મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 April, 2021

હનુમાન જન્મોત્સવ

 હનુમાન જન્મોત્સવ 

ચૈત્ર સુદ પૂનમ


મનોજવં મારુતતુલ્ય વેગં જિતેન્દ્રિયં બુધ્ધિમત્તાં વરિષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે ।।

(જે મન જેટલું તીવ્ર અને પવન જેટલો વેગવાન છે, જે જીતેંદ્રીય છે અને જેમણે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી છે, જે બુદ્ધિમાન છે, વિદ્યા અને બુદ્ધીમાં શ્રેષ્ઠ છે, જે પવન દેવના પુત્ર છે અને વાનરોમાં શ્રેષ્ઠ છે. શ્રી રામજીના દૂત (શ્રી બજરંગબલી હનુમાનજી)ની હું શરણ લઉં છું)

આજે હનુમાન જયંતી છે. હનુમાનજી મહારાજ એ દેવોના પણ દેવ એવા ભગવાન શિવના 11માં રૂદ્ર અવતાર છે. અર્થાત હનુમાનજી મહારાજ એ ભગવાન શિવનો જ અવતાર છે. ત્યારે આજના હનુમાન જયંતીએ હનુમાનજી વિશેની માહીતી મેળવીએ અને  આવનારી આપણી નવી પેઢીને જણાવીએ.

દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી ઉજવાય છે.

હનુમાન જયંતીને લઈને એક કથા પ્રચલીત છે. એકવાર મહાન ઋષી અંગિરા સ્વર્ગના માલિક ઈન્દ્રને મળવા માટે સ્વર્ગમાં ગયા હતા અને ત્યારે તેમનું સ્વાગત સ્વર્ગની અપ્સરા પુંજીક્ષ્થલાના નૃત્ય સાથે કરવામાં આવ્યું હતું. જો કે અંગિરા ઋષીને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નહોતો અને તેમણે તે જ સ્થાન પર અને તે જ સમયે તેમના પ્રભુનું ધ્યાન ધરવાનું શરૂ કરી દીધું. નૃત્યના અંતમાં ઈન્દ્રએ તેમને નૃત્યના પ્રદર્શન અંગે પૂછ્યું. સંતે જણાવ્યું કે હું મારા પ્રભુના ધ્યાનમાં મગ્ન હતો કારણ કે મને આ પ્રકારના નૃત્યમાં કોઈ રસ નથી. ઋષી અંગિરાનો આ જવાબ ઈન્દ્ર અને અપ્સરા બંન્ને માટે શરમજનક બાબત હતી. અપ્સરાના આ નૃત્યએ સંતને નીરાશ કર્યા અને ત્યારે ઋષિ અંગિરાએ શ્રાપ આપ્યો કે તમે પર્વતીય ક્ષેત્રના જંગલોમાં માદા બંદર સ્વરૂપે જન્મ લેશો.

અપ્સરાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ઋષિ પાસે ક્ષમા યાચના માંગી. ત્યારે ઋષિને દયા આવી અને તેમણે આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાનના એક મહાન ભક્તનો જન્મ થશે અને તે સદાય પરમાત્માની સેવા કરશે. ત્યાર બાદ તે અપ્સરા “કુંજાર” કે જેઓ પૃથ્વી પરના તમામ વાનરોના રાજા છે તેમની દિકરી સ્વરૂપે જન્મી, અને આ દિકરી મોટી થતા જ તેમના વિવાહ “સુમેરૂ પર્વતના” રાજા “કેસરી” સાથે થયા. અને તેમણે પાંચ દિવ્ય તત્વો જેવાકે “ઋષી અંગીરાનો શ્રાપ અને આશીર્વાદ”, “પૂજા”, “ભગવાન શિવના આશિર્વાદ”, “વાયુદેવના આશીર્વાદ”, અને “પુત્રશ્રેષ્ઠી યજ્ઞથી” “હનુમાન”ને જન્મ આપ્યો.

 ભગવાન “શિવે” પૃથ્વી પર મનુષ્ય સ્વરૂપે પોતાના “11માં રૂદ્ર” અવતારમાં “હનુમાનજી” મહારાજ બનીને જન્મ લીધો કારણ કે તેઓ પોતાના વાસ્તવિક રૂપમાં ભગવાન “શ્રીરામ”ની સેવા નહોતા કરી શકતા.

શાસ્ત્રનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે. તેથી જ રામાયણમાં રામભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ બિરાજમાન દેખાય છે.


હનુમાન કપિરાજ પવન (કેસરી)  અને અંજનીના પુત્ર હતા જે મારુતિ નામથી ઓળખાય છે.

હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા. તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો. આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતાં. વાલ્મિકી રામાયણ મુજબ કેસરી હનુમાનજીના પિતા હતા. તે સુમેરૂ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા. અંજનાએ સંતાનપ્રાપ્તિ માટે 12 વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળસ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો.

 

એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યાં અને સૂર્યને ફળ સમજીને ખાવા દોડ્યાં. એ જ દિવસે રાહૂ પણ સૂર્યે પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો. જો કે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠાં. એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેનાથી એમની હડપચી પર વાગ્યું. તેમજ હડપચી થોડી વાંકી થઇ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું.


બાળપણમાં શ્રી હનુમાનજી ચંચળ અને નટખટ સ્વભાવના હતા. 

હાથીની શક્તિ માપવા હાથીને પકડતા અને ઊંચકી એમની શક્તિનું પ્રદર્શન કરતા. મોટામોટા વૃક્ષોને પણ જડમૂળમાંથી ઉખાડી ફેંકતા એવી અતુટ શક્તિ એમનામાં હતી. એવું કોઈ શિખર ન હતું કે જેના ઉપર શ્રી હનુમાનજીએ છલાંગ ન મારી હોય.

કોઈકવાર ઋષિમુનિઓના આશ્રમમાં પહોંચી જતા અને નાદાન અટકચાળા કરતા કે જેનાથી ઋષિમુનિઓની તપસ્યા અને વ્રતમાં ભંગ પડતો. ઋષિમુનિઓના કમંડળ, આસન વગેરે ઝાડ પર લટકાવી દેતા, આમ અનેક અડચણો ઉભી કરતા. આયુ વધતાની સાથે શ્રી હનુમાનજીની નટખટતા પણ વધતી ગઈ તેથી તેમના માતા-પિતા પણ ચિંતિત થયા. ત્યાર પછી તેઓ ઋષિ પાસે પહોંચ્યા અને ઋષિઓને હનુમાનજીની ગાથા તેઓને સંભળાવી, ત્યારે વાનરરાજ કેસરીએ કહ્યું કે અમને આ બાળક કઠોર તપના પ્રભાવથી પ્રાપ્ત થયો છે. આપ એના પર અનુગ્રહ કરો એવી કૃપા કરો કે જેનાથી એમની આ નટખટતામાં પરિવર્તન થાય. ઋષિઓએ વિચાર્યું કે જો શ્રી હનુમાનજી એમનું બળ ભૂલી જાય તો આવા તોફાન નહીં કરે અને એમનું હિત પણ એમાં જ સમાયેલું છે. ઋષિઓ જાણતા હતા કે આ બાળક શ્રી રામના કાર્ય માટે જનમ્યો છે અને એમનું સંસ્કારી બળ વધુ કરવાની જરુર છે. આમ વિચારીને ભૃગુ અને અંગિરાના વંશમાં ઉત્પન્ન થયેલા ઋષિમુનિઓએ શ્રી હનુમાનજીને શ્રાપ આપ્યો કે વાનરવીર તને તારા બળનું અને તેજનું ધ્યાન નહીં રહે અને જ્યારે કોઈ તારી કીર્તિ અને બળનું સ્મરણ કરાવશે ત્યારે તારું બળ વધશે. આવા શ્રાપથી શ્રી હનુમાનજીનું બળ અને તેજ ઓછું થઈ ગયું અને એ સૌમ્ય સ્વભાવના થઈ ગયા. આથી, ઋષિઓ પણ પ્રસન્ન થયા.


સુગ્રીવ વાલીના ભયથી મતંગ ઋષિના આશ્રમ પાસે જતા રહ્યા. ત્યાં ઋષિના શ્રાપના કારણે વાલી આવી શકતા ન હતા. સુગ્રીવ અને શ્રી હનુમાનજી વાનરસેના સાથે નિવાસ કરતા હતા ત્યારે સીતાજીની શોધમાં ફરતાં ફરતાં શ્રી રામ અને લક્ષ્મણ ત્યાં આવી પહોંચ્યા. સીતાજી કે જેમને રાવણ છલથી હરણ કરી પોતાની લંકામાં લઈ ગયો હતો અને ત્યાં તેમને કેદ કરેલા હતા.

શ્રી રામ-લક્ષ્મણને ઋષિમૂક પર્વત તરફ આવતા જોઈ સુગ્રીવને ચિંતા થવા લાગી કે વાલીએ મારવા માટે બે તેજસ્વી વીરોને મોકલ્યા લાગે છે. તો સુગ્રીવે વ્યાકુળ થઈને શ્રી હનુમાનજીને તપાસ કરવા માટે મોકલ્યાં. શ્રી હનુમાનજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને શ્રી રામ-લક્ષ્મણની નજીક ગયા.


સીતામાતાની શોધનું  કાર્ય  હનુમાનજીએ સ્વીકાર્યું તો ખરું પણ તે હજી પણ બાળપણમાં મળેલા ઋષિના શ્રાપમાંથી મુક્ત થયા ન હતા. તેથી તેમની શક્તિઓ સીમિત હતી. જ્યારે દરિયા કિનારે હનુમાનજી ચિંતિત અવસ્થામાં વિચારતા હતા કે આ કાર્ય હું કઈ રીતે પાર પાડીશ. ત્યારે વાનરસેનાના વિદ્વાન એવા શ્રી જાંબુવને શ્રી હનુમાનજીને એમની બધી શક્તિઓનું સ્મરણ કરાવ્યું અને શ્રાપના નિયમ મુજબ જો તેમને તેમની શક્તિઓનું કોઈક સ્મરણ કરાવે તો તેઓ તમામ શક્તિઓ પાછી મેળવી શકશે, તે મુજબ એમની બધી શક્તિઓ પાછી મળી. શક્તિ પાછી મેળવતા જ મહાવીર એવા શ્રી હનુમાનજીએ ભવ્ય વિરાટ સ્વરુપ ધારણ કર્યું. સમસ્ત વાનરસેના શ્રી હનુમાનજીનું આ સ્વરુપ જોઈને દંગ જ રહી ગઈ. વાનરસેનાએ શ્રી હનુમાનજીને નમન કર્યા અને “જય શ્રી રામ” અને “જય હનુમાન”ના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજાવ્યુ.


હનુમાનજીને આંકડાનો હાર, સીંદુર, તેલ ચઢાવવાનો મહિમા છે.


રામાયણમાં રામે સીતાની શોધનું કપરું કાર્ય હનુમાનને સોંપ્‍યું હતું તે તેમણે બખૂબી નિભાવ્‍યું હતું. રામને હનુમાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ જ્યારે રાવણનાં ભાઈ વિભીષણનો સ્‍વીકાર કરવો કે ન કરવો તે ગડમથલમાં પડેલા રામે સુગ્રીવનાં અભિપ્રાયને ઉવેખીને પણ હનુમાનજીના મંતવ્‍યનો સ્‍વીકાર કરેલો. કારણ કે રામ હનુમાનને માત્ર એક ભકત તરીકે જ નહોતા નિહાળતા તેનામાં રહેલ માણસને પારખવાની અદભુત શકિતને પણ સમજતા હતા. 


હનુમાને સીતાને અશોક વાટીકામાં આત્‍મહત્‍યાનાં માર્ગે જતા અટકાવ્‍યા હતા. તેઓ માત્ર એક વિદ્વાન જ નહિ, એક વીર સૈનિક પણ હતા. તેમનામાં કોઇપણ કાર્ય બુધ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હતી. તેથી તેઓએ એકલે હાથે રાવણની આખી લંકા સળગાવી નાખી હતી. 


રામના કોઈ પણ મહત્‍વનાં કાર્યો કે કટોકટીની ક્ષણોમાં હનુમાન હંમેશા સાથે હતા. ઇન્દ્રજીતના બાણથી મરણશૈયા ઉપર પડેલા લક્ષ્મણને ઔષધી લાવીને હનુમાને બચાવેલા. રાવણનો યુધ્‍ધમાં નાશ થયો તે સમાચાર સીતાને આપ‍વા રામ હનુમાનને મોકલે છે.


સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજીની સ્થાપનાનું ખાસ મહત્ત્વ છે અને સ્વામિનારાયણ મંદિર હોય ત્યાં હનુમાનજીની સ્થાપના અચૂક કરવામાં આવે છે.


શ્રીહનુમાનજી એટલે વીર પ્રાજ્ઞ, રાજનીતિમાં નિપુણ મુત્સદી.  હનુમાન એટલે વકતૃત્વકળામાં નિપૂણ. હનુમાનજી બુદ્ધિ, રાજનીતિ, માનસશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન સાહિત્ય વગેરે સર્વગુણોથી સં૫ન્ન છે. 


હનુમાનજીના ઉપનયન સંસ્કાર થયા. ભગવાનશ્રી સૂર્યનારાયણને ગુરુ બનાવ્યા. સમસ્ત વેદશાસ્ત્ર, ઉપશાસ્ત્ર સવિધિ શિક્ષાપ્રાપ્ત કરી અને શ્રી સૂર્યનારાયણ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરતાં કરતાં શ્રી હનુમાનજીએ હર હંમેશ શ્રી રામનામ અને એમનું સ્મરણ કર્યે રાખ્યું.


રામાયણ કથા અનુસાર જ્યારે બજરંગ બલીને સમુદ્ર કૂદીને સીતા માતા શોધ ખરવાની હતી ત્યારે વચ્ચે સુરસા નામની રાક્ષસીએ તેમને રોક્યા હતા અને તેમને ગળી જવાની જીદ કરી હતી. હનુમાનજીના મનાવવા છતાં તે ન માની ત્યારે હનુમાનજીએ નાનું સ્વરૂપ ધારણ કરી તેમની આજ્ઞાનું પાલન કર્યું અને તેમના મુખમાં પ્રવેશ મેળવી લીધો. તે તેના મોંમાં ફરીને બહાર નીકળી ગયા. આમ રાક્ષસીની જીદ પણ પૂરી થઈ અને હનુમાનજી લંકા પણ પહોંચી ગયા.


બજરંગબલી લંકા પહોંચ્યા ત્યારે લંકિની નામની રાક્ષસીએ તેમનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે રાત હતી અને લંકામાં પ્રવેશ કરવાનો શ્રેષ્ઠ મોકો હતો. દિવસમાં પ્રવેશ મુશ્કેલ હતો અને રાત્રે લંકિની તેમને પ્રવેશવા દેતી નહતી. આવામાં હનુમાનજીએ બળપ્રયોગ કર્યો હતો


તેમનો મકરધ્વજ નામે એક (પરોક્ષ) પુત્ર હતો.


હનુમાન ચાલીસાનું નિર્માણ ગોસ્વામી તુલસીદાસે કર્યુ હતું.


વેદવ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, પરશુરામ, બલિરાજા, વિભિષણ અને હનુમાનજી એ સાત ચિરંજીવી કહેવાય છે, જેમા હનુમાનજી સતયુગમા રુદ્રાવતાર સ્વરુપે હતા, ત્રેતાયુગમાં રામના સેવક હતા, દ્વાપર યુગમાં મહાભારતમાં અર્જુનનારથની ધજા પર બિરાજમાન હતા, અને કળીયુગમાં જ્યા રામકથા થાય ત્યા હનુમાનજી હોય આમ ચારેય યુગમાં હનુમાનજીનો મહિમા જોવા મળે છે.



ગુજરાતમાં સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર હનુમાનજી મંદિર છે. જે કષ્ટભંજન દેવ, હનુમાનજી તરીકે પણ જાણીતું છે.

જ્યાં હનુમાનજીની 54 ફુટ ઉંચી પ્રતિમા આવેલ છે. જેને " કિંગ ઓફ સાળંગપુર" નામ આપવામાં આવેલ છે.


" કિંગ ઓફ સાળંગપુર" વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.








જામનગરમાં આવેલ બાલા હનુમાનજી મંદીરે સતત 56 વર્ષોથી અખંડ રામધૂન શરુ છે, ગુજરાતમાં ધરતીકંપ આવ્યો ત્યારે પણ આ રામધૂન બંધ રહી નથી.


વીરા અભય અંજનેય હનુમાન સ્વામી, આંધ્રપ્રદેશ (ઉંચાઇ 135 ફૂટ)


108 ફુટ ઉંચી હનુમાન પ્રતિમા શિમલામાં 


હનુમાન જન્મ સ્થળે કર્ણાટકના ક્રિષ્કિંધામાં બનશે દાદાની ર૧પ મીટર ઉંચી પ્રતિમા



શ્રી સંકટ મોચન હનુમાન, દિલ્હી.(ઉંચાઇ 108 ફૂટ)



હનુમાનજીના નામો

  •  પવનપુત્ર 
  • અંજનીપુત્ર,
  •  રામભક્ત 
  • મહાવીર, 
  • મારુતિ
  • બજરંગબલી
  • સંકટમોચન

દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલિસાના પાઠ કરવા જોઇએ.
હનુમાન ચાલિસા સંત તુલસીદાસે લખેલ છે જેમા 40 ચોપાઇ છે, કુલ 418 શબ્દો છે, તેમા હનુમાનજીના 108 નામનો ઉલ્લેખ છે, તેમા 10 વાર રામનું નામ આવે છે, દરેક ચોપાઇ એક મંત્ર છે.

પંચમુખી હનુમાન


રામાયણના પ્રસંગ  અનુસાર એકવાર અહિરાવણ અને મહિરાવણે  રામ -લક્ષ્મણને પોતાની માયાથી અપહરણ કરી લીધા અને  તેઓ  બંને ને પાતાળ લોક લઇ ગયો. જયારે સંકટ મોચન હનુમાન ને આ ખબર પડી તો તે પણ ત્યાં પહોંચી ગયા. દ્વાર પર હનુમાન અને તેમના પુત્ર મકરધ્વજ સાથે યુદ્ધ થયું. એમણે એ યુદ્ધમાં હરાવી દીધા. અંદર જવા પર એમણે જોયું કે અહિરાવણ એમની કુળમાતાની આગળ રામ અને લક્ષ્મણની બલી આપવાના હતા. પાંચ દિશાઓ માં પાંચ દીપક પ્રગટી રહ્યા હતા. જો આ એક સાથે ઓલવાઈ જાય ત્યારે અહિરાવણ કમજોર થઇ શકતો હતો. ત્યારે મહાબલી હનુમાન એ પંચરૂપ ધારણ કર્યું. હનુમાનના આ પંચરૂપ ના દરેક મુખ એ દરેક દિશા માં એક સાથે દીપક ઓલવી નાખ્યા. ત્યારે અહિરાવણ કમજોર થઇ ગયો અને હનુમાન એ એનું વધ કરી દીધું. આ પાંચ રુપોમાં નૃસિહ રુપ, વરાહ રુપ, અશ્વ રુપ, હનુમાન રુપ અને ગરુડ રુપ હતું.

હનુમાન ચાલીસાની વિશેષ ફળદાયી ચોપાઈઓ

कवन सो काज कठिन जग माहि, जो नहीं होत तात तुम पाहि । અર્થાત વિશ્વમાં કોઈ એવું કઠીન કાર્ય નથી કે જે હનુમાનજી મહારાજ ન કરી શકે.

હનુમાનજીની પૂજા અર્ચના અને ભક્તિ કરવાથી अतुलीत बल धामम અર્થાત અતુલીત બળની પ્રાપ્તિ થાય છે.

તો આ સીવાય હનુમાન ચાલીસામાં તો ત્યાં સુધી કીધું કે भूत पीशाच निकट नही आवे, महाबीर जब नाम सुनावे અર્થાત હનુમાજીની ભક્તિ કરનાર ભક્તને ક્યારેય ડાકીની, શાકીની કે ભૂત-પીશાચનો ડર રહેતો નથી.

नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा અર્થાત જે વ્યક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરે છે તેને રોગ નડતા નથી અને જો કોઈ રોગ થયા હોય અને તે સમયે આ ચોપાઈની નિત્ય એક માળા કરવામાં આવે તો તે રોગમાંથી મુક્તિ મળે છે.

ओर मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे અર્થાત જે વ્યક્તિ પર હનુમાનજી મહારાજની કૃપા હોય તે કોઈપણ અભિલાષા કરે તો તેને એવું ફળ પ્રાપ્ત થાય છે કે જેની જીવનમાં કોઈ સીમા નથી હોતી.

अष्ट सिद्धि नव निधि के दाता, अस बर दीन जानकी माता અર્થાત હનુમાનજી મહારાજને માતા સીતા પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે કે તેઓ કોઈપણ ભક્તને આંઠ પ્રકારની સીદ્ધીઓ અને નવ પ્રકારની નિધિઓ પ્રદાન કરી શકે છે. કિરીટ, કેયુર, નપુર, ચક્ર, રથ, મણી, ભાર્યા, ગજ અને પદ્મ વગેરે નવ નિધિઓ છે. કુબેર પાસે પણ નવ નિધિઓ હતી, પરંતુ તે આ નિધિઓને કોઈને આપવામાં અસમર્થ હતા, પરંતુ માતા સીતાના આશીર્વાદથી હનુમાનજી તે બધાને આપી શકે છે

तुम्हरे भजन रामको पावे, जनम जनम के दुख बिसरावे અર્થાત હે હનુમાનજી મહારાજ આપનું ભજન કિર્તન કરવાથી ભગવાન શ્રીરામજી પ્રાપ્ત થાય છે અને ભક્તના જન્મ જન્માંતરના દુઃખો દૂર થઈ જાય છે.

શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગ વંદન – એટલે કે ભગવાન શંકરના પુત્ર કેસરી નંદન અત્યંત તેજવાન અને પ્રતાપી, જેને આખું વિશ્વ વંદન કરે છે. ભગવાન શિવના અવતાર હોવા સાથે સાથે હનુમાનજી પવન દેવના પુત્ર પણ માનવામાં આવે છે અને વાનરોના રાજા કેસરીના પુત્ર હોવાથી કેસરી નંદન અને અંજની પુત્ર એટલે કે અંજના માતાના પુત્ર પણ છે.


ચારોં જુગ પરતાપ તુમ્હારા હૈ પ્રસિદ્ધ જગત ઉજીયારા : એ રીતે હનુમાનજી નો પ્રતાપ ચારે યુગો અને દશે દિશાઓમાં ફેલાયેલી છે. તે બજરંગબલીનો મહિમા હતો કે તેમણે સ્વર્ણ નગરી લંકાને સળગાવી દીધી હતી પરંતુ તેના મિત્ર શનિદેવથી સોનાની લંકા કાળી પડી ગઈ હતી.


આજના પાવન દિવસે હનુમાનજીને યાદ કરીએ 
અને બની શકે તો એક્વાર હનુમાન ચાલીસાનું પઠન કરીએ.

25 April, 2021

વિશ્વ મેલેરિયા દિવસ ((World Malaria Day)

 વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day)

25 એપ્રિલ



વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 25 એપ્રિલને 'વિશ્વ મેલેરિયા દિવસ' જાહેર કરાયેલો છે, 

વિશ્વ આરોગ્ય  સંસ્થા દ્વારા ૨૦૦૮ થી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૨૫ એપ્રિલ ૨૦૦૦ નાં રોજ ૪૪ આફ્રિકન દેશોના વડાઓએ મેલેરિયાની નાબૂદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રિલ આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરુ કરાવ્યું હતું. બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિ વર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫ થી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ઝીરો મેલેરીયા સ્ટાર્ટ વીથ મી’ (મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી) નકકી કરવામાં આવેલ છે.

ભારત સરકાર દ્વારા 2030 સુધી અને રાજ્ય સરકાર દ્વારા 2022 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે  આ માટે 11 ફેબ્રુઆરી, 2016ના રોજ નેશનલ ફ્રેમવર્ક ફોર મલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ 2016-20 લોન્ચ થયો.

મેલેરિયાના લક્ષણો

  • સખત તાવ આવવો
  • પરસેવો થવો
  • ધ્રુજારી સાથે ઠંડી લાગવી
  • માથુ દુખવું
  • શરીર દુખવું
  • થાક લાગવો
  • ઉબકા આવવા
  • ઉલટી થવી
  • ડાયેરિયા થવો

મેલેરિયાથી બચવા આટલું કરો.
  •   હંમેશ સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો
  • જો વધારે મચ્છર આવતા હોય તો ઘરની બારીઓ ઉપર નેટ લગાવીએ. સાંજના સમયે મચ્છરોની ઘરમાં પ્રવેશવાની શક્યતા વધારે છે
  • સ્વચ્છ ભારત મિશનમાં આટલું તો યોગદાન આપીજ શકાય કે… કમસે કમ આપણે તો ગંદકી ન જ ફેલાવીએ
  • ઘરમાં તથા ઘરની આસપાસ મચ્છરોની ઉત્પતી થઇ શકે તેવી જગ્યાને શક્ય હોય તેટલી સ્વચ્છ રાખીએ તથા દવાનો છંટકાવ કરીએ.
  • તાવ કે મેલેરીયાના કોઇ પણ લક્ષણો જણાય તો બેકાળજી ન રાખતા તાત્કાલીક એમ.બી.બી.એસ. અથવા એમ.ડી. ડોક્ટરની સલાહ લઇએ



બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસે 20 ઓગસ્ટ 1897માં કલકત્તા (હાલ કોલકાતા)ના પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં માણસોમાં મલેરિયાની ઓળખ કરી હતી. ડૉ. રોનાલ્ડ રોસે મચ્છરનાં આંતરડાંમાં મલેરિયાના રોગાણુઓની ઓળખ કરી પુરવાર કર્યું હતું કે મચ્છર મલેરિયાના વાહક છે. મલેરિયાની શોધ માટે વર્ષ 1902માં તેમને નોબલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે વર્ષ 1897માં પુરવાર કર્યું હતું કે માણસોમાં મલેરિયા માટે મચ્છર જવાબદાર છે.





કયા મચ્છરથી કઈ બીમારી?
એડીઝ: ચિકનગુનિયા, ડેન્ગ્યુ, તાવ, લિમ્ફેટિક ફાઈલેરિયા, ઝીકા
એનોફિલીઝ: મલેરિયા, લિમ્ફેટિક ફાઈલેરિયા(આફ્રિકામાં)
ક્યૂલેક્સ: જાપાની ઇન્સેફેલાઈટીસ, લિમ્ફેટિક ફાઈલેરિયા, વેસ્ટ નાઈલ ફીવર

2019માં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની થીમ 'ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી' એટલે કે 'મેલેરિયાના અંતની શરૂઆત તમારા પ્રયત્નોથી' નક્કી કરાઈ છે. 

મહાવીર સ્વામી જયંતિ

 મહાવીર સ્વામી જયંતિ


આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ  છે. 

દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી (તેરસ)  તિથિ પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે

ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો

 તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું.

પુત્ર યુવાન થયો એટલે વસંતપુરના રાજા સમરવીર અને રાણી પદ્માવતીની દિકરી યશોદા સાથે તેમના લગ્ન થયા, વર્ધમાનની લગ્ન કરવાની ઇચ્છા ના હતી પણ માતાના આગ્રહને કારણે તેમણે લગ્ન કર્યા. ગૃહસ્થ જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો જેનું નામ પ્રિયદર્શીની હતું.

એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી.  આથી તેમને વર્ધમાન પણ કહે છે.


ભગવાન મહાવીરને વીર, વર્ધમાન, આત્વીર અને સનમતીના નામથી પણ ઓળખવામાં આવે છે

ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને છેલ્લા તીર્થંકર હતા. .

30 વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભુતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને 12 વર્ષ સંયમી જીવન ગાળ્યું અને તપસ્યા કરી.

 તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી હતી, જેના કારણે તેમને જિન નામ પણ આપવામાં આવ્યું હતું.

તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દ્રમ્યાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આદ્યાત્મીક સફરના આ તેઅમના સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.

મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં; અમીર - ગરીબ, સ્ત્રીઓ - પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં સાધુસાધ્વીશ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.

ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન ભારતમાં સૌથી વધુ જૈન ધર્મનો ફેલાવો થયો હતો.

સૌરાષ્ટ્રમાં ગીરનાર, બિહારમાં પારસનાથ અને રાજગૃહ, રાજસ્થાનમાં દેલવાડાના મંદિર, મૈસુરમાં ગૌતમેશ્વર બાહુબલિ જેવા મુખ્ય જૈન તીર્થસ્થાનો છે.

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણામાં સૌથી વધુ જૈન મંદિરો આવેલ છે.અહીં લગભણ આરસમાં કોરણી ધરવતા ૮૬૩ મંદિરો છે અહીંનું મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. શ્વેતાંબર મૂર્તિપૂજકો માટે આ સૌથી પવિત્ર સ્થળ છે

મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.

૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભ્ગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો

મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ-૧ રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં - 'વર્ધમાનચરિત્ર- અસાગ દ્વારા લખાયું.

તેમણે જૈન સમુદાયાના અનુયાયીઓ માટે પાંચ સિદ્ધાંત કે 5 પ્રતિજ્ઞા બતાવી છે જે નીચે મુજબ છે.

અહિંસા: બધા જીવના જીવનું રક્ષણ કરો. કોઈએ હિંસા ન કરવી જોઈએ. જો તમને કોઈ પ્રત્યે હિંસાની લાગણી હોય અથવા એવું લાગે છે, તે પણ એક પ્રકારની હિંસા છે. હિંસાને કારણે તમે હંમેશાં ટેંશનમાં રહેશો. અહિંસાની ભાવના તમને આંતરિક શાંતિ આપશે.

સત્ય: પરિસ્થિતિ ગમે તે હોઈ શકે તે હંમેશાં સાચું બોલો.

અસ્તેયા: ચોરી ન કરો. અને આવા કર્મોથી બચો.

બ્રહ્મચર્ય: વ્યભિચાર ન કરો, એટલે કે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. બ્રહ્મચર્યનુ પાલન કરવાથી વ્યક્તિને દર્શન, જ્ઞાન, તપસ્યા, ઉત્તમ ચરિત્ર, સંયમ અને વિનય જેવા ગુણો ગુણો પ્રાપ્ત થાય છે. જેઓ મહિલાઓ સાથે સંબંધ નથી રાખતા તેઓ મોક્ષ તરફ જાય છે.

અપરિગ્રહ: પરિગ્રહ એટલે આસક્તિ. જરૂરિયાતથી વધુ વસ્તુઓ એકત્રિત કરશો નહીં. વધુ વસ્તુઓનો સંગ્રહ કરવાથી તનાવ થાય છે. અપરિગ્રહથી તમે તનાવથી મુક્ત રહેશો. વસ્તુઓ ખોવાય ત્યારે તેના પ્રત્યેનો મોહ તમારા દુખનુ કારણ બને છે, તેથી અપરિગ્રહના સિદ્ધાંતનુ પાલન કરો.

અનેકાંતવાદ અને સ્યાદવાદના સિદ્ધાંતને અપનાવ્યા સિવાય આ નિયમોને પૂર્ણ રીતે પાળી શકાતાં નથી. સાધુ અને સાધ્વીજીઓ ને કઠોરતા પૂર્વક આ નિયમો પાળવાના હોય છે જ્યારે અન્ય લોકો માટે તે શક્ય તેટલા પાળવાના હોય છે

ભગવાન મહાવીરે પોતાના પ્રવચનોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર સૌથી વધારે જોર આપ્યું. ત્યાગ અને સંયમ, પ્રેમ અને કરૂણા, શીલ અને સદાચાર જ તેમના પ્રવચનોનો સાર હતો. દેશની અંદર જુદા જુદા સ્થળોએ પરિભ્રમણ કરીને તેમને પોતાનો પવિત્ર સંદેશ ફેલાવ્યો.

પ્રસંગ

મહાવીર સ્વામી જંગલમાં ધ્યાન કરી રહ્યા હતાં. ત્યાં થોડા ગોવાળિયાઓ પોતાની ગાયોને ચરાવવા માટે પહોંચ્યાં. ગોવાળિયાઓએ સંતને ધ્યાન કરતા જોયાં. તેઓ બધા મહાવીર સ્વામીને ઓળખતા હતા નહીં. અશિક્ષિત હતાં. બધા ગોવાળિયાઓએ સ્વામીજી સાથે મજાક-મસ્તી કરવાનું શરૂ કરી દીધું.

સ્વામીજી પોતાના ધ્યાનમાં હતાં. ગોવાળિયાઓની વાતોનો તેમના ઉપર કોઈ અસર થયો નહીં તો તેમણે સ્વામીજીને વધારે હેરાન કરવાનું શરૂ કરી દીધું. થોડા સમયમાં જ પાસેના ગામમાં આ વાત ફેલાઈ ગઈ.

ગામમાં થોડા વિદ્વાન પણ રહેતાં હતાં જે મહાવીર સ્વામીને ઓળખતા હતાં. તે બધા જ તરત આ જગ્યાએ પહોંચી ગયાં, જ્યાં સ્વામીજી ધ્યાન કરી રહ્યાં હતાં. થોડીવારમાં ત્યાં ગામના લોકોની ભીડ એકઠી થઇ ગઇ. ભીડનો અવાજ સાંભળીને સ્વામીજીએ પોતાની આંખ ખોલી.

ગામના વિદ્વાનોએ ગોવાળિયાઓની ભૂલ માટે માફી માગી. ગામના લોકોએ સ્વામીજી માટે ત્યાં એક મોટો રૂમ બનાવવાની વાત કહી. જેનાથી તેમની સાધનામાં કોઈ પરેશાની ન આવે.

મહાવીર સ્વામીએ બધાની વાતો સાંભળી. તેમણે કહ્યું કે આ ગોવાળિયાઓ પણ મારા પોતાના જ છે. નાના-નાના બાળકો પોતાના માતા-પિતાને મારે છે, તેમને હેરાન કરે છે પરંતુ માતા-પિતા બાળકોથી નિરાશ થતાં નથી. હું પણ આ ગોવાળિયાઓથી નિરાશ નથી.

તમે મારા માટે રૂમ બનાવશો નહીં. આ ધન ગરીબોના કલ્યાણમાં ખર્ચ કરો. આ પ્રસંગનો બોધપાઠ એ છે કે જો કોઇ વ્યક્તિથી જાણ્યે-અજાણ્યે કોઇ ભૂલ થઇ જાય છે ત્યારે તે વ્યક્તિને તરત માફ કરી દેવો જોઇએ. જો કોઇ પરેશાન પણ કરે તો ગુસ્સો કરવો જોઇએ નહીં. ધૈર્ય જાળવી રાખો અને તે લોકોને માફ કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. જો આપણે પણ ગુસ્સો કરવા લાગીશું તો વાત બગડી જશે અને અન્ય સાથે પણ આપણે અશાંત થઇ જઇશું.


જૈન ધર્મ વિશે વિસ્તૃત માહીતી મેળવવા અહી ક્લિક કરો.


ભારતમાં આવેલ જોવાલાયક જૈન મંદિરો

દેલવાડા- રાજસ્થાન


ખજૂરાહો- મધ્યપ્રદેશ


પાલીતાણા, ભાવનગર, ગુજરાત


ગોમતેશ્વર મંદિર: કર્ણાટક


રાણકપુર મંદિર: અરવલ્લીની પહાડીઓમાં,રાજસ્થાન


હસ્તગીરી- પાલિતાણા, ભાવનગર, ગુજરાત



24 April, 2021

સચિન તેંડુલકર (Sachin Tendulkar)

 સચિન તેંડુલકર (Sachin Tendulkar)

24 એપ્રિલ 1973


જન્મતારીખ: 24 એપ્રિલ 1973

જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર

પિતાનું નામ: રમેશ તેંડુલકર

માતાનું નામ: રજની તેંડુલકર

અન્ય નામો:  માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટના ભગવાન, લિટલ માસ્ટર, ટેંડુ, ટેંડલિયા

૨૪ એપ્રિલ, ૧૯૭૩ના દિવસે મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા સચિન તેંદુલકરના પિતા રમેશ તેંદુલકર એક જાણીતા લેખક હતાં અને માતા રજની તેંદુલકર એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા હતા. પિતા રમેશ તેંદુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનની યાદગીરીમાં રાખ્યું હતું.

મુંબઈના બાંદ્રા ઇસ્ટના સાહિત્ય સહવાસ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં સચિનનું બાળપણ વીત્યું હતું.



સચિનને ક્રિકેટ સાથે ઓળખાણ તેના ભાઈ અજીતે કરાવી હતી. ૧૯૮૪માં શિવાજી પાર્ક દાદરમાં કોચ રમાકાંત આચરેકરની નિશ્રામાં સચિનને ક્રિકેટ શીખવા માટે મૂકવામાં આવ્યો. સચિનમાં રહેલી પ્રતિભાથી પ્રભાવિત થયેલા આચરેકરે અજીત તેંદુલકરને સચિનને શારદાશ્રમ વિદ્યા મંદિરમાં મૂકવાનું કહ્યું, કારણ કે આ સ્કૂલમાં ક્રિકેટ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. કોચ આચરેકર સચિનને નેટમાં સખત પરિશ્રમ કરાવતા અને જ્યારે એમ લાગતું કે સચિન થાકી ગયો છે, ત્યારે તે બોલરોને સ્ટમ્પ ઉપર મૂકેલા એક રૂપિયાના સિક્કાને ઉડાવીને સચિનને આઉટ કરવાનું કહેતાં, જો બોલરો આમ કરવામાં નિષ્ફળ જાય તો એ સિક્કો સચિન પોતાને ઘરે લઇ જતો. કહેવાય છે કે સચિન પાસે આવાં ૧૩ સિક્કાઓ છે.



સચિન સ્કુલમાં હતો ત્યારે લિજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પોતાના પેડ ભેટમાં આપ્યા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે રમેલીપ્રથમ ટેસ્ટમાં સચિન આ પેડ પહેરી રમવા ઊતર્યો હતો.

સચિન રમાકાન્ત આચરેકરને પોતાના ગુરુ અને કોચ માનતા હતા.

પાકિસ્તાન સામે માત્ર ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે સચિને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કરાચી ખાતે રમી.



સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેમણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું

ઓલ્ડ ટ્રેફોર્ડ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે રમતા ૧૪ ઓગસ્ટ ૧૯૯૦ના દિવસે સચિને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સેંચુરી બનાવી અને આમ કરતાં તે સદી બનાવવાનાં મામલામાં વિશ્વનો તે સમયનો સહુથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો હતો

જે અવિરતપણે કુલ ૨૪ વર્ષ ચાલુ રહી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને કુલ 34347 રનનો પહાડ ખડો કરી દીધો. માન્ચેસ્ટર ટેસ્ટ પછી સચિને બીજી ૯૯ આંતરરાષ્ટ્રીય સદીઓ પોતાનાં ખાતામાં જમા કરાવી જે એક એવો રેકોર્ડ છે, જે કદાચ ક્યારેય નહીં તૂટે. આટલું ઓછું હોય તેમ સચિન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.




માત્ર ૧૬ વર્ષેની વયે ભારતીય ટીમમાં સામેલ થઇ જનાર સચિન તેંડુલકર  બે દાયકાથી પણ વધારે સમય ક્રિકેટ વિશ્વના મેદાનમાં રાજ કર્યું

તેની 24 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 34,347 રન બનાવ્યા 

સૌથી વધારે ટેસ્ટ મેચ 200 રમવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે.

ટેસ્ટ ક્રિકેટ મેચમાં સૌથી વધુ સતક (51) કરનારા પણ સચિન જ છે.



  • માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.
  • સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.
  • સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે
  • સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે, સચિને 463 વનડે મેચ રમી છે.
  • સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં 10 હજાર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે.
  • તે વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે
  • સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 76 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે ટેસ્ટમાં 14 વખત અને વનડેમાં 62 વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.
  • વનડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. તેણે 24 ફેબ્રુઆરી 2010ના રોજ ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 200 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
  • સચિન તેંડુલકરના નામે સંયુક્ત રીતે સૌથી વધુ 6 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ 2278 રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. 1992 થી 2011 વર્લ્ડ કપ સુધી તેણે આ કમાલ કરી હતી
  • વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જોકે, ગત વર્લ્ડ કપમાં રોહિત શર્માએ તેની બરાબરી કરી હતી. જ્યારે રિકી પોન્ટિંગ પછી વર્લ્ડ કપમાં તે સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે. સચિન વર્લ્ડ કપમાં 45 મેચ રમ્યો છે, જ્યારે પોન્ટિંગે 46 મેચ રમી છે.
  • સચિન તેંડુલકરે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2003માં તેણે આ કમાલ કર્યું હતું અને તે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો
  • સચિને કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી
  • સચિન તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય.
  • ૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા.
  •  ઓક્ટોબર 1995ના રોજ સચિન સૌથી શ્રીમંત ક્રિકેટર બની ગયા. તેમણે વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
  • થર્ડ અંપાયર દ્વારા આઉટ થનારા સચિન પ્રથમ બેટ્સમેન છે.


1987 ના વર્લ્ડ કપમાં ઇન્ડિયા બનામ ઝિમ્બામ્બવેના મેચમાં સચિન એ બોલ બોયનું કામ કર્યું હતું.

.1990માં ઇંગ્લેન્ડની ફેમસ Yorkshire કાઉન્ટી ક્લબ માટે પસંદ કરવામાં આવેલા સચિન પહેલાં ખિલાડી.

સચિન તેંડુલકરને એક જમાનાની અંદર રન મશીન કહીને પણ ઓળખવામાં આવતા હતા.

ડોન બ્રેડમેનના ૨૯ સદીના રેકોર્ડની બરાબરી કરવા બદલ સાત વખતના એફ વન ચેમ્પિયન માઇકલ શુમાકરે સચિનને ફેરારી ભેટમાંઆપી હતી.

ડોન બ્રેડમેનની ગ્રેટેસ્ટ ટીમમાં સામેલ થનાર સચિન એકમાત્ર ભારતીય છે

૨૦૦૮ માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઉદઘાટન માં તેંડુલકર તેના ઘરેલું પક્ષ મુંબઈ ઇન્ડિઅન્સ માટે પ્રતિક ખિલાડી અને કેપ્ટન બન્યો હતો

.સચિન એ સૌથી પહેલુ વિજ્ઞપન BAND -AID નું કર્યું હતું.

 સચિને 16 નવેમ્બર, 2013ના રોજ 200મી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ મેચ રમીને ટેસ્ટમેચ કારકિર્દીને અલવિદા કહી હતી.

સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે

સચિન 2012માં સાંસદ (રાજ્ય સભા) રૂપે પસંદ કરાયેલ પહેલા એક્ટિવ સ્પોર્ટ્સ બન્યા હતા.

સચિનને એયરફ્રોર્સે ગ્રુપ કેપ્ટનની રૈંક આપીને તેમનુ સન્માન કરાયુ.

રાજીવ ગાંધી વિશ્વવિદ્યાલય અને મૈસૂર તરફથી તેમને ડોક્ટરેટની ડિગ્રી મળી ચુકી છે.

  • સચિને 2013માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ  લીધો 



  • ભારત રત્ન એવોર્ડ મેળવનાર ભારતનો એક માત્ર ખેલાડી સચિન છે
  • .

    હાલમાં  Paytm First Games (PFG) નાબ્રાંડ એમ્બેસેડર તરીકે પે.ટી એમ ડિગિટલ એપ દ્વારા  બનાવવામાં આવેલ છે.


  • સચિનના ટી-શર્ટ નો નમ્બર 10 છે.



આત્મકથા
સચિન તેંડુલકરની આત્મકથા, પ્લેઇંગ ઇટ માય વે( Playing It My Way),  5 નવેમ્બર,  2014 ના રોજ રજૂ કરવામાં આવી હતી. 



સચિનના જીવન આધારિત ડોક્યુમેન્ટ્રી હિન્દી ફિલ્મ બની છે જેનું નામ Sachin: A Billion Dreams છે, જેનું નિર્દેશન જેમ્સ ઇર્સ્કિન દ્વારા કરવામાં આવ્યું છે અને રવિ ભાગચંદકા અને શ્રીકાંત ભાસી એના પ્રોડ્યુસર છે. જેમા મ્યુઝિક એ.આર.રહેમાને આપેલ છે.  આ ફિલ્મ એક સાથે હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં શૂટ કરવામાં આવી છે અને તે 26 મે, 2017 ના રોજ તમિળ અને તેલુગુ ભાષામાં ડબ સંસ્કરણો સાથે રજૂ કરવામાં આવી હતી.  આ ફિલ્મ મહારાષ્ટ્ર, છત્તીસગ,, કર્ણાટક, કેરળ અને ઓડિશામાં કરમુક્ત જાહેર કરાઈ હતી

National honours

  • 1994 – Arjuna Award
  • 1997–98 – Rajiv Gandhi Khel Ratna, 
  • 1999 – Padma Shri,
  • 2001 – Maharashtra Bhushan Award, Maharashtra State's highest Civilian Award.
  • 2008 – Padma Vibhushan, India's second-highest civilian award.
  • 2014 – Bharat Ratna, India's highest civilian award.

Other honours

2013 postage stamps commemorating the Sachin Tendulkar 200th Test Match
  • 1997 – Wisden Cricketer of the Year.
  • 1998, 2010 – Wisden Leading Cricketer in the World.
  • 2002 – In commemorating Tendulkar's feat of equalling Don Bradman's 29 centuries in Test Cricket, automotive company Ferrari invited him to its paddock in Silverstone on the eve of the British Grand Prix on 23 July, to receive a Ferrari 360 Modena from the F1 world champion Michael Schumacher.
  • 2003 – Player of the tournament in 2003 Cricket World Cup.
  • 2004, 2007, 2010 – ICC World ODI XI.
  • 2006-07, 2009-10 - Polly Umrigar Award for International cricketer of the year
  • 2009, 2010, 2011 – ICC World Test XI.
  • 2010 – Outstanding Achievement in Sport and the Peoples Choice Award at The Asian Awards in London.
  • 2010 – Sir Garfield Sobers Trophy for cricketer of the year.
  • 2010 – LG People's Choice Award.
  • 2010 – Made an Honorary group captain by the Indian Air Force.
  • 2011 – Castrol Indian Cricketer of the Year award.
  • 2012 – Wisden India Outstanding Achievement award.
  • 2012 – Honorary Member of the Order of Australia, given by the Australian government.
  • 2013 – Indian Postal Service released a stamp of Tendulkar and he became the second Indian after Mother Teresa to have such stamp released in their lifetime.
  • 2014 – ESPNCricinfo Cricketer of the Generation
  • 2017 – The Asian Awards Fellowship Award at the 7th Asian Awards.
  • 2019 – Inducted into the ICC Cricket Hall of Fame
  • 2020 – Laureus World Sports Award for Best Sporting Moment (2000–2020)



સચિન તેંડુલકર પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે.
  • સચિન: ધી સ્ટોરી ઓફ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બેટ્સમેન ", ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન 
  • ધ એ ટુ ઝેડ ઓફ સચિન તેંડુલકર ", ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન 
  • સચિન તેંડુલકર - એ ડેફિનીટીવ બાયોગ્રાફી - વૈભવ પુરાંદરે. પ્રકાશક: રોલિ બુક્સ. આઈએસબીએન 
  • સચિન તેંડુલકર - માસ્ટરફુલ - પિટર મરે, આશિષ શુક્લા પ્રકાશક: રૂપા. આઈએસબીએન
  • ઇફ ક્રિકેટ ઈઝ અ રિલિજિયન, સચિન ઈઝ ગોડ વિજય દ્રારા, શ્યામ બલાસુબ્રમાંનિયન પ્રકાશક: હાર્પારકોલ્લીન્સ ઇન્ડિયા આઈએસબીએન