મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

04 September, 2021

શિક્ષક દિવસ (Teacher's Day)

શિક્ષક દિવસ

5 સપ્ટેમ્બર



गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा

गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે.



 ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા

 શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે નો આ દિવસ છે.

ચાણક્ય નું કહેવું છે કે શિક્ષક કોઈ દિવસ સામન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળા માં રમતા હોય છે.

સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ  5 સપ્ટેમ્બર 1888ના રોજ તામિલનાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા  હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.

 તેઓનું બાળપણ તિરૂત્તાનીતિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.

તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદ ને વાંચી ને વિતાવ્યું હતું. 

તેઓ પુરા વિશ્વ ને એક વિદ્યાલય ની સમાન માનતા હતા. 

બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. 

૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 

તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. 

તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. .

 ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 

કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. 

કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા.

તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

 તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. 

૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું 'નાઈટ' સન્માનથી નવાજવામાં આવ્યા હતા

૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. 

જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.  રશિયાના સરમુખ્ત્યાર સ્ટાલિન કોઇને મળતા નહિ પણ તેઓ 2 વાર ડો. રાધાકૃષ્ણનને મળ્યા હતા.

 તેઓ 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર પતિ બન્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ  તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.

1962માં તેમની વરણી ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી અને તેઓ 1967 સુધી આ પદ પર રહ્યા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.

રાષ્ટ્રપતિ તરીકે તેમણે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો

ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1954 માં તેમને ભારત ના સર્વોચ્ય સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા.

1975માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. 

 ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે

અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા.

 તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી

તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું

ડો. રાધાકૃષ્ણનના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 1988માં એન.એસ.થાપા દ્વારા બનાવવમાં આવી હતી.

1989મા ડો. રાધાકૃષ્ણનના સન્માનમા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.



લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ માટે તેમની 16 વાર પસંદગી કરવામાં આવી હતી જ્યારે શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે 11 વાર પસંદગી કરાઇ હતી.

ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાંથી એક તેજસ્વી વિદ્યાર્થીએ બેચલર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવી જેના બદલામાં તે વિદ્યાર્થીએ પોતે લખેલા પુસ્તકોની એક સંપૂર્ણ હારમાળા યુનિવર્સિટીને ભેટ આપી. વિદ્યાર્થી દ્વારા અપાયેલી આ ભેટ જોઈને યુનિવર્સિટીના કુલપતિ/Dean આશ્ચર્ય પામી ગયા કારણે કે તે પુસ્તકો યુનિવર્સિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા હતા. કુલપતિએ પેલા વિદ્યાર્થીના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી પડતી કે આ વિદ્યાર્થીને બી.લીટની ડીગ્રી આપીને અમે તેમના પર ઉપકાર કર્યો છે કે પછી આ વિદ્યાર્થીએ તેના પુસ્તકો આપી અમારા પર ઉપકાર કર્યો છે”. કુલપતિએ જે વિદ્યાર્થીના વખાણ કર્યા તે વિદ્યાર્થી એટલે ભારતમાં સર્વપ્રથમ નાયબ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન.

  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનનું પેહલા પુસ્તક 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનું નામ “ધ એથીક્સ ઓફ ધ વેદાન્ત એન્ડ ઇટ્સ મટીરિયલ એક્સપોઝિશન”. આ પુસ્તકમાં રાધાકૃષ્ણને પોતાના એમએના અભ્યાસ દરમિયાન લખેલા નિબંધોનો સંગ્રહ પ્રગટ કર્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને ફિલોસોફી વિષય સાથે એમએ કર્યું હતું. જોકે તેમણે એમએ કરવા માટે ફિલોસોફી વિષય પસંદ કર્યો તેનું કારણ એવું હતું કે, રાધાકૃષ્ણનને તેમના પિતરાઈ ભાઈ તરફથી એમએ ફિલોસોફીની ચોપડીઓ ભેટ મળી હતી જે વાંચ્યા બાદ તેમને ફિલોસોફીમાં રસ જાગ્યો હતો અને તેમણે એમએ ફિલોસોફી વિષય સાથે પૂરું કર્યુ હતું.
  • બ્રાહ્મણ પરિવારથી આવતા હોવાને કારણે રાધાકૃષ્ણનના પિતા તેમને મંદિરના પૂજારી બનાવવા માંગતા હતા પરંતુ 1906માં જ્યારે રાધાકૃષ્ણને બીએમાં પ્રથમ ક્રમ મેળવ્યો ત્યારે તેમના પિતાએ પૂજારી બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના લગ્ન 16 વર્ષની ઉંમરે 10 વર્ષની શિવકામૂ સાથે થયા હતા. ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનના સંતનોમાંથી લગભગ દરેકે ભારતમાં સિવિલ સર્વિસમાં જોડાઈ દેશની સેવા કરી છે. રાધાકૃષ્ણનની એક દીકરી બેંગલોરમાં અને એક દીકરી અમેરિકામાં વસે છે. પરિવારના અમુક સભ્યો ચેન્નાઇના એક જુનવાણી મકાનમાં રહે છે જ્યાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પોતાના અંતિમ દિવસો વિતાવ્યા હતા.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોરના ભાષા પ્રત્યેના યોગદાનથી ખૂબ પ્રભાવિત હતા. આ કારણે જ 1920માં જ્યારે તેમને કલકત્તા યુનિવર્સિટીમાં મેન્ટલ ઍન્ડ મોરલ સાયન્સના પ્રોફેસર બનવા માટે આમંત્રણ મળ્યું તો તેમણે તરત સ્વીકારી લીધું.
  • 1921 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને મૈસુર યુનિવર્સિટીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી. તેઓ ત્યાંના વિદ્યાર્થીમાં ખૂબ લોકપ્રિય હતા માટે વિદ્યાર્થીઓએ તેમના માટે એક નાનકડું ફેરવેલ યોજ્યું હતું. આ ફેરવેલમાં વિદ્યાર્થીઓએ રાધાકૃષ્ણનને ફૂલથી સજાવેલી બગીમાં બેસાડી , જાતે બગી ખેંચી તેમને યુનિવર્સિટીના ગેટ સુધી લઈ જઈને વળવ્યા હતા.
  • 1949-1953 દરમિયાન ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન સોવિયેત રશિયામાં ભારતના બીજા રાજદૂત રૂપે નિમણુક કરવામાં આવ્યા હતા. તે સમયે રશિયામાં સરમુખત્યાર શાસક જોસેફ સ્તાલિનનું રાજ હતું. સ્તાલિન ખૂબ અભિમાની શાસક હતો માટે તે કોઈ પણ દેશના રાજદૂત સાથે મુલાકાત કરવાનું ટાળતો. જોકે રાધાકૃષ્ણનના ફિલોસોફી ક્ષેત્રના કામથી સ્તાલિન ખૂબ પ્રભાવિત હતો માટે તેણે રધાકૃષણન સાથે જાન્યુઆરી 1950ની એક સાંજે મુલાકાત ગોઠવી. રશિયા અને અમેરિકા વચ્ચે તે સમયે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું માટે રાધાકૃષ્ણન સ્તાલિનની મુલાકાતમાં વધુ પડતી વાતો શીતયુદ્ધ વિશે જ થઈ હતી. મુલાકાતના અંતમાં રાધાકૃષણન દ્વારા સ્તાલિનને સલાહ આપવામાં આવી હતી કે સોવિયેત રશિયાએ સામેથી શીતયુદ્ધનો અંત લઇ આવવો જોઇએ. જવાબમાં જોકે સ્તાલિને કહ્યું હતું કે “તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે” જેના જવાબમાં રાધાકૃષ્ણને ખૂબ નમ્રતાપૂર્વક સલાહ આપી હતી કે, “એક શાંતિપ્રિય દેશ હોવાના નાતે સોવિયેત રશિયાએ અમેરિકાના બીજા હાથની રાહ જોયા વગર પોતાનો બીજો હાથ આગળ કરી શાંતિની તાળી વગાળવી જોઈએ”. સ્તાલિન જેવા સરમુખત્યાર શાસકને આવી સલાહ આપવાની હિંમત જોકે માત્ર ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસે જ હતી.
  • 1957માં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના નાયબ રાષ્ટ્રપતિ રૂપે ચીનની મુલાકાતે ગયા હતા. ચીનની આ મુલાકાત દરમિયાન તે સમય કાઢીને માઓ ઝેડોંગને (ચીની કમ્યુનિસ્ટ, કવિ અને રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપક) તેમના ઘરે મળવા ગયા હતા. માઓના ઘરે રાધાકૃષ્ણનનું સ્વાગત કરવા માઓ પોતે દરવાજે આવ્યા હતા. દરવાજે આવેલા માઓ સાથે હાથ મેળવ્યા બાદ રાધાકૃષ્ણનને તેમને પ્રેમપૂર્વક ગાલ પર હળવી લપડાક મારી હતી. પ્રથમ મુલાકાતમાં રાધાકૃષણનના આવા અનોખા વ્યહવારથી માઓ ચોંકી ગયા હતા જે જોઈને રાધાકૃષણન હસીને બોલ્યા હતા કે, ” ચોંકવાની જરૂર નથી, હું જ્યારે પોપ અને સ્તાલિનને મળ્યો હતો ત્યારે પણ મે આવું જ વર્તન કર્યું હતું”.
  • ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે  ભારતની આર્થિક અને રાજનૈતિક સ્થિતિ ઘણી નબળી હતી. ભારતની આ સ્થિતિ જોતાં રાધાકૃષ્ણને પોતાના ₹10,000 પગાર માંથી ઓછો કરાવી ₹2,000 કરવી દીધો હતો અને બાકીના ₹8000 પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમાં કરાવવાનો આદેશ કર્યો હતો.

તમારા શિક્ષક સાથે ની તમારી કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ અથવા તમારી પસંદ ના કોઈ સુવિચાર કે મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો

આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ (World Teachers Day) 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવાની શરૂઆત કરાઈ હતી. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "યંગ ટીચર્સઃ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન" રાખવામાં આવી છે. 

શિક્ષક કઇ રીતે બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે તે દર્શાવતી ઘણી ફિલ્મો પણ બની છે.

1. તારે જમીન પર

વર્ષ 2007મા આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'તારે જમીન પર' રિલીઝ થઈ, જેમાં 8 વર્ષના છોકરાની કહાની દેખાડવામાં આવી હતી. ઈશાન એટલે કે દર્શીલ સફારીએ ફિલ્મમાં ડિસલેક્સિયાની બીમારીનો સામનો કરતા બાળકની ભૂમિકા ભજવી હતી, જેને જ્યારે હોસ્ટેલમાં મોકલવામાં આવે છે તો તેનું જીવન બદલી જાય છે. ત્યાં ઈશાનને સમજનાર એક ટીચર મળે છે, જે તેના જીવનમાં પરિવર્તન લાવે છે. 



2. હીચકી

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



3. બ્લેક

અમિતાભ બચ્ચને ફિલ્મ બ્લેકમાં એક ટીચરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન આંધળી અને બેરી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રાની મુખર્જીને બોલવાનું શીખવે છે. આ ફિલ્મમાં ગુરૂ અને શિષ્યની અલગ કેમેસ્ટ્રી જોવા મળે છે. 



4. સુપર 30

બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું. 



5. મેડમ ગીતા રાની


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work