16 માર્ચ
ભારતમાં 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ (National Vaccination Day 2021)ના રૂપમાં માનાવામાં આવે છે.
રાષ્ટ્રીય રસીકરણ દિવસ સૌપ્રથમ 1995માં ઉજવવામાં આવ્યો હતો, આ દિવસે દેશમાં પલ્સ પોલિયો પ્રોગ્રામ શરુ કરાયો હતો
ભારતમાં વર્ષ 1955માં મુખેથી પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
આ વ્યાપક કાર્યક્રમ અંતર્ગત 5 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો રસીના 2 ટીપા આપવામાં આવી હતી. તે પછી, પોલિયોની ઘટના ધીમે ધીમે ઓછી થઈ અને આખરે દેશમાંથી પોલિયો નાબૂદ થઈ ગયો. 2014 માં, ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરાયો હતો.
રસીકરણથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિના એન્ટિબોડી બનાવામાં મદદરૂપ થાય છે. રસીથી વાયરસ કે બેક્ટેરિયાના જીવાણુઓનો નાશ થાય છે. સાથે જ એન્ટિબોડી બને છે, જેના કારણે શરીરની સુરક્ષા થશે.
રસીના ઉત્પાદનક્ષેત્રે ભારત પાવરહાઉસ ગણાય છે. દુનિયાભરની 60 ટકા રસીઓ ભારતમાં ઉત્પાદિત થાય છે.
વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચાલે છે. તેના હેઠળ દર વર્ષે 5.5 કરોડ મહિલાઓ અને નવજાત શિશુઓને 39 કરોડ રસી આપવામાં આવે છે.
છેલ્લા બે દાયકામાં, રસીઓ જોખમી રોગો સામે લડવાનું એક અવિભાજ્ય સાધન બની ગઈ છે. આને કારણે લાખો લોકો ટેટનસ, પોલિયો અને ટીબી જેવી ભયંકર જીવલેણ રોગોથી બચી ગયા છે.
રસીકરણ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ 1796 માં એડવર્ડ જેનર દ્વારા કરવામાં આવ્યો હતો.
રસીકરણ (Latin: vacca—cow) નું નામ એટલે પાડવામાં આવ્યું કે પ્રથમ રસી ગાય઼ોને અસર કરતા વાયરસ — સાપેક્ષ રીતે સૌમ્ય કાઉપોક્ષ વાયરસમાંથી મેળવવામાં આવી હતી—જે શીતળા, એક ચેપી અને ઘાતક રોગ સામે એક અંશની રોગપ્રતિરક્ષા આપતી હતી
રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.
અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ
કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે.
રસીકરણ માટે વપરાતી રસીઓ ને બાળકોમાં વપરવાની પરવાનગી મેળવતા પહેલા અનેક પરિક્ષણમાંથી પસાર થવુ પડે છે. અનેક સુરક્ષા માપ દંડો માંથી પસાર થયેલી આ રસીઓ સમાન્યતઃ બાળકો માટે સુરક્ષિત ગણી શકાય છે. પરંતુ રસી પણ આખરે એક દવા જ છે અને ક્યારેક તેની આડ અસર પણ થઈ શકે છે. જે ખૂબ જ જૂજ કિસ્સામાં બનતુ જોવા મળે છે. આ માટે દરદીના શરીરની તાસીર પણ જવાબદાર હોઈ શકે છે. આવી જૂજ આડ અસરને લઈ ને રસીઓ ને બિન સુરક્ષિત કે નુકશાન કારક ન ગણી શકાય.
પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત દેશભરમાં 5 વર્ષથી નાના બાળકોને મોઢા દ્વારા પોલિયો વેક્સીન પીવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો ભારતમાં ખહોબા સારો પ્રભાવ પડ્યો, જેના કારણે વર્ષ 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા ભારતને પોલિયો મુક્ત જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, 30 જાન્યુઆરી 2011ના રોજ પશ્ચિમ બંગાળમાંથી પોલિયોનો છેલ્લો કેસ સામે આવ્યો હતો.
જે બાદથી ટેટનસ, રોટાવાયરસ, TB, DPT, ગાલપચોળિયા જેવા રોગો માટે મહત્વની રસીઓ બનાવાઈ છે.
સૌથી વધુ આ ત્રણ રસીઓનું ઉત્પાદન થાય છેઃ (1) લાઇવ વૅક્સિન (2) નિષ્ક્રિય રસી (3) જનીન આધારિત રસી
ભારતમાં કોઈ પણ રસીનું નિર્માણ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માપદંડ પ્રમાણે થાય છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા નામની સરકારી સંસ્થા તેના તમામ તબક્કાની સમીક્ષા કરે છે.
સરકારની રાષ્ટ્રીય રસીકરણ યોજનાઓ
ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 1978માં આ પ્રોગ્રામ શરુ કર્યો હતો. આ પ્રોગ્રામ અંતર્ગત 1989માં દેશના તમામ જિલ્લાઓને આવરી લેવાયા હતા. આ પ્રોગ્રામ હેઠળ બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન રસી, ઓરલ પોલિયો રસી, હિપેટાઇટિસ બી રસી, ટેટાનસ અને પુખ્ત ડિપ્થેરિયા (ટીડી) રસી, ડીપીટી, JE રસી, PCV, રોટાવાયરસ રસી, પેન્ટાવેલેન્ટ રસી આપવામાં આવતી હતી.
મિશન ઇન્દ્રધનુષ
25 ડિસેમ્બર 2014ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા આ મિશનની શરૂઆત કરાઈ હતી. આ મિશનનો હેતુ ભારતમાં રસીકરણને 90 ટકા સુધી વધારવાનો અને 2020 સુધી તેને જાળવવાનો હતો. દેશમાં આઠ રોગો સામે હાલ રસીકરણ ચલાવાઈ રહ્યું છે, જેમાં ડિફથેરીયા, ટેટેનસ, હૂપિંગ કફ, પોલિયો, ઓરી, બાળપણના ક્ષય રોગ અને હિપેટાઇટિસ બી અને મેનિન્જાઇટિસ અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી દ્વારા ન્યુમોનિયા; અને અમુક રાજ્યો અને જિલ્લાઓમાં અનુક્રમે રોટાવાયરસ ડાયેરિયા અને જાપાની એન્સેફાલીટીસ સામેનું રસીકરણ દેશમાં ચાલી રહ્યું છે.
પોલિયો
1955 માં ભારતમાં પોલિયોની પ્રથમ રસી આપવામાં આવી હતી. ભારતમાં પોલિયોને (Polio) જડમૂળમાંથી દૂર કરવા માટે પ્લસ પોલિયો અંતર્ગત સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને પોલિયોની રસીના (Polio Vaccine) 2 ટીપા આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી ધીરે ધીરે પોલિયોના કેસ ઘટતા ગયા અને વર્ષ 2014 માં ભારતને પોલિયો મુક્ત દેશ (Polio Free India) જાહેર કરવામાં આવ્યો હતો.
કોરોના રસી
ભારત સરકાર દ્વારા કોરોનાની બે વેક્સિનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ દ્વારા બનાવવામાં આવી રહેલી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ વેક્સિન છે. જ્યારે બીજી ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન છે.
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને વેક્સિન તૈયાર કરી છે.
કોરોના મહામારીએ ફરીથી રસીકરણ ઉપર પ્રકાશ પાથર્યો છે. કોરોના મહામારીએ દુનિયાભરમાં લાખો લોકોનો ભોગ લીધો છે. અને કોરોના સામે લડતી કોરોના વેક્સિન પણ હવે દુનિયા સામે આવી ગઈ છે. આ સાથે જ ભારતમાં બનેલી કોરોના રસી ભારત સહિત દુનિયભરના ઘણા દેશોમાં અપાઈ રહી છે.
ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા (ડીસીજીઆઈ)એ કોવિડ-19ના ઇલાજ માટે બે રસીઓના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ બે રસીઓ છેઃ કોવિશિલ્ડ અને કૉવેક્સિન. કોવિશિલ્ડ એ અસલમાં ઑક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની જ આવૃત્તિ છે, જ્યારે કૉવેક્સિન એ સંપૂર્ણપણે ભારતની પોતાની રસી છે અને તેને 'સ્વદેશી રસી' પણ કહેવામાં આવે છે.
કોવિશિલ્ડનું ઉત્પાદન ભારતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા થઈ રહ્યું છે. આરોગ્યમંત્રાલયે જણાવ્યું કે અત્યારે કોવિશિલ્ડની રસીની 110 લાખ (1.1 કરોડ) શીશી ખરીદવામાં આવી રહી છે.
બીજી તરફ કૉવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદસ્થિત ભારત બાયૉટેક કંપની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ (ICMR)ની સાથે મળીને કરી રહી છે. સરકારે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં કૉવેક્સિનની કુલ 55 લાખ રસી ખરીદવામાં આવી રહી છે.
ભારતમાં કોરોના વાઇરસ સામે રક્ષણ માટે 130 કરોડ લોકોને રસી આપવાનું કામ 16 જાન્યુઆરીથી શરૂ થશે. સૌથી પહેલા કોવિડ-19ની રસી હેલ્થકેર કર્મચારીઓને એટલે કે ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ તથા આરોગ્યસેવા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે. ત્યારપછી લગભગ બે કરોડ ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે કે રાજ્યના પોલીસ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો, સેના, સેનિટાઈઝેશન કામદારોને રસી આપવામાં આવશે. ત્યારબાદ 50 વર્ષથી વધારે ઉંમરના લોકો અને પહેલેથી કોઈ બીમારીનો સામનો કરતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી અપાશે
સરકારની જુલાઈ 2021 સુધીમાં 30 કરોડો લોકોને કોવિડની રસી આપવાની યોજના છે અને તેને વિશ્વનું 'સૌથી મોટું રસીકરણ અભિયાન' પણ કહેવામાં આવે છે
વિશ્વમાં સૌથી વધુ ઝડપી રસીકરણ ભારતમાં થઈ રહ્યું છે. માત્ર 11 દિવસમાં 20 લાખ કર્મચારીઓને રસી અપાઈ છે. અમેરિકામાં 20 લાખ લોકોને રસી આપતાં 15 દિવસ તો બ્રિટનમાં 34 દિવસ થયા છે. કોરોના વાયરસના આંક 10.14 કરોડે પહોંચ્યો છે. વિશ્વમાં 21.84 લાખ લોકોના મોત થયા બાદ વેક્સિનેશનની કામગીરી આરંભાઈ છે. અત્યારસુધી 73.23 લાખ લોકો સાજા થઈ ગયા છે.
ભારતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં કોવિશિલ્ડ નામની વેક્સીન બનાવવામાં આવેલ છે.
વિવિધ રસી અને તેના શોધકો
શીતળાની રસી ના શોધક-એડવર્ડ જેનર
હડકવાની રસી શોધક- લુઇ પશ્ચર
બી.સી. જી ની રસીના શોધક- કાલમેટ ગ્યુટિન
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work