હંસાબેન મહેતા
પ્રથમ મહિલા ઉપકુલપતિ
M.S.યુનિ.નાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર
જન્મતારીખ: 3 જુલાઇ 1897
જન્મસ્થળ: સુરત, ગુજરાત
પિતાનું નામ: મનુભાઇ મહેતા
માતાનું નામ: હર્ષદકુમારી
પતિનું નામ: ડો. જીવરાજ મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)
અવશાન: 4 એપ્રિલ 1995
શ્રીમતી હંસાબેન મહેતાનો જન્મ તા. ૦૩-૦૭-૧૮૯૭ના રોજ સુરતના ધનાઢ્ય નાગર પરિવારમાં થયો હતો. હંસાબહેનના પિતા સર મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના દિવાન હતા અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડના અંગત વિશ્વાસુ વર્તુળમાં સ્થાન ધરાવતા હતા. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં તેઓ પૌત્રી હતાં. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ તથા સ્મરણશક્તિનો વારસો તેમણે દિપાવ્યો.
વર્ષ 1913માં મૅટ્રિકની પરીક્ષામાં બહેનોની શ્રેણીમાં પ્રથમ ક્રમે આવ્યાં. આથી 'ચૅટફીલ્ડ પ્રાઇઝ' અને 'નારાયણ પરમાણંદ ઇનામ' મળ્યાં. '
તત્ત્વજ્ઞાન તેમનો પ્રિય વિષય હતો. વર્ષ 1918માં આ વિષય સાથે તેઓ સ્નાતક થયાં
ઈ.સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. થઇ સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના અભ્યાસાર્થે લંડન ગયા અને ત્યાં ઉચ્ચ અભ્યાસ કર્યો.
અને વર્ષ 1919માં પત્રકારત્વનું શિક્ષણ મેળવવા માટે ઇંગ્લૅન્ડ ગયાં. ત્યાં તેમની મુલાકાત સરોજિની નાયડુ અને રાજકુમારી અમૃતકૌર સાથે થઈ ત્યાંથી અમેરિકા અને જાપાન થઇ ભારત આવ્યા.
લગ્ન
વડોદરા રાજ્યના મેડિકલ ઓફિસર ડો. જીવરાજ મહેતા સાથે ઈસ. ૧૯૨૪માં લગ્ન થયા. ડો. જીવરાજ મહેતા ઈંગ્લેન્ડ જઈને મેડિસિનમાં માસ્ટર ડીગ્રી મેળવી ચૂક્યા હતા અને ગાંધીજીના તબીબ તરીકે પણ નામના ધરાવતા હતા. કોંગ્રેસની રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકેનું બહુમાન પણ ધરાવે છે.
મુંબઇ રહી તેમણે ‘ભગિની સમાજ’ તથા ‘નેશનલ કાઉન્સિલ ફોર વિમેન’ સંસ્થામાં મંત્રી તરીકે રહી સમાજસેવાનાં કાર્યો પણ કર્યા.
રાજકીય સક્રિયતા
હંસાબહેને ઈ.સ. ૧૯૩૦માં દાંડીકૂચમાં ભાગ લીધો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. આંદોલનોમાં તેઓ સક્રિય રહ્યા. ૧૯૩૪માં તેઓ મુંબઈ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યાં. ઈ.સ. ૧૯૩૭માં મુંબઈ ધારાસભ્યમાં ચૂંટાયા અને શિક્ષણમંત્રી તરીકે સેવા આપી હતી. ઈ.સ.૧૯૪૬માં તેઓ વિશ્વ વિદ્યાલયના પ્રથમ મહિલા ઉપ કુલપતિ બન્યાં. ઈ.સ. ૧૯૪૭માં તેમની ‘યુનો’ખાતેના ભારતીય પ્રતિનિધિ તરીકે નિમણૂંક થઇ. એમણે ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી.
સન્માન
ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે તેમને 'પદ્મભૂષણ' ઈલકાબ આપી સન્માનિત કર્યા હતા. ઈ.સ. ૧૯૫૮માંઅલ્હાબાદ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ. ની પદવી એનાયત કરી તેમનું બહુમાન કર્યું હતું. જર્મનીના મ્યુનિક શહેરમાં સમાજસેવા પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી અને પેરિસમાં ઈ.સ. ૧૯૫૮માં મળેલી વર્લ્ડ ફેમિલી કોંગ્રેસમાં તેઓ હિન્દી પ્રતિનિધિ મંડળના નેતા બન્યાં. ઈ.સ. ૧૯૫૬માં દિલ્હી ખાતે મળેલ યુનેસ્કો કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી.
૧૯૪૬માં તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ઉપકુલપતિ બન્યા. આમ તેઓ યુનિવર્સિટીના ઉપકુલપતિ બનનાર પ્રથમ મહિલા હતા.
ભારતીય મહિલા હંસા મહેતા જેમણે માનવાધિકારના વૈશ્વિક ઘોષણા(Universal Declaration Of Human Rights)ને આકાર આપ્યો
યુનિવર્સલ ઓફ હ્યુમન રાઇટ્સ (યુડીએચઆર) માં આ વાક્ય હતું, “બધા માણસો મફત અને સમાન જન્મે છે(All men are born free and equal”). મહેતાએ તેમાં સુધારો કર્યો, હવે આ વાક્ય વાંચે છે, “બધા મનુષ્ય મુક્ત અને સમાન જન્મે છે(All human beings are born free and equal)”.
હંસાબેન મહેતાએ સ્વતંત્રતા બાદ બંધારણ નિર્માણ માટેની "બંધારણ સભા" ના મહિલા સદસ્યોમાંના એક હતા
લેખન
તેમને લેખનશક્તિ વારસામાં મળી હતી. તેમણે નાનામોટા ૧૬ ગુજરાતી અને ચાર અંગેજી મળીને કુલ ૨૦ પુસ્તકો લખ્યા છે. આ પુસ્તકોમાં શેક્સપિયરના નાટકો, ગુલિવર્સ ટ્રાવેલ્સ, અને રામાયણમા કાંડનું ગુજરાતી અનુવાદ કર્યો હતો, આ ઉપરાંત તેમણે બાળવાર્તાઓ પણ આપી છે.
આમ વહીવટ, સાહિત્ય, સામાજિક અને શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર હંસાબેન મહેતાનું ચોથી એપ્રિલ ૧૯૯૫ના રોજ અવસાન થયું.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work