વિશ્વ પૃથ્વી દિવસ (World Earth Day)
22 એપ્રિલ
પૃથ્વી વિશેની એક કવિતા દ્વારા પૃથ્વીને સમજીએ
मैं पृथ्वी, ब्रह्मांड का नीला,
और सूर्य से तीसरा ग्रह
ज्ञात ब्रह्माण्ड में एकमात्र
जहाँ हवा, पानी,जीव जगत
जीवन का अस्तित्व
और हरियाली उपस्थित
मेरा नामकरण संस्कृत शब्द
'पृथिवी' से हुआ,जिसका
अर्थ है, एक विशाल धरा
पुराणों में महाराज पृथु के
नाम पर भी मेरा नामकरण
मेरे अन्य नाम हैं
भू,भूमि, धरा,धरित्री
रसा, रतनगर्भा
अंग्रेजी में अर्थ (Earth)
लैटिन में टेरा (Terra)
मेरी आयु लगभग
4.54 बिलियन साल
मैं अपने अक्ष पर घूमती
पश्चिम से पूर्व दिशा में
एक घूर्णन में 23 घण्टे,
56 मिनट, 4.091 सेकेण्ड
का समय लगता
इसी से होते दिन व रात
निश्चित अंडाकार पथ पर
मैं करती सूर्य की परिक्रमा
365 दिन 5 घंटे 48 मिनट
45.51 सेकंड में पूरा
एक चक्कर कर लेती
इस गति से ही होते
मुझ में ऋतु परिवर्तन
मै अपनी धुरी पर 1600
किलोमीटर प्रति घण्टे की
रफ्तार से घूम रही और
सूर्य के इर्द-गिर्द 29 किलोमीटर
प्रति सेकेण्ड की
रफ्तार से चक्कर लगा रही
मेरी सतह का 71% भाग
जल से तथा 29% भाग
भूमि से ढका,मेरे जीव जगत
को मिलती सूर्य से ऊर्जा
यही ऊर्जा जीवन चक्र
चलाती, और पृथ्वी की
सतह को गरम रखती
सूर्य के बाद मेरा
सबसे नजदीकी तारा
है प्रॉक्सिमा सेन्चुरी ,
चंद्रमा मेरा एकमात्र उपग्रह
मेरी गुरुत्वाकर्षण शक्ति
मुझे अन्य ग्रहों से
विशेष, विशिष्ट बनाती
औद्योगिकरण,आधुनिकीकरण से
कर रहे मुझे मेरे बच्चे
दूषित ,प्रदूषित कर रहे
विकास की अंधाधुंध दौड़ में
विनाश की तरफ बढ़ रहे
अगर अब भी ना जागे तुम
अगर अब भी ना संभले तुम
याद रखो मैं कर लेती हूं
खुद को संतुलित और सुरक्षित
पर तुम्हें इसकी कीमत
चुकानी पढ़ सकती है
मत करो मेरा अति दोहन
मत करो मुझे प्रदूषित
जीव जगत को भी रखो संतुलित
जब मुझे करोगे सुरक्षित,और
संरक्षित तभी तुम्हारा जीवन
होगा खुशहाल और सुरक्षित।
આજે વિશ્વ પૃથ્વી દિવસ છે. લોકો કુદરતીસ્રોતોનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને હવા, પાણી, જમીન તથા અવાજનું પ્રદૂષણ ઘટાડે તેહેતુથી સૌને જાગૃત કરવા 22 એપ્રિલ,1970 થી આજના દિવસે પૃથ્વી દિવસ મનાવવાનું શરૂકરાયું હતું. તે વખતના અમેરિકાના સાંસદ ગેરાલ્ડ નેલ્સને પૃથ્વી દિવસ મનાવવાનો પ્રારંભ કરાવ્યો હતો.
પૃથ્વી દિવસને પહેલીવાર 1970માં 22 એપ્રિલે મનાવવામાં આવ્યો હતો.
આ દિવસ પ્રથમવાર એપ્રિલ 1970માં એ હેતુથી ઉજવવામાં આવ્યો હતો કે લોકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય.
ઇતિહાસ:
ઇ.સ.૧૯૬૯માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યોજાયેલ UNESCO સમેલનમાં જહોન મેક્કોનેલ દ્વારા પૃથ્વી દિન મનાવવાનો પ્રસ્તાવ રખાયો હતો. તેના એક મહિના બાદ અમેરિકન સેનેટર ગેરાલ્ડ નેલ્સને અલગથી ૨૨ એપિલના રોજ પર્યાવરણીય શિક્ષણ મળી રહે તે અર્થે ‘વિશ્વ પૃથ્વી દિન’ મનાવવાની ઘોષણા કરી. તેમના આ કાર્ય બદલ તેમને ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ’ પુરસ્કારથી સન્માનિત કરાયા.
વિશ્વ પૃથ્વી દિન મનાવવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે કે આ દિવસે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વસંત અને દક્ષીણ ગોળાર્ધમાં પાનખરની ઋતુ હોય છે.
સૂર્યથી પૃથ્વીનું અંતર ૧૪,૯પ,૯૭,૯૦૦ કિ.મી. છે જ્યારે તેનો વ્યાસ ૧૨,૧પ૬ કિલોમીટર છે.સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય ૩૬પ.૨૬ દિવસ લાગે છે.પૃથ્વીના ધરીભ્રમણનો સમય ૨૩ કલાક, પ૬ મિનિટ છે.તો તેની સપાટીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ ૭૦ થી પપ ડિગ્રી સેન્ટીગ્રેડ છે
21 ટકા ઓકિસજન, 78 ટકા નાઈટ્રોજન, 0.03 ટકા કાર્બન ડાયોકસાઈડ અને બાકીના વાયુઓમાં ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ, રેડોન, ઝેનોન આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જેને આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલા જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ વિ. માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે. ઔધોગીકરણની વૃદ્ધિના કારણે,પુષ્કળ પ્રમાણમાં વનોની જગ્યાઓનું સ્થાન લીધું છે જેના લીધે પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ થઈ છે.પર્યાવરણ પ્રદુષણની સમસ્યાઓના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ અને સ્વાસ્થ્યની સમસ્યાઓમાં અનેક ગણો વધારો થયો છે.સારા નાગરિકો તરીકે,સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે નાના પગલાઓ ઉઠાવવાની આપણી જવાબદારી છે.
આજે વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી નિમિત્તે આપણે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લેવી જોઈએ. આ ઉપરાંત પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવી અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત કરીશ નહિ તેવા શપથ ગ્રહણ કરવા જોઈએ. કાર્બન ડોયકસાઈડમાં થતાં વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેકટ સર્જાઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામ ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે. આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું.
આપણે વીજળી બચાવવી જોઈએ. તેનાથી ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી બચી શકાય છે. આ સમસ્યાને કારણે પૃથ્વી પર પ્રાક્ર્તિક અસંતુલન વધે છે.
પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
પ્લાસ્ટિકને કારણે પૃથ્વી પર અતત ગંદકી વધી રહી છે
કેમિકલ અને તેનાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચવુ જોઈએ. કેમિકલથી પૃથ્વી પર પાણી, હવા અને માટી એટલે કે દરેક પ્રકારનુ પ્રદૂષણ ફેલાય છે. આપણે તેને રોકવુ જોઈએ
ગૂગલએ અર્થ ડે એટલે કે પૃથ્વી દિવસની 50મી વર્ષગાંઠ પર એક ખાસ ડૂડલ બનાવ્યુ છે. પૃથ્વી દિવસના 50 વર્ષ પૂરા થવા પર ગૂગલે આને સેલિબ્રેટ કર્યુ છે. World Earth Day 2020ની 50મી વર્ષગાંઠ ગુગલે પોતાના ખાસ ડૂડલથી એક સંદેશ આપ્યો છે. આ ખાસ ડૂડલને ક્લિક કરીએ એટલે એક વીડિયો સંદેશ જોવા મળે છે. જેમાં એક મધમાખીના મહત્વને દર્શાવવામાં આવ્યુ છે. ગુગલે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે ધરતી પર દરેક નાનાથી મોટા જીવનું પોતાનું મહત્વ છે.
વર્ષ 2022 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: Invest In Our Planet
વર્ષ 2021 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: Restore Our Earth
વર્ષ 2020 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: Climate Action
વર્ષ 2019 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ: protect our species
વર્ષ 2018 ની વિશ્વ પૃથ્વી દિવસની થીમ - 'End Plastic Pollution'.
વિશ્વ પૃથ્વી દિન 2017ની થીમ; Environmental and climate literacy.
પૃથ્વી વિશે આટલું યાદ રાખો
- પૃથ્વીનો ભૂમધ્યરેખા પરિધ ૪૦૦૭૫ કિલોમીટર છે.
- પૃથ્વી ૧૦૭૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરે છે. એક પ્રદક્ષિણા એટલે આપણે એક વર્ષ ૩૬૫ દિવસ, પાંચ કલાક, ૪૮ મિનિટ અને ૪૬ સેકંડમાં પૂરો થાય છે.
- પૃથ્વી તેની ધરી પર પશ્વિમથી પૂર્વ તરફ ચક્રાકાર (ધરીભ્રમણ) ફરે છે. તે ૧૬૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફરે છે. અને એક (ચક્ર આપણે એક દિવસ) પુરું કરતાં ૨૩ કલાક ૫૬ મિનિટ અને ચાર સેકંડ લાગે છે.
- પૃથ્વીના ધરીભ્રમણથી દિવસ રાત અને સૂર્ય પ્રદક્ષિણાથી ઋતુઓ સર્જાય છે.
- પૃથ્વીનો પ્રદક્ષિણા પથ લંબગોળ છે. તેથી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર બદલાય છે. ત્રીજી જાન્યુઆરીએ આ આંતર સૌથી ઓછું અને ચોથી જૂલાઈએ આ અંતર સૌથી વધુ હોય છે.
- ૨૧મી જૂને પૃથ્વીના કર્ક રેખા પર સૂર્યના કિરણો ૯૦ અંશતાપૂર્ણ પડે છે. તેથી ઉત્તરગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ બને છે. તેને સમર સોલ્ટિસ કહે છે.
- ૨૧મી માર્ચ અને ૨૩ ડિસેમ્બરે વિષુવવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે. આ બંને દિવસે દિવસ અને રાત એક સમાન ૧૨-૧૨ કલાકના હોય છે.
- પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર (મેગ્નેટિક ફિલ્ડ) સૌથી બળવાન છે. તેના પેટાળમાં નિકલ અને લોખંડનો જથ્થો વધુ હોવાથી આ લાક્ષણિકતા મળી છે. અને તેને કારણે પૃથ્વી સોલાર વાઈન્ડ (સૌરપવન) સામે રક્ષણ મેળવી શકે છે.
- પૃથ્વી એક માત્ર ગ્રહ એવો છે કે જેના પર પાણી અને સજીવ સૃષ્ટિ છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work