મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

02 October, 2020

લાલ બહાદુરશાસ્ત્રી જીવન પરિચય

 





નામ: લાલ બહાદુરશાસ્ત્રી

જન્મ: 2 ઓક્ટોબર 1904

જન્મસ્થળ: મુગલસરાય, (ઉત્તર પ્રદેશ)

મૃત્યુ: 11 જાન્યુઆરી 1966

પિતાનું નામ: શારદા પ્રસાદ

માતાનું નામ: રામદુલારી દેવી

પત્નિનં નામ: લલિતા શાસ્ત્રી


જય જવાન, જય કિસાન’નો નારો રાષ્ટ્રને આપનારા લાલા બહાદુર શાસ્ત્રી ખેડૂતોને દેશના અન્નદાતા માનતા હતાં, તો સાથે સાથે દેશના જવાનો પ્રત્યે પણ તેમના દિલમાં અગાઢ પ્રેમ હતો.

લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન એ દરેક યુવા માટે પ્રેરણાનું પ્રતિક છે જે અભાવોમાં જીવી રહ્યાં છે. ઓછી સુવિધાઓ વચ્ચે તેમણે અભ્યાસ પૂરો કર્યો અને દેશના વડાપ્રધાન પણ બન્યાં. શાસ્ત્રીજીએ પોતાનું સમગ્ર જીવન ગરીબોની સેવામાં સમર્પિત કર્યું હતું

 તેઓ એક પ્રસિદ્ધ ભારતીય રાજનેતા, મહાન સ્વાતંત્ર સેનાની તથા જવાહરલાલ નેહરુ અને ગુલજારીલાલ નંદા (કાર્યકારી વડાપ્રધાન) પછી ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા હતાં.

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૨જી ઓક્ટોબર ૧૯૦૪ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે થયો હતો. તેમના પિતાનું નામ શારદા પ્રસાદ અને માતાનું નામ રામદુલારી દેવી હતુ. તેમની પત્નીનું નામ લલિતાદેવી હતું. તેમના પિતા પ્રાથમિકવિદ્યાલયમાં શિક્ષક હતા. તેમને જ્યારે કાશી વિદ્યાપીઠમાંથી ‘શાસ્ત્રી’ની ડિગ્રી પ્રાપ્ત થઈ ત્યારે તેમણે પોતાનું જાતિસૂચક નામ ‘શ્રીવાસ્તવ’ હટાવી પોતાના નામની આગળ ‘શાસ્ત્રી લગાવી દીધુ હતું અને સમયોપરાંત ‘શાસ્ત્રી’ શબ્દ ‘લાલબહાદુર’ નામનો જાણે પર્યાય જ બની ગયો હતો.

જાન્યુઆરી 1921 માં, જ્યારે શાસ્ત્રી દસમા ધોરણમાં હતા અને અંતિમ પરીક્ષાઓ બેસવાના ત્રણ મહિના પછી, તે ગાંધીજી, પંડિત મદન મોહન માલવીયા દ્વારા સંચાલિત બનારસમાં જાહેર સભામાં જોડાયા હતા.

વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાંથી ખસી જવા અને અસહકાર ચળવળમાં જોડાવા મહાત્માના આહ્વાનથી પ્રેરાઈને શાસ્ત્રી બીજા જ દિવસે હરીશચંદ્ર હાઇસ્કૂલથી ખસી ગયા અને કોંગ્રેસ પક્ષની સ્થાનિક શાખામાં સ્વયંસેવક તરીકે જોડાયા

શાસ્ત્રીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. ઈ. સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રી ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં

સ્નાતકની શિક્ષા સમાપ્ત કર્યા બાદ તે ભારત સેવક સંઘ જોડે જોડાઈ ગયા અને દેશસેવાનું વ્રત લેતા અહીંથી જ પોતાના રાજનૈતિક જીવનની શુરુઆત કરી.


ગાંધીજી દ્વારા શરુ કરવામાં આવેલા અસહકાર આંદોલન દરમિયાન લાલબહાદુર થોડા સમય માટે ૧૯૨૧માં જેલમાં ગયા હતાં. ગાંધીજીના અનુયાયી તરીકે તેઓ પછીથી રાજકારણમાં પરત ફર્યા હત અને કેટલીય વાર જેલમાં પણ ગયા હતાં. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પાક્ષમાં પ્રભાવશાળી પદ પણ ધારણ કર્યુ હતું. પ્રાંતની વિધાનસભામાં ૧૯૩૭ તથા ૧૯૪૬માં શાસ્ત્રીજી ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૨૯માં તેમની નહેરુજી સાથેની મુય્લાકાત પછી તેઓ નહેરુજી સાથે ઘણા નજીક આવી ગયા હતાં. નહેરુના મંત્રીમંડળમાં તેઓને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પદ પર તેઓ સન. ૧૯૫૧ સુધી રહ્યા. ૧૯૫૧માં નહેરુજીના નેતૃત્વ હેઠળ અખિલ ભરતીય કોંગ્રેસ કમીટીના મહાસચિવ પદ પર તેમની નિમણૂંક કરવામાં આવી હતી. ૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ની ચૂંટણીઓમાં કોંગ્રેસના નેતાઓને જીતાડવા માટે તેમણે ખુબ જ મહેનત કરી હતી.


  આઝાદીના સંઘર્ષે તેમને પૂર્ણત: પરિપક્વ બનાવી દીધા હતા.

આઝાદી પછી જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તેના પહેલા જ રાષ્ટ્રીય સંગ્રામના નેતા વિનીત તેમજ નમ્ર, લાલ બહાદુર શાસ્ત્રીના મહત્વને સમજી ચૂક્યા હતા. 1946મા જ્યારે કોંગ્રેસ સરકારનું ગઠન થયું તો આ નાના કાર્યકરને દેશના શાસનમાં રચનાત્મક ભૂમિકા નીભાવવાની જવાબદારી અપાઇ હતી. 

તેમને પોતાના ગૃહરાજ્ય ઉત્તરપ્રદેશના સંસદિય સચિવ નિયુક્ત કરાયા હતા અને ઝડપથી જ તેઓ ગૃહમંત્રીના પદ પર પહોંચી ગયા હતા. 

સખત મહેનત કરવાની તેમની ક્ષમતા તેમજ તેમની દક્ષતા ઉત્તર પ્રદેશમાં એક ઉદાહરણરૂપ બની હતી. 

તેઓ 1951માં નવી દિલ્હી આવ્યા તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગોનો પ્રભાર સંભાળ્યો- રેલ મંત્રી, પરિવહન તથા સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગમંત્રી. 

ગૃહમંત્રી તેમજ નહેરુજીની બિમારીના સમયે વિભાગ વગર મંત્રી રહ્યા હતા. તેમની પ્રતિષ્ઠા સતત વધી રહી હતી. 

એક રેલવે દુર્ઘટના, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા, માટે પોતાને જવાબદાર ઠેરવતા તેમણે રેલવે મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું હતું.

 દેશ તેમજ સંસદે તેમની આ અભૂતપૂર્વ પહેલને બિરદાવી હતી. 

તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત નહેરુએ આ ઘટના અંગે સંસદમાં બોલતા લાલ બહાદુર શાસ્ત્રીની ઇમાનદારી તેમજ ઉચ્ચ આદર્શોની ખૂબ પ્રશંસા કરી હતી

તેમણે કહ્યું કે તેમણે લાલ બહાદુર શાસ્ત્રીનું રાજીનામું એટલા માટે સ્વીકાર્યું નથી કે જે કંઇ પણ થયું છે તેમના માટે એ જવાબદાર છે પરંતુ એટલા માટે સ્વીકાર્યું છે કે એનાથી બંધારણીય મર્યાદામાં એક દાખલો બેસશે. રેલવે દુર્ઘટના પર લાંબી ચર્ચાનો જવાબ આપતા લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું “કદાચ હું લંબાઇમાં ટૂંકો હોવાથી તેમજ નમ્ર હોવાને કારણે લોકોને લાગે છે કે હું બહું દ્રઢ નથી થઇ શકતો જોકે શારીરિક રીતે હું મજબૂત નથી પરંતુ મને લાગે છે કે આંતરિક રીતે હું એટલો પણ કમજોર નથી.”

પોતાના મંત્રાલયના કામકાજ દરમિયાન પણ તેઓ કોંગ્રેસ પાર્ટી સંબંધિત બાબતોનું ધ્યાન રાખતા તેમજ તેમાં ભરપૂર યોગદાન આપતા હતા.

 1952,1957 તેમજ 1962ની સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટીની નિર્ણાયક તેમજ જબરદસ્ત સફળતામાં તેમની સંગઠનની પ્રતિભા તેમજ વસ્તુને નજીકને પારખવાની અદભુત ક્ષમતાનું ખૂબ મોટું યોગદાન હતું.


30થી વધુ વર્ષો સુધી પોતાની સમર્પિત સેવા દરમિયાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની નિષ્ઠા તેમજ ક્ષમતા માટે લોકોમાં ખૂબ પ્રસિદ્ધ થયાં હતા.

 વિનમ્ર, દ્રઢ, સહિષ્ણુ તેમજ જબરદસ્ત આંતરિક શક્તિવાળા શાસ્ત્રીજી લોકો વચ્ચે એવા વ્યક્તિ બનીને ઉભર્યા જેમણે લોકોની ભાવનાઓને સમજી. તેઓ દૂરદર્શી હતા કે જેથી દેશને પ્રગતિના માર્ગે લઇ આવ્યા. 

લાલ બહાદુર શાસ્ત્રી મહાત્મા ગાંધીની રાજનૈતિક શિક્ષાઓથી અત્યંત પ્રભાવિત હતા. પોતાના ગુરુ મહાત્મા ગાંધીના લયમાં જ તેમણે એક વખત કહ્યું હતું કે ‘‘ મહેનત પ્રાર્થના કરવા બરાબર છે.’’ મહાત્મા ગાંધી જેવા જ વિચાર ધરાવનારા લાલ બહાદુર શાસ્ત્રી ભારતીય સંસ્કૃતિની શ્રેષ્ઠ ઓળખ છે.

 ભારતીય સ્વાધીનતા સંગ્રામના દરેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં એમની ભાગીદારી રહી, અને જેલોમાં રહેવું પડ્યું જેમાં ૧૯૨૧ની અસહકારની ચળવળ અને ૧૯૪૧નું સત્યાગ્રહ આંદોલન સૌથી મુખ્ય હતું

સક્રિય રાજકારણ:

  • 1947 માં દેશ આઝાદ થતાં ઉત્તર પ્રદેશના પ્રથમ મંત્રીમંડળમાં

  • વાહન વ્યવહાર અને

  • પોલીસ ખાતાના મંત્રી બન્યા.

  • વાહન વ્યવહાર મંત્રી તરીકે દેશમાં સૌ પ્રથમ મહિલા કંડક્ટર

  • નિયુક્ત કરવાનું માન શાસ્ત્રીજીને

  • જાય છે.

  • પોલીસ મંત્રી તરીકે તેમણે લાઠીચાર્જના બદલે પાણીનો ઉપયોગ

  • કરવાનું સૂચવ્યું,

  • આમ વોટર કેનનની  સૌ પ્રથમ  શરૂઆત  કરાવી.

  • આ ઉપરાંત 1947ના કોમી હુલ્લડો અને વેરઝેર વાળા વાતાવરણમાં

  • તેમણે ઉત્તર

  • પરદેશમાં શાંતિ જાળવવા સરસ કામ કર્યું.

  • 1951માં લાલ બહાદુર શાસ્ત્રી કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી બન્યા,

  • હવેથી ઉમેદવારોની

  • પસંદગીની જવાબદારી તેમની હતી.

  • 1952, 1957 અને 1962ની સામાન્ય ચૂંટણીઓ સુધી તેઓ

  • આ ફરજ બજાવતા રહ્યા અને

  • તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસના વિજયમાં તેઓનો મહતપૂર્ણ ફાળો

  • રહ્યો.

  • 1952ની ચૂંટણી પછી તેઓ UP વિધાનસભામાં જ્વલંત જીત

  • મેળવી ચૂંટાયેલા હોવા છતાં,

  • તેમને કેન્દ્રિય પ્રધાનમંડળમાં લઈ જવાયા.

  • તેઓ નહેરુ કેબિનેટમાં રેલ્વે મંત્રી બન્યા.

  • શાસ્ત્રીજીએ એક રેલ્વે અકસ્માતની નૈતિક જવાબદારી લઈ

  • રેલ મંત્રી તરીકે રાજીનામું આપી દીધેલું.

 

પ્રધાનમંત્રી તરીકે:

27 મે 1964ના રોજ જવાહરલાલ નહેરુનું પ્રધાનમંત્રી રહેતાં અવસાન થયું

અને ગુલઝારિલાલ નંદા કાર્યકારી વડાપ્રધાન બન્યા.

શાસ્ત્રીજી મિતભાષી અને મધ્યમમાર્ગી ગણાતા.

વળી, તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ કે. કામરાજ સાથે તેમણે ઘનિષ્ઠતા હતી.

બીજી તરફ મોરારજી દેસાઇ જમણેરી ગણાતા.

આથી નહેરુવાદી શાસ્ત્રીજી સરળતાથી વડાપ્રધાન બન્યા.


9 જૂન 1964 ના રોજ તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન બન્યા

અને આજીવન એ પદ પર રહ્યા.


તેમણે  નહેરુ કેબિનેટને મોટેભાગે જાળવી રાખ્યું. 

ઉપરાંત, ઇન્દિરા ગાંધીને પ્રસારણ મંત્રી તરીકે સામેલ કર્યા.


તેમના કાર્યકાળમાં હિન્દીને રાષ્ટ્રભાષા ગણવા સામે દક્ષિણમાં

ખૂબ વિરોધ થયો ત્યારે તેમણે વડાપ્રધાન

તરીકે ખાત્રી  આપી કે અંગ્રેજી બીજી રાષ્ટ્રીય ભાષા તરીકે 

દક્ષિણના રાજ્યો ઇચ્છે ત્યાં સુધી ચાલુ રખાશે. અને એમ કરી વિવાદ

શમાવ્યો.


દેશ 1962ના ચીન સાથેના યુદ્ધની નાલોશીમાથી હજુ બહાર નીકળ્યો

નહોતો અને નહેરૂના અવાસનથી બીજો ફટકો પડ્યો એવા સમયે

શાસ્ત્રીજીએ દેશની કમાન સાંભળી હતી.


 

શાસ્ત્રીજીનું પહેલું લક્ષાંક ખેડૂતોની સ્થિતિ સુધારવાનું હતું.

આણંદમાં ખેડા જિલ્લાની સહકારી ડેરીથી

પ્રભાવિત થઈ તેમણે ડો. વર્ગીસ કુરિયનને આખા દેશમાં સહકારી ડેરીના

લાભ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા.


આણંદ ખાતે NDDB “રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ની સ્થાપના થઈ

અને દેશમાં ‘શ્વેત ક્રાંતિ’ ની શરૂઆત થઈ


બીજું અગત્યનું કાર્ય ‘હરિયાળી ક્રાંતિ’ તરફ દેશને દોરી જવામાં પણ

શાસ્ત્રીજીનો મોટો ફાળો છે.


1964માં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા.. તેમના શાસકનકાળ દરમિયાન

1965માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું ત્યારે દેશમાં સ્થિતિ વણસેલી હતી. ભૂખમરો હતો, અનાજની અછત હતી ત્યારે આ સંકટમાં શાસ્ત્રીજીએ પોતાનો પગાર પણ લેવાનું છોડ્યું હતું. ઘરના નોકરોને પણ કામ પર ન આવવાનું કહીને બધુ કામ જાતે કરવા લાગ્યા હતાં.

સંકટને ટાળવા માટે તેમણે દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ રાખવાની અપીલ કરી હતી. આ સાથે જ કૃષિ ઉત્પાદનમાં આત્મનનિર્ભરતા માટે 'જય જવાન, જય કિસાન'નો નારો આપ્યો.

તેમના આ આગ્રહને દેશભરમાથી પ્રતિસાદ મળ્યો. લોકો તો તેમને

અનુસર્યા પણ  કેટલીક હોટલો પણસોમવારના દિવસે ‘શાસ્ત્રી વ્રત’ ની રજા રાખવા લાગી.


અનાજની અછત દૂર કરવા શાસ્ત્રીજીએ પ્રજાને ઉદાહરણ પૂરું પાડવા

પોતે હળ ચલાવી દિલ્હીના સત્તાવાર નિવાસ સ્થાને અનાજ વાવેલું.

 

 

1965 – ભારત – પાકિસ્તાન યુદ્ધ

ઓગસ્ટ 1965માં પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું તેનો દાવો અડધા

કચ્છ માટે હતો. પાકિસ્તાનને એ પણ આશા હતી કે કાશ્મીરમાં જનતાની

તેને સહાનુભૂતિ મળશે તથા સાથ મળશે. ભારત તાજું જ ચીન

સાથેના યુદ્ધમાં હારેલું હતું

શાસ્ત્રીજીએ જાહેર કર્યું કે ભૂખે મરવા તૈયાર છીએ પણ એક ઇંચ જમીન

પણ ખોવાની નથી.


ભારતીય સેનાએ પાકિસ્તાની આક્રમણનો જડબાતોડ જવાબ આપ્યો.

એટલું જ નહીં ભારતીય સેનનાપંજાબ મોરચે છેક લાહોરના દરવાજે પહોચી ગઈ.


ચાલુ યુદ્ધે ચીને ધમકી આપી કે ભારતીય સેના તેની જમીનમાં ઘૂસી છે

અને પીછેહઠ નહીં કરવામાં આવે તો

ચીની સેના યુદ્ધમાં ઝંપલાવશે.


શાસ્ત્રીજીએ ચીની દાવાને ખારીજ કરી દીધો અને કહ્યું કે ચીન ખોટી

વાત કરી રહ્યું છે.

બધી બાજુનું દબાણ હોવા છતાં, ભારતે હિમ્મતભેર યુદ્ધના મોરચે ફતેહ

જારી રાખી.


બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું ટેન્ક યુદ્ધ લડાયું.

એમાં પાકિસ્તાનને અનેક ટેન્કો ખોવી પડી તો કેટલીક ટેન્કો મૂકીને

સૈનિકો ભાગી ગયા.

 

23 સપ્ટેમ્બર 1965ના દિવસે સંયુકત રાષ્ટ્રની મધ્યસ્થીથી યુદ્ધવિરામ

જાહેર થયો.


યુદ્ધ સમયે લાલ બહાદુર શાસ્ત્રી એ આપેલો નારો ‘જય જવાન જય કિસાન’

આખા દેશના મિજાજને પલટાવી નાખનારો સાબિત થયો.

લોકોએ યુદ્ધ ફાળા તરીકે પોતાનું બધુ આપી દેવાની પણ દેશની શાન

જાળવવાની તૈયારી બતાવી.


આજે પણ શાસ્ત્રીજીનો આપેલો નારો વખતે વખતે ગુંજતો રહે છે

અને દેશ માટે બધુ જ કરવાની ભાવના પ્રજામાં ઊભરી આવે છે.


ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં દેશે આ યુદ્ધ લડેલું અને એમાં શાસ્ત્રીજીની

દોરવણીથી વિજય મેળવેલો.


દેશના નેતાની નીડરતા, મક્કમતા અને ત્વરિત નિર્ણય શક્તિ વિપરીત

પરિસ્થિતિમાં પણ કેવા સકારાત્મક પરિણામ સર્જી શકે તેનું શાસ્ત્રીજી

અને 1965નું યુદ્ધ ઉદાહરણ છે.

મૃત્યુ અને વિવાદો

યુદ્ધવિરામ બાદ રશિયાના તાસ્કંદ ખાતે બંને દેશોના વડા કાયમી

શાંતિના કરાર માટે ભેગા થયા

10 જાન્યુઆરી 1966 ના દિવસે કરાર પર લાલ બહાદુર શાસ્ત્રી ભારત

તરફથી અને જનરલ અયુબખાન પાકિસ્તાન તરફથી સહીઓ કરી છૂટા

પડ્યા.  શાંતિ કરાર કર્યાના માત્ર 12 કલાક પછી લાલ બહાદુર શાસ્ત્રીનું અચાનકથી નિધન થયું હતું 11 જાન્યુઆરી, 1966ના રોજ તાશ્કંદમાં અંતિમ શ્વાસ લીધા હતા.

વડા પ્રધાન હોવા છતાં, 5000 રૂપિયાની લોન લઈને ગાડી લાવેલા અને

તેમના મૃત્યુ બાદ પણ લોનના હપ્તા તેમના પત્ની લલિતાદેવીએ ભરીને

સાબિત કર્યું કે પ્રમાણિકતા તેમના પૂરા કુટુંબમાં ઠાંસીને ભરેલી હતી.

શસ્ત્રીજીને તેમની સાદગી, દેશભક્તિ અને ઈમાનદારી માટે યાદ કરવામાં આવે છે. તેમણે સરકારી ઇમ્પાલા શેવરોલે કારનો સાવ નજીવો ઉપયોગ કર્યો હતો. એક વાર તેમના પુત્ર સુનીલ શાસ્ત્રી પોતાના અંગત કામે ઇમ્પાલા કાર લઈ ગયા  હતા અને પાછા આવીને કારને ચુપચાપ મુકી દીધી હતી. શાસ્ત્રીજીને ખબર પડતા તેમણે કિલોમીટરના ૭ પૈસા લેખે થતી રકમ સરકારની તિજોરીમાં જમા કરાવી દીધી હતી. તેઓ કદી પણ પ્રજાની કાળી કમાઈનો અંગત હિતમાં દુરુપયોગ કરતા નહોતા.

આજે પણ એ ફિયાટ ગાડી સાચવી રાખવામા આવી છે જે આપણને

શાસ્ત્રીજીની મહાનતા યાદ અપાવે છે.


તેમને વર્ષ ૧૯૬૬માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


લાલ બહાદુર શાસ્ત્રી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમને મરણોપરાંત

ભારત રત્નથી સન્માનીત કરાયા છે.



દિલ્હીમાં શાસ્ત્રીજીની સમાધિ ‘વિજય ઘાટ’ તરીકે સ્થાપિત કરેલી છે.

દરેક દેશવાસીને એ સદાય પ્રેરણા આપતી રહે છે.



લાલ બહાદુર શાસ્ત્રીના સન્માનમાં ભારતના ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકીટો પણ બહાર પાડવામાં આવી હતી.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work