મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

22 April, 2021

વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)

  વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)

23 એપ્રિલ




"જેમની પાસે પુસ્તક હોય છે તેઓ ક્યારેય એકલા નથી હોત"

પુસ્તક એટલે

 જીવનના દરેક પગઢિયા પર તમને યોગ્ય સલાહ આપનાર મિત્ર

"પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાય અધિક છે, 

રત્ન બહારની ચમક બતાવે છે

જ્યારે પુસ્તક અંત: કરણને ઉજ્જવળ કરે છે"


"રેલી તરફ જતી ભીડ જ્યારે લાઇબ્રેરી તરફ જશે 

ત્યારે સમાજમાં સાચી ક્રાંતિ થશે"

23 એપ્રિલ સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે. સાથે-સાથે આજના  દિવસે મહાન નાટ્યકાર અને સાહિત્ય સર્જક, મહાન લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ તથા મરણદિન છે.આથી યુનેસ્કો દ્વારા 1995 થી દર વર્ષે ૨૩ એપ્રિલે સમગ્ર વિશ્વમાં “વિશ્વ પુસ્તક દિન” ઉજવવાનું જાહેર કર્યું છે.સાથોસાથ વિશ્વ કોપીરાઈટ દિવસ તરીકે પણ ઊજવાય છે. શેક્સપિયરના આ યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. યુનેસ્કો દ્વારા રીડિંગ, પબ્લિસિંગ તથા કૉપીરાઇટના પ્રચારહેતુ આ દિવસની ઉજવણી થાય છે.

પ્રથમવાર વિશ્વ પુસ્તક દિવસ 1995માં ઉજવાયો હતો.

માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે,અને લોકોમાં પુસ્તકો વાંચવા પ્રત્યેની જાગૃતિ આવે એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

જાણીતા ગુજરાતી ચિંતકે કહ્યું છે તેમ જે ઘરમાં પાંચ સારાં પુસ્તક ના હોય તે ઘરમાં દીકરી ના આપશો તે ઉક્તિ પુસ્તકનું મહત્વ વ્યક્ત કરે છે. વ્યક્તિની વિચાર દુનિયાવિકસાવવા અને સાચો માનવ બનાવવા પુસ્તક એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. 

સ્પેનમાં બે દિવસ સુધી રીડિંગ મેરેથોનનું આયોજન થાય છે.


ડૉ. ગુણવંત શાહે એક સૂચન કર્યુ છે કે કોઇકના લગ્ન પ્રસંગે, જન્મ દિવસે, મેરેજ એનિવર્સરી એ ભેટ સોગાદો આપવાને બદલે એક પુસ્તક આપવું જોઇએ.

વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રોમાં સચવાયો હતો

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ

  • આત્મકથા: મારી હકીકત, નર્મદ
  • ઇતિહાસ: ગુજરાતનો ઇતિહાસ
  • કાવ્યસંગ્રહ: ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
  • જીવનચરિત્ર: કોલંબસનો વૃતાંતપ્રાણસુખલાલ મથુરદાસ
  • નાટક: લક્ષ્મીદલપતરામ
  • પ્રબંધ: કાન્હ્ડે પ્રબંધપજ્ઞનાભ 
  • નવલકથા: કરણઘેલોનંદશંકર મહેતા
  • મહાનવલકથા: સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
  • મનોવિજ્ઞાન: મનુભાઇ ધ્રિવેદી
  • મુદ્રિત પુસ્તક: વિધાસંગ્રહ પોથી
  • રાસ: ભરતેશ્વર બાહુબલિરાસશાલિભદ્રસુરિ 
  • લોકવાર્તા: હંસરાજ-વચ્છરાજવિજયભદ્ર 

સાહિત્યકારો અને તેમની કૃતિઓ

  • દલપતરામ: ભાગ ૧ અને ૨ફાર્બસવિરહમિથ્યભિમાન
  • નર્મદાશંકર દવે(ગુજરાતી ગધ્યના પિતા): મારી હકીકતરાજયરંગમેવાડની હકીકતપિંગળ પ્રવેશ

  • નવલરામ પંડ્યાઃ ભટનુ ભોપાળુ,  કવિજીવનનિબંધરીતિજનાવરની જાન

  • નંદશંકર મેહતાઃ કરણઘેલો
  • ભોળાનાથ સારાભાઈઃ અભંગમાળા
  • મહીપતરામ નીલકંઠઃ ઇંગ્લેન્ડની મુસાફરીનુ વર્ણનવનરાજ ચાવડો

  • રણછોડભાઈ દવેઃ લલિતાદુઃખ દર્શક
  • અંબાલાલ દેસાઈઃ શાંતિદાસ
  • ગણપતરામ ભટ્ટ: પ્રતાપ નાટક
  • અનંતપ્રસાદ વૈષ્ણવઃ રાણકદેવી
  • ગોવર્ધાનરામ ત્રિપાઠીઃ સરસ્વતીચંદ્રઃ ભાગ ૧ થી ૪શ્નેહમુદ્રાલીલાવત જીવનકલા

  • મણિલાલ દ્રિવેદીઃ કાન્તાન્રુસિંહાવતારઅમર આશા
  • બાળશંકળ કંથારિયાઃ કલાન્ત કવિહરિપ્રેમ પંચદશી
  • કેશવલાલ ધ્રુવઃ મેળની મુદ્રિકાસાહિત્ય અને વિવેચન
  • આનંદશંકર ધ્રુવ: આપણો ધર્મવિચાર-માધુરીઃ ભાગ ૧ અને ૨
  • નરસિંહરાવ દિવેટિયા: કુસુમમાળાહ્દયવીણાપ્રેમળજ્યોતિ
  • રમણભાઈ નીલકંઠ: રાઈનો પર્વતભદ્રંભદ્ર
  • મણિશંકર ભટ્ટ: સાગર અને શાશીઉદગારઅતિજ્ઞાનવસંતવિજયચકવાત મિથુન

  • સુરસિંહજી ગોહિલ: કલાપિનો કલરવબિલ્વમંગળ
  • નાનાલાલ: વિરાટનો હિંડોળોપ્રાણેશ્વરીવિલાસની શોભાપિત્રુતર્પણકુરુક્ષેત્રઉષાસારથિ

  • દામોદર બોટાદકર: કલ્લોલિનીસ્તોતસ્વિનીનિર્ઝારેણી
  • ગાંધીજીસત્યના પ્રયોગો અથવા આત્મકથાદક્ષિણ આફ્રિકાનો ઇતિહાસબાપુના પત્રો

  • કાકા કાલેલકર: ઓતરાતી દિવાલોજીવનલીલાહિમાલયનો પ્રવાસરખવાડનો આનંદ

  • કિશોરલાલ મશરુવાળા: જીવનશોધનકેળવણીના પાયાઅહિંસા વિવેચન

  • મહાદેવ દેસાઈ: વીર વલ્લભભાઈબારડોલી સત્યાગ્રહનો ઇતિહાસમહાદેવભાઈની ડાયરી (ભાગ ૧ થી ૨૩)

  • નરહરિ પરીખ: માનવ અર્થશાસ્ત્ર
  • કનૈયાલાલ મુનશી: વેરની વસૂલાતપાટણની પ્રભૂતાગુજરાતનો નાથરાજાધિરાજસ્વપ્નદ્રષ્ટાપ્રુથિવી વલ્લભકાકાની શીશીક્રુષ્ણાવતાર

  • રમણલાલ દેસાઈઃ જ્યંતશિરીષકોકિલાહ્દયનાથભારેલો અગ્નિકાંચન અને ગેરુ

  • ગૌરીશંકર જોશીઃ શામળશાનો વિવાહગોમતીદાદાનુ ગૌરવતણખામંડળઃ ભાગ ૧ થી ૪ભૈયાદાદાપ્રુથ્વિ અને સ્વર્ગપોસ્ટ-ઓફિસચૌલાદેવીઆમ્રપાલીવૈશાલી

  • રામનારણ પાઠકઃ ખેમીએક પ્રશ્નમુકુન્દરાયજક્ષણીશેષના કાવ્યોમનોવિહાર ઉદધિને

  • ઝવેરચંદ મેઘાણી: સિંધુડોશિવાજીનુ હાલરડુકોઇનો લાડકવાયોયુગવંદનાશોરઠ તાર વેહતા પાણીવેવિશાળમાણસાઈના દીવાસૌરાષ્ટ્રની રસધારરઢિયાળી રાત

  • ગુણવંતરાય આચાર્યઃ અખોવનઆપઘાતઅલ્લાબેલી
  • ચુનીલાલ શાહઃ કર્મયોગીરાજેશ્વરતપોવન
  • ઉમાશંકર જોશીઃ વિશ્વશાંતિએક ચુસાયેલા ગોટલાઘાણીનુ ગીતનિશીથઅભિજ્ઞાપ્રાચીનાસાપના ભારાહવેલીગોષ્ઠિઉઘાડી બારી

  • ઇંદુલાલ ગાંધીઃ આંધળી માનો કાગળ
  • પ્રેમશંકર ભટ્ટ ધરિત્રીતીર્થોદકશ્રીમંગલપ્રેમામૃત
  • રામપ્રસાદ શુક્લઃ વિનાશ અને વિકાસ
  • બિન્દુ ભટ્ટ : મીરા યાજ્ઞિકની ડાયરીઅખેપાતર .
  • ચંદ્રવદન મેહતાઃ યમલ. આગગાડીધરા ગુર્જરીસંતા કૂકડીગઠરિયા શ્રેણિ

  • જયંતિ દલાલઃ સોયનુ નાકુઅંધારપટ
  • મનુભાઈ પંચોળીઃ દીપનિર્વાણઝેર તો પીધા છે જાણી જાણીસોક્રેટિસ
  • પન્નાલાલ પટેલઃ મળેલા જીવમાનવીની ભવાઈસાચા શમણાંજિંદગીના ખેલસુખદુઃખના ખેલવાત્રકના કાંઠેવૈતરણીને કાંઠે

  • ઇશ્વર પેટલીકરઃ જનમટીપભવસાગરમારી હૈયાસગડીઋણાનુબંધકાશીનુ કરવતલોહીની સગાઈ

  • ચુનીલાલ મડિયાઃ દીવનિર્વાણસમ્રાટ શ્રેણિકહું અને મારી વહુવ્યાજનો વારસલીલુડી ધરતીવેળાવેળાની છાંયડીવાની મારી કોયલ

  • શિવકુમાર જોષીઃ પ્રસન્ન દામ્પત્યમુક્તિ પ્રસુનખુનીબારી ઉઘાડી રહી ગઈકંચુકી બંઘઅનંનરાગ

  • જ્યોતિન્દ્ર દવેઃ રંગતંરગ
  • ગુલાબદાસ બ્રોકરઃ લતા અને બીજી વાતોઊભી વાટેમાણસના મન

  • ઇંદુલાલ યાજ્ઞિકઃ વરઘોડોભોળા શેઠનુ ભુદાન
  • રસિકલાલ પરીખઃ કાવ્યાનુશસનશર્વિલકમેનાગુર્જરી
  • પ્રહલાદ પારેખઃ બારી બહાર
  • રાજેન્દ્ર શાહઃ ધ્વનિઆંદોલનશ્રુતિશાંત કોલાહલ
  • રાજેન્દ્ર શુક્લઃ કોમલ-રિષભઅંતર-ગાંધારસ્વ-વાચકની શોધમાંગઝલ-સંહિતા (ભાગ ૧ થી ૫)

  • નિરંજન ભગતઃ યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતાઘડીક સંઘ
  • પ્રિયકાન્ત મણિયારઃ પ્રતીકઅશબ્દ રાત્રિસ્પર્શસમીપ
  • હસમુખ પાઠકઃ નમેલી સાંજસાયાજુય
  • નલિન રાવળઃ ઉદગારઅવકાશસ્વહારઃ ભાગ ૧ અને ૨
  • બાલમુકુન્દ દવેઃ પરિક્રમાકુંતલચાંદનીતીર્થોત્તમહરિનો હંસલો
  • વેણીભાઈ પુરોહિતઃ સિંજારવદીપ્તિઆચમન
  • નટવરલાલ પંડ્યાઃ પ્રસુનરૂપ અને રસપ્રથ્વિનો છંદોલય
  • જયંત પાઠકઃ મર્મરસંકેત સર્ગઅંતરિક્ષ
  • હરીન્દ્ર દવેઃ આસવઅર્પણસુખ નામનો પ્રદેશમાંધવ ક્યાંય નથીનીરવ સંવાદ

  • હર્ષદ ત્રિવેદી :એક ખાલી નાવરહી છે વાત અધૂરીતારો અવાજજાળિયુંપાણીકલર.

  • સુરેશ દલાલઃ એકાંતતારીખનુ ઘરકાગળના સમુદ્રમાં ફુલોની હોડીમારી બારીએથીઃ ભાગ ૧ થી ૧૮

  • પિનાકિન ઠાકોરઃ આલાપઝાંખી અને પડછાયા
  • હસિત બુચઃ સાન્નિધ્યનિરંતરસૂરમંગલ
  • હેમંત દેસાઈઃ ઈંગિતસોનલમૃગશરદ
  • દામોદાર ભટ્ટઃ જલભેખતુંબીજલ
  • મનુભાઈ ત્રિવેદીઃ રામરસસુરતાસોનાવાટકડી
  • મકરંદ દવેઃ વાલીડાના વાવડબેહદની બારખડીહૈયાના વેણ
  • નાથાલાલ દવેઃ રાત થઈ પુરી

155 જેટલા ગુજરાતીના સારા પુસ્તકો અને તેના લેખક વિશેની માહિતી મેળવવા અહી ક્લિક કરો.

પુસ્તકો એટલે વિચારોના વૃંદાવનમાં ઉભેલાં વૃક્ષો.- ગુણવંત શાહ


                             

પુસ્તક એટલે વ્યક્તિનાં વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ.


                    -  કાકાસાહેબ કાલેલકર



જિંદગી માણવી હોય તો પુસ્તકો સાથે મિત્રતા કરો. - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન


"લીડર" બનવું હોય તો પહેલાં "રીડર"  બનો.


 "બુકે" નહીં , "બુક" આપો.

                


21 April, 2021

વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day)

  વિશ્વ  પૃથ્વી દિવસ (World Earth Day)

22 એપ્રિલ


પૃથ્વી વિશેની એક કવિતા દ્વારા પૃથ્વીને સમજીએ

मैं पृथ्वी, ब्रह्मांड का नीला,

 और सूर्य से तीसरा ग्रह 

 ज्ञात ब्रह्माण्ड में एकमात्र

 जहाँ हवा, पानी,जीव जगत

जीवन का अस्तित्व

और हरियाली उपस्थित


मेरा नामकरण संस्कृत शब्द

'पृथिवी' से हुआ,जिसका

 अर्थ है, एक विशाल धरा 

पुराणों में महाराज पृथु के

 नाम पर भी मेरा नामकरण


मेरे अन्य नाम हैं 

भू,भूमि, धरा,धरित्री

रसा, रतनगर्भा

अंग्रेजी में अर्थ (Earth)

लैटिन में टेरा (Terra)


मेरी आयु लगभग 

4.54 बिलियन साल

मैं अपने अक्ष पर घूमती

पश्चिम से पूर्व दिशा में 

एक घूर्णन में 23 घण्टे, 

56 मिनट, 4.091 सेकेण्ड

 का समय लगता

 इसी से होते दिन व रात 


 निश्चित अंडाकार पथ पर

 मैं करती सूर्य की परिक्रमा

 365 दिन 5 घंटे 48 मिनट

 45.51 सेकंड में पूरा

 एक चक्कर कर लेती

 इस गति से ही होते 

 मुझ में ऋतु परिवर्तन 


मै अपनी धुरी पर 1600

किलोमीटर प्रति घण्टे की

रफ्तार से घूम रही और 

सूर्य के इर्द-गिर्द 29 किलोमीटर 

प्रति सेकेण्ड की

रफ्तार से चक्कर लगा रही 


 मेरी सतह का 71% भाग

 जल से तथा 29% भाग

 भूमि से ढका,मेरे जीव जगत

 को मिलती सूर्य से ऊर्जा

 यही ऊर्जा जीवन चक्र

 चलाती, और पृथ्वी की

 सतह को गरम रखती 


सूर्य के बाद मेरा

सबसे नजदीकी तारा

है प्रॉक्सिमा सेन्चुरी ,

चंद्रमा मेरा एकमात्र उपग्रह

मेरी गुरुत्वाकर्षण शक्ति

मुझे अन्य ग्रहों से 

विशेष, विशिष्ट बनाती 


औद्योगिकरण,आधुनिकीकरण से

 कर रहे मुझे मेरे बच्चे

 दूषित ,प्रदूषित कर रहे

विकास की अंधाधुंध दौड़ में 

विनाश की तरफ बढ़ रहे


अगर अब भी ना जागे तुम

अगर अब भी ना संभले तुम

याद रखो मैं कर लेती हूं 

खुद को संतुलित और सुरक्षित

पर तुम्हें इसकी कीमत

 चुकानी पढ़ सकती है


मत करो मेरा अति दोहन

मत करो मुझे प्रदूषित

जीव जगत को भी रखो संतुलित

जब मुझे करोगे सुरक्षित,और

 संरक्षित तभी तुम्हारा जीवन

 होगा खुशहाल और सुरक्षित।


આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. લોકો કુદરતીસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવાપાણીજમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તેહેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી આજના દિવસે પૃથ્વી દિવસ મનાવવાનું શરૂકરાયું હતું. તે વખતના અમેરિકાના સાંસદ ગેરાલ્ડ નેલ્સને  પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો.

પૃથ્વી દિવસને પહેલીવાર 1970માં 22 એપ્રિલે મનાવવામાં આવ્યો હતો.

આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય.

ઇતિહાસ:
ઇ.સ.૧૯૬૯માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલ UNESCO સમેલનમાં જહોન મેક્કોનેલ દ્વારા પૃથ્વી દિન મનાવવાનો પ્રસ્તાવ રખાયો હતો. તેના એક મહિના બાદ અમેરિકન સેનેટર ગેરાલ્ડ નેલ્સને અલગથી ૨૨ એપિલના રોજ પર્યાવરણીય શિક્ષણ મળી રહે તે અર્થે ‘વિશ્વ પૃથ્વી દિન’ મનાવવાની ઘોષણા કરી. તેમના આ કાર્ય બદલ તેમને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’ પુરસ્કારથી સન્માનિત કરાયા.
વિશ્વ પૃથ્વી દિન મનાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આ દિવસે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંત અને દક્ષીણ ગોળાર્ધમાં પાનખરની ઋતુ હોય છે.

સૂર્યથી પૃથ્વીનું અંતર ૧૪,૯પ,૯૭,૯૦૦ કિ.મી. છે જ્યારે તેનો વ્યાસ ૧૨,૧પ૬ કિલોમીટર છે.સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય ૩૬પ.૨૬ દિવસ લાગે છે.પૃથ્વીના ધરીભ્રમણનો સમય ૨૩ કલાક, પ૬ મિનિટ છે.તો તેની સપાટીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ ૭૦ થી પપ ડિગ્રી સેન્ટીગ્રેડ છે


21 ટકા ઓકિસજન, 78 ટકા નાઈટ્રોજન, 0.03 ટકા કાર્બન ડાયોકસાઈડ અને બાકીના વાયુઓમાં ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ, રેડોન, ઝેનોન આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જેને આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલા જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ વિ. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે. ઔધોગીકરણની વૃદ્ધિના કારણે,પુષ્કળ પ્રમાણમાં વનોની જગ્યાઓનું સ્થાન લીધું છે જેના લીધે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ થઈ છે.પર્યાવરણ પ્રદુષણની સમસ્યાઓના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ અને સ્વાસ્થ્યની સમસ્યાઓમાં અનેક ગણો વધારો થયો છે.સારા નાગરિકો તરીકે,સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાના પગલાઓ ઉઠાવવાની આપણી જવાબદારી છે.

આજે વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી નિમિત્તે આપણે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લેવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવી અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત કરીશ નહિ તેવા શપથ ગ્રહણ કરવા જોઈએ. કાર્બન ડોયકસાઈડમાં થતાં વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેકટ સર્જા‍ઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું.

આપણે વીજળી બચાવવી જોઈએ. તેનાથી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી બચી શકાય છે. આ સમસ્યાને કારણે પૃથ્વી પર પ્રાક્ર્તિક અસંતુલન વધે છે.

પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
પ્લાસ્ટિકને કારણે પૃથ્વી પર અતત ગંદકી વધી રહી છે

કેમિકલ અને તેનાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ. કેમિકલથી પૃથ્વી પર પાણી, હવા અને માટી એટલે કે દરેક પ્રકારનુ પ્રદૂષણ ફેલાય છે. આપણે તેને રોકવુ જોઈએ

ગૂગલએ અર્થ ડે એટલે કે પૃથ્વી દિવસની 50મી વર્ષગાંઠ પર એક ખાસ ડૂડલ બનાવ્યુ છે. પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા થવા પર ગૂગલે આને સેલિબ્રેટ કર્યુ છે. World Earth Day 2020ની 50મી વર્ષગાંઠ ગુગલે પોતાના ખાસ ડૂડલથી એક સંદેશ આપ્યો છે. આ ખાસ ડૂડલને ક્લિક કરીએ એટલે એક વીડિયો સંદેશ જોવા મળે છે. જેમાં એક મધમાખીના મહત્વને દર્શાવવામાં આવ્યુ છે. ગુગલે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ધરતી પર દરેક નાનાથી મોટા જીવનું પોતાનું મહત્વ છે.



વર્ષ 2022 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: Invest In Our Planet

વર્ષ 2021 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: Restore Our Earth

વર્ષ 2020 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: Climate Action

વર્ષ 2019 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: protect our species

વર્ષ 2018 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ - 'End Plastic Pollution'.

 વિશ્વ પૃથ્વી દિન 2017ની થીમ; Environmental and climate literacy.

પૃથ્વી વિશે આટલું યાદ રાખો

પૃથ્વી સૂર્ય મંડળનો ત્રીજા નંબરનો ગ્રહ છે.
પૃથ્વીની ઉત્પતિ આશરે 4.54 અબજ વર્ષ પહેલા થઇ હોવાનું મનાય છે. જ્યારે 1 અબજ વર્ષ પહેલા પૃથ્વી પર જીવન પાંગર્યુ હોવાનું મનાય છે.
પૃથ્વી પર સૌપ્રથમ માછલીની ઉત્પતિ થઇ હોવાનું મનાય છે.
ચંદ્ર પૃથ્વીનો એક માત્ર જાણીતો કુદરતી ઉપગ્રહ (natural satellite) છે, તેના આ પરિભ્રમણથી સમુદ્રમાં ભરતી-ઓટ (tide) પેદા થાય છે
પૃથ્વીનો ઇકવેટોરિયલ ડાયામીટર (ભૂમધ્યરેખા વ્યાસ) ૧૨૭૫૭ કિ.મી. અને પોલાર ડાયામીટર (ધ્રુવીય વ્યાસ) ૧૨૭૧૪ કિ.મી. છે.
- પૃથ્વીનો ભૂમધ્યરેખા પરિધ ૪૦૦૭૫ કિલોમીટર છે.
- પૃથ્વી ૧૦૭૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. એક પ્રદક્ષિણા એટલે આપણે એક વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકંડમાં પૂરો થાય છે.
- પૃથ્વી તેની ધરી પર પશ્વિમથી પૂર્વ તરફ ચક્રાકાર (ધરીભ્રમણ) ફરે છે. તે ૧૬૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફરે છે. અને એક (ચક્ર આપણે એક દિવસ) પુરું કરતાં ૨૩ કલાક ૫૬ મિનિટ અને ચાર સેકંડ લાગે છે.
- પૃથ્વીના ધરીભ્રમણથી દિવસ રાત અને સૂર્ય પ્રદક્ષિણાથી ઋતુઓ સર્જાય છે.
- પૃથ્વીનો પ્રદક્ષિણા પથ લંબગોળ છે. તેથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાય છે. ત્રીજી જાન્યુઆરીએ આ આંતર સૌથી ઓછું અને ચોથી જૂલાઈએ આ અંતર સૌથી વધુ હોય છે.
- ૨૧મી જૂને પૃથ્વીના કર્ક રેખા પર સૂર્યના કિરણો ૯૦ અંશતાપૂર્ણ પડે છે. તેથી ઉત્તરગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બને છે. તેને સમર સોલ્ટિસ કહે છે.
અત્યારે જીવનની ઉત્ક્રાંતિ (evolution)ને ટકાવી શકે, પોષી શકે તેવું એકમાત્ર ઉદાહરણરૂપ વાતાવરણ માત્ર પૃથ્વી પર જ ઉપલબ્ધ છે
સૂર્યમાંથી આવતા હાનિકારક નીલાતીત કિરણોત્સર્ગ (ultraviolet radiation)નું  ઓઝોન સ્તર (ozone layer)માં શોષાઈ જતા હોવાથી પૃથ્વીની સપાટી પર જીવન વસાહતોમાં વિકસવા માંડયું.
 જમીન ધરાવતા ચાર ગ્રહોમાંથી પૃથ્વી કદ અને દળમાં સૌથી મોટો ગ્રહ છે, આ ચાર ગ્રહોમાં, પૃથ્વી સૌથી ઊંચી ઘનતા, સૌથી વધુ સપાટી પરનું ગુરુત્વાકર્ષણ (surface gravity), સૌથી શકિતશાળી ચુંબકીય ક્ષેત્ર અને સૌથી ઝડપી ભ્રમણ કરતો ગ્રહ છે.
- ૨૨ ડિસેમ્બરે મકરરેખા પર સૂર્યના કિરણો સીધા પડે છે. ત્યારે દક્ષિણગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે. તેને વિન્ટર સોલ્ટિસ કહે છે.
- ૨૧મી માર્ચ અને ૨૩ ડિસેમ્બરે વિષુવવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ બંને દિવસે દિવસ અને રાત એક સમાન ૧૨-૧૨ કલાકના હોય છે.
- પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ) સૌથી બળવાન છે. તેના પેટાળમાં નિકલ અને લોખંડનો જથ્થો વધુ હોવાથી આ લાક્ષણિકતા મળી છે. અને તેને કારણે પૃથ્વી સોલાર વાઈન્ડ (સૌરપવન) સામે રક્ષણ મેળવી શકે છે.
૧૯૬૧ જયારે યુરી ગાગરિન (Yuri Gagarin) બાહ્ય અવકાશમાં પહોંચ્યો ત્યારે પહેલીવાર કોઈ માનવીએ પૃથ્વીની સપાટીથી બહાર પગ મૂકયો હતો
- પૃથ્વી એક માત્ર ગ્રહ એવો છે કે જેના પર પાણી અને સજીવ સૃષ્ટિ છે.
 પૃથ્વી પર 4 આવરણો આવેલ છે- 1. મૃદાવરણ 2. જલાવરણ. 3. વાતાવરણ 4. જીવાવરણ

પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જે તેના વાતાવરણમાં 21% ઓક્સિજન અને તેની સપાટી પર પ્રવાહી પાણી ધરાવે છે.

 પૃથ્વી સૂર્યથી 1 એયુ અંતરે છે, એયુ (સૂર્યથી પૃથ્વીનું અંતર) એ સૂર્યથી આકાશી પદાર્થોના અંતરના માપનનું પ્રમાણભૂત એકમ છે અને સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવામાં 8 મિનિટ 20 સેકન્ડ લાગે છે.

પૃથ્વી કદ અને સમૂહની દ્રષ્ટિએ સૂર્યમંડળનો પાંચમો સૌથી મોટો ગ્રહ છે.

ઓઝોન સ્તર પૃથ્વીના વાતાવરણમાં જોવા મળે છે, જે તેને સૂર્યના શક્તિશાળી અને હાનિકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી સુરક્ષિત કરે છે.

પૃથ્વીની સપાટી પરથી જો દબાણ અને ઘનતાને દૂર કરવામાં આવે તો પછી બધી જીવંત અને નિર્જીવ પદાર્થો પૃથ્વી છોડીને અવકાશ તરફ જશે અને ક્યારેય પૃથ્વી પર પાછા આવી શકશે નહીં.

આપણે બધા સૂર્યની આસપાસ સરેરાશ 107,182 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યા છીએ અને અમે તેની ઝડપે એક વિશાળ ગતિએ આગળ વધી રહ્યા છીએ.

આંતરિક નિકલ-આયર્ન કોરની હાજરીને લીધે, પૃથ્વી એક મજબૂત ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, આ ચુંબકીય ક્ષેત્ર પૃથ્વી પર ભારે સૂર્ય પવનને વહેતા અટકાવવા માટે જવાબદાર છે.

પૃથ્વી એ સૌરમંડળનો એકમાત્ર ગ્રહ છે જેની સપાટીની નીચે ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો પૃથ્વીની અંદર મેગ્માની ટોચ પર તરતી હોય છે, જ્યારે આ પ્લેટો ટકરાઈ જાય છે, ત્યારે પૃથ્વી પર કંપન થાય છે જેને સામાન્ય ભાષામાં ભૂકંપ કહેવામાં આવે છે.

બાહ્ય અવકાશમાંથી વાદળી દેખાવને કારણે પૃથ્વીને "બ્લુ પ્લેનેટ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

 પૃથ્વી આશરે 4.54 અબજ વર્ષો પહેલા બનાવવામાં આવી હતી અને પૃથ્વી પરના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આશરે 4.1 અબજ વર્ષો પહેલા આ ગ્રહ પર જીવનની શરૂઆત થઈ હતી.

પૃથ્વી પર ચાર સ્તર આવેલ છે જે અનુક્રમે આંતરિક સ્તર, બાહ્ય સ્તર, મેટલ સ્તર, ક્રસ્ટ સ્તર.

પૃથ્વીના ચારેય સ્તરોમાં સૌથી જાડુ સ્તર મેટલ છે, જે 2900 કિલોમીટર જાડુ અને સૌથી પાતળા સ્તર ક્રસ્ટ છે જે પૃથ્વીની સપાટીથી સરેરાશ 30 કિલોમીટર ઊડાઇ એ છે.

પૃથ્વી સૌરમંડળના સૌથી વધુ ઘનતાવાળા ગ્રહોમાં ગણાય છે અને તેની ઘનતા દર ઘન સેન્ટીમીટર 5.51 ગ્રામ છે.

ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી પૃથ્વીનો વ્યાસ વિષુવવૃત્ત તરફના વ્યાસ કરતા 43 કિ.મી. ઓછો છે.

પૃથ્વીના વાતાવરણમાં પાંચ સ્તરો છે - ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્સ્પોફિયર. પૃથ્વીનું વાતાવરણ જમીનની સપાટીથી 50 કિ.મી.ની ઉચાઈએ સૌથી મોટો છે અને તેનો વિસ્તાર 10,000 કિ.મી. સુધી ફેલાયેલો છે.

 વિમાન 60,000 ફૂટની ઉચાઇએ ઉડે છે, જે લગભગ 18.288 કિ.મી થાય

 પૃથ્વીના વાતાવરણનો છેલ્લો સ્તર, એક્સોસ્ફિયર 700 કિલોમીટરથી વધુનો વિસ્તાર કરે છે, જેનો અર્થ છે કે આ સ્તર દરિયાની સપાટીથી 10,000 કિલોમીટર સુધી બાહ્ય અવકાશમાં સ્થિત છે.

 પૃથ્વી પર દર ચાર વર્ષે શા માટે લીપ વર્ષ આવે છે? કારણ કે પૃથ્વી પરનું એક વર્ષ બરાબર 5 365 દિવસનું નથી, પણ 5 365.૨564 days દિવસ છે, આ વધારાના 0.2564 દિવસ ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે એક વધારાનો દિવસ (લીપ ડે) સાથે ગોઠવવામાં આવે છે.

 પૃથ્વીની લગભગ 70% સપાટી મહાસાગરોથી ઢકાયેલી છે, જેમાં આ ગ્રહના 97% પાણીનો સમાવેશ થાય છે, આ મહાસાગરો મહાન રહસ્યો અને ભૌગોલિક સુવિધાઓથી ભરેલા છે. ઉદાહરણ તરીકે, પૃથ્વીની સૌથી લાંબી પર્વતમાળા પણ પાણીની નીચે છે.

 વૈજ્ઞાનિકો માને છે કે, જળચર જીવન 3..8 અબજ વર્ષ પહેલાં મહાસાગરોમાં શરૂ થયું હતું. જેમાં માછલી, દરિયાઈ કીટ વગેરેનું પ્રથમ ઉત્પાદન થયું હતું.

પેસિફિક મહાસાગરની સપાટી હેઠળ જાપાનના દક્ષિણ પૂર્વમાં "મરિયાના ટ્રેન્ચ" તરીકે ઓળખાતી ખાઈ, પૃથ્વી પરની સૌથી ઉડી જાણીતી ખાઈ છે, જે લગભગ સાત માઇલ ઉડે છે.


 નાઇલ નદી એ પૃથ્વી પરની સૌથી લાંબી નદી છે જે બરુન્ડીમાં તેના સ્ત્રોતથી ભૂમધ્ય સમુદ્ર સુધી 6,695 કિલોમીટર સુધી ફેલાયેલી છે, તેમ છતાં, એમેઝોન જળ સંગ્રહના સંદર્ભમાં વિશ્વની સૌથી મોટી નદી છે.

 પૃથ્વી પર હવામાનના પરિવર્તન સૂર્યની આસપાસ ફરવાના કારણે છે.

 પૃથ્વીના પરિભ્રમણની અક્ષ સૂર્યની ફરતે 23.4 ડિગ્રી વલણ ધરાવે છે અને પૃથ્વીની ભ્રમણકક્ષાનું કદ સૂર્યની આસપાસ છે 149,598,262 કિ.મી.

 ​​પૃથ્વીનો વિષુવવૃત્ત પરિઘ 40,030.2 કિ.મી છે 

પૃથ્વીની ઘનતા 5.513 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર સપાટી વિસ્તાર 510,064,472 ચોરસ કિલોમીટર છે.

 પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન -88/58 (લઘુત્તમ / મહત્તમ) ડિગ્રી સેલ્સિયસ છે.

પૃથ્વીની સપાટી પરનો સૌથી ગરમ દિવસ 10 જુલાઈ 1913 ના રોજ કેલિફોર્નિયાના ગ્રીનલેન્ડ રેંચ, ડેથ વેલીમાં નોંધાયેલો 56.7 ° સે (134 ° ફે) ડિગ્રી સેલ્સિયસ હતો.

 પૃથ્વીનું સૌથી ઠંડું કાયમી વસવાટ સ્થળ: રશિયાના સાઇબિરીયામાં એક ગામ ઓયેમકોન, જ્યાં શિયાળામાં તાપમાન -68 ° સે સુધી પહોંચે છે.

પૃથ્વી પર અત્યાર સુધીનું સૌથી ઠંડુ તાપમાન એન્ટાર્કટિકાના વોસ્ટોક સ્ટેશન પર હતું, જે માઈનસ -89.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પૃથ્વી પર સૌથી વધુ વરસાદ મેઘાલયનો મસીનરામ છે, જેમાં સરેરાશ વાર્ષિક 11,871 મીમી વરસાદ પડે છે.

. માલદીવ વિશ્વનો સૌથી સપાટ દેશ છે, જેની સરેરાશ દરિયાઇ સપાટી ૨.4 મીટરથી વધુ છે.

 મનુષ્ય પૃથ્વી પર મળી આવેલા 5000 થી વધુ ખનિજોથી પરિચિત છે.

 પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમાને કર્મન લાઇન તરીકે ઓળખવામાં આવે છે અને આ સીમા પૃથ્વીના સમુદ્ર સપાટીથી 100 કિ.મી.ના અંતરે સ્થિત છે. આ સરહદ પાર કરનારને જ અવકાશયાત્રીઓ કહેવામાં આવે છે.

 પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું લઘુત્તમ અંતર 147.5 મિલિયન કિલોમીટર છે અને પૃથ્વી અને સૂર્ય વચ્ચે મહત્તમ અંતર  152.1 મિલિયન કિલોમીટર છે.

 વૈજ્ઞાનિકો માને છે કે કેટલાક એસ્ટરોઇડ્સ / ધૂમકેતુઓ ભવિષ્યમાં પૃથ્વી પર ત્રાટકશે અને આ ગ્રહના જીવનને સંપૂર્ણપણે નાશ કરી શકે છે. શું તમે જાણો છો કે ડાયનાસોર યુગમાં આવી જ ઘટના બની છે, જેણે પૃથ્વી પરથી ડાયનાસોરની જાતિઓનો નાશ કર્યો હતો.

 વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એવું અનુમાન લગાવ્યું છે કે પૃથ્વીની સપાટીથી નીચે 1000 કિ.મી.ના અંતરે પાણીનું એક સમુદ્ર અસ્તિત્વ ધરાવે છે.



20 April, 2021

રામ નવમી (Ram Navami)

 રામ નવમી

ચૈત્ર સુદ નોમ



રામ નવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્યતિત કર્યુ.

રામાયણ મુજબ ત્રેતા યુગમાં શ્રી રામનો જન્મ હિન્દુ કેલેન્ડરના ચૈત્ર મહિનામાં સુદ નોમના રોજ બપોરના 12 વાગ્યે  થયો હતો. તે દિવસે પુનર્વસુ નક્ષત્ર હતું  

રામ એ ભગવાન વિષ્ણુના સાતમાં અવતાર છે તથા લક્ષ્મણ એ શેષ નાગના અવતાર છે.

રાજા દશરથ ઘરડા થયા ત્યાં સુધી તેમનું કોઈ સંતાન નહોતું . ત્યારબાદ રાજા દશરથે પુત્રકામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. મહર્ષિ વશિષ્ઠના કહેવા પર રાજા દશરથે ઋષ્યશૃંગને આ યજ્ઞ કરવા માટે આમંત્રિત કર્યા. ઋષિ ઋષ્યશૃંગને કારણે જ આ યજ્ઞ સંપન્ન થયો. આ યજ્ઞના ફળસ્વરૂપે જ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ થયા હતા. આ બાળકોના જન્મ બાદ કુળ પુરોહિત વશિષ્ઠજીએ કૌશલ્યાના પુત્રનું નામ રામ રાખ્યું. કૈકેયીના દીકરાનું નામ ભરત અને સુમિત્રાના બન્ને બાળકોનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યાં. 

આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ (ઉત્તર પ્રદેશ), સીતામઢી (બિહાર), જનકપુર ધામ (નેપાળ), ભદ્રાચલમ (તેલંગાણા), કોદંદરામ મંદિર (આંધ્ર પ્રદેશ) તથા રામેશ્વરમ (તામિલ નાડુ) તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.



રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. વાલ્મિકીએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી

વાલ્મિકી રામાયણમાં ૨૪,૦૦૦ શ્લોકો છે. રામાયણ મૂળ ૬ કાંડોમાં વહેંચાયેલું છે:

  1. બાલકાંડ
  2. અયોધ્યાકાંડ
  3. અરણ્યકાંડ
  4. કિષ્કિંધાકાંડ
  5. સુંદરકાંડ
  6. યુદ્ધકાંડ - લંકાકાંડ
  7. ઉત્તર કાંડ

રામાયણમાં ભગવાન વિષ્ણુના સાતમા અવતાર ગણાતા શ્રી રામની જીવનકથા કહેવામાં આવી છે. આ રામકથાની હિંદુ સંસ્કૃતિ પર એટલી ઊંડી અને તીવ્ર અસર પડી છે કે તેનાં પાત્રો જાણે કે દરેક હિંદુ કુટુંબના રોજીંદા જીવનનો એક હિસ્સો બની ગયાં છે.

રામ અને હનુમાનનાં મંદિરો દ્વારા, રામનવમી, દશેરા અને દિવાળીના તહેવારોની ઉજવણી દ્વારા અને રામકથા, રામલીલા તથા રાવણદહનના પ્રસંગો દ્વારા શ્રી રામની યાદને હંમેશાં જીવંત રાખવામાં આવે છે.

રામકથાની વિષયવસ્તુ પર હજારો પુસ્તકો લખાયાં છે, અસંખ્ય નાટકો લખાયાં અને ભજવાયાં છે, સેંકડો ફિલ્મો બની છે અને સંખ્યાબંધ ટીવી સીરીયલ્સ બની છે. અનેક ચિત્રકારો, શિલ્પકારો, સંગીતકારો અને નૃત્યકારોએ પોતપોતાની કલા દ્વારા રામકથાને વિવિધ રીતે પ્રસ્તુત કરી છે.

રામાયણ એટલે રામ + અયન, અર્થાત રામનો પ્રવાસ, રામની પ્રગતિ.

શબ્દાર્થ મુજબ રામાયણ એટલે રામના ઉત્તર ભારતના અયોધ્યાથી શરુ કરીને મધ્ય અને દક્ષિણ ભારત વીંધીને સમુદ્ર પર આવેલા શ્રીલંકા સુધીના પગપાળા પ્રવાસ અને તેને સંલગ્ન ઘટનાઓનું વર્ણન.

રામાયણ સંસ્કૃત સાહિત્યનું પ્રથમ મહાકાવ્ય છે અને તેની રચના આદિ કવિ તરીકે ઓળખાતા મહર્ષિ વાલ્મીકિએ કરી છે. વાસ્તવમાં મહર્ષિ વાલ્મીકિ માત્ર ભારતના જ નહિ, પણ સમગ્ર વિશ્વના આદિ કવિ (સૌથી પ્રાચીન કવિ) છે.

મહર્ષિ વાલ્મીકિ રામાયણના રચયિતા હોવા ઉપરાંત રામકથાનું એક અગત્યનું પાત્ર પણ છે. લંકાથી પરત આવ્યા બાદ રામે સગર્ભા સીતાનો ત્યાગ કરતાં સીતાએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં આશ્રય લીધો હતો, જ્યાં સીતાએ લવ અને કુશ નામના બે જોડિયા પુત્રોને જન્મ આપ્યો હતો. વાલ્મિકીએ લવ અને કુશનો સુંદર ઉછેર કરીને તેમને શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાનની સાથે રામકથાનું જ્ઞાન પણ આપ્યું હતું.

અનુષ્ટુપ છંદમાં સમગ્ર માનવજાતને આદર્શ જીવન માટેનું માર્ગદર્શન મળે તેવી રામની જીવનકથા રચી, જે વાલ્મીકિ રામાયણ અથવા મૂળ રામાયણ તરીકે જાણીતી ઓળખાય છે.

 રામાયણ ગ્રંથોમાં ભક્તકવિ તુલસીદાસ રચિત ‘રામચરિત માનસ’ ઉત્તર ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ગ્રંથ છે જે અવધિ ભાષામાં રચાયેલ છે.

કમ્બન દ્વારા રચાયેલ રામાવતારમ, જે કમ્બ રામાયણ તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય ગ્રંથ ગણાય છે.

ગુજરાતમાં રામકથાને વધુ લોકપ્રિય બનાવવામાં સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મોરારિબાપુનો સિંહફાળો છે.    

લોકપ્રિય લેખક અશોક બેન્કર દ્વારા વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૨ દરમ્યાન રામકથાનાં આઠ વોલ્યુમ બહાર પાડવામાં આવ્યાં છે, જે બેસ્ટ સેલર પુસ્તકો બન્યાં છે.

રામાયણમાં સાત કાંડ (વિભાગ) છે: આદિ (બાલ) કાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિન્ધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આદિકાંડ સૌથી મોટો અને કિષ્કિન્ધાકાંડ સૌથી નાનો છે. શબ્દરચના અને ભાષાશૈલીને ધ્યાનમાં રાખતાં પહેલો અને છેલ્લો કાંડ પાછળથી ઉમેરાયા હોવા જોઈએ એવું કેટલાક વિદ્વાનો માને છે.

રામાયણમાં સાત કાંડમાં કુલ ૬૪૫ સર્ગ (પ્રકરણ) અને ૨૩૪૪૦ શ્લોક છે. સંસ્કૃત ભાષામાં અનુષ્ટુપ છંદરૂપે રચાયેલ આ શ્લોકો અનુપમ કાવ્યરચના છે

વાલ્મીકી રામાયણમાં રામની જીવનકથા આલેખવામાં આવી છે. તેમાં અયોધ્યાના સમ્રાટ દશરથને ત્યાં રામ નામના પુત્રના જન્મથી શરુ કરીને રામનાં સીતા સાથે લગ્ન, રાજ્યાભિષેકના દિવસે પિતાના વચનના પાલન માટે રામનું ચૌદ વર્ષ માટે વનવાસગમન, તે દરમ્યાન રામનો ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધીનો પગપાળા પ્રવાસ, રાવણ દ્વારા સીતાનું અપહરણ, રામ દ્વારા વાનર અને રીંછ જાતિના લોકોની મદદ વડે લંકા પર આક્રમણ કરીને રાવણવધ, રામનો અયોધ્યાના રાજા તરીકે રાજ્યાભિષેક અને રામ દ્વારા આદર્શ રાજ્યવહીવટ થકી રામરાજ્યની સ્થાપના એમ વિવિધ પ્રસંગોનું આલેખન છે..

રામાયણની થીમ ‘આદર્શ’ પર આધારિત છે. તેમાં પુત્ર, ભાઈ, પતિ, પત્ની, મિત્ર, રાજા, વિગેરેનાં આદર્શ પાત્રાલેખન દ્વારા ઉત્તમ કુટુંબ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાનું ચિત્રણ કરીને આદર્શ સમાજના નિર્માણ માટેનું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરાયો છે.

રામાયણમાં રસપ્રદ કથા ઉપરાંત પ્રકૃતિનું સુંદર વર્ણન અને તે સમયની રાજકીય અને ભૌગોલિક પરિસ્થિતિ વિષે વિસ્તૃત જાણકારી પણ છે. તદુપરાંત રામાયણમાં દર્શન, રાજનીતિ, નૈતિકતા, શાસનકુશળતા, ખગોળશાસ્ત્ર, મનોવિજ્ઞાન, પિતૃભક્તિ, ભ્રાતૃપ્રેમ, પતિવ્રત ધર્મ, આજ્ઞાપાલન, વચનપાલન, સત્યપરાયણતા  જેવા અનેકવિધ વિષયોની છણાવટ છે.

રામાયણમાં મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર અને રાક્ષસ એવી જુદી જુદી માનવજાતિઓનું વર્ણન છે.       

અકબરે વર્ષ ૧૫૮૮માં સચિત્ર રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. ૩૬૫ પાનાં ધરાવતા આ ગ્રંથમાં અદભૂત કલાકૃતિ સમાન ૧૭૬ રંગીન ચિત્રો છે. આ ગ્રંથ હાલ જયપુર મહેલ મ્યુઝિયમમાં સચવાયેલ છે       

રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઇ દેવ વગેરે મારી શકે નહિ. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઇ અભય-વરદાન માંગ્યુ નહી. અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઇને રાવણનો વધ કર્યો. 

ભગવાન રામે રાવન સાથે યુદ્ધ કરી દશહરાના દિવસે રાવણનો વધ કર્યું હતું . જેને અધર્મ પર ધર્મની વિજય સ્વરૂપ ગણાય છે.



રામાયણના પાત્રો

  • રામ - વિષ્ણુ નાં અવતાર.
  • સીતા - રામના પત્ની.
  • લવ - રામ અને સીતાનો પુત્ર.
  • કુશ- રામ અને સીતાનો પુત્ર.
  • દશરથ - રામના પિતા. અયોધ્યાના રાજા.
  • કૌશલ્યા - રામની માતા.
  • કૈકેયી - દશરથ રાજાના પત્ની અને ભરતની માતા
  • સુમિત્રા - દશરથ રાજાના પત્ની અને લક્ષમણ તથા શત્રુઘ્ન ના માતા.
  • લક્ષ્મણ - રામના ભાઈ. સુમિત્રાનો મોટો પુત્ર.
  • ભરત - રામના ભાઈ. કૈકેયીનો પુત્ર.
  • શત્રુઘ્ન - રામના ભાઈ. સુમિત્રાનો નાનો પુત્ર.
  • જનક-સુનયના - સીતાના પિતા-માતા.
  • ગુહ - રામનો મિત્ર અને જંગલના રાજ્યનો રાજા.
  • વશિષ્ઠ - અયોધ્યાના રાજ્યગુરુ.
  • વિશ્વામિત્ર - રામના ગુરુ અને વશિષ્ઠના મિત્ર.
  • સુગ્રીવ - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. રામનો મિત્ર.
  • વાલી - વાનરકુળનો કિષ્કિંધાનો રાજા. સુગ્રીવનો મોટો ભાઈ.
  • તારા - વાલીની પત્ની.
  • હનુમાન- સુગ્રીવનો મંત્રી, રામના ભક્ત.
  • જાંમવંત - રીંછકુળનો સુગ્રીવની સભામાં મંત્રી.
  • અંગદ - વાલીનો પુત્ર
  • નલ- વિશ્વકર્માનો પુત્ર, સુગ્રીવનો સેનાની.
  • જટાયુ - ગીધ પક્ષી, દશરથનો મિત્ર.
  • સંપાતિ - જટાયુનો મોટો ભાઈ.
  • રાવણ - લંકાનો રાજા અને શિવ નો પરમ ભક્ત.
  • મંદોદરી - રાવણની પટ્ટરાણી.
  • વિભીષણ - રાવણનો નાનો ભાઈ અને મંત્રી.
  • કુંભકર્ણ - રાવણનો નાનો ભાઈ.
  • શૂર્પણખા - રાવણની બહેન.
  • ખર, દૂષણ - રાવણની દંડકારણ્યમાંની સેનાના અધિપતિ.
  • મારિચ - તાડકાનો પુત્ર અને સુવર્ણ મૃગની માયા કરનાર રાક્ષસ.
  • મેઘનાદ, ઇન્દ્રજીત - રાવણનો મોટો પુત્ર.
  • મકરધ્વજ - હનુમાનજીનો પુત્ર.
  • ઉર્મિલા - લક્ષમણના પત્ની.
  • માંડવી - ભરતના પત્ની.
  • અહલ્યા - ઋષિ ગૌતમના પત્ની જેને શ્રીરામે શ્રાપ મુક્ત કર્યા

પ્રશ્નો
  1. રામના પિતાનું નામ શું હતું- દશરથ
  2. રામના માતાનું નામ શું હતું- કૌશલ્યા
  3. રામના ભાઇઓના નામ શું હતા- લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન
  4. રામની બહેન અને બનેવીનું નામ શું હતું.- શાંતા, ઋષ્યશૃંંગ
  5. રાજા દરશથને કેટલી રાણીઓ હતી.- 3
  6. રાજા દશરથની રાણીઓના નામ- કૌશલ્યા, સુમિત્રા,કૈકયી
  7. શ્રી રામના પત્નીનું નામ શું હતું- સીતા
  8. રામના પુત્રોના નામ શું હતા.- લવ અને કુશ
  9. રામના અનન્ય ભકતનું નામ શું હતું- હનુમાન
  10. શ્રી રામે રામ રાજ્ય નિર્માણ કયુ તે રાજ્ય ક્યુ છે- અયોધ્યા
  11. અયોધ્યા કઇ નદીના કાંઠે આવેલ છે- સરયૂ
  12. લક્ષ્મણ અને  શત્રુઘ્નના માતાનું નામ શું હતું.- સુમિત્રા
  13. ભરત ના માતાનું નામ શું હતું- કૈકયી
  14. રામનો જન્મ કયા કૂળમાં થયો હતો- ઇક્ષ્વાકુ વંશ, રઘુકૂળ, સૂર્યવંશ
  15. ભગવાન રામ નો જન્મ ક્યારે થયો હતો- ચૈત્ર સુદ નોમ બપોરે 12 વાગ્યે
  16. રામનો જન્મ થયો ત્યારે ક્યુ નક્ષત્ર હતુ- પુનર્વસુ
  17. રામ નવમી કઈ ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે - વસંત ઋતુ
  18. રામ કેટલા વર્ષના વનવાસે ગયા હતા- 14 વર્ષ
  19. રામચરિતમાનસ નામનો ગ્રંથ કોણે લખ્યો- તુલસીદાસ
  20. શ્રીરામનો જન્મ કયા યુગમાં થયો હતો ?- ત્રેતયુગ
  21. રામ ના ગુરુ નું નામ શું હતું- વિશ્વામિત્ર
  22. રાવણે કોને યુધ્ધમાં હરાવીને પુષ્પક વિમાન ઉપર અધિકાર જમાવી લીધો હતો- કુબેર
  23. શ્રી રામનું જન્મસ્થળ અયોધ્યા હાલમાં ભારતના કયા રાજ્યમાં આવેલું છે -ઉત્તરપ્રદેશ
  24. ભગવાન રામના જીવન પર આધારિત કયો ગ્રંથ લખાયેલ છે- રામાયણ
  25. રામાયણની રચના કોણે કરી હતી- વાલ્મિકી
  26. મૂળ રામાયણમાં કેટલા કાંડ આવેલ છે.- 6
  27. વાલ્મીકી રચિત રામાયણ ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે- સંસ્કૃત
  28. વાલ્મિકી દ્વારા રચિત રામાયણ માં કેટલા શ્લોકો છે ?- 24000
  29. વાલ્મિકી દ્વારા રચિત રામાયણ કયા પદમાં રચાયેલ છે- અનુષ્ટુપ
  30. ભગવાન રામ એ કોના અવતાર છે- વિષ્ણુ ભગવાન
  31. વિષ્ણુ ભગવાનનો રામ કેટલામો અવતાર છે.- સાતમો
  32. લક્ષ્મણની પત્નીનું નામ શું હતું- ઉર્મિલા
  33. ભરતની પત્નીનું નામ શું હતું‌- માંડવી
  34. શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું- શ્રુતકિર્તી
  35. રામના અન્ય નામો- મર્યાદા પુરુષોત્તમ, દશરથનંદન, કૌશલ્યાનંદન, રામચંદ્ર
  36. રામની સાથે અન્ય કોણે 14 વર્ષનો વનવાસ કર્યો હતો.- લક્ષ્મણ અને સીતા
  37. રાવણે સીતાજીનું અપહરણ કરી લંકામાં કયા સ્થળે રાખ્યા હતા- અશોક વાટિકા
  38. રામ કેટલા વર્ષે પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવાસ કર્યો હતો- 27
  39. રામે કેટલા વર્ષે રાજ્ય શાસન શરુ કર્યુ હતું- 42
  40. રામના વનવાસ દરમિયાન ભરતે ક્યા રહી રાજ્ય ચલાવ્યું હતું- નંદીગ્રામ



રામાયણ ટી.વી. સિરિયલના 
તમામ એપિસોડ તમારા મોબાઇલમા જોવા માટે અહી ક્લિક કરો.