મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 October, 2020

અબ્દુલ કલામ જીવન પરિચય

એ.પી.જે. અબ્દુલ કલામ 




પુરુ નામ: અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

પિતાનુંં નામ: જૈનુલાબ્દીન

માતાનું નામ: આશિઅમ્મા 

જન્મ તારીખ: 15 ઓક્ટોબર 1931

જન્મસ્થળ: રામેશ્વરમ (તમિલનાડુ)

અવશાન: 27 જુલાઇ 2015, શિલોંગ (મેઘાલય)

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (જન્મ : ૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ; મૃત્યુ: ૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ)

 તેમનો જન્મ તમિલનાડુના રામેશ્વરમના ધનુષકોડીમાં થયો હતો, અને ભૌતિકશાસ્ત્ર અને એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. અથવા ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો. તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો. કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા. બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.

૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી. રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.

ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.  રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી

 કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે 9 ફેબ્રુઆરી 2020 ના રોજ નવી દિલ્હીમાં ડો.એ.પી.જે.અબ્દુલ કલામની બાયોપિક ફિલ્મ્નો પહેલો લુક રજૂ કર્યો હતો. ફિલ્મનું શીર્ષક "એ.પી.જે.અબ્દુલ કલામ : મિસાઇલ મેન". તે હોલીવુડ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગ વચ્ચેનું સંયુક્ત સાહસ છે અને 2020 ના અંત સુધીમાં રજૂ થશે.

તેમની જન્મજયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે મનાવવામાં આવે છે.

અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળ, આઈજીએમડીપીનો પ્રોજેક્ટ 1988 માં પ્રથમ પૃથ્વી મિસાઇલ અને ત્યારબાદ 1989 માં અગ્નિ મિસાઇલ જેવી મિસાઇલોનું નિર્માણ કરીને સફળ સાબિત થયું. તેમના યોગદાનને કારણે, તેઓ "ભારતના મિસાઇલ મેન" તરીકે જાણીતા હતા.તેમને કુલ 5 મિસાઇલનું નિર્માણ કર્યુ. જેના નામ પૃથ્વી, અગ્ની, ત્રિશુલ, આકાશ અને નાગ







૧૯૬૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થયા બાદ કલામ રક્ષા અનુસંધાન અને વિકાસ સેવા (ડીઆરડીએસ)ના સભ્ય બન્યા. ત્યારબાદ એક વૈજ્ઞાનિક તરીકે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના એરોનોટીક વિકાસ પ્રતિષ્ઠાનમાં સામેલ થયા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત એક નાનકડા હોવરક્રાફ્ટ ડીઝાઈનીંગ સાથે કરી હતી. અલબત, ડીઆરડીઓ ખાતેની તેમની નોકરીથી તેઓ સંતુષ્ટ નહોતા. કલામ, પ્રસિદ્ધ અંતરિક્ષ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈના વડપણ હેઠળની ભારતીય રાષ્ટ્રીય અંતરીક્ષ અનુસંધાન સમિતિના સભ્ય હતા. ૧૯૬૯માં કલામને ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) ખાતે સ્થાનાંતરીત કરાયા, જ્યાં તેઓ ભારતના પ્રથમ ઉપગ્રહ પ્રક્ષેપણ યાનના પરિયોજના નિર્દેશક હતા. આ પરિયોજના અંતર્ગત જુલાઈ ૧૯૮૦માં રોહિણી ઉપગ્રહને પૃથ્વીની ભ્રમણકક્ષાથી નજીક તરતો મૂકવામાં આવ્યો.

૧૯૬૩–૬૪ દરમિયાન કલામે અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના વર્જીનિયા તથા મેરીલેન્ડ ખાતેના કેન્દ્રોની મુલાકાત લીધી.૧૯૭૦થી ૧૯૯૦ના દશક દરમિયાન કલામે ધૃવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (PSLV) અને ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV-III) પરીયોજનાઓને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો અને બન્ને યોજનાઓ સફળ રહી.

કલામ દેશના પહેલા પરમાણુ પરીક્ષણ સ્માઇલીંગ બુદ્ધાનો હિસ્સો ન હોવા છતાં રાજા રમન્ના દ્વારા ટર્મિનલ બેલેસ્ટિક અનુસંધાન પ્રયોગશાળાના પ્રતિનિધિ તરીકે પરીક્ષણ નિહાળવા માટે આમંત્રિત કરાયા હતા. ૧૯૭૦ના દશકમાં કલામે અન્ય બે પરિયોજનાઓ પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલીઅન્ટ અંતર્ગત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (SLV)ની તકનિક દ્વારા બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી.કેન્દ્રીય મંત્રીપરિષદની અસ્વીકૃતિ છતાં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કલામના નિર્દેશનમાં પોતાની વિવેકાધીન શક્તિઓનો ઉપયોગ કરીને આ અંતરીક્ષ પરિયોજનાઓ માટે ગુપ્ત અનુદાનની ફાળવણી કરી. કલામે આ વર્ગીકૃત અંતરિક્ષ પરિયોજનાઓની વાસ્તવિક પ્રકૃતિને છુપાવવાની જરૂરિયાત સંદર્ભે મંત્રીમંડળને સમજાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

તેમની શોધ અને શૈક્ષણિક નેતૃત્ત્વએ ૧૯૮૦ના દશકમાં તેમને ખૂબ જ ખ્યાતિ અને પ્રતિષ્ઠા અપાવી. સરકાર તેમના નિર્દેશનમાં આધુનિક મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવા માટે તૈયાર થઈ. કલામ તથા રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડૉ. વી. એસ. અરુણાચલમએ તત્કાલીન રક્ષા મંત્રી આર. વેંકટરમનની સલાહ પર એક પછી એક તબક્કાવાર મિસાઇલ પરીક્ષણને બદલે એકસામટા મિસાઇલ પરીક્ષણ પર કાર્ય કર્યું.  આ પરિયોજના એકીકૃત ગાઇડેડ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે ૩.૮૮ બિલિયન રકમની ફાળવણી કરવામાં આવી તથા કલામને યોજનાના મુખ્ય કાર્યકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. યોજના અંતર્ગત કલામે મધ્યવર્તી અંતરની બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ મિસાઇલ તથા ધરાતલથી ધરાતલ પર હુમલો કરવા સક્ષમ પૃથ્વી મિસાઇલને વિકસિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

કલામે જુલાઈ ૧૯૯૨થી ડિસેમ્બર ૧૯૯૯ સુધી પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠનના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. આ સમયગાળા દરમિયાન પોખરણ-૨ પરમાણું પરીક્ષણ કરવામાં આવ્યા જેમાં તેમણે ગહન રાજનૈતિક અને તકનિકી ભૂમિકા ભજવી. કલામે આ પરિયોજના દરમિયાન રાજગોપાલ ચિદમ્બરમ સાથે મુખ્ય પરિયોજના સમન્વયક (કો-ઓર્ડીનેટર) તરીકે કાર્ય કર્યું.  આ સમયગાળા દરમિયાન સમૂહ માધ્યમોમાં પ્રસારીત સમાચારોને કારણે સમગ્ર દેશમાં પરમાણુ વૈજ્ઞાનિક તરીકે પ્રસિદ્ધિ મેળવી.

૧૯૯૮માં કલામે હૃદયરોગ નિષ્ણાત ભૂપતિરાજુ સોમરાજુ સાથે મળીને ઓછી કિંમતના કોરોનરી સ્ટેન્ટ વિકસિત કર્યા જે કલામ-રાજુ સ્ટેન્ટ તરીકે ઓળખાય છે.

દિવંગત રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે.અબ્દુલ કલામની સ્મૃતિમાં, ભારતના તામિલનાડુના રામેશ્વરમ ટાપુ શહેરમાં પેઇ કરમ્બુ ખાતે તેમના નામ પર સ્મારક બનાવવામાં આવ્યું હતું. 27 જુલાઈ, 2017 ના રોજ તેનું ઉદઘાટન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

ડો. અબ્દુલ કલામ 40 યુનિવર્સિટીઓમાંથી માનદ ડોકટરેટની ડિગ્રી પ્રાપ્ત કરનાર વ્યક્તિ હતા.

ડો. અબ્દુલ કલામના 79 માં જન્મદિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે માન્યતા આપવામાં આવી હતી. 

2003 અને 2006 માં એમટીવી યુથ આઇકન ઓફ ધ યર(MTV Youth Icon of the Year) માટે પણ નામાંકિત થયા હતા.

તમિલનાડું સરકારે ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એવોર્ડની સ્થાપના કરી, જેમાં 8 ગ્રામ ગોલ્ડ મેડલ, પ્રમાણપત્ર અને 500,000 રૂપિયા આપવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (આઇએસએસ) ના ફિલ્ટર્સ તરીકે નવું બેક્ટેરિયમ, જેનું નામ સોલિબેસિલસ કલામ છે, 

અબ્દુલ કલામને મળેલ સન્માન

૧૯૯૭માં અબ્દુલ કલામને વૈજ્ઞાનિક સંશોધન અને ભારતની સંરક્ષણ તકનિકીના આધુનિકિકરણમાં તેમણે કરેલા યોગદાન માટે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સન્માનવામાં આવ્યા છે.

 ૨૦૧૨માં તેમનો ૭૯મો જન્મદિવસ યુનાઇટેડ નેશન્સે વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવ્યો હતો. 

તેમને ૪૦ વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) માંથી માનદ ડોક્ટરેટની પદવી પણ એનાયત કરવામાં આવી છે. 

ભારત સરકારે તેમના ઇસરો અને ડી.આર.ડી.એ.માં કરેલા કાર્યો તથા ભારત સરકારના વિજ્ઞાન સલાહકાર તરીકેની સેવાઓ બદલ વર્ષ ૧૯૮૧માં તેમને પદ્મભૂષણ અને ૧૯૯૦માં પદ્મવિભૂષણથી નવાજ્યા. 

૨૦૦૫માં તેમની સ્વિત્ઝર્લેન્ડની મુલાકાત દરમ્યાન તે દેશે ૨૬ મે ને વિજ્ઞાન દિવસ ઘોષિત કર્યો હતો.

૨૦૧૩માં નેશનલ સ્પેસ સોસાયટી તરફથી તેમને વોન બ્રાઉન એવોર્ડ મળ્યો જે મેળવનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા

ભારત સરકારે 2015મા તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.



A.P.J. Abdul Kalam Books


એ.પી.જે. અબ્દુલ કલામે તેમના પુસ્તક 'ઇન્ડિયા ૨૦૨૦'માં ભારતને જ્ઞાન-મહાશક્તિ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે પ્રખર હિમાયત કરી છે

 India 2020: A Vision for the New Millennium (co-authored with Yagnaswami Sundara Rajan, (1998)

- Wings of Fire: An Autobiography (1999)

- Ignited Minds: Unleashing the Power Within India (2002)

- The Luminous Sparks (2004)

- Mission India (2005)

- Inspiring Thoughts (2007)

- You Are Born To Blossom: Take My Journey Beyond (co-authored with Arun Tiwari, 2011)

- Envisioning and Empowered Nation

- Target 3 Billion by A.P.J. Kalam and Srijan Pal Singh (December 2011)

- Turning Points: A Journey Through Challenges (2012)

- My Journey: Transforming Dreams into Actions (2013)

- A Manifesto for Change: A Sequel to India 2020 (co-authored with V. Ponraj, 2014)

- Reignited: Scientific Pathways to a Brighter Future by A.P.J. Abdul Kalam and Srijan Pal Singh (2015)

- Transcendence: My Spiritual Experiences with Pramukh Swamiji (co-authored with Arun Tiwari, 2015)

- Advantage India: From Challenge to Opportunity by A.P.J. Abdul Kalam and Srijan Pal Singh (2015)

- Governance for growth in India (2014)


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work