરનું અગ્નિસ્નાન’, ‘ઝગમગતું ઝવેરાત’, ‘સમુદ્રની અજાયબ જીવસૃષ્ટિ’, ‘પ્રકૃતિનાં લાડકવાયાં પંખીઓ’, ‘જિંદગી જિંદગી’ વગેરે પુસ્તકો પણ લખ્યાં.

ગુજરાતી પત્રકારત્વમાં લગભગ ૪૬ વર્ષની લાંબી કારકિર્દી ભોગવવા છતાં વિજયગુપ્ત મૌર્ય આર્થિક રીતે કદી બે પાંદડે થઇ ન શક્યા. ભારે મહેનતે તૈયાર કરાયેલા અકેક માહિતીસભર લેખનું યોગ્ય આર્થિક વળતર તેમને પ્રકાશકો તરફથી કદી મળ્યું નહિ. વળી ઊંચા વળતરની તેમણે કદી આશા કે અપેક્ષા રાખી પણ નહિ, એટલે જે મળ્યું તેનાથી સંતોષ માની સાદગીભયુર્ં જીવન તેમણે વીતાવ્યું. ગુજરાતી વાચકોને કંઇક નવું, રસાળ અને જ્ઞાનવર્ધક લખાણ પીરસવાની નેમ સાથે તેમણે કલમ ઉઠાવી હતી અને તે નેમને આજીવન તેઓ ચુસ્તપણે વળગી રહ્યા. પાછલી ઉંમરે આંખોનું તેજ ઘટવા છતાં, કમરનો દુખાવો એકધારો રહેતો હોવા છતાં અને પાર્કિન્સનનો અસાધ્ય રોગ લાગૂ પડ્યો હોવા છતાં તેમણે પોતાની કલમનું તેજ ઝાંખું પડવા દીધું નહિ. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લેખનકાર્યમાં વ્યસ્ત રહ્યા. લાંબી માંદગી બાદ જુલાઇ, ૧૯૯૨માં તેમણે વિદાય લીધી અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વનો અજોડ દાખલો બેસાડતા ગયા.

જ્ઞાનવિજ્ઞાનની જે કેડી વિજયગુપ્ત મૌર્યએ કંડારી એ કેડીને તેમના પુત્ર નગેન્દ્ર વિજયે પણ કારકિર્દી તરીકે પસંદ કરી. પિતાની જેમ જ્ઞાનવર્ધક અને લોકોપયોગી સાહિત્ય પીરસવા માટે જ પત્રકારત્વ ચલાવવાની નેમ સાથે નગેન્દ્ર વિજયે (૧૪ વર્ષની વયે) કલમ ઉઠાવી અને ‘સ્કોપ’ અને ‘સફારી’ જેવાં અભૂતપૂર્વ સામયિકો ગુજરાતને આપ્યાં. આ બેય સામયિકોએ વિજ્ઞાન જેવા અઘરા જણાતા વિષયમાં સરેરાશ ગુજરાતી વાચકને ઊંડો રસ લેતા કરી દીધો એને નગેન્દ્ર વિજયની સિદ્ધિ ગણવી રહી. નગેન્દ્ર વિજયે તેમની રસાળ કલમ વડે નવી પેઢીની વિચારશૈલી બદલી છે અને તેમના મગજમાં ચાલતી થોટ પ્રોસેસને ટૉપ ગિઅરમાં નાખી છે. પ્રત્યક્ષ રીતે તેમનાં જીવન બદલ્યાં છે. જુદી રીતે કહો તો સમાજલક્ષી તેમજ મૂલ્યનિષ્ઠ પત્રકારત્વ ચલાવવાના ઉચ્ચ સંસ્કારોનો પિતાએ આપેલો વારસો પુત્રએ બરાબર જાળવ્યો.

આ લખનારે આજથી અઢારેક વર્ષ પહેલાં ‘સફારી’ના કાર્યાલયમાં પાર્સલો સીવવાના કાર્ય સાથે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે એક સંકલ્પ કર્યો હતો--ગમે તે ભોગ આપવો પડે, પણ જ્ઞાનવિજ્ઞાનનો શક્ય એટલો વધુ ફેલાવો કરવો. આ સંકલ્પના અન્વયે તમામ આર્થિક હિતો ભૂલીને ‘સફારી’ને એક ઝૂંબેશ તરીકે ચલાવ્યું, અંધજનો માટે ‘સફારી’ની શ્રાવ્ય આવૃત્તિ પ્રગટ કરી, ઇન્ટરનેટ પર ‘સફારી’ની વેબસાઇટ આરંભી અને અંગ્રેજી ભાષામાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કર્યું.

અલબત્ત, વાત ત્યાં પૂરી થતી નથી. હજી ઘણું કરવાનું બાકી છે. વિજયગુપ્ત મૌર્યની કલમે લખાયેલું સાહિત્ય પુસ્તક સ્વરૂપે આજની તેમજ આવતી કાલની પેઢી સુધી પહોંચતું કરવું છે; ભવિષ્યમાં ભારતની અન્ય ભાષાઓમાં ‘સફારી’નું પ્રકાશન શરૂ કરવું છે, જેથી નગેન્દ્ર વિજય લિખિત જ્ઞાનવિજ્ઞાનના લેખો ભારતભરમાં પ્રાદેશિક લેવલે પહોંચી શકે અને વખત આવ્યે ગુજરાતમાં ક્યાંક ‘નગેન્દ્ર વિજય સાયન્સ સેન્ટર’ સ્થાપવું છે, જેથી નવી પેઢીમાં નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવી શકાય.

સફારી મેગેઝીન વિશે....

સફારીની શરૂઆત ૧ ઓગસ્ટ, ૧૯૮૦ના રોજ નગેન્દ્ર વિજય દ્વારા થઇ હતી. ૬ અંકો પછી તેનું પ્રકાશન બંધ થયું. તેનું ફરી પ્રકાશન જુલાઇ ૧૯૮૬માં શરૂ થયું અને ફરીથી ૧૦મા અંકે તેનું પ્રકાશન અટક્યું. મે ૧૯૯૨માં સામાયિકનું પ્રકાશન ફરી શરૂ થયું

૨૦૦૭માં સફારીએ અંગ્રેજી આવૃત્તિની શરૂઆત કરી જે ભારતના મોટાભાગના ભાગોમાં પ્રાપ્ત હતી

સફારી યુરેનસ બુક્સ નામના પ્રકાશનની માલિકી ધરાવે છે, જેણે વિજયગુપ્ત મૌર્યના લોકપ્રિય પુસ્તકોનું પ્રકાશન કર્યું છે

સફારીના સ્થાપક દ્વારા સંચાલિત નગેન્દ્ર વિજય સાયન્સ ફાઉન્ડેશનનો હેતુ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો કરવાનો છે. તેની સ્થાપના ૧૪મી ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ કરવામાં આવી હતી. તેના અંતર્ગત આંખે ન જોઇ શકતા લોકો માટે 'સફારી'ની ઓડિયો આવૃતિનું વિના મૂલ્યે આશરે ૧૦૦ અલગ-અલગ સંસ્થાઓમાં વિતરણ કરવામા આવ્યું હતું, જેથી પ્રજ્ઞાચક્ષુ લોકોમાં પણ જ્ઞાન-વિજ્ઞાનનો ફેલાવો થઇ શકે

સફારી એ હર્ષલ પબ્લિકેશન, અમદાવાદ, ગુજરાત, ભારતમાંથી ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું એક માસિક વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનનું સામાયિક છે. સફારીના તંત્રી, મુદ્રક અને પ્રકાશક નગેન્દ્ર વિજય છે.

તેનો મુખ્ય હેતુ ગુજરાતની નવી પેઢીમાં જ્ઞાનનો ફેલાવો કરવાનો તેમ જ વિજ્ઞાન વધુ લોકપ્રિય બનાવવાનો છે. સફારીનો વિષય મુખ્યત્વે સામાન્ય જ્ઞાન રહે છે. તેમાં વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, રાજકારણ અને તાજા બનાવો જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ સામાયિકનું વિભાજન 'બનાવ અને બેકગ્રાઉન્ડ', 'સંપાદકનો પત્ર', 'આ પત્ર સફારીને મળે', 'શોધ અને શોધકો', 'નવું સંશોધન', 'એક વખત એવું બન્યું', 'સુપર સવાલ', 'ફેક્ટફાઇન્ડર', 'સુપર ક્વિઝ' તેમ જ 'માઇન્ડ ગેમ્સ' જેવા વિભાગોમાં કરવામાં આવ્યું છે. તેની ટેગલાઇન "બુદ્ધિશાળી વાચકો માટેનું મેગેઝિન" છે. અન્ય સામાયિકોની જેમ સફારીમાં ક્યારેય જાહેર ખબર જોવા મળતી નથી.

તેનો ફેલાવો ગુજરાતની સાથે ભારતના અન્ય ભાગો તેમજ ભારતની બહાર અમેરિકા, ન્યુઝીલેન્ડ તેમજ ઈંગ્લેન્ડમાં પણ જોવા મળે છે.

તે બાળકો, વિદ્યાર્થીઓ અને મોટેરાઓમાં પણ પ્રચલિત સામાયિક છે. તેમાં સરળથી અઘરા સુધીના કોયડાઓ, કવીઝ, ફેક્ટફાઈન્ડર, સુપર કવીઝ વિભાગ અને જોક્સ હોય છે.

વિદેશમાં યુદ્ધો થયા, જાસૂસી મિશનો કરવામાં આવ્યા, અણું ધડાકા કરવામાં આવ્યા, વિજ્ઞાનના સિદ્ધાંતો, બ્રહ્માંડના ગૂંઢ રહસ્યો, ઈતિહાસ અને તવારીખ સહિતની અગણિત માહિતી સફારીએ પીરસી છે. માત્ર પીરસી નથી વિશ્લેષણ કર્યું છે. અડીખમ રહીને વાંચકોની ભૂખ સંતોષવાનું કામ સફારીએ કર્યું છે. ચીલાચાલુ મેગેઝિનોની વચ્ચે લોકોમાં વિજ્ઞાનની ભાવના જગાવવાનું કામ સફારીએ કર્યું છે.

ઘણા નવા વિજ્ઞાન લેખકો તૈયાર કરવાનું કામ સફારીએ કર્યું છે

પત્રકારત્વમાં માત્ર સ્થળ પર ગયા અને અહેવાલ લખી નાખ્યો તેવું નહીં, ડેસ્ક જર્નાલિઝમની થીયરીઓ બદલી નાખતા, મહિનાઓ સુધી સંશોધન કરી રજૂઆતની એક કળા સફારીએ ગુજરાતી વાંચકો અને લેખકોને શીખવાડી છે. ગુજરાતી સામાયિકોને છિનાળા પ્રવૃતિમાંથી બહાર લાવવાનું કામ કર્યું છે. સફારી ગુજરાતીનું એવું લોકપ્રિય સામાયિક છે, જેમાં કોઈ પણ પ્રકારની નવલકથા નથી આવતી, આમ છતાં ગુજરાતના એક એક વ્યક્તિનું મગજ જ્યારે વલોપાત કરતું હોય કે નવી માહિતી આપો... ત્યારે દર મહિને સફારીએ ગુજરાતી વાંચકોને રિચાર્જ કરવાનું કામ કર્યું છે.

હર્ષલ પબ્લિકેશને પહેલા અંકને ફરી બહાર પાડ્યો હતો. આ નવા બહાર પાડેલા અંકમાં બ્રૂસલીનું પોસ્ટર હતું.
‘સફારી’ એ સામયિક નથી, પણ નવી પેઢીને કેળવતું મિશન છે