હરગોવિંદ ખુરાના
ભારતીય મૂળના અમેરિકન બાયોકેમિસ્ટ
બાયોટેક્નોલોજીના પિતામહ
જન્મતારીખ: 9 જાન્યુઆરી 1922
જન્મ સ્થળ: રાયપુર, પંજાબ ( હાલ પાકિસ્તાનમાં છે)
અવસાન: 9 નવેમ્બર 2011 ( અમેરિકા)
ડો. હરગોવિંદ ખુરાના એ ભારત દેશમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે.
એમનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના દિવસે ભારતના (અંગ્રેજી શાસન હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો.
ચાર ભાઈઓ અને એક બહેનના પરિવારમાં હરગોવિંદ સૌથી નાના હતા.
એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું.
હરગોવિંદે તેમણે પ્રાથમિક અભ્યાસ મુલતાનની ડી.એ.વી. સ્કૂલમાં કર્યો.
તે પછી બી.એસસી અને એમ.એસસી. ડિગ્રી લાહોરની પંજાબ યુનિવર્સિટીમાંથી હાંસલ કરી.
ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો.
પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા.
પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા.
અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલ(University of Liverpool)માં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા.
અહિંથી એમણે પીએચ. ડી.ની પદવી મેળવી.
સરકારી શિષ્યવૃત્તિ ઉપર તેઓ ઈંગ્લેન્ડ ગયા અને સન 1948માં યુનિવર્સિટી ઓફ લીવરપૂલ દ્વારા પીએચ.ડી. પ્રાપ્ત કરી.
1949માં તેમણે સ્વિત્ઝર્લેન્ડના ઝુરિક શહેરમાં ‘સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી’માં એક વર્ષ ફેલોશિપ કરી.
ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું.
તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા.
પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે.
આ સંશોધન કાર્ય માટે ઇ. સ્. ૧૯૬૮ના વર્ષમાં તેઓને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
ઈ. સ. ૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
1949માં તેઓ થોડાક સમય માટે ભારત પાછા ફર્યા પરંતુ અહી તેમને લાયક કોઈ કામ નહીં મળતા 1950માં પાછા ઈંગ્લેન્ડ જતાં રહ્યા
આ વખતે તેમણે બે વર્ષ માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સર એલેક્ઝાન્ડર ટોડ અને પ્રોફેસર કેનર સાથે કામ કર્યું.
આ સમય દરમિયાન તેમનો ડીએનએ અને આરએનએની કાર્યપદ્ધતિમાં રસ જાગૃત થયો.
તેમનાં વિશ્વવિખ્યાત સંશોધનોનું મૂળ આ પ્રોફેસરોનાં પ્રોત્સાહન અને માર્ગદર્શનથી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નખાયું.
1952માં તેમણે કેનેડાના વાનકુવર શહેરની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી ડો.ગોર્ડન શ્રમ દ્વારા કામનું આમંત્રણ મળ્યું.
1952થી 1960 સુધી તેઓ વાનકુંવરમાં રહ્યા. આ દરમિયાન તેમનો ન્યુક્લિક એસિડનો અભ્યાસ વધારે ગહન થયો. ઘણા પ્રેરણાદાયી સાથીઓના કારણે તેમની આ વિષયની રૂચિમાં ઓર વધારો થયો.
૧૯૬૦માં તેઓ અમેરિકામાં વિસ્કાન્સીન યુનિવર્સીટીમાં ગયા . અમેરીકા ગયા પછી તેઓ ત્યાંજ રોકાઈ ગયા અને ત્યાનું નાગરિકત્વ મેળવી લીધું
1960માં ડૉ.ખુરાના યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન અમેરિકામાં પહોંચ્યા અને 1970 સુધી ત્યાં રહ્યા.
આ દરમિયાન તેમનું ડીએનએ અને આરએનએનું સંશોધન આગળ વધ્યું.
1966માં તેઓ અમેરિકન નાગરિક બન્યા.
1968માં તેમને ન્યુક્લિઓટાઈડની કાર્યપદ્ધતિના સંશોધન માટે બીજા બે વૈજ્ઞાનિક નીરેનબર્ગ અને હોલે સાથે મેડિસિનનું નોબેલ પ્રાઈઝ મળ્યું.
1971 માં ડૉ.ખુરાના મેસેચ્યુએટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને તેમની નિવૃત્તિ 2007માં થઈ ત્યાર સુધી ત્યાં જ કાર્ય કર્યું.
મેડિકલ રિસર્ચ:
હરગોવિંદ ખુરાનાએ શરીરના કોષો કઇ રીતે કાર્ય કરે છે તેના ઉપર સંશોધન કર્યું. દરેક કોષમાં ન્યુક્લિયસ હોય છે જેમાં ન્યુક્લિઓટાઈડ હોય છે જેમાં તે કોષનો જિનેટિક કોડ સમાયેલો હોય છે. ન્યુક્લિઓટાઈડની સંરચના કોષને કેવા પ્રકારનાં એમિનો એસિડ બનાવવા તેનું સંચાલન કરે છે. આ એમિનો એસિડ દ્વારા પ્રોટીન્સ બને છે જે કોઈપણ જીવંત પ્રાણી માટે આવશ્યક હોય છે. ડૉ. હરગોવિંદ ખુરાનાએ ન્યુક્લિઓટાઈડની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરી તેઓ કઈ રીતે કોષોને પ્રોટીન બનાવવાનો અથવા નહીં બનાવવાનો આદેશ આપે છે તેની શોધ કરી. કોઈપણ જૈવિક પદાર્થ માટે આ સૌથી પ્રાથમિક જરૂરિયાત હતી. ડૉ.ખુરાનાના આ સંશોધન દ્વારા કોઈપણ જીવંત કોષ બનાવવો શક્ય થયો.
તેમની આ શોધના કારણે જ ક્લોનિંગ દ્વારા પ્રાણીઓની પણ રચના થઈ શકી. ડો. હરગોવિંદ ખુરાનાએ 1970માં આ જ પદ્ધતિ દ્વારા કૃત્રિમ રીતે ફૂગ(યીસ્ટ)નું ઉત્પાદન કર્યું. આ ફૂગ દ્વારા વૈજ્ઞાનિકોને જે પણ પ્રોટીન દાખલા તરીકે ઇન્સ્યુલિન અથવા ગ્રોથ હોર્મોન બનાવવા શક્ય થયા. પ્રાણીઓ ઉપર આધારિત થવાને બદલે આ પદ્ધતિ દ્વારા શુદ્ધ અને અમર્યાદિત માત્રામાં આવા હોર્મોન્સ બનાવવા શક્ય થયા. આ હોર્મોન્સ દ્વારા કરોડો લોકોની બીમારીઓના ઈલાજ શક્ય થયા. ડો. ખુરાનાની આ શોધના કારણે જ જીનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેક્નોલોજી જેવા વૈજ્ઞાનિક વિષયોની શરૂઆત, વિકાસ અને ઉપયોગિતા વધી. અનેક બીમારીઓના સરળ અને સફળ ઈલાજ ડૉ.ખુરાનાની આ શોધને આભારી છે.
વ્યક્તિગત જીવન:
ડૉ.ખુરાનાનાં લગ્ન 1952માં એસ્થર એલિઝાબેથ સીબલર જોડે થયાં. એસ્થર સ્વિસ મૂળના હતા અને તેમના દ્વારા તેમને બે પુત્રીઓ જુલિયા, એમિલી અને એક પુત્ર ડેવિડરોયનો જન્મ થયો. કપરા સમયમાં એસ્થરે ડૉ.ખુરાનાને હિંમત અને હૂંફ આપી.
ભારતીય સબંધો:
ડૉ. હરગોવિંદ ખુરાનાના મેડિકલ સાયન્સમાં અભૂતપૂર્વ ફાળાને ધ્યાનમાં લઈને ભારત સરકાર દ્વારા તેમને પદ્મવિભૂષણનો ઇલકાબ આપવામાં આવ્યો. સૌથી અગત્યની વાત એ છે કે ડૉ. હરગોવિંદ ખુરાનાની દુર્લભ મેડિકલ સિદ્ધિઓ માનવજાતિના કલ્યાણ માટે ચિરસ્મરણીય રહેશે.
જિનેટિક કોડનું વિશ્લેષણ માટે માર્શલ નીરેનબર્ગ અને રોબોર્ટ હર્લી સાથે વિજ્ઞાન ક્ષેત્રમાં 1968માં નોબલ એવોર્ડ મળ્યો હતો
ડૉ ખુરાના અને તેમની ટીમ સાબિત કર્યું કે તમામ જીવંત સંરચનાને સમાન લાગુ થતી જૈવિક ભાષાને ત્રણ શબ્દોથી ઓળખી શકાય છે . ડૉ ખુરાનાએ રંગસુત્રો પર ઘણું સંશોધન કર્યા છે . અત્યારે જે કૃત્રિમ જિંસ લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે તે ડૉ. ખુરાનાને આભારી છે .
1968 માં ફિઝિયોલોજી અથવા મેડિસિન માટે નોબલ પુરસ્કાર આપ્યો હતો. સંશોધન માટે માર્શલ ડબલ્યુ. નિરેનબર્ગ અને રોબર્ટ ડબલ્યુ. હોલી સાથે, કોષના આનુવંશિક કોડ ધરાવતા ન્યુક્લિક એસિડ્સમાં ન્યુક્લિયોટાઇડ્સ, પ્રોટીનના કોષના સંશ્લેષણને કેવી રીતે નિયંત્રિત કરે છે તે બતાવવામાં મદદ કરી.
૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુગલે તેમના માનમાં તેમના ૯૬મા જન્મદિને ડુડલ પ્રસિદ્ધ કર્યું હતું
પુરસ્કાર
- Albert Lasker Award for Basic Medical Research
- Willard Gibbs Award
- Nobel Prize in Physiology or Medicine
- Louisa Gross Horwitz Prize
- Gairdner Foundation International Award
- American Chemical Society Award for Creative Work in Synthetic Organic Chemistry
- National Medal of Science, Dannie-Heineman-Preis
- Padma Vibhushan in science & engineering
- પદ્મવિભૂષણ
૯ નવેમ્બર ૨૦૧૧ના દિવસે અમેરિકા ખાતે આ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ૮૯ વર્ષનું આયુષ્ય ભોગવી અવસાન પામ્યા.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work