મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 January, 2021

ભારતીય આર્મી દિવસ

 ભારતીય આર્મી દિવસ

(15 જાન્યુઆરી)


ભારતીય આર્મીનું સુત્ર: Service Before Self
મુખ્ય મથક : દિલ્હી
સ્થાપના: 1 એપ્રિલ 1895
આર્મી લોગો

ભારતમાં સેના દિવસ 15 મી જાન્યુઆરીના રોજ દર વર્ષે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. 

ભારત આજે 73મા આર્મી દિવસની ઉજવણી કરી રહ્યું છે. 1949 માં, આ દિવસે, બ્રિટિશ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. કારિઅપ્પા ભારતના છેલ્લા બ્રિટીશ કમાન્ડર-ઇન-ચીફ જનરલ ફ્રાન્સિસ બુચરની જગ્યાએ ભારતીય સેનાના કમાન્ડર-ઇન-ચીફ બન્યા. પાછળથી કારિઅપ્પા પણ ફીલ્ડ માર્શલ બન્યા. કોલકાતામાં ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ભારતીય સેનાની રચના 1776 માં કરવામાં આવી હતી. ભારતીય સૈન્યમાં 53 છાવણીઓ અને 9 સૈન્ય મથકો છે.

 વર્ષ 1949ની 15મી જાન્યુઆરીએ , બ્રિટિશ રાજના અંતિમ મુખ્ય કમાન્ડર જનરલ , રોય ફ્રાન્સિસ બુચર પાસેથી , આ પદભાર ગ્રહણ કર્યો હતો. સેના દિવસના અનુસંધાને દર વર્ષ, દિલ્હી છાવણીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડમાં , પરેડનું આયોજન કરવામાં આવે છે
તેમનો દીકરો સી કરિઅપ્પા પણ ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર હતો. સી કરિઅપ્પાએ પોતાના પિતાની બાયોગ્રાફી પણ લખી હતી જેનું નામ 'ફીલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પા' રાખ્યું હતું.

આર્મી ડે નિમિત્તે પરેડમાં સૈન્યની ઘણી ટુકડીઓ અને રેજિમેન્ટ પરેડમાં ભાગ લે છે. તેની સાથે કેટલાક ઝાંકીઓ પણ કાઢવામાં આવ્યા છે. આર્મી ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

કે.એમ. કારિઅપ્પા એવા પ્રથમ અધિકારી હતા કે જેને ફીલ્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમણે 1947 માં ભારત-પાક યુદ્ધમાં ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું હતું.
જનરલ કારિઅપ્પાને 28 એપ્રિલ 1986 ના રોજ ફિલ્ડ માર્શલનો પદ અપાયો હતો.




ભારતના લોકોની રક્ષા માટે તત્પર રહેનારી ભારતીય સેના દરેક પરિસ્થિતિમાં દેશની સેવા કરવા માટે તૈયાર રહે છે. સરહદ ક્ષેત્રમાં દેશનો કોઈપણ દુષ્મન ઘરમાં પ્રવેશ ન કરી શકે તે માટે તેઓ પોતાના પરિવારને ત્યાગીને દેશની ભૂમિને જ પોતાનો પરિવાર માને છે

ભારતીય ભૂમિ દળની રચના ઇસ્ટ ઇન્ડીયા કંપનીની સૈન્ય ટુકડીના રુપમાં કરવામા આવી હતી, બાદમાં તે બ્રિટિશ ભારતીય સેના તરીકે જાણીતી હતી, સ્વતંત્રાતા બાદ તેનુ નામ ભારતીય ભૂમિદળ તરીકે ઓળખાય છે.

ભારતીય સેના વિશ્વમાં સૌથી ઊંચાઈ પર સ્થિત સરહદની રક્ષા કરનારી સેના છે.સિયાચીનમાં માઇનસ 20 ડિગ્રીની સ્થિતિ હોય કે પછી કાશ્મીરની સ્થિતિ ભારતીય સેના દરેક સ્થિતિમાં એક સમાન દેશની રક્ષા માટે ઊભી રહે છે. સિયાચીન ગ્લેશિયર સમુદ્ર કિનારાથી 5 હજાર મીટરની ઉંચાઈએ સ્થિત છે, આ વિશ્વની સૌથી ઊંચી સરહદ છે. 

ભારતીય સેનાને આઝાદી પહેલા સુધી બ્રિટિશ ઈન્ડિયન આર્મી તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ 15 જાન્યુઆરી 1949ના રોજ ભારતીય સેનાને પોતાનો પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ મળ્યા હતા. 

15 જાન્યુઆરી 1949ના ભારતીય સેનાની કમાન બ્રિટિશ જનરલ Francis Butcher પાસેથી ફીલ્ડ માર્શલ કેએમ કરિઅપ્પાના હાથમાં આવી ગઈ હતી. આ સાથે બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાંથી બ્રિટિશ શબ્દ કાયમ માટે દૂર થઈ ગયો હતો અને તેને ઈન્ડિયન આર્મી કહેવામાં આવ્યું હતું. ફીલ્મ માર્શલ કે એમ કરિઅપ્પા આઝાદ ભારતના પ્રથમ આર્મી ચીફ બન્યા હતા. ત્યારથી લઈને આજ સુધી દર વર્ષે 15 જાન્યુઆરીને સેના દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 

ભારતીય સેના વિશ્વની એકમાત્ર એવી સેના છે, જેની પાસે 12 લાખથી વધુ સક્રિય સૈનિક છે તો 9 લાખથી વધુ રિઝર્વ ફોર્સમાં છે. 

ભારતીય સેનાએ અત્યાર સુધિમા પાકિસ્તાન સાથે 4 યુદ્ધ અને ચીન સાથે 1 યુધ્ધ કર્યુ છે.

ભારતીય સેનાની એક ટુકડી સંયુક્ત રાષ્ટ્રની સહાયતા માટે સમર્પિત છે. જે અંતર્ગત અંગોલા, કમ્બોડિયા, કોંગો, ઇથોપિયા, હૈતી, ઇરાન, ઇરાક, કુવૈત, ઇઝરાયલ લિબેરિયા,નામિબિયા, સોમાલિયા વગેરેમા મહત્વની ભૂમિકા ભજવી છે.

સેના દ્વારા હાથમાં લેવાયેલી બીજી મુખ્ય કામગીરીઓમાં ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન ક્રેકટસનો સમાવેશ થાય છે

 ભારતના રાષ્ટ્રપતિ સેનાના કમાન્ડર-ઈન-ચીફ ના ભાગરૂપે નેતૃત્વ કરે છે.

બે અધિકારીઓને ફિલ્ડ માર્શલનો હોદ્દો પ્રદાન કરવામાં આવે છે, જે એક પાંચ સિતારા હોદ્દો છે અને આ અધિકારીઓ સૈન્ય શિષ્ટાચારનાં અગ્રેસરની ફરજ અદા કરે છે.


ભારતીય સૈન્ય એ વિશ્વની ત્રીજી સૌથી મોટી લશ્કરી ટુકડી છે

ભારતીય સૈન્યની એક ઘોડા કેવેલરી રેજિમેન્ટ છે. તે વિશ્વમાં છેલ્લા 3 આવા રેજિમેન્ટમાંનો એક છે.

ભારતીય સેનાએ વિશ્વનો સર્વોચ્ચ બ્રિજ બનાવ્યો હતો.
બેલી બ્રિજ વિશ્વનો સૌથી ઉંચો બ્રિજ છે. તે હિમાલયના પર્વતોમાં દ્રાસ અને સુરુ નદીઓ વચ્ચે લદ્દાખ ખીણમાં સ્થિત છે. ઓગસ્ટ 1982 માં ભારતીય સેના દ્વારા તેનું નિર્માણ કરાયું હતું.

બીજા વિશ્વયુદ્ધ પછીની કબજોમાં લેવામાં આવેલા આ સૌથી વધુ સંખ્યા POW છે. યુદ્ધના પરિણામે બાંગ્લાદેશનું સ્વતંત્ર રાજ્ય નિર્માણ થયું.

ઓપરેશન રાહત એ ભારતીય સૈન્ય દ્વારા કરવામા આવેલ સૌથી મોટુ નાગરિક રેસ્ક્યુ ઓપરેશન હતુ

એમ.એસ. ધોની ભારતીય સૈન્યમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ છે.
કપિલ દેવને  લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2020 સુધીમાં ભારતીય ભુમિ સેના 4000 ટી-72 2500 થી વધારે ટી-90 અને થોડા હજાર ટેન્કોમાં વધારા કરવાનું આયોજન કરી રહી છે.

ભૌગોલિક રીતે ભારતીય સેના 7 ભાગમાં વિભાજીત છે.
1 કેંદ્રીય કમાન્ડ
2 પૂર્વીય કમાન્ડ
3 ઉત્તરીય કમાન્ડ
4 દક્ષિણી કમાન્ડ
5 પશ્ચિમી કમાન્ડ
6  દક્ષિણ પશ્ચિમ કમાન્ડ
7 સેના ટ્રેનિંગ કમાન્ડ

ભારતીય સેનાના નામે વિશ્વની સૌથી ઊંચી જગ્યા પર પુલ બનાવવાનો રેકોર્ડ નોંધાયેલો છે. હિમાલચની ટોંચ પર 18 હજાર 379 ફુટની ઉંચાઈ પર સેના દ્વારા નિર્મિત પુલનું નામ બેલી બ્રિઝ છે. 

વિશ્વભરમાં ભારતીય સેના એકમાત્ર તેવી સેના છે જે માત્ર પોતાના દુશ્મનોના હુમલાનો જવાબ આપે છે. ભારતીય સેનાના નામે ક્યારેય કોઈપણ દેશ પર પહેલા હુમલો ન કરવાનો કે તેને કબજે કરવાનો કોઈપણ રેકોર્ડ નથી. 

દારૂખાના-હથિયારોના મામલામાં ભારતીય સેના વિશ્વમાં ચોથા સ્થાન પર આવે છે. ભારતીય સેનાની પાસે યોગ્ય અગ્નિ અને પૃથ્વી બેલિસ્ટિક મિસાઇલો છે, જે તેને શક્તિશાળી બનાવે છે.
ભારતીય સેના દિવસ ની ઉજવણી શા માટે ?
દેશના રક્ષણ માટે તેમના જીવનનું બલિદાન કર્યું છે તેવા હિંમતવાન અને બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અને સલામ આપવાની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય આર્ની જનરલ કોડાંડેરા મડપ્પા કરિયપ્પાને બ્રિટિશ આર્મી જનરલ રૉય બુશેર બનાવવામાં સફળ રહ્યા હતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડર-ઈન-ચીફ બન્યા હતા.
ભારતીય ભૂમિ સેના હંમેશા ભારતીય સરહદમાં તેમજ કુદરતી આપત્તિઓ સાથે તમામ મુશ્કેલ સમયમાં લડવા માટે તૈયાર છે. તેઓ હિંમતથી તમામ પડકારોનો સામનો કરે છે અને રાષ્ટ્રો અને લોકોને બચાવવા માટે મુશ્કેલીઓ આવે છે.

ભારતીય સેના દિવસ ની ઉજવણી
દેશની આપત્તિ પરિસ્થિતિઓ દરમિયાન ભારતીય સેના એક મહાન અને મોટી ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ યુદ્ધ વિજેતા ટીમ બનવા માટે દેશને સમર્પિત છે. નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ખાતે “અમર જવાન જ્યોતિ” ખાતે ભોગ આપેલા ભારતીય સૈન્ય સૈનિકોને શ્રધ્ધાંજલિ આપવાનું શરૂ કરવા માટે દિવસને ભારતમાં સૈન્ય દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો.
શ્રદ્ધાંજલિ ભરવા પછીભારતીય સેનામાં નવી ટેકનોલોજી અને સિદ્ધિઓને દર્શાવવા માટે લશ્કરી શો સહિત એક ઉત્તમ પરેડ થાય છે. આ મહાન પ્રસંગે યુનિટ પ્રમાણપત્રો અને સેના મેડલ સહિત બહાદુરી પુરસ્કારો વિતરણ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં આર્મી ડે ઉજવણીમાંસૈન્યના સૈનિકોની સેવામાં બહાદુરી અને વિખ્યાત સર્વિસ એવોર્ડ્સ (સેના મેડલવિશ્વ સેવા ચંદ્રકો વગેરે) મળે છે. તેમના રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે હિંમતથી અને બોલ્ડ ભારતીય સૈનિકોને યાદ કરાવવા માટે આ દિવસને યાદ કરવામાં આવ્યો છે.

સેના દિવસ પરેડ
આર્મી ડે પરેડ દરમિયાન સૈન્ય દિવસની ઉજવણી ભારતીય સેના સૈનિકો (ભારતીય સેના બેન્ડ્સ) દ્વારા કરવામાં આવે છે જેમાં બીએલટી ટી –72, ટી –90 ટેન્ક્સબ્રહ્મોસ મિસાઇલકેરિયર મોર્ટાર ટ્રૅક વેહિકલ, 155 એમએમ સોલ્ટમ ગનએડવાન્સ્ડ આર્મી એવિએશન કોર્પ્સ અને વગેરેના લાઇટ હેલિકોપ્ટર હોય છે.
 આ પરેડ દિલ્હીના ઇન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ સ્મારક ખાતે શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. શહિદોની વિધવાઓને સેના મેડલ અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. 


ભારતીય સૈન્ય ઓફિસર રેન્ક 

ભારતીય સૈન્ય  રેન્ક 

પદના ક્રમનું માળખું

ભારતીય ભૂમિ સેનાના વિવિધ પદ પ્રમાણેના ક્રમની યાદી નીચે આપેલા ઉત્તરતા ક્રમમાં છે:

કમિશન્ડ ઓફિસર્સ

  • ફિલ્ડ માર્શલ
  • જનરલ (પદ જે ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા લેવામાં આવેલ છે)
  • લેફટેનન્ટ જનરલ
  • મેજર જનરલ
  • બ્રિગેડિયર
  • કર્નલ
  • લેફટેનન્ટ કર્નલ
  • મેજર
  • કેપ્ટન
  • લેફટેનન્ટ

જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ)

  • સુબેદાર મેજર/ઓનેરરી કેપ્ટન
  • સુબેદાર/ઓનરરી લેફટેનન્ટ
  • સુબેદાર મેજર
  • સુબેદાર
  • નાયબ સુબેદાર

નોન કમિશન્ડ ઓફિસર્સ (એનસીઓ)

  • રેજીમેન્ટલ હવાલદાર મેજર 
  • રેજીમેન્ટલ કર્વાટર માસ્ટર હવાલદાર 
  • કંપની હવાલદાર મેજર
  • કંપની કર્વાટર માસ્ટર હવાલદાર
  • હવાલદાર
  • નાઈક
  • લાન્સ નાઈક
  • સિપાઈ
ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ ઓપરેશન

ઓપરેશન પોલો (1948)
ભારતીય સશસ્ત્ર દળોએ હૈદરાબાદના નિઝામ શાસનનો અંત લાવ્યો અને દક્ષિણ ભારતમાં હૈદરાબાદ રજવાડાનો સમાવેશ ભારતીય સંઘમાં કર્યો

ઓપરેશન વિજય (1961)
1961 માં પોર્ટુગીઝ વસાહતીઓમાંથી ગોવા, દમણ અને દીવ અને અંજિદિવ ટાપુઓની સ્વતંત્રતા તરફ દોરી જતા ભારતની સૈન્યની કામગીરી

ઓપરેશન બ્લુ સ્ટાર (1984)
પંજાબના અમૃતસરમાં હરમંદિર સાહિબ સંકુલની ઇમારતોમાંથી અલગતાવાદી ધાર્મિક નેતા જર્નાઇલ સિંહ ભિંદ્રનવાલે અને તેના સશસ્ત્ર અનુયાયીઓને દૂર કરવા માટે હાથ ધરવામાં આવ્યું છે.

ઓપરેશન બ્લુ બર્ડ (1987)
1987 માં આસામ રાઇફલ્સની ચોકી પર થયેલા હુમલા અંગે ભારતીય જવાબી કાર્યવાહી

ઓપરેશન વિજય ((19990
1999 ની કારગિલ યુદ્ધમાં, કારગિલ સેક્ટરમાંથી ઘૂસણખોરોને પાછો ખેંચવાની ભારતીય કામગીરી.

 

ઓપરેશન બ્રાસટેકસ

પશ્ચિમ સરહદ પર મોટા પાયાના બનાવટી યુદ્ધ કરવા ભારતીય સેના દ્વારા ઓપરેશન બ્રાસટેકસની શરૂઆત થઈ


ઓપરેશન પરાક્રમ (2001) 

ડિસેમ્બર 13, 2001ના ભારતીય સંસદ ભવન પરના હુમલા પછી, ઓપરેશન પરાક્રમની શરૂઆત થઈ



ભારતીય ભૂમિ સેનાના પાયદળ રેજીમેન્ટસની યાદી આ પ્રમાણે છે:

  • બ્રિગેડ ઓફ ગાર્ડસ
  • પેરાશુટ રેજિમેન્ટ
  • યાંત્રિક પાયદળ રેજિમેન્ટ
  • પંજાબ રેજિમેન્ટ
  • મદ્રાસ રેજિમેન્ટ
  • ધ ગ્રેનેડિયર્સ
  • મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી
  • રાજપૂતાના રાઇફલ્સ
  • રાજપૂત રેજિમેન્ટ
  • જાટ રેજિમેન્ટ
  • શીખ રેજિમેન્ટ
  • શીખ લાઇટ્ ઇન્ફન્ટ્રી
  • ડોગરા રેજિમેન્ટ
  • ગઢવાલ રાઇફલ્સ
  • કુમાઉં રેજિમેન્ટ
  • આસામ રેજિમેન્ટ
  • બિહાર રેજિમેન્ટ
  • મહાર રેજિમેન્ટ
  • જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ
  • જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રી
  • નાગા રેજિમેન્ટ
  • ૧ ગુરખા રાઇફલ્સ
  • ૩ ગુરખા રાઇફલ્સ
  • ૪ ગુરખા રાઈફલ્સ
  • ૫ ગુરખા રાઇફલ્સ
  • ૮ ગુરખા રાઇફલ્સ
  • ૯ ગુરખા રાઇફલ્સ
  • ૧૧ ગુરખા રાઇફલ્સ
  • લદ્દાખ સ્કાઉટ્સ
  • અરુણાચલ સ્કાઉટ્સ
  • સિક્કિમ સ્કાઉટ્સ
  • આર્ટિલરી (તોપખાના) રેજીમેન્ટ

  • આરમોર્ડ રેજીમેન્ટ


ભારતના રાષ્ટ્રપતિ દ્વારા યુદ્ધના મેદાનમાં પ્રદર્શિત કરવામાં આવતી બહાદુરી માટેના મેડલ, પરમ વીર ચક્ર, મહા વીર ચક્ર અને વીર ચક્ર છે.

રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય માટે આપવામાં આવેલા મેડલ, યુદ્ધના મેદાનથી આગળ દર્શાવ્યા મુજબ, અશોક ચક્ર, કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર.


ભારતીય સેના પર બનેલ ફિલ્મ

હકીકત (‌1964): 
જે ભારત ચીન લડાઇ 1962 પર આધારિત છે, જેમા ધરમેંદ્ર અભિનેતા છે.

હિન્દુસ્તાન કી કસમ (1973): 
ઓપરેશન કેક્ટસ પર આધારિત ફિલ્મ છે જેમા રાજકુમાર અભિનેતા છે..

વિજેતા (1982): 
અંગદ ના જીવન આધારિત ફિલ્મ છે જે એરફોર્સમાં પાયલટ બને છે. જેમા શશી કપૂર, કૃનાલ કપૂર અભિનેતા છે.

પ્રહાર (1991); 
જેમા નાના પાટેકર અભિનેતા છે. જે પીટર ડિસુઝાના જીવન પર આધારિત ફિલ્મ છે.

બોર્ડર (1997):  
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે.જેમા સન્ની દેઓલ, સુનિલ શેટ્ટી, અક્ષય ખન્ના, જેકી શ્રોફ વગેરે અભિનેતા છે.

LOC કારગીલ (2003):
 જે કરગીલ યુદ્ધ 1999 પર આધારિત છે. જેમા , સંજય દત્ત, અજય દેવગન, સૈફ અલી ખાન, અભિષેક બચ્ચન, અક્ષય ખન્ન, મનોજ વાજપેઇ જેવા અભિનેતા છે.
ટેંગો ચાર્લી (2005) : 
આ ફિલ્મ તરુન ચૌહાનના જીવન પર આધારિત છે જે બર્માના જંગલોમા કઇ રીતે ઘૂસણખોરોની રોકે છે જેમા બોબી દેઓલ, અજય દેવગન જેવા અભિનેતા છે

લક્ષ્ય (2004) : 
ભારતીય આર્મીની એક ટુકડી હિમાલયની સૌથી ઉંચી ટોચ પર જઇ પકિસ્તાની છવણીને કઇ રીતે લડે છે તેની કહાની છે જેમા હ્યતિક રોશન છે.

શૌર્ય (2008): 
આ ફિલ્મમાં મુસ્લીમ ઓફિસરના કોર્ટ માર્શલ પર આધારિત છે જેમા રાહુલ બોઝ , જાવેદ જાફરી છે

1971 (2007):  
1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કેદ થયેલ સૈનિકોની વાત છે, જેમા મનોજ બાજપેઇ, રવિ કિશન, પિયુષ મિશ્રા દિપક દોબરિયલ જેવા અભિનેતા છે

હોલીડે (2014) : 
રજા પર આવેલ એક સૈનિકની કહાની છે જે રજા પર હોવા છતા દેશમાં થતા આતંકી હુમલાના સ્લીપર સેલની કડીને શોધે છે જેમા અક્ષય કુમાર અભિનેતા છે,

યુરી (2019)
સર્જીકલ સ્ટ્રાઇક પર આધારિત ફિલ્મ છે જેમા વિકી કૌશલ અભિનેતા છે.


આજે ભારતીય સેના દિવસ નિમિત્તે ભારતીય સેનાને મારા વંદન



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work