આલ્ફ્રેડ નોબેલ
ડાયનેમાઇટના શોધક
(જેમના નામથી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે)
જન્મસ્થળ: સ્ટોકહોમ (સ્વીડન)
પિતાનું નામ:ઇમન્યુઅલ
માતાનું નામ: કૈરોલિના અડ્રાઇટ
અવશાન: 10 ડિસેમ્બર 1886 (સનરીમો, ઇટલી)
પ્રસંગ
ઇ.સ.1888ની આ ઘટના છે. એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફીનો કપ લઇને દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનું ધ્યાન એક સમાચાર પર ગયું અને એને ધ્રુજારી છૂટી ગઇ. કોઇના મૃત્યુના સમાચાર હતા છતાં સમાચાર વાંચતા જ પરસેવો વળવા લાગ્યો કારણ કે, મૃત્યુ પામનાર વ્યક્તિ તરીકે એનું પોતાનુ જ નામ હતું. કોઇની ભૂલથી જ આ નામ છપાયું હશે કારણ કે, એ તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર ફોન કર્યો તો સામે જવાબદાર વ્યક્તિએ ભૂલ સ્વીકારીને માફી માગી.
આ માણસને થયું કે હું પૂરેપૂરા સમાચાર વાંચું, જેથી મને ખબર પડે કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે. સમાચારનું મથાળું હતું, ‘મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.’ અને એમાં લખેલું હતું, ‘અગાઉ ક્યારેય નહોતા મરતા એટલી ઝડપથી લોકોને મારવા માટેનો રસ્તો શોધીને તેના દ્વારા ધનવાન બનેલા માણસનું ગઇકાલે મૃત્યુ થયું.’ આ શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત્ત ચકરાવે ચડ્યું. ‘શું દુનિયા મને મારા મૃત્યુ બાદ મોતના સોદાગર તરીકે ઓળખશે? લોકોને મારી-મારીને હું ધનવાન બન્યો છું એ વાત આ જગત યાદ રાખવાનું છે? હું એવું બિલકુલ નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે ઓળખે. મારે દુનિયાને મારો પરિચય ‘મોતના સોદાગર’ તરીકે નહીં કંઇક જુદી રીતે જ આપવો છે.’
આ માણસે બહુ વિચાર કરીને 7 વર્ષનાં મનોમંથન બાદ 27મી નવેમ્બર 1895ના રોજ એક વસિયત તૈયાર કરી અને પોતાની તમામ સંપતિમાંથી 94% જેટલી રકમ દાનમાં આપીને એક ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક ભંડોળ ઊભું કર્યુ અને એ ભંડોળ પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું સૌથી મોટું ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત માટે અને માનવતા માટે કંઇક કરનાર અને જુદા-જુદા પાંચ મહત્ત્વનાં ક્ષેત્રમાં – ચિકિત્સા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય અને વિશ્વશાંતિ માટે વિશિષ્ટ યોગદાન આપનાર લોકોને વર્ષ 1901થી આ ઇનામ આપવાની શરૂઆત થઇ. સ્વીડનની મધ્યસ્થ બેંકની 300મી વર્ષગાંઠની ઉજવણી વખતે બેંક તરફથી નોબેલ ફાઉન્ડેશનને મોટી રકમ દાનમાં આપીને 1969ના વર્ષથી પાછળથી અર્થશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ કામ કરનારને પણ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત થઇ એટલે હાલમાં અત્યારે 6 ક્ષેત્રમાં આ પુરસ્કાર અપાય છે. વિશ્વના સૌથી મોટા પુરસ્કારની શરૂઆત કરાવવાના કારણે એ માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને મોતના સોદાગર તરીકે નહી પરંતુ નોબેલ પ્રાઇઝના સ્થાપક તરીકે ઓળખે છે. આ માણસ હતો ડાઇનામાઇટની શોધ કરનાર ડૉ. આલ્ફ્રેડ નોબેલ.
ડૉ. આલ્ફ્રેડ નોબેલના ભાઇના અવસાન બાદ ફ્રેન્ચ સમાચાર પત્ર ‘ઇરોનિયસ’માં ભૂલથી એમના ભાઇને બદલે ડૉ. આલ્ફ્રેડના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ થયા અને આ જગતને ‘નોબેલ પારિતોષિક’ની ભેટ મળી.
આલ્ફ્રેડ નોબલનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ના રોજ સ્વિડન દેશની રાજધાની સ્ટોકહોમમાં થયો હતો.
પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા.
નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા.
તેમનું શરૂનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે ફ્રાન્સ અને અમેરીકામાં રહ્યાં.
તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષત: દાનવીર તરીકેની છે.
નોબલના નામે ૩૫૫ પેટન્ટની નોંધણી થયેલી છે. જેમા તેમણે રબર, ચામડું, કૃત્રિમ સિલ્ક જેવી અનેક વસ્તુઓનું સંશોધન કર્યા પછી ડાયનેમાઈટનું સંશોધન કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સંશોધનના પરિણામે સમગ્ર દુનિયામાં વિકાસ કાર્યોને નવી ગતિ અને દિશા મળી હતી. ડાયેમાઈટના વિકાસની પ્રક્રિયામાં તેમને ઘણું નુકસાન પણ થયું હતું તેમ છતાં તેઓ દૃઢ નિશ્ચયી રહ્યા હતા. તેમણે ખતરનાક વિસ્ફોટક 'નાઈટ્રોગ્લિસરીન'નો ઉપયોગ કરીને ડાયનેમાઈટનો સંશોધ કરીને 1867માં ઈંગ્લેન્ડમાં તેના પર પેટન્ટ મેળવી હતી. તેમાં સૌપ્રથમ ગન પાવડર બનાવવાની રીત હતી. તે પછી નાઈટ્રો-ગ્લિસરીનનો ઉપયોગ, ડિટોમિટર, બ્લાસ્ટીંગ કેપ અને ૧૮૬૭માં શોધાયેલ ડાઈનેમાઈટ હતું.
ડાઈનેમાઈટના નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ વિશ્વમાં ભાવિ સંશોધનો માટે સતત સચેત હતા.
૧૮૮૪માં તેઓ રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સમાં સક્રિય સભ્ય તરીકે ચૂંટાયા હતા.
ડાયનેમાઇટના શોધક ડૉ. આલ્ફ્રેડ નોબેલે વૈજ્ઞાનિક શોધો દ્વારા અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત કર્યું હતું.
તેમણે કમાયેલા ધનનો વ્યાજબી ઉપયોગ માટે ૨૯ જૂન ૧૯૦૦ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપની થઈ.
તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે.
ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે.
વિશ્વ ઈતિહાસમાં નોબલ પુરસ્કારથી મોટો બીજો કોઈ પુરસ્કાર નથી.
ડો. આલ્ફ્રેડ નોબેલ(Alfred Nobel) દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલી વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
આલ્ફ્રેડ નોબલનું અવસાન ૧૦ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ સનરીમો (ઈટલી)માં થયું હતું. તેમના અવશાન સમયે તેમની સાથે કોઇ હતુ નહિ તેઓ એકલા જ હતા.
આલ્ફ્રેડ નોબલે શોધેલ ડાયનેમાઇટનો ઉપયોગ લોકો વિધ્વંશક કામ માટે કરશે તેવો તેમને હંમેશા ડર રહેતો હતો આથી તેમને પોતાના મૃત્યુ પહેલા એક મૃત્યુપત્ર લખ્યો હતો. જેમા તેમણે લખ્યુ હતુ કે મારી સંપત્તીનો ઉપયોગ સત્કાર્ય માટે થવો જોઇએ એવી મારી ઇચ્છા છે, ડાયનેમાઇટની સામગ્રીમાંથી મળેલ પૈસાથી એક નોબેલ પ્રાઇઝ આપવામા આવે. આ પ્રાઇઝ વૈજ્ઞાનિક, શાસ્ત્રો, શાંતિ, માટે કાર્ય કરતા વ્યક્તિઓને આપવામાં આવે.
ડાયનામાઈટ ની શોધ કરનાર અને જગતના ઘણા દેશોમાં તેની ફેકટરીઓ સ્થાપનાર અપરિણીત શોધક આલ્ફ્રેડ નોબેલ સ્વભાવે "મની-માઈન્ડેડ "હતો.
મૃત્યુ પછી બધી મિલકત પોતાના માનીતા ભત્રીજાઓને વારસામાં આપવાને બદલે ઇનામ વિતરણ નો ખ્યાલ તેના મગજમાં ભાગ્યે જ આવ્યો હોત,એક ફ્રેંચ અખબારે નોબેલના જીવતા જીવત તેની મરણ નોંધ ભૂલથી છાપી દીધી.
અખબારે "મોતના સોદાગરનું મૃત્યુ "એવા શીર્ષક સાથે સમાચારનું પ્રથમ વાક્ય એમ લખ્યું કે- "માણસોનું ઝડપી મોત નીપજાવીને પૈસાદાર બનેલ ડો.આલ્ફ્રેડ નોબેલનું ગઈ કાલે અવસાન નીપજ્યું છે."
આ સમાચાર વાંચીને નોબેલ ગુસ્સે થયો અને પોતાની નકારાત્મક છાપ ભૂંસી નાખવા અને ગૌરવ પૂર્ણ યાદગીરી છોડી જવા તેમણે વસિયત નામું બનાવ્યું.
તેમાં તેમણે પોતાની કુલ સંપતિના 94% જેટલી સંપતિ ભૌતિકશાસ્ત્ર ,રસાયણશાસ્ત્ર,તબીબીશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વ શાંતિ આ પાંચ ક્ષેત્રોમાં યોગદાન આપનાર યોગ્ય વ્યક્તિઓને પારિતોષિક એનાયત કરવા માટે અનામત રાખી. બાદમાં 1969માં અર્થશાસ્ત્રને ઉમેરવામાં આવેલ છે એટલે હવે છ ક્ષેત્રોના વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવે છે,
નોબેલ પુરસ્કારની(Nobel Prize) શરૂઆત 10 ડિસેમ્બર, 1901માં થઈ હતી. એ સમયે રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace)માં અપ્રતિમ યોગદાન માટે સૌ પ્રથમ વખત આ પુરસ્કાર અપાયો હતો. આ પુરસ્કારમાં એ સમયે લગભગ રૂ.5.50 લાખની રકમ આપવામાં આવી હતી. જોકે, સમયની સાથે-સાથે નોબેલ પ્રાઈઝમાં આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવતો રહ્યો છે. વર્ષ 2019ના નોબેલ પ્રાઈઝ માટે દરેક વિજેતાને 9 મિલિયન સ્વિડિશ કોર્નોર ઈનામ તરીકે આપવાનો સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે.
નોબેલ પુરસ્કાર આપવાની શરુઆત 1901થી થઇ છે. પ્રથમ નોબેલ મેળવનાર વ્યક્તિઓ (1) વિલિયમ્સ રોન્જન- ભૌતિક શાસ્ત્ર (2) જેકોબસ હેનરિકસ વેન- રસાયણ શાસ્ત્ર (3) એમીલ એડોલ્ફ વોન બેહરીંગ- તબિબિ (4) રેને ફ્રાંસકોઇસ અર્માન્ડ -સાહિત્ય (5) હેંરી દુનન્ટ અને ફેડ્રીક પેસે-શાંતિ
2020 સુધીમાં 603 પુરસ્કાર 962 વ્યક્તિઓને આપવામાં આવેલ છે.
સૌથી વધુ નોબેલ પ્રાઇઝ મેળવનાર દેશ અમેરિકા છે જેને 400 જેટલા પ્રાઇઝ મળેલ છે, બીજા નમ્બરે 138 પ્રાઇઝ સાથે બ્રિટન અને 111 પ્રાઇઝ સાથે ત્રીજા નંબરે જર્મની છે.
નોબેલ ઇનામના વિજેતાઓને અપાતો રકમનો આંકડો એક સરખો જળવાતો નથી. રકમ બદલાતી રહે છે કેમ કે ઇનામની રકમ આલ્ફ્રેડ નોબેલે સ્થાપેલા ફાઉન્ડેશનને તેના મૂડી રોકાણ દ્વારા થતી આવક પર અવલંબે છે, જેનું ધોરણ એક સરખું જળવાતું નથી. એક સમયે વિજેતાને 31000 ડોલર મળતા,પછી તે વધીને 62000 ડોલર થયો, તો આજે રકમ અંદાજે 13,00,000 ડોલર કરતા પણ વધુ છે. વિજેતા બે હોય તો તેમની વચ્ચે રકમ વહેંચી દેવામાં આવે છે.
કોઈ વિજેતા કદાચ ઇનામ લેવાની ના પાડે તો પણ નોબેલ સમિતિ ના ચોપડે તેનું નામ વિજેતા તરીકે દર્જ રહે છે
ભૌતિકશાસ્ત્ર સહિતના પાંચ નોબેલ પુરસ્કારો સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં અપાય છે. શાંતિના નોબેલ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી સ્વિડનને બદલે નોર્વેમાં થાય છે. નોર્વેની પાર્લામેન્ટે નીમેલી સમિતિ એ કાર્ય સંભાળે છે.વિજેતાને શાંતિનું ઇનામ પણ સ્વિડનના સ્ટોકહોમ ને બદલે નોર્વેના ઓસ્લો નગરમાં અપાય છે.
નોબેલ ઇનામના વિજેતાને નગદ રકમ ઉપરાંત લગભગ 200 ગ્રામ વજન નો અને 66 મિલી મીટર વ્યાસ નો ચંદ્રક અપાય છે.ચંદ્રક બનાવવા માટે 1980 સુધી 23 કેરેટ જેટલી શુદ્ધતા વાળું સોનું વપરાતું,પણ હવે 18 કેરેટના સોના પર સો ટચનો 24 કેરેટના સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે.વિજેતાનું નામ પણ કોતરેલું હોય છે.
ઈ.સ.1930 માં ભારતના જાણીતા વૈજ્ઞાનીક ડો.સી.વી.રામન ને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.
1998ના વર્ષમાં મૂળ ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનું નોબેલ મળ્યું હતું.
શાંતિના નોબેલ પુરસ્કાર માટે ગાંધીજીનું નામ 1937 થી 1948 સુધીમાં કુલ પાંચ વખત સુચવાયું હતું,પણ એકેય વાર તે પસંદગી ન પામ્યું
નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતીય
વર્ષ 2021માં કુલ 13 વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ મળશે જેમાથી શાંતિ માટે 2, રસાયણ વિજ્ઞાનમાં 2, ભૌતિક વિજ્ઞાનમાં 3, અર્થશાસ્ત્રમાં 3 સાહિત્યમા 1 અને તબિબી ક્ષેત્રે 2
આમ 2021 સુધીમાં કુલ 975 વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ મળશે.
આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર રશિયા અને ફિલિપાઇન્સના બે પત્રકારો, મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને સંયુક્તપણ એનાયત થશે
વર્ષ 2021 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે. અબ્દુલરજાકને ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના કરૂણામય ચિત્રણને લઇને સન્માનિત કરવામાં આવ્યા છે.
ડેવિડ જુલિયસ અને આર્ડેમ પાટાપૌટિયનએ તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. આ બેઉ પત્રકારોને અભિવ્યક્તિની આઝાદીની હિમાયત અને સુરક્ષા બદલ પ્રતિષ્ઠિત નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે.
સ્યુકુરો માનેબે, ક્લાઉસ હૈસલમેન અને જિયોર્જિયો પેરિસીને સંયુક્ત રીતે 2021માં ફિઝિક્સ્નો નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે.
બેંજામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલાનને 2021માં રસાયણ વિજ્ઞાનનો નોબેલ પ્રાઇઝ મળશે.આ જોડીને “અસમપ્રમાણ ઓર્ગેનોકેટાલિસિસના વિકાસ માટે” ઇનામ આપવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work