વિશ્વ રક્તદાન દિવસ
14 જુન
‘રક્તદાન’ જીવન-રક્ષા હેતુ કરેલું મહાકાર્ય પણ છે
દર વર્ષે 14મી જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠને વર્ષ 2004થી આ દિવસની શરૂઆત કરી છે. વિશ્વ રક્તદાતા દિવસ, WHO દ્વારા સ્થાપિત આઠ સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનોમાંથી એક છે. 14મી જૂન, નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. કાર્લ લેન્ડસ્ટેઈનર, કે જેઓએ બ્લડ ગ્રુપિંગની શોધ કરી હતી, તેમનો પણ જન્મ દિવસ છે.
રકતદાનને મહાદાન એટલા માટે કહે છે કે "રકતદાતા એક વખત રકતદાન કરીને ત્રણ જીવનદાન આપી શકે છે". આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો.
રાજકોટમાં દાયકાઓથી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર આ દિશામાં માનવતાનું કાર્ય કરે છે અને કટોકટીના સમયે રકત પુરુ પાડીને સેંકડો લોકોને નવજીવન આપ્યું છે.
રકત દાન બે પ્રકારે થાય છે. (1) પ્લેટ્સ ડોનેશન (2) પ્લાઝમા ડોનેશન
આપણા શરીરમાં 4.5 થી 5.5 લિટર રકત હોય છે જેમાથી 350 થી 450 મિલિ લોહી રકતદાન સમયે લેવામાં આવે છે. રક્તનો પ્રવાહી ભાગ બે દિવસમાં અને કોષો ૨૧ દિવસમાં શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે.
- રક્ત એ જીવનરક્ષક દવા ( Life saving drug ) છે જે કોઈ ફેક્ટરીમાં નથી બનતું , પરંતુ માનવ શરીર જ એની ફેક્ટરી છે .
- રક્તની જરૂરિયાત અને પુરવઠા ( Demand and supply ) વચ્ચે મોટો તફાવત છે . રક્તની સતત અછત વર્તાતી હોય છે .
- અકસ્માત , કેન્સર , પ્રસુતિ ,વિવિધ પ્રકાર ના ઓપરેશનો તથા થૅલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એ એક આવશ્યક અને જીવનદાન આપનારું બની શકે છે .
- થેલેસેમિયા ના દર્દીઓને આજીવન રક્તના સહારે જ જીવન જીવવું પડે છે. કારણ કે તેમના રક્તકર્ણો ખામીયુકત હોવાથી શરીર તરત જ નાશ પામે છે .
- વિવિધ પ્રકાર ના કેન્સરમાં તથા તેની માટેની કેમોથેરેપીની આડઅસરમાં પણ રક્ત વગર દર્દીની સારવાર શક્ય નથી .
રક્તદાન કોણ કરી શકે ?
- ૧૮ થી ૬૫ વર્ષ ની ઉમરની તદુંરસ્ત વ્યકતિ.
- ઓછામાં ઓછું ૪૫ કિલો વજન ધરાવતીવ્યકતિ.
- હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ ટકાથી વધુ હોય તે .
દરેક રક્તદાતાના એચ આઈ વી ( HIV ) હેપેટાઇટિસ – બી ( Hepatitis B ) , હેપેટાઇટિસ સી ( Hepatitis C ) , ગુપ્તરોગ તથા મલેરિયા વગેરે ટેસ્ટ બ્લડબેંકમાં કરવામાં આવે છે .
૪૫ થી ૫૫ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૩૫૦ મી.લી રક્તદાન ૫૫ થી વધુ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૪૫૦ મી.લી રક્તદાન કરી શકે .
૧૮ થી ૬૫ વર્ષની ઉમર દરમિયાન કોઈ પણ વ્યક્તિ ત્રણ મહિનાનો સમયગાળો રાખીને ૧૮૮ વાર રક્તદાન કરી શકે.
આ દિવસે અનેક કાર્યક્રમો દ્વારા સલામત રકત અને રકત ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે અને અન્યોના જીવન બચાવવા માટે સ્વૈચ્છિક રકતદાન કરનાર રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સલામત અને પુરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ નથી હોતું તે મોટો પડકાર છે અને યોગ્ય તથા સલામત પધ્ધતિથી રકત અને રકત ઉત્પાદનો ચડાવવામાં પણ આવતા નથી હોતા.
રકતદાન કરનાર રકતદાતાઓ પોતાનુ બલ્ડ ગ્રુપ જાણી શકે છે તેમજ એઈડ્ઝ, બી પ્રકારનો કમળો, વી.ડી.આર.એલ, ‘સી’ પ્રકારનો કમળો, મેલેરિયા વગેરે પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે થઈ જાય છે.
લોહી એ રુધિરરસ અને રુધિરકણોનુ બનેલ છે.
રુધિરકણો ત્રણ પ્રકારના છે
રક્તકણો : આ કણો હિમોગ્લોબિન ધરાવે છે,
હિમોગ્લોબિનનો રંગ લાલ હોવાથી લોહી લાલ રંગનુ હોય છે.
આ કણો રુધિરમા સૌથી વધુ હોય છે.
રક્ત કણોનુ આયુષ્ય 120 દિવસનુ હોય છે. રક્ત કણો ઓક્સીજન અને
કાર્બન ડાયોક્સાઇડનુ વહન કરે છે. આ કણોનુ પ્રમાણ ઘટે તો
એનિમિય (પાંડુરોગ) થાય છે.
શ્વેત કણો : આ કણો સફેદ રંગના હોય છે,
જે શરીરને રોગો સામે રક્ષણ આપે છે.
આથી તેની તેને શરીરના સૈનિકો કહે છે.
શ્વેત કણોનુ આયુષ્ય 2 કે 3 દિવસનુ હોય છે ,
આ કણોનુ પ્રમાણ વધે તો લ્યુકેમિયા (બ્લડ કેન્સર) થાય છે.
ત્રાક કણો : આ કણો લોહી જામી જવાની ક્રીયામા મદદ કરે છે,
જ્યારે આપણને કોઇ ઘા વાગે ત્યારે લોહી નિકળે છે
અને થોડી વાર પછી જામી જાય છે તેનુ કારણ આ કણો કણો છે.
આ કણોનુ આયુષ્ય 8 થી 10 દિવસનુ હોય છે.
રક્ત અને તેના ઘટકની માહિતી
ઘટક ક્યાં તાપમાને સંગ્રહ કરાય કેટલો સમય સંગ્રહ થઈ શકે.
રક્તકણ ૨ થી ૬ ૪૨ દિવસ
પ્લેટ્સ ૨૨ ૫ દિવસ
પ્લાઝમા( FFP ) ૪૦ ૧ વર્ષ
ક્રાયોપ્રેસિપિટેટર્સ ૪૦ ૧ વર્ષ
લોહીના પ્રકાર કેટલા?
લોહીના Rh ફેક્ટરના આધારે 8 પ્રકાર છે.
A+ , A -, B+, B-, AB+, AB-, O+, O -
A, B, AB અને O પ્રકારના પૉઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારો ઉપરાંત એક નવું જૂજ
મળી આવતું બૉમ્બે બ્લડ-ગ્રુપ પણ છે.
બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન A અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે.
આ ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે એ સમજીએ.
ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.
લોહીનું મૅચિંગ કઈ રીતે થાય?
A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.
B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.
AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.
O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.
O(નેગેટીવ) એ સર્વદાતા રૂધિર જુથ ગણાય છે, જે દરેકને આપી શકાય છે,
AB(પોઝિટીવ) એ સર્વ ગ્રાહી રુધિર જુથ છે દરેક પાસેથી લોહી લઇ શકે છે પણ કોઇને આપી શકાતુ ન
રક્તદાનના ફાયદા
હૃદય માટે ફાયદારૂપ છે.
રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.
નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે.
જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.
કેલરી બર્ન કરે છે .
નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..
કેન્સરની શક્યતા ઘટાડે છે.
રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.
ફ્રી હેલ્થ ચેકઅપ .
રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.
સ્વૈચ્છિક રકતદાનએ ઉમદા માનવ ધર્મ છે અને સ્વૈચ્છિક રકતદાન કરવાથી અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. રકતદાન કરનાર સ્ત્રીઓ માસિક ધર્મમાં ન હોવી જોઈએ. રકતદાતાઓને કોઈ રોગની દવાઓ ચાલતી ન હોવી જોઈએ. મેલેરિયા, ન્યુમોનિયા અથવા તાવના દર્દીઓએ થોડા સમય રકતદાન કરવું હિતાવહ નથી. સામાન્ય સંજોગોમાં એકવાર રકતદાન કર્યા પછી ત્રણ માસ સુધી ફરી રકતદાન કરવું જોઈએ નહીં. સામાન્ય પણે ત્રણ મહિને એક વખત કરવામાં આવતા રકતદાન સમયે 300થી 450 મિલિનો જથ્થો લેવામાં આવે છે. રકતદાન વેળા લેવાયેલો રકતનો જથ્થો માત્ર 48 કલાકમાં શરીરમાં પુન:નીર્માણ પામે છે જ્યારે રકતકોશિકા 21 દિવસમાં જ તૈયાર થઈ જાય છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા કોઈ રકતની જરૂરિયાતવાળા દર્દીઓ માટે તેમને જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વૈચ્છાએ રક્તદાન કરવું જોઈએ. રકતદાન કરવાથી કોઈ માડીનો જાયો, કોઈ બહેનનો વીર, કોઈના સેંથીનું સીંદુર, ભાઈ-બહેન, કોઈના વડીલ માતા-પીતા કે પછી થેલેસેમિયા પીડીત બાળકોની જીવનદોરી અવશ્ય બચી શકે છે.
સૌથી સલામત સુરક્ષિત રકતદાન એ નિયમિત સ્વૈચ્કિ રકતદાતાઓ દ્વારા કરવામાં આવતું રકતદાન છે.
દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને , ચાર મહીને કે છ મહિને જે પણ સમયાંતર અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ અને તે સૌથી મોટી સામાજિક સેવા બની રહેશે .
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.
યુનિટ જ ઉપલબ્ધ બને છે. એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે. ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી. ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે. રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.
રક્તદાનની મુખ્ય વાતો -
- મનુષ્યના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમેશા ચાલતી રહે છે અને રક્તદાનથી કોઇપણ નુસકાન નથી થતું.
- કોઇપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.
- જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે- એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે. આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.
- જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.
- આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.
- ડોક્ટરો અનુસાર લોહીને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતું નથી.
૩૫૦ મિલી-૪૫૦ મિલી જેટલું લોહી બહાર કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે તે ૨૪ કલાકની અંદર શરીરમાં ફેરબદલ થઈ જાય છે.લાલ રક્ત કણો અંદાજીત ચાર થી છ સપ્તાહમાં સંપૂર્ણ બદલાઈ જાય છે.
સૌથી અઘરુ છે અંગદાન વહાલા
પણ સૌથી સહેલુ છે રકતદાન "
અકસ્માત સમયે,કુદરતી આફત સમયે,કેન્સર,ઓપરેસન સમયે,પ્રસુતિ સમયે તથા માતાના મૃત્યુદરને અટકાવવા , થેલેસેમિયા, કીમોફીલિયા, સિકલસેલ વગેરેના દર્દીઓને લાબું આયુષ્ય મળે તે માટે.
Give blood. Share life
રક્તદાનના ફાયદા
રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે.
લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.
જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે
નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..
રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.
રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.
રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે, અને કોઈકને નવું જીવન આપી શકાય છે.
રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.
તો આવો આજે આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન દઈએ.
ક્યો વ્યક્તિ કોણે લોહી આપી શકે અથવા કોનુ લોહી મેળવી શકે તે માટેની માહિતિ મેળવવા નીચે આપેલ લિંક્ની મુલકાત લો.
https://www.redcrossblood.org/donate-blood/blood-types.html
આપણે પણ રક્તદાન કરીએ અને કોઇક્ની જીંદગી બચાવી માનવ સેવાનું કાર્ય કરીએ.