world mental health day
(વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ)
10 October
માનસિક સ્વસ્થતાનું મહત્ત્વ શારીરિક તંદુરસ્તી કરતા પણ વધુ છે, કારણ કે માનસિક રીતે અસ્વસ્થતા તમામ પ્રકારની શારીરિક શક્તિઓને ક્ષીણ બનાવી દેતી હોય છે.
માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે જાગૃતિ ફેલાવવાના હેતુથી વર્ષ-૧૯૯૨થી દર વર્ષે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવાય છે.
1992 માં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થના અને WHOના ઉપક્રમે આ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 150 થી વધુ દેશોમાં સભ્યો અને સંપર્કો છે. આ દિવસે, હજારો સમર્થકો માનસિક બીમારી અને તેના વિશ્વવ્યાપી લોકોના જીવન પરની અસરો પર ધ્યાન આકર્ષિત કરવા માટે આ વાર્ષિક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવા માટે આવે છે. કેટલાક દેશોમાં આ દિવસ એક જાગૃતિ સપ્તાહનો ભાગ છે, જેમ કે ઓસ્ટ્રેલિયામાં માનસિક આરોગ્ય સપ્તાહ(Mental Health Week)
ડેપ્યુટી સેક્રેટરી જનરલ રિચાર્ડ હન્ટરના ઉપક્રમે 10 ઓક્ટોબર 1992 ના રોજ પ્રથમ વખત વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 1994 સુધી વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસની સામાન્ય માનસિક સ્વાસ્થ્યની હિમાયત કરવા અને લોકોને શિક્ષિત કરવા સિવાયની કોઈ વિશિષ્ટ થીમ નહોતી.
1994 માં તત્કાલીન સેક્રેટરી જનરલ યુજેન બ્રોડીના સૂચન પર પ્રથમ વખત થીમ સાથે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. થીમ "સમગ્ર વિશ્વમાં માનસિક આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાનો હતો (Improving the Quality of Mental Health Services throughout the World)."
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસને WHO દ્વારા વિશ્વભરના આરોગ્ય અને નાગરિક સમાજ સંગઠનોના મંત્રાલયો સાથેના મજબુત સંબંધોનો ઉપયોગ કરીને માનસિક આરોગ્ય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા દ્વારા ટેકો આપવામાં આવે છે. WHO તકનીકી અને સંદેશાવ્યવહાર સામગ્રીના વિકાસ માટે પણ ટેકો આપે છે
WHOના રિપોર્ટ મુજબ વિશ્વમા દર ચારમાથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરે છે જ્યારે ભારતમા 10માથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો સામનો કરે છે
સુશાંતસિંહે કેસની ચર્ચાના કારણે દેશમાં માનસિક અસ્વસ્થતાના કારણો અને ડ્રગ્સ જેવી નશીલી ચીજો, કૂટેવો, કૂસંલગ્ન અને સંભવિત દગાબાજીના દુષ્પરિણામો અંગે જાગૃતિ પણ આવી રહી હોય તેમ જણાય છે.
''ચિન્તા ચિત્તા સમાન'' એવું સૂત્ર શાસ્ત્રોમાંથી મળે છે, જ્યારે વિજ્ઞાન ''સ્ટ્રેસ'' એટલે કે તનાવને ડિપ્રેશનનું મુખ્ય કારણ માને છે. થાક, ચિન્તા, તનાવ અને ડર જેવા માનસિક કારણો ઉપરાંત કેટલીક શારીરિક ઉણપો, વ્યસનો, કૂટેવો અને અસાધ્ય કે લાંબી બીમારી કે અયોગ્ય જીવનશાંતિ પણ ડિપ્રેશનનું કારણ બને છે. ડિપ્રેશનની અલગ-અલગ વ્યાખ્યાઓ છે. તેવી જ રીતે તેના ઘણાં બધાં કારણો છે, પરંતુ પરિણામ મોટાભાગે ઘાતક જ આવે છે
સામાજિક સંબંધોમાં ઉતાર-ચઢાવ, પરીક્ષાનો હાઉ અને નબળા પરિણામોનો ડર, આબરૃ જવાની બીક કે કોઈનો ત્રાસ, બીમારી કે બેકારીના કારણો ઉભી થતી સ્થિતિ કે કોઈ ખોટા દોષારોપણ જેવા અનેક કારણોથી પણ માનવી ડિપ્રેશનમાં મૂકાય છે, અને તેના કારણે આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. ઘરેલુ હિંસા, છેડતી, બળાત્કાર અને હવે સોશ્યલ મીડિયાના દૂરૃપયોગ કે મોબાઈલ ફોનના માધ્યમથી વીડિયો ઉતારીને બ્લેકમેઈલના પ્રયાસ જેવી બાબતો પણ આત્મહત્યા જેવું ઘાતક કદમ ઉઠાવવા પ્રેરે છે. આ પ્રકારની ઉત્પન્ન થતી ભાવનાને ડિપ્રેશન કહેવાય છે અને ડિપ્રેશનથી બચવા માટે મક્કમતા, હિંમત, દૃઢ મનોબળ તથા સાહસની જરૃર રહે છે. આ માટે સૂચવાતા વિવિધ ઉપાયોમાં ભારતે દર્શાવેલા યોગ, ધ્યાન (યોગા, મેડિટેશન) અને શ્રદ્ધા-ભક્તિ જેવા ઉપાયો હવે દુનિયાના ઘણાં દેશોમાં પ્રચલિત થયા છે
Themes
2020: 'Move for mental health: Increased investment in mental health
2019 Suicide Prevention
2018 Young people & mental health.
2017 Mental health in the workplace
માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું કરશો ?
>તનાવમુક્તજીવન શૈલી અપનાવો
>જીવનમાં કોઈ શોખ, રસના વિષય અપનાવો
>પર્યાપ્ત ઊંઘ લઈ મનોરંજનને સ્થાન આપો
>સામાજિક સંપર્કો વધુને વધુ કેળવો
>એકલતાને ટાળી તમારી સમસ્યાઓ અન્યને કહો
>જીવનનું ધ્યેય વાસ્તવિક હોય તેવું રાખો
>સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાની કોશિશ કરો
>મનને નવું રાખ્યા વગર કોઈને કોઈ રચનાત્મક પ્રવૃત્તિમાં રોકી રાખો
આજે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિને સંકલ્પ લઈએ કે ડિપ્રેશનને ભગાડવા વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો કરશું જ, સાથે સાથે મંદબુદ્ધિ, માનસિક રીતે અસ્વસ્થ કે ડિપ્રેશનમાં આવેલા લોકોને શક્ય તેટલી મદદ પણ કરીશું…
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work