મેડમ ભીખાઇજી કામા
જન્મ:- 24મી સપ્ટેમ્બર, 1861
મૃત્યુ: 13મી ઓગષ્ટ, 1936
માતાનું નામ જીજીબાઈ
પિતાનું નામ: સોરાબજી
પતિનું નામ: રુસ્તમ
ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને
મા ભૌમની આઝાદી માટે પોતાનુ જીવન સમર્પિત કરી દીધુ હતું.
મેડમ ભીખાઈજી કામાનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત
પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને
માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા.
ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.
શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા.
નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.
બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરી પોતાના દીન દુ:ખીયા
ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું. સમાજસેવાની સેવા તેને
પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.
ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના
જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા. પ્લેગના ચેપી રોગમાં
મેડમ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર
આ વીરાંગના પ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો અને સારવાર માટે ૧૯૦૨માં ઇંગ્લેંડ ગયા અને ત્યાં શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કથી સ્વતંત્રતા માટેની દેશદાઝ જાગી.
સમાજસેવાને મનોમન વરી ચૂકેલા મેડમ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા.
પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા.
લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા.
એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ. વારંવાર પતિ સાથે થતાં
વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા. આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ
પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.
ભલે ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવાનો પ્રથમ અવસર ભારતના પ્રથમ વડા પ્રધાન
શ્રી. જવાહરલાલ નહેરુના ફાળે આવ્યો હતો. પરંતુ વિદેશની ધરતી પર
ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું
* લંડન અને પેરિસમાં રહીને યુરોપ અને અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃતિઓ ચલાવતા હતા.
તેમણે રશિયન ક્રાંતિકારી લેનિન સાથે પત્રવ્યવહાર કરેલો અને લેનિને મોસ્કોમાં મુલાકાત
લેવાનું આમંત્રણ પણ આપેલું.
* ૧૯૦૯માં મેડમ કામાએ પેરિસમાં "હોમ રૂલ લીગ"ની શરૂઆત કરી.
* ૧૯૧૪માં ફ્રેંચ સરકારે તેમની ધરપકડ કરી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યાં સુધી કેદ
રાખવામાં આવ્યા હતા.
*૧૯૩૫માં રાષ્ટ્રવાદી કાર્યો છોડવાની શરતે તેમને ભારત આવવાની પરવાનગી મળી.
૩૫ વર્ષના દેશવટા બાદ તેઓ ભારત આવ્યાં, ૧૯૩૬માં બિમારીને લીધે મૃત્યુ પામ્યાં.
* ૧૯૬૨માં ભારતના પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે ગણતંત્ર દિવસે મેડમ ભીખાઇજી
કામાની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
* તેમને "The Mother Of Indian Revolutionaries" તરીકે ઓળખવામાં આવે છે.
સમર્થન કરતા હતા. તેમણે યુવા ક્રાંતિકારીઓને બોમ્બ બનાવવાની તાલીમનુંં આયોજન કરેલુ.
*૧૯૦૫માં જીનીવાથી "વંદે માતરમ" નામે એક સાપ્તાહિક શરૂ કર્યું. તેમનું લોકપ્રિય નારો-
"ભારત આઝાદ હોવું જોઇએ, ભારત એક ગણતંત્ર હોવું જોઇએ, ભારતમાં એકતા હોવી જોઇએ
*૨૨ ઓગષ્ટ, ૧૯૦૭ના દિવસે જર્મનીના સ્ટુટગાર્ડમાં વિશ્વ સમાજવાદી કૉંગ્રેસ મળી,
જેમાં મેડમ ભીખાઇજી ભાગ લીધો અને જેમાં ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે તેમણે
બ્રિટનના યુનિયન ધ્વજના બદલે પોતે બનાવેલો ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.
આ ધ્વજ હાલના ભારતના ધ્વજથી વિપરીત હતો. આ ધ્વજમાં ત્રણ રંગો હતા.
સૌથી ઉપર લીલો રંગ હતો જેમા 8 કમળના ચિન્હ હતા. જે ભારતના 8 પ્રાંત સુચવે છે.
વચ્ચેની પટ્ટો પીળા રંગનો હતો જેમા દેવનાગરી લિપીમાં વંદે માતરમ લખેલ હતુ,
નિચેનો પટ્ટો લાલ રંગનો હતો જેમા ચંદ્ર અને સુર્યના ચિન્હ હતા. સુર્ય હિન્દુ ધર્મનું પ્રતિક
અને ચંદ્ર મુસ્લિમ ધર્મનું પ્રતિક સુચવે છે. આ ધ્વજ હવે પૂણેની કેસરી મરાઠા લાઇબ્રેરીમાં પ્રદર્શિત થશે.
મેડમ કામા પર પુસ્તક લખનાર રોહતકના એમ.ડી. યુનિવર્સિટીના
નિવૃત્ત પ્રોફેસર બી.ડી. યાદવ કહે છે કે આ તે સમય હતો જ્યારે બે વર્ષ પહેલા
1905 માં ભારતમાં બંગાળ પ્રાંતનું વિભાજન કરવામાં આવ્યું હતું, જેના કારણે દેશમાં
રાષ્ટ્રવાદની લહેર ચાલી હતી. મહાત્મા ગાંધી હજી દક્ષિણ આફ્રિકામાં હતા, પરંતુ ગુસ્સે
ભરાયેલા બંગાળી હિન્દુઓએ 'સ્વદેશી' ને પ્રાધાન્ય આપવા વિદેશી કપડાંનો બહિષ્કાર
કરવાનું શરૂ કર્યું.
બંગાળી લેખક બંકિમચંદ્ર ચેટર્જીનું પુસ્તક 'આનંદમથ' નું 'વંદે માતરમ' ગીત રાષ્ટ્રવાદી
આંદોલનકારીઓમાં લોકપ્રિય બન્યું.
બ્રિટિશ સરકાર તેમના પર નજર રાખતી હતી. લોર્ડ કર્ઝનની હત્યા પછી, મેડમ કામા
1909 માં પેરિસ ગયા, જ્યાંથી તેમણે 'હોમ રૂલ લીગ' શરૂ કરી.
તેમનો લોકપ્રિય સૂત્ર હતો, "ભારત મુક્ત થવું જોઈએ; ભારત પ્રજાસત્તાક હોવું જોઈએ;
ભારતમાં એકતા હોવી જોઈએ."
ત્રીસ વર્ષથી વધુ સમય સુધી, ભીખાજી કામાએ યુરોપ અને અમેરિકામાં ભાષણો અને
ક્રાંતિકારી લખાણો દ્વારા તેમના દેશના સ્વાતંત્ર્યના અધિકારની માંગ ઉઠાવી.
આ પછી, મેડમ કામાએ જિનીવાથી 'વંદે માતરમ' નામનું ક્રાંતિકારી જર્નલ (અખબાર) છાપવાનું શરૂ કર્યું. તે જ ફ્લેગનું નામ તેના માસ્ટહેડ પરના નામ સાથે છાપવામાં આવ્યું હતું, જેને મેડમ કામાએ ફરકાવ્યું હતું.
છેવટે રાષ્ટ્રવાદી કામ છોડી દેવાની શરતે તેમને 1935 માં તેમના વતન પાછા ફરવાની
મંજૂરી મળી.
1936માં 13મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
1962 માં, ભારતના પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગે પ્રજાસત્તાક દિન પર મેડમ ભીખાજી કામાની યાદમાં ટપાલ ટિકિટ જારી કરી.
હવે દેશમાં ઘણા રસ્તાઓ અને ઇમારત તેના નામે છે, પરંતુ આઝાદીની લડતમાં તેમના
યોગદાન વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ભારત દેશની મહાન ક્રાંતિકારી મહિલાને તેમની જન્મ જયંતી એ કોટિ કોટિ વંદન.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work