મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 February, 2021

વિશ્વ માતૃભાષા દિવસ (International Mother Language Day )

 વિશ્વ માતૃભાષા દિવસ

21 ફેબ્રુઆરી


આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. તેની સાથે જ્ઞાનની ગંગામાં ૫ણ ભરતી આવી છે.દિવસે ને દિવસે શિક્ષણનો વ્યા૫ વઘી રહયો છે. તેમાં ઉત્તરોતર નવા નવા અભ્યાસક્રમોને ઉમેરો થઇ રહયો છે. તેમાંય ખાસ કરીને અંગ્રેજી ભાષાના શિક્ષણ ૫ર વઘુ ભાર મુકવામાં આવી રહયો છે. દિવસેને દિવસે અંગ્રેજીભાષા ૫ર વઘુ ભાર મુકતાની સાથે સાથે માતૃભાષા પ્રત્યે દુલક્ષ સેવાતુ ગયો છે.મહર્ષિ અરવિદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે ૫ણ અઘ્યેતાની પોતાની માતૃભાષા જ અન્ય ભાષા શિખવા માટે શિસ્તનું મુલ્ય પ્રદાન કરી શકે. જયાં સુઘી અઘ્ચતાની માતૃભાષાની ભાષાની વેજ્ઞાનિક ક્ષમતા સંતોષકારક રીતે પાંગરી ન હોય ત્યાં સુઘી બીજી કોઇ ૫ણ ભાાષા ૫ર પ્રભુત્વ મેળવવા જવાનો પ્રયત્ન નિરથક છે. માતાની હુંફની બાળકને જેટલી જરૂર છે તેટલી જ માતૃભાષાની ૫ણ છે જ. છતાં કયાંક એની ઉપેક્ષા થતી હોય તેવુ જણાય છેે.


દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 1999 નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, 2000થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. યુનેસ્કોએ 7000થી વધુ ભાષાઓને વિવિધ દેશોમાંથી ઓળખી કાઢી છે.છે.જેનો ઉપ્યોગ લખવા, વાંચવા કે બોલવામાં થાય છે.

*મનથી બોલાય એ માતૃભાષા  અને મગજથી બોલાય એ પરભાષા.*

*ઇ.સ.1952 માં બાંગ્લા ભાષાને બચાવવા માટે 4 બાંગ્લાદેશી યુવાનો શહીદ થયા એ દિવસ હતો 21 ફેબ્રુઆરી..*

*જેને યુ.એન. દ્વારા વિશ્વ  માતૃભાષા દિવસ તરીકે જાહેર કરાયો છે..*

*આપણી માતૃભાષા ગુજરાતી છે..*

*24 મી ઓગસ્ટ એ ગુજરાતી ભાષા દિવસ છે એ ઘણાને ખબર નથી..*

*જે વિર કવિ નર્મદનો જન્મદિવસ છે..*



શા માટે 21 ફેબ્રુઆરી એ  માતૃભાષા દિવસ ઉજવાય છે.

1948માં પાકિસ્તાનના વડા પ્રધાન મહંમદઅલી ઝીણાએ જાહેરાત કરી કે હવેથી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન માટે રાષ્ટ્રાભાષા ઉર્દુ રહેશે, બંધારણીય ભાષા તરીકે ઉર્દુ ભાષા સ્વીકારાય છ, સરકારી સહિતના બધા કામકાજ હવે ઉર્દુમાં જ થાશે,

આ જાહેરાતને પશ્ચિમ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી પરંતુ પૂર્વ પાકિસ્તાનના લોકોએ સ્વીકારી નહિ કારણકે  તે લોકોની મુખ્ય ભાષા બંગાળી હતી, આ લોકો કોઇ પણ ભોગે પોતાની માતૃભાષા છોડીને ઉર્દુ સ્વીકારવા તૈયાર ન હતા, જેના કારણે ભયંકર વિરોધ થયો, આ વિરોધના ભાગરુપે 21 ફેબ્રુઆરી 1952ના દિવસે ઢાંકા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સરકાર વિરુદ્ધ આંદોલન કર્યુ જેનો હેતુ પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનો અને બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગ કરી, જેના માટે વિશાળ રેલી કાઢી, હજારો લોકો રેલીમાં જોડાયા, સરકારી આ આંદોલનને કચડી નાખવા પોલિસ મોકલી, પોલીસે લાઠી ચાર્જ અને ગોળીબાર કર્યો જેમા હજારો લોકો ઘવાયા, ચાર જેટલા વિદ્યાર્થીઓ મરી ગયા. ઘણા લોકોએ આ આંદોલનમા જાન ગુમાવી પણ માતૃભાષાની મમતા ના છોડી, 



આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાનો અને વિદ્યાર્થીઓને શ્ર્દ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ 1999ની જનરલ કોન્ફરન્સમાં 21 ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.



બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા

જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો, કાલુ-કાલુ બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો, બાદમાં તે ભાષાનું શબ્દભંડોળ સમૃદ્ધ થવાથી તેના પર પ્રભુત્વ આવ્યું, જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા.



તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલમાં પોતાની ભાષામાં પુસ્તકો ન હોવાથી આઝાદીના સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કાર્ય સાત વર્ષમાં પૂરું કર્યું ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરુ થયું.


ભારતમાં વર્ષ 1961ની વસ્તી ગણતરી પ્રમાણે 1652 ભાષાઓ બોલાય છે. હાલમાં ભારતમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ અલગ છે. પીપલ્સ લૈંગ્વિસ્ટિક સર્વે ઓફ ઈન્ડિયા (પી.એલ.એસ.આઈ.)એ 2010માં 780 ભારતીય ભાષાઓ ગણાવી હતી. 40% ભારતીયો દ્વારા બોલાતી ભારતની સૌથી વધુ વપરાતી ભાષા હિન્દી છે. આ પછી બંગાળી (8.0%), તેલુગુ (7.1%), મરાઠી (6.9%), અને તમિલ (5.9%) છે. ઓલ ઇન્ડિયા રેડિયો (AIR) 120 ભાષાઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.




બાળકો અંગ્રેજી ભાષામાં શિક્ષણ લેતાં થયા તેથી ગુજરાતી લખતા-વાંચતા ભૂલી ગયા. 'ભાષા જાય તો સંસ્કૃતિ જાય' એ ન્યાયે માતૃભાષાની સાથે-સાથે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ જોખમમાં મુકાયું

આપણાં ગુજરાતી કવિ એ પોતાની સુંદર કાવ્ય રચનામાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત..!!



ઉમાશંકર જોશીએ જેને ‘ગાંધીગિરા’કહી, પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જેને ‘દૂધભાષા ‘કહી છે.જે ભાષાએ  આપણામાં સંસ્કારસિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી એ ગુજરાતી ભાષા આપણી અભિવ્યક્તિ નું માધ્યમ છે

પૂ.ફાધર વાલેસ ઘણા વર્ષોથી  કહે છે “ભાષા જશે તો સંસ્કૃતિ જશે”.માતૃભાષા થી દુર જવું કે ભુલી જવી એટલે આપણાપણું અને આપણા વિચારોથી દુર જવું, માતૃભાષા જમીન પર સ્થિર ઉભા રહેવાનો આત્મવિશ્વાસ શીખવે છે.મા,માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!




વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ મુજબ સૌથી વધુ બોલાતી ભાષામાં  પ્રથમ ક્રમે અંગ્રેજી છે,  હિંદી ત્રીજા ક્રમે છે. છે. 

 વિશ્વની સૌથી વધુ બોલાતી 20 ભાષાઓમાં ભારતની છ ભાષા છે.



2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે જે જે 57% લોકો બોલે છે, બીજા નંબરે અંગ્રેજી, ત્રીજા નંંબરે બંગાળી, ચોથા નંબરે મરાઠી, જ્યારે ગુજરાતી  છઠ્ઠા નંબરે આવે છે.


2022 ની થીમ: Using technology for multilingual learning: Challenges and opportunities

2021 ની થીમ: “Fostering multilingualism for inclusion in education and society”("શિક્ષણ અને સમાજમાં સમાવેશ માટે બહુભાષીતાને પ્રોત્સાહન આપવું".)

2020ની થીમ: Languages without borders (સરહદો વિનાની ભાષાઓ)

2019ની થીમ: Indigenous languages matter for development, peace building and reconciliation (સ્વદેશી ભાષાઓ વિકાસ, શાંતિ નિર્માણ અને સમાધાન માટે મહત્વપૂર્ણ છે)

2018ની થીમ: Linguistic diversity and multilingualism count for sustainable development.(ભાષાકીય વિવિધતા અને આંતરભાષીયતા ટકાઉ વિકાસ માટે ગણાય છે.)








હા મિત્રો તો ચાલો આજના આ શુભ દિને આપણે માતૃભાષાની વંદના કરીએ છીએ, પરંતુ તેને હવે થોડું વહાલ પણ કરવાની જરૂર છે. ભાષા સાથેનો આપણો સંબંધ પરસ્પર છે. આપણે ભાષાને જીવાડશું, માનાં હેતથી માતૃભાષા આપણને જીવાડશે. ."વિશ્વ માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ.


રાધા મહેતા દ્વારા માતૃભાષા વિશે ખુબ સરસ સ્પીચ આપવામાં આવી છે.


સંસ્કૃત છે ધર્મની ભાષા , અંગ્રેજી વેપારે વપરાય.

હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય


"વિશ્વ માતૃભાષા દિવસ વિચાર કણિકા" 


👉 "માં, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી."

     મા સાથે દરેકનો લોહીનો સંબંધ છે, માતૃભાષા સાથે ભાવનાત્મક સંબંધ છે જ્યારે માતૃભૂમિ સાથે આત્મિક સંબંધ છે. 


👉"માતૃભાષા ત્વચા છે જ્યારે અન્ય ભાષા વસ્ત્ર છે" 


👉"માતૃભાષાને જીવાડશો તો માતૃભાષા તમને જિવાડશે"


👉"માતૃભાષા ગુજરાતીની મીઠાશ તો જુઓ, જતાં લોકોને Bye નહીં આવજો કહીએ છીએ"


👉"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાંં ત્યાં સદા કાળ ગુજરાત" ‌- અરદેશર ખબરદાર


👉 ભાષા જાય તો સંસ્કૃતિ જાય"- ફાધર વાલેસ


👉 સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા અમને ગુજરાતી- ઉમાશંકર જોશી


👉"મને ફાંકડું  અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી પણ, મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે" - નર્મદ


👉 "બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે." - ગાંધીજી 


👉 "હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું." - અબ્દુલ કલામ


👉 "સંસ્કાર અને સંસ્કૃતિનું પતન માતૃભાષાના પતનથી જ થાય છે" - ગુણવંત શાહ




     *ભાષા એ વિચારોનો પહેરવેશ છે..પ્રત્યાયનની અનેક ભાષા હોઇ શકે, પરંતુ અભિવ્યક્તિની સચોટ રજુઆત કેવળ માતૃભાષામાં જ થઇ  શકે..*

*વિશ્વમાં ગુજરાતી ભાષા બોલનારા સાત કરોડ લોકો છે.*

*પરંતુ આપણામાં ભાષાભિમાન નથી..બે અજાણ્યા ગુજરાતી એકબીજાને મળે તો અંગ્રેજી કે અન્ય ભાષામાં વાત કરે છે..આવું બંગાળી કે મરાઠી બોલતા લોકો કયારેય ના કરે..એ એમની માતૃભાષાને બેહદ ચાહે છે.*

*લતા મંગેશકર,સચિન તેંડુલકર કે માધુરી દિક્ષિત આંતરરાષ્ટ્રીય સમારંભોમાં પણ મરાઠીમાં બોલે છે.*

*આપણે ગુજરાતી બોલતાં શરમ અનુભવીએ છીએ.*

*કારણ વગર પરભાષામાં બોલતા લોકો કૃત્રિમ લાગે છે.માણસ જયારે માતૃભાષામાં બોલે છે ત્યારે એ દીપી ઉઠતો હોય છે..* 


           *હકિકતમાં આપણી ગુજરાતી ભાષા એક હજાર વર્ષનો સુદીર્ઘ ઇતિહાસ ધરાવે છે.*

*એનું શબ્દભંડોળ આગવું છે..ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે "ગૂર્જરાત" અને ક્રમશ: એમાંથી થયું ગુજરાત.*

*અને એની ભાષા ગુજરાતી.*

*જે મુળ સંસ્કૃત- પ્રાકૃત-સૌરસેની પ્રાકૃત-પશ્ચિમી રાજસ્થાની-જૂની ગુજરાતી-અને આધુનિક ગુજરાતી...*

*એમ ગૌરવશાળી રીતે વિકસી છે..*

          *કવિ ખબરદાર કહે છે..*

*"ગુર્જર વાણી ગુર્જર લ્હાણી ગુર્જર શાણી રીત* 

*જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત "*


         *એ નરસિંહ અને મીરાં જેવા ભકત કવિઓની જબાન છે...*

*જૈન કવિઓની આરાધના છે.*

*પારસીઓના ખટમીઠ્ઠા શબ્દોની નજાકત છે.*

*પ્રેમાનંદ ના સમયમાં આપણી ભાષા માટે કોઇએ મ્હેણું માર્યું..*

*'અબે તબે કા સોલ આના..*

*ઇકડમ તીકડમ આના બાર,*

*અઠે કઠે કા આઠ હી આના,*

*શું  શાં પૈસા ચાર'*

*અને પોતાની માતૃભાષા ના ગૌરવ માટે પ્રેમાનંદે ભેખ ધારણ કર્યો.જયાં સુધી ગુજરાતીને ઉચ્ચ સ્થાને ના બેસાડી ત્યાં સુધી એમણે શિખા ન બાંધી અને માણ ઉપર આખ્યાનો થકી ઓજસ્વી ગુજરાતી કાવ્યોનું સર્જન કરી મહાકવિ નું બિરૂદ પામ્યા...*


          *આવા અનેક પડાવો છે એના વિકાસક્રમના ..આપણને ગૌરવ થાય એવા લોકો મળ્યા છે આપણી ભાષામાં.*

*દયારામની ગરબી કે નર્મદનું 'જય જય ગરવી ગુજરાત' લાજવાબ છે..*

*એ ગાંધીજીની ભાષા છે.*

*દુનિયાનું સૌથી મહત્વનું પુસ્તક "સત્ય ના પ્રયોગો "આપણી ભાષામાં લખાયું છે.*

*સરદાર પટેલ પાણીદાર ગુજરાતી બોલતા જેનો આગવો અંદાજ હતો.. કૃષ્ણ ભગવાનના અંગત મિત્ર સુદામા ગુજરાતી હતા.ખુદ કૃષ્ણ પણ અહીં નિવાસ કરતા હતા એટલે એ પણ ગુજરાતી બોલ્યા હશે..આ કેટલું રોમાંચક છે !*

     

         *ભગવાન સ્વામીનારાયણ કે દયાનંદ સરસ્વતી ગુજરાતીમાં લખતા.*

*નાનજી કાલીદાસ મહેતા કે ધીરુભાઈ અંબાણી એ કરોડોનો કારોબાર આ ભાષામાં કર્યો છે..એ ગોવર્ધનરામની સંસ્કારિતા છે.*

*કનૈયાલાલ.મા.મુનશીની અસ્મિતા છે..*

*સરદાર પટેલનો લોખંડી પ્રતિભાવ છે.* *કૃષ્ણકુમારસિંહજી નું સ્વાર્પણ છે.*

*સયાજીરાવ નું સુશાસન છે.*

*પન્નાલાલ પટેલનો કથાવૈભવ છે.*

*કલાપી નો કેકારવ છે.*

*જામ રણજી નો માસ્ટર સ્ટ્રોક છે.*

*એ મારી માતૃભાષા ગુજરાતી છે...*


   *'હું ગુર્જર ભારતવાસી' કહેતા ઉમાશંકરની કાવ્યબાનીમાં એ સુપેરે વણાઈ છે.*

*એ ઠક્કરબાપા કે રવિશંકર મહારાજની સેવા થકી ઉજળી બની છે.*

*કોઠાસુઝ કે હૈયાઉકલત જેવા શબ્દો એની આગવી ઓળખ છે.*

 *મને મારી માતૃભાષા માટે દાઝ છે. આ 'દાઝ' જેવો શબ્દ આપણી ભાષા જ આપી શકે !*

*એના કેટકેટલા અર્થ છે..!*

*એ પારસીઓની શાલીનતા છે.*

*નાગરો ની સુઘડતા છે.*

*વ્હોરાઓની વ્હાલપ  છે.*

*મેમણોની મીઠાશ છે.*

*લોહાણાઓનું સાહસ છે..જૈનોનું જાજવલ્ય છે.પાણીદાર પાટીદારોનો પુરુષાર્થ છે..ક્ષત્રિયોની તેજસ્વીતા છે.*

*ચૌધરીઓની ચતુરતા છે.*


       *એ મહાજાતીઓનો સમુહ છે.એ પીડ પરાઇ જાણે છે.એ મીરાના પ્રેમની કટારી છે..એ અનોખો જોસ્સો છે.એ મોંઘેરૂં ગાન છે..એ ગાંધીના વૈષ્ણવજનની પરિભાષા છે.*

*એ વિક્રમ સારાભાઇની જિજ્ઞાસા છે.*

*મારી માતૃભાષા મહાન છે.*

*એટલે જ કહેવાયું છે કે*

*જયાં જયાં વસે એક ગુજરાતી*

*ત્યાં  ત્યાં  સદાકાળ  ગુજરાત.*

*છેલ્લે.*


*મારી વાત જેને સમજાતી નથી,*

*એ ગમેતે હોય ગુજરાતી નથી..*






18 February, 2021

છત્રપતિ શિવાજી (Shivaji)

 છત્રપતિ શિવાજી મહારાજ



જન્મતારીખ: 19 ફેબ્રુઆરી 1630

જન્મસ્થળ: શિવનેરી કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર

પુરુ નામ: શિવાજી રાજે ભોંસલે

ઉપનામ: છત્રપતી શિવાજી મહારાજ

પિતાનું નામ: શાહજી

માતાનું નામ: જીજાબાઇ

અવશાન:  3 એપ્રિલ 1680

આપણો દેશ બહાદુર શાસકો અને રાજાઓની પૃષ્ઠભૂમિ રહ્યો છે. આવા મહાન શાસકો આ પૃથ્વી પર જન્મ્યા છે જેમણે તેમની ક્ષમતાઓ અને કુશળતાના આધારે ઇતિહાસમાં તેમના નામ ખૂબ જ સુવર્ણ અક્ષરોમાં નોંધ્યા છે. આવા જ એક મહાન યોદ્ધા અને વ્યૂહરચનાકાર હતા - છત્રપતિ શિવાજી મહારાજ.

 વીર શિવાજી મહારાજને સ્વતંત્ર મરાઠા સામ્રાજ્યના સ્થાપક માનવામાં આવે છે. જ્યારે મુગલો દ્વારા ભારતનું શાસન હતું અને મુગલના આતંકથી ભારતના લોકો આતંકી હતા. જ્યારે દેશ ગુલામીની  નિંદ્રામાં ડૂબી ગયો હતો. ત્યારે વીર શિવાજીએ ગુલામી અને મોગલોના જુલમની વિરુદ્ધ બળવો કર્યો, સૂતેલા દેશવાસીઓને નિંદ્રામાંથી જાગૃત કર્યા.

શિવાજી મહારાજના જન્મ સમયે ભારતમાં એક મહાન સંકટ હતું. તે સમયે, દિલ્હીના સિંહાસન પર મોગલ બાદશાહ ઔરંગઝેબ શાસન કરતો હતો. ઔરંગઝેબની કટ્ટરતાની છાયા હેઠળ આખા ભારતના મુસ્લિમોમાં ધાર્મિક કટ્ટરતા ચરમસીમાએ હતી.

હિન્દુ સમુદાય પર વિવિધ પ્રકારના અત્યાચાર થઈ રહ્યા હતા. હિન્દુ સમુદાયના લોકોને ધર્મ પરિવર્તન કરવાની ફરજ પડતી હતી. ચારે બાજુ ભયનું સામ્રાજ્ય પ્રર્વતેલુ હતું  તે દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજનો ઉદભવ થયો.

 છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી, 1630ના રોજ પુણે નજીક આવેલા  શિવનેરી કિલ્લામાં મરાઠા પરિવારમાં થયો હતો

તેમના પિતા શાહજી બીજપુરના બાદશાહ તરીકે ઉચ્ચ પદ પર હતા.

તેમને તેમના માર્ગદર્શક દાદા કોંડદેવ અને માતા જીજાબાઈ તથા  ગુરુ સ્વામી રામદાસે ઉછેર્યા હતા. તેમની માતા જીજાબાઈએ તેનું જીવન વીર શિવાજીનું ઉચ્ચ પાત્ર બનાવવા માટે સમર્પિત કર્યું. શિવજી તેની માતાની ધાર્મિક કથાઓ સાથે વીર યોદ્ધાઓની કથાઓ સાંભળતા હતા.

આ રીતે, તેમનામાંની બહાદુરી અને ઉત્સાહ બાળપણથી જ રડે છે. નાનપણથી જ તેણે યુદ્ધ, ભાલા અને ધનુષ અને તીર ચલાવવામાં નિપુણતા મેળવી હતી. શિવાજી બાળપણમાં ક્રીટિમ યુદ્ધની રમત તેના છોકરાની સાથે જ રમતા હતા.

હિન્દુ પદ પાદશાહીના સંસ્થાપક શિવાજીના ગુરૂ રામદાસજીનુ નામ ભારતના સાધુ સંતો અને વિદ્વત સમાજમાં સુવિખ્યા છે. તેમને દાસબોધ નામના એક ગ્રંથની રચના પણ કરી હતી.
જે મરાઠી ભાષામાં છે. સંપૂર્ણ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી તેમણે 1100 મઠ અને અખાડા સ્થાપિત કરી સ્વરાજ્ય સ્થાપના માટે જનતાને તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો.
તેમને અખાડાની સ્થાપનાનું શ્રેય જાય છે. તેથી તેમને ભગવાન હનુમાનજીનો અવતાર માનવામાં આવ્યો. જ્યારે કે તેઓ હનુમાનજીના પરમ ભક્ત હતા. શિવાજી પોતાના ગુરૂ પાસેથી પ્રેરણા લઈને જ કોઈ કાર્ય કરતા હતા.
છત્રપતિ શિવાજીને મહાન શિવાજી બનાવવામાં રામદાસજીનુ ખૂબ મોટુ યોગદાન હતુ.

શિવાજી ઘણી બધી કલાઓમાં માહિર હતી. તેમને બાળપણથી જ રાજનીતિ અને ધર્મની શિક્ષા લીધી હતી

ઘણા લોકો તેમને હિન્દુ હૃદય સમ્રાટ કહે છે અને કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ પણ કહે છે.

6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.

1674ની સાલમાં શિવાજીએ જ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. તેઓ ઘણા વર્ષો સુધી ઔરંગઝેબ મુઘલ સામ્રાજ્ય સામે લડ્ય, જેથી શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજા કરવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને જેથી જ આજે પણ તેઓને લોકોનો રાજા કહેવામાં આવે છે.

 મોગલ બાદશાહ ઔરંગઝેબે તેના સેનાપતિને વીર શિવાજી સાથે લડવા મોકલ્યો. વીર શિવાજીએ તેની નાની સેના સાથે મોગલો સામે લડ્યા. પોતાની નાની સૈન્ય સાથે પર્વતોમાં સંતાઇને, શિવાજીએ મોગલો સામે  યુદ્ધ કર્યું.

આ રીતે, તેણે ઔરંગઝેબની યોજનાઓને ઘણી વખત ધક્કો માર્યો. પરંતુ થોડા દિવસો પછી, મોગલ સેનાપતિ મિર્ઝા જયસિંગે તેની વિશાળ સૈન્ય સાથે શિવજીના ઘણા કિલ્લાઓ કબજે કર્યા.

શિવાજી મહારાજના લગ્ન 14 મે 1640ના રોજ સાંઇબાઈ નિમ્બલકર સાથે થયાં હતાં. 

 શિવાજીએ ઘેરિલા યુદ્ધ જેવી કળા મરાઠાઓને યુદ્ધ કુશળતા શીખવી હતી. 

તેમણે મરાઠાઓની ખૂબ મોટી સેના ઉભી કરી હતી.

 શિવાજી બધા ધર્મોના લોકોમાં માનતા હતા. તેમની સેનામાં ઘણા મુસ્લિમ સૈનિકો પણ હતા. 

તેમનું મુખ્ય લક્ષ્ય મુઘલ સૈન્યને હરાવવા અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરવાનું હતું. 

શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત ભારતની આઝાદીની લડતમાં ઘણા લોકોએ તેમના શરીર, મન અને સંપત્તિનો ત્યાગ કર્યો હતો. 

શિવાજી મહિલાઓને પણ માન આપતા હતા. તેમણે મહિલાઓ સામે હિંસા, શોષણ અને અપમાનનો વિરોધ કર્યો હતો. 

મહિલા અધિકારોના ઉલ્લંઘનને પરિણામે તેમના રાજ્યમાં શિક્ષા આપવામાં આવી હતી.

મુગઘલો સાથે શિવાજી મહારાજનો પહેલો મુકાબલો વર્ષ 1656-57ની સાલમાં થયો હતો.

વીર શિવાજીને 1 મે 1666 ના રોજ મોગલ બાદશાહ ઔરંગઝેબના દરબારમાં હાજર થવું પડ્યું. હકીકતમાં, ઔરંગઝેબે શિવાજીને જયસિંહ દ્વારા બોલાવી હતી. ત્યાં તેનું યોગ્ય રીતે સન્માન કરવામાં આવતું ન હતું. .ઉલટું, તેની ધરપકડ કરવામાં આવી હતી અને નજરકેદ રાખવામાં આવ્યા.

તેથી, તેઓ ખૂબ ગુસ્સે થયા  તેઓ ઔરંગઝેવની યુક્તિ સમજી ગયા ઔરંગઝેબ તેમને બંદી બનાવીને મારી નાખવા માંગતો હતો . આ સ્થિતિમાં, તેમણે પોતાની શાણપણ અને સમજદારીનો ઉપયોગ કર્યો.

એક દિવસ તેમને ચાલાકીપૂર્વક મુઘલોને ચકમો આપી  મુઘલ દરબારમાંથી છટકી ગયા. માથાના વાળ કાપ્યા પછી, તેઓ કાશી અને જગન્નાથપુરી થઈને રાયગઢ પહોંચ્યા.

 શિવાજીને જ્યારે ગુપ્ત રીતે કેદમાંથી છોડાવવામાં આવ્યા ત્યારે તેઓ કેટલાક દિવસ ઈન્દોરમાં પણ રહ્યાં. 

રામદાસે જ્યારે છત્રપતિને આગ્રાથી છોડાવ્યા હતા ત્યારે તેઓ મહારાષ્ટ્ર માલવા થઈને ગયા હતા. આ દરમિયાન તેઓ કેટલાક દિવસ સુધી ઈન્દોરના પ્રાચીન દત્ત મંદિર અને ખંડવાના ખેડાપતિ હનુમાન મંદિરમાં રહ્યાં હતા 

.આની સૂચના મળતાની સાથે જ ગુરૂ સમર્થ રામદાસે પોતાની આઈડિયાથી તેમને છોડાવવાની યોજના બનાવી. ઔરંગઝેબને ભેટના રૂપમાં ફળો અને મિઠાઈઓ મોકલવામાં આવતી હતી. જે મિઠાઈઓ મોટી-મોટી પેટીઓમાં મોકલવામાં આવતી હતી. જે પેટીઓમાં શિવાજીને બહાર નિકાળવાની યોજના બનાવવામાં આવી હતી. આ યોજના હેઠળ જ શિવાજી મહારાજને બહાર નિકાળવામાં આવ્યા હતા. આમ શિવાજી અને છત્રપતિ શિવાજીને આઝાદ કરવામાં સફળ રહ્યાં હતા.

1674 માં વીર શિવજીનો રાયગઢના કિલ્લામાં પૂરા આદર સાથે તાજ પહેરાવવામાં આવ્યો. આ રાજ્યાભિષેક પછી, તેઓ છત્રપતિ કહેવાયા. હવે વીર શિવાજી ધીરે ધીરે શક્તિશાળી બન્યા.

બીજપુરના સુલતાન આદિલશાહના મૃત્યુ પછી, ત્યાં અરાજકતાનું વાતાવરણ ઊભું થયું, તેનો લાભ લઈને મોગલ બાદશાહ ઔરંગઝેબે બીજપુર પર આક્રમણ કર્યું. 

બીજી બાજુ શિવાજીએ જુન્નાર શહેર પર પણ હુમલો કર્યો અને ઘણી મુઘલ સંપત્તિ અને 200 ઘોડા કબજે કર્યા હતાં. પરિણામે ઔરંગઝેબ શિવાજી ઉપર ગુસ્સે થયો હતો. 

 ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને કેદ કરી અને મોગલ બાદશાહ બન્યો ત્યાં સુધીમાં શિવાજીએ આખા દક્ષિણમાં પગ પેસારો કરી દીધો હતો.

 શિવાજી મહારાજના મૃત્યુ અને વારસદાર:

શિવાજી તેમના છેલ્લા દિવસોમાં બીમાર પડ્યા હતા અને શિવાજીનું 3 એપ્રિલ 1680 ના રોજ અવસાન થયું હતું. તે પછી તેમના પુત્ર રાજારામને ગાદી મળી. શિવાજીના મૃત્યુ પછી, ઔરંગઝેબે ભારત પર શાસન કરવાની તેમની ઇચ્છાને પૂર્ણ કરવા માટે તેની 5,00,000 સૈન્ય સાથે દક્ષિણ ભારત તરફ વળ્યું.

રાજારામનું મૃત્યુ 1700માં થયું હતું, ત્યારબાદ રાજારામની પત્ની તારાબાઈએ 4 વર્ષના પુત્ર શિવાજી-2ના સંરક્ષક તરીકે શાસન કર્યું હતું. મરાઠાઓ સ્વરાજના યુદ્ધમાં આખરે 25 વર્ષ થાકી ગયા હતા અને તે જ ઔરંગઝેબને છત્રપતિ શિવાજીના  સ્વરાજમાં દફનાવવામાં આવ્યો હતો


શિવાજી એ એક નવી રણનિતિ આપી જેનુ નામ છાપમાર નિતિ કે ઘેરીલા નિતિ કહેવાય છે.

શિવાજીના માનામાં મુંબઇમાં  એરપોર્ટ્નું નામ છત્રપતિ શિવાજી એરપોર્ટ છે.

શિવાજીના મંત્રી મંડળમાં આઠ મંત્રીઓ હતા જેમને અષ્ટ પ્રધાન પણ કહેવામા આવે છે.

મહારાષ્ટ્રના ઉસ્મનાબાદ જીલ્લામાં સ્થિત છે તુળજાપુર. એક એવુ સ્થાન જ્યા છત્રપતિ શિવાજીની કુળદેવી માં તુળજા ભવાની સ્થાપિત છે.

સંત રામદાસ શિવાજીના આધ્યાત્મિક ગુરુ હતા.

પ્રતાપગઢ અને રાયગઢ કિલ્લઓ જિત્યા બાદ શિવાજીએ રાયગઢને મરાઠા રાજ્યની રાજધાની બનાવી હતી. 


સિંહગઢની લડાઇમાં કોડાણાનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી તેમના ખાસ મિત્ર પણ હતા મુત્યુના સમાચાર સાંભળતા જ શિવાજીએ કહયું હતું કે, "ગઢ આલા પણ સિંહ ગેલા" (ગઢ આવ્યો પણ સિંહ ગયો). ત્યારથી આ કિલ્લાનું નામ સિંહગઢ પડ્યું હતું. 

તાનાજીના જીવન પર આધારિત હિંદી ફિલ્મ તાનાજી બની છે જેમા તાનાજીનો અભિનય અજય દેવગણે કરેલ છે.


  

સિંહગઢની લડાઇ[ફેરફાર કરો]







આ લડાઇમાં કોડાણનો કિલ્લો જીત્યો હતો, જેમાં શિવાજીના સેનાપતિ તાનાજીનું મુત્યુ થયું હતું. તાનાજી 






17 February, 2021

રામકૃષ્ણ પરમહંસ જીવન પરિચય (Ramkrishn Paramhans)

 18 ફેબ્રુઆરી

(સ્વામી વિવેકાનંદના ગુરુ, દક્ષિણેશ્વરના ઠાકુર)



જન્મતારીખ: 18 ફેબ્રુઆરી 1836

જન્મસ્થળ: કામારપુકુર (બંગાળ)

અવશાન: 16 ઓગસ્ટ 1886

મૂળ નામ: ગદાધર

પિતાનું નામ: ખુદીરામ  ચટ્ટોપાધ્યાય

માતાનું નામ: ચંદ્રમણિ

રામકૃષ્ણ પરમહંસનો જન્મ 18 ફેબ્રુઆરી 1836(ફાગણ સુદ બીજ) ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. 

એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.

સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું

સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં

કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં.

સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. 

આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.

 વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું.



એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું - મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો - હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.

રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને તેને કારણે તેમનું શરિર દુર્બળ થતું ચાલ્યું.

 બંગાળની પરંપરા પ્રમાને તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા હતાં. તેમના પરમશિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયનાં કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા ચાહતા હતા, તે માટે જ્યારે તેઓ રામકૃષ્ણજીની પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે, "વત્સ, આપણી આસપાસનાં વિસ્તારમાં કેટલાંય લોકો ભૂખ-તરસથી વ્યાકુળ છે. ચારે તરફ અજ્ઞાનનું અંધારૂં છાવાયેલું છે. અહિં લોકો રડે-કકળે છે અને આવા સમયે તું હિમાલયની કોઈક ગુફામાં સમાધિનાં આનંદમાં ડુબી જાય એ શું તારો આત્મા સ્વિકારશે?" આ વાતથી અસર પામેલા વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવામાં પરોવાઇ ગયા. રામકૃષ્ણ મહાન યોગી, ઉચ્ચકોટિનાં સાધક અને વિચારક હતા. સેવા માર્ગને ઇશ્વરિય, પ્રશસ્ત માનીને અનેકતામાં એકતાને જોતા હતાં. સેવાના સમાજની સુરક્ષા તે જ તેમની ચાહના હતી. ગળામાં આવેલા સોજાનું નિદાન કરતા જ્યારે ડોકટરોએ તેમને જણાવ્યું કે તેમને કેન્સર થયું છે અને સમાધિમાં જવાની તથા વધુ વાતો કરવાની ના પાડી, ત્યારે પણ તેઓ મલકાયા હતા. દવા કરાવવાની ના પાડવા છતાં, વિવેકાનંદ તેમની દવા કરતા રહ્યાં. વિવેકાનંદે કહ્યું પણ ખરૂં કે, તમે કાલીમાને રોગમાંથી મુક્તિ અપાવવા માટે કહી દો, તો પરમહંસે કહ્યું કે, હું કોણ છું? તે મારે માટે જે કરશે તે ભલુ જ કરશે. તેઓએ માનવતાનો મંત્ર લોકોને આપ્યો.

તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની નાની ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ કહી ઉપદેશ આપતા. એમના ઉપદેશનો જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો. ઈશ્વર-પ્રાપ્તિ એ માનવજીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા

સ્વામી તોતાપુરી એ ગદાધરને વેદાંતનું જ્ઞાન આપ્યુ અને સંન્યાસની દીક્ષા આપી અને તેમનું નામ રામકૃષ્ણ આપ્યુ અને પદવી પરમહંસ આપી, આમ ગદાધર રામકૃષ્ણ પરમહંસ બની ગયા.

1866માં ગોવિંદરામ નામના અરબી ફારસી પંંડીતની મદદથી ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને પયગંબરના દર્શન કર્યા,

1874માં શંંભુચરણ તેમને બાઇબલ વાંચી સંભળાવતા અને ઇસુ ભગવાનનો પરિચય અને ખ્રિસ્તી ધર્મ પરિચય થયો, અને ઇસુ ખ્રિસ્તે તેમને દર્શન આપ્યા.

એમના મતે, કામ તેમ જ અર્થ મનુષ્યને ઈશ્વરમાર્ગ પરથી ચલિત કરે છે; એમના વિચાર મુજબ “કામ-કાંચન” અથવા “કામિની-કાંચન”નો ત્યાગ કરવાથી ઈશ્વરમાર્ગ પ્રગટ થાય છે. તેઓ ‘માયા’ શબ્દ માટે દર્શાવતા કે જગતમાં ‘અવિદ્યા માયા’ (અર્થાત કામના, વાસના, લોભ, મોહ, નિષ્ઠુરતા ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતમ સ્તરે લઇ જાય છે. આ જ માયા મનુષ્યને કર્મના બંધનમાં તેમ જ જન્મ-મૃત્યુના ફેરામાં જકડી રાખે છે. બીજી બાજુ જગતમાં ‘વિદ્યા માય઼ા’ (અર્થાત આધ્યાત્મિક ગુણ, જ્ઞાન, દયા, શુદ્ધતા, પ્રેમ, ભક્તિ ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સર્વોચ્ચ સ્તરે લઇ જાય છે, અને મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે.

એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો. 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.

રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.

કાશીપુરમાં રામકૃષ્ણ એ પોતાના આયુષ્યના અંતિમ દિવસોમાં સ્વામી વિવેકાનંદ જેવા ધર્મ- અધ્યાત્મના પરમ શિષ્ય એવા સ્વામી વિવેકાનંદજીને પોતાની દિવ્ય શક્તિઓ વારસામાં આપી. ગુરુજીની આજ્ઞાા અનુસાર સ્વામી વિવેકાનંદે સન 1886માં બેલુરમાં રામકૃષ્ણ મઠ અને સને 1897માં કલકત્તામાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.




દરેક ધર્મનું વાંચન, દરેક ધર્મના ભગવાનોના દર્શન,  દરેક ધર્મમાંથી એક નવો અર્થ શોધવાની તેમની વૃતિ અને ગુઢાર્થ શોધવો એ એમના જીવનનું લક્ષ્ય હતું આવા સાચા સંતને તેમની જન્મ જયંતિએ શત શત નમન......


16 February, 2021

વસંત પંચમી (Vasant Panchami)

  મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી


દર વર્ષે વસંત પંચમીનો તહેવાર ખાસ ધૂમધામથી મનાવવામાં આવે છે. દેશભરમાં આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. મહા મહિનામાં શુક્લ પક્ષ પાંચમની તિથિને વસંત પંચમી તરીકે મનાવવામાં આવે છે.

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી

આજથી વસંત ઋતુની શરૂઆત થાય છે. 
 કેટલાક લોકો વસંત પંચમીને શ્રી પંચમી પણ કહે છે
 બાળકોના શિક્ષણનો પ્રારંભ કરવા કે કોઈ નવી કળાની શરૂઆત માટે આજનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે
વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધનાનો દિવસ.
 ભગવાન સ્વામિનારાયણે આ દિવસે શિક્ષાપત્રી લખી હતી તેથી તેમના અનુયાયીઓ માટે  આ દિવસ મહત્વનો ગણાય છે.  

પૌરાણિક માન્યતાઓ અનુસાર માતા સરસ્વતી મહા મહિનામાં શુક્લ પક્ષની પાંચમે બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થયા હતા. એટલે જ આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. 
આ દિવસે તમામ વસ્તુઓ પીળી જ રાખવામાં આવે છે. સાથે જ મા સરસ્વતીની મૂર્તિને પીળા રંગના વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે. આ અવસર પર પીળા ફૂલો, પીળા રંગની મિઠાઈઓ સાથે કેસર કે પીળા ચંદનનો ચાંદલો કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ તેમનો પાઠ પણ કરવો જોઈએ.

આજના દિવસે  પીળા વસ્ત્રે પહેરીને વસંતને વધાવવામાં આવે છે.  વસંતપચંમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને ખાવામાં પણ પીળી વસ્તઓનો સમાવેશ કરવામાં આવે છે.

ભોજનમાં પીળા લાડુ, હળદર યુક્ત ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.  પ્રકૃતિ આજના દિવસે  નવા પાંન અને ફૂલોથી લચી પડતી હોય છે જેનો રંગ પીળો  હોવાથી વસંત પંચમીના દિવસે પીળા રંગનું આગવું માહાત્મય છે.

પૂજનમાં પણ આજન દિવસે હળદર અને ચંદનનો તથા રેશમી પીળા વસ્ત્રનો ખાસ ઉપયોગ કરવામાં આવે છેપીળો રંગ વસંતનું નેતૃત્વ કરે છે


સરસ્વતી વંદના જરૂર વાંચો

  • या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता, या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
  • या ब्रह्माच्युत शंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥
  • शुक्लां ब्रह्मविचार सार परमामाद्यां जगद्व्यापिनीं, वीणा-पुस्तक-धारिणीमभयदां जाड्यान्धकारापहाम्‌।
  • हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिताम्‌, वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्‌॥

મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે નીચે મુજબના મંત્રોનો જાપ કરવો જોઈએ.

  • ॐ श्री सरस्वती शुक्लवर्णां सस्मितां सुमनोहराम्।।
  • कोटिचंद्रप्रभामुष्टपुष्टश्रीयुक्तविग्रहाम्।
  • वह्निशुद्धां शुकाधानां वीणापुस्तकमधारिणीम्।।
  • रत्नसारेन्द्रनिर्माणनवभूषणभूषिताम्। सुपूजितां सुरगणैब्रह्मविष्णुशिवादिभि:।।
  • वन्दे भक्तया वन्दिता च मुनीन्द्रमनुमानवै:।