મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

16 October, 2020

મનુભાઇ પંચોળી જીવન પરિચય

 મનુભાઇ પંચોળી જીવન પરિચય


જન્મ: 15 ઓક્ટોબર  1914

જન્મ સ્થળ: પંચાશિયા, સુરેન્દ્રનગર

પિતાનુંં નામ: રાજારામ પંચોળી

માતાનું નામ: મોતીબાઇ

અવશાન:  29 ઓગસ્ટ 2001 ( લોકભારતી સંસ્થા, સણોસરા, ભાવનગર)

ઉપનામ: દર્શક

વ્યવસાય: શિક્ષક, લેખક, શિક્ષણવિદ, કેળવણીકાર



મનુભાઈ પંચોળી ‌(ઉપનામ: દર્શક‌) ગુજરાતના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર, ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં (હાલમાં સુરેન્દ્રનગર) આવેલા પંચાશીયા ગામે થયો હતો. એમના પિતાનું નામ રાજારામ પંચોળી હતું.

તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઈ.સ. ૧૯૩૦ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો.

સ્વાતંત્ર્યલડતમાં સક્રિયતા અને તેથી જેલવાસ. ૧૯૩૩માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ. ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક. નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન. ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી. ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય.

૧૯૬૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૮૭માં 'ઝેર તો પીધાં' ને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર. ૧૯૮૨માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

જેલજીવનનાં વિવિધ પાંસાઓને અનુલક્ષીને રચાયેલી પ્રથમ નવલકથા 'બંદીઘર' (૧૯૩૫)માં ૧૯૩૦-૩૧ ના રાષ્ટ્રીય વાતાવરણના નિરૂપણમાં લેખકના નિજી અનુભવનો સ્પર્શ છે. જેલના નિષ્ઠુર અમલદારોના દમનને તોડવા માટેના સત્યાગ્રહી કેદીઓના સંઘર્ષનું એમાં આલેખન છે. ભાવવાહી કથનશૈલીને કારણે નવલકથા રસપ્રદ કૃતિ બની શકી છે.

૧૮૫૭ના મુક્તિસંગ્રામની પશ્વાદભૂમાં સર્જાયેલી નવલકથા 'બંધન અને મુક્તિ' (૧૯૩૯)માં ગાંધીયુગીન વાતાવરણ અને વિચારપ્રણાલીનો સ્પષ્ટ પ્રતિભાવ જોવાય છે. દેશની પરાધીનતાના સંદર્ભમાં હિંસા અને અહિંસા, યુદ્ધ અને પ્રેમ, બંધન અને મુક્તિની વાત સ્થૂળ-સૂક્ષ્મ સ્તરે અભિવ્યક્તિ પામી છે. અવિરત રાષ્ટ્રપ્રેમને પ્રેરતી સમગ્ર કથા માનવજીવનનાં નૈતિક મૂલ્યોના વિજયની અને એ વિજય માટે અપાતાં બલિદાનોની ગૌરવગાથા છે.

પરાધીન ભારતને સ્વાધીન પ્રજાતંત્રની પ્રેરણા આપતી નવલકથા 'દીપનિર્માણ' (૧૯૪૪) બે હજાર વર્ષ પહેલાંનાં ભારતનાં ગણરાજ્યો-ખાસ કરીને બ્રાહ્મણક, માલવ અને કઠના ઐતિહાસિક સંદર્ભોની સાથે એક મહાનિર્વાણની કથા ગૂંથી આપે છે. આનંદ, સુચરિતા અને સુદત્તના પ્રણયત્રિકોણની કથા સાથે વનવૃક્ષોની છાયામાં ઊછરેલી ભારતીય સંસ્કૃતિની ગરવી ગરિમા અહીં જીવંત રીતે આલેખાઈ છે. દૂરના અતીતને પ્રત્યક્ષ કરવાની સર્જકશક્તિ સાથે ઇતિહાસમાંથી પોતાના યુગને ઉપકારક એવું ઉદ્રિષ્ટ અર્થઘટન તારવવાની સર્જકની સૂઝને કારણે આ કૃતિ ગુજરાતી ઐતિહાસિક નવલકથાના ક્ષેત્રે એક સીમાચિહ્નરૂપ છે.

એમની બહુખ્યાત નવલકથા 'ઝેર તો પીધાં છે જાણી જાણી'- ભા. ૧, ૨, ૩ (૧૯૫૨, ૧૯૫૮, ૧૯૮૫) ઐતિહાસિક નથી, છતાં એનાં બહુવિધ પ્રતિભાશાળી પાત્રોના આંતરવિશ્વનું ઉદઘાટન, તેમનો ભાવનાત્મક વિકાસ ઐતિહાસિક ઘટનાઓના સંદર્ભે થાય છે. લેખક અહીં દૈવને-પ્રારબ્ધને મૂક્તભાવે સ્વીકારે છે, આવકારે છે, પણ મહિમા તો પુરુષાર્થનો જ કરે છે. કૃષિજીવન, સંતસંસ્કૃતિનું પુનિત-ભાવભર્યું વાતાવરણ, સંન્યસ્ત, પ્રેમ, અનુરાગ અને દામ્પત્ય, લગ્નમાં બ્રહ્મચર્ય, વૈધવ્ય, આશ્રમજીવન-એ બધાં ને ભારતીયતાથી રસીને, કંઈક આધ્યાત્મિકતાનો સ્પર્શ આપીને, ભાતીગળ રીતે કથાના પહેલા ભાગમાં રજૂ કરાયાં છે; તો પશ્ચિમનાં વિશ્વયુદ્ધોની ભૂમિકા ધરાવતા બીજા ભાગમાં યહૂદીઓ તરફના જર્મનોના વિદ્વેષપૂર્ણ અને વૈમનસ્યભર્યા વાતાવરણમાં સત્યકામને રેથન્યુ અને ક્રિશ્વાઈન દ્વારા સહિષ્ણુતા, ક્ષમાશીલતા અને ઔદાર્યની અવધિના થતા દર્શનનું નિરૂપણ છે. પાત્રો અને પ્રસંગોના આલેખનમાં માનવજીવનના અંતસ્તલને સ્પર્શતી સર્જકપ્રતિભા અને વિશાળ જ્ઞાનનો સુભગ સંસ્પર્શ પણ અહીં છે. લેખકે અહીં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાને ભારતવર્ષના જ નહિ, યુરોપના યુદ્ધાક્રાન્ત પ્રજાજીવનના ફલક પર આલેખી બતાવ્યાં છે. સ્થળ-કાળના સુવિશાળ પર વિહરતાં વિવિધ કોટિનાં પાત્રોના મનોસંઘર્ષોના અત્યંત હૃદયસ્પર્શી અને ઋજુ આલેખન સાથે લેખકે ત્રીજા ભાગમાં 'મધુરેણ સમાપયેત્' ની પરંપરા સ્વીકારી છે. શીંગોડાનાં કોતરોમાં આરંભાતી કથાનો અંત પણ ત્યાં જ આવે છે. ગોવર્ધનરામની સ્પષ્ટ અસર ઝીલતી આ કૃતિમાં જીવનનું બહુપરિમાણી ચિત્ર ઊપસ્યું છે. અલબત્ત, અહીં ચિંતન ગોવર્ધનરામની હદે જતુ નથી. ક્યારેક તો ટૂંકા, માર્મિક અને સચોટ ઉદગારો દ્વારા વ્યકત થતું લેખકનું જીવનદર્શન વીજળીના એક ઝબકારાની જેમ બધું પ્રકાશિત કરી દે છે. સંવાદો, પાત્રો કે ડાયરીના માધ્યમે વ્યકત થતું ચિંતન પાત્રના હૃદયસંવેદનનો સ્પર્શ પામીને ભાવવાહી ગદ્યના સુંદર નમૂનારૂપે નીવડી આવે છે.

'સોક્રેટીસ' (૧૯૭૪) મહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા હોવાની સાથે ઘટનાપ્રધાન, ભાવનાવાદી અને ચિંતનપ્રેરક નવલકથા છે. ભારતમાંની વર્તમાન લોકશાહીની થતી વિડંબનાએ આ લેખકને, સોક્રેટીસને આપણી વચ્ચે હરતોફરતો કરવા પ્રેર્યા છે. ગ્રીક પ્રજાની બહિર્મુખી જીવનદ્રષ્ટિ, પાર્થિવ સૌંદર્ય ઉપાસના અને તે સાથે આંતરસત્યની ખોજ માટે મથામણ અનુભવતા સોક્રેટીસના નિરૂપણમાં સર્જકની વિદ્વતા અને ઉત્તરોઉત્તર પક્વ બનેલી સર્ગશક્તિનો વિશિષ્ટ પરિચય મળે છે. કૃતિની રસાત્મકતાને અખંડ રાખીને તેની ચિંતનસમૃદ્ધિ ઝીલતી મનોહારી શૈલી નવલકથાને અનુરૂપ અને સાદ્યંત ગરિમા જાળવી રાખનારી છે.

'દર્શક માને છે કે 'હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદાત્ત કરે તેવું સાહિત્ય' સર્જાવું જોઈએ; એટલે જ એમની નવલકથાઓમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની શ્રદ્ધાનો જે અદ્રષ્ટિ બલિષ્ઠ રણકો ઉઠે છે એ જ તેની મૂલ્યવાન ઉપલબ્ધિ બની રહે છે.

એમનું ગદ્ય રસાળ, ભાવવાહી અને કાવ્યત્વના સ્પર્શવાળું છે. પાત્રોનાં સ્વરૂપ, શીલ, સૌંદર્યનાં વર્ણનો તેઓ અચૂક આપે છે. પ્રસંગ, સ્થળ અને પ્રકૃતિનાં રમણીય અને કલ્પનાસમૃદ્ધ વિવિધ વર્ણનો પ્રતીતિકર અને મનોહર હોય છે. પ્રકૃતિદ્રશ્ય કે પ્રણયનાં કોમળ-મધુર સંવેદનોના નિરૂપણમાં એમનું ગદ્ય પ્રસન્નસૌંદર્યનો અનુભવ કરાવે છે. એમનું ભાષાસામર્થ્ય અને રસાન્વિત શૈલી એમની નવલકથાઓને સફળ બનાવતાં મહત્વનાં પરિબળો છે.

'જલિયાંવાલા' (૧૯૩૪) એમની પ્રથમ નાટ્યકૃતિ છે. ૧૯૧૯ના એપ્રિલની ૧૩મી તારીખે પંજાબના જલિયાંવાલા બાગમાં જનરલ ડાયર અને તેના સૈનિકોએ કરેલી ક્રૂર કત્લેઆમની ઐતિહાસિક ઘટનાના સંદર્ભે લખાયેલું આ નાટક દેશની આઝાદી માટે પ્રતિકાર અને સ્વાર્પણની ભાવના જાગ્રત કરે છે. એકવીસ દ્રશ્યોમાં વહેંચાયેલા નાટક 'અઢારસો સત્તાવન' (૧૯૩૫)માં અહિંસક માનવીય અભિગમ અને ગાંધીયુગના ભાવનાવાદનું ગૌરવ થયું છે. ત્રણ અંક અને નવ પ્રવેશવાળા નાટક 'પરિત્રાણ' (૧૯૬૭)માં સ્વધર્મના દેવતાનો મહિમા થયો છે. 'સોદો' અને 'હેલન' જેવાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીવાદીઓના આંતકનો ભોગ બનેલી અને તેનો પ્રતિકાર કરનારી યહૂદી પ્રજાની વેદનાને આલેખતાં બે નાટકો સહિતનો નાટ્યસંગ્રહ 'અંતિમ અધ્યાય' (૧૯૮૩) હિટલર જેવા અમાનુષી સરમુખત્યારનો કરુણ અને નાટકીય અંજામ રજૂ કરે છે. આ નાટકોમાં જીવનની જટિલ સમસ્યાઓને માનવીય દ્રષ્ટિકોણથી ઉકેલવાની વાત છે. નવલકથાઓની જેમ એમનાં નાટકોનું વિષયવસ્તુ પણ ઇતિહાસનાં પૃષ્ઠો પર આધારિત છે. નાટકોનું મુખ્ય આકર્ષણ હૃદયદ્રાવક એવું સાર્વત્રિક કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગ આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતો સૂચિત છે. આ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓનો અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અંતરને સ્પર્શી જાય છે.

'વાગીશ્વરીનાં કર્ણફૂલો' (૧૯૬૩) અને 'મંદારમાલા' (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથો છે. 'ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી' માં એમણે લોકભારતી વિદ્યાપીઠમાં આપેલા પાંચ વ્યાખ્યાનો સમાવિષ્ટ છે.

'ગ્રીસ' : ભા.૧, ૨ (૧૯૪૬) 'રોમ' (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. 'મંગળકથાઓ' (૧૯૫૬) અને 'માનવ કુળકથાઓ' (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત અને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના સંચયો છે.

'આપણો વારસો અને વૈભવ' (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તેવો ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજ્કીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તનો સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાયો છે. 'ઇતિહાસ અને કેળવણી' (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. 'બે વિચારધારા' (૧૯૪૫), 'લોકશાહી' (૧૯૭૩) અને 'સોક્રેટીસ-લોકશાહીના સંદર્ભમાં' (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. 'નઈ તાલીમ અને નવવિધાન' (૧૯૫૭) તથા 'સર્વોદય અને્ શિક્ષણ' (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.

'સોક્રેટીસ' (૧૯૫૩), 'ત્રિવેણીતીર્થ' (૧૯૫૫), 'ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મસંદેશ' (૧૯૫૬), 'નાનાભાઈ' (મૂ.મો.ભટ્ટ સાથે, ૧૯૬૧), 'ટોલ્સ્ટોય' (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે. 'ધર્મચક્રપ્રવર્તન' (૧૯૫૬), 'શાંતિના પાયા' (૧૯૬૩), 'અમૃતવલ્લરી' (૧૯૭૩), 'મહાભારતનો મર્મ' (૧૯૭૮), 'રામાયણનો મર્મ' (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે.

'મારી વાચનકથા' (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસનો ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, 'ચેતોવિસ્તારની યાત્રા' (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. 'સદભિ : સંગ : ' (૧૯૮૯)માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સરણોસરાની ઘડતરકથા છે.

બંધન અને મુક્તિ (૧૯૩૯) : મનુભાઈ પંચોલી, 'દર્શક' ની નવલકથા. ૧૮૫૭ના વિપ્લવની કથા નરસિંહપુરના રાજ્યના સીમિત સંદર્ભે આલેખાયેલી છે અને મૃત્યુદંડથી આરંભી મૃત્યુદંડ આગળ પૂરી થયેલી છે. પરંતુ આરંભ અને અંતના મૃત્યુદંડ વચ્ચેનો વિકાસ લક્ષ્યગામી અને સુયોજિત છે. વાસુદેવ અને અર્જુનની પૂર્વકથા તેમ જ સુભગા અને રાજશેખ ની આનુષંગિક પ્રેમશૌર્યકથા ઇતિહાસના આભાસ દ્વારા માનવધર્મને પ્રગટાવવામાં સફળ નીવડી છે.

દીપનિર્વાણ (૧૯૪૪) : મનુભાઈ પંચોલી, 'દર્શક'ની ઐતિહાસિક નવલકથા. પ્રાચીન ભારતનાં પ્રજાસત્તાક ત્રણ રાજ્યોએ મગધની સામ્રાજ્યલિપ્સાની સામે પોતાની આઝાદીની ખુમારી શી રીતે દાખવી એનું ભવ્યોજજ્વલ નિરૂપણ અહીં થયું છે. પ્રથમ ખંડનાં ચૌદ પ્રકરણોમાં કથાનાયક આનંદનાં માતા-પિતા આર્યા ગૌતમી અને દેવહુતિનાં પ્રણય-પરિણય અને દીક્ષા તેમ જ માતાવિહોણા બાળક આનંદના, માતામહ આત્રેય પાસેના ઉછેરની પૂર્વકથા તથા મહાશિલ્પી સુદત્ત દ્વારા મૌગલ્લાનવિહાર અને પદ્મપાણિની શિલ્પરચના, તેની કલા પર વારી જઈ મહાકાશ્યપની પુત્રી સુચરિતા દ્વારા સુદત્તને થતું વાગ્દાન, બ્રાહ્મણક ગણના સેનાની તરીકે આનંદનું મહાકાશ્યપ પાસે ઔષધવિદ્યાના અભ્યાસ માટે આવવું, સુચરિતા સાથેની તેની આત્મીયતાથી ઈર્ષા અનુભવતાં સુદત્ત દ્વારા રથસ્પર્ધામાં આનંદના ઘોડાને ઘાયલ કરી રથસ્પર્ધા જીતવાનો પ્રયાસ કરવો, એના આનુષંગે મળેલી ગણસમિતિ સમક્ષ આનંદને ગણનાગરિક તરીકે અપાત્ર ઠેરવી દેશનિર્વાચન અપાવવું, સુદત્તવધૂ બનવાના વિકલ્પને સુચરિતા દ્વારા પ્રવજ્યા લેવી, ગણદ્રોહી બની સુદત્ત દ્વારા મગધ-આક્રમણ કરાવવું-જેવી ઘટનાઓના આલેખન નિમિત્તે સુચરિતા, સુદત્ત અને આનંદના પ્રણયત્રિકોણનું નિરૂપણ થયું છે; તો મગધના આક્રમણ સામે લડી લેવાની ગણરાજ્યોની તૈયારી, સંભવિત શક-આક્રમણની શક્યાશક્યતાની તપાસ માટે હરૌવતી જતાં આનંદનું તક્ષશિલામાં મહર્ષિ ઐલને મળવું, એમનાં અંતેવાસી કૃષ્ણા-મૈનેન્દ્રના પ્રેમ-પ્રસંગો, મગધના આક્રમણ સામે ઘોર વિનાશ વહોરીને લડી રહેલાં ગણરાજ્યો, પશ્ચાત્તાપશુદ્ધ સુદત્તની પરોક્ષ મદદથી થતા વિજય સાથે પૂરા થતા બીજા ખંડ પછી મગધના ઈન્દુકુમારના મોંએ કહેવાયેલી કથારૂપે મુકાયેલ ઉપસંહાર સાથે કથા પૂરી થાય છે. વિવિધ પાત્રો અને દેશકાળ વચ્ચે વહેંચાઈને દ્વિકેન્દ્રી બનવા છતાં ઐતિહાસિક નવલકથાને અનુરૂપ રહેતું ગદ્ય, પ્રતીતિકર પાત્રનિરૂપણ અને વર્ણનકલાને કારણે કૃતિ ધ્યાનાર્હ બને છે.

ઝેર તો પીધાં છે જાણી જાણી- ખંડ ૧ (૧૯૫૨), ખંડ ૨ (૧૯૫૮), ખંડ ૩ (૧૯૮૫) : મનુભાઈ પંચોળી 'દર્શક' ની બૃહદ્ નવલકથા. લેખકે એમાં, બે વિશ્વયુદ્ધોની વિભીષિકાનાં સાક્ષી બનતાં પાત્રોની વિવિધ ધર્મ પરત્વેની શ્રદ્ધાના સમાન્તર નિરૂપણ દ્વારા, કોઈ એક જ ધર્મનો આશ્રય ન લેતાં, સર્વધર્મોનાં શુભ-તત્ત્વોનો સમન્વય સાધતાં કલ્યાણરાજની ઝંખના પૂરી થશે એવો રચનાત્મક નિર્દેશ આપ્યો છે.

કૃતિના પ્રથમ ખંડમાં નાયક-નાયિકા સત્યકામ અને રોહિણીનો ગોપાળબાપાની વાડીમાં થતો ઉછેર, લગ્નમાં ન પરિણમતો તેમનો પ્રણય, ગોપાળબાપાનું અવસાન, શીતળાને કારણે દ્રષ્ટિ ગુમાવી બેઠેલા સત્યકામનો આત્મહત્યાનો પ્રયાસ, તેમાંથી બચી જતાં કેશવદાસ નામે ને સાધુરૂપે બૌદ્ધધર્મના વિશેષ અભ્યાસ નિમિત્તે વિદેશગમન, હેમન્ત સાથેનું રોહિણીનું લગ્ન ને વૈધવ્ય, દિયર અચ્યુતના ઘડતરમાં રોહિણીની સક્રિયતા વગેરે મુખ્ય ઘટનાઓ દ્વારા લેખકે ગોપાળબાપાની ધર્મપરાયણ સેવાવૃત્તિ અને સત્યકામ-રોહિણીની રુચિર પ્રણયકથાનું આલેખન કર્યું છે.

પ્રથમ વિશ્વયુદ્ધે યુરોપમાં સર્જેલા વિનાશનો ભોગ બનેલાંઓના પુનર્વસવાટ માટે મથતાં જ્યોર્જ ક્લેમેન્શો, ભગિની ક્રિશ્વાઈન, વોલ્ટર રેથન્યૂ અને એમના કામમાં અવરોધો ઊભા કરનાર નાઝી-નેતા હેર કાર્લ જેવા પાત્રોની વચ્ચે વસતા પંડિત કેશવદાસની નોંધપોથીરૂપે લખાયેલા કથાના બીજા ખંડમાં યુરોપનો ઇતિહાસ વિશેષ સ્થાન પામે છે. કૃતિના ત્રીજા ખંડમાં મહત્ત્વ ધારણ કરનાર અચ્યુતના ચરિત્રનો વિકાસ પણ આ ખંડમાં જ દર્શાવાયો છે.

વર્ષો પછી કેશવદાસ તથા ડૉ. અચ્યુતનું સ્વદેશાગમન, રેથન્યૂના પુત્રોની ભાળવણ માટે અચ્યુતનું ઈઝરાયેલ જવું, બીજા વિશ્વયુદ્ધ નિમિત્તે ભારતની બર્મા-સરહદે તબીબી સેવા આપતાં અચ્યુત-મર્સીનું પ્રસન્ન-દાંપત્ય તથા યુદ્ધ દરમ્યાન એમનું વિખૂટાં પડી જવું, નર્સ બનીને યુદ્ધમોરચે પહોંચેલી રેખા દ્વારા અચ્યુત-મર્સીનાં બાળકોનું જતન કરવું, તેમ જ કથાંતે અચ્યુત, બાળકો અને રેખા તથા સત્યકામ અને રોહિણીનાં સુભગ મિલન જેવી ઘટનાઓ આલેખતા ત્રીજા ખંડમાં નવલકથાનું કથયિતવ્ય, યુદ્ધનાં તાદ્દશ વર્ણનો અને સ્થવીર શાંતિમતિ સાથેની કેશવદાસ, જેમ્સ લેવર્ટી, ડૉ. અચ્યુત, બર્મી સેનાની ઓંગસો તથા જાપાની સેનાપતિ યામાશિટાએ કરેલ ધર્મમીમાંસારૂપે નિરૂપાયું છે.

વિશાળ ફલક પર પથરાયેલી આ કૃતિનું વસ્તુવિધાન અકસ્માતોના અતિરેકપૂર્ણ ઉપયોગને લીધે શિથિલ હોવા છતાં પ્રતીતિકર પાત્રનિરૂપણ અને પ્રસંગયોજના તથા ધ્યાનાર્હ ગદ્યથી કૃતિની મહત્તા પ્રગટ થાય છે.

આ નવલકથા પર આધારિત ગુજરાતી ફિલ્મ બનેલી છે જેનુ નામ પણ "ઝેર તો પીધાં છે જાણી જાણી" છે જેમા મુખ્ય ભૂમિકામા ઉપેન્દ્ર ત્રિવેદી છે. જે 1972માં આવી હતી.

સોક્રેટિસ (૧૯૭૪) : મનુભાઈ પંચોલી, 'દર્શક' ની ઐતિહાસિક નવલકથા. એમાં સોક્રેટિસના દ્રશ્ય-અદ્રશ્ય કે શ્રાવ્ય-અશ્રાવ્ય વ્યક્તિત્વની આબોહવા ઊભી કરવાનો આદર્શ નવલકથાકારે દ્રષ્ટિ સમક્ષ રાખ્યો છે. સમાન્તર ચાલતી કાલ્પનિક પાત્રો મીડિયા અને એપોલોડોરસની પ્રેમકથા નાયક સોક્રેટિસની વ્યક્તિત્વકથાને બલિષ્ઠ કરે છે. તત્કાલીન ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રજાજીવનનું ચિત્રણ પ્રતીતિજનક છે. લેખક પોતે પણ આ કૃતિને પોતાની મહત્ત્વની કૃતિ ગણે છે.

પરિત્રાણ (૧૯૬૭) : મનુભાઈ પંચોળી 'દર્શક'નું 'મહાભારત'ના ઉદ્યોગપર્વ, દ્રોણપર્વ અને આશ્રયવાસિકપર્વ પર આધારિત ત્રિઅંકી નાટક. નાટ્યકારે મહાભારતનું યુદ્ધ કર્ણ-અર્જુન કે દુર્યોધન-ભીમ વચ્ચેનું નહિ, પરંતુ કૃષ્ણ-શકુનિ વચ્ચેનું છે એવું દર્શન ઉપસાવ્યું છે. રસ્તો હોય અને છતાં રસ્તો લેવાય નહિં એવા સંકુલ સંસારમાં બળનું સત્ય નહિ પણ સત્યનું બળ એ જ ધર્મ છે એવો ધ્વનિ અહીં કેન્દ્રવર્તી છે. ભીષ્મ-શિખંડીનો પ્રસંગ કે શકુનિ-કૃષ્ણનો કુરુક્ષેત્રનો પ્રસંગ નાટકની અત્યંત ભાવાત્મક અને માર્મિક ક્ષણો છે.

અંતિમ અધ્યાય (૧૯૮૩) : મનુભાઈ પંચોળી 'દર્શક'ના આ નાટ્યગ્રંથમાં ત્રણ એકાંકીઓનો સમાવેશ થયો છે. નાટ્યવસ્તુ બીજા વિશ્વયુદ્ધમાંથી લીધું છે. નાત્સીઓએ યહૂદીઓ ઉપર આચરેલા અત્યાચારોની વાત આ ત્રણ એકાંકીઓ-'સોદો', 'અંતિમ અધ્યાય' અને 'હેલન' ને એકસૂત્રે પરોવે છે. આ પ્રત્યેક એકાંકી પરિસ્થિતિની પાર જઈ દશાંગુલ ઊંચા ઊઠનારા માનવીઓની જિજિવિષાના જયને નિરૂપે છે. મનુષ્ય કદી નાશ નહીં પામે એ શ્રદ્ધા આ કૃતિઓને સમકાલીન ન રહેવા દેતાં સર્વકાલીન સ્થાપિત કરે છે.

વાગીશ્વરીનાં કર્ણફૂલો (૧૯૬૩) : મનુભાઈ પંચોળી, 'દર્શક'ના સાહિત્યવિવેચનલેખોનો સંચય. કુલ બાર લેખોનું રૂપ અભ્યાસસ્વાધ્યાયનું છે. મૂળ કૃતિનાં સૌંદર્યતત્વો –રસસ્થાનો ચીંધી બતાવીને એની મુલવણી કરતા અભ્યાસલેખો ગુજરાતી વિવેચનમાં, એમાંના માનવતાવાદી અભિગમને કારણે ઉલ્લેખનીય છે.

'વૉર ઍન્ડ પીસ', 'ડૉ. જિવાગો', 'સિબિલ', 'આરણ્યક', 'ઘરે બાહિરે', 'સરસ્વતીચંદ્ર', 'ગુજરાતનો નાથ' અને 'માનવીની ભવાઈ' જેવા અહીં કૃતિલક્ષી સ્વાધ્યાયલેખો છે; તો 'મીરાંની સાધના' અને 'શરચ્ચંદ્રની ઉપાસના' જેવા, સર્જકની સમગ્રલક્ષી પ્રતિભાને મૂલવતા અભ્યાસલેખો પણ છે. આમાં લેખકની નીતિવાદી-કલાવાદી સાહિત્યવિભાવનાનો પરિચય થાય છે.

આપણો વારસો અને વૈભવ (૧૯૬૧) : મનુભાઈ પંચોળી 'દર્શક' નું પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું આ અધ્યયન તત્કાલીન પ્રજાજીવનનાં વિવિધ પાસાંઓને સ્પર્શે છે. આ અધ્યયન રાજ્કીય ઇતિહાસ નથી, સાંસ્કૃતિક ઇતિહાસ છે. વેદયુગીન ભારતીય સંસ્કૃતિથી માંડીને હર્ષવર્ધન (ઈ.૬૪૭) સુધીના ભારતના સાંસ્કૃતિક જીવનનું અહીં નિરૂપણ થયું છે. ઇતિહાસની તથ્યલક્ષિતાની સાથોસાથ એની દાર્શનિક દ્રષ્ટિભૂમિ પણ લેખકે અહીં પૂરી પાડી છે.

સમગ્ર ગ્રંથ તેર પ્રકરણોમાં વહેંચાયેલો છે. પહેલા પ્રકરણમાં ઋગ્વેદના આધારે આર્યોની સંસ્કૃતિનું નિરૂપણ થયું છે. બીજા અને ત્રીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યો વચ્ચેના સંબંધની પૂર્વભૂમિકા, તેનો વિકાસ, તેના પુરસ્કર્તાઓ વગેરેનું વાલ્મીકિ, વ્યાસ વગેરેનાં દ્રષ્ટાંતો દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે. ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગમાં યજ્ઞાદિના થયેલા વિકાસનું નિરૂપણ છે. પાંચમાં અને છઠ્ઠા પ્રકરણમાં મહાભારત, ઉપનિષદ વગેરે ગ્રંથો, તેમાંનું વાતાવરણ, તેમાં વ્યકત થયેલાં પ્રકરણ બુદ્ધ અને મહાવીરના આચારવિચારોનું તુલનાત્મક અધ્યયન છે. નવમા પ્રકરણમાં આર્યોની સંસ્કૃતિનાં ચાર મુખ્ય અંગો-વિવિધતામાં એકતા જોવાની દ્રષ્ટિ અને અહિંસા, સ્ત્રી-સન્માન, વર્ણાશ્રમવ્યવસ્થા, તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ-બાબતે ઉલ્લેખ થયો છે. દસમાં પ્રકરણમાં વેદયુગથી માંડીને બુ્દ્ધ સુધીની વિવિધ રાજ્યપદ્ધતિઓનું નિરૂપણ છે. અગિયારમાં પ્રરકરણમાં હિંદુસ્તાનની અંદર અને એની બહાર એશિયામાં બૌદ્ધભિક્ષુકો, શિલ્પીઓ, વ્યાપારીઓ વગેરેએ સંસ્કૃતિનો વિસ્તાર કઈ રીતે સાધ્યો તે દર્શાવવામાં આવ્યું છે. બારમા અને તેરમા પ્રકરણમાં 'અશ્વમેઘ-પુનરુદ્ધારયુગ' નું,- લગભગ છસો વર્ષના ઇતિહાસનું નિરૂપણ છે. આમ, વેદ પૂર્વેના યુગથી માંડીને મધ્યકાળ સુધીના સાંસ્કૃતિક ઇતિહાસનું નિરૂપણ કરતો આ ગ્રંથ નોંધપાત્ર પ્રદાન છે.



મનુભાઇ પંચોળીને મળેલ વિવિધ સન્માન

1964:- રણજીતરામ સુવર્ણચંદ્રક
1975:- સાહિત્ય અકાદમી એવોર્ડ
1987: ભારતીય જ્ઞાનપીઠ મૂર્તીદેવી પુરસ્કાર (ઝેર તો પીધા જાણી જાણી)
1991: પદ્મભુષણ
1992: હરી ઓમ આશ્રમ એવોર્ડ
નરસિંહ મહેતા એવોર્ડ


1933માં ભાવનગરની દક્ષિણામૂર્તી સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીની શરુઆત કરી.

1938 આંબલાની ગ્રામદક્ષિણામૂર્તી સંસ્થામાં અધ્યાપક તરીકેનુ કાર્ય

1953મા લોકભારતી સણોસરામા અધ્યાપક, નિયામક અને મેનેજીંગ ટ્રસ્ટી

1948માંં ભાવનગર રાજયના જવબદાર પ્રજાતંત્રના શિક્ષણપ્રધાન

1953માં પૌઢ શિક્ષણ અંતર્ગત ડેન્માર્ક પ્રવાસ

1967 થી 1971 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય

1970માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી

1980 સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય

નઇ તાલીમ સંઘના સ્થાપક અને ચેરમેન

ભારત સરકારાની શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય






15 October, 2020

અબ્દુલ કલામ જીવન પરિચય

એ.પી.જે. અબ્દુલ કલામ 




પુરુ નામ: અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

પિતાનુંં નામ: જૈનુલાબ્દીન

માતાનું નામ: આશિઅમ્મા 

જન્મ તારીખ: 15 ઓક્ટોબર 1931

જન્મસ્થળ: રામેશ્વરમ (તમિલનાડુ)

અવશાન: 27 જુલાઇ 2015, શિલોંગ (મેઘાલય)

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ)

 તેમનો જન્મ તમિલનાડુના રામેશ્વરમના ધનુષકોડીમાં થયો હતો, અને ભૌતિકશાસ્ત્ર અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અથવા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો. કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.

૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી. રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.  રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી

 કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે 9 ફેબ્રુઆરી 2020 ના રોજ નવી દિલ્હીમાં ડો.એ.પી.જે.અબ્દુલ કલામની બાયોપિક ફિલ્મ્નો પહેલો લુક રજૂ કર્યો હતો. ફિલ્મનું શીર્ષક "એ.પી.જે.અબ્દુલ કલામ : મિસાઇલ મેન". તે હોલીવુડ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગ વચ્ચેનું સંયુક્ત સાહસ છે અને 2020 ના અંત સુધીમાં રજૂ થશે.

તેમની જન્મજયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે મનાવવામાં આવે છે.

અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળ, આઈજીએમડીપીનો પ્રોજેક્ટ 1988 માં પ્રથમ પૃથ્વી મિસાઇલ અને ત્યારબાદ 1989 માં અગ્નિ મિસાઇલ જેવી મિસાઇલોનું નિર્માણ કરીને સફળ સાબિત થયું. તેમના યોગદાનને કારણે, તેઓ "ભારતના મિસાઇલ મેન" તરીકે જાણીતા હતા.તેમને કુલ 5 મિસાઇલનું નિર્માણ કર્યુ. જેના નામ પૃથ્વી, અગ્ની, ત્રિશુલ, આકાશ અને નાગ







૧૯૬૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ કલામ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. અલબત, ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા. કલામ, પ્રસિદ્ધ અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વડપણ હેઠળની ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ અનુસંધાન સમિતિના સભ્ય હતા. ૧૯૬૯માં કલામને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) ખાતે સ્થાનાંતરીત કરાયા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ ૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.

૧૯૬૩–૬૪ દરમિયાન કલામે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વર્જીનિયા તથા મેરીલેન્ડ ખાતેના કેન્દ્રોની મુલાકાત લીધી.૧૯૭૦થી ૧૯૯૦ના દશક દરમિયાન કલામે ધૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-III) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.

કલામ દેશના પહેલા પરમાણુ પરીક્ષણ સ્માઇલીંગ બુદ્ધાનો હિસ્સો ન હોવા છતાં રાજા રમન્ના દ્વારા ટર્મિનલ બેલેસ્ટિક અનુસંધાન પ્રયોગશાળાના પ્રતિનિધિ તરીકે પરીક્ષણ નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. ૧૯૭૦ના દશકમાં કલામે અન્ય બે પરિયોજનાઓ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલીઅન્ટ અંતર્ગત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ની તકનિક દ્વારા બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી.કેન્દ્રીય મંત્રીપરિષદની અસ્વીકૃતિ છતાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કલામના નિર્દેશનમાં પોતાની વિવેકાધીન શક્તિઓનો ઉપયોગ કરીને આ અંતરીક્ષ પરિયોજનાઓ માટે ગુપ્ત અનુદાનની ફાળવણી કરી. કલામે આ વર્ગીકૃત અંતરિક્ષ પરિયોજનાઓની વાસ્તવિક પ્રકૃતિને છુપાવવાની જરૂરિયાત સંદર્ભે મંત્રીમંડળને સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ ૧૯૮૦ના દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર તેમના નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ. કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમએ તત્કાલીન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઇલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઇલ પરીક્ષણ પર કાર્ય કર્યું.  આ પરિયોજના એકીકૃત ગાઇડેડ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે ૩.૮૮ બિલિયન રકમની ફાળવણી કરવામાં આવી તથા કલામને યોજનાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. યોજના અંતર્ગત કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી ધરાતલ પર હુમલો કરવા સક્ષમ પૃથ્વી મિસાઇલને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

કલામે જુલાઈ ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક (કો-ઓર્ડીનેટર) તરીકે કાર્ય કર્યું.  આ સમયગાળા દરમિયાન સમૂહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.

૧૯૯૮માં કલામે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.

દિવંગત રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામની સ્મૃતિમાં, ભારતના તામિલનાડુના રામેશ્વરમ ટાપુ શહેરમાં પેઇ કરમ્બુ ખાતે તેમના નામ પર સ્મારક બનાવવામાં આવ્યું હતું. 27 જુલાઈ, 2017 ના રોજ તેનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

ડો. અબ્દુલ કલામ 40 યુનિવર્સિટીઓમાંથી માનદ ડોકટરેટની ડિગ્રી પ્રાપ્ત કરનાર વ્યક્તિ હતા.

ડો. અબ્દુલ કલામના 79 માં જન્મદિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. 

2003 અને 2006 માં એમટીવી યુથ આઇકન ઓફ ધ યર(MTV Youth Icon of the Year) માટે પણ નામાંકિત થયા હતા.

તમિલનાડું સરકારે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડની સ્થાપના કરી, જેમાં 8 ગ્રામ ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર અને 500,000 રૂપિયા આપવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) ના ફિલ્ટર્સ તરીકે નવું બેક્ટેરિયમ, જેનું નામ સોલિબેસિલસ કલામ છે, 

અબ્દુલ કલામને મળેલ સન્માન

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે.

 ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. 

તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. 

ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા. 

૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મે ને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો.

૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા

ભારત સરકારે 2015મા તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.



A.P.J. Abdul Kalam Books


એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે

 India 2020: A Vision for the New Millennium (co-authored with Yagnaswami Sundara Rajan, (1998)

- Wings of Fire: An Autobiography (1999)

- Ignited Minds: Unleashing the Power Within India (2002)

- The Luminous Sparks (2004)

- Mission India (2005)

- Inspiring Thoughts (2007)

- You Are Born To Blossom: Take My Journey Beyond (co-authored with Arun Tiwari, 2011)

- Envisioning and Empowered Nation

- Target 3 Billion by A.P.J. Kalam and Srijan Pal Singh (December 2011)

- Turning Points: A Journey Through Challenges (2012)

- My Journey: Transforming Dreams into Actions (2013)

- A Manifesto for Change: A Sequel to India 2020 (co-authored with V. Ponraj, 2014)

- Reignited: Scientific Pathways to a Brighter Future by A.P.J. Abdul Kalam and Srijan Pal Singh (2015)

- Transcendence: My Spiritual Experiences with Pramukh Swamiji (co-authored with Arun Tiwari, 2015)

- Advantage India: From Challenge to Opportunity by A.P.J. Abdul Kalam and Srijan Pal Singh (2015)

- Governance for growth in India (2014)


14 October, 2020

Global Handwashing Day

 Global Handwashing Day

15 ઓક્ટોબર


કોરોનાની  અવધિમાં હાથ ધોવાનું મહત્વ ખુબ  વધી ગયું છે. ખોરાક લેતા પહેલા, ખોરાકને જમ્યા  પછી

અને કોઈને ખાવાનું ખવડાવતા પહેલા પહેલાં, બહારથી ઘરમા આવીને તરત  તમારા હાથ ધોવા.

આ સાવચેતી રાખી  તમે અને તમારા પરિવાર રોગોથી સુરક્ષિત થઈ શકો છો.


જો તમે તમારા હાથ ધોશો, તો તમે રોગોથી દૂર રહેશો. લોકોને હાથ ધોવાથી થતા ફાયદા વિશે જાગૃત કરવા

ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની શરૂઆત 2008 માં કરવામાં આવી હતી. ગ્લોબલ હેન્ડવોશિંગ ડે

દર વર્ષે 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.


ભાગીદારી સમિતિના સભ્યોમાં કોલગેટ, પામોલિવ, એફએચઆઇ 360, પ્રોક્ટર અને જુગાર, યુનિસેફ,

યુનિલિવર અને વિશ્વ બેંકનો સમાવેશ થાય છે. આ દિવસની ઉજવણી કરવા માટે, દર વર્ષે ઘણા કાર્યક્રમો

યોજવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ લોકોને હાથ ધોવાનું મહત્વ જણાવવાનું છે. 


હેન્ડ ક્લિનિંગ પર હેન્ડવોશિંગ પ્રોગ્રામ ચલાવતા મધ્યપ્રદેશને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં 2014 માં રેકોર્ડ કર્યો હતો.


ગ્લોબલ હેન્ડવોશિંગ ડે  એ વિશ્વભરના લોકોને તેમની હેન્ડવોશિંગની ટેવમાં સુધારો લાવવા પ્રેરણા અને એકત્રીત

કરવા માટેનો આંતરરાષ્ટ્રીય હેન્ડવોશિંગ પ્રમોશન અભિયાન છે. દિવસ દરમિયાન નિર્ણાયક સ્થળોએ હાથ ધોવા

અને સાબુથી ધોવા બંને મહત્વપૂર્ણ છે.


વૈશ્વિક અભિયાન રોગ નિવારણના મુખ્ય પરિબળ તરીકે સાબુથી હેન્ડવોશિંગની જાગૃતિ માટે સમર્પિત છે. 

શ્વસન અને આંતરડાના રોગો 25-50% સુધી ઘટાડી શકાય છે.


ગ્લોબલ હેન્ડવોશિંગ ડેની શરૂઆત ગ્લોબલ હેન્ડવાશિંગ પાર્ટનરશીપ  દ્વારા ઓગસ્ટ 2008 માં સ્વિડનના

સ્ટોકહોમમાં વાર્ષિક વર્લ્ડ વોટર વીક( World Water Week)મા  હેન્ડવોશિંગ ડે 15 ઓક્ટોબર 2008 ના રોજ થયો હતો. 

યુએન જનરલ એસેમ્બલી(UN General Assembly) દ્વારા નિયુક્ત કરવામાં આવી હતી.

વર્ષ 2008 એ આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા વર્ષ પણ હતું.


15 ઓક્ટોબર, 2014 ના રોજ મધ્ય પ્રદેશ  રાજ્ય, સૌથી મોટા પ્રમાણમાં હેન્ડવોશિંગ પ્રોગ્રામ માટે

ગિનીસ વર્લ્ડ રેકોર્ડ જીત્યો. જેમાં 51 જુદા જુદા જિલ્લામાં 1,276,425 બાળકોએ ભાગ લીધો હતો.


ઇથોપિયામાં, 2013 માં 1 નવેમ્બરના રોજ 300 લોકોએ આડિસ અબાબામાં ગ્લોબલ હેન્ડવોશિંગ ડેની ઉજવણી કરી.


15 ઓક્ટોબર 2015 ના રોજ, ફિલિપાઇન્સની ગ્યુઆન ઇસ્ટર્ન સમરની લ્યુપોક સેન્ટ્રલ એલિમેન્ટરી સ્કૂલે વર્ગો શરૂ

કરતા પહેલા યોગ્ય હેન્ડવોશિંગ કરીને ગ્લોબલ હેન્ડવોશિંગ ડેની ઉજવણી કરી.

બાળકોના મૃત્યુદર, શ્વસન રોગો અને ઝાડાને નિયંત્રણમાં રાખવા માટે આ અભિયાન શરૂ કરાયું હતું. 


સાબુથી હાથ ધોવાનું એક સરળ કાર્ય છે, જેના દ્વારા શ્વસન રોગોને લીધે મૃત્યુ દર 25% સુધી ઘટાડી શકાય છે.

જ્યારે ઝાડા 50% સુધી ઘટાડી શકાય છે.


વિશ્વવ્યાપી 60% થી વધુ આરોગ્ય કર્મચારીઓ હાથ ધોવાના નિયમોનું પાલન કરતા નથી. 


યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, યુ.એસ. માં આરોગ્ય સંભાળના અધિકારીઓ પણ

તેમના હાથની સાફસફાઇ પર યોગ્ય ધ્યાન આપતા નથી.


હાલમાં કોરોના મહામારીમા હાથની સ્વચ્છતા અગત્યની બાબત છે. 

હાથ ધોવાથી હાનિકારક જિવાણુઓમા નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.

 હાથની સ્વચ્છતા જાળવવાની ક્રિયામા સાબુ અને પાણી વડે ઓછામા ઓછી 40 સેકંડ સુધી હાથ ધોવા

અથવા 70% આલ્કોહોલ ધરાવતા સેનિટાઇઝર વડે હાથ ધોવા.


હાથ ધોવા એ સારી ટેવ છે, જેનો આભાર આપણે કોરોનાવાયરસ, ઝાડા અને ન્યુમોનિયા જેવા ઘણા

રોગોથી સુરક્ષિત રહી શકીએ છીએ. . આ દિવસની ઉજવણી કરવા માટે, દર વર્ષે ઘણા કાર્યક્રમો યોજવામાં આવે છે,

જેનો મુખ્ય હેતુ લોકોને હાથ ધોવાનું મહત્વ જણાવવાનું છે. 


વર્ષ 2008 માં ગ્લોબલ હેન્ડવોશિંગ ડેના ઉદઘાટન વર્ષનું કેન્દ્ર શાળાના બાળકો હતા.

તે વર્ષે, સભ્યોએ વધુમાં વધુ 70 થી વધુ દેશોમાં સાબુથી હેન્ડવોશ કરતા સ્કૂલના બાળકોની સંખ્યા વધુમાં વધુ

પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો હતો. ભારતમાં વર્ષ 2008માં, પ્રથમ વૈશ્વિક હેન્ડવોશિંગ ડેના ભાગરૂપે,

ક્રિકેટર  સચિન તેંડુલકર અને તેના સાથી ખેલાડીઓએ વધુ આરોગ્ય અને સ્વચ્છતા માટે આશ્રય આપવા માટે

દેશભરના અંદાજિત 100 મિલિયન સ્કૂલનાં બાળકો સાથે જોડાયા હતા.



7 Steps of Hand Washing

  1. Step 1: Wet Hands. Wet your hands and apply enough liquid soap to create a good lathe

  2. ( તમારા હાથ ભીના કરો અને સારી લેયર બનાવવા માટે પૂરતા પ્રવાહી સાબુ લાગુ કરો.)

  3. Step 2: Rub Palms Together. (હથેળીને ઘસો)

  4. Step 3: Rub the Back of Hands.( હાથનો પાછળનો ભાગ ઘસો)

  5. Step 4: Interlink Your Fingers.( તમારી આંગળીઓને એકબીજા સાથે ઘસો)

  6. Step 5: Cup Your Fingers. (તમારી આંગળીઓ કપ બનાવી ઘસો)

  7. Step 6: Clean the Thumbs. (અંગુઠો ઘસો)

  8. Step 7: Rub Palms with Your Fingers.(હથેળીની આંગણીઓ વડે ઘસો)




Themes for annual Global Handwashing Day

                  2020: SAVE LIVES: Clean Your Hands

  • 2019 - Clean Hands for All. 2018 - Clean hands - a recipe for health.

  • 2017 - Our hands, our future.

  • 2016 - Make handwashing a habit.

  • 2015 - Raise a hand for hygiene.

  • 2014 - Clean hands save lives.

  • 2013 - The power is in your hands.

  • 2012 - I am a handwashing advocate.

  • 2011 - Clean hands save lives.

  • 2010 - Children and Schools.

  • 2009 - Spread the word, not the germs.

 

 

प्रथम ग्लोबल हैंड वॉशिंग डे 2008 में मनाया गया, जिसमें विश्व भर के 70 से अधिक देशों के 120 मिलियन से

अधिक बच्चों ने साबुन से हाथ धोये । 2008 के बाद से, समुदाय और राष्ट्रीय नेताओं ने हाथ धोने, सिंक एवं टिपी

नल बनाने और साफ हाथों की सादगी तथा मूल्य का प्रदर्शन करने के लिए ग्लोबल हैंड वॉशिंग डे का इस्तेमाल

किया है। प्रतिवर्ष विश्व भर के 100 से अधिक देशों में 200 मिलियन लोग इस दिवस के आयोजन में शामिल

होते हैं। ग्लोबल हैंड वॉशिंग डे का सरकारों, अंतर्राष्ट्रीय संस्थानों, गैर-सरकारी संगठनों, निजी कंपनियों और

व्यक्तियों की एक विस्तृत श्रेणी के द्वारा समर्थन किया गया है । महिला स्वास्थ्य विशेषज्ञ एवं वात्सल्य संस्था की

प्रमुख डॉक्टर नीलम सिंह कहती हैं " हाथ धोना एक सरल लेकिन बहुत ही महत्वपूर्ण व्यवहार है जो प्रदेश में

बच्चों में डायरिया से होने वाली मृत्यु को पचास फीसदी और श्वास संबंधी बीमारियों से होने वाली मृत्यु को

एक चौथाई तक रोक सकता है। पांच वर्ष से छोटे बच्चों में होने वाली मृत्यु को कम करने हेतु स्वास्थ्य विभाग,

महिला एवं बाल विकास विभाग और स्वच्छ भारत मिशन को मिलकर कार्य करने की आवश्यकता है

जिससे हाथ धोने के सन्दर्भ में जागरूकता पैदा की जा सके और इस व्यवहार को प्रोत्साहित किया जा सके

साथ ही घरेलू स्तर पर हाथ धोने के व्यवहार को बढ़ावा दिया जा सके और सार्वजनिक स्वास्थ्य सुविधाओं और

आंगनवाड़ी केन्द्रों जैसे संस्थानों पर हाथ धोने संबंधी सुविधाओं को सुनिश्चित किया जा सके|"

हाथों को धोना निम्न स्थितियों में अनिवार्य हैं खाना-खाने से पहले और बाद में। नवजात शिशु को छूने से पहले।

शौच के बाद। छींकने, खांसने या नाक साफ़ करने के बाद। जानवर या जानवरों के कचरे को छूने के बाद।

कचरे से निपटने के बाद। घावों के उपचार से पहले और बाद में। बीमार या घायल व्यक्ति को

छूने से पहले और बाद में। सर्दी को दूसरों तक फैलाने से रोकने के लिए 10 बार हैंड वाश का

नियमित हाथ धोने का अभ्यास करें।


सबसे महत्वपूर्ण बात, हाथ धो लो





11 October, 2020

world mental health day(વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ)

 world mental health day

(વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ)

10 October



માનસિક સ્વસ્થતાનું મહત્ત્વ શારીરિક તંદુરસ્તી કરતા પણ વધુ છે, કારણ કે માનસિક રીતે અસ્વસ્થતા તમામ પ્રકારની શારીરિક શક્તિઓને ક્ષીણ બનાવી દેતી હોય છે.

માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી વર્ષ-૧૯૯૨થી દર વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવાય છે. 

 1992 માં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થના અને WHOના  ઉપક્રમે આ ઉજવણી કરવામાં આવી હતી,  જેમાં 150 થી વધુ દેશોમાં સભ્યો અને સંપર્કો છે.  આ દિવસે, હજારો સમર્થકો માનસિક બીમારી અને તેના વિશ્વવ્યાપી લોકોના જીવન પરની અસરો પર ધ્યાન આકર્ષિત કરવા માટે આ વાર્ષિક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવા માટે આવે છે.  કેટલાક દેશોમાં આ દિવસ એક જાગૃતિ સપ્તાહનો ભાગ છે, જેમ કે ઓસ્ટ્રેલિયામાં માનસિક આરોગ્ય સપ્તાહ(Mental Health Week)

ડેપ્યુટી સેક્રેટરી જનરલ રિચાર્ડ હન્ટરના ઉપક્રમે 10 ઓક્ટોબર 1992 ના રોજ પ્રથમ વખત વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 1994 સુધી વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસની સામાન્ય માનસિક સ્વાસ્થ્યની હિમાયત કરવા અને લોકોને શિક્ષિત કરવા સિવાયની કોઈ વિશિષ્ટ થીમ નહોતી.


1994 માં તત્કાલીન સેક્રેટરી જનરલ યુજેન બ્રોડીના સૂચન પર પ્રથમ વખત થીમ સાથે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. થીમ "સમગ્ર વિશ્વમાં માનસિક આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાનો હતો (Improving the Quality of Mental Health Services throughout the World)." 


વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસને WHO દ્વારા વિશ્વભરના આરોગ્ય અને નાગરિક સમાજ સંગઠનોના મંત્રાલયો સાથેના મજબુત સંબંધોનો ઉપયોગ કરીને માનસિક આરોગ્ય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા દ્વારા ટેકો આપવામાં આવે છે. WHO તકનીકી અને સંદેશાવ્યવહાર સામગ્રીના વિકાસ માટે પણ ટેકો આપે છે


 WHOના રિપોર્ટ મુજબ વિશ્વમા દર ચારમાથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરે છે જ્યારે ભારતમા 10માથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરે છે


સુશાંતસિંહે  કેસની ચર્ચાના કારણે દેશમાં માનસિક અસ્વસ્થતાના કારણો અને ડ્રગ્સ જેવી નશીલી ચીજો, કૂટેવો, કૂસંલગ્ન અને સંભવિત દગાબાજીના દુષ્પરિણામો અંગે જાગૃતિ પણ આવી રહી હોય તેમ જણાય છે.


''ચિન્તા ચિત્તા સમાન'' એવું સૂત્ર શાસ્ત્રોમાંથી મળે છે, જ્યારે વિજ્ઞાન ''સ્ટ્રેસ'' એટલે કે તનાવને ડિપ્રેશનનું મુખ્ય કારણ માને છે. થાક, ચિન્તા, તનાવ અને ડર જેવા માનસિક કારણો ઉપરાંત કેટલીક શારીરિક ઉણપો, વ્યસનો, કૂટેવો અને અસાધ્ય કે લાંબી બીમારી કે અયોગ્ય જીવનશાંતિ પણ ડિપ્રેશનનું કારણ બને છે. ડિપ્રેશનની અલગ-અલગ વ્યાખ્યાઓ છે. તેવી જ રીતે તેના ઘણાં બધાં કારણો છે, પરંતુ પરિણામ મોટાભાગે ઘાતક જ આવે છે


સામાજિક સંબંધોમાં ઉતાર-ચઢાવ, પરીક્ષાનો હાઉ અને નબળા પરિણામોનો ડર, આબરૃ જવાની બીક કે કોઈનો ત્રાસ, બીમારી કે બેકારીના કારણો ઉભી થતી સ્થિતિ કે કોઈ ખોટા દોષારોપણ જેવા અનેક કારણોથી પણ માનવી ડિપ્રેશનમાં મૂકાય છે, અને તેના કારણે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ઘરેલુ હિંસા, છેડતી, બળાત્કાર અને હવે સોશ્યલ મીડિયાના દૂરૃપયોગ કે મોબાઈલ ફોનના માધ્યમથી વીડિયો ઉતારીને બ્લેકમેઈલના પ્રયાસ જેવી બાબતો પણ આત્મહત્યા જેવું ઘાતક કદમ ઉઠાવવા પ્રેરે છે. આ પ્રકારની ઉત્પન્ન થતી ભાવનાને ડિપ્રેશન કહેવાય છે અને ડિપ્રેશનથી બચવા માટે મક્કમતા, હિંમત, દૃઢ મનોબળ તથા સાહસની જરૃર રહે છે. આ માટે સૂચવાતા વિવિધ ઉપાયોમાં ભારતે દર્શાવેલા યોગ, ધ્યાન (યોગા, મેડિટેશન) અને શ્રદ્ધા-ભક્તિ જેવા ઉપાયો હવે દુનિયાના ઘણાં દેશોમાં પ્રચલિત થયા છે

Themes

2020: 'Move for mental health: Increased investment in mental health

2019 Suicide Prevention

2018 Young people & mental health.

2017 Mental health in the workplace


માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું કરશો ?


>તનાવમુક્તજીવન શૈલી અપનાવો


>જીવનમાં કોઈ શોખ, રસના વિષય અપનાવો


>પર્યાપ્ત ઊંઘ લઈ મનોરંજનને સ્થાન આપો


>સામાજિક સંપર્કો વધુને વધુ કેળવો


>એકલતાને ટાળી તમારી સમસ્યાઓ અન્યને કહો


>જીવનનું ધ્યેય વાસ્તવિક હોય તેવું રાખો


>સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો


>મનને નવું રાખ્યા વગર કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં રોકી રાખો


આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિને સંકલ્પ લઈએ કે ડિપ્રેશનને ભગાડવા વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો  કરશું જ, સાથે સાથે મંદબુદ્ધિ, માનસિક રીતે અસ્વસ્થ કે ડિપ્રેશનમાં આવેલા લોકોને શક્ય તેટલી મદદ પણ કરીશું…