મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 October, 2021

નવરાત્રી- નવમું નોરતું

નવરાત્રી- નવમું નોરતું

માઁ  સિદ્ધિદાત્રી


या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

મા દુર્ગાના નવમા સ્વરૂપનું નામ ‘સિદ્ધિદાત્રી’ કહેવાય છે. 

 તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. 

હિમાચલના નંદા પર્વત પર તેમનું પ્રસિદ્ધ તીર્થ છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એમ આઠ સિદ્ધિ છે. આ દેવીની યોગ્ય વિધિ-વિધાન સાથે ઉપાસના કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી શિવજીએ તમામ સિદ્ધિ પ્રાપ્ત કરેલી.

તેમની કૃપાથી જ શિવજી અર્ધનારીશ્વર બન્યા. તેમના નીચેના જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે. નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે. નવમા નોરતે વિધિ-વિધાન સાથે તેમની ઉપાસના કરવામાં આવતી હોય છે. તેમની સાધનાથી તમામ પ્રકારની લૌકિક અને પરલૌકિક કામના પૂરી થાય છે.


આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.


માર્કર્ંડય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે, એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધદાત્રી છે. 

બ્રવૈવત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્પા, મહિમા, ઈશિત્વવશિત્વ, સર્વ કામ સાધના પરકાયા-પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકત્વ, ભાવનાસિદ્ધિ, આ અઢાર સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. 

દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના "અર્ધનારીશ્વર" સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવગંધર્વયક્ષઅસૂર અને સિદ્ધ પણ કરે છે.


દુર્ગાના આ સ્વરૂપ્નું દેવ, ઋષિ-મુનિ સિદ્ધ યોગી-સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work