મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

10 July, 2021

કવિ કાલિદાસ

 કવિ કાલિદાસ


કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. 

કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. 

તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે.  તેમના દ્વારા લખેલ વધારે કરીને નાટક અને કવિતાઓ મુખ્ય રૂપ થી વેદો, મહાભારત અને પુરાણો પર આધારિત થતી હતી.

જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા.

મહાન કવી કાલિદાસ નો જન્મ ક્યારે થયો હતો અને ભારત ના કયા ભાગ માં થયો હતો તેના વિશે સટીક જાણકારી ઉપલબ્ધ નથી, પરંતુ એવું કહેવામાં આવે છે કે આપણા દેશ ના આ મહાન કવી નો જન્મ પ્રથમ થી ત્રીજી શતાબ્દી ઇસ પૂર્વ ના દરમિયાન થયો હતો. જયારે તેમના જન્મ સ્થાન ને ઘણા વિદ્વાન એ ઉજ્જૈન માને છે તો ઘણા વિદ્વાનો નું કહેવું છે કે તેમનો જન્મ સ્થાન ઉત્તરાખંડ છે.

મહાન કવી કાલિદાસ ના માતા પિતા કોણ હતા અને તેમનું શું નામ હતું તેની જાણકારી પણ ઉલબ્ધ નથી. તેમની પત્ની નું નામ વિધ્યોત્તમાં જણાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે કાલિદાસ ની પત્ની એક રાજકુમારી હતી.


કાલિદાસ દેખાવે સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા,  તેમને વિક્રમાદિત્ય ના દરબાર ના મુખ્ય કવી નું પદ મળ્યું હતું. 

 પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. 

કાલિદાસનાં લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયાં હતાં. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તો તેણી તેની સાથે વિવાહ કરશે. 

જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા તો અપમાનથી દુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. 

વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો તો કાલિદાસને લાગ્યું કે તેણી થપ્પડ મારવાની ધમકી આપી રહી છે. એના જવાબ તરીકે કાલિદાસે મુઠ્ઠી બતાવી તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલેને અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે.

 વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઈ ગયા ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અભણ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહી. 

કાલિદાસે સાચા દિલથી કાળકા માતાની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા.

નાટક અને રચનાઓ- અભિજ્ઞાન શાકુન્તલમ, વિક્રમોવશીર્યમ માલવિકાગ્નીમિત્રમ, ઉત્તર કાલામૃતમ, શ્રુતબોધ્મ, શ્રુંગાર તિલકમ, શ્રુંગાર રસાશતમ, સેતુકાવ્યમ, કર્પૂરમંજરી, પુષ્પબાણ વિલાસમ, શ્યામા દંડકમ, જ્યોતિર્વિધાભરણમ વગેરે.

એવું માનવામાં આવે છે કે જે પ્રથમ નાટક કાલિદાસ એ લખ્યું હતું તે માલવિકાગ્નીમિત્રમ હતું. માલવિકાગ્નીમિત્રમ મહાન કવી કાલિદાસ એ એક રાજા અગ્નીમીત્ર ની કહાની લખી છે અને આ કહાની ના મુજબ રાજા ને પોતાની નોકરાણી માલવિકા થી પ્રેમ થઇ જાય છે અને જયારે આ વાત રાણી ને ખબર પડે છે, તો તે માલવિકા ને જેલ માં બંધ કરાવી દે છે. પરંતુ કિસ્મત ને કંઈક બીજુ જ મંજુર હોય છે અને અંત માં માલવિકા અને રાજા અગ્નીમીત્ર ના પ્રેમ ને દુનિયા અપનાવી લે છે.

મહાન કવી કાલિદાસ દ્વારા જે બીજું નાટક લખ્યું છે તેનું નામ અભિજ્ઞાન શાકુંતલમ છે. અભિજ્ઞાન શાકુંતલમ એક પ્રેમ કહાની પર આધારિત નાટક છે અને આ નાટક માં કાલિદાસ એ રાજા દુષ્યંત અને શકુંતલા નામ ની એક છોકરી ની પ્રેમ કહાની નું વર્ણન કર્યું છે. કાલિદાસ દ્વારા લેખલ બધી રચનાઓ માંથી આ નાટક સૌથી પ્રસિદ્ધ છે અને આ નાટક નો અનુવાદ અંગ્રેજી અને જર્મન ભાષા માં પણ કરવામાં આવે છે. કાલિદાસ એ પોતાના જીવન નું જે અંતિમ નાટક લખ્યું હતું તે વિક્રમોર્વશીયમ હતું. આ નાટક રાજા પૂરુંરવા અને અપ્સરા ઉર્વશી પર આધારિત હતું.

મહાન કવી કાલિદાસ દ્વારા લખેલ ખંડકાવ્ય મેઘદૂત ઘણું પ્રસિદ્ધ છે જે એક ખંડકાવ્ય છે. મેઘદૂત માં કાલિદાસ એક પતિ અને પત્ની ના પ્રેમ નું વર્ણન કર્યું છે.

 કાલિદાસ એ પોતાના જીવન માં કુલ 40 રચનાઓ લખી છે, જેમાં થી તેમની સાત રચનાઓ ઘણી પ્રસિદ્ધ રહી છે


કાલિદાસ ના નામ પર કાલિદાસ સમ્માન મધ્ય પ્રદેશ સરકાર દ્વારા પ્રતિ વર્ષ આપવામાં આવે છે. આ સમ્માન પ્રતિષ્ઠિત કલા સમ્માનો માંથી એક છે. આ પુરસ્કાર પહેલી વખત 1980 માં આપવામાં આવ્યું હતું. આ સમ્માન ને શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય નૃત્ય, રંગમંચ અને કલા ના ક્ષેત્ર થી જોડાયેલ લોકો ને આપવામાં આવે છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work