મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

20 March, 2021

વિશ્વ વન દિવસ ( World Forest Day)

21 માર્ચ



 ઇ.સ1971નાં રોજ 23મી યુરેપિયન કોન્ફેડરેશનલ ઓફ એગ્રીકલ્ચર’ની સામાન્ય સભામાં વન દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયુ હતું. જેનું યુનાઇટેડ નેશન્સ ફુટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન’ સમર્થન આપ્યુ હતું. ત્યારેથી 21મી માર્ચે રોજ સમગ્ર વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવણી કરાય છે

જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે.

માણસને જીવવા માટે ઓક્સીજન ખુબ જ જરૂરી છે ત્યારે ઓક્સીજન પુરૂ પાડતા વૃક્ષોનુ પ્રમાણ ભારતમાં ખુબ જ ઝડપી ઘટી રહ્યુ છે. પૃથ્વીનુ સંતુલન જાણવવા માટે પુથ્વી પર કુલ વિસ્તારના 33 ટકા જંગલો હોવા જરૂરી છે ત્યારે ભારતમાં આ પ્રમાણ માત્ર 23.48 ટકા જ છે. અને તેમાથી પણ પ્રતિવર્ષ 300 હેક્ટર જંગલો કપાઈ કપાઈ રહ્યા છે. 

પૃથ્વી પર પ્રતિવર્ષ 0.6 ટકા થી 1.5 ટકાના દરે જંગલો ઘટી રહ્યા છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો કુલ જમીનનાં માત્ર 11.04 ટકા વિસ્તારમાં જ જંગલો આવેલા છે.

વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે.આપણો ખોરાક તેમાંથી મળે છે ,તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે ,તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે ,અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે ,અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે જે બળતણની સાથે અંત્યેષ્ટિ માટે પણ વપરાય છે.
એક કવિએ લખ્યું છે કે "તરૂનો બહુ ઉપકાર, જગત પર તરૂનો બહુ ઉપકાર' આવા પરોપકારી તરૂઓ-વૃક્ષો માણસને જીવન ટકાવવા પ્રાણવાયુ,શરીર ટકાવવા અને તંદુરસ્ત રાખવા વિવિધ પ્રકારના ફળો, શાકભાજીઓ, મેવાઓ, શરીરને નિરોગી રાખવા આડઅસર વગરના ઔષધો, કંદમૂળ, સમાજ વ્યવસ્થા સાચવવા રોટી, કપડાં, મકાન અને પાણી અને નશ્વર દેહને પંચમહાભૂતોમાં વિલીન કરવા લાકડાંના રૂપમાં અઢળક અને અપરંપાર આપે છે. એટલે જ વૃક્ષો વનસ્પતિઓના આ અઢળક ઉપકારોનો ઋણ સ્વીકાર કરવા, શહેરમાં કે જંગલમાં, તમામ સ્થળે ઉગેલા વૃક્ષો, વેલા, વનસ્પતિઓના સંરક્ષક બનવાના શપથ લેવા અને "વિશાળે જગ વિસ્તારે નથી એકલો જ માનવી' ની કાવ્ય પંક્તિઓ પ્રમાણે ધરતીના ટુકડાઓ પર વૃક્ષોના અધિકારને યાદ કરવા દર વર્ષે ૨૧મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે.
વિશ્વ વન દિવસ.ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે. વૃક્ષો માત્ર ફળફૂલ કે વનસ્પતિ આપીને જ અટકી જતાં નથી, શંકરની જટામાં ગંગા સમાય તેમ વરસાદનું પાણી પોતાની ધટામાં ઝીલી લઇને ટીપે ટીપે અને મૂળીયે-મૂળીયે જમીનમાં ઉતારે છે અને માનવીઓ દ્વારા રોજ ઉલેચાતા જળભંડારને ભરે છે, રેતીના ઢુવાને આગળ વધતાં અટકાવીને રણનો રસ્તો રોકે છે અને ધરતીને વેરાન બનતી અટકાવે છે, સમુદ્રની ખારાશને ભૂગર્ભ જળમાં ભળતી અટકાવે છે, પ્રદુષણનો મુકાબલો કરે છે અને પર્યાવરણને શુદ્ધ રાખે છે, ઢોળાવવાળા વિસ્તારોમાં તેના મૂળીયાં માટીને પકડી રાખે છે અને ધોવાણ અટકાવે છે, પશુ, પ્રાણી અને પક્ષી સૃષ્ટિ તેમજ જીવસૃષ્ટિનો આધાર બને છે આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથ આપતા આટલા સારાં મિત્રોને જ આજે આપણે વિસારે પાડી દીધા છે.આપણા સુખની લાહ્યમાં વનોનો વિનાશ સર્જી રહ્યાં છીએ.કહે છે તંદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે.જો આજે નહી જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે.તો આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશું અને જો કોઈને વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું

વન સંરક્ષણ માટે લાકડાની જગ્યાએ સૌર ઉર્જા, પવન ઉર્જા કે બાયોગેસ ઉર્જાનો ઉપયોગ કરવો.

 વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે

સરકારે ગુજરાતમાં વિવિધ વનો ઉભા કર્યા છે. ગાંધીનગરમાં પુનિતવન, અંબાજીમાં માંગલ્યરવન, જૈન તીર્થ તારંગાજીનું તીર્થંકરવન, પાવાગઢનું વિરાસત વન, પાલીતાણાનું પાવકવન, સોમનાથનું હરિહરવન, ચોટીલાનું ભકિતવન અને શ્યામળાજીનું શ્યામલ વન, પંચમહાલમાં માનગઢનું ગોવિંદ ગુરૂ સ્મૃતિવન જેવા વનો ઉભા કરી ગુજરાતી પ્રજામાં માત્ર પર્યાવરણનું જનત જ નહિ સામાજિક અને રાષ્ટ્રીય ભકિતને પણ ચિરંજીવ બનાવવાની પ્રશંસનીય કામગીરી કરી છે.
 બંધારણની કલમ 51 (ક) મૂજબ પ્રાકૃતિક વારસાનું જતન કરવુ એ નાગરિકની મુખ્ય ફરજ છે.

આજના દિવસનું મહત્વ સમજીએ અને બીજને સમજાવીએ, વૃક્ષો અને વનોનું રક્ષણ કરીએ અને કરાવીએ.
વૃક્ષો આવનારી પેઢી માટેના ફેફસા છે.
જંગલો છે તો આપણે છે નહિતર આપણૂ અસ્તિત્વ નથી.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work