મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 December, 2020

श्रीमद भगवद गीता जयंती

 श्रीमद भगवद गीता जयंती


भगवद गीता हिंदू धर्म का सबसे पुराना और सबसे महत्वपूर्ण पवित्र ग्रंथ है


भगवद गीता दुनिया का एकमात्र ऐसा ग्रंथ है जिसकी जयंती मनाई जाती है

श्रीमद्भगवद्गीता भगवान कृष्ण और अर्जुन के संवाद ही नहीं बल्कि जाति और पंथ की सीमाओं के पार पूरे मानव समाज के लिए शास्त्र है!

हालांकि गीता को हिंदू धर्म माना जाता है, लेकिन यह पूरे मानव समाज के लिए एक ग्रंथ माना जाता है, केवल हिंदुओं तक ही सीमित नहीं है, और दुनिया के विचारकों ने इससे मार्गदर्शन लिया है।


द्वापर युग में मगशर सुद अगियारस के दिन भगवान कृष्ण ने अर्जुन को मोक्ष प्रदान करने वाली गीता का उपदेश दिया था इसलिए इस दिन को गीता जयंती के नाम से जाना जाता है। इस एकादशी को मोक्षदा एकादशी भी कहा जाता है।


 दक्षिण भारत में इसे वैंकुठ एकादशी भी कहा जाता है।


आज से लगभग सात हजार वर्ष पूर्व भगवान कृष्ण ने कुरुक्षेत्र के मैदान में अर्जुन को गीता का ज्ञान दिया था।


गीता की शिक्षाएं केवल शिक्षाएं नहीं हैं बल्कि वे हमें यह सिखाती हैं कि यह एक जीवन कैसे जीना है।


कलियुग की शुरुआत से तीस साल पहले, श्री कृष्ण ने कुरुक्षेत्र के मैदानों में अर्जुन को जो उपदेश दिया था, वह श्रीमद्भगवद गीता के नाम से प्रसिद्ध है। भगवद गीता के 18 अध्यायों में से पहले 6 अध्यायों में कर्म योग की शिक्षाएँ हैं, अगले 6 अध्यायों में ज्ञान योग की शिक्षाएँ हैं और अंतिम 6 अध्यायों में भक्ति योग की शिक्षाएँ हैं।

लगभग 45 मिनट में, भगवान कृष्ण ने गीता के अपने ज्ञान से अर्जुन का मोहभंग कर दिया।


कुरुक्षेत्र के मैदानी इलाकों में, अर्जुन अपने परिवार के सदस्यों और रिश्तेदारों को विरोध करते हुए देखकर भयभीत हो गया। साहस और विश्वास से भरे हुए, अर्जुन ने महान युद्ध की शुरुआत से पहले रथ पर बैठकर युद्ध को स्थगित कर दिया। वह भगवान कृष्ण से कहते हैं, "मैं युद्ध नहीं करूंगा। मुझे आदरणीय गुरुओं और रिश्तेदारों को मारकर राज्य का सुख नहीं चाहिए। मैं भीख मांगने में विश्वास करता हूं।" उन्होंने आत्मा-परमात्मा से धर्म-कर्म से जुड़े हर संदेह का निदान किया


गीता जयंती के दिन घर और मंदिर में गीता का पाठ किया जाता है


गीता को स्मृति ग्रंथ माना जाता है


गीताजी को पांचवां वेद माना जाता है।


 भगवद गीता संस्कृत में रचित है, जिसमें कुल 18 अध्याय और 700 श्लोक हैं जिनमें भगवान कृष्ण ने 574 श्लोक, अर्जुन ने 85 श्लोक, धृतराष्ट्र ने 1 श्लोक और संजय ने 40 श्लोक बोले हैं।


पहला श्लोक धृतराष्ट्र द्वारा बोला गया है जबकि अंतिम श्लोक संजय द्वारा बोला गया है।


भगवद गीता महाभारत का एक उपखंड है।


 महाभारत के भीष्मपर्व के अध्याय 9 से 20 तक कुल 200 श्लोकों में इस ग्रंथ की रचना की गई है।


महर्षि व्यास ने इस श्लोक में भेद किया और इसका नाम 'भगवद गीता' रखा।


गीता का ज्ञान अर्जुन के अलावा दो अन्य लोगों ने सुना था। धृतराष्ट्र को संजय और संजय दोनों ने सुना, जिन्हें वेदव्यास से दिव्य दृष्टि मिली थी।


गीता का ज्ञान अर्जुन से पहले सूर्यदेव को दिया गया था।


चंद श्लोकों को छोड़कर संपूर्ण गीता अनुष्टुप श्लोक में है।


महाभारत के युद्ध के पहले दिन, पांडव अर्जुन ने अपने मित्र, मार्गदर्शक और शुभचिंतक भगवान कृष्ण से दोनों सेनाओं के बीच रथ लेने के लिए कहा। दोनों सेनाओं को देखते हुए, अर्जुन ने महसूस किया कि लाखों लोग मारे गए थे। युद्ध के परिणामों से भयभीत होकर वह युद्ध न करने के बारे में सोचने लगा। उनके हाथ से धनुष गिर जाता है और वह रथ में बैठ जाते हैं और बिना कोई रास्ता जाने कृष्ण से मार्गदर्शन मांगते हैं। महाभारत के भीष्म पर्व में अर्जुन और कृष्ण के संवाद हैं। उन अठारह अध्यायों को गीता के नाम से जाना जाता है।

महाभारत में गीता अध्यायों के नाम नहीं हैं लेकिन बाद में शंकराचार्य ने अध्यायों के नाम रखे होंगे। कुछ टीकाकारों ने गीता को तीन भागों में विभाजित किया है, कर्म योग, भक्ति योग और ज्ञान योग।


गीता का सार सिर्फ एक वाक्य में है कि बिना फल की इच्छा किए कर्म करना चाहिए।


गीता में, अर्जुन मनुष्य का प्रतिनिधित्व करता है और जीवन के संबंध में मनुष्य से भगवान कृष्ण से विभिन्न प्रश्न पूछता है। अर्जुन की दुविधा को दूर करने के लिए, पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्ण ने उन्हें एक विस्तृत विवरण दिया है। गीता में जीवन का गूढ़ ज्ञान धीरे-धीरे अर्जुन के सभी संदेहों को दूर करता है और अर्जुन युद्ध के लिए तैयार हो जाता है। इसलिए कहा जाता है कि अगर सच्ची और पूर्ण आस्था हो तो मनुष्य अपने सभी प्रश्नों का समाधान गीता से प्राप्त कर सकता है


गीता में अध्यायों और खंडों के सामान्य नाम हैं


18 अध्यायों के नाम और उनमें छंदों की संख्या


अर्जुनविषाद योग (कर्म योग में) -47

सांख्य योग (कर्म योग में) - 72

कर्म योग (कर्म योग में) - 43

ज्ञानकर्मसंन्यास योग (कर्म योग में) - 42

कर्मसंन्यास योग (कर्म योग में) - 29

आत्मसंयम योग (कर्म योग में) - 47

ज्ञानविज्ञान योग (भक्ति योग में) - 30

अक्षर ब्रह्म योग (भक्ति योग में) - 28

राजविद्याराजगुह्य योग (भक्ति योग में) - 34

विभूति योग (भक्ति योग में) - 42

विश्वरूपदर्शन योग (भक्ति योग में) - 55

भक्ति योग (भक्ति योग में) -20

क्षेत्रक्षेत्रज्ञ योग (ज्ञान योग में) - 34

गुणत्रयविभाग योग (ज्ञान योग में) - 27

पुरुषोत्तम योग (ज्ञान योग में) - 20

देवसुरसम्पद्विभाग योग (ज्ञान योग में) - 24

श्रद्धात्रयविभाग योग (ज्ञान योग में) - 28

मोक्ष संन्यास योग (ज्ञान योग में - 78 .)

शंकरभाष्य शंकराचार्य संस्कृत भाषा

19वीं शताब्दी में, संत ज्ञानेश्वर ने मराठी में ज्ञानेश्वरी गीता लिखी, एक ऐसी भाषा जिसे सभी समझते हैं।

लोकमान्य तिलक ने गीत रहस्य लिखा था।

महात्मा गांधी ने अनाशक्तियोग - गीता का गुजराती अनुवाद लिखा था।

स्वामी विवेकानंद ने भक्ति योग, ज्ञान योग और राज योग पर प्रवचन दिए हैं। राज योग में पतंजलि योगसूत्र पर व्याख्यान हैं।

19वीं शताब्दी में, वॉरेन हेस्टिंग्स ने चार्ल्स विल्किंस द्वारा भगवद गीता का अंग्रेजी में अनुवाद किया और इसे 19वीं शताब्दी में प्रकाशित किया। यह अनुवाद अंग्रेजी में पहला माना जाता है।

एडविन अर्नोल्ड - द सॉन्ग सेलेब्स द्वारा इस गीत का अंग्रेजी में अनुवाद भी किया गया है

स्केलगेल ने 19 में गीता का लैटिन में अनुवाद किया।

वैन हम्बोल्ट ने 19 में गीता का जर्मन में अनुवाद किया।

19वीं शताब्दी में लाइसेंस ने गीता का फ्रेंच में अनुवाद किया।

गैलानोस ने 19वीं सदी में गीता का ग्रीक में अनुवाद किया था।

सरल गीता - श्री योगेश्वरजी द्वारा भगवद गीता का गुजराती श्लोक अनुवाद।

साधक संजीवनी - श्री रामसुखदासजी द्वारा भगवद् गीता टीका

हिंदी काव्य अनुवाद - श्री मुक्तानन्द स्वामी भगवद् गीता भाषा आलोचना


गांधी जी ने गीता में अहिंसा देखी, लोकमान्य तिलक ने गीता में दुनिया की सभी समस्याओं का समाधान देखा, विनोबा भावे ने गीता को मोहनिरकरण ग्रंथ कहा, ओशो रजनीश गीता को स्वधर्म को समझने की कुंजी मानते हैं।


महात्मा गांधी जी भी कहा करते थे कि श्रीमद्भागवत गीता जी का अध्ययन कर लूं तो साहस मिलेगा।


गीता के साथ राखी जब स्वामी विवेकानंद यात्रा पर निकले। ज्ञान प्राप्त करने वाले व्यक्ति के जीवन से भय दूर हो जाता है।


गीता पर महान लोगों द्वारा लिखी गई पुस्तकों के नाम


गांधीजी- अनासक्ति योग

विनोबा भावे- गीता व्याख्यान

पांडुरंग शास्त्री आठवले: - गीतामृतम्

लोकमान्य तिलक- गीता रहस्य:

रविशंकर महाराज-गीताबोधवानी

चाचा कालेलकर- गीताधर्म:

श्री अरविन्द-गीतानीबंधो

पंडित सतवलकरजी-गीता दर्शन


कुरुक्षेत्र में मनाए जाने वाले गीता जयंती महोत्सव को अंतरराष्ट्रीय दर्जा देने के अलावा राज्य सरकार गीता जयंती महोत्सव को विदेशी धरती पर मनाने का प्रयास कर रही है। इसके तहत 16 से 17 फरवरी तक मॉरीशस की धरती पर पहला अंतर्राष्ट्रीय गीता महोत्सव 2016 मनाया गया।


अंतर्राष्ट्रीय गीता महोत्सव का उत्सव 2016 से शुरू किया गया है।

महत्वपूर्ण श्लोक


याद याद ही धर्मस्य गलनिर्भावती भारत।

अबियुत्म धर्मस्य तदात्मानं सृजाम् 4-7॥


परित्राणय साधुं विनशाय चा दुस्कृतम।

धर्मसंस्थापनार्थय संभवमि युगेयुगे।


"कल्याणकारी राज्य भी नहीं है।"

- श्रीमद भगवद गीता, अध्याय 4, श्लोक 20


अर्थ: अच्छे कर्म करने वालों को कभी दुख नहीं मिलता।




'योगक्षेमं वहम्याहं।' (एलआईसी का आदर्श वाक्य कौन सा है)

- श्रीमद भगवद गीता, अध्याय 4, श्लोक 4


अर्थ : निस्वार्थ भाव से मेरी पूजा करने वालों का जीवन मैं चलाता हूं।


"न में भक्त: प्राणस्यति।"

- श्रीमद भगवद गीता, अध्याय 4, श्लोक 21


अर्थ: मेरे भक्त का कभी विनाश नहीं होता


शायद यह एक कारण है कि वे इतना खराब प्रदर्शन क्यों कर रहे हैं।

- श्रीमद भगवद गीता, अध्याय 4, श्लोक 4


अर्थ: आपको केवल कर्म करने का अधिकार है, उसके फल पर नहीं


दुनिया भर के दार्शनिकों, दार्शनिकों, क्रांतिकारियों और यहां तक ​​​​कि आधुनिक वैज्ञानिकों ने भी इस महान पुस्तक से प्रेरणा ली है और अभी भी इसे ले रहे हैं। श्री कृष्ण द्वारा दिए गए इस अद्भुत ज्ञान को हम सभी के जीवन में उतारना और मानवता के नैतिक मूल्यों को बनाए रखना अनिवार्य है।

24 December, 2020

રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

 

           રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

24 ડિસેમ્બર




આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ છે. દર વર્ષે 24મી ડિસેમ્બરના રોજ ગ્રાહકોના અધિકારો અને જરૂરિયાતો પ્રત્યે   જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે.

કાનૂનમાં મૂલ્ય ચૂકવીને અથવા ચૂકવવાનું વચન આપી અથવા અંશત ચૂકવીને અને અંશત ચૂકવવાનું વચન આપીને માલ અથવા ચીજવસ્તુને ખરીદનારી અથવા સેવા મેળવનારી વ્યક્તિને ગ્રાહક ગણવામાં આવે છે.





ગ્રાહકોના હકોનું રક્ષણ કરવા અને તેમની ફરિયાદોના વહેલી તકે નિરાકરણ લાવવા સરકારે વિવિધ પગલાં લીધા છે. 

જે અંતર્ગત 2005માં ભારત સરકારાના કંઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે એડ કમ્પેઇન શરુ કર્યુ જેનુ નામ હતુ "જાગો ગ્રાહક જાગો"

જાગો ગ્રાહક જાગો ની એડ કમ્પેઇન જોવા અહિ ક્લિક કરો.


વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે.

ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની પહેલ પર 24 ડિસેમ્બર 1986 ના રોજ સંસદ દ્વારા ગ્રાહક સુરક્ષા બિલ પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિની સહી મળ્યા બાદ ગ્રાહક સુરક્ષા કાયદો દેશવ્યાપી લાગુ કરવામાં આવ્યો. પાછળથી, 1993 અને 2002 ના વર્ષોમાં આ કાયદામાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 નો હેતુ ગ્રાહકોને વિવિધ અન્યાયી વેપાર વ્યવહારથી થતા નુકસાનથી બચાવવા કેટલાક અધિકારો પૂરા પાડવાનો છે. નોંધપાત્ર વાત એ છે કે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ માન્યતા પ્રાપ્ત આઠ અધિકારોમાં યુએન ચાર્ટરમાં પૂરા પાડવામાં આવેલ ગ્રાહકોના છ અધિકારનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતને વધુ સુરક્ષિત કરવા અને વિવાદોના સમયસર સમાધાન માટે વર્ષ 1986ના કાયદા ધારાની જગ્યાએ ગ્રાહક સુરક્ષા કાયદો 2019 લાગુ કર્યો હતો.

નવા કાયદા હેઠળ કેન્દ્રિય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપનાની જોગવાઈ છે.
 ગ્રાહક અધિકારો, આરોગ્ય, વેપાર વગેરેની લગતી ભ્રામક જાહેરાતો સંદર્ભે પૂછપરછ કરવાની સત્તા આ તપાસ સંસ્થાને હશે. ગ્રાહક બાબતોનું મંત્રાલય જાગો ગ્રાહક જાગો દ્વારા તમામ ગ્રાહકો માટે જાગૃતિના કાર્યક્રમ પણ ચલાવી રહ્યું છે.



પેકેટમાં રહેલી વસ્તુનું કે ઉત્પાદકનું નામ, સરનામું હોવું જોઈએ.

 વસ્તુનાં ઉત્પાદન, પેક કર્યાંનું વર્ષ અને મહિ‌નો છાપવો જરૂરી છે.

છૂટક મહત્તમ વેચાણ કિંમત તમામ ટેક્સ સાથે દર્શાવવી જરૂરી છે.

 વજન, ડેટ ઓફ પ્રોડક્શન, એક્સપાઇરી ડેટ અંગે પણ ગ્રાહકોમાં પૂરતી જાગૃતિનો અભાવ છે, જેનો લાભ કેટલાક લેભાગુ લઈ છેતરપિંડી આચરે છે.

 ચીજ-વસ્તુઓના બિલ માગવામાં ખચકાટ અનુભવવો.

ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ લોકહિત માટેનો સામાજીક કાયદો છે. તે ગ્રાહકોના હક નિયત કરે છે અને ગ્રાહકોના હકનાં રક્ષણ માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે.

ફરિયાદ’ એટલે શું ?

‘ફરિયાદ’ એટલે, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૨૦ થી અથવા તે હેઠળ જોગવાઇ કરેલ કોઇ રાહત મેળવવાના હેતથી, ફરિયાદીએ લેખિતમાં નીચે દર્શાવ્યા પ્રમાણેનો કોઈ આક્ષેપ કર્યો હોય તેને ફરિયાદ કહેવાય.

  • કોઇ વેપારી અથવા સેવા પૂરી પાડનાર વ્યક્તિએ કોઇપણ ગેરવાજબી વેપાર રીતિ અથવા નિયંત્રિત વેપાર રીતિ અપનાવી છે.
  • પોતે ખરીદેલ અથવા પોતે ખરીદવા કબૂલ થયેલ માલ એક કે વધુ ખામીવાળો છે.
  • પોતે ભાડે રાખેલી અથવા તેને પ્રાપ્ત થયેલી અથવા ભાડે રાખવા કે પ્રાપ્ત કરવા કબૂલ થયેલ સેવા, કોઇપણ બાબતની ખામી (ઉણપ) વાળી છે.
  • વેપારી અથવા યથા પ્રસંગ સર્વિસ પૂરી પાડનાર વ્યક્તિએ ફરિયાદમાં જણાવેલ માલ માટે અથવા સર્વિસ માટે જેમકે...
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ નક્કી કરેલું
    • માલવાળા કોઇપણ પેકેટમાં અથવા માલ ઉપર દર્શાવેલ
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ તેના દ્વારા ભાવની યાદી પ્રદર્શિત કરેલ
    • પક્ષકારો વચ્ચેનની કબૂલાત કરેલ કિંમત કરતાં વધુ કિંમત લીધી છે.
  • લોકોને વેચવા માટે આપ્યો હોય ત્યારે, જીંદગી અને સલામતિ માટે જોખમકારક હોય તેવો માલ, -
    • તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદાથી અથવા તે હેઠળ, પાલન કરવાની જરૂર હોય તેવા માલની સલામતિને લગતા કોઇપણ ધોરણોનું ઉલ્લંઘન કરીને;
    • વેપારી યોગ્ય કાળજી સાથે જાણી શકે કે એવી રીતે ઓફર કરેલ માલ, લોકો માટે અસલામત છે તો;
  • વાપરવામાં આવે ત્યારે લોકોની જીંદગી અને સલામતિને જોખમકારક હોય અથવા જોખમકારક થવાનો સંભવ હોય તેવી સર્વીસ પૂરી પાડનાર વ્યક્તિએ આપી હોય જે આવી વ્યક્તિ, જીંદગી અને સલામતિને હાનિકારક હોવાનું યોગ્ય કાળજીપૂર્વક જાણી શકે.
  •  અધિનિયમ 1986ની  જોગવાઇઓને આધીન રહીને, જિલ્લા કમિશન સમક્ષ માંગેલ માલ અને સેવા અને વળતરનું મૂલ્ય, વીસ લાખ રૂપિયા કરતાં વધતુ ન હોય ત્યારે જિલ્લા કમિશનને ફરિયાદ દાખલ કરવાની હકૂમત રહેશે. અને તેની કિંમત એક કરોડ રૂપિયા કરતાં વધુ, પણ, દસ કરોડ કરતાં વધુ ન હોય ત્યારે રાજ્ય કમિશનને ફરિયાદ દાખલ કરવાની હકૂમત રહેશે.
  • જો કોઇ વસ્તું અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર એક કરોડ રૂપિયા કરતાં ઓછું હોયતો ફરિયાદ જિલ્લા કમિશન નોંધાવી શકાય તેમજ જ્યાં કામગીરી પૂરી અથવા આંશિક રીતે થઇ હોય અથવા જ્યાં પ્રતિવાદી રહેતો હોય અથવા જ્યાં વેપાર કરતો હોય કે તેની કોઇ શાખા હોય તે સીટીના જિલ્લા કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
  • જો કોઇ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર એક કરોડ રૂપિયાથી દસ કરોડ રૂપિયા સુધી. હોયતો રાજ્ય કમિશનમાં ફરિયાદ નોંધાવી શકાય.
  • જો કોઇ વસ્તુ અથવા તેનું મૂલ્ય અને માંગવામાં આવેલ વળતર દસ કરોડ રૂપિયાથી વધુ હોયતો રાષ્ટ્રીય કમિશનમાં બાહ્ય વેબસાઇટ કે જે નવી વિન્ડો માં ખુલે છે ફરિયાદ નોંધાવી શકાય.

ગ્રાહકો માટે ઉપલબ્ધ રાહતો

ગ્રાહક અદાલતો નીચેની રાહતો માટે આદેશ કરી શકે છે.

  • વસ્તુઓની ખામીઓને દુર કરવી.
  • વસ્તુઓ બદલી કરવી.
  • ચુકવેલી કિંમત પરત કરવી.
  • જે હાની કે ક્ષતિ થઇ હોય તેને ભરપાઇ કરવી.
  • સેવાઓમાં ત્રુટીઓ અથવા કમીઓને દુર કરવી.
  • અનુચિત વેપારની નીતિઓ / અવરોધો વેપાર પદ્ધતિઓને બંધ કરવી તથા નિર્દેશ
  •  આપવો કે તેવું ફરી ન બને.
  • વેચાણ માટે રજુ કરાયેલ ખતરનાક વસ્તુરઓ પરત કરવાનો ફેંસલો આપવો.
  • ખરીદદારને યથાયોગ્ય કિંમતની ચુકવણી કરવી.
  • કેસ નિકાલ માટે સમય મર્યાદા

    • સીપીએ – ૧૩(એ) કેસ નિકાલ કરવાનો સમયગાળો ૯૦ થી ૨૫૦ દિવસ.
    • નિયમ -૧૩(૩-એ) – દરેક ફરિયાદ શક્ય તેટલી જલ્દી સાંભળવી જોઇશે 
    • અને ફરિયાદની ચીજવસ્તુનું પૃથ્થુકરણ અથવા ચકાસણી કરવાની 
    • જરૂર ન હોય તો ત્રણ મહિનાની અંદર અને, ચીજવસ્તુનું પૃથ્થકકરણ 
    • અથવા ચકાસણી કરવાની જરૂર હોય તો, પાંચ મહિનાની અંદર, 
    • ફરિયાદનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરવો જોઇશે.

       “ ગાહક ભવન” અમદાવાદમાં આવેલ છે.
  • ગ્રાહક સુરક્ષા કાયદો

  • આ કાયદા અન્વયે ગ્રાહકના મુખ્ય છ હકકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેમ કે

    1. સલામતી મેળવવાનો અધિકાર (Right to Safety)
    2. જાણકારી મેળવવાનો અધિકાર (Right to be Information)
    3. પસંદગી કરવા માટે અધિકાર (Right to Choose)
    4. રજૂઆત સંભળવવાનો અધિકાર (Right to be heard)
    5. નિવારણ મેળવવાનો અધિકાર (Right to seek redressal)
    6. ગ્રાહક શિક્ષણ અધિકાર (Right to Consumer Education)
    જિલ્લા ફોરમના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસની સમય મર્યાદામાં રાજય સમિતિને
  •  અપીલ કરી શકાય છે. તદઉપરાંત રાજય સમિતિના નિર્ણયથી અસંતોષ થાય તો 
  • પછીના ૩૦ દિવસમાં કેન્દ્રિય સમિતિને અપીલ કરી શકાય છે. 
  • ત્યારબાદ કેન્દ્રિય સમિતિના નિર્ણયથી અસંતોષ હોય તો ૩૦ દિવસમાં સુપ્રીમ કોર્ટમાં 
  • અપીલ કરી શકાય છે
ગ્રાહકે જો વસ્તુ અથવા સેવા અને વળતરની રકમ રૂપિયા એક લાખ 
કરતાં ઓછી હોય તો તે અંગેની ફરિયાદ જિલ્લા ફોરમમાં અને રૂપિયા એક લાખ
 કરતાં વધુ પરંતુ દસ લાખ કરતાં ઓછી હોય તો રાજય સમિતિમાં અને
રૂપિયા ૧૦ લાખ કરતાં વધુ રકમ હોય તો ફરિયાદ રાષ્ટ્રીય સમિતિ સમક્ષ કરવાની રહે છે

ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુળભૂત હેતુ ગ્રાહકને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળે તે છે. 

તેથી જો ત્રણે કક્ષાએ જે કિસ્સામાં ચીજવસ્તુનું પરિક્ષણ કે વિશ્લેષણ જરૂરી ન હોય

 તો ત્રણ–પાંચ માસમાં ફરિયાદનું નિવારણ થાય છે. અપીલના કિસ્સામાં અપીલની 

પહેલી સુનાવણીથી ત્રણ માસના સમયગાળામાં તેનું નિવારણ કરાય છે.



દર વર્ષે જુદી જુદી થીમ સાથે ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવે છે.

2020: The Sustainable Consumer
2019: New features of consumer protection act, 2019
2018:Timely Disposal of Consumer Complaints
2017: “Emerging Digital Markets: Issues & Challenges for Consumer Protection

વસ્તુની ગુણવત્તા માટેના વિવિધ માર્ક
એગમાર્ક ( AGMARK)


એગમાર્ક એ  ભારતમાં કૃષિ ઉત્પાદનોની ગુણવત્તા  માટે વપરાતો માર્ક  છે. આ નિશાન ખાતરી આપે છે કે ઉત્પાદન ભારત સરકારના માર્કેટિંગ અને નિરીક્ષણ નિયામક દ્વારા માન્યતા આપેલા ધોરણોના સમૂહને અનુરૂપ છે.

હાલમાં, એગમાર્ક તેલ, વનસ્પતિ તેલ, કઠોળ, અનાજ, ફળો, શાકભાજી અને સેમી પ્રોસેસ્ડ ઉત્પાદનો જેવા વર્મીસેલી જેવા વિવિધ ઉત્પાદનો માટે ગુણવત્તા માર્ગદર્શિકાને આવરે છે.

ISI માર્ક

ISI- Indian Standard Institute
આઈએસઆઈ માર્ક એ ભારતમાં ઓદ્યોગિક ઉત્પાદનો માટે વપરાયેલ પ્રમાણપત્ર ચિહ્ન છે. આ નિશાન ખાતરી આપે છે કે ઉત્પાદન ભારતીય ધોરણોને અનુરૂપ છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) દ્વારા જારી કરવામાં આવે છે. આ નિશાન ફરજિયાત અને સ્વૈચ્છિક બંને છે. ફરજિયાત આઈએસઆઈ સર્ટિફિકેશન ઉત્પાદનોમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો, તબીબી ઉપકરણો, સ્ટીલ ઉત્પાદનો, સ્ટેનલેસ સ્ટીલ, રસાયણો, ખાતરો, સિમેન્ટ, એલપીજી સિલિન્ડર, બેટરીઓ અને પેક્ડ પીવાનું પાણી હોય છે.

 Hallmark

બીઆઈએસ હોલમાર્ક એ માર્કિંગ સિસ્ટમ છે, જે સુવર્ણ દાગીના અને સોનાના સિક્કાઓની શુદ્ધતાને પ્રમાણિત કરવા માટે સ્થાપિત કરવામાં આવી છે. આ ચિહ્ન વર્ષ 2000 માં સોના માટે અને 2005 માં ચાંદીના દાગીના માટે રજૂ કરાયો હતો. બીઆઈએસ પ્રમાણિત સોનાના દાગીના બીઆઈએસ સ્ટેમ્પ સાથે આવે છે. સોનાના દાગીના ખરીદતા પહેલા આ સ્ટેમ્પ માટે તપાસો.

FPO Mark


ભારતમાં વેચાયેલી તમામ પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનો પર એફપીઓ માર્ક રાખવું ફરજિયાત છે. પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનોના ઉદાહરણમાં ફળ જામ, પેકેજ્ડ ફળોના પીણા, કચડી, સ્ક્વોશ, અથાણાં, ડિહાઇડ્રેટેડ ફળોના ઉત્પાદનો અને ફળોના અર્ક છે. એફ.પી.ઓ. માર્ક પુષ્ટિ કરે છે કે ઉત્પાદન આરોગ્યપ્રદ ‘ફૂડ-સેફ’ વાતાવરણમાં બનાવવામાં આવ્યું હતું અને વપરાશ માટે યોગ્ય છે. તેથી, આગલી વખતે જ્યારે તમે પ્રોસેસ્ડ ફળ ઉત્પાદનો ખરીદો છો, ત્યારે આ નિશાની જુઓ.

 The green and brown dot

લીલો અને બ્રાઉન (કથ્થાઇ) ડોટ એ એક સામાન્ય ચિહ્ન છે, 
જે લગભગ તમામ ખાદ્ય ઉત્પાદનો પર છાપવામાં આવે છે.
  ખાદ્ય ચીજો પરનો બ્રાઉન ડોટ સૂચવે છે કે ખોરાક માંસાહારી છે. 
જ્યારે લીલો ડોટ સૂચવે છે કે પેકેજમાં ખોરાક શાકાહારી છે. 

 Ecomark
આ ચિહ્ન બીઆઈએસ દ્વારા તે ઉત્પાદનોને જારી કરવામાં આવે છે જે ઇકોસિસ્ટમ પર ઓછામાં ઓછી અસર લાવવાના હેતુથી ધોરણોના સમૂહને અનુરૂપ હોય છે.

આ ચિહ્ન બીઆઈએસ દ્વારા તે ઉત્પાદનોને જારી કરવામાં આવે છે જે ઇકોસિસ્ટમ પર ઓછામાં ઓછી અસર લાવવાના હેતુથી ધોરણોના સમૂહને અનુરૂપ હોય છે.

Woolmark



વૂલમાર્ક એ ઉન ઉદ્યોગના પ્રમાણપત્ર ચિહ્ન છે જે શુદ્ધ ઉન ઉત્પાદનો પર વપરાય છે જે વૂલમાર્ક કંપની દ્વારા નિર્ધારિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે. તે ધ વૂલમાર્ક કંપનીની માલિકીની એક વેપારી નિશાની છે, જે 2007 થી ઓસ્ટ્રેલિયન વુલ ઇનોવેશન લિમિટેડ (AWI) ની પેટાકંપની રહી છે.
 આ લોગોની શરૂઆત વુલમાર્ક કંપની દ્વારા તેના પહેલાના નામ, આંતરરાષ્ટ્રીય ઉન સચિવાલય દ્વારા 1964 માં કરવામાં આવી હતી.
.


ગ્રાહક સુરક્ષા ધારો 2019

રાજ્ય આયોગને જિલ્લા પંચના નિર્ણયની અપીલ કરવાની અવધિ 30 થી વધારીને 45 દિવસ કરવામાં આવી છે.

હવે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કમિશન પણ તેમના નિર્ણયની સમીક્ષા કરી શકે છે. નવા કાયદા સાથે ગ્રાહક બન્યો છે.

જો જિલ્લા અને રાજ્ય પંચે ઉપભોક્તાની તરફેણમાં નિર્ણય આપ્યો છે, તો તેમની અપીલ રાષ્ટ્રીય પંચમાં રહેશે નહીં.

હવે પીઆઇએલ પણ ગ્રાહક મંચમાં દાખલ કરી શકાય છે.

નવા કાયદામાં ઇ-કોમર્સ, ,ઓનલાઇન, ડાયરેક્ટ સેલિંગ અને ટેલિશોપિંગ કંપનીઓની જવાબદારી પણ છે.

કેન્દ્ર સરકારે આ કાયદામાં ઘણા ફેરફાર કર્યા છે. અત્યાર સુધીમાં ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ફોરમ 20 લાખ રૂપિયા સુધીના કેસોની સુનાવણી કરતો હતો. તે વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. અને રાજ્ય કન્ઝ્યુમર ફોરમ 10 કરોડ સુધિના અને રાષ્ટ્રીય  કન્ઝ્યુમર ફોરમ 10 કરોડથી વધુના કેસોની સુનાવણી કરશે.


આ નવા નિયમોનું નામ કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઇ-કોમર્સ) રૂલ્સ 2020 રાખવામાં આવ્યું છે. આમાં ઓનલાઇન રિટેલરો માટે રીટર્ન, રિફંડ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

ઇ-કોમર્સ નિયમો એવા બધા ઇ-રિટેલર્સને લાગુ પડશે જે ભારતીય ગ્રાહકોને ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. પછી ભલે તેમની રજિસ્ટર ઓફિસ ભારતમાં હોય કે વિદેશમાં.

એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ સાઇટ્સે ગ્રાહકોને તમામ પ્રકારની માહિતી આપવાની રહેશે, જે ગ્રાહકને ખરીદીનો નિર્ણય લેવામાં મદદ કરશે.

ઉપભોક્તાએ જણાવવું પડશે કે વિક્રેતાઓ સાથે કરાર શું છે. સમાપ્ત થવાની તારીખ, ચુકવણી ગેટવે સલામતી અને ગ્રાહક સંભાળ નંબર સાથે તેમનું સરનામું શું છે, જ્યાં ઉત્પાદનનું ઉત્પાદન થાય છે.

વળતરની પ્રક્રિયા, રિફંડની પ્રક્રિયા અને વેચનારના રેટિંગની જાણ કરવી પડશે.

ગ્રાહકો અને વેચાણકર્તાઓ વચ્ચે કોઈ ભેદભાવ રહેશે નહીં.

ઉપભોક્તાને વેચનારાની વિરુદ્ધ ફરિયાદ કરી શકે તે રીતો સમજાવવી પડશે. તેઓ તેમની ફરિયાદ સાંભળવાની પ્રક્રિયા પર અપડેટ પણ મેળવશે.

ત્યાં સુધી વિક્રેતાઓ જવાબદાર હતા, પરંતુ હવે ઇ-કોમર્સ કંપનીઓ પણ જવાબદાર રહેશે, કારણ કે તેમના પ્લેટફોર્મ પર બતાવેલ પ્રોડક્ટ તેમના ગેટવે પર ચૂકવીને ખરીદી લેવામાં આવી છે.

નવો કાયદો ગ્રાહકોને ગમે ત્યાંથી ઇલેક્ટ્રોનિક રીતે ફરિયાદો નોંધાવવાનો વિકલ્પ આપે છે. તેઓ તેમના ઘરની નજીકના કોઈપણ ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી શકે છે.

હમણાં સુધી, ગ્રાહકોએ જવું પડ્યું હતું અને માલ ક્યાં ખરીદવામાં આવ્યો હતો અથવા વેચનારની નોંધાયેલ ઓફિસ હતી ત્યાં ફરિયાદ કરવી પડી હતી, પરંતુ હવે તેની જરૂર રહેશે નહીં.

નવા નિયમો અંતર્ગત, વિવાદોના સમાધાન માટે ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીના કેસ દાખલ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

નવા કાયદા મુજબ, જો ફરિયાદી ગ્રાહક મંચની જાતે જ કેસની સુનાવણીમાં ભાગ લેવામાં અસમર્થ હોય, તો તે વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા પણ રજૂ કરી શકે છે.

નવા કાયદામાં ઉત્પાદનના ઉત્પાદક, ઉત્પાદનનો સર્વિસ પ્રોવાઇડર અને કોઈપણ વેતન ભરવાના દાવામાં ઉત્પાદન વેચનારને આવરી લેવામાં આવ્યો છે.

ઇ-રિટેલરોએ માલ અને સેવાઓ પ્રદાન કરતા વિક્રેતાઓ વિશેની વિગતો દર્શાવવી આવશ્યક છે, જેમાં વ્યવસાયનું નામ શામેલ છે કે નહીં, નોંધાયેલ છે કે નહીં.

જો કોઈ નકલી / બનાવટી ચીજો બનાવવા અથવા વેચવા બદલ દોષી સાબિત થાય છે, તો તેનું લાઇસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવશે. બીજી વાર ફરિયાદ મળ્યા બાદ તેમનું લાઇસન્સ રદ કરવામાં આવશે.

કન્ઝ્યુમર કમિશનમાં મેડિએશન સેલ હશે. જ્યારે ફરિયાદમાં આર્બિટ્રેશનની તક હોય ત્યારે, આ કોષ તેની સાથે કાર્યવાહી કરશે. બંને પક્ષ એક સમાધાન પર સહમત થવાનો પ્રયાસ કરશે.

ભેળસેળ અને નકલી માલ માટે ગ્રાહકો ઉત્પાદકો અને વેચાણકર્તાઓને કોર્ટમાં લાવી શકે છે અને નુકસાનની માંગ કરી શકે છે.

નવા કાયદા હેઠળ ઉત્પાદક અને વેચનાર ખામીયુક્ત ઉત્પાદન અથવા સેવા દ્વારા થતી ઇજા અથવા નુકસાનની ભરપાઈ માટે જવાબદાર રહેશે.

જો ખામીયુક્ત ઉત્પાદનને કારણે ગ્રાહકને નુકસાન ન થાય તો વેચનારને 6 મહિના સુધીનો દંડ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

જો ખામીયુક્ત ઉત્પાદનને કારણે ગ્રાહકને નુકસાન થાય છે, તો માલ વેચનારને મહત્તમ 7 વર્ષની જેલની સજા થશે અને દંડ પણ પાંચ લાખ રૂપિયામાં થશે.

જો કોઈ ખામીયુક્ત ઉત્પાદન અથવા સેવાને કારણે ગ્રાહકનું મૃત્યુ થાય છે, તો વેચનારને સાત વર્ષની કેદની સજા કરવામાં આવશે. તેમજ તેનો દંડ પણ 10 લાખ રૂપિયા થશે.

હવે ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે, હસ્તીઓને 10 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે.

જાહેરાતમાં કરેલા દાવાની તપાસ કરવાની જવાબદારી સેલિબ્રિટીની રહેશે.

ભેળસેળ કરાયેલ સામાન અને ખરાબ ઉત્પાદનો માટે કંપનીઓને દંડ અને વળતરની જોગવાઈ છે.

ખોટી ફરિયાદ કરવાથી હવે 50 હજાર રૂપિયા સુધીનો દંડ આવશે.

હવે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન કાઉન્સિલની રચના કરવામાં આવશે, જેમાં 35 સભ્યો હશે.



શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

 શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

માગશર સુદ અગિયારસ



શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દુનિયાનો માત્ર એક ગ્રંથ જેની જયંતી ઉજવાય છે

માત્ર શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ નહીં પણ નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા!

ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે

દ્વાપર યુગમાં માગશર સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે મોક્ષ આપનારી ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો.તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે.

 દક્ષિણ ભારતમાં તેને વૈંકુઠ એકાદશી પણ કહે છે.

ભગવાન કૃષ્ણએ આજથી આશરે સાત હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. 

ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે.

કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે.

લગભગ 45 મિનિટમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનનો મોહભંગ કરી દીધો હતો

કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતા. સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણને કહે છે કે ‘હું યુદ્ધ નહી કરુ હું પૂજ્ય ગુરુઓ અને સબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઇચ્છતો, ભીખ ખાયને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું.’ આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું. તેમને આત્મા-પરમાત્માથી લઈને ધર્મ-કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું

ગીતા જયંતિના દિવસે ઘર અને મંદિરમાં ગીતાને વાંચવામાં આવે છે

ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે

ગીતાજીને પાંચમો વેદ ગણવામાં આવે છે.

 ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે જેમા ભગવાન શ્રીકૃષ્ણએ 574 શ્લોક, અર્જુન 85 શ્લોક, ધૃતરાષ્ટ્ર 1 શ્લોક અને સંજય 40 શ્લોક, બોલ્યા છે. 

પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે જ્યારે છેલ્લો શ્લોક સંજય બોલે છે.

ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ઉપખંડ છે.

 મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય ૨૩થી ૪૦માં કુલ ૭૦૦ શ્લોકમાં આ ગ્રંથ રચાયો છે. 

મહર્ષિ વ્યાસે આ શ્લોકને અલગ તારવી ભગવદ્ ગીતા’ એવું નામ આપ્યું

ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય બે લોકોએ સાંભળ્યું હતું. વેદવ્યાસ પાસેથી દિવ્ય દૃષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૃતરાષ્ટ્ર આ બંનેએ સાંભળ્યું હતું.

અર્જુન પહેલા ગીતાનું જ્ઞાન સૂર્યદેવને મળ્યું હતું.

પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે.

મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. 

ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઇએ. 

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. અર્જુનની દુવિધાને દૂર કરવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સવિસ્તાર તેને વિસ્તારપૂર્વક સમજૂતી આપે છે. ગીતામાં જીવનનું ગૂઢ જ્ઞાન ધીરે-ધીરે અર્જુનના તમામ સંશયોનું નિવારણ આવે છે અને અર્જુન યુદ્ધ માટે સજ્જ થાય છે. આથી જ કહેવાય છે કે સાચી અને પૂર્ણ શ્રદ્ધા હોય તો મનુષ્ય પોતાના તમામ પ્રશ્નોનો હલ ગીતામાંથી મેળવી શકે છે

ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો છે

18 અધ્યાયના નામો અને તેમા રહેલ શ્લોકની સંખ્યા

  1. અર્જુનવિષાદ યોગ (કર્મયોગમાં)-47
  2. સાંખ્ય યોગ (કર્મયોગમાં)- 72
  3. કર્મ યોગ (કર્મયોગમાં) - 43
  4. જ્ઞાનકર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)- 42
  5. કર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)- 29
  6. આત્મસંયમ યોગ (કર્મયોગમાં)- 47
  7. જ્ઞાનવિજ્ઞાન યોગ (ભક્તિયોગમાં)- 30
  8. અક્ષરબ્રહ્મ યોગ (ભક્તિયોગમાં)- 28
  9. રાજવિધ્યારાજગુહ્ય યોગ (ભક્તિયોગમાં)- 34
  10. વિભૂતિ યોગ (ભક્તિયોગમાં)- 42
  11. વિશ્વરૂપદર્શન યોગ (ભક્તિયોગમાં)- 55
  12. ભક્તિ યોગ (ભક્તિયોગમાં)-20
  13. ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (જ્ઞાનયોગમાં)- 34
  14. ગુણત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)- 27
  15. પુરુષોત્તમ યોગ (જ્ઞાનયોગમાં)- 20
  16. દેવાસુરસંપદ્વિભાગ યોગ (જ્ઞાનયોગમાં)- 24
  17. શ્રદ્ધાત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)- 28
  18. મોક્ષસંન્યાસ યોગ (જ્ઞાનયોગમાં- 78


  1. શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા
  2. ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
  3. લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
  4. મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ - ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
  5. સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે. રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.
  6. ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિન્સ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો અને ૧૭૮૫માં પ્રકાશિત કર્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
  7. ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુંં નામ છે - ધ સોંગ સેલેશીયલ
  8. સ્કલેગેલે ગીતાનો લેટીનમાં અનુવાદ ૧૮૨૩માં કર્યો.
  9. વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
  10. લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
  11. ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
  12. સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
  13. સાધક સંજીવની - શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
  14. હિન્દી પદ્યાનુવાદ - શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ્ ગીતા ભાષા ટીકા

ગાંધીજીને ગીતામાં અહિંસાના દર્શન થયા, લોકમાન્ય ટીળક્ને જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ ગીતામાં દેખાયો, વિનોબા ભાવે ગીતાને મોહનિરાકરણ ગ્રંથ કહે છે,ઓશો રજનીશ ગીતાને સ્વધર્મ સમજવાની ચાવી ગણાવે છે.

મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા હતાં કે, હું શ્રીમદ્ ભગવત ગીતાજીનો અધ્યયન કરતો તો હિંમત મળતી હતી. 

સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી. માણસને અભયત્વ પ્રાપ્ત કરવાની છે તેના જીવનમાંથી ભય દૂર થાય છે.

મહાન લોકો દ્વારા ગીતા  પર લખેલ પુસ્તકોના નામ

ગાંધીજી- અનાસક્તિયોગ
વિનોબા ભાવે- ગીતા પ્રવચનો
પાંડુરંગા શાસ્ત્રી આઠવલે‌- ગીતામૃતમ
લોકમાન્ય ટીળક- ગીતા રહસ્ય
રવિશંકર મહારાજ-ગીતાબોધવાણી
કાકા કાલેલકર- ગીતાધર્મ
શ્રી અરવિંદ- ગીતાનિબંધો
પંડિત સાતવલકરજી-ગીતા દર્શન

કુરુક્ષેત્રમાં મનાવાતા ગીતા જયંતી મહોત્સવને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની સાથે પ્રદેશ સરકાર ગીતા જયંતી મહોત્સવને વિદેશી ધરતી પર મનાવવાના પ્રયાસ કરી રહી છે. તે અંતર્ગત ૧૩થી ૧૬ ફેબ્રુઆરી સુધી મોરેશિયસની ધરતી પર પહેલો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2016માં મનાવાયો હતો.

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ઉજવવાની શરુઆત 2016થી કરવામાં આવી છે.
અગત્યના શ્લોકો

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

‘न हि कल्याणकृत्कश्‍चिद्दुर्गतिं तात गच्छति ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૬, શ્લોક ૪૦

અર્થ : સારાં કર્મો કરનારાઓને કદીપણ દુર્ગતિ મળતી નથી.


‘योगक्षेमं वहाम्यहम् ।’ ( જે નું LIC નુંસુત્ર છે)

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૨૨

અર્થ : જે કોઈ અનન્યભાવથી મારી નિરંતર નિષ્કામ ઉપાસના કરે છે, તેમનો જીવનનિર્વાહ હું ચલાઉં છું.

‘न मे भक्तः प्रणश्यति ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૩૧

અર્થ : મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૨, શ્લોક ૪૭

અર્થ : તમને કેવળ કર્મો કરવાનો અધિકાર છે, તેના ફળો પર નથી

વિશ્વના મોટા ભાગ ના તત્વચિંતકો, તત્વજ્ઞાનીઓ, ક્રાંતિકારીઓ અહીં સુધી કે મોડર્ન સાયન્ટિસ્ટોએ પણ આ મહાગ્રંથ માંથી પ્રેરણા લીધી છે અને હજી લઇ રહ્યાં છે. શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલું આ અદભુત જ્ઞાન આપણા બધાના જીવનવ્યવહારમાં ઉતરે અને માનવતાનાં નૈતિક મૂલ્યો જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે.