મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

21 September, 2020

International Day of Peace (આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ)

 International Day of Peace

21 સપ્ટેમ્બર 



સમગ્ર વિશ્વ આજે આતંકવાદ, પરમાણૂ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બના ભય નીચે જીવી રહ્યુ છે. ક્યારે વિશ્વમાં યુધ્ધ ફાટી નીકળે તે કહી શકાય નહી. 


આંતરરાષ્ટ્રીય  શાંતિ દિવસ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 1981માં જાહેર કરવામાં આવ્યો. સપ્ટેમ્બર 1982ની 21 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર તેની ઉજવણી કરવામાં આવી.

1982માં દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું હતું પરંતુ 2002 માં પસાર થયેલા આંતરરાષ્ટ્રીય કાયદા બાદ તેની દર 21 સપ્ટેમ્બરે તેની ઉજવણી થાય છે.




આંતરરાષ્ટ્રીય  શાંતિ દિવસ ઉજવવાનો હેતુ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ ફેલાવવનો છે.


દર વર્ષે જુદી જુદી થીમ આધારીત આંતરરાષ્ટ્રીય  શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


સેતુર ઝાડની ડાળી પર બેસેલ કે ડાળી લઇને ઉડતુ  સફેદ કબુતર એ શાંતિનું પ્રતિક છે.


સફેદ કબુતરને શાંતિનુ દુત માનવામાં આવે છે.


કેથલિક યહુદી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં કબૂતરને શાંતિનું દૂત માનવામાં આવે છે


આંતરરાષ્ટ્રીય  શાંતિ દિવસે વિવિધ સ્થળે કબુતરને ઉડાડી શાંતિનો સંદેશ ફેલાવાય છે.

 

21 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક યુદ્ધવિરામ દિવસ તરીકે પણ ઉજવાય છે. આજના દિવસે વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ ચાલતું હોય ત્યાં નિ: શસ્ત્રીકરણની અપેક્ષા રાખવામાં આવે છે. આ દિવસે યુદ્ધવિરામ રાખવાનો આશય યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષોને મદદ પહોંચાડવાનો પણ છે.


સંયુક્ત રાષ્ટ્ર અમેરીકામાં દર વર્ષે શાસ્ત્રો પાછળ અબજો ડોલરનો ખર્ચો થાય છે. જ્યારે 11 બિલિયન ડોલર આરોગ્ય પાછળ અને 3 બિલિયન ડોલર જ શિક્ષણ પાછળ ખર્ચાય છે. આમ આ દિવસની ઉજવણી પાછળનો એક આશય એ પણ છે કે જો દુનિયાના દરેક દેશ શાંતિ માટે પ્રયત્નો કરે તો આરોગ્ય અને શિક્ષણ જેવી મહત્ત્વની ચીજો પાછળ વધુ નાણાં ફાળવી શકાય. 





સંયુક્ત રાષ્ટ્રના ન્યુયોર્ક સ્થિત મુખ્યમથકમાં એક શાંતિ બેલ રાખવામાં આવ્યો છે. વિશ્વ શાંતિ દિવસની ઉજવણીની શરૂઆત આ બેલને વગાડીને કરવામાં આવે છે. આ બેલ દુનિયાભરમાંથી બાળકો દ્વારા એકઠા કરવામાં આવેલા સિક્કાઓને પીગાળીને બનાવવામાં આવ્યો છે. આ બેલ જાપાનના સંયુક્ત રાષ્ટ્ર એસોસિયેશન દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો. જે યુદ્ધના ભયંકર પરિણામોનો અહેસાસ કરાવતો રહે છે. આ બેલ પર -વિશ્વ શાંતિ અમર રહો- સૂત્ર કંડારવામાં આવ્યું છે.





ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી  શાંતિ અને સદભાવનાનો સંદેશ ફેલાવવા માટે પ્રયત્નશીલ છે.


દર વર્ષે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે કરેલ કાર્યો માટેસ્વીડન દ્વારા  શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ આપવામા આવે છે.


વિશ્વ શાંતિ નોબેલ પ્રાઇઝ મેળવનાર વ્યક્તિઓ

2019: અબિય અહમદ અલી (ઇથોપિયાના વડાપ્રધાન)

2018: ડેનિસ મુકવેઝ (કોંગોલી ગાયનેકોલોજીસ્ટ)

2018: નાદિયા મુરાદ બસી (ઇરાકી કાર્યકર)

2014: કૈલાસ સત્યાર્થી (ભારતીય સમાજ સુધારક)

2014: મલાલા (પાકિસ્તાની કાર્યકર)

2009: બરાક ઓબામા  (અમેરિકાના 44માં વડાપ્રધાન)


ગાંધી શાંતિ પુરસ્કાર

મહાત્મા ગાંધીના નામ પરથી આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર ભારત સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. ૧૯૯૫ માં તેમના જન્મની ૧૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે ગાંધીજી દ્વારા પૂરા પાડવામાં આવેલા આદર્શોને શ્રદ્ધાંજલિ રૂપે શરૂ કરાઈ હતી. અહિંસા અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન તરફના યોગદાન માટે વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવેલો આ વાર્ષિક પુરસ્કાર છે. આ એવોર્ડ રૂ. ૧કરોડ રોકડ, એક તકતી અને પ્રશંસાપત્ર દ્વારા અપાય છે. તે રાષ્ટ્રીયતા, નસ્લ, લિંગ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો માટે ખુલ્લું છે

વર્ષ ૧૯૯૫માં ભૂતપૂર્વ તાંઝાનિયનું રાષ્ટ્રપતિ જુલિયાસ કે. વેરે આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી.

રામકૃષ્ણ મિશન એ પહેલી સંસ્થા હતી અને બાબા આમતે પ્રથમ ભારતીય વ્યક્તિ હતા જેમને અનુક્રમે વર્ષ ૧૯૯૮ અને ૧૯૯૯માં ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવેલા હતા.

સરકારે અગાઉના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી (૨૦૧૫), અક્ષયપાત્ર ઉન્ડેશન અને સુલભ આંતરરાષ્ટ્રીય (૨૦૧૬), એકલઅભિયાન ટ્રસ્ટ (૨૦૧૭) અને યોહી સાસાકાવાના (૨૦૧૮) નામની ઘોષણા કરી હતી.

કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ કેન્દ્રને ગ્રામીણ વિકાસ, શિક્ષણ અને કુદરતી સંસાધનોના વિકાસમાં ફાળો આપવા બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો.

અક્ષયપાત્ર ફાઉન્ડેશનને ભારતભરના બાળકોને મધ્યાહ્ન ભોજન પ્રદાન કરવાના કામ માટે એવોર્ડ એનાયત કરાયો હતો..

સુલભ ઇન્ટરનેશનલને ભારતમાં સ્વચ્છતા સુવિધાઓની સુધારણા માટેના કાર્યોમાં તેમના દ્વારા કરાયેલ કાર્ય બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.




 

દર વર્ષે વિવિધ Theme સાથે ઉજવાતો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ

2020: Shaping Peace Together

2019: Climate Action for Peace

2018 : The Right to Peace – The Universal Declaration of Human Rights at 70

2017 : Together for Peace: Respect, Safety and Dignity for All

2016: The Sustainable Development Goals: Building Blocks for Peace.


આપણે પણ વિશ્વમાં શાંતિ જળવાય તેના પ્રયત્નો કરીએ.

“War is Coastly

Peace is Priceless”


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work