મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

14 July, 2021

અરુણા અસફ અલી

અરુણા અસફ અલી

(દિલ્હીના પ્રથમ મેયર, ગ્રાંડ ઓલ્ડ લેડી)



બાળપણનું નામ: અરુણા ઉપેન્દ્રનાથ ગાંગુલી

જન્મતારીખ: 16 જુલાઇ 1909

જન્મસ્થળ: કાલકા, પંજાબ (હાલમાં હરિયાણા)

પિતાનું નામ:  ઉપેન્દ્રનાથ ગાંગુલી

માતાનું નામ: અંબાલિકાદેવી

પતિનું નામ: અશફ અલી ( કોંગ્રેસના નેતા)

અવશાન: 29 જુલાઇ 1996 (દિલ્હી)

અરુણા આસફ અલી  ભારતીય મહિલા સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા.

અરુણા અસફ અલી, જેને હંમેશાં તેની બહાદુરી માટે ભારતની સ્વતંત્રતા ચળવળની "ગ્રાંડ ઓલ્ડ લેડી" કહેવાતી હતી, 

તેમનો જન્મ ૧૬ જુલાઇ ૧૯૦૯ના રોજ હરિયાણા (તત્કાલીન પંજાબ)ના કાલકા નામના સ્થળે એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

તેમના પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી પૂર્વ બંગાળ (હાલ બાંગ્લાદેશ)ના વતની હતા પરંતુ તેઓ સંયુક્ત પ્રાંતમાં આવીને વસ્યા હતા. તેઓ એક રેસ્ટોરન્ટના માલિક હતા.

 તેમની માતા અંબાલિકા દેવી બ્રહ્મોસમાજના પ્રસિદ્ધ નેતા ત્રિલોકનાથ સાન્યાલના પુત્રી હતા

તેમનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર અને ઓલ સેન્ટ'સ કોલેજ નૈનિતાલમાં થયો. 

સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું.

 ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. ઉંમર અને ધર્મ સંબંધે માતાપિતાના વિરોધ છતાં બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. (આસફ અલી મુસ્લિમ હતા અને તેમનાથી ઉંમરમાં ૨૦ વર્ષ મોટા હતા)

તેઓ આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. 

૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. 

અહીં તેમને રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. 

બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. 

જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.

તેમણે 1930 માં મીઠાના સત્યાગ્રહ ગતિમાં સક્રિયપણે ભાગ લીધો હતો. ત્યારબાદ તેણીને ભભરાયાની ફીના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

૮ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં ભારત છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બ્રિટીશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ મોટા નેતાઓની ધરપકડ કરી આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. 

મોટા નેતાઓની ગેરહાજરીમાં ૯ ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરુણા આસફ અલીએ ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસ પક્ષનો ઝંડો લહેરાવ્યો અને આંદોલનની વિધિવત શરૂઆત કરી. 

પ્રત્યક્ષ નેતૃત્ત્વના અભાવ છતાં ભારતીય યુવાઓની આઝાદી મેળવવાની અદમ્ય ઇચ્છાની અભિવ્યક્તિના રૂપમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયાં. અરુણાના નામના ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યા પરંતુ ધરપકડથી બચવા તેઓ ભૂગર્ભવાસમાં ચાલ્યા ગયા અને ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી અને આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.

ગિવ અપ ઇન્ડિયા મૂવમેન્ટ દરમ્યાન મુંબઇની ગોવલીયા ટાંકી મેદાનમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે તેણીને મોટા પ્રમાણમાં યાદ કરવામાં આવે છે

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સમાજવાદ તરફ ઝુકાવ ધરવતા કાર્યકર્તા તરીકે તેઓ કોંગ્રેસ સોશ્યાલિસ્ટ પાર્ટીના સભ્ય હતા.

 સમાજવાદ પરત્ત્વે કોંગ્રેસ પક્ષની પ્રગતિથી મોહભંગ પામીને તેઓ ૧૯૪૮માં સમાજવાદી પક્ષ સાથે જોડાયા. બાદમાં ૧૯૫૦માં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઇ)ના સભ્ય બન્યા. 

૧૯૫૪માં તેમણે સીપીઆઇની મહિલા પાંખના નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન બનાવવામાં મદદ કરી પરંતુ ૧૯૫૬માં નિકિતા કુશ્ચેવ સ્ટાલીનથી વિમુખ થતાં તેમણે પણ આ પક્ષ છોડી દીધો. 

૧૯૫૮માં તેઓ દિલ્હીના મેયર બન્યા. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ અને વિકાસ માટે કૃષ્ણ મેનન, વિમલા કપૂર, ગુરુ રાધા કિશન, પ્રેમસાગર ગુપ્તા, સરલા શર્મા, સુભદ્રા જોશી જેવા સમકાલીન સામાજીક અને ધર્મનિરપેક્ષ કાર્યકર્તાઓ સાથે નિકટતાથી જોડાયેલાં રહ્યાં.

તેમણે નારાયણન સાથે મળીને લિંક પબ્લીકેશનની શરૂઆત કરી તથા તે જ વર્ષે દૈનિક સમાચારપત્ર પેટ્રીઓટ અને સાપ્તાહિક લિંકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું.

 જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેનન તથા બીજુ પટનાયક જેવા નેતાઓના સંરક્ષણને પરિણામે પ્રકાશન પ્રતિષ્ઠિત બનતું રહ્યું. બાદમાં આંતરિક રાજનીતિને કારણે તેઓ પ્રકાશનથી અલગ થઈ ગયાં. ૧૯૬૪માં તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા પરંતુ સક્રિય રાજકારણથી દૂર રહ્યા.

તેમને મળેલ સન્માન

તેમના હિંમતભેર વર્તનથી તેમને '1942 ની હિરોઇન' અને સ્વતંત્રતા ચળવળની 'ગ્રાન્ડ ઓલ્ડ લેડી'નું બિરુદ મળ્યું

1964 માં આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર 

1958 માં તે દિલ્હીની પ્રથમ મેયર તરીકે ચૂંટાઈ આવી હતી

1991 માં જવાહરલાલ નહેરુ પુરસ્કાર

1992 માં, તેણીને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા

1997 માં, તેમને મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા

1998 માં, તેમના સ્મરણાર્થે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી



નવી દિલ્હીમાં અરુણા અસફ અલી માર્ગનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું. 

 અરુણા અસફ અલી સદ્ભાવના એવોર્ડનું વાર્ષિક વિતરણ કરવામાં આવે છે.

29 જુલાઈ, 1996 ના દિલ્હી ખાતે  અરુણા આસિફ અલીનું અવસાન થયું. 

ભારત દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વીર શહિદોને કોટી કોટી વંદન

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work