પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
19 ઓક્ટોબર
"મનુષ્ય ગૌરવ દિન"
જન્મ: 19 ઓક્ટોબર 1920
જન્મસ્થળ: રોહા (પૂણે, મહારાષ્ટ્ર)
પિતાનું નામ: વૈજનાથ શાસ્ત્રી આઠવલે
માતાનું નામ: પાર્વતી આઠવલે
અવશાન: 25 ઓક્ટોબર 2003 (મુંબઇ, મહારાષ્ટ્ર)
પત્નિનું નામ: નિર્મળાતાઇ આઠવલે
ભારતના દાર્શનિક, આધ્યાત્મિક ગુરૂ તથા સુધારક તથા સ્વાધ્યાય પરિવારના પ્રણેતા પૂ. શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનું જન્મ શતાબ્દી વર્ષ સ્વાધ્યાય પરિવારના લાખો અનુયાયીઓ અનેરા ઉમંગ સાથે ઉજવી રહયા છે. પૂ. પાંડુરંગદાદાનો તા. 19મી ઓકટોબર 19ર0ના મહારાષ્ટ્રના રોહા ખાતે થયો હતો.
પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ પ્રદેશમાં રોહા નામનાં ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા અને પિતા વૈજનાથ આઠવલે (શાસ્ત્રી) તથા માતા પાર્વતી આઠવલેનાં પાંચ સંતાનો પૈકીના એક હતા, જેઓ "શાસ્ત્રી" તેમ જ "દાદાજી" તરીકે પણ ઓળખાય છે.
મરાઠી ભાષામાં "દાદાજી" શબ્દનો અર્થ થાય "મોટાભાઈ".
પાંડુરંગ શાસ્ત્રી પોતે હિન્દુ ધર્મના શાસ્ત્રોના પ્રખર વિદ્વાન હતા. તેમણે હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાનાં જ્ઞાનને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોચાડવાનો પુરુષાર્થ આદર્યો હતો. એના પરિણામ સ્વરૂપ સ્વાધ્યાય પરિવારની સ્થાપના થઇ, જેમાં આજે લાખો લોકો હોંશે હોંશે સક્રિયપણે જોડાયેલા છે. આ પરિવારમાં વિદ્વાનોથી માંડી સામાન્ય માનવી જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો એમ આબાલવૃધ્ધ બધાને પરિવારમાં એકસૂત્રે સાંકળી લીધા છે.
એમનો જન્મદિવસ સ્વાધ્યાય પરિવાર દ્વારા જગતભરમાં મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન" તરીકે ઉજવવામાં આવે છે.
પૂ. પાંડુરંગ દાદાએ 1954 માં સ્વાધ્યાય આંદોલન ચલાવ્યું અને સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરી. સ્વાધ્યાય આંદોલન શ્રીમદ ભગવત ગીતા પર આધારિત આત્મજ્ઞાનનું આંદોલન છે. જે ભારતના એક લાખથી વધારે ગામોમાં ફેલાયેલું છે. તેના લાખો સભ્યો છે. દાદાજી ગીતા તથા ઉપનિષદો પરના તેમના પ્રવચન માટે પ્રસિધ્ધ હતા. ધર્મના ક્ષેત્રમાં ઉન્નતિ માટે પૂ. દાદાને 1997માં ટેમ્પલ્ટન પુરસ્કારથી સન્માનિત કરાયા. સન 1999માં તેમને સામુદાયિક નેતૃત્વ માટે મૈગસસે પુરસ્કાર મળ્યો અને આ જ વર્ષે ભારત સરકારે તેમને ‘પદ્મ વિભૂષણ’ થી સન્માનિત કર્યા.
પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ પારંપારિક શિક્ષાની સાથે સરસ્વતી સંસ્કૃત વિદ્યાલયમાં સંસ્કૃત વ્યાકરણની સાથે ન્યાય, વેદાંત, સાહિત્ય અને અંગ્રેજી સાહિત્યનું અધ્યયન કર્યુ હતું. તેમને રોયલ એશિયા ટિક સોસાયટી મુંબઇ દ્વારા માનદ સદસ્યની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુસ્તકાલયમાં તેમણે ઉપન્યાસ ખંડને છોડીને બધા વિષયોના પ્રમુખ લેખકોના પ્રસિધ્ધ પુસ્તકોનું અધ્યયન કર્યુ. વેદો, ઉપનિષદો, સ્મૃતિ, પુરાણો પર ચિંતન કરતાં કરતાં શ્રીમદ ભગવતગીતા પાઠશાળા (માધવબાગ-મુંબઇ) માં પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ અખંડ વૈદિક ધર્મ, જીવન જીવવાની કળા, પુજા કરવાની રીત અને પવિત્ર મંચથી વિચારવાનો માર્ગ બતાવ્યો.
1954માં જાપાનમાં બીજી વિશ્વ ધર્મ પરીષદમાં ભાગ લીધો અને ત્યા વૈદિક જ્ઞાન અને જીવન દર્શન પર પ્રવચન આપ્યું. અને કહ્યુ કે " ભક્તિ ઇસ અ સોશિયલ ફોર્સ- ભક્તિ એ એક સામાજીક શક્તિ છે"
1956માં "તત્ત્વજ્ઞાન વિધ્યાપીઠની" સ્થાપના કરી. અને ગામડે ગામડે ફરી ગીતાના વિચારોનો સરળ ભાષામા દરેક લોકોને સમજાવ્યા, દાદાજી એ ભક્તિ માટે કહ્યુ કે તે ફક્ત પૂજા અને દિવા નથી પણ પોતાની કાર્ય કુશળતા ભગવાનના ચરણે ધરવી તે સાચી ભક્તિ છે. ખેડુત યોગેશ્વર કૃષીમાં જઇ પોતાનો સમય આપે, નોકરિયાત ભક્તિફેરી કે ભવફેરિ કરી પોતાનો સમય ભગવાના માટે આપે, હિરા ઘસનાર હિરામંદિરમાં પોતાનો સમય આપે, આમ દરેક વ્યક્તિ પોતાનામા રહેલ કાર્ય કુશળતા ભગવાના ચરણે ધરે તે સમજાવ્યું. આવા તો કેટલાય પ્રયોગો દાદાજી એ માનવના જીવનના ઉત્કર્ષ માટે આપ્યા જેમકે યોગેશ્વર કૃષી, અમૃતાલયમ, ગોરસ, શ્રીદર્શનમ, હીરામંદીર, મત્સ્યગંધા વગેરે..
આમ તો ગુજરાત અને વિશેષ તો સૌરાષ્ટ્ર ને સ્વાધ્યાય અને પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીનો પરિચય આપવો એ દિવડાંનાં પ્રકાશમાં અખિલાઇનાં દર્શન જેવી વાત છે .
સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે.
સ્વાધ્યાય પરિવાર જેમાં વિવિધ કેન્દ્રો દ્વારા જેવા કે બાલ સંસ્કાર કેન્દ્ર દ્વારા બાળકોમાં, યુવા કેન્દ્ર દ્વારા યુવાનો ,મહિલા કેન્દ્ર દ્વારા મહિલાઓ , વિડિઓ કેન્દ્રો , યુવતી કેન્દ્ર દ્વારા યુવતીઓ માં સંસ્કાર અને જીવન કઈ રીતે જીવવું તે શીખવવામાં આવે છે.
સ્વાધ્યાય પરિવાર નો આધાર શ્રીમદ ભગવદગીતા છે.જેના ઉપર સમગ્ર કાર્ય ઊભેલું છે.
તેમાં વિવિધ પ્રયોગો ( વૃક્ષમંદિર /યોગેશ્વર કૃષિ/શ્રીદર્શનમ/ગોરસ/મત્સ્યગંધા/ત્રિકાળ સંધ્યા/અમૃતાલાયમ ) થકી મળેલી મહાલક્ષ્મી ને વિવિધ કેન્દ્રો તથા કાર્યક્રમો ના ખર્ચ માં વાપરવામાં આવે છે.તેમજ વધેલી લક્ષ્મી ને સામાજિક કાર્યો માં વાપરવામાં આવે છે.
પૂજ્ય દાદા તેઓના પ્રવચનમાં કોઈ સંસાર છોડીને ધર્મ ધ્યાન કરવાનું એવું કદી તેઓ કહેતા નહી પણ ભાવપૂર્વક, કૃતજ્ઞતાથી ભગવાન યોગેશ્ર્વરને યાદ કરવા કહેતા.
તેમણે આપેલાં વિવિધ પ્રયોગોમાંથી એક ‘ત્રિકાળ સંધ્યા’ નાં તર્કને સમજીએ
પૂજ્ય દાદા કહેતા માનવ બુધ્ધિશાળી જ નહિ પરંતુ સાથે વિચારશીલ પણ છે. તેથી તેને વિચાર આવી શકે કે મારું જીવન / શરીર કોણ ચલાવે છે ? આપણે અંતર્મુખ થઈને વિચારીશું તો લાગશે કે, શરીર પર આપણી પોતાની કહી શકાય એવી કોઈ સતા નથી. શરીર ઉપર બીજા કોઈની સતા ચાલે છે, બીજા કોઈનો હક્ક પહોંચે છે. જેના ઘરમાં આપણે રહીએ તે ઘરમાલિકને આપણે ભાડુ ચૂકવવું જોઈએ. તે નૈતિક ફરજ છે. તેવી જ રીતે આ શરીર જેનું છે અને જેની પાસેથી ‘ભાડે’ લીધું છે તેને આપણે ભાડુ ચૂકવીએ છીએ ખરા? આ ભાડું ચૂકવવું એટલે જ ચૈતન્ય શક્તિની, ભગવાનની કૃપાથી આપણને માનવ શરીર મળ્યું તે ભગવાનને કૃતજ્ઞતાથી યાદ કરવા.
(II) સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે આપણને કોણ ઉઠાડે છે? કેવળ ઉઠાડતા નથી, જગાડે પણ છે. જગાડતાની સાથે સ્મૃતિ પણ આપે છે .
(III) બપોરે જમું છું ત્યારે મારુ પાચનતંત્ર કોણ ચલાવે છે? ખોરાકનું લાલ લોહી કોણ બનાવે છે? જુદા જુદા પ્રકારના ખોરાક હોવા છતાં, પ્રત્યેક વ્યક્તિના લોહીનો રંગ માત્ર લાલ જ કેમ? તે કોણે કર્યું? ખાધેલા ખોરાકનું લોહી બનાવીને જે જીવનશક્તિ આપે છે તેને ભાવપૂર્વક, કૃતજ્ઞતાથી યાદ કરવા જોઈએ.
(IV) રાત્રે પથારીમાં સૂતાં જ આપણને ઘસઘસાટ ઊંધ આવે છે. ઊંઘ કયારે ને કેવી રીતે આવે છે તેની આપણને કશી ખબર પડતી નથી. કારણ કે, ભગવાન આપણને ઊંધમાં વાત્સલ્યથી સંભાળે છે. તેથી આરામથી ઊંઘી શકીએ છીએ અને ઉઠતા જ ઉત્સાહનો સંચાર અનુભવીએ છીએ. એટલે કૃતજ્ઞતાનો ગુણ પ્રગટ કરવાનુ શિખવાડે છે.
તેના ઉપકારોનું કૃતજ્ઞતાપૂર્વક ભાવથી સ્મરણ ન કરુ તો કૃતઘ્ની કહેવાઉ. એટલે માનવ જીવનની ત્રણ મુખ્ય ક્રિયાઓ આ છે (1) સવારે વહેલા ઊઠવું (2) ભોજન કરવું (3) રાત્રે વહેલા ઉંઘવું. ટૂકમાં ટૂંકા નામે આ ત્રણ સમયે ભગવાનનું કૃતજ્ઞતાથી ભાવપૂર્વક સ્મરણ કરવું એનું નામ છે અર્વાચીન ‘ત્રિકાળ સંધ્યા’. ત્રિકાળ સંધ્યા કરવાથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતાનો ગુણ ખીલે છે. એમણે સામાજીક ક્રાંતિનાં આપેલાં વિવિધ પ્રયોગો નાની નાની પુસ્તિકા દ્વારા સંકલિત કરાયા છે
પાંડુરંગ શાસ્ત્રીજીને મળેલ વિવિધ પુરસ્કાર અને એવોર્ડ
1997માં ટેમ્પલટન એવોર્ડ મળ્યો હતો, તે ભારતીય મુળના ત્રીજા એવા વ્યક્તિ હતા જેમને આ એવોર્ડ મળ્યો છે.
1996માં રોમન મેગ્સેસે એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ Community Leadership (સમુદાયનું નેતૃત્વ) માટે આપવવામાં આવ્યો હતો.
1999માં ભારત સરકાર દ્વારા સોશિયલ વર્ક માટે પદ્મવિભૂષણ એવોર્ડ આપી સન્માન કર્યુ હતુ.
આ ઉપરાંત1988માં મહાત્મા ગાંધી પુરસ્કાર અને લોકમાન્ય ટિળક પુરસ્કાર પણ પૂજ્ય દાદાજીને મળેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી એ પૂજ્ય પાંંડુરંગ શાસ્ત્રી આઠવલેજીને ડોક્ટરેટ્ની ડિગ્રી આપેલ છે.
પૂ.દાદાજીના 100માં વર્ષે 19 ઓક્ટોબર 2020ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પૂજ્ય પાંંડુરંગ શાસ્ત્રી આઠવલે ચેરની શરુઆત કરવામા આવી આ ઉપરાંત લાઈબ્રેરી પણ શરુ કરવામા આવી.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work