મહાવીર સ્વામી જયંતિ
આજે ભગવાન મહાવીરની જન્મજયંતિ છે.
દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી (તેરસ) તિથિ પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે
ભગવાન મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લા માં પટનાનાથી ૨૯ માઈલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ ૧૩ના થયો હતો
તેમના પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલા દેવી હતું.
પુત્ર યુવાન થયો એટલે વસંતપુરના રાજા સમરવીર અને રાણી પદ્માવતીની દિકરી યશોદા સાથે તેમના લગ્ન થયા, વર્ધમાનની લગ્ન કરવાની ઇચ્છા ના હતી પણ માતાના આગ્રહને કારણે તેમણે લગ્ન કર્યા. ગૃહસ્થ જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો જેનું નામ પ્રિયદર્શીની હતું.
એવું માનવામાં આવે છે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવ્યાં તે સમયથી રાજ્યમાં રીદ્ધી સંપદા વધી હતી. આથી તેમને વર્ધમાન પણ કહે છે.
ભગવાન મહાવીરને વીર, વર્ધમાન, આત્વીર અને સનમતીના નામથી પણ ઓળખવામાં આવે છે
ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને છેલ્લા તીર્થંકર હતા. .
30 વર્ષની ઊંમરે મહાવીરે સંસારનો ત્યાગ કર્યો. તેમણે તેમનું રાજ્ય , પરિવાર અને ભુતિક સુખો આદિનો ત્યાગ કર્યો અને 12 વર્ષ સંયમી જીવન ગાળ્યું અને તપસ્યા કરી.
તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી હતી, જેના કારણે તેમને જિન નામ પણ આપવામાં આવ્યું હતું.
તેમણે વસ્ત્રો સહીત વિશ્વની સર્વ ભૌતિક વસ્તુઓનો ત્યાગ કર્યો અને વીતરાગી ત્યાગમય જીવન જીવતાં. સાધના અને તપના સમય દ્રમ્યાન તેમણે પોતાની ઈંદ્રીય પરના અનન્ય કાબુ અને સહનશીલતા નું પ્રદર્શન કર્યું. તેમની આવી વીરતાના પ્રદર્શનને કારણે તેમનું નામ મહાવીર પડ્યું. આદ્યાત્મીક સફરના આ તેઅમના સુવર્ણ કાળ હતો જેના અંતે તેમણે અરિહંત પદવી મેળવી.
મહાવીર દ્વારા જીવનના દરેક સ્તરના લોકો આકર્ષિત થયાં હતાં; અમીર - ગરીબ, સ્ત્રીઓ - પુરુષો, છૂત- અછૂત. તેમણે તેમના અનુયાયીઓને ચાર જૂથમાં વર્ગીકૃત કર્યાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ ગોઠવણ ચતુર્વિધ સંધ તરીકે ઓળખાય છે.
ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન ભારતમાં સૌથી વધુ જૈન ધર્મનો ફેલાવો થયો હતો.
સૌરાષ્ટ્રમાં ગીરનાર, બિહારમાં પારસનાથ અને રાજગૃહ, રાજસ્થાનમાં દેલવાડાના મંદિર, મૈસુરમાં ગૌતમેશ્વર બાહુબલિ જેવા મુખ્ય જૈન તીર્થસ્થાનો છે.
ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલિતાણામાં સૌથી વધુ જૈન મંદિરો આવેલ છે.અહીં લગભણ આરસમાં કોરણી ધરવતા ૮૬૩ મંદિરો છે અહીંનું મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. શ્વેતાંબર મૂર્તિપૂજકો માટે આ સૌથી પવિત્ર સ્થળ છે
મહાવીરના નિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી આ આગમ સૂત્રોને પાંડુ લિપી પર લેખિત કરાયાં. શ્વેતાંબર જૈનો આને મૂળભૂત શિક્ષા તરીકે અપનાઅવે છે જ્યારે દિગંબરો આને સંદર્ભ તરીકે માને છે.
૭૨ વર્ષ અને સાડા ચાર માસની ઊંમરે, તેઓ બિહારના પાવાપુરીમાં જૈન વર્ષના અંતિમ દિવસ દિવાળીના દિવસે નિર્વાણ પામ્યાં. આ દિવસે તેઓને મોક્ષ પ્રાપ્તિ થઈ હોવાથી જૈનો ઉત્સવ મનાવે છે. કિન લોકો માને છે કે ભ્ગવાન મહાવીરનું અસ્તિત્વ કાળ ઈ. પૂ. ૫૯૯-૫૨૭ હતો
મહાવીર સ્વામીનું જીવન દર્શાવતા ઘણાં પુઇસ્તકો જૈન સાહિત્યમાં છે. જેમાં સૌથી પ્રમુખ છે આચાર્ય ભદ્રબાહુ-૧ રચિત કલ્પસૂત્ર. ઈ.સ ૮૫૩માં મહાવીરનું ચરિત્ર સૌ પ્રથમ વખત સંસ્કૃતમાં - 'વર્ધમાનચરિત્ર- અસાગ દ્વારા લખાયું.
તેમણે જૈન સમુદાયાના અનુયાયીઓ માટે પાંચ સિદ્ધાંત કે 5 પ્રતિજ્ઞા બતાવી છે જે નીચે મુજબ છે.
મહાવીર સ્વામી જંગલમાં ધ્યાન કરી રહ્યા હતાં. ત્યાં થોડા ગોવાળિયાઓ પોતાની ગાયોને ચરાવવા માટે પહોંચ્યાં. ગોવાળિયાઓએ સંતને ધ્યાન કરતા જોયાં. તેઓ બધા મહાવીર સ્વામીને ઓળખતા હતા નહીં. અશિક્ષિત હતાં. બધા ગોવાળિયાઓએ સ્વામીજી સાથે મજાક-મસ્તી કરવાનું શરૂ કરી દીધું.
સ્વામીજી પોતાના ધ્યાનમાં હતાં. ગોવાળિયાઓની વાતોનો તેમના ઉપર કોઈ અસર થયો નહીં તો તેમણે સ્વામીજીને વધારે હેરાન કરવાનું શરૂ કરી દીધું. થોડા સમયમાં જ પાસેના ગામમાં આ વાત ફેલાઈ ગઈ.
ગામમાં થોડા વિદ્વાન પણ રહેતાં હતાં જે મહાવીર સ્વામીને ઓળખતા હતાં. તે બધા જ તરત આ જગ્યાએ પહોંચી ગયાં, જ્યાં સ્વામીજી ધ્યાન કરી રહ્યાં હતાં. થોડીવારમાં ત્યાં ગામના લોકોની ભીડ એકઠી થઇ ગઇ. ભીડનો અવાજ સાંભળીને સ્વામીજીએ પોતાની આંખ ખોલી.
ગામના વિદ્વાનોએ ગોવાળિયાઓની ભૂલ માટે માફી માગી. ગામના લોકોએ સ્વામીજી માટે ત્યાં એક મોટો રૂમ બનાવવાની વાત કહી. જેનાથી તેમની સાધનામાં કોઈ પરેશાની ન આવે.
મહાવીર સ્વામીએ બધાની વાતો સાંભળી. તેમણે કહ્યું કે આ ગોવાળિયાઓ પણ મારા પોતાના જ છે. નાના-નાના બાળકો પોતાના માતા-પિતાને મારે છે, તેમને હેરાન કરે છે પરંતુ માતા-પિતા બાળકોથી નિરાશ થતાં નથી. હું પણ આ ગોવાળિયાઓથી નિરાશ નથી.
તમે મારા માટે રૂમ બનાવશો નહીં. આ ધન ગરીબોના કલ્યાણમાં ખર્ચ કરો. આ પ્રસંગનો બોધપાઠ એ છે કે જો કોઇ વ્યક્તિથી જાણ્યે-અજાણ્યે કોઇ ભૂલ થઇ જાય છે ત્યારે તે વ્યક્તિને તરત માફ કરી દેવો જોઇએ. જો કોઇ પરેશાન પણ કરે તો ગુસ્સો કરવો જોઇએ નહીં. ધૈર્ય જાળવી રાખો અને તે લોકોને માફ કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. જો આપણે પણ ગુસ્સો કરવા લાગીશું તો વાત બગડી જશે અને અન્ય સાથે પણ આપણે અશાંત થઇ જઇશું.
જૈન ધર્મ વિશે વિસ્તૃત માહીતી મેળવવા અહી ક્લિક કરો.
ભારતમાં આવેલ જોવાલાયક જૈન મંદિરો
દેલવાડા- રાજસ્થાન
ખજૂરાહો- મધ્યપ્રદેશ
પાલીતાણા, ભાવનગર, ગુજરાત
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work