મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

10 November, 2021

સુરેન્દ્રનાથ બેનર્જી

 સુરેન્દ્રનાથ બેનર્જી

આધુનિક બંગાળના નિર્માતા



જન્મતારીખ: 10 નવેમ્બર 1848

જન્મસ્થળ: કલકત્તા (બંગાળ

અવશાન: 6 ઓગસ્ટ 1925

सर सुरेन्द्रनाथ बैनर्जी ब्रिटिश राज के दौरान प्रारंभिक दौर के भारतीय राजनीतिक नेताओं में से एक थे। उन्होंने भारत सभा (इंडियन नेशनल एसोसिएशन) की स्थापना की, जो प्रारंभिक दौर के भारतीय राजनीतिक संगठनों में से एक था। बाद में वे भारतीय राष्ट्रीय कांग्रेस में सम्मिलित हो गए थे। वह राष्ट्रगुरू के नाम से भी जाने जाते हैं


भारतीय स्वतंत्रता आंदोलन (Indian Freedom Movement) के इतिहास में सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) उस दौर के नेता थे, जब इसकी शुरुआत हो रही थी. पहले भारतीय सिविल सेवा (Indian Civil Services) में चुने जाने वाले दूसरे भारतीय थे. उन्हें इस सेवा से विवादास्पद तरीके से हटा दिया गया जिसके लिए उन्होंने असफल लड़ाई भी लड़ी. उन्होंने देश की पहली राजनैतिक पार्टी की स्थापना की और बाद वे भारतीय राष्ट्रीय कांग्रेस से भी जुड़कर एक नरमपंथी नेता कहलाए. बंगाल विभाजन के प्रखर विरोधी के रूप में भी पहचाने गए. 10 नवंबर को उनके जन्मदिन पर उन्हें याद किया जा रहा है.


भारतीय स्वतंत्रता आंदलोन (Indian Freedom Movement) के इतिहास में 19वीं सदी के बहुत से नेताओं के योगदान को कम याद किया जाता है. इनमें से एक नेता सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) का कहानी कुछ रोचक है. ब्रिटिश भारतीय सिविल सेवा में चुने गए दूसरे भारतीय के रूप में मशहूर सुरेंद्रनाथ बनर्जी को उन्हें इस सेवा से बेदखल कर दिया गया था. इस अन्याय के कारण बनर्जी राष्ट्रवादी (Nationalist नेता बन गए और कांग्रेस से भी जुड़े. एक शिक्षाविद के तौर पर. बंगाल विभाजन के प्रखर विरोधी रहे बनर्जी को गांधी जी के तरीकों के विरोधी के तौर पर भी जाना जाता है. 10 नवंबर को उनकी जन्मतिथि है.

पिता का गहरा प्रभाव
सुरेंद्रनाथ बनर्जी का जन्म 10 नवंबर 1848 को कलकत्ता (अब कोलकाता) के कुलीन ब्राह्मण परिवावर में हुआ था. उनके पिता दुर्गा चरण बनर्जी पेशे से डॉक्टर थे और उनके उदारवादी और प्रगतिवादी विचारों का गहरा असर हुआ था. कलकत्ता यूनिवर्सिटी से स्नातक की पढ़ाई करने के बाद वे इंडियन सिविल सिर्विस की परीक्षा पास करने के लिए इंग्लैंड चले गए और इस परीक्षा को पास करने वाले वे दूसरे भारतीय थे.

दो बार पास की सिविल सेवा परीक्षा
सुरेंद्रनाथ ने 1869 में में सिविल सेवा परीक्षा पास की, लेकिन उन्हें इसमें शामिल होने से रोक दिया गया. उन पर गलत जन्मतिथि बताने का आरोप लगा था. लेकिन सुरेंद्रनाथ ने इसके लिए कानूनी लड़ाई लड़ी और दलील दी कि उन्होने अपनी उम्र हिंदू रितियों के तहत उम्र बताई थी. बनर्जी ने दूसरी बार 1871 में फिर से परीक्षा दी और और सिलहट में असिस्टेंट मजिस्ट्रेट के तौर पर नियुक्त हुए.

सिविल सेवा का विवाद
सिविल सेवा से जुड़ने केबाद जल्दी ही बनर्जी को एक गंभीर न्यायिक गलती के कारण बर्खास्त कर दिया गया. इसके लिए कानूनी लड़ाई लड़ने के लिए वे इंग्लैंड गए और असफल रहे. उन्होंने महसूस किया कि उनके साथ नस्लभेद का बर्ताव किया गया है. इग्लैंड प्रवास के दौरान बनर्जी ने एडमंड बूर्क और अन्य उदारवादी दार्शनिकों को पढ़ा जिससे उनके राष्ट्रवादी होने की नींव मजबूत हुई. उनकी जिद के कारण अंग्रेज उन्हें सरेंडर नॉट बनर्जी कहते थे.

एक कुशल अध्यापक के साथ-साथ सुरेन्द्रनाथ बनर्जी सफल पत्रकार भी थे. 1883 ई० में बंगाली” नामक पत्र का प्रकाशन किया गया. सुरेन्द्रनाथ बंगाली पत्र के सम्पादक थे और इनके लेखों को सरकार ने आपत्तिजनक मानकर इन्हें दो मास की सजा दी थी. सजा के विरोध में अभूतपूर्व जन-जागरण हुआ. सुरेन्द्रनाथ बनर्जी छात्रों के बीच अधिक लोकप्रिय थे.

पहली’ राजनैतिक पार्टी की स्थापना
बनर्जी 1875 में भारत वापस लौटे और अंग्रेजी के प्रोफेसर बन गए और रिपन कॉलेज की स्थापना भी की जो अब उनके नाम से ही जाना जाता है. इसके अलावा उन्होंने इंडियन नेशनल एसोसिएशन की भी स्थापना की जो उस समय भारत की पहली राजनैतिक पार्टी कहलाई. उन्होंने अपने भाषणों में राष्ट्रवाद और उदारवादी राजनीति की पैरवी की.

देश भर में लोकप्रियता
बनर्जी ने अपने संगठन का उपयोग भारतीय छात्रों की सिविल सेवा परीक्षा की कम आयुसीमा के मुद्दे से निपटने का जरिया भी बनाने का प्रयास किया. अंग्रेजों की नस्ल आधारित भेदभाव की बनर्जी ने देश भर में जम कर आलोचना की जिससे वे बहुत लोकप्रिय हुए. लेकिन इसमें उनकी शानदार वाकपटुता का बड़ा योगदान था.




कांग्रेस में विलय
1979 में सुरेंद्रनाथ ने द बंगाली नाम का एक अखबार खरीद लिया औरउसके बाद अगले 40 सालों तक उसका संपादन किया.  अंग्रेजों का विरोध जताने के आरोपमें उन्हें 1883 में गिरफ्तार भी किया गया. इस तरह वे जेल जाने वाले पहले भारतीय पत्रकार बने. 1885 में भारतीय राष्ट्रीय कांग्रेस की स्थापना के समय बनर्जी ने अपनी पार्टी का उसमें विलय करा दिया. वे 1895 में पूना और 1902 के अहमदाबाद अधिवेशन में कांग्रेस अध्यक्ष भी चुने गए थे.


सुरेन्द्रनाथ बनर्जी एक महान विचारक और कुशल वक्ता थे. ब्रिटिश संसद एवं जनता के सामने भारतीय दृष्टिकोण को उपस्थित करने के लिए इन्हें कई बार शिष्टमण्डल का सदस्य नियुक्त कर इंगलैण्ड भेजा गया था. अपने भाषण एवं तर्कपूर्ण विचार से वे अंगरेजों को बहुत प्रभावित कर देते थे. इंगलैण्ड के प्रधानमंत्री ग्लैडस्टोन की तरह सुरेन्द्रनाथ बनर्जी भी एक प्रभावशाली वक्ता थे. इन्हें इंडियन ग्लैडस्टोन की संज्ञा दी गयी थी. सर हेनरी कॉटन ने सुरेन्द्रनाथ बनर्जी की वाकपटुता और योग्यता के सम्बन्ध में यह उद्गार प्रकट किया था कि “मुल्तान से लेकर चटगाँव तक वे अपनी वाणीकला के जादू से विद्रोह उत्पन्न कर सकते थे और विद्रोह को दबा भी सकते थे. भारत में उनकी स्थिति वही थी जो डैमोस्थानीज की यूनान में या सिसरो की इटली में थी.”


बंगाल विभाजन के प्रमुख नेता

लॉर्ड कर्जन ने 1905 ई० में बंगाल विभाजन की घोषणा की. बंग-विभाजन के विरुद्ध सुरेन्द्रनाथ बनर्जी ने विद्रोह छेड़ दिया और सारे राष्ट्र में अपने भाषण और लेख के माध्यम से राष्ट्रीय चेतना में एक नई लहर पैदा कर दी. विरोध का नेतृत्व करते हुए सुरेन्द्रनाथ बनर्जी को पुलिस की लाठी खानी पड़ी थी.


1905 में बंगाल विभाजन केसमय बनर्जी एक अहम नेता के रूप में उभरे. बनर्जी की सरपरस्ती में गोपाल कृष्ण गोखले और सरोजनी नायडू जैसे भारतीय नेता देश के परिदृश्य में आए. वे सबसे वरिष्ठ नरमपंथी कांग्रेस के तौर पर जाने जाते थे. वे जीवन भर नरमपंथी नेता बने रहे और मानते ति के देश को अंग्रेजों से बातचीत के जरिए ही अंग्रेजों से आजादी हासिल करनी चाहिए.


सुरेन्द्रनाथ बनर्जी ने एक पुस्तक की रचना की थी. उसका नाम, ए नेशन इन दी मेकिंग’ (A Nation in the Making) था.



इसके बाद बनर्जी भारतीय राष्ट्रवादी धारा से अलग थलग होते दिखे. 1909 में उन्होंने मार्ले मिंटो सुधार का समर्थन किया. उन्होंने महात्मा गांधी के असहयोग आंदोलन से सैद्धांतिक तौर पर असहमति जताई जिससे वे और हाशिए पर चले गए. उन्होंने कांग्रेस छोड़ दी और बंगाल सरकार में मंत्री पर अपनाने पर उन्हें बहुत विरोध का सामना भी करना पड़ा. 6 अगस्त 1925 को बैरकपुर में उनका निधन हो गया.


सर सुरेन्द्रनाथ बनर्जी भारतीय राष्ट्रीय आन्दोलन के अग्रदूत थे. वे सांविधानिक आन्दोलन के जन्मदाता थे. राष्ट्रसेवा में अपना सब कुछ अर्पित करने वालों में सुरेन्द्रनाथ बनर्जी का नाम स्वर्णक्षरों में अंकित किया जाता है.



26 October, 2021

ગણેશ શંકર વિદ્યાર્થી

 ગણેશ શંકર વિદ્યાર્થી

( હિન્દી સમાચારપત્ર પ્રતાપના સંસ્થાપક તંત્રી  અને પત્રકાર)


ગણેશશંકરની મૂળ અટક શ્રીવાસ્તવ હતી. ગણેશશંકર જયનારાયણ શ્રીવાસ્તવ. તેઓ આજીવન શીખતા રહ્યા, વિદ્યા પ્રાપ્ત કરતા રહ્યા એટલે તેઓ ગણેશશંકર વિદ્યાર્થી તરીકે ઓળખાયા

ગણેશ શંકર વિદ્યાર્થીનો જન્મ 26 ઓક્ટોબર 1890ના રોજ ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના હથગાંવ ખાતે કાયસ્થ પરિવારમાં થયો હતો.

 તેમના પિતા મુન્શી જયનારાયણ ગ્વાલિયર રિયાસતમાં ઍંગ્લો વર્નાક્યુલર શાળાના મુખ્યશિક્ષક હતા.

પિતાના હાથ નીચે જ ગણેશ શંકરે શાળાનો પ્રારંભિક અભ્યાસ કર્યો હતો અને મુંગાઓલી અને વિદિશામાં અભ્યાસ કર્યા બાદ ૧૯૦૭ માં ખાનગી હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી હતી.

 નબળી આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા નહીં અને કરન્સી ઓફિસમાં ક્લાર્ક તરીકે નિમણૂક મેળવી અને બાદમાં કાનપુરની હાઈસ્કૂલમાં શિક્ષક બન્યા. ૪ જૂન ૧૯૦૯ના રોજ ચંદ્રપ્રકાશવતી સાથે તેમના વિવાહ થયા

તેમનો વાસ્તવિક રસ પત્રકારત્વ અને જાહેર જીવનમાં હતો. તેઓ દેશમાં થઈ રહેલા રાષ્ટ્રવાદી ઉદયના પ્રભાવ હેઠળ આવ્યા તથા હિન્દી અને ઉર્દૂના જાણીતા ક્રાંતિકારી સામયિકો 'કર્મયોગી' અને 'સ્વરાજ'ના એજન્ટ બન્યા અને તેમાં યોગદાન આપવાનું શરૂ કર્યું. 

અહીંથી તેમણે 'વિદ્યાર્થી' (જ્ઞાનના સાધક) કલમ-નામ અપનાવ્યું. 

૧૯૧૧માં વિદ્યાર્થી હિન્દી પત્રિકા સરસ્વતીમાં પંડિત મહાવીર પ્રસાદ દ્વિવેદીના સહાયક તરીકે જોડાયા. જોકે, ગણેશ શંકરને વર્તમાન પ્રવાહો અને રાજકારણમાં વધુ રસ હતો આથી સરસ્વતી છોડી તે સમયના રાજકીય હિન્દી સાપ્તાહિક "અભ્યુદય"માં સહાયક સંપાદક તરીકે જોડાયા. અહીં તેઓ સપ્ટેમ્બર ૧૯૧૩ સુધી જોડાયેલા રહ્યા.

 બે મહિના બાદ, ૯ નવેમ્બર ૧૯૧૩ના રોજ તેમણે કાનપુરથી પોતાનું હિન્દી સાપ્તાહિક પ્રતાપ શરૂ કર્યું.  આ વખતથી વિદ્યાર્થીનું રાજકીય, સામાજિક અને પુખ્ત સાહિત્યિક જીવન શરૂ થયું. 


23 નવેમ્બર, 1920માં ‘પ્રતાપ’ને દૈનિકનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1920માં ગણેશશંકરે ‘પ્રભા’ નામનું માસિક પણ શરૂ કર્યું. ‘પ્રતાપ’ પર સતત કેસ થયા કરતા હતા. ગણેશશંકર દંડ ભરવાને બદલે જેલમાં જવાનું પસંદ કરતા. પોતાના સમગ્ર જીવન દરમિયાન તેઓ કુલ પાંચ વખત જેલમાં ગયા. 10 માર્ચ, 1931ના રોજ સાડા ત્રણ મહિનાનો કારાવાસ ભોગવીને તેઓ બહાર આવ્યા ત્યારે ભગતસિંહ-રાજગુરુ-સુખદેવની ફાંસીના મામલે દેશમાં તંગ વાતાવરણ હતું. તે જ અરસામાં લેખની શરૂઆતમાં વર્ણવ્યો એ, કાનપુરમાં ફાટી નીકળેલા કોમી રમખાણવાળો ઘટનાક્રમ બન્યો. હિન્દુ-મુસ્લિમ વચ્ચે તંગદિલી ઘટાડવાના ઇરાદા સાથે નીકળી પડેલા ગણેશશંકરની હત્યા કરી દેવામાં આવી

આ સાપ્તાહિક દ્વારા જ તેમણે રાયબરેલીના પીડિત ખેડૂતો, કાનપુર મિલના કામદારો અને ભારતીય રાજ્યોના દલિત લોકો માટે પોતાની પ્રખ્યાત લડત લડી હતી. આ લડત દરમિયાન તેમને અસંખ્ય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો, ભારે દંડ ભરવો પડ્યો હતો અને જેલની પાંચ સજા ભોગવવી પડી હતી

શ્રીમતી ઍની બેસન્ટની હોમરૂલ ચળવળમાં વિદ્યાર્થીએ ખૂબ જ ખંતથી કામ કર્યું અને કાનપુરના મજૂર વર્ગના વિદ્યાર્થી નેતા બન્યા. 


તેઓ કોંગ્રેસના વિવિધ આંદોલનોમાં ભાગ લેવા માટે ૫ વખત જેલમાં ગયા હતા અને અધિકારીઓના અત્યાચારો સામે હિંમતપૂર્વક "પ્રતાપ"માં લેખો લખતા ગયા હતા. 


અગાઉ તેઓ લોકમાન્ય તિલકને પોતાના રાજકીય ગુરુ તરીકે વિચારતા હતા, પરંતુ ગાંધીજીના રાજકારણમાં ઉતર્યા પછી તેઓ તેમના વિશિષ્ટ ભક્ત બની ગયા. 


તેઓ પહેલી વાર ૧૯૧૬માં લખનૌમાં ગાંધીજીને મળ્યા હતા અને રાષ્ટ્રીય ચળવળમાં પોતાની જાતને પૂરા દિલથી હોમી દીધી હતી. તેમણે ૧૯૧૭-૧૮ના હોમરુલ આંદોલનમાં અગ્રણી ભાગ લીધો હતો અને કાનપુરમાં કાપડ કામદારોની પ્રથમ હડતાળનું નેતૃત્વ કર્યું હતું.


 ૧૯૨૦માં તેમણે પ્રતાપની દૈનિક આવૃત્તિ શરૂ કરી હતી અને આ વર્ષે જ રાયબરેલીના ખેડૂતોના પ્રશ્નોને અવાજ આપવા બદલ તેમને બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.


 ૧૯૨૨માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને ફતેહગઢ ખાતે પ્રાંતીય રાજકીય પરિષદના પ્રમુખ તરીકે "રાષ્ટ્રદોહી" ભાષણ આપવા બદલ તેમને ફરીથી જેલમાં મોકલવામાં આવ્યા હતા.

૧૯૨૫માં જ્યારે કોંગ્રેસે પ્રાંતીય વિધાન પરિષદની ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને સ્વરાજ પાર્ટીનું આયોજન કર્યું ત્યારે ગણેશ શંકરે કાનપુરથી કોંગ્રેસ વતી શાનદાર જીત મેળવી અને ૧૯૨૯માં કોંગ્રેસના આદેશથી રાજીનામું આપ્યું ત્યાં સુધી યુ.પી. વિધાન પરિષદના સભ્ય તરીકે સેવા આપી. 


૧૯૨૫માં ગાંધીજીએ કાનપુરમાં બીચ વાલા ચોક મંદિરની સ્થાપના કર્યા બાદ વિદ્યાર્થી વારંવાર બેઠકોનું આયોજન કરવા માટે તેનો ઉપયોગ કરતા હતા.


 ૧૯૨૬માં કોંગ્રેસના મહત્વના સભ્ય તરીકે નિમણૂંક થતા વિદ્યાર્થીએ શિવ નારાયણ ટંડનને પણ કોંગ્રેસ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


૧૯૨૮માં તેમણે મજદૂર સભાની સ્થાપના પણ કરી હતી અને ૧૯૩૧માં તેમના મૃત્યુ સુધી તેનું નેતૃત્વ કર્યું હતું.


૧૯૨૯માં તેઓ ઉ.પ્ર. કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમને યુ.પી.માં સત્યાગ્રહ આંદોલનનું નેતૃત્વ કરવા માટે પ્રથમ 'સરમુખત્યાર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 


તેઓ હિન્દી ભાષાના સમર્થક હતા અને ૧૯૩૦માં ગોરખપુરઅને નવી દિલ્હીના શ્રદ્ધાનંદ પાર્ક ખાતે આયોજીત હિન્દી સત્યાગ્રહ સંમેલન પરિષદમાં ભાગ લીધો હતો. 


આ જ વર્ષે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 


૯ માર્ચ ૧૯૩૧ના રોજ ગાંધી-ઇરવિન કરાર હેઠળ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.


જ્યારે તેઓ કોંગ્રેસના સત્રમાં ભાગ લેવા માટે કરાચી જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે કાનપુરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. 


ગણેશ શંકર વિદ્યાર્થીએ આ રમખાણોમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના હજારો નિર્દોષ વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન તોફાની ટોળાએ તેમને ઘેરી લીધા હતા, થોડા દિવસો પછી જ કચરા પાસે મળી આવ્યા હતા જ્યાં શરીર પર છરીના અનેક ઘાને કારણે તેમને ઓળખવામાં થોડો સમય લાગ્યો હતો


25 માર્ચ 1931ના રોજ કોમી રમખાણોમાં કાનપુર ખાતે તેમનું અવશાન થયુ હતું.


ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ પત્રિકામાં લખ્યું કે, ‘ગણેશશંકર વિદ્યાર્થીની હત્યા આખરે તો હિન્દુ-મુસ્લિમ ધર્મને આપસમાં જોડવા માટે સિમેન્ટનું કાર્ય કરશે.

સન્માન

  • ૧૯૮૯થી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા દર વર્ષે જાણીતા પત્રકારોને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર આપવામાં આવે છે.
  • કાનપુર મેડિકલ કોલેજનું નામ તેમના સ્મરણમાં ગણેશ શંકર વિદ્યાર્થી સ્મારક (જીએસવીએમ) મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે.
  • ગોરખપુર શહેરની મધ્યે આવેલા એક ચોકનું નામ ગણેશ ચોક રાખવામાં આવ્યું છે.
  • અગાઉ કાનપુરના રાણી ઉદ્યાન તરીકે ઓળખાતા ફૂલ બાગને 'ગણેશ વિદ્યાર્થી ઉદ્યાન' નામ આપવામાં આવ્યું છે.
  • ૧૮ જુલાઈ, ૨૦૧૭ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે ભારતની સ્વતંત્રતા માટે તેમના યોગદાનને માન આપવા માટે કાનપુર હવાઈમથકનું નામ ગણેશ શંકર વિદ્યાર્થી એરપોર્ટ કરવામાં આવ્યું છે.


૧૯૬૨ની ભારતીય ટપાલ ટિકિટ પર ગણેશ શંકર વિદ્યાર્થીનો ફોટો મુકવામા આવ્યો હતો.

પ્રસંગ
ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી અાપવાનું નક્કી થયું તે સમયગાળાની એટલે કે 1931ની આ વાત છે. આ ત્રણ બહાદુર સ્વાતંત્ર્યસેનાનીઓની ફાંસીના મામલે દેશમાં ગરમાટો ફેલાઈ ગયો હતો. સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા હતા. આ જ અરસામાં કરાંચીમાં કોંગ્રેસનું અધિવેશન ભરાવાનું હતું. સ્વયં ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે રજૂઆત કરી હતી કે ભગતસિંહને ફાંસીની સજામાંથી મુક્તિ આપી દેશનિકાલ કે આજીવન કેદની સજા કરો, પણ સરકારે કોઈની વિનંતી કાને ન ધરી. આખરે 23 માર્ચ, 1931ના રોજ આ ત્રણેય યુવા ક્રાંતિકારીઓને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.
સરકારનાં આ આકરાં પગલાંના આખા ભારતમાં ઉગ્ર પડઘા પડ્યા. કંઈકેટલીય જગ્યાએ શોકસભાઓનું આયોજન કરવામાં આવ્યું. ભારત બંધનું એલાન થયું. નવાઈ લાગે એવો ઘટનાક્રમ હવે સર્જાયો. ભારત બંધનું પાલન કરીને અંગ્રેજો સામે લડવાને બદલે કાનપુરમાં હિન્દુ-મુસ્લિમ સામસામા બાખડી પડ્યા! અંગ્રેજોએ અહીં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. કારણ દેખીતું હતું. હિન્દુ-મુસ્લિમ સામસામા લડતા રહે એટલે ભગતસિંહની ફાંસી અપાયાનો મુદ્દો બાજુએ રહી જાય ને અંગ્રેજોને ફાયદો થાય. કાનપુરના સરકારી અધિકારીઓ એટલે જ જાણી જોઈને નિષ્ક્રિય રહ્યા.
આવા નાજુક સમયગાળામાં એક સ્થાનિક તંત્રી-પત્રકારના અજંપાનો પાર નહોતો. આ દેશપ્રેમી તંત્રીએ ઘરની ચાર દીવાલોની સલામતીમાં લપાઈ રહેવાને બદલે એ રમખાણોને શાંત પાડવા લોકો વચ્ચે જવાનું નક્કી કર્યું. એમની પત્નીએ ચિંતાતુર થઈને પૂછ્યું,
‘આવા ભયંકર તોફાનમાં તમે બહાર જશો?’
તંત્રીએ જવાબ આપ્યો, ‘તું ખોટી ગભરાય છે. મેં કોઈનું ખરાબ કર્યું નથી તો કોઈ મારું શા માટે અહિત કરે? મારો ભગવાન મારી
સાથે છે.’

માણસ ભલોભોળો અને નિર્દોષ હોય તો પણ એણે બીજાઓની ક્રૂરતા તેમજ અન્યાયનો સામનો કરવો પડે, એવું બને. કુદરત પણ એની સાથે ખતરનાક ખેલ ખેલી નાખે એવુંય બને.
24 માર્ચ, 1931ના રોજ આખો દિવસ કાનપુરમાં તોફાનો ચાલતાં રહ્યાં. 25 માર્ચે પણ શાંતિ ન થઈ. આવા સ્ફોટક માહોલમાં લાગલગાટ બે રાત તંત્રી ઘરે પાછા ન ફર્યા. પત્ની અને પરિવારના અન્ય સભ્યોની ચિંતાનો પાર ન રહ્યો. તપાસ કરતાં ખબર પડી કે એમની તો હત્યા કરી દેવામાં આવી છે. આજથી એક્ઝેક્ટ 88 વર્ષ પહેલાં બનેલી આ ઘટના.
કોણે આ દેશપ્રેમી તંત્રીનો જીવ લીધો? આ સવાલનો જવાબ ક્યારેય મળ્યો નહીં. હા, એક તપાસ સમિતિ જરૂર રચવામાં આવી હતી. આ સમિતિએ સુપરત કરેલા રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે તત્કાલીન જિલ્લા અધિકારી કે.એફ.સ્વેલ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહોતી આવી એટલે તંત્રીએ જીવ ગુમાવવો પડ્યો.    

આ પત્રકાર-તંત્રીનું નામ છે ગણેશશંકર વિદ્યાર્થી

23 October, 2021

रानी चेन्नम्मा

 

रानी चेन्नम्मा


आपको एक नायिका की कहानी सुनाई जाए, जिसने अंग्रेजों के साथ लोहा लिया. जिसकी लगाई क्रांति की आग ने भारत में आजादी की लड़ाई की अलख जगाई. जिसने अपने राज्य की रक्षा के लिए बेटा गोद लिया क्योंकि शादी के थोड़े समय के बाद ही पति की मृत्यु हो गई थी. जो अंग्रेजों की गोद निषेध नीति के विरोध में सेना लेकर मैदान ए जंग में उतर आई. अगर आप कहीं इन सब तथ्यों को पढ़ने के बाद झांसी की रानी लक्ष्मीबाई के बारे में सोच रहे हैं तो आप गलत हैं. हम दरसअल कित्तूर की रानी चेन्नम्मा के बारे में बात कर रहे हैं जिनका रानी लक्ष्मीबाई से लगभग 56 साल पहले महान भारतीय परिदृश्य पर अवतरण हुआ था. 


19वीं सदी की शुरुआत में देश के बहुत से शासक अंग्रेजों की बदनीयत को समझ नहीं पाए थे। लेकिन उस समय भी कित्तुरु की रानी, रानी चेन्नम्मा ने ब्रिटिश सेना के खिलाफ लड़ाई छेड़ दी थी।




रानी चेन्नम्मा की कहानी लगभग झांसी की रानी लक्ष्मीबाई की तरह है। इसलिए उनको 'कर्नाटक की लक्ष्मीबाई' भी कहा जाता है। 

वह पहली भारतीय शासक थीं जिन्होंने ब्रिटिश ईस्ट इंडिया कंपनी के खिलाफ सशस्त्र विद्रोह किया। भले ही अंग्रेजों की सेना के मुकाबले उनके सैनिकों की संख्या कम थी और उनको गिरफ्तार किया गया लेकिन ब्रिटिश शासन के खिलाफ बगावत का नेतृत्व करने के लिए उनको अब तक याद किया जाता है।

चेन्नम्मा का जन्म 23 अक्टूबर, 1778 को ककाती में हुआ था। यह कर्नाटक के बेलगावी जिले में एक छोटा सा गांव है। उनके पिता का नाम गुलाप्पा देसाई ओर माताका नाम पद्मावती था।


 बचपन से ही चेन्नम्मा को तलवारबाजी, घुड़सवारी और युद्ध कलाओं का शौक था. राजपरिवार में जन्म होने के कारण चेन्नम्मा को अपने इन शौकों को पूरा करने का मौका भी मिला. उन्होंने इतनी शिद्दत से इन कलाओं को सिखा की, युवा होते—होते अपने युद्धकौशल की वजह से वह प्रसिद्ध हो गई.


उनकी शादी देसाई वंश के राजा मल्लासारजा से हुई जिसके बाद वह कित्तुरु की रानी बन गईं। कित्तुरु अभी कर्नाटक में है।

 कुछ समय सुख से बीता लेकिन इसके बाद चेन्नम्मा पर दुखों का पहाड़ टूट पड़ा. राजा मल्लासर्ज मृत्यु को प्राप्त हो गए. कुछ सयम बाद रानी चेन्नम्मा के पुत्र का भी देहांत हो गया. ऐसे में राज्य के सामने राजा के पद का संकट खड़ा हो गया. कित्तुर की राजगद्दी रिक्त हो गई थी. जिसे भरने के लिए रानी चेन्नम्मा ने एक पुत्र गोद लिया.
 

रानी चेन्नम्मा गोद निषेध नीति और संघर्ष –

बेटा गोद लेकर राजसिंहासन के उत्तराधिकारी के तौर पर घोषणा करने पर एक समस्या पैदा हुई, जिसने रान चेन्नम्मा भारतीय स्वतंत्रता संग्राम की नायिका बनने का गौरव दिया. उन दिनों कर्नाटक सहित पूरे भारत पर अंग्रेजों का राज था. ब्रिटिश ईस्ट इंडिया कंपनी के गर्वनर लॉर्ड डलहौजी ने गोद निषेध नीति की घोषणा कर दी थी. इस नीति के अनुसार भारत के जिन राजवंशों में गद्दी पर बैठने के लिए वारिस नहीं होता था, उन्हें ब्रिटिश ईस्ट इंडिया कंपनी अपने नियंत्रण में ले लेती थी. दरअसल अंग्रेजों ने भारतीय राजाओं को अपदस्थ कर राज्य हड़पने के लिए इस नीति का निर्माण किया था.

इस नीति की वजह से रानी चेन्नम्मा को कित्तूर की गद्दी पर गोद लिए पुत्र का बैठाना ब्रिटिशर्स को नागवार गुजरा. उन्होंने इसे नियमों के विरूद्ध बताया और रानी चेन्नम्मा को इसके लिए मना किया. पहले बातचीत द्वारा इस मुद्दे को हल करने की कोशिश की गई लेकिन बात नहीं बनी. रानी चेन्नम्मा ने कित्तूर में हो रही ब्रिटिश अधिकारियों से बातचीत असफल होते देख बॉम्बे प्रेसीडेंसी के गवर्नर से बात करने की कोशिश की. इसका कोई परिणाम नहीं निकाला क्यों​कि अंग्रेज कित्तूर पर किसी भी तरह कब्जा जमाना चाहते थे. ब्रिटिशराज कित्तूर के बहुमूल्य खजाने को लूटने का पूरा मन बना चुके थे. कित्तूर के खजाने में बहुमुल्य आभूषणों जेवरात और सोना था, जिसे अंग्रेज हथियाना चाहते थे. एक अनुमानक के अनुसार उस दौर में कित्तूर के खजाने की कीमत 15 लाख रूपए थी. अंग्रेजों ने गोद लिए बालक को गद्दी का वारिस मानने से साफ इंकार कर दिया. इस इंकार ने कित्तूर और अंग्रेजों के बीच संघर्ष को अवश्यमभावी बना दिया.

अपने बेटे की मौत के बाद उन्होंने एक अन्य बच्चे शिवलिंगप्पा को गोद ले लिया और अपनी गद्दी का वारिस घोषित किया। लेकिन ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने अपनी 'हड़प नीति' के तहत उसको स्वीकार नहीं किया। हालांकि उस समय तक हड़प नीति लागू नहीं हुई थी फिर भी ब्रिटिश ईस्ट इंडिया कंपनी ने 1824 में कित्तुरु पर कब्जा कर लिया।

ब्रिटिश शासन ने शिवलिंगप्पा को निर्वासित करने का आदेश दिया। लेकिन चेन्नम्मा ने अंग्रेजों का आदेश नहीं माना। 

उन्होंने बॉम्बे प्रेसिडेंसी के लेफ्टिनेंट गवर्नर लॉर्ड एलफिंस्टन को एक पत्र भेजा। 

उन्होंने कित्तुरु के मामले में हड़प नीति नहीं लागू करने का आग्रह किया। लेकिन उनके आग्रह को अंग्रेजों ने ठुकरा दिया। इस तरह से ब्रिटिश और कित्तुरु के बीच लड़ाई शुरू हो गई। 

अंग्रेजों ने कित्तुरु के खजाने और आभूषणों के जखीरे को जब्त करने की कोशिश की जिसका मूल्य करीब 15 लाख रुपये था। लेकिन वे सफल नहीं हुए।

अंग्रेजों ने 20,000 सिहापियों और 400 बंदूकों के साथ कित्तुरु पर हमला कर दिया। अक्टूबर 1824 में उनके बीच पहली लड़ाई हुई।

 उस लड़ाई में ब्रिटिश सेना को भारी नुकसान उठाना पड़ा। कलेक्टर और अंग्रेजों का एजेंट सेंट जॉन ठाकरे कित्तुरु की सेना के हाथों मारा गया। 


रानी चेन्नम्मा का अंग्रेजों के साथ कड़ा संघर्ष –

जब यह तय हो गया कि अंग्रेज नहीं मानने वाले तो रानी चेन्नम्मा ने संघर्ष करने का फैसला लिया. वे पहली रानी थी जिन्होंने ब्रिटिश ईस्ट इंडिया कंपनी से लड़ने के लिए सेना के गठन की तैयारी शुरू की. अंग्रेजों को इसका पता चला और 1924 में दोनों की सेनाएं आमने—सामने आ डटी. एक ऐसा संघर्ष जिसका परिणाम पहले से ही सबको पता था कित्तूर जैसे छोटे राज्य ने ब्रिटिश साम्राज्य को चुनौती दी थी, लेकिन यह मसला नतीजे का नहीं आजादी से जीने और मरने का था. रानी चेन्नम्मा ने फैसला किया या तो वे आजाद जिंएगी नहीं तो लड़कर मरेंगी. इस लड़ाई में अंग्रेजों ने भारतीय महिला के युद्ध कौशल को देखा. पहले पहल तो उनके होश उड़ गए लेकिन बाद में पीछे से आने वाली मदद ने उनको संभाल लिया. आखिर में यह लड़ाई अंग्रेजों ने अपनी बड़ी सेना और आधुनिक हथियारों से जीत ली.

रानी चेन्नम्मा को अंग्रेजों से भारी नुकसान –

अंग्रेजों ने लड़ाई तो जीत ली लेकिन रानी चेन्नम्मा ने उनका इतना नुकसान किया कि वे लंबे समय तक कित्तूर के युद्ध से उबर नहीं पाए. इस लड़ाई में अंग्रेजों ने 20 हजार सिपाहियों और 400 बंदूकों की सेना का सहारा लिया. युद्ध के पहले दौर में ब्रिटिश सेना का भारी नुकसान हुआ और ब्रिटिश एजेंट और उस खीते के कलेक्टर जॉन थावकेराय को मौत के घाट उतार दिया गया. चेन्नम्मा के मुख्य सेनापति बलप्पा ने ब्रिटिश सेना को एक बार तो पीछे हटने पर मजबूर कर दिया. ब्रिटिश सेना के दो प्रमुख अधिकारियों सर वॉल्टर इलियट और मी.स्टीवेंसन को गिरफ्तार कर लिया गया. इस दौर की लड़ाई के बाद ब्रिटिश अधिकारियों ने समझौते की मांग की और समझौते के तहत इन दोनों अंग्रेज अधिकारियों को रिहा कर दिया गया. युद्ध को टाल दिया गया. इसी बीच दूसरे अंग्रेज अधिकारी चैपलिन ने दूसरे मोर्चों पर लड़ाई जारी रखी. दूसरे दौर में भी कित्तूर की सेना ने बहादूरी दिखाई और सोलापूर के सबकलेक्टर मुनरो लड़ते हुए मारे गए. लड़ाई लंबी खिंच जाने की वजह से और सीमीत संसाधनों के धीरे—धीरे खत्म हो जाने की वजह से आखिर में रानी चेन्नम्मा को हार का मूंह देखना पड़ा और अंग्रेजों ने उन्हें गिरफ्तार करके बेल्होंगल के किले में कैद कर दिया. जहां 21 फरवरी, 1829 में उन्होंने आखिरी सांस ली. इस महान युद्ध में रानी चेन्नम्मा को स्थानीय सहायता भरपूर मिली. अपनी बहादुरी के लिए कर्नाटक के लोगों ने उन्हें नायिका की तरह पूजा जाता है


चेन्नम्मा के सहयोगी अमातूर बेलप्पा ने उसे मार गिराया था और ब्रिटिश सेना को भारी नुकसान पहुंचाया था। दो ब्रिटिश अधिकारियों सर वॉल्टर एलियट और स्टीवेंसन को बंधक बना लिया गया। अंग्रेजों ने वादा किया कि अब युद्ध नहीं करेंगे तो रानी चेन्नम्मा ने ब्रिटिश अधिकारियों को रिहा कर दिया। लेकिन अंग्रेजों ने धोखा दिया और फिर से युद्ध छेड़ दिया। 

इस बार ब्रिटिश अफसर चैपलिन ने पहले से भी ज्यादा सिपाहियों के साथ हमला किया। सर थॉमस मुनरो का भतीजा और सोलापुर का सब कलेक्टर मुनरो मारा गया। रानी चेन्नम्मा अपने सहयोगियों संगोल्ली रयन्ना और गुरुसिदप्पा के साथ जोरदार तरीके से लड़ीं। लेकिन अंग्रेजों के मुकाबले कम सैनिक होने के कारण वह हार गईं। उनको बेलहोंगल के किले में कैद कर दिया गया। वहीं 21 फरवरी 1829 को उनकी मौत हो गई।

उनकी याद में 22 से 24 अक्टूबर को हर साल कित्तूर उत्सव मनाया जाता है. उनके सम्मान में नयी दिल्ली के पार्लियामेंट हाउस में उनकी मूर्ति भी स्थापित की गई है. कित्तुरु की रानी चेन्नम्मा की उस प्रतिमा का अनावरण 11 सितंबर, 2007 को तत्कालीन राष्ट्रपति प्रतिभा देवीसिंह पाटिल ने किया था। प्रतिमा को कित्तुर रानी चेन्नम्मा स्मारक कमिटी ने दान दिया था जिसे विजय गौड़ ने तैयार किया था।





इसके अलावा कर्नाटक में भी रानी चेनम्मा को सम्मान देने के लिए उनकी मूर्तियां बेंगलुरू और कित्तूर में बनवाया गया है. आज भी कित्तूर का राजमहल और दूसरी ऐतिहासिक इमारतों में इस महान महिला की वीरता के साक्ष्यों को देखा और महसूस किया जा सकता है. 



उनके सन्मानमे भारतीय ट्रेन विभाग द्वारा कोल्हापुर से बेंगलुरु तक 16590 नंबर की एक्सप्रेस ट्रेन शुरू की जिनका नाम "रानी चेन्नम्मा एक्सप्रेस" है


भारतीय डाक विभाग द्वारा 1977में उनके सन्मानमे 25 पैसेकी डाक टिकिट जारी की गई।


उन्होंने जो आजादी की अलख जगाई, उससे ढेरों अन्य लोगों ने प्रेरणा ली. रानी चेन्नम्मा को योगदान को कभी भूलाया नहीं जा सकता. वे न सिर्फ महिला शक्ति की प्रतीक हैं बल्कि वे प्रेरणा स्रोत भी हैं कि अपनी शर्तों पर जीवन जीने के लिए कोई भी मूल्य कम ही होता है.

19 October, 2021

મહર્ષી વાલ્મીકી જયંતિ

 મહર્ષી વાલ્મીકી જયંતિ





દર વર્ષે વિક્રમ સવંત મુજબ આસો સુદ પૂનમના દિવસે મહર્ષી વાલ્મીકી જયંતિ ઉજવવામાં આવે છે.

વાલ્મીકીને સંસ્કૃત સાહિત્યના પહેલા મહાકવિ કહેવાય છે. તેમણે સંસ્કૃતમાં પહેલા મહાકાવ્યની રચના કરી હતી. જેને આખી દુનિયા 'રામાયણ'ના નામે ઓળખે છે. વાલ્મીકીને મહર્ષિ વાલ્મીકી પણ કહેવામા આવે છે અને તે આદિ કવિના રૂપે પ્રસિદ્ધ છે. પ્રથમ સંસ્કૃત મહાકાવ્યની રચના કરવાને કારણે વાલ્મીકી 'આદિ કવિ' કહેવાયા. મહર્ષિ વાલ્મીકીને ભગવાન શ્રી રામના સમકાલીન ગણવામાં આવે છે.

તેમના જન્મનો સાચો સમય કોઈ જાણતુ નથી અને આધુનિક ઈતિહાસકારોની વચ્ચે તે ચર્ચાનો વિષય પણ છે. વાલ્મીકીનો ઉલ્લેખ સતયુગ, ત્રેતા અને દ્વાપર, ત્રણે કાળોમાં મળે છે. જો કે હિંદુ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે અશ્વિન પૂર્ણિમાંના દિવસે તેમની જન્મજયંતી ઉજવવામાં આવે છે



 મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો, 

.મહર્ષિ વાલ્મીકી પોતાના જીવનની શરૂઆતમાં એક રત્નાકર નામના લુંટારા હતા. તેઓ સૌ પહેલા લોકોને મારી નાખતા હતા અને ત્યાર બાદ તેમને લુટી લેતા હતા. 

એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

ઋષિ નારદ મુનિએ લુટારા રત્નાકરને ભગવાન રામના મહાન ભક્ત બનવામાં મદદ કરી હતી. 

નારદ મુનિ એ આપેલ સલાહ પ્રમાણે રત્નાકરે રામ નામના મહાન મંત્રનો જાપ કરતા તપસ્યા કરી હતી. 

મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

 તેમના મનમાં ભગવાન રામ પ્રત્યે ભક્તિ જાગી અને તે લુટારુ માંથી મહર્ષિ બની ગયા.

તેઓ તમસા નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. 

તેમના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. 

એક વખત તેઓ નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેમની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેમના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥

પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેમના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.

સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી.

 તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. 

આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. 

વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.

તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને આધ્યાત્મ રામાયણ એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છ






ડો. સુબ્રમણ્યન ચંદ્રશેખર

                                               ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખર 

(ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, એસ્ટ્રોનોમર)


नाम – डॉ. सुब्रह्मण्यम चंद्रशेखर
जन्म – 19 अक्तूबर, 1910
जन्म स्थान – लाहौर, पाकिस्तान
पिता का नाम – सुब्रह्मण्यम आयर
माता का नाम – सीतालक्ष्मी
पत्नी – ललिता चन्द्रशेखर
शिक्षा – 1930 में B.Sc. भौतिक विज्ञान ऑनर्स में टॉप
मृत्यु – 21 अगस्त, 1995, शिकागो, संयुक्त राज्य अमेरीका
पुरस्कार-उपाधि 
नोबेल पुरस्कार, कॉप्ले पदक, नेशनल मेडल ऑफ साइंस, पद्म विभूषण


ભારતીય મૂળના અને 1953માં અમેરિકાના નાગરિક બનેલા પ્રો. સુબ્રમણ્યમ ચંદ્રશેખરનો જન્મ 19મી ઑક્ટોબર 1910ના રોજ બ્રિટિશ શાસનકાળમાં લાહોરમાં થયો હતો. લાહોર ત્યારે ભારતમાં હતું અને ત્યાં તેમના પિતાશ્રી ચંદ્રશેખર સુબ્રમણ્યમ ઐય્યર (1885–1960) દક્ષિણ-પશ્ચિમ રેલ-વિભાગમાં આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ હતા. તેમની માતૃભાષા તમિળ હતી. 

ચંદ્રના પિતા કર્ણાટક સંગીતમાં અને વાયોલિન વગાડવામાં નિપુણ હતા. તેમણે સંગીતશાસ્ત્રમાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં હતાં. આ ઉપરાંત વાર્તા જેવા સાહિત્યપ્રકારો પણ ખેડેલા. સંગીત અને સાહિત્યનો આ વારસો ચંદ્ર સહિત અન્ય સંતાનોમાં પણ ઊતરી આવ્યો હતો. 

માતાનું નામ સીતાલક્ષ્મી ઐય્યર (1891–1931) હતું. ચંદ્રના ઉછેરમાં તેમનો ફાળો પણ મહત્વનો હતો. તે ઝાઝું ભણ્યાં ન હતાં; પરંતુ પોતાના પતિ પાસે 14 વર્ષની વયે અંગ્રેજી શીખવાનું શરૂ કરી તેમાં એટલી હદે પ્રભુત્વ મેળવ્યું કે અન્ય પુસ્તકોની સાથે, ઇબ્સનના ‘Doll’s House’ પુસ્તકનું અંગ્રેજીમાંથી તમિળમાં ભાષાંતર પણ કર્યું, જે પાછળથી તમિળ શાળાઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યું હતું.

ચંદ્રશેખરનો પરિવાર વૈજ્ઞાનિકોનો પરિવાર છે. ચંદ્રના દાદા (પિતામહ) રામનાથન ચંદ્રશેખર (1866–1910) ગણિતમાં અસાધારણ શક્તિ ધરાવતા હતા. ચંદ્રના જન્મ પહેલાં સાત મહિના અગાઉ જ (માર્ચ 1910માં) દાદાનું અવસાન થતાં, તેમની સ્મૃતિમાં ચંદ્રનું નામ (ચંદ્રેશખર) રાખવામાં આવેલું. 

તેમના એક કાકા ડૉ. સી. રામસ્વામી મોસમ-વિજ્ઞાની તરીકે પ્રખ્યાત હતા, અને બીજા કાકા નોબેલ પુરસ્કાર વિજેતા સર સી. વી. રામન (1888–1970) હતા. 

પ્રો. ચંદ્રશેખરના ત્રણે ભાઈ પાછળથી પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા. જેમ કે, ડૉ. રામનાથન થુમ્બા અંતરિક્ષ સંશોધન કેન્દ્રમાં ઉચ્ચ કોટિના વૈજ્ઞાનિક હતા, ડૉ. બાલકૃષ્ણ પુદુચેરી-(પોંડિચેરી)ની વિખ્યાત મૅડિકલ કૉલેજ ઑબ્સ્ટેટ્રિક્સ(obstetrics)માં પ્રોફેસર હતા, તો પ્રો. વિશ્વનાથન તાતા આયર્ન અને સ્ટીલ કારખાનાના જનરલ મૅનેજર હતા.

1915માં ઘરમાંથી જ પ્રારંભિક શિક્ષણની શરૂઆત. 1918માં ચંદ્રશેખર પરિવાર ચેન્નાઈ (મદ્રાસ) આવ્યું. 1921માં હિંદુ હાઈસ્કૂલ(ટ્રિપ્લિકેન, ચેન્નાઈ)માં 11 વર્ષના ચંદ્રનું વિધિવત ભણતર ચાલુ થયું. ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં 1925માં ઇંટર (સાયન્સ) અને 1930માં બી.એ.(ઑનર્સ). 1929માં ‘પ્રોસિડિંગ્ઝ ઑફ રૉયલ સોસાયટી’ અને ‘ફિલૉસૉફિકલ મૅગેઝિન’માં સંશોધન-લેખો પ્રકાશિત થયા. ઈ. સ. 1930માં વધુ અભ્યાસ માટે સરકારી શિષ્યવૃત્તિ મેળવીને 31 જુલાઈના રોજ મુંબઈથી સમુદ્રી જહાજ દ્વારા ઇંગ્લૅન્ડ ગયા અને ત્યાં કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ટ્રિનિટી કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.

 તે વખતે તે માત્ર 20 વર્ષના હતા. ત્રણ વર્ષની અંદર જ (1933માં) તેમણે ત્યાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ દરમિયાન તેમણે કેટલાક શોધપત્રો લખ્યા જે પ્રસિદ્ધ વિજ્ઞાનપત્રિકાઓમાં પ્રસિદ્ધ થયા. આ જ સમયગાળામાં આર્થર એડિંગ્ટન, ઍડવર્ડ મિલ્લે, રૉલ્ફ ફાઉલર વગેરે પ્રસિદ્ધ ખગોળવિદોના પરિચયમાં આવ્યા. યુવાન ચંદ્રશેખર તેમની સાથે, ખાસ કરીને આર્થર એડિંગ્ટન (1882–1944) સાથે પોતાના શોધકાર્ય અંગે ચર્ચા કરતા હતા.

ડૉ. ચંદ્રશેખર તે દિવસોમાં શ્વેત વામન (White dwarf) નામના તારા અંગે સંશોધન કરતા હતા. આવા તારા કદમાં નાના, પણ વજન(દ્રવ્યમાન)માં બહુ ભારે હોય છે, અર્થાત્ તેમનું ઘનત્વ અત્યધિક હોય છે. તેમાંથી જો એકાદ ચમચી જેટલું પણ લઈએ તો તેનું વજન એક હાથી કરતાં પણ વધુ થાય ! 

હકીકતે 1930માં ઇંગ્લૅન્ડ જતી વખતે સમુદ્રી-યાત્રા દરમિયાન જ તેમણે ગણતરી કરીને જાણી લીધું હતું કે કોઈ તારાને શ્વેત વામન બનવા માટે કેટલું દ્રવ્યમાન જોઈએ. બીજી રીતે કહીએ તો, તેમણે એ શોધી કાઢ્યું કે શ્વેત વામન બનવા માટે તારાના દ્રવ્યમાનની માત્રા કેટલી જોઈએ. 

શ્વેત વામન તારા બનવા માટે દ્રવ્યમાનની આ સીમા, હદ કે મર્યાદાને આજે ખગોળમાં તેમના માનમાં ‘ચંદ્રશેખર-સીમા’ (Chandrasekhar Limit) કહેવાય છે.

 આ એક તદ્દન મૌલિક વિચાર હતો. કારણ કે તે પહેલાં ખગોળવિદો એવું માનતા હતા કે બધા જ તારા બળતણ ખલાસ થઈ જતાં અંતમાં સંકોચાઈને શ્વેત વામન તારા બની જાય છે, પણ ચંદ્રશેખરે કહ્યું કે બધા જ તારા કાંઈ શ્વેત વામનમાં ફેરવાતા નથી. અત્યંત જટિલ ગણતરીઓ કરીને તેમણે સાબિત કર્યું કે જે તારાનું દ્રવ્યમાન આપણા સૂર્યના દ્રવ્યમાનથી આશરે સવા ગણું હોય છે, તે જ તારા અંતમાં શ્વેત વામન બની શકે છે; પરંતુ જે તારાનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાનથી લગભગ દોઢ ગણાથી વધુ હોય (1.5 અથવા ચોકસાઈથી કહીએ તો, 1.44 સૂર્યદળથી વધુ હોય), તેવા તારા જીવનવિકાસના અંતિમ તબક્કામાં શ્વેત વામન નહીં બને. બલકે આવા તારા હજુ અધિક સંકોચાતા જશે, અને છેવટે ક્યાં તો અતિસઘન ન્યૂટ્રૉન તારા બનશે કે પછી બ્લૅક હોલ કે કૃષ્ણ-વિવર (Black hole) એટલે કે ‘અર્દશ્ય તારા’ બની જશે. બ્લૅક હોલને શ્યામલ વેહ પણ કહી શકાય. 

આકાશમાં અબજો-ખર્વો સંખ્યામાં તારાઓ છે. આમાંથી ઘણા તારા આપણા સૂર્યથી અધિક મોટા છે, તો કોઈ ઘણા નાના પણ છે. ડૉ. ચંદ્રશેખરે તારાઓની ઉત્ક્રાન્તિ અંગે – તેમના જીવનક્રમ અંગે એક નવો વિચાર, એક નવો સિદ્ધાંત, રજૂ કર્યો.



ટૂંકમાં, ડૉ. ચંદ્રશેખરે ગણિતની ગણતરીઓ દ્વારા સિદ્ધ કર્યું કે જો તારાનું દ્રવ્યમાન સૂર્યના દ્રવ્યમાનથી આશરે 1.44 ગણાથી વધુ હોય, તો તેનુ સંકોચન શ્વેત વામનની અવસ્થાથી પણ આગળ ચાલુ રહેશે (સૂર્યથી 1.44 ગણા દ્રવ્યમાનને ‘ચંદ્રશેખર-સીમા’નું નામ આપવામાં આવ્યું છે.) જે તારામાં ચંદ્રશેખર-સીમાથી અધિક દ્રવ્ય હોય, તેવા તારા છેવટે અતિસઘન ન્યૂટ્રૉન તારા અથવા તો પછી બ્લૅક હોલ બની જશે.

ચંદ્રશેખરે આ અંગેનો શોધલેખ તૈયાર કરીને ઇંગ્લૅન્ડની રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીની જાન્યુઆરી, 1935ની એક બેઠકમાં રજૂ કર્યો. તે વખતે તેમની વય ચોવીસ વર્ષની હતી. તેમને આશા હતી કે પોતાની આ નવી શોધને વધાવી લેવાશે. પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમના ગુરુ સમા આર્થર એડિંગ્ટને જ તેનો જબ્બર વિરોધ કર્યો ! આવા સમર્થ ખગોળવિદે વિરોધ કર્યો એટલે પછીનાં ઘણાં વર્ષો સુધી તેમની આ શોધ અસ્વીકૃત રહી. પણ નાહિંમત થઈને બેસી રહેવાને બદલે તેમણે આ દરમિયાન પોતાની શોધને વિસ્તારીને તારાઓની સંરચના અને વિકાસને લગતું એક પુસ્તક લખ્યું. સન 1939માં પ્રસિદ્ધ થયેલા આ પુસ્તકનું નામ હતું ‘An Introduction to the Study of Stellar Structure’. પાછળથી, પંદર-વીસ વર્ષ બાદ, ચંદ્રશેખરની આ શોધને સ્વીકૃતિ મળી અને તેમનું આ પુસ્તક સમગ્ર વિજ્ઞાનઆલમમાં મશહૂર થયું. 

તારાઓની સંરચના અને વિકાસ સંબંધિત શોધ કરવા બદલ 1983માં તેમને ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ એનાયત થયું. 

આમ તેમણે કરેલી શોધનું લગભગ 50 વર્ષ બાદ ઉચિત સન્માન થયું ! આ સંબંધી એક વાત યાદ રાખવા જેવી એ છે કે ડૉ. ચંદ્રશેખરને આ નોબેલ પુરસ્કાર એ શોધ માટે મળ્યો કે જે તે સમયે (ઈ. સ. 1930–35) તેમણે કરી હતી જ્યારે તે ભારતીય નાગરિક હતા અને તત્કાલીન ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને ઇંગ્લૅન્ડમાં આગળ અભ્યાસ કરવા ગયા હતા.

સન 1936માં પહેલી વાર અમેરિકાની સફરે ગયા. પણ ત્યાં લાંબું ન રોકાતા તે જ વર્ષે સ્વદેશ પાછા ફર્યા અને પૂર્વ-પરિચિત યુવતી લલિતા સાથે 11 સપ્ટેમ્બરના રોજ લગ્ન કર્યાં. ભારતમાં તેમની સ્થાયી થવાની ઇચ્છા હોવા છતાં કોઈ યોગ્ય પદ ન મળ્યું. ઇંગ્લૅન્ડથી પણ મન ભરાઈ ગયું હતું એટલે ત્યાં જવાની પણ તેમની ઇચ્છા ન હતી.

 તે અરસામાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાંથી આમંત્રણ મળતાં ઈ. સ. 1936માં પત્ની સાથે ત્યાં ગયા. પહેલાં તો યર્કીઝ વેધશાળામાં જોડાયા અને પછી શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક નિમાયા. ત્યાંથી જીવનના અંતિમ દિવસ સુધી ડૉ. ચંદ્રશેખર અમેરિકામાં જ રહ્યા. 

ઑક્ટોબર, 1953માં પતિ-પત્ની અમેરિકાના નાગરિક બન્યાં હતાં.

ચંદ્રશેખરનું મૂળ સંશોધનક્ષેત્ર, મુખ્યત્વે તારાઓના બંધારણનો અભ્યાસ અને એમના ક્રમિક વિકાસ એટલે કે તારક ઉત્ક્રાંતિ (stellar evolution) સંબંધિત તથા તારાઓની અંદર ચાલતી ઊર્જાના સ્થાનાંતરની પ્રક્રિયાઓ(process of energy transfer)ના અભ્યાસને લગતું રહ્યું છે. તારક ઊર્જાના વિકિરણ (radiation of stellar energy) સંબંધિત એમનાં સંશોધનોએ તથા શ્વેત-વામન (white dwarf) તરીકે ઓળખાતા એક પ્રકારના તારાઓ અંગેના સૈદ્ધાંતિક સંશોધનોએ અને ખાસ તો, શ્વેત-વામન તારા બનવા માટેના દ્રવ્યની એમણે શોધી કાઢેલી મર્યાદાએ (જે તેમના માનમાં ‘ચંદ્રશેખર-સીમા’ તરીકે ઓળખાય છે) એમને વિશિષ્ટ ખ્યાતિ અપાવી છે.

ચંદ્રશેખરના સંશોધનની એક વિશિષ્ટતા એ રહી છે કે કોઈ પણ વિષયનો અભ્યાસ શરૂ કરે પછી તેમાં પૂરેપૂરા ઓતપ્રોત થઈ જાય અને છેવટે એ વિષય ઉપર પોતાના અભ્યાસનાં નવાં પરિણામો સમાવતું એક પુસ્તક લખીને અભ્યાસ પૂરો કરે. આ મુજબ તેમનાં સંશોધનોને જુદા જુદા સ્પષ્ટ સમયના ગાળામાં વહેંચી શકાય. જેમ કે, ઈ. સ. 1929થી 1939 દરમિયાન તેમણે તારક સંરચના (stellar structure) સંબંધિત સંશોધનોમાં શ્વેત વામન (white dwarfs) અંગેની થિયરી આવરી લીધી; અને ત્યારપછી 1939થી 1943 દરમિયાન તારક ગતિક (stellar dynamics) ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે પછી 1943થી 1950 વચ્ચેના સમયગાળામાં ‘Theory of radiative transfer’ અને ‘Quantum theory of the negative ion of hydrogen’ ઉપર સંશોધન કર્યું. 1950થી 1961 વચ્ચે તેમણે ‘Hydrodynamic’ અને ‘Hydromagnetic stability’ ઉપર કામ કર્યું. 1960ના દસકામાં ‘Equilibrium and stability of ellipsoidal figures of equilibrium’ તથા વ્યાપક સાપેક્ષવાદ (general theory of relativity) ઉપર પણ કામ કર્યું. તે પછી, 1971થી 1983ના સમયગાળામાં બ્લૅક હોલની ગાણિતિક થિયરી પર, અને આખરે, 1980ના દસકાના અંતમાં સંઘટ્ટની ગુરુત્વીય તરંગોના વાદ (theory of colliding gravitational waves) ઉપર સંશોધન કર્યું.

ચંદ્રશેખરના નામ સાથે ‘ચંદ્રશેખર-સીમા’ (મર્યાદા) ઉપરાંત, એક બીજી મર્યાદા સંકળાયેલી છે, જેને ‘ચંદ્રશેખર-શેનબર્ગ લિમિટ’ (Chandrasekhar-Schonberg limit) કહે છે. મુખ્ય ક્રમ (main sequence) તારાઓમાંના કેન્દ્ર ભાગમાંનો હાઇડ્રોજન, એમાંના મૂળ દ્રવ્યમાન કે દળ(mass)ના 10થી 15 % જેટલા હિલિયમમાં રૂપાંતર પામી ચૂક્યો હોય, ત્યારે મુખ્યત્વે હિલિયમનો બનેલો કેન્દ્રગર્ભ કે અંતર્ભાગ (helium core) સંકોચાવા લાગે છે અને તેની ફરતે વીંટળાયેલું મુખ્યત્વે હાઇડ્રોજનનું આવરણ (hydrogen envelope) ઝડપથી વિસ્તરણ પામે છે અને તારો લાલ-વિરાટ (red giant) પ્રકારના તારામાં રૂપાંતરિત થાય છે. કેન્દ્રસ્થ ગર્ભમાંના જથ્થાની ઉપરની મર્યાદાને ચંદ્રશેખરે, પોલૅન્ડના એરિખ શેનબર્ગની સાથે શોધી કાઢેલી હોવાથી તે બંનેના સંયુક્ત નામે તે ઓળખાય છે.

સંશોધન લેખો, પુસ્તકો લખવા ઉપરાંત 19 વર્ષ (1952થી 1971) સુધી ‘The Astrophysical Journal’ નામના પ્રસિદ્ધ વિજ્ઞાન સામયિકનું સંપાદન પણ કર્યું અને તેને નવી ઊંચાઈએ પહોંચાડ્યું. આ સામયિકમાં પણ તેમણે પ્રવાહી સ્ફટિક(liquid crystal)થી માંડીને વસ્તીવધારાની સમસ્યાઓ જેવા વિષયો ઉપર પણ તલસ્પર્શી લેખો લખ્યા.

તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે, જેમાં આગળ જેનો ઉલ્લેખ કર્યો તે ‘Introduction to the Study of Stellar Structure’ (1939) ઉપરાંત, ‘Principles of Stellar Dynamics’ (1942), ‘Radiative Transfer’ (1950), ‘Plasma Physics’ (1960), ‘Hydrodynamic and Hydromagnetic Stability’ (1961), ‘Ellipsoidal Figures of Equilibrium’ (1969), ‘The Mathematical Theory of Black Holes’ (1983), ‘Truth and Beauty’ (1987), કે પછી સામાન્ય વાચક માટે લોકભોગ્ય શૈલીમાં લખાયેલું ‘Newton’s Principia for the Common Reader’ (1995) વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ઘણાં બધાં પુસ્તકોની એકથી વધુ આવૃત્તિઓ થઈ છે અને રશિયન સહિત બીજી અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે.

ડૉ. ચંદ્રશેખર ટેલિસ્કોપનો ઉપયોગ કરનારા નહીં, પણ કાગળ-પેન્સિલવાળા ખગોળશાસ્ત્રી હતા. તેમની ગણના 20મી સદીના એક મહાન સૈદ્ધાંતિક ખગોળ-ભૌતિકવિદ તરીકે થાય છે. 1962માં ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીએ ‘રામાનુજન સ્વર્ણ-પદક’થી તેમને સંમાનિત કર્યા. ભારત સરકારે 1968માં તેમને ‘પદ્મ વિભૂષણ’થી અલંકૃત કર્યા. ભારત સહિત અનેક દેશોએ તેમનું સંમાન કર્યું. જેમ કે, 1944માં રૉયલ સોસાયટીએ પોતાના ફેલો બનાવ્યા. 1953માં રૉયલ ઍસ્ટ્રોનૉમિકલ સોસાયટીએ તેમને સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો. 1966માં અમેરિકાએ ‘નૅશનલ મૅડલ ઑફ સાયન્સ’ આપી તેમનું સંમાન કર્યું. 1983માં તેમને અમેરિકાના ખગોળભૌતિક વિજ્ઞાની વિલિયમ આલ્ફ્રેડ ફાઉલર સાથે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યો. 1984માં લંડનની રૉયલ સોસાયટીએ ‘કોપલે ચંદ્રક’ (Copley Medal) એનાયત કર્યો.

તેમના માનમાં નાસા(અમેરિકા)એ 23 જુલાઈ, 1999ના રોજ એક નવા પ્રકારનું ટેલિસ્કોપ અંતરિક્ષમાં પ્રક્ષેપિત કર્યું હતું. આ વિશાળ દૂરબીનને તેમનું નામ – ‘ચંદ્રા’ (ચંદ્રશેખરનું સંક્ષિપ્ત નામ) આપવામાં આવ્યું છે. બ્રહ્માંડમાં એક્સ-રેના (ક્ષ-કિરણોના) સ્રોતની શોધ કરવા માટે તેને તરતું મૂકવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપે સન 2002માં એકમેક સાથે ટકરાતા બે તારાવિશ્વોના મધ્યભાગમાં બે સક્રિય બ્લૅક હોલ આવેલા હોવાની શોધ કરી છે. આ ઉપરાંત તેણે બીજા પણ કેટલાક બ્લૅક હોલની શોધ કરી છે.

એક લઘુગ્રહને તેમના માનમાં ‘1958 ચંદ્ર’ નામ આપવામાં આવ્યું છે.

ચુંબકીય દ્રવગતિકી(magnetohydrodynamics)ની એક અગત્યની પરિમાણરહિત સંખ્યા(dimensionless number)ને તેમનું નામ (The Chandrasekhar number) આપવામાં આવ્યું છે.

ભારતે પણ હાલ લદ્દાખ ખાતે 4570 કિમી. ઊંચાઈ પર આવેલી વેધશાળાના મુખ્ય ટેલિસ્કોપને ડૉ. ચંદ્રશેખરના માનમાં ‘હિમાલય ચંદ્ર દૂરબીન’ નામ આપ્યું છે. ઑગસ્ટ 2001થી તે કાર્યરત છે. આટલી ઊઁચાઈએ ખગોળવિદો કાયમ રહી શકે નહીં, તેથી આ દૂરબીનનું સંચાલન સુદૂર બૅંગાલુરુ(બેંગલોર)થી થાય છે.


 તેઓ લંડનની રોયલ સોસાયટીના સભ્ય હતા. 

અતિ ભારે તારાની ઉત્ક્રાંતિના છેલ્લા તબક્કાની ચાવીરુપ શોધખોળ માટે તેમને વિલિયમ એ. 

ફાઉલરની સાથે સંયુકત રીતે ૧૯૮૩નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

ચંદ્રશેખર ૧૯૩૦નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીતનાર ભારતરત્ન સર ચંન્દ્રશેખર વેંકટ રામન(સી.વી.રામન)ના ભત્રીજા હતા. 

તેઓએ ૧૯૩૭થી માંડીને ૧૯૯૫માં તેમના મૃત્યુપર્યંત યુનિવર્સિટી ઓફ શિકાગોમાં વ્યાખ્યાતા પદે સેવાઓ આપી હતી.

ગુગલ દ્વારા તેમની 107મી જન્મજયતિએ ડુડલ બનાવવમાં આવ્યુ હતું.



सुब्रमण्यम चन्द्रशेखर के पुरस्कार और सम्मान
1- 1983 में वैज्ञानिक सुब्रमण्यम चन्द्रशेखर को तारों के सरंचना और विकास से संबंधित उनकी रिसर्च एवं अन्य योगदान के लिए भौतिकी में नोबेल पुरस्कार से नवाजा गया था.
2- साल 1968 में महान वैज्ञनिक सुब्रमण्यम को भारत सरकार द्वारा पद्म विभूषण से सम्मानित किया गया था.
3- सुब्रमण्यम चन्द्रशेखऱ जी को गणित में महत्वपूर्ण खोज के लिए कैंब्रिज विश्वविद्यालय ने एडम्स पुरस्कार से सम्मानित किया है.
4- साल 1961 में सुब्रमण्यम चन्द्रशेखर जी को भारतीय विज्ञान अकादमी ने रामानुजन पदक सम्मान से सम्मानित किया.
5- साल 1966 में सुब्रमण्यम को अमेरिका में राष्ट्रीय विज्ञान पदक से नवाजा गया.
6- साल 1952 में सुब्रमण्यम को ब्रूस पदक से सम्मानित किया गया.
7- साल 1971 में सुब्रमण्यम को नेशनल एकेडमी ऑफ साइंसेज द्वारा हेनरी ड्रेपर मेडल से सम्मानित किया गया था.
8- साल 1953 में रॉयल एस्ट्रोनॉमिकल सोसायटी के स्वर्ण पदक से नवाजा गया.
9- साल 1957 में सुब्रह्मण्यम को अमेरिकन अकादमी ऑफ आर्ट्स एंड साइंसेज के रमफोर्ड पुरस्कार से सम्मानित किया गया.
10- साल 1988 में सुब्रमण्यम चन्द्रशेखर को इंटरनेशनल अकादमी ऑफ़ साइंस के मानद फेलो पुरस्कार से नवाजा गया था.
11- साल 1971 में सुब्रमण्यम चन्द्रशेखऱ जी को नेशनल एकेडमी ऑफ साइंसेज द्वारा हेनरी ड्रेपर मेडल भी दिया गया था.

21 ઓગસ્ટ 1995ના રોજ અમેરિકાના શિકાગો ખાતે તેમનું અવશાન થયુ હતુ.



ભારતીય મૂળના મહાન વૈજ્ઞાનિક કે જેમણે ખગોળશાસ્ત્રની ઘણી શોધો વિશ્વને આપી છે તેવા ડો. સુબ્રમણ્યન ચંદ્રશેખરને શત શત નમન.