મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 March, 2021

મહા શિવરાત્રી (Maha Shivratri)

 મહા વદ તેરસ



શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે

સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે.

અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. 
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. 
શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે,
આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

શિવમંત્ર:  ૐ નમ: શિવાય



શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે,
 શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.
આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી
શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે.
શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો
 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે

  • શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.

  • શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.

  • શિવાલયમાં કાચબાની ડાબીબાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણ-પતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે.

  • શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણદિશા બાજુ મુખે હનુમાનજી નું સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્યને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.

  • શિવાલયનાં બીજાભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્નેબાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યેજ ખાલી જાય છે. મનુષ્યએ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ.

  • શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામા આવે છે. શિવનાં લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હદય અને આત્માનું પ્રતીક છે.

  • શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલીની શક્તિ (દેહમાં રહેલી આંતરચેતના) દર્શાવે છે. જ્યારે શિવલિંગ ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર હોય છે. જે જાગૂતિ અને ચંચળતાને પ્રગટ કરે છે.

  • શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધ્ધા, નમ્રતા અને તપ જરૂરી ગણાય છે.
  • આમ શિવાલયની રચના મનુષ્યનાં જીવનમાં મૃત્યુ, પરિશ્રમ, ઈન્દ્રિય, બુદ્ધિ, સેવા, શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્યક્તા સમજાવવામાં આવી છે. શિવાલય મનુષ્યના દેહ મનની આવશ્યક ગુણવત્તાનું પ્રતીક બની રહે છે. ભસ્મ અને ચંદન રાગ-વૈરાગ્ય વચ્ચેની સમદૃષ્ટિ પ્રગટ કરે છે.



મહાશિવરાત્રી પાછળ ની પૌરાણિક કથા
એક પારધી શિકાર માટે જંગલ માં ગયો. આખો દિવસ વનમાં ભટક્યા છતાં પણ શિકાર ના મળ્યો। તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘરે પાછો જઈશ તો મારી પત્ની અને બાળકો શું વિચારશે ? આમ કરતા રાત પડી ગઈ. તેથી એક તળાવ ના કાઠે બીલીનું વૃક્ષ હતું તેના પર ચઢી ને બેસી ગયો. તેને લાગ્યું કે તળાવ નું પાણી પીવા કોઈ પરની તો જરૂર થી આવશે જ.
એ વૃક્ષ ની નીચે એક શિવલિંગ હતું। તેની તેને ખબર નહોતી। રાતે શિકાર ની રાહ જોતા જોતા બીલી ના પણ તોડી તોડી ને નીચે નાખતો ગયો અને એ પણ શિવલિંગ ઉપર પડતા ગયા. અજાણતા એ શિવલિંગ ની પૂજા કરતો ગયો.એટલીવાર માં હરણાં ઓ ત્યાં પાણી પીવા આવ્યા અને તેમને જોઈ શિકારી ખુશ થઇ ગયો અને બાણ ચડાવ્યું। તે જોઈ હરણાં એ તેની પાસે આવીને કહ્યું અમને અત્યારે ના મારશો અમારા બાળબચ્ચા અમારી રાહ જોઈ રહ્યા છે. અમને મારવા જ હોય તો અમારા પુરા પરિવાર ને સાથે મારો। અમે સવારે સૂર્યોદય પહેલા સમગ્ર પરિવાર સાથે અહી આવી જઈશું , પરંતુ અત્યારે અમે જવાની રાજા આપો.
કોઈ કારણસર પારધી ને હારના પર દયા આવી. કારણ કદાચ એ પણ હોય કે તેણે આખી રાત બીલીપત્ર થી શિવલિંગ નું પજાન કર્યું અને જાગરણ પણ કર્યું। તેનું હૃદય પીગળી ગયું અને તેણે હરણને કહ્યું , સારું અત્યારે તો હું તમને જવા દુ છું પરંતુ તમારે જલ્દી જ પાછા આવવું પડશે। હરણાં ત્યાંથી જતા રહ્યા અને શિકારી તેમની રાહ જોતા જોતા ફરી બીલી ના અપન નીચે શિવલિંગ પર નાખતો ગયો. સવાર થવાની તૈયારી જ હતી અને હરણાં પોતાના પુરા પરિવાર સાથે આવીને ત્યાં ઉભા રહી ગયા.
પારધી ના આનંદ નો પર ના રહ્યો।. તેમની વચનબદ્ધતા થી એ ખુબ જ પ્રસન્ન થઇ ગયો. શિવલિંગ ની અજાણપણે થયેલી પૂજા થી એનું હૃદય પીગળી ગયું અને પ્રાણીઓ ની મહાનતા ને એને મનોમન પ્રણામ કર્યા। પારધી ની બુદ્ધિ બદલાઈ ગઈ અને હરણાઓ ને એણે પાછા જવા દીધા।
આખી રાત કરેલા બીલી ના અભિષેક ના કારણે તેની બુદ્ધિ માં પરિવર્તન આવ્યું। એટલે કે, અજાણપણે કરેલી પૂજાથી જો મનુષ્યનું મન આટલું બદલાઈ જતું હોય તો સમજણ પૂર્વક વિધિસર આ વ્રત કરવાથી માનવ જીવન સાર્થક બને છે.


‘વૈરાગ્‍ય શતક'ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્‍યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્‍વ ત્‍યાગીને ફકીર બન્‍યો. સંત બન્‍યો, એક પછી એક વસ્‍તુઓનો ત્‍યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્‍યનું અભિમાન જયાં સુધી રહયું ત્‍યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા

ભાગીરથના મૃત્યુ પૂર્વે જેને જીવંત કરવા ગંગાનું પાણી જરૂરી હતું આકાશમાં દૂધ જેવા સફેદ રંગના પાણી થીવહેતી ગંગા પૃથ્વી પર સીધી પડે તો પૃથ્વી નો વિનાશ થાય એમ હોવાથી તે રોકવા ગંગાના અવતરણ માટે શિવજીને તૈયાર કરે છે ભગવાન ના માથાના વાળ માં ઊતરતી ગંગા શાંત થઈ જાય છે. અને ત્યાથી પૃથ્વી ઉપર અવતરણ કરે છે. આથી જ ભગવાન શિવ ને ગંગાધરા પણ કહે છે.

ભગવાન શંકર ઈચ્છા, મૃત્યુ અને વિશ્વના સંહારક હોવાથી તેમને અનુક્રમે કામાન્તક, યમન્તક અને ત્રિપુરન્તક તરીકે પણ ઓળખાવાય છે. 

                               ભગવાન શંકર ભોલેનાથ ને પ્રિય અંક - ત્રણ 
  • ત્રિશૂલ: એમનું શસ્ત્ર ત્રણ પંખિયાવાળું ત્રિશૂલ છે.
  • બિલિપત્ર: એમનો પુજા ત્રણ પાંદડા ના સમુહવાળું બિલિપત્ર થી થાય છે.
  • ત્રિદેવ: તેઓ બ્રમ્હા, વિષ્ણુ, અને મહેશ (પોતે) ના ત્રણ ભગવાનના સમુહનું અંગ છે. એમાં બ્રમ્હા સર્જક, વિષ્ણુ રક્ષક, અને મહાદેવ સંહારક છે.
  • ત્રિપુરા: એમના કપાળ ઉપર સ્મશાનની રાખથી ત્રણ આડી લીટી દોરાય છે.
  • ત્રણ-વસ્તુ: તેઓ સાપ, ધનુષ અને ડમરુ જેવી ત્રણ વસ્તુઓ શરીર ઉપર ધારણ કરે છે.
  • ત્રિપુરા: ત્રણ જગત – ધરતી, આકાશ,અને પાતાળ નો તેમણે સંહાર કર્યો છે.


શિવ તાંડવ સ્ત્રોત્ર- રચયિતા રાવણ
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે
ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌....

ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ



                              શિવ મહિમ્ન સ્ત્રોત્ર- રચયિતા પુષ્પદંત
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર:

મહા મૃત્‍યુંજય મંત્ર

‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।

સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।


દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

 सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥

શિવ સ્‍તુતિ

કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભૂજગેન્‍દ્રહારમ્‌.
સદાવસન્‍તં હૃદયારવિન્‍દે ભવંભવાનીસહિતં નમામિ.



શિવજીના વિવિધ સ્ત્રોત્ર PDF બુક ડાઉનલોડ કરવા



ભગવાન શંકરના નામો
  • શંકર
  • મહાદેવ
  • શંભુ
  • હર
  • આશુતોષ
  • ચંદ્રમૌલી
  • પિનાકપાણિ
  • રુદ્ર
  • ભોલાનાથ
  • નિલકંઠ

ભગવાન શંકરે કુલ ૧૨ રુદ્ર અવતાર લીધા હતા


આપ સૌને મહાશિવરાત્રીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work