દુનિયાના પ્રખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક
અણુ બોમ્બના સર્જક, સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર
જન્મતારીખ: 14 માર્ચ 1879
જન્મસ્થળ; ઉલ્મ, વુટ્ટમબર્ગ, જર્મની (યુ.કે)
પિતાનું નામ: હર્મન આઈન્સ્ટાઈન
માતાનું નામ: પોલીન કોચ
અવસાન: 18 એપ્રિલ 1955
E=MC2 આવું જો સાયન્સના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો એ તરત કહેશે દ્રાવ્ય ઉર્જાનું સમીકરણ છે અને તેના શોધક છે જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન. સંખ્યાબંધ વૈજ્ઞાનિક શોધો કરનાર આઇન્સટાઇન તેમના સાપેક્ષવાદના સિધ્ધાંતને લીધે દુનિયાભરમાં જાણીતા છે. અણુબોમ્બથી માંડી સાપેક્ષવાદ અને શાંતિથી લઇને માનવતાવાદ સુધીમાં તેમની ભુમિકાથી કોઇ અજાણ્યું નહીં હોય.
100 વર્ષ પછી આવનારી પેઢી માટે એ માનવું દુર્લભ હશે કે ગાંધી જેવો કોઇ લોહી-માંસનો બનેલો માણસ આ ધરતી પર જીવતો હતો...' રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવું માર્મિક વિધાન કહેનાર મહાન ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે ત્યારે આવો જાણીએ નોબેલ પ્રાઇઝ વિજેતા આ મહાન અને જીનિયસ વિજ્ઞાનીક વિશેની કેટલીક રસપ્રદ વાતો.
14 માર્ચ 1879 ના રોજ એ વખતના જર્મન સામ્રાજ્યના ઉલ્મ ગામના એક યહુદી પરિવારમાં આઇન્સટાઇનનો જન્મ થયો હતો. તેમના જન્મ પછી લગભગ 4 વર્ષ સુધી ત એક પણ શબ્દ બોલ્યા ન હતા. ઘરના લોકોએ તે સમયમાં આઇન્સ્ટાઇનની ઘણી તપાસ કરાવી હતી. બધાએ કહ્યું કે બાળક સંપૂર્ણ રીતે ઠીક છે, પરંતુ બાળક બોલતુ નથી તેનું કારણ કોઈ સમજાવી શક્યું નહીં. એક દિવસ કુટુંબના બધા સાથે રાત્રિ ભોજનનાં ટેબલ પર ગરમ સૂપ પીતી વખતે એક રાત્રે આઈન્સ્ટાઇનનું મોં ગરમ સૂપના કારણે બળી ગયું. આથી તે બોલી ઉઠ્યા- સૂપ કેટલો ગરમ છે.
આલ્બર્ટ આઈન્સ્ટાઇનના ઉછેરની જવાબદારી તેમના કાકાએ લીધી હતી.. કાકાએ જિજ્ઞાસુ ભત્રીજામાં છુપાયેલી પ્રતિભા શોધી કાઢી હતી અને બાળપણથી જ, તેમની પ્રતિભાને વિજ્ઞાન તરફ વાળી હતી. કાકા આઈન્સ્ટાઇનના રમક્ડામાં વૈજ્ઞાનિક યંત્રો આપતા હતા. જેનાથી તેમના વિજ્ઞાનની રુચી પેદા થાય
.માત્ર 5 વર્ષની ઉંમરે તેમણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું હતું.
10 વર્ષના આઇન્સટાઇને ગણિત અને ભૌતિકશાસ્ત્રનું નોલેજ મેળવી લીધું હતું. અને 12 વર્ષ સુધીમાં તેમણે અઘરી ગણાતી યુક્લિડના સમયની ભૂમિતિ શીખી લીધી હતી.
પછીના ફક્ત 3 વર્ષમાં જ તેમણે મોટાભાગનું ભણતર પણ પૂરું કરી લીધું હતું.
કેમ્બ્રિજ અને ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો માનવું હતું કે આલ્બર્ટ આઈન્સ્ટાઇનને બાળપણમાં એક રોગ હતો જેમાં માનસિક વિકાસ યોગ્ય રીતે વિકાસ કરી શકતો નથી. આથી તે ભૂલી જતા હતા.
એક્વાર આઈન્સ્ટાઇન પોતાના ઘરનું સરનામું ભૂલી ગયા હતા,. . એકવાર યુનિવર્સિટીમાંથી પાછા ફર્યા પછી તે એક ટેક્સીમાં બેઠા પણ ઘરનું સરનામું ભૂલી ગયા. જ્યારે ટેક્સીવાળાએ પૂછ્યુ કે તમારે કયા જવુ છે ત્યારે તેમણે ઉલટું પૂછ્યું કે - શું તમે આલ્બર્ટ આઈન્સ્ટાઇનને જાણો છો? ડ્રાઈવરે કહ્યું, "હા, હું જાણું છું." જો તમે તેમને મળવા માંગતા હો, તો હું તમને તેમના ઘરે લઈ જઈ શકું છું. ડ્રાઈવર તેને ઘરે લાવ્યો, ત્યારબાદ આઈન્સ્ટાઈને તેની સાથે પરિચય કરાવ્યો.
આઈન્સ્ટાઈનનો ભૂલી જવાનો બીજો એક કિસ્સો છે.. એકવાર કોઈ સાથીએ તેમને ટેલિફોન નંબર પૂછ્યો. આના પર, તેમણે નજીકમાં રાખેલી ટેલિફોન ડિરેક્ટરીમાં પોતાનો નંબર શોધવાનું શરૂ કર્યું. આથી તેમના સાથીએ કહ્યું કે તમને તમારો ટેલિફોન નંબર પણ યાદ નથી. આઈન્સ્ટાઈને કહ્યું કે જે માહિતી પુસ્તકમાંથી મળે છે તે યાદ શા માટે રાખવીજોઈએ.
આઇન્સટાઇન ભાવનાત્મક હૃદયવાળા માનવી હતા. જ્યારે જર્મનીમાં હિંસા અને જુલમનો ઉત્તેજના ઉભી થઇ ત્યારે આઈન્સ્ટાઈને 1933માં જર્મની છોડી અમેરિકા ગયા.
ત્યારબાદ અંગત કારણોસર તેમના પરિવારને ઇટાલી સ્થળાંતર કરવું પડ્યું જ્યાં તેમણે તેમનો પ્રથમ સંશોધન નિબંધ લખ્યો. આગળ જતાં તેમણે સ્વિટ્ઝરલેન્ડનું નાગિકત્વ મેળવી ત્યાંની પોલીટેક્નિકમાં જોડાઇને સ્નાતકની ડીગ્રી મેળવી.
સ્નાતક થયાં પછી આઇન્સ્ટાઇની ઇચ્છા શિક્ષક બનવાની હતી પણ નોકરી ના મળતાં તેમણે નવી નવી શોધોની નોંધણી કરાવવા માટેની પેટન્ટ ઓફિસમાં નોકરી શરૂ કરી. નવી શોધો માટે રજીસ્ટર્ડ કરાવવા માટે આવનારની ફોર્મુલાની ખરાઇ કરવાનું તેમનું કામ હતું. માથાના દુખાવા જેવા આ કામમાં તેમનું દિમાગ ઘસાઇ-ઘસાઇને જાણે જાદુઇ ચિરાગ બની ગયું. આ પેટન્ટ ઓફિસમાં જ તેમણે 4 પેપરો લખ્યા હતાં જે આગળ જતાં એક ઇતિહાસ બની ગયાં. જેમાં તેમણે પરમાણું ઉર્જાને વિશે વિજ્ઞાનને નવી દિશા આપી.
જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ તેમણે અમેરિકામાં સંશોધન પર કામ કરવાનું શરૂ કર્યું.
તેમના સમકાલીન મહાનુભાવોમાં, તેઓ ગાંધીજી પ્રતિ વિશેષ ભક્તિભાવ ધરાવતા હતા. ગાંધીજીના અવસાન પર તેમણે કહ્યું હતું કે, 'આવનારી પેઢી માટે એ માનવું દુર્લભ હશે કે ગાંધી જેવો કોઇ લોહી-માંસનો બનેલો માણસ આ ધરતી પર જીવતો હતો. તેઓ પોતાને ગાંધી કરતા ઘણા નાના માનતાા હતા.
તેમના ભૌતિક વિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન બદલ વર્ષ 1921 માં તેમને ફિઝિક્સના નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.
જ્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈન નોબેલ પારિતોષિક મેળવવા માટે સ્ટોકહોમ ગયા હતા, ત્યારે તેમણે સમાન ચામડાની ડગલો જેકેટ પહેર્યો હતો. આ જાકીટ તેમને વર્ષો પહેલા એક મિત્રએ આપ્યો હતો. તેમની સામાન્યતામાં આટલી ઉડાઉ વાત હતી કે તમામ મહાનુભાવો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
એક વાર કોલમ્બિયાના પ્રખ્યાત લેખક ડો. ફ્રેન્ક આયેટ લોટ્ટે એકવાર આલ્બર્ટ આઈન્સ્ટાઈનના માનમાં પરિષદ યોજી હતી
જ્યારે આઈન્સ્ટાઈનને ઉપસ્થિત મહેમાનોની સામે બોલવા માટે વિનંતી કરવામાં આવી ત્યારે તે ઉભા થઈને બોલ્યો - 'સજ્જન! મને દિલગીર છે કે મારે હવે તમને કંઈ કહેવાનું નથી ', આઈન્સ્ટાઈન તેની જગ્યાએ બેઠા. મહેમાનોનો પ્રતિભાવ સારો નહોતો. આઈન્સ્ટાઈનને અસંતોષની લાગણી થઈ અને ફરીથી સ્ટેજ પર પહોંચ્યા - 'માફ કરજો, જ્યારે પણ મારે કંઇક કહેવાનું છે, ત્યારે હું તમારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ.'
છ વર્ષ પછી, ડો. ફ્રેન્ક આયેટ લોટ્ટને આઈન્સ્ટાઇનનો તાર મળ્યો - "ભાઈઓ, હવે મારે કંઇક કહેવાનું છે." ટૂંક સમયમાં પૂર્વ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે, આઈન્સ્ટાઈને પોતાની 'ક્વોન્ટમ થિયરી' સમજા કોઈ પણ મહેમાનને ન ગમી.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને જે પોલિટેકનિકમાં અભ્યાસ કર્યો હતો, ત્યાં ગણિતના એક શિક્ષક હતા - હર્મન મિનોસ્કી.
બોઝોનના શોધક ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સટાઇની સંયુક્ત રીત છે. તેમણે આપેલી થીયરીના આધારે જ અમેરિકાએ અણુ બોંબ બનાવી અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકીમાં ફેંક્યા હતા.
આઇન્સટાઇન વિશ્વભરમાં જાણીતા બની ગયા હતા. પણ દુનિયાને એક જીનીયસ તરીકેની તેમની પ્રતિભાનો પરિચય થયો સાપેક્ષવાદના સિધ્ધાંતથી.
સર આઇઝેક ન્યુટનની વર્ષોથી ચાલી આવતી થિયરીનો 26 વર્ષના છોકરા ગણાતાં આઇન્સ્ટાઇને છેદ ઉડાડી દીધો. તેમણે સાબિત કરી બતાવ્યું કે પદાર્થ વચ્ચેની ઝડપ તેની સાપેક્ષતાના આધારે જ માપી શકાય.
તેમની અનહદ લોકપ્રિયતાને લીધે ટાઇમ મેગેઝિને 1999માં તેમને પર્સન ઓફ ધી સેન્ચ્યુરી જાહેર કરેલા
એક સર્વે પ્રમાણે આઇન્સ્ટાઇનને સર્વકાલિન મહાન વિજ્ઞાની કહેવાય છે. ફળદ્રુપ દિમાગ અને ઉંચા આઇ ક્યુ ફિગર માટે આઇન્સ્ટાઇનનું નામ એટલું જાણીતું છે કે બુધ્ધિશાળી વ્યક્તિ માટે `આઇન્સટાઇન' શબ્દ વાપરવામાં આવે છે
આલ્બર્ટ આઈન્સ્ટાઈન 'માસ એનર્જી ઇક્વેશન' (E = mc²) પણ જાણીતા છે
અત્યાર સુધી, બ્રહ્માંડમાં કુલ 118 તત્વોની ઓળખ કરવામાં આવી છે. આ તત્વો પિરિઓડિક ટેબલ તરીકે ઓળખાતા વ્યવસ્થિત કોષ્ટકમાં સૂચિબદ્ધ છે. આ 118 તત્વોમાંથી એકનું નામ આલ્બર્ટ આઈન્સ્ટાઇનના નામ પર છે, જે 99 નમ્બરનું તત્વ આઈન્સ્ટિનિયમ છે
આઈન્સ્ટાઈને ૩૦૦ કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો તથા ૧૫૦ કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. ૧૯૯૯માં *ટાઈમ* સામયિકે તેમને *પર્સન ઑફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા.
હાલ તેમની યાદમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવોર્ડ આપવામાં આવે છે
અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા તેમના નામે મ્યુઝિયમ પણ શરૂ કરવામાં આવ્યું છે.
ઇઝરાયેલે રાષ્ટ્રપતિ બનવાનું આમંત્રણ આપ્યુ હતું
1952માં આઇન્સ્ટાઇનને અમેરિકામાં ઇઝરાયેલના રાજદૂત તરફથી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાનું નિમંત્રણ મળ્યું હતું.
વડાપ્રધાન વતી આ નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.
તેમને લખવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તેમને સંશોધન કાર્ય કરવા માટે સંપૂર્ણ છૂટ અપાશે.
પણ તેમણે જવાબમાં લખ્યું હતું કે, તે આ ઓફરનું સન્માન કરે છે પણ તેમની ઉંમર અને લાક્ષણિકતાને ધ્યાને લેતા આ ઓફર તેમના માટે સુસંગત નથી.
પત્રમાં તેમણે લખ્યું હતું, "મારા સમગ્ર જીવનમાં મેં વિજ્ઞાન સંબંધિત (વસ્તુલક્ષી બાબતો)માં કાર્ય કર્યું છે. આથી મારામાં રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા અને લોકો સાથે કામ કરવા તથા ઓફિસની કામગીરી કરવાની યોગ્યતાનો અભાવ છે."
આવા જીનિયસ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું 18 એપ્રિલ 1955ના રોજ અમેરિકાના ન્યુ જર્સી ખાતે કિડનીમાં લોહીની નસ ફાટી જવાથી મૃત્યુ થયું.
૧૭ એપ્રિલ, ૧૯૫૫ના રોજ કિડનીમાં રૂધિરનું વહન કરતી નસ ફાટી જવાથી આઇન્સ્ટાઇનને શરીરનાં અંદરના ભાગમાં રક્તસ્ત્રાવ (aortic aneurysm) શરૂ થઇ ગયો હતો. જો કે આ રોગની અગાઉ સારવાર પણ કરાઇ હતી પરંતુ તે ફરીથી વકર્યો હતો. ઇઝરાયલ રાષ્ટ્રની સાતમી જયંતિની ઉજવણી નિમિત્તે પોતાને ટીવી ઉપર પ્રવચન આપવાનું હોવાથી તેમણે હોસ્પિટલમાં પણ પોતાના ભાષાણનો મુસદ્દો સાથે લઇ લીધો હતો, પરંતુ તેને પૂર્ણ કરવા તે લાંબુ જીવી શક્યા નહોતા. બીજા દિવસે વહેલી સવારે પ્રિન્સ્ટન હોસ્પિટલમાં તેમનું નિધન થયું. છેલ્લા શ્વાસ સુધી તેમણે કામ ચાલુ રાખ્યું હતું. તેઓ ૭૬ વર્ષના હતા. આઈન્સ્ટાઈનના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમની રાખ અલગ અલગ જગ્યાએ પધરાવવામાં આવી હતી.
અંતિમક્રિયા પહેલા પ્રિન્સ્ટેન હોસ્પિટલના પેથોલોજિસ્ટ થોમસ સ્ટોલ્ઝ હાર્વીએ (Thomas Stoltz Harvey) એવી આશા સાથે આઈન્સ્ટાઈનનું બ્રેઈન (Einstein's brain) સાચવવા માટે કાઢી લીધું કે આઈન્સ્ટાઈન આટલા બધા બુદ્ધિશાળી કેવી રીતે હતા તે શોધવામાં ભવિષ્યના ન્યૂરોસાયન્સને મદદ મળશે.
પ્રસંગ
આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “Theory of Relativity” ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.
એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે. ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.
એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.
એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.
ડ્રાઈવરે એટલી કુશળતાથી “Theory of Relativity” સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.
એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.
માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે ‘તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.’
આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.
તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.
આજે આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે જ્યારે સ્ટીફન હોકીંગ્સની પૂણ્યતિથિ છે.
બન્ને મહાન વૈજ્ઞાનિક 76 વર્ષનું આયુષ્ય જીવ્યા હતા.
हर कोई जीनियस है। लेकिन अगर आप एक मछली को पेड़ पर चढ़ने की काबिलियत के हिसाब से आंकेंगे तो वो पूरी उम्र यही सोच कर जिएगी कि वो मूर्ख है।