બકુલ ત્રિપાઠી
આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક
મદન મોહન માલવિયા
(બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક)
શ્રીમદ રાજચંદ્ર
(મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ)
જન્માતારીખ: 9 નવેમ્બર 1867
જન્મસ્થળ: વવાણિયા, મોરબી, ગુજરાત
અવશાન: 9 એપ્રિલ 1901 (રાજકોટ)
આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક
ભારત સરકારે શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડ્યાં હતા
ભારતે અત્યાર સુધીમા કુલ ચંદ્ર પર 3 મિશનો કર્યા છે જેની વિગત અહિ આપવામા આવી છે.
મિશન ચંદ્રયાન-1
મિશન ચંદ્રયાન-2
Indian Space Research Organization (ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી 14 જુલાઇ 2023ને શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે જે અંદાજીત 23 ઓગ્સ્ટના 2023 રોજ ચંદ્રની સપાટી પર સાંજે 6:04 કલાકે સોફ્ટ લેન્ડિંગ કરશે.
જો ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનાર પ્રથમ દેશ બનશે.
ISRO જે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા માટે તૈયાર છે, તે સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ પી. વીરમુથુવેલ કરી રહ્યા છે
Chandrayaan 3 ને છોડવા માટે ISRO LVM-3 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે જે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. આ LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3 ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170×36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા Chandrayaan 3 છોડશે.
પેલોડ્સ એટલે એવા સાધનો કે જે ચંદ્ર પર જઈને વિવિધ પ્રકારની પ્રકારની તપાસ કરે છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. જેમાં લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે.
ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. જ્યારે અહીં રાત હોય છે, એટલે કે પુથ્વી ના 14 દિવસ એટલે ચંદ્ર પર દિવસ થાય છે. જ્યારે Chandrayaan 3 નું લેન્ડિંગ થશે ત્યારે ત્યાંનું તાપમાન – 100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. જેથી ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ રાત્રિના સમયે પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. જો ત્યાં પાવર જનરેશન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે. ISRO નું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડ કરશે જે એક વિચિત્ર સ્થળ છે. અહીં સૂર્ય માત્ર ક્ષિતિજમાં હોય છે તેથી લાંબા-લાંબા પડછાયા બને છે. જેના કારણે સપાટી પર કશું સ્પષ્ટ દેખાતું નથી.
ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગે છે તે રોકેટની ડિઝાઈન, ઉપયોગમાં લેવાતું ઈધન, અને ચંદ્રયાનની ગતિ પરથી નક્કી થતું હોય છે. અંતરીક્ષમાં લાંબી દુરી કરવામાં હાઈસ્પીડ રોકેટ જોઈએ. એટલે કે ભારત પાસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા જેટલું શક્તિશાળી રોકેટ નથી કે જે ચંદ્રયાન-3 સીધું ચંદ્ર પર લઈ જઈ શકે. પરંતુ ઇસરો ઓછા ખર્ચમાં સારુ કામ કરવા માટે જાણીતું છે.
તે માટે ઇસરોએ ગુરુત્વાકર્ષણ બળની મદદથી ચંદ્ર સુધી પહોંચવાનો બીજો રસ્તો શોધ્યો. જે Chandrayaan 3 ને ચંદ્ર સુધી લઈ જવામાં મદદ કરશે. તે માટે Chandrayaan 3 નો વધુ સમય ચંદ્રની પરિક્રમામાં જતો રહેશે.
પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 4 લાખ કિલોમીટર છે અને પૃથ્વીથી મંગળનું અંતર લગભગ 3,390 લાખ કિલોમીટર છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ મંગળ કરતાં વધુ જોખમી છે. આના 3 મુખ્ય કારણો છે. (1) ચંદ્ર પર વાયુમંડળ ન હોવું (2) ચંદ્ર પર GPSનો અભાવ (3) ચંદ્રનું દક્ષિણ ધ્રુવ વિચિત્ર સ્થળ
Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ
દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનએ ૧૨માર્ચ, ૨૦૨૧થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે.
દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે.
“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩0 ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. જે બે વિભાગમાં થાશે, પહેલા વિભાગમાં 9 થી 15 ઓગસ્ટ સુધી સ્થાનિક કક્ષાએ ત્યાર બાદ 16 થી 30 એપ્રિલ સુધી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ.
માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.
યુદ્ધના મેદાનમાં શહીદ થયેલા આપણા બહાદુરોનું સન્માન કરવા માટે, “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, આપણા અમર શહીદોના સન્માનમાં દેશભરમાં અસંખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. વધુમાં, દેશભરની હજારો ગ્રામ પંચાયતોમાં તેમના સન્માનમાં વિશેષ શિલાલેખો મૂકવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ‘અમૃત કલશ યાત્રા’નું પણ આયોજન કરવામાં આવશે. દેશની રાજધાની, દિલ્હી, "અમૃત કલશ યાત્રા" દ્વારા પહોંચવામાં આવશે, જે દેશના ચારેય ખૂણેથી 7500 કલશોમાં માટી વહન થશે.
દેશના વિવિધ પ્રદેશોના 7500 કલશોમાં આવશે તે માટી અને રોપાઓનું મિશ્રણ કરીને, "અમૃત વાટિકા" રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બાંધવામાં આવશે.
ગયા વર્ષથી, રાષ્ટ્ર અમૃત મહોત્સવ, અથવા સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ તેનો હવાલો સંભાળે છે. ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમમાં અમૃત બગીચાઓનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં 75 વિવિધ પ્રકારના દેશી છોડ વાવવામાં આવશે.
રાજ્યના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દ્વારા સંચાલિત “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમના ભાગ રૂપે બનાવવામાં આવનાર અમૃત વાટિકામાં ઓછામાં ઓછા 75 સ્વદેશી છોડ વાવવા જોઈએ. વધુમાં, આ છોડની ખેતી કરવાની ફરજ નિભાવો.
દરેક ગામની માટી દેશની રાજધાની દિલ્હી પહોંચશે. અમૃત મહોત્સવના પ્રથમ વર્ષ અને તેના સમાપન પર આયોજિત આ કાર્યક્રમના ભાગરૂપે દરેક ગામમાંથી ગ્રામ પંચાયતો અને ગ્રામ પંચાયતોથી બ્લોક લેવલ સુધી માટીના ભંડાર પહોંચાડવામાં આવશે. દરેક સ્તરે વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવશે.
નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો આ માટીના કલશને બ્લોકમાંથી દેશની રાજધાની સુધી પહોંચાડશે.
રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટનું સ્થાન. અમૃત વાટિકામાં દરેક ગામની આબોહવાને અનુરૂપ 75 છોડ વાવવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યભરમાં 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે.
સ્થાનિક નાયકોનું સન્માન કરવા માટે, અમૃત સરોવરની નજીક ગામ, બ્લોક અને સ્થાનિક સંસ્થાઓના સ્તરે "શીલાફલકમ" નામનું એક વિશેષ સ્મારક સ્થળ, એક જળ મંડળ, એક પંચાયત મકાન અને એક શાળાનું નિર્માણ કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ, શહીદોનું સન્માન, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન, ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રગીત ગાવાનું સમારંભ યોજાશે. પાંચ વ્રત પણ કરવામાં આવશે. ગામડાઓ અને શહેરી વિસ્તારો બંને સમાન કાર્યક્રમોનું આયોજન કરશે.
સ્થાનિક કક્ષાએ યોજાશે પાંચ મુખ્ય કાર્યક્રમ
૧. શિલાફલકમનું સ્થાપન: દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવશે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે.
૨. ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા: સ્થાનિક કક્ષાએ યોજાતા કાર્યક્રમ દરમિયાન ના ગરીકો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે. અમૃતકાળનાપંચપ્રણ:
૩. વસુધા વંદન: વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત માભોમને વધુ હરિયાળી બનાવવા દેશની દરેક એટલેકે ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.
૪. વીરોને વંદન: વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવશે.
૫. રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન: ગ્રામપંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.
આ અભિયાનના ભાગરૂપે દરેક ભારતીય માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠી ભરીને માટી અને માટીનો દીવો સમર્પિત કરશે. પંચ પ્રણ દ્વારા શપથ લઇને રાષ્ટ્ર નિર્માણનું વચન આપશે અને આ અભિયાનની વેબસાઇટ પર સેલ્ફી પણ અપલોડ કરશે.
મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કઇ રીતે કરવુ.
આપેલ લિંક પર ક્લિક કરવી. https://merimaatimeradesh.gov.in/pledge
महादेवी वर्मा
(आधुनिक युग की मीरा, हिंदी भाषा की एक अच्छी कवयित्री)
जन्म तिथि: 26 मार्च 1907
जन्म स्थान: उत्तर प्रदेश
पिता का नाम : गोविंदप्रसाद वर्मा
माता का नाम : हेमरा की देवी
निधन: 11 सितंबर 1987
आधुनिक युग की मीरा’ कही जाने वाली महादेवी वर्मा का जन्म उत्तर प्रदेश के फ़र्रुख़ाबाद में होली के दिन 26 मार्च 1907 में हुआ था। उनकी आरंभिक शिक्षा उज्जैन में हुई और एम. ए. उन्होंने संस्कृत में प्रयाग विश्वविद्यालय से किया। बचपन से ही चित्रकला, संगीतकला और काव्यकला की ओर उन्मुख महादेवी विद्यार्थी जीवन से ही काव्य प्रतिष्ठा पाने लगी थीं। वह बाद के वर्षों में लंबे समय तक प्रयाग महिला विद्यापीठ की प्राचार्या रहीं। वह इलाहाबाद से प्रकाशित ‘चाँद’ मासिक पत्रिका की संपादिका थीं और प्रयाग में ‘साहित्यकार संसद’ नामक संस्था की स्थापना की थी।
‘निराला वैशिष्ट्य’ की स्वामिनी महादेवी वर्मा छायावाद की चौथी स्तंभ भी कही जाती हैं। प्रणय एवं वेदनानुभूति, जड़ चेतन का एकात्म्य भाव, सौंदर्यानुभूति, मूल्य चेतना, रहस्यात्मकता उनकी मुख्य काव्य-वस्तु है। वह प्रधानतः गीति कवयित्री हैं जिनके काव्य में परंपरा और मौलिकता का अद्वितीय समन्वय नज़र आता है। शब्द-निरूपण, वर्ण-विन्यास, नाद-सौंदर्य और उक्ति-सौंदर्य-सभी दृष्टियों से वह भाषा पर सहज अधिकार रखती हैं। उन्होंने अपने काव्य में प्रतीकात्मक संकेत-भाषा का प्रयोग किया है जिसमें छायावादी प्रतीकों के साथ ही मौलिक प्रतीकों का भी कुशल प्रयोग हुआ है। उनका वर्ण-परिज्ञान उनके बिंब-विधान की प्रमुख विशेषता है। चाक्षुष, श्रव्य, स्पर्शिक बिंबों में उनकी विशेष रुचि रही है। अप्रस्तुत के माध्यम से प्रस्तुत के साम्य गुणों का चित्रण वह बख़ूबी करती हैं। रूपक, अन्योक्ति, समासोक्ति तथा उपमा उनके प्रिय अलंकार हैं। उनके संबंध में कहा गया है कि छायावाद ने उन्हें जन्म दिया था और उन्होंने छायावाद को जीवन दिया।
उन्होंने कविताओं के साथ ही रेखाचित्र, संस्मरण, निबंध, डायरी आदि गद्य विधाओं में भी योगदान किया है। ‘नीहार’, ‘रश्मि’, ‘नीरजा’, ‘सांध्य गीत’, ‘यामा’, ‘दीपशिखा’, ‘साधिनी’, ‘प्रथम आयाम’, ‘सप्तपर्णा’, ‘अग्निरेखा’ उनके काव्य-संग्रह हैं। रेखाचित्रों का संकलन ‘अतीत के चलचित्र’ और ‘स्मृति की रेखाएँ’ में किया गया है। ‘शृंखला की कड़ियाँ’, ‘विवेचनात्मक गद्य’, ‘साहित्यकार की आस्था तथा अन्य निबंध’, ‘संकल्पिता’, ‘हिमालय’, ‘क्षणदा’ उनके निबंधों का संकलन है।
वह साहित्य अकादेमी की सदस्यता प्राप्त करने वाली पहली लेखिका थीं। भारत सरकार ने उन्हें पद्म भूषण और पद्म विभूषण पुरस्कारों से सम्मानित किया। उन्हें यामा के लिए ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। भारत सरकार ने उनके सम्मान में जयशंकर प्रसाद के साथ युगल डाक टिकट भी जारी किया।
सुमित्रानंदन पंत, जयशंकर प्रसाद, सूर्यकांत त्रिपाठी और महादेवी वर्मा हिन्दी साहित्य के छायावादी युग के चार प्रमुख स्तंभ माने जाते हैं।
आधुनिक हिंदी की सबसे शक्तिशाली कवियों में से एक होने के कारण उन्हें आधुनिक मीरा के नाम से भी जाना जाता है। कवि निराला ने उन्हें "हिंदी के विशाल मंदिर की सरस्वती" भी कहा है।
उन्होंने खड़ी बोली हिंदी कविता में एक नरम शब्दावली विकसित की जो आज तक केवल व्रज भाषा में ही संभव मानी जाती है। उसके लिए उन्होंने अपने समय के अनुकूल संस्कृत और बांग्ला के कोमल शब्दों को चुनकर उन्हें हिंदी का रूप दिया। संगीत के पारखी होने के कारण उनके गीतों का मधुर सौन्दर्य और उनके काव्य-वाक्यों की व्यंजन शैली अन्यत्र दुर्लभ है। उन्होंने अध्यापन से अपना करियर शुरू किया और अंत तक वे प्रयाग महिला विद्यापीठ की प्रधानाध्यापिका बनीं। उनका बाल विवाह हुआ था लेकिन उन्होंने अपना जीवन कुंवारे के रूप में बिताया। प्रख्यात कवयित्री और गद्य लेखिका महादेवी वर्मा साहित्य और संगीत की विदुषी होने के साथ-साथ कुशल चित्रकार और सृजनात्मक अनुवादक भी थीं।
उन्होंने अपने जीवन की शुरुआत एक शिक्षिका के रूप में की और अंत तक प्रयाग महिला विद्यापीठ की प्रधानाचार्य बनीं। बाल विवाह किया लेकिन ब्रह्मचारी जीवन व्यतीत किया। उन्होंने गद्य में भी लिखा। वे संगीत और चित्रकला में भी निपुण थे। उन्होंने नौहार, रश्मी, नीरजा, संध्या गीत, दीपशिखा, यम, सप्तपूर्णा, अतीत के चलचित्र केकम स्मृति की रेखा, स्मृति, दृष्टि बोध, नीलांबर, आत्मिका, विवेचनात्मक गद्य, खंड जैसी पुस्तकें लिखी हैं। नैनीताल से 25 किमी. उन्होंने दूर रामगढ़ के उमागढ़ में एक बंगला बनवाया, जिसे आज महादेवी साहित्य संगमालय के नाम से जाना जाता है। वहीं रहते हुए उन्होंने महिला जागरूकता, महिला शिक्षा और नशामुक्ति के लिए काम किया। हिंदी साहित्य में अद्वितीय योगदान के बाद 1987 में महादेवी वर्मा का इलाहाबाद में निधन हो गया।
गांधी का उन पर बहुत प्रभाव था। यह गांधी ही थे जिन्होंने उन्हें महिला शिक्षा के लिए काम करने के लिए प्रेरित किया। गांधी को केवल हिंदी में बोलते देख महादेवी ने पूछा क्यों, बापू ने कहा कि केवल हिंदी भाषा ही भारत की आत्मा को आसानी से व्यक्त कर सकती है। तभी से महादेवी ने हिंदी को अपने जीवन का आधार बनाया।
देवी वर्मा जी के 10 से ज्यादा काव्य संकलन प्रकाशित हुए जिनमें से निम्न है। आत्मिका, निरन्तरा, परिक्रमा, सन्धिनी 1965 में यामा 1936 में गीतपर्व, दीपगीत, स्मारिका और हिमालय उल्लेखनीय है।
महादेवी वर्मा के प्रमुख रेखा चित्रों में अतीत के चलचित्र 1941 में और स्मृति की रेखाएं 1943 में श्रृंखला की कड़ियां और मेरा परिवार उल्लेखनीय है।
महादेवी वर्मा ने 1956 में पद का साथी और 1972 में मेरा परिवार स्मृति चित्रण 1973 में और संस्मरण 1983 में उल्लेखनीय संस्मरण लिखे।
महादेवी वर्मा के प्रमुख निबंध संग्रह में श्रृंखला की कड़ियां 1942 में प्रकाशित हुई और विवेचनात्मक गद 1942 साहित्यकार की आस्था और अन्य निबंध 1962 संकल्प ता 1969 और भारतीय संस्कृति के स्वर उल्लेखनीय है। क्षणदा महादेवी वर्मा का एकमात्र ललित निबंध ग्रंथ है। प्रमुख कहानी संग्रह में गिल्लू प्रमुख है। संभाषण नामक भाषण संग्रह 1974 में प्रकाशित हुआ।
प्रमुख कविता संग्रह में ठाकुरजी भोले हैं और आज खरीदेंगे हम ज्वाला प्रमुख है।
महादेवी वर्मा की कविताएं –
1979: साहित्य अकादमी फेलोशिप।
28 अप्रैल 2018: महादेवी वर्मा को भारत के गूगल डूडल पर चित्रित किया गया
"मेरी आहे सोती है ऑटो की सौतो में, मेरा सर्वस्व छुपा है इन दीवानी चौतो में" -
महादेवी वर्मा की मृत्यु 11 सितंबर 1987 को इलाहाबाद (प्रयागराज), उत्तर प्रदेश में हुई थी। मृत्यु के समय उनकी उम्र 80 वर्ष थी। उन्होंने अपने जीवन में गुलाम भारत व आजाद भारत दोनों को देखा था।
वह छायावादी आंदोलन की एक महान कवयित्री थी जिन्होंने अनेकों विषयों पर कहानियां, कविताएं, उपन्यास आदि लिखे।
અંતરિક્ષમા જનાર પહેલી ભારતીય મહિલા કલ્પના ચાવલા હતી.
કલ્પના ચાવલાએ અવકાશની દુનિયામા માત્ર સિદ્ધિઓ જ નહી પણ તમામ વિદ્યાર્થીઓને પોતાના સપના જીવવાનુ શીખવ્યુ હતુ.
કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ ના રોજ કરનાલમા બનારસી લાલ ચાવલાના ઘરે થયો હતો. તે ચાર ભાઈ-બહેનોમા સૌથી નાની હતી. ઘરના દરેક તેને પ્રેમથી મોન્ટુ કહેતા હતા. પ્રારંભિક અભ્યાસ કરનાલના ટાગોર બાલ નિકેતનમા કર્યો હતો. જ્યારે તે ૮ મા ધોરણમા પહોંચી ત્યારે તેણે તેના પિતા પાસે એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી.
કલ્પનાના પિતા તેને ડોક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા. સગાઓનુ કહેવુ છે કે નાનપણથી જ કલ્પનાને અવકાશ અને ખગોળશાસ્ત્રીય પરિવર્તનમા રસ હતો. તેણી હંમેશા તેના પિતાને પૂછતી હતી કે આકાશમા કેવી રીતે અવકાશયાત્રીઓ ઉડે છે. હુ પણ ઉડી શકુ? તેના પિતા હસતા હસતા આ મામલાને ટાળતા હતા.
ત્યારબાદ કલ્પના ૧૯૮૨ મા તેના સપના સાકાર કરવા માટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવા અમેરિકા ગઈ હતી. પછી ૧૯૮૮ મા તે નાસા સંશોધન સાથે સંકળાય હતી. જે પછી ૧૯૯૫ મા નાસાએ અવકાશયાત્રા માટે કલ્પના ચાવલાની પસંદગી કરી હતી. તેણે એસટીએસ ૮૭ કોલમ્બિયા શટલ સાથે અવકાશમા પ્રથમ ફ્લાઇટથી સમ્પન કરી હતી. તેનો સમયગાળો ૧૯ નવેમ્બર ૧૯૯૭ થી ૫ ડિસેમ્બર ૧૯૯૭ સુધીનો હતો.
અવકાશમા તેમની પ્રથમ સફર દરમિયાન તેમણે અવકાશમા ૩૭૨ કલાકનો સમય વિતાવ્યો અને પૃથ્વીની ૨૫૨ પરિક્રમા પૂર્ણ કરી. કલ્પના આ સફળ મિશન પછી કોલમ્બિયા શટલ ૨૦૦૩ સાથે અવકાશની બીજી ફ્લાઇટમા સવાર થઈ. કલ્પનાની બીજી અને છેલ્લી ફ્લાઇટ ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ ના રોજ સ્પેસ શટલ કોલમ્બિયાથી શરૂ થઈ હતી.
તે એક ૧૬ દિવસીય અવકાશ મિશન હતુ જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન અને સંશોધન પર આધારિત હતુ. ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ ના રોજ પૃથ્વી પર પાછા ફરવા માટે આ વાહન પૃથ્વીની કક્ષામા પ્રવેશતા જ હવામા વેરવિખેર થઈને તૂટી ગયુ હતુ. ૨૦૦૩ મા કલ્પનાની સાથે અન્ય ૬ અવકાશયાત્રીઓ પણ આ ઘટનામા માર્યા ગયા હતા..
અવકાશયાત્રાની દરેક ક્ષણ મોતના સાયામાં સ્પેસ વોક કરતી રહી કલ્પના ચાવલા અને તેના 6 સાથીઓ તેઓને એ જાણવાની છૂટ પણ નહોતી મળી કે તેઓ સલામત પૃથ્વી પર આવી શકશે નહી. તેમણે જીવન સાથે તેમનુ મિશન ચાલુ રાખ્યુ હતુ. તે ક્ષણે ક્ષણની માહિતી નાસામા મોકલતો રહ્યા પરંતુ બદલામા નાસાએ તેને એ પણ જાણ ન થવા દીધી કે તે પૃથ્વી કાયમ માટે છોડી દેશે.
તે સમયે સવાલ હતો કે નાસાએ આ કેમ કર્યું? શા માટે તેણે અવકાશયાત્રીઓ અને તેના પરિવાર પાસેથી માહિતી છુપાવી હતી. પરંતુ નાસાની વૈજ્ઞાનિક ટીમ ઇચ્છતી નહોતી કે મિશન પરના અવકાશયાત્રીઓ તેમના જીવનની અંતિમ ક્ષણો ઘુટી ઘુટીને જીવે. તેમણે તેમના વિષે સારુ એ વિચાર્યું કે ઘટનાનો શિકાર થતા પહેલા તે એકદમ મસ્ત રહે. નક્કી જ હતુ કે મોત આવવાની છે. પિતા કહે છે કે કલ્પના ક્યારેય આળસુ નહોતી. તે નિષ્ફળતાથી ડરતી ન હતી. તે જે લક્ષ નક્કી કરે તેને પૂર્ણ કરીને જ રહેતી હતી.. આજે કલ્પના કદાચ આપણી વચ્ચે ન હોય પરંતુ તે આપણા બધા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે
૧ ફેબ્રુઆરી 2003 ના રોજ કોલંબિયા સ્પેસ શટલના ભંગાણ સાથે કલ્પનાની ઉડાન થંભી ગઈ હતી. તે હજી પણ વિશ્વ માટે એક ઉદાહરણ છે. તેમની વાત સાચી થઈ જેમા તેમણે કહ્યુ હતુ કે હુ ફક્ત અંતરીક્ષ માટે જ બની છુ.