મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

13 March, 2021

રમણભાઇ નીલકંઠ (Ramanbhai Neelkanth)

 



પુરુ નામ: રમણભાઈ મહીપતરામ નીલકંઠ

જન્મતારીખ: 13 માર્ચ 1868

જન્મ સ્થળ: અમદાવાદ

અવશાન: 6 માર્ચ 1928

ઉપનામ: મકરંદ


રમણભાઈ મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાના લેેેેેેખક, હાસ્ય લેેેેખક તથા વકીલ અને જજ અને સમાજ સેેેેેવક  હતા.

તે ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. 


તેમનો જન્મ 13 માર્ચ 1868નાં રોજ અમદાવાદ ખાતે રૂપકુંવરબા અને મહીપતરામ નીલકંઠને ત્યાં થયો હતો

પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે પૂર્ણ કર્યા બાદ, તેઓ પંદર વર્ષે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ, અમદાવાદ તથા એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઇમાં આગળ અભ્યાસ કર્યો હતો

૧૮૮૭ના વર્ષમાં તેમણે બી.એ. ની પદવી મુંબઇ વિશ્વવિદ્યાલય ખાતે એલ.એલ.બી. સુધીની પદવી પણ પ્રાપ્ત કરી

 શરુઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા

ત્યારબાદ શિરસ્તેદાર અને આગળ વધતા ગોધરા ખાતે જજ તરીકે સેવા બજાવી હતી.

બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો

તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી

 ૧૯૨૩માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા

૧૯૨૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા હતા

તેમની નવલકથા ભદ્રંભદ્ર 1892થી નિયમિત જ્ઞાનસુધામાં દર હપ્તે પ્રસિદ્ધ થતી હતી.

 નવલકથાઓ: ભદ્રંભદ્ર (1900), શોધમાં (અધુરી નવલકથા-1915)

 નાટક : રાઈનો પર્વત  (1914)

વિવેચનો : સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન

રમણભાઇએ પોતાના હાસ્ય લેખો હાસ્ય મંદિર સંગ્રહમાં પ્રગટ કર્યા છે.

પ્રાર્થના સમાજનું મુખપત્રા જ્ઞાનસુધાનું સંપાદન કર્યુ. 

આ ઉપરાંત તેમણે વાર્તાઓ, કાવ્યો, હાસ્ય નિબંધો, ધર્મ અને સમાજ જેવા ચિંતન ગ્રંથો ગુજરાતી ભાષાને આપ્યા છે

રમણભાઇની અધુરી નવલકથા "શોધમાં" બિપિન ઝવેરીએ પૂર્ણ કરી હતી.

તેમની ભદ્રંભદ્રં

6 માર્ચ 1928 ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.

1927માં નાઇટહુડ પુરસ્કાર મળ્યો હતો.

રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્યલેખકોને અપાય છે

ગુજરાતના સૌપ્રથમ મહિલા ગ્રેજ્યુએટ વિદ્યાગૌરી નીલકંઠ હતા, જે રમણભાઇના બીજા પત્ની હતા અને જાણીતા સાહિત્યકાર હતા.

તેમની દિકરીઓ વિનોદિની નીલકંઠ અને સરોજિની નીલકંઠ પણ જાણીતાં સામાજિક કાર્યકર તેમજ સાહિત્યકાર થયા હતા. 

બ્રિટિશ પ્રવાસ લેખક પિકો ઐયર તેમના પ્રપૌત્ર છે


ભદ્રંભદ્રં


ભદ્રંભદ્ર એ રમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની એક હાસ્ય નવલકથા છે. આ નવલકથા સૌપ્રથમ માસિક પત્ર જ્ઞાનસુધામાં ધારાવાહિક સ્વરૂપે છપાયેલી અને પછી સળંગ નવલકથા તરીકે બહાર પડેલી.

ભદ્રંભદ્ર ઇસવીસન ૧૯૦૦ની સાલમાં પ્રકાશિત થયેલી અને રમણભાઈ નીલકંઠે લખેલી વ્યંગાત્મક નવલકથા છે.

તેને ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્યાત્મક નવલકથા ગણવામાં આવે છે.[

આ નવલકથા સૌપ્રથમ રમણભાઈ નીલકંઠ દ્વારા સંપાદિત જ્ઞાનસુધા માસિકમાં એપ્રિલ ૧૮૯૨થી જૂન ૧૯૦૦ સુધીના અંકોમાં ૫૬ હપ્તામાં પ્રગટ થઈ હતી

પ્રથમપુરુષ નિરૂપણશૈલીમાં લખાયેલી આ પહેલી નવલકથા છે.

ભદ્રંભદ્રને ગુજરાતી ભાષા પ્રત્યે ખૂબ જ લગાવ હોય છે અને તે આ ગુજરાતી ભાષાને શુદ્ધ બનાવી રાખવા માટે બનતા બધા પ્રયત્નો કરે છે. નવલકથાનું કથાનક એવું છે કે, ભદ્રંભદ્ર તેમના એક અનુયાયીની સાથે મુંબઈ (તેમની ભાષામાં મોહમયી) શહેરમાં એક સભાને સંબોધવા જાય છે. રસ્તામાં અને સભામાં તેમની સાથે જે જે ઘટનાઓ બને છે તેનું વર્ણન કરે છે. તેઓના શુદ્ધ ગુજરાતીના આગ્રહને કારણે તેઓ અનેક નવા શબ્દોની રચના કરે છે.

રાઈનો પર્વત

રાઈનો પર્વત એ રમણભાઈ નીલકંઠ દ્વારા લિખીત ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે, જેમા મુખ્ય સ્ત્રી પાત્ર જાલકા છે.
મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા બાદ એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો
સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મીશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે

નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચિન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત 'ભવાઈસંગ્રહ'માં આવતાં 'લાલજી મનીયાર'ના વેશમાં આવેલા એક દુહા અને એની નીચે ટીપ્પણીમાં આપેલી વાર્તા ઉપરથી લેવામાં આવ્યું છે. એ દુહો નીચે મુજબ છે:

"સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી." 

 ચિનુ મોદીએ નાટકના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી જાલકા નામનું નાટક ૧૯૮૫માં લખ્યું હતું 

રાજા પર્વતરાયે તેના આગળના રાજા રત્નદીપદેવનો કપટથી વધ કરી રાજગાદી મેળવી છે. રત્નદીપદેવની રાણી અમૃતદેવી રાજ્ય પાછું મેળવવા પોતાના પુત્ર જગદીપ સાથે રાજધાની કનકપુરમાં આવી ત્યાં પોતે માલણ જાલકા અને પુત્ર માળી રાઈને નામે રહે છે 



11 March, 2021

દાંડીકૂચ

 12 માર્ચ થી 6 એપ્રિલ 1930



12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ  (ગાંધીજી સાથે કુલ 79 ) ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો. અને અધવચ્ચેથી 2 સાથીદારો આ યાત્રામા જોડાય છે આમ ગાંધીજી સાથે કુલ 81 લોકોએ આ કુચમાં ભાગ લીધો હતો.

અંગ્રેજો એ 10 પાઇના મીઠા પર 200 પાઈની જકાત નાખી હતી એટલા માટે ગાંધીજીએ દાંડીકૂચ કરવાનો નિર્ણય કર્યો. 



નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં  અરબી સમુદ્રના કિનારે વસેલું એક ગામ જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું પસંદ કર્યું અને એ ઐતિહાસિક સ્થળ એટલે દાંડી.

સને 1930માં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટીશરો મીઠા ઉપર લાદવામાં આવેલ કરના વિરુદ્ધ અહિંસક નાગરિક અસહકાર કૂચ કરવામાં આવી જે ‘મીઠાના સત્યાગ્રહ’ તરીકે ઓળખાય છે.

આ કૂચમાં સૌથી વયસ્ક સત્યાગ્રહી મહાત્મા ગાંધી પોતે હતા, જ્યારે સૌથી નાના સત્યાગ્રહી વિઠ્ઠલ લીલાધર ઠાકર હતા.

 આખરે 24 દિવસ અને 241 માઇલની યાત્રા બાદ 5 એપ્રિલના રોજ 80 સત્યાગ્રહીઓથી શરૂ કરેલું જૂથ મોટી સંખ્યામાં દાંડી પહોંચ્યું. 6 એપ્રિલની સવારે ગાંધીજીએ ચપટી મીઠું હાથમાં લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો. 



૫ ફેબ્રુઆરીએ સમાચારપત્રોએ ખબર છાપી કે ગાંધીજી મીઠાના કાયદાને ભંગ કરી સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરશે. આ સત્યાગ્રહ ૧૨ માર્ચે શરૂ થશે અને ૬ એપ્રિલે મીઠાના કાયદાના ભંગ સાથે દાંડી ખાતે સમાપ્ત થશે

કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોના બદલે પોતાના આશ્રમમાં પ્રશિક્ષિત સ્વયંસેવકો પર પસંદગી ઉતારી હતી

૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી ૨૪ દિવસની કૂચ દરમિયાન રાત્રિરોકાણ, સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. કૂચ પહેલાં ગાંધીજીએ પ્રત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકો મોકલ્યા જેથી તે સ્થાનિકો સાથે મળીને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી શકે.

૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો. વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દીધી.



દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીપોતાના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.

૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા.



 6 એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજી ચપટી મીઠુ ઉપાડી બોલ્યા " નમક કા કાનૂૂૂન તોડ દિયા"  મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા

મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.

આ કૂચમાં ગાંધીજી સહિત કુલ 79 સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા




ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે ‘હુ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું’ 
દાંડીકુચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્દભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદના ભંગ કરવાના સત્યાગ્રહો થયા. 

શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બૂદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’સાથે સરખાવી. 

ભારતની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર આ દિવસ આઝાદી તરફ પ્રણાયનો ખુબ જ યાગદાર દિવસ છે. આમતો ભારતના ઈતિહાસમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને દાંડીકૂચ યાત્રાવિશે ખ્યાલ તો હશે જ. આધુનિક શિક્ષણમાં પણ આજે ભારત દેશની આઝાદીમાં ફાળો આપનાર ક્રાંતિકારીને, દાંડીકૂચ જેવા બનેલા અનેક પ્રસંગો વિશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આવું જ એક પ્રકરણ કે જે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માં ભણાવવામાં આવે છે.

દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. 



દાંડી કૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ દાંડી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે આ મહત્ત્વપૂર્ણ અને યાદગાર પ્રસંગના સ્મરણાર્થે તાજેતરમાં જ દાંડીમાં National Salt Satyagraha Memorial બનાવવામાં આવેલ છે. જેનું 30 જાન્યુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.દાંડીમાં આવેલ National Salt Satyagraha Memorialમાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમાની સાથે તે 80 સત્યાગ્રહીઓના જીવન કદની મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરાંત દાંડીકૂચની વિવિધ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કરતાં 24 વર્ણનાત્મક ભીંતચિત્રો પણ ઉપસાવવામાં આવ્યા છે. સાધારણ પ્રવેશ ફી ભરી આ મેમોરીયલની મુલાકાત લઈ શકાય છે.


દાંડીયાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં નગરોમાં સભાઓ કરી લોકોને સવિનયકાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવાનો તેની સાચી સમજ આપી.

 દાંડીયાત્રાના પ્રથમ દિવસે ભાટ ગામની સભામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, ‘હું કાગડા-કુતરાના મોતે મરીશ, પરંતું સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પછો નહિ ફરું.’ 

સુરતથી દાંડી 26 કિ.મીના અંતરે આવેલું છે.

આ દાંડીયાત્રાનું અંતર અમદાવાદથી આશરે 241 માઇલ(385 કિમી) જેટલું છે.



દાંડી રુટને ગુજરાત સરકાર દ્વારા  દાંડી હેરિટેજ રુટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેનુ નામ NH-64 રાખવામાં આવ્યું છે

2005માં દાંડીયાત્રાના 75 વર્ષની ઉજવણી એ સરકાર દ્વારા 5 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો.



દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીને સરોજીની નાયડૂ મળવા આવે છે.



દાંડીયાત્રાને કેમેરામાં કેદ કરનાર વ્યક્તિ મેજર બળવંતરાઇ ભટ્ટ હતા.

કસ્તુરબા ચંડોળા તળાવથી(અમદાવાદ) પાછા સાબતમતી આશ્રમ ફર્યા હતા.

સમગ્ર દાંડીયાત્રાનું રીપોર્ટીંગ વેબમીલર નામના અમેરિકન પત્રકાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

ખેર સાહેબ પોતાના ભજન " વૈષ્ણ વજન તો તેને કહીએ ..." થી દાંડીકૂચની શરુઆત કરી હતી.

દાંડીયાત્રાનું ચિત્રાંકન આલ્બમ કનુભાઇ દેસાઇ દ્વારા કરવામા આવ્યુ હતુ.

જૂની 500 રુપિયાની નોટ પર પાછળના ભાગે દાંડીકૂચની ચિત્ર મુકેલ છે.



દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ઉંમર 61 વર્ષ હતી.

વિશ્વના 10 મોટા સ્વાતંત્ર્ય સંગ્રામોમાં દાંડીકૂચને સ્થાન મળેલ છે.

મીઠાના સત્યાગ્રહનું સ્મારક ધરાસણામાં આવેલ છે.

મહાત્મા મંદીર અને દાંડીકૂટીર ગાંધીનગરમાં આવેલ છે.



દાંડી સ્મારક દાંડી ખાતે નવસારીમાં આવેલ છે.

સુભાષચંદ્ર બોઝે દાંડીકૂચને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવી હતી.

મહાદેવભાઇ દેસાઇ એ   દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી.

૨૦૦૫માં દાંડી કૂચના ૭૫ વર્ષની ઉજવણી રૂપે ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ  બહાર પાડવામાં આવેલ 



મહા શિવરાત્રી (Maha Shivratri)

 મહા વદ તેરસ



શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે

સૃષ્ટિના સંહારક શિવજી ને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે.

અન્ય દેવોની જેમ શિવને મૂર્તિ રૂપે નહી પૂજતા તેમનું પૂજન લિંગ સ્વરૂપે કરવામાં આવે છે. 
શિવ પરિવારમાં ભગવાન શંકર, માતા પાર્વતી અને તેમના પુત્રો ગણેશ અને કાર્તિકેયનો સમાવેશ થાય છે. 
શિવજીની એક પુત્રી ઓખાનો પણ પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે,
આ ઉપરાંત શિવ મંદિરોમાં હનુમાન, કાચબો અને પોઠીયો પણ શિવ પરિવારની સાથે જોવા મળે છે.

શિવમંત્ર:  ૐ નમ: શિવાય



શિવરાત્રિ એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે,
 શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્‍ન કરે છે.
આ દિવસે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી
શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે.
શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો
 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ  શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.
બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે

  • શિવાલયમાં પ્રથમ ભાગ એવા મંદિરમાં પ્રવેશતા પોઠીયાનું સ્થાપન થાય છે. જે પરિશ્રમ અને ભારવહનનાં પ્રતીક તરીકે ઓળખાય છે. તેના સ્થાપન દ્વારા એવુ સમજાવાય છે કે જીવનમાં પોતાના ફાળે આવેલ કોઈ પણ કામ લાલચ કે લાલસા વગર કરવુ જોઈએ.

  • શિવાલયમાં પોઠીયા પછી કાચબાનું સ્થાપન કરવામાં આવે છે. કાચબો પોતાની બધી જ બહારની ઈન્દ્રિયોને સંકોરી, પોતાની જાતમાં સમાવી શકે છે. મનુષ્ય માટે પણ બહારની ઈન્દ્રિયો ( આંખ, કાન, જીભ, હાથ અને પગ ) ઉપર કાબુ અને સંયમ આવશ્યક છે. પોતાની જાત સંકોરી ચાલવાની વાત સમાજમાં પ્રચલિત છે. જે કાચબાનાં સ્થાપન દ્વારા પ્રમાણિત થાય છે.

  • શિવાલયમાં કાચબાની ડાબીબાજુએ ઉતરદિશા બાજુ મુખે ગણેશનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશ વિધ્નોનાં હરનાર કહેવાય છે. ગણ-પતિમાં બીજાની નાનામાં નાની વાત સાંભળીને પેટમાં રાખવાની ટેવ, પરિસ્થિતિનો ક્યાસ કાઢતા અને ઝીણી નજરે નીરખવાની ટેવ છે, જે દરેક મનુષ્યમાં હોવી જોઈએ. એ રીતે ગણેશનાં કાન મોટા, આંખ નાની, પેટ મોટું રખાયા છે. તે ઉપરાંત ગણેશ પ્રજ્ઞા-બુધ્ધિના દેવ ગણાય છે. મનુષ્ય માટે બુધ્ધિ જીવન જીવવાની આવડતમાં આવશ્યક વસ્તુ છે.

  • શિવાલયમાં ગણેશની બરોબર સામેની બાજુ એટલેકે દક્ષિણદિશા બાજુ મુખે હનુમાનજી નું સ્થાપન કરવામાં આવે છે. હનુમાન બ્રહ્મચર્ય-શકિત અને સેવાનાં ઉદાહરણ રૂપે છે. જે મનુષ્યને જીવન જીવવામાં એક આદર્શરૂપ નિવડે છે.

  • શિવાલયનાં બીજાભાગમાં ગર્ભદ્વારનાં ઉંબરે વાઘનાં શિલ્પોનું સ્થાપન કરવામાં આવે છે. ગર્ભદ્વારનાં ઉંબરાની બન્નેબાજુ વાઘના શિલ્પો કંડારેલા હોય છે. વાઘ ચોકસાઈ અને ધારણાવાળું પ્રાણી છે જેનું નિશાન ઘણું ચોક્કસ હોય છે જે ભાગ્યેજ ખાલી જાય છે. મનુષ્યએ પણ પોતાના જીવનનાં ચોક્કસ ધ્યેયો ચોકસાઈથી પાર પાડવા જોઈએ.

  • શિવાલયનાં ગર્ભાગારની બરોબર વચ્ચે ભગવાન શિવનું લિંગની સ્થાપના કરવામા આવે છે. શિવનાં લિંગના સ્થાપનની એક ખાસ વિશેષતા છેકે ભગવાન શિવ અજન્મા છે તેથી તેના સ્થાપન સમયે તે લિંગનો પ્રવેશ દરવાજેથી થતો નથી પરંતુ તે મંદિરનાં ગર્ભાગારની ટોચેથી કરવામાં આવે છે. શિવલિંગ હદય અને આત્માનું પ્રતીક છે.

  • શિવાલયમાં શિવલિંગની ફરતે થાળુ અને ઉપર જળાધારી તથા સર્પનું સ્થાપન કરવામાં આવે છે. તેમાં થાળુ શિવલિંગની ફરતે ગોળાકાર લિંગનાં માપ જેટલુ વધારે હોય છે. શિવલિંગ ઉપર જે પાત્ર લટકાવવામાં આવે છે તેને જળાધારી કહે છે. જેમાં પાણી ભરીને લિંગ ઉપર સતત અભિષેક થાય છે. આ ઉપરાંત ભકતો દ્વારા કરવામાં આવતા પાણી અને દુધનાં અભિષેકનાં પ્રવાહીને વહેવા માટેની જગ્યા કરવામા આવે છે. જેને ઉતર દિશામાં ગર્ભાગારની બહાર કાઢવામાં આવે છે. જ્યાં નાની કુંડી કરીને તેમાં સમાવી દેવામાં આવે છે. આમ થાળુ અને જળાધારી કુંડલીની શક્તિ (દેહમાં રહેલી આંતરચેતના) દર્શાવે છે. જ્યારે શિવલિંગ ઉપર સર્પ એટલેકે નાગનું છત્ર હોય છે. જે જાગૂતિ અને ચંચળતાને પ્રગટ કરે છે.

  • શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જે ભક્તિ અને નમ્રતાનાં પ્રતીક રૂપે છે. પાર્વતી શ્રધ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મનના આંતરિક ગુણોમાં ભક્તિ, શ્રધ્ધા, નમ્રતા અને તપ જરૂરી ગણાય છે.
  • આમ શિવાલયની રચના મનુષ્યનાં જીવનમાં મૃત્યુ, પરિશ્રમ, ઈન્દ્રિય, બુદ્ધિ, સેવા, શક્તિ, જાગૃતિ, શ્રધ્ધા, ભક્તિ, તપ અને મુક્તિની આવશ્યક્તા સમજાવવામાં આવી છે. શિવાલય મનુષ્યના દેહ મનની આવશ્યક ગુણવત્તાનું પ્રતીક બની રહે છે. ભસ્મ અને ચંદન રાગ-વૈરાગ્ય વચ્ચેની સમદૃષ્ટિ પ્રગટ કરે છે.



મહાશિવરાત્રી પાછળ ની પૌરાણિક કથા
એક પારધી શિકાર માટે જંગલ માં ગયો. આખો દિવસ વનમાં ભટક્યા છતાં પણ શિકાર ના મળ્યો। તેણે વિચાર્યું કે ખાલી હાથે ઘરે પાછો જઈશ તો મારી પત્ની અને બાળકો શું વિચારશે ? આમ કરતા રાત પડી ગઈ. તેથી એક તળાવ ના કાઠે બીલીનું વૃક્ષ હતું તેના પર ચઢી ને બેસી ગયો. તેને લાગ્યું કે તળાવ નું પાણી પીવા કોઈ પરની તો જરૂર થી આવશે જ.
એ વૃક્ષ ની નીચે એક શિવલિંગ હતું। તેની તેને ખબર નહોતી। રાતે શિકાર ની રાહ જોતા જોતા બીલી ના પણ તોડી તોડી ને નીચે નાખતો ગયો અને એ પણ શિવલિંગ ઉપર પડતા ગયા. અજાણતા એ શિવલિંગ ની પૂજા કરતો ગયો.એટલીવાર માં હરણાં ઓ ત્યાં પાણી પીવા આવ્યા અને તેમને જોઈ શિકારી ખુશ થઇ ગયો અને બાણ ચડાવ્યું। તે જોઈ હરણાં એ તેની પાસે આવીને કહ્યું અમને અત્યારે ના મારશો અમારા બાળબચ્ચા અમારી રાહ જોઈ રહ્યા છે. અમને મારવા જ હોય તો અમારા પુરા પરિવાર ને સાથે મારો। અમે સવારે સૂર્યોદય પહેલા સમગ્ર પરિવાર સાથે અહી આવી જઈશું , પરંતુ અત્યારે અમે જવાની રાજા આપો.
કોઈ કારણસર પારધી ને હારના પર દયા આવી. કારણ કદાચ એ પણ હોય કે તેણે આખી રાત બીલીપત્ર થી શિવલિંગ નું પજાન કર્યું અને જાગરણ પણ કર્યું। તેનું હૃદય પીગળી ગયું અને તેણે હરણને કહ્યું , સારું અત્યારે તો હું તમને જવા દુ છું પરંતુ તમારે જલ્દી જ પાછા આવવું પડશે। હરણાં ત્યાંથી જતા રહ્યા અને શિકારી તેમની રાહ જોતા જોતા ફરી બીલી ના અપન નીચે શિવલિંગ પર નાખતો ગયો. સવાર થવાની તૈયારી જ હતી અને હરણાં પોતાના પુરા પરિવાર સાથે આવીને ત્યાં ઉભા રહી ગયા.
પારધી ના આનંદ નો પર ના રહ્યો।. તેમની વચનબદ્ધતા થી એ ખુબ જ પ્રસન્ન થઇ ગયો. શિવલિંગ ની અજાણપણે થયેલી પૂજા થી એનું હૃદય પીગળી ગયું અને પ્રાણીઓ ની મહાનતા ને એને મનોમન પ્રણામ કર્યા। પારધી ની બુદ્ધિ બદલાઈ ગઈ અને હરણાઓ ને એણે પાછા જવા દીધા।
આખી રાત કરેલા બીલી ના અભિષેક ના કારણે તેની બુદ્ધિ માં પરિવર્તન આવ્યું। એટલે કે, અજાણપણે કરેલી પૂજાથી જો મનુષ્યનું મન આટલું બદલાઈ જતું હોય તો સમજણ પૂર્વક વિધિસર આ વ્રત કરવાથી માનવ જીવન સાર્થક બને છે.


‘વૈરાગ્‍ય શતક'ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્‍યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્‍વ ત્‍યાગીને ફકીર બન્‍યો. સંત બન્‍યો, એક પછી એક વસ્‍તુઓનો ત્‍યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્‍યનું અભિમાન જયાં સુધી રહયું ત્‍યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા

ભાગીરથના મૃત્યુ પૂર્વે જેને જીવંત કરવા ગંગાનું પાણી જરૂરી હતું આકાશમાં દૂધ જેવા સફેદ રંગના પાણી થીવહેતી ગંગા પૃથ્વી પર સીધી પડે તો પૃથ્વી નો વિનાશ થાય એમ હોવાથી તે રોકવા ગંગાના અવતરણ માટે શિવજીને તૈયાર કરે છે ભગવાન ના માથાના વાળ માં ઊતરતી ગંગા શાંત થઈ જાય છે. અને ત્યાથી પૃથ્વી ઉપર અવતરણ કરે છે. આથી જ ભગવાન શિવ ને ગંગાધરા પણ કહે છે.

ભગવાન શંકર ઈચ્છા, મૃત્યુ અને વિશ્વના સંહારક હોવાથી તેમને અનુક્રમે કામાન્તક, યમન્તક અને ત્રિપુરન્તક તરીકે પણ ઓળખાવાય છે. 

                               ભગવાન શંકર ભોલેનાથ ને પ્રિય અંક - ત્રણ 
  • ત્રિશૂલ: એમનું શસ્ત્ર ત્રણ પંખિયાવાળું ત્રિશૂલ છે.
  • બિલિપત્ર: એમનો પુજા ત્રણ પાંદડા ના સમુહવાળું બિલિપત્ર થી થાય છે.
  • ત્રિદેવ: તેઓ બ્રમ્હા, વિષ્ણુ, અને મહેશ (પોતે) ના ત્રણ ભગવાનના સમુહનું અંગ છે. એમાં બ્રમ્હા સર્જક, વિષ્ણુ રક્ષક, અને મહાદેવ સંહારક છે.
  • ત્રિપુરા: એમના કપાળ ઉપર સ્મશાનની રાખથી ત્રણ આડી લીટી દોરાય છે.
  • ત્રણ-વસ્તુ: તેઓ સાપ, ધનુષ અને ડમરુ જેવી ત્રણ વસ્તુઓ શરીર ઉપર ધારણ કરે છે.
  • ત્રિપુરા: ત્રણ જગત – ધરતી, આકાશ,અને પાતાળ નો તેમણે સંહાર કર્યો છે.


શિવ તાંડવ સ્ત્રોત્ર- રચયિતા રાવણ
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્‍થલે
ગલેવલમ્‍બ્‍યલમ્‍બિતાંભુજંગતુંગમાલિકામ્‌....

ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકારચંડતાંડવંતનોતુ નઃ શિવઃ શિવમ



                              શિવ મહિમ્ન સ્ત્રોત્ર- રચયિતા પુષ્પદંત
મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો
સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: |
અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્
મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર:

મહા મૃત્‍યુંજય મંત્ર

‘‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।

સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।


દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમ્

 सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।
        उज्जयिन्यां महाकालमोङ्कारममलेश्वरम् ॥ १॥

શિવ સ્‍તુતિ

કર્પૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભૂજગેન્‍દ્રહારમ્‌.
સદાવસન્‍તં હૃદયારવિન્‍દે ભવંભવાનીસહિતં નમામિ.



શિવજીના વિવિધ સ્ત્રોત્ર PDF બુક ડાઉનલોડ કરવા



ભગવાન શંકરના નામો
  • શંકર
  • મહાદેવ
  • શંભુ
  • હર
  • આશુતોષ
  • ચંદ્રમૌલી
  • પિનાકપાણિ
  • રુદ્ર
  • ભોલાનાથ
  • નિલકંઠ

ભગવાન શંકરે કુલ ૧૨ રુદ્ર અવતાર લીધા હતા


આપ સૌને મહાશિવરાત્રીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


09 March, 2021

આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)

 દુનિયાના પ્રખ્યાત ભૌતિક વૈજ્ઞાનિક

અણુ બોમ્બના સર્જક, સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર



જન્મતારીખ: 14 માર્ચ 1879

જન્મસ્થળ; ઉલ્મ, વુટ્ટમબર્ગ, જર્મની (યુ.કે)

પિતાનું નામ: હર્મન આઈન્સ્ટાઈન

માતાનું નામ: પોલીન કોચ 

અવસાન: 18 એપ્રિલ 1955


E=MC2 આવું જો સાયન્સના વિદ્યાર્થીને પૂછવામાં આવે તો એ તરત કહેશે દ્રાવ્ય ઉર્જાનું સમીકરણ છે અને તેના શોધક છે જર્મનીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇન. સંખ્યાબંધ વૈજ્ઞાનિક શોધો કરનાર આઇન્સટાઇન તેમના સાપેક્ષવાદના સિધ્ધાંતને લીધે દુનિયાભરમાં જાણીતા છે. અણુબોમ્બથી માંડી સાપેક્ષવાદ અને શાંતિથી લઇને માનવતાવાદ સુધીમાં તેમની ભુમિકાથી કોઇ અજાણ્યું નહીં હોય.

100 વર્ષ પછી આવનારી પેઢી માટે એ માનવું દુર્લભ હશે  કે ગાંધી જેવો કોઇ લોહી-માંસનો બનેલો માણસ આ ધરતી પર જીવતો હતો...' રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવું માર્મિક વિધાન કહેનાર મહાન ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો આજે જન્મદિવસ છે ત્યારે આવો જાણીએ નોબેલ પ્રાઇઝ વિજેતા આ મહાન અને જીનિયસ વિજ્ઞાનીક વિશેની કેટલીક રસપ્રદ વાતો.

14 માર્ચ 1879 ના રોજ એ વખતના જર્મન સામ્રાજ્યના ઉલ્મ ગામના એક યહુદી પરિવારમાં આઇન્સટાઇનનો જન્મ થયો હતો. તેમના જન્મ પછી લગભગ 4 વર્ષ સુધી ત એક પણ શબ્દ બોલ્યા ન હતા. ઘરના લોકોએ તે સમયમાં આઇન્સ્ટાઇનની ઘણી તપાસ કરાવી હતી. બધાએ  કહ્યું કે બાળક સંપૂર્ણ રીતે ઠીક છે, પરંતુ બાળક બોલતુ નથી તેનું કારણ કોઈ સમજાવી શક્યું નહીં. એક દિવસ કુટુંબના બધા સાથે રાત્રિ ભોજનનાં ટેબલ પર ગરમ સૂપ પીતી વખતે એક રાત્રે આઈન્સ્ટાઇનનું મોં ગરમ સૂપના કારણે ​​બળી ગયું. આથી તે બોલી ઉઠ્યા- સૂપ કેટલો ગરમ છે.

આલ્બર્ટ આઈન્સ્ટાઇનના ઉછેરની  જવાબદારી તેમના કાકાએ લીધી હતી.. કાકાએ જિજ્ઞાસુ  ભત્રીજામાં છુપાયેલી પ્રતિભા શોધી કાઢી હતી અને બાળપણથી જ, તેમની પ્રતિભાને  વિજ્ઞાન તરફ વાળી હતી. કાકા આઈન્સ્ટાઇનના રમક્ડામાં વૈજ્ઞાનિક યંત્રો આપતા હતા. જેનાથી તેમના વિજ્ઞાનની રુચી પેદા થાય

.માત્ર 5 વર્ષની ઉંમરે તેમણે વાયોલિન વગાડવાનું શરૂ કર્યું હતું. 

10 વર્ષના આઇન્સટાઇને ગણિત અને ભૌતિકશાસ્ત્રનું નોલેજ મેળવી લીધું હતું. અને 12 વર્ષ સુધીમાં તેમણે અઘરી ગણાતી યુક્લિડના સમયની ભૂમિતિ શીખી લીધી હતી. 

પછીના ફક્ત 3 વર્ષમાં જ તેમણે મોટાભાગનું ભણતર પણ પૂરું કરી લીધું હતું.

કેમ્બ્રિજ અને ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો માનવું હતું કે આલ્બર્ટ આઈન્સ્ટાઇનને  બાળપણમાં એક રોગ હતો જેમાં માનસિક વિકાસ યોગ્ય રીતે વિકાસ કરી શકતો નથી. આથી તે ભૂલી જતા હતા.

 એક્વાર આઈન્સ્ટાઇન પોતાના ઘરનું સરનામું ભૂલી ગયા હતા,. . એકવાર યુનિવર્સિટીમાંથી પાછા ફર્યા પછી તે એક ટેક્સીમાં બેઠા પણ ઘરનું સરનામું ભૂલી ગયા. જ્યારે ટેક્સીવાળાએ પૂછ્યુ કે તમારે કયા જવુ છે ત્યારે  તેમણે ઉલટું પૂછ્યું  કે - શું તમે આલ્બર્ટ આઈન્સ્ટાઇનને જાણો છો? ડ્રાઈવરે કહ્યું, "હા, હું જાણું છું." જો તમે તેમને મળવા માંગતા હો, તો હું તમને તેમના ઘરે લઈ જઈ શકું છું. ડ્રાઈવર તેને ઘરે લાવ્યો, ત્યારબાદ આઈન્સ્ટાઈને તેની સાથે પરિચય કરાવ્યો.

આઈન્સ્ટાઈનનો ભૂલી જવાનો બીજો એક કિસ્સો છે.. એકવાર કોઈ સાથીએ તેમને  ટેલિફોન નંબર પૂછ્યો. આના પર, તેમણે નજીકમાં રાખેલી ટેલિફોન ડિરેક્ટરીમાં પોતાનો નંબર શોધવાનું શરૂ કર્યું. આથી તેમના સાથીએ કહ્યું કે તમને તમારો ટેલિફોન નંબર પણ યાદ નથી. આઈન્સ્ટાઈને કહ્યું કે જે માહિતી પુસ્તકમાંથી  મળે છે તે  યાદ શા માટે રાખવીજોઈએ.

આઇન્સટાઇન ભાવનાત્મક હૃદયવાળા માનવી હતા. જ્યારે જર્મનીમાં હિંસા અને જુલમનો ઉત્તેજના ઉભી થઇ ત્યારે આઈન્સ્ટાઈને 1933માં જર્મની છોડી અમેરિકા ગયા.

 ત્યારબાદ અંગત કારણોસર તેમના પરિવારને ઇટાલી સ્થળાંતર કરવું પડ્યું જ્યાં તેમણે તેમનો પ્રથમ સંશોધન નિબંધ લખ્યો. આગળ જતાં તેમણે સ્વિટ્ઝરલેન્ડનું નાગિકત્વ મેળવી ત્યાંની પોલીટેક્નિકમાં જોડાઇને સ્નાતકની ડીગ્રી મેળવી.

સ્નાતક થયાં પછી આઇન્સ્ટાઇની ઇચ્છા શિક્ષક બનવાની હતી પણ નોકરી ના મળતાં તેમણે નવી નવી શોધોની નોંધણી કરાવવા માટેની પેટન્ટ ઓફિસમાં નોકરી શરૂ કરી. નવી શોધો માટે રજીસ્ટર્ડ કરાવવા માટે આવનારની ફોર્મુલાની ખરાઇ કરવાનું તેમનું કામ હતું. માથાના દુખાવા જેવા આ કામમાં તેમનું દિમાગ ઘસાઇ-ઘસાઇને જાણે જાદુઇ ચિરાગ બની ગયું. આ પેટન્ટ ઓફિસમાં જ તેમણે 4 પેપરો લખ્યા હતાં જે આગળ જતાં એક ઇતિહાસ બની ગયાં. જેમાં તેમણે પરમાણું ઉર્જાને વિશે વિજ્ઞાનને નવી દિશા આપી.

જર્મની અને સ્વિટ્ઝરલેન્ડની વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રોફેસર તરીકે સેવા આપ્યા બાદ તેમણે અમેરિકામાં સંશોધન પર કામ કરવાનું શરૂ કર્યું. 

તેમના સમકાલીન મહાનુભાવોમાં, તેઓ ગાંધીજી પ્રતિ વિશેષ ભક્તિભાવ ધરાવતા હતા. ગાંધીજીના અવસાન પર તેમણે કહ્યું હતું કે, 'આવનારી પેઢી માટે એ માનવું દુર્લભ હશે  કે ગાંધી જેવો કોઇ લોહી-માંસનો બનેલો માણસ આ ધરતી પર જીવતો હતો. તેઓ પોતાને ગાંધી કરતા ઘણા નાના માનતાા હતા.

 તેમના ભૌતિક વિજ્ઞાનમાં અમૂલ્ય પ્રદાન બદલ વર્ષ 1921 માં તેમને ફિઝિક્સના નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવ્યા.

જ્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈન નોબેલ પારિતોષિક મેળવવા માટે સ્ટોકહોમ ગયા હતા, ત્યારે તેમણે સમાન ચામડાની ડગલો જેકેટ પહેર્યો હતો. આ જાકીટ તેમને વર્ષો પહેલા એક મિત્રએ આપ્યો હતો. તેમની સામાન્યતામાં આટલી ઉડાઉ વાત હતી કે તમામ મહાનુભાવો દ્વારા તેમનું  સન્માન કરવામાં આવ્યું.

એક વાર કોલમ્બિયાના પ્રખ્યાત લેખક ડો. ફ્રેન્ક આયેટ લોટ્ટે એકવાર આલ્બર્ટ આઈન્સ્ટાઈનના માનમાં  પરિષદ યોજી હતી

જ્યારે આઈન્સ્ટાઈનને ઉપસ્થિત મહેમાનોની સામે બોલવા માટે વિનંતી કરવામાં આવી ત્યારે તે ઉભા થઈને બોલ્યો - 'સજ્જન! મને દિલગીર છે કે મારે હવે તમને કંઈ કહેવાનું નથી ', આઈન્સ્ટાઈન તેની જગ્યાએ બેઠા. મહેમાનોનો પ્રતિભાવ સારો નહોતો. આઈન્સ્ટાઈનને અસંતોષની લાગણી થઈ અને ફરીથી સ્ટેજ પર પહોંચ્યા - 'માફ કરજો, જ્યારે પણ મારે કંઇક કહેવાનું છે, ત્યારે હું તમારી જાતને તમારી સમક્ષ રજૂ કરીશ.'

છ વર્ષ પછી, ડો. ફ્રેન્ક આયેટ લોટ્ટને આઈન્સ્ટાઇનનો તાર મળ્યો - "ભાઈઓ, હવે મારે કંઇક કહેવાનું છે." ટૂંક સમયમાં પૂર્વ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે, આઈન્સ્ટાઈને પોતાની 'ક્વોન્ટમ થિયરી' સમજા કોઈ પણ મહેમાનને ન ગમી.

આલ્બર્ટ આઈન્સ્ટાઈને જે પોલિટેકનિકમાં અભ્યાસ કર્યો હતો, ત્યાં ગણિતના એક શિક્ષક હતા - હર્મન મિનોસ્કી.

  બોઝોનના શોધક  ભારતીય વિજ્ઞાની સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સટાઇની સંયુક્ત રીત છે. તેમણે આપેલી થીયરીના આધારે જ અમેરિકાએ અણુ બોંબ બનાવી અને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકીમાં ફેંક્યા હતા.

આઇન્સટાઇન વિશ્વભરમાં જાણીતા બની ગયા હતા. પણ દુનિયાને એક જીનીયસ તરીકેની તેમની પ્રતિભાનો પરિચય થયો સાપેક્ષવાદના સિધ્ધાંતથી.

સર આઇઝેક ન્યુટનની વર્ષોથી ચાલી આવતી થિયરીનો 26 વર્ષના છોકરા ગણાતાં આઇન્સ્ટાઇને છેદ ઉડાડી દીધો. તેમણે સાબિત કરી બતાવ્યું કે પદાર્થ વચ્ચેની ઝડપ તેની સાપેક્ષતાના આધારે જ માપી શકાય.

તેમની અનહદ લોકપ્રિયતાને લીધે ટાઇમ મેગેઝિને 1999માં તેમને પર્સન ઓફ ધી સેન્ચ્યુરી જાહેર કરેલા

એક સર્વે પ્રમાણે આઇન્સ્ટાઇનને સર્વકાલિન મહાન વિજ્ઞાની કહેવાય છે. ફળદ્રુપ દિમાગ અને ઉંચા આઇ ક્યુ ફિગર માટે આઇન્સ્ટાઇનનું નામ એટલું જાણીતું છે કે બુધ્ધિશાળી વ્યક્તિ માટે `આઇન્સટાઇન' શબ્દ વાપરવામાં આવે છે

આલ્બર્ટ આઈન્સ્ટાઈન 'માસ એનર્જી ઇક્વેશન' (E = mc²)  પણ જાણીતા છે

અત્યાર સુધી, બ્રહ્માંડમાં કુલ 118 તત્વોની ઓળખ કરવામાં આવી છે. આ તત્વો પિરિઓડિક ટેબલ તરીકે ઓળખાતા વ્યવસ્થિત કોષ્ટકમાં સૂચિબદ્ધ છે. આ 118 તત્વોમાંથી એકનું નામ  આલ્બર્ટ આઈન્સ્ટાઇનના નામ પર છે, જે 99 નમ્બરનું  તત્વ આઈન્સ્ટિનિયમ  છે

આઈન્સ્ટાઈને ૩૦૦ કરતાં વધુ વૈજ્ઞાનિક લેખો તથા ૧૫૦ કરતાં વધુ વિજ્ઞાન સિવાયના લેખો પ્રકાશિત કર્યા હતા. ૧૯૯૯માં *ટાઈમ* સામયિકે તેમને *પર્સન ઑફ ધ સેન્ચ્યુરી જાહેર કર્યા હતા.

 હાલ તેમની યાદમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવોર્ડ આપવામાં આવે છે

અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા તેમના નામે મ્યુઝિયમ પણ શરૂ કરવામાં આવ્યું છે. 

ઇઝરાયેલે રાષ્ટ્રપતિ બનવાનું આમંત્રણ આપ્યુ હતું

1952માં આઇન્સ્ટાઇનને અમેરિકામાં ઇઝરાયેલના રાજદૂત તરફથી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બનવાનું નિમંત્રણ મળ્યું હતું.

વડાપ્રધાન વતી આ નિમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

તેમને લખવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે તેમને સંશોધન કાર્ય કરવા માટે સંપૂર્ણ છૂટ અપાશે.

પણ તેમણે જવાબમાં લખ્યું હતું કે, તે આ ઓફરનું સન્માન કરે છે પણ તેમની ઉંમર અને લાક્ષણિકતાને ધ્યાને લેતા આ ઓફર તેમના માટે સુસંગત નથી.

પત્રમાં તેમણે લખ્યું હતું, "મારા સમગ્ર જીવનમાં મેં વિજ્ઞાન સંબંધિત (વસ્તુલક્ષી બાબતો)માં કાર્ય કર્યું છે. આથી મારામાં રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા અને લોકો સાથે કામ કરવા તથા ઓફિસની કામગીરી કરવાની યોગ્યતાનો અભાવ છે."


 આવા જીનિયસ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું 18 એપ્રિલ 1955ના રોજ અમેરિકાના ન્યુ જર્સી ખાતે કિડનીમાં લોહીની નસ ફાટી જવાથી મૃત્યુ થયું.

 ૧૭ એપ્રિલ, ૧૯૫૫ના રોજ કિડનીમાં રૂધિરનું વહન કરતી નસ ફાટી જવાથી આઇન્સ્ટાઇનને શરીરનાં અંદરના ભાગમાં રક્તસ્ત્રાવ (aortic aneurysm) શરૂ થઇ ગયો હતો. જો કે આ રોગની અગાઉ સારવાર પણ કરાઇ હતી પરંતુ તે ફરીથી વકર્યો હતો. ઇઝરાયલ રાષ્ટ્રની સાતમી જયંતિની ઉજવણી નિમિત્તે પોતાને ટીવી ઉપર પ્રવચન આપવાનું હોવાથી તેમણે હોસ્પિટલમાં પણ પોતાના ભાષાણનો મુસદ્દો સાથે લઇ લીધો હતો, પરંતુ તેને પૂર્ણ કરવા તે લાંબુ જીવી શક્યા નહોતા. બીજા દિવસે વહેલી સવારે પ્રિન્સ્ટન હોસ્પિટલમાં તેમનું નિધન થયું. છેલ્લા શ્વાસ સુધી તેમણે કામ ચાલુ રાખ્યું હતું. તેઓ ૭૬ વર્ષના હતા. આઈન્સ્ટાઈનના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને તેમની રાખ અલગ અલગ જગ્યાએ પધરાવવામાં આવી હતી.



અંતિમક્રિયા પહેલા પ્રિન્સ્ટેન હોસ્પિટલના પેથોલોજિસ્ટ થોમસ સ્ટોલ્ઝ હાર્વીએ (Thomas Stoltz Harvey) એવી આશા સાથે આઈન્સ્ટાઈનનું બ્રેઈન (Einstein's brain) સાચવવા માટે કાઢી લીધું કે આઈન્સ્ટાઈન આટલા બધા બુદ્ધિશાળી કેવી રીતે હતા તે શોધવામાં ભવિષ્યના ન્યૂરોસાયન્સને મદદ મળશે.


પ્રસંગ


આલ્બર્ટ આઇન્સ્ટાઇનની “Theory of Relativity” ખુબજ પ્રસિદ્ધ થઇ એટલે તેના વિશે લેકચર આપવા માટે આમંત્રણ મળવા લાગ્યા.
આલ્બર્ટ આઇન્સ્ટાઇન હંમેશા ગાડી લઈને જતા અને ડ્રાઈવર સાથે રાખતા. લેકચર દરમિયાન ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇને સાંભળતો.

એક દિવસ ડ્રાઈવરે આઇન્સ્ટાઇને કહ્યું કે તમારી થિયરી એટલી સરળ છે કે હું પણ એના વિશે પ્રવચન કરી શકું. મેં એટલી બધી વાર સાંભળી છે કે તમારા પ્રવચનનાં દરેક શબ્દો મને યાદ રહી ગયા છે. ત્યારે ગુસ્સે થવાને બદલે આઇન્સ્ટાઇન ખુશ થયા કે એમની થિયરી એટલી સરળ છે કે વિજ્ઞાનનું જરા પણ જ્ઞાન ન હોય એવા લોકો પણ એ સમજી શકે છે.

એ દિવસોમાં મીડિયા એટલું લોકપ્રિય હતું નહિ. એટલે બધા લોકો આઇન્સ્ટાઇને ઓળખતા હતા પણ મોટાભાગના લોકો એમના ચહેરાથી અજાણ હતા.

એક દિવસ પ્રવચનમાં જતી વખતે આઇન્સ્ટાઇને એના ડ્રાઈવરને કહ્યું કે આજે મારી જગ્યાએ તારે પ્રવચન આપવાનું છે. ડ્રાઈવરે વૈજ્ઞાનિક જેવા કપડાં પહેરી લીધા અને આઇન્સ્ટાઇન ડ્રાઇવરના કપડાં પહેરીને બંને હોલમાં ગયા.
છેલ્લી હરોળમાં બેસીને આઇન્સ્ટાઇન ડ્રાઈવરનું પ્રવચન સાંભળવા લાગ્યા.

ડ્રાઈવરે એટલી કુશળતાથી “Theory of Relativity” સમજાવી કે કોઈને શંકા ગઈ નહિ.
અંતમાં પ્રશ્નોત્તરી થઇ એમાં પણ ડ્રાઈવરે તમામ પ્રશ્નોના સાચા અને સચોટ જવાબ આપ્યા. કારણ કે મોટા ભાગના પ્રશ્નો અગાઉના પ્રવચનોમાં પૂછાય ગયા હોય એ પ્રકારના જ હતા.

એને થયું કે જો બધાને ખબર પડી જશે કે આઇન્સ્ટાઇની જગ્યાએ એનો ડ્રાઈવર પ્રવચન આપે છે તો સારું નહિ લાગે અને છાપ ખરાબ પડશે.

માત્ર થોડી સેકન્ડસ વિચાર કરી, જરા પણ ગભરાયા વિના ડ્રાઈવરે પેલા ભાઈને જવાબ આપ્યો કે ‘તમારો સવાલ એટલો બધો સરળ છે કે મારો ડ્રાઈવર પણ એનો જવાબ આપી શકે. મારો ડ્રાઈવર છેલ્લી હરોળમાં બેઠો છે, હું એને વિનંતી કરીશ કે તમારી સમસ્યાનું સમાધાન કરે.’

આલ્બર્ટ આઇન્સ્ટાઇન પોતે પણ ડ્રાઇવરના જવાબથી આશ્ચર્યચકિત થઇ ગયા. આઇન્સ્ટાઇને પેલા માણસના સવાલનો જવાબ ડ્રાઈવર બનીને આપ્યો અને કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો.

તમે કેવા પ્રકારની વ્યક્તિ સાથે રહો છો એ ઘણું મહત્વનું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવી વ્યક્તિ સાથે રહેવાથી એક અભણ ડ્રાઈવર પણ હોશિયાર થઇ ગયો હતો. માણસની સોબત એના જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે.



આજે આલ્બર્ટ આઇન્સ્ટાઇનનો જન્મ દિવસ છે જ્યારે સ્ટીફન હોકીંગ્સની પૂણ્યતિથિ છે.

બન્ને મહાન વૈજ્ઞાનિક 76 વર્ષનું આયુષ્ય જીવ્યા હતા.


हर कोई जीनियस है। लेकिन अगर आप एक मछली को पेड़ पर चढ़ने की काबिलियत के हिसाब से आंकेंगे तो वो पूरी उम्र यही सोच कर जिएगी कि वो मूर्ख है।