સર આઇઝેક ન્યુટન
(ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમોના શોધક)
આધુનિક ભૌતિકશાસ્ત્રના પિતા સર આઇઝેક ન્યૂટને ગતિના ત્રણેય નિયમો શોધી કાઢ્યા તથા ગુરુત્વાકર્ષણનો નિયમ પણ શોધ્યો.. ન્યૂટને ગણિતમાં કેલ્ક્યુલસનો પાયો નાખ્યો હતો અને પ્રિઝમની મદદથી તેમણે શોધ્યું કે સફેદ રંગમાં સાત રંગનો સમાવેશ થાય છે.
ન્યુટન ઇંગ્લેન્ડના મહાન ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, ફિલસૂફ, રસાયણવિજ્ઞાની અને ધર્મશાસ્ત્રી હતા, જેમની ગણના અનેક વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત સભ્યો દ્વારા માનવીય ઇતિહાસમાં સૌથી વધુ પ્રભાવશાળી પુરુષોમાંના એક પુરૂષ તરીકે થાય છે.
ન્યુટનનો જન્મ 4 જાન્યુઆરી 1643 ના રોજ ઇંગ્લેન્ડના લિંકનશાયરના વૂલસ્ટોર્પમાં થયો હતો. "જૂના" જુલિયન કેલેન્ડરનો ઉપયોગ કરીને કેટલીકવાર ન્યુટનની જન્મ તારીખ 25 ડિસેમ્બર, 1642 ની જેમ પ્રદર્શિત થાય છે.
12 વર્ષની ઉંમરે લિંકનશાયરમાં આવેલા ગ્રંથહામની કિંગ્સ સ્કૂલમાં તેમણે શાળાએ જવાનું શરૂ કર્યું. તે શાળામાં એક હોશિયાર વિદ્યાર્થી ન હતા, પણ પેઇન્ટિંગ અને મશીનરીમાં તેની વિશેષ રુચિ હતી. આ જોઈને તેના કાકાએ 19 વર્ષની ઉંમરે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં પ્રવેશ અપાવ્યો.
1665 માં, ન્યૂટન કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા.
સફરજનના વૃક્ષ નીચે બેસેલા ન્યુટનને ઝાડ પરથી પડતાં સફરજનને જોઈને વિચાર આવ્યો કે દરેક પડતો પદાર્થ જમીન તરફ જ શા માટે આવે છે? એ સવાલનો જવાબ શોધવામાંથી જ ન્યુટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો.
ન્યુટનનું જન્મસ્થાન હવે પ્રવાસીઓ માટે મ્યુઝિયમ છે અને અહીં ન્યુટન જેમની નીચે બેઠા હતાં એ સફરજનનું વૃક્ષ તો નથી, પરંતુ તેનુ વંશજ વૃક્ષ ઉભું છે.
ગુરુત્વાકર્ષણનો નિયમ ન વર્ણવાયો હોત તો શું ફરક પડયો હોત એ ખબર નથી પણ તેની ઓળખાણ વિજ્ઞાન જગત માટે બહુ મહત્ત્વની પુરવાર થઈ છે. એ વાત સમગ્ર વિજ્ઞાાન જગત સ્વિકારીને ચાલે છે.
સિદ્ધાંતની હાજરી તો વર્ષોથી હતી જ પરંતુ તેની વિધિવત ઓળખ અને ગુરુત્વાકર્ષણ જેવી કોઈ ચીજ અસ્તિત્વ ધરાવે છે, એવું 1687 માં સર આઈઝેક ન્યુટને પ્રતિપાદિત કર્યુ
આ સિદ્ધાંત મુજબ, "બ્રહ્માંડમાં પ્રત્યેક પદાર્થ આકર્ષક બળ દ્વારા દરેક અન્ય ઓબ્જેક્ટને દોરે છે, જે તેમના સમૂહ (ડી) ના ઉત્પાદન માટે પ્રમાણસર છે અને અંતરના ચોરસના પ્રમાણમાં પ્રમાણસર છે."
સુર્ય અને પૃથ્વી બ્રહ્માંડમાં એકબીજાના ગુરુત્વાકર્ષણથી જોડાયેલા છે. જો ગુરુત્વાકર્ષણ ન હોય તો સુર્ય-પૃથ્વી એકબીજાથી ક્યાંય દૂર ફંગોળાઈ ચુક્યા હોત. એ રીતે બ્રહ્માંડના બધા પદાર્થોને જોડતું એકમાત્ર દોરડું એટલે ગુરુત્વાકર્ષણ બળ. એ દોરડું કોઈને દેખાતું નથી, પણ બધાને પકડી રાખે છે.
નિયમ પ્રમાણે બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવતા દરેક પદાર્થને તેના ગજા પ્રમાણે ગુરુત્વાકર્ષણ બળ હોય છે. એટલે કે એ પદાર્થ પોતાના બળને આધારે બીજા પદાર્થને ખેંચતો હોય છે. એટલે જ બ્રહ્માંડમાં પૃથ્વી અને બીજા ગ્રહો કોઈ ટેકા વગર એકબીજાના ગુરુત્વાકર્ષણના આધારે ટકી રહ્યાં છે. આપણે પણ પૃથ્વી ઊંધી હોય કે ચત્તી અવકાશ તરફ ફંગોળાઈ જતાં નથી કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ આપણને ચોંટાડી રાખે છે. ગુરુત્વાકર્ષણને કારણે જ આપણે કુદકો મારીએ ત્યારે પાછા પૃથ્વી પર પટકાઈએ છીએ, ઊંચે ઊડી નથી જતાં. મહાસાગરોમાં પાણી માત્રને માત્ર ગુરુત્વાકર્ષણને જ કારણે ક્યાંય છલકાઈ નથી જતું.
ગુરુત્વાકર્ષણ પહેલા ન્યુટને નાનપણમાં એક સુર્યઘડિયાળ અને પવનચક્કીનું મોડેલ પણ બનાવ્યુ હતું. ગુરુત્વાકર્ષણનું વર્ણન તેમણે પોતાના પુસ્તક 'મેથેમેટિકલ પ્રિન્સિપલ ઓફ નેચરલ ફિલોસોફી'માં કર્યુ હતું. એ પુસ્તકમાં વિજ્ઞાાન જગતને માર્ગદર્શન આપે એવી અનેક શોધો-સંશોધન હોવાથી એ પુસ્તક વિજ્ઞાાન ઈતિહાસના સૌથી મહત્ત્વના ગ્રંથ પૈકીનું એક ગણાય છે.
ન્યુટને આપેલા ગતિના નિયમો :
પહેલો નિયમ (જડત્વનો નિયમ) : સ્થિર સ્થિતિમાં રહેલી વસ્તુ સ્થિર બની રહેશે અને સમાન ગતિ અવસ્થામાં રહેલી ચીજવસ્તુ પર કોઈ બાહ્મ બળ લાગૂ નહીં પડે ત્યાં સુધી તે સમાન દિશામાં સમાન વેગ સાથે ગતિ કરતી રહેશે
બીજો નિયમ : એક વસ્તુ પર લગાવવામાં આવેલું બળ સમય સાથે તેના વેગમાં ફેરફારના દર બરાબર હોય છે.
ત્રીજો નિયમ : દરેક ક્રિયાની સમાન અને વિપરીત પ્રતિક્રિયા હોય છે અથવા આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે
દા.ત. (i) બંદૂક્થી ગોળી મારતા ચલાવનારને પાછળની બાજુએ ધકેલી દેવામાં આવે છે (ii) જ્યારે બોટથી કિનારા પર કુદવામાં આવે ત્યારે બોટનું પાછુ ધકેલાવું, રોકેટને ઉડાવવા માટે
સર આઈઝેક ન્યૂટનનું 1867માં પ્રકાશિત થયેલું સંશોધન પત્ર ફિલોસોફી નેચરેલિસ પ્રિન્સિપયા ઓફ મેથેમેટિકા જે સામાન્ય ભાષામાં પ્રિન્સિપિયા તરીકે પણ જાણીતું છે જેની ગણતરી દુનિયાના સૌથી પ્રભાવશાળી પાંચ પુસ્તકોમાં થાય છે.
ન્યુટનની પ્રથમ મોટી જાહેર વૈજ્ઞાનિક સિદ્ધિ 1668 માં પ્રતિબિંબિત ટેલિસ્કોપની રચના અને નિર્માણ હતી.
ન્યૂટને જ કેપ્લરના ગ્રહિય ગતિના નિયમો અને પોતાના ગુરૂત્વાકર્ષણના સિદ્ધાંતો વચ્ચે સાતત્ય સ્થાપિત કરી દર્શાવ્યુ હતુ કે પૃથ્વી પર ચીજવસ્તુઓની ગતિ અને અવકાશી પદાર્થોની ગતિનું નિયંત્રણ કે સંચાલન કુદરતી નિયમો દ્વારા થાય છે
ન્યૂટન અતિશય ધુની પણ હતા. એટલા ધૂની કે જ્યાં સુધી પ્રશ્નનું સમાધાન ન મળે ત્યાં સુધી એકના એક પ્રયોગ પાછળ વગર થાક્યે તે લાગ્યા રહેતા હતા
ન્યૂટનના સમયના કેટલાય વૈજ્ઞાનિકોએ પોતાના જીવનના દાયકાઓ આ શોધ પાછળ ખર્ચી નાંખ્યા હતા, આ પ્રવાહમાં ન્યૂટન પણ બાકી નહોતા. તેમણે પણ ‘આલ્કેમી’ તરીકે ઓળખાતા આ શાસ્ત્ર પાછળ પોતાના ઘણા વર્ષો ખર્ચ્યા હતા. જોકે, ન્યૂટન ઉપરાંત તે સમયના કોઈપણ વૈજ્ઞાનિકને લોખંડ જેવી ધાતુને પારા દ્વારા સોનું બનાવવાના પ્રયોગમાં સફળતા નહોતી મળી. જોકે, આ પ્રયોગો કરતાં કરતાં ન્યૂટને ભૌતિક વિજ્ઞાનની બીજી અનેક શોધ કરી
સદભાગ્યે તે કોલેજમાં, તેમને ગણિતના પ્રખ્યાત પ્રોફેસર આઇઝેક બેરો સાથે કામ કરવાની તક મળી. પ્રોફેસર બેરોએ ન્યૂટનમાં અસાધારણ પ્રતિભા જોઇ. પ્રોફેસર બેરોએ 1669 માં તેમનું પદ છોડી દીધું હતું જેથી ન્યૂટનને ત્યાંના પ્રોફેસર પદ પર નિયુક્ત કરી શકાય.
આમ, 27 વર્ષની ઉંમરે, ન્યુટનને ટ્રિનિટી કોલેજમાં ગણિતના અધ્યાપક પદ પર નિમણૂક કરવામાં આવી.
ન્યુટનના કાર્યોથી પ્રભાવિત થઈને, તેઓ 1672 માં લંડનની રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા,
1689 માં, તેઓ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે સંસદના સભ્ય તરીકે ચૂંટાયા.
1703 માં તેઓ રોયલ સોસાયટી, લંડનના પ્રમુખ તરીકે ચૂંટાયા. તે પછી તેની આજીવન રોયલ સોસાયટીના પ્રમુખ તરીકે નિમણૂક થતી રહી.
1705 માં, ઇંગ્લેન્ડની રાણી એનીએ તેમને કેમ્બ્રિજમાં એક વિશેષ સમારોહમાં સરની પદવી આપી.
20 માર્ચ, 1727 માં તેમનું અવસાન થયું. એમને પૂરા માનસન્માન સાથે વેસ્ટમિન્સ્ટર ઍબીમાં દફનાવવામાં આવ્યા હતા.