ગુજરાતી લોકસાહિત્યનાં પ્રારંભિક સંશોધકોમાં રણજિતરામ એક મહત્વના સંશોધક હતા. ઝવેરચંદ મેઘાણીનાં તેઓ પુરોગામી હતા. તેઓ સંસ્કારી, ઉત્સાહી, પ્રવૃતિશીલ અને ભાવનાસભર વ્યક્તિત્વ ધરાવતા હતા. રણજિતરામ પહેલાં પણ ગુજરાતીમાં લોકસાહિત્યનાં ક્ષેત્રમાં ઠીક ઠીક સંશોધન કાર્ય થયું હતું પણ સને ૧૯૦૫ આસપાસ એ લગભગ ઠપ્પ જેવું થઈ ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૦૫માં, અમદાવાદ ખાતે, ગોવર્ધનરામ ત્રિપાઠીનાં અધ્યક્ષપદે, ગુજરાતી સાહિત્ય પરિષદનું સૌપ્રથમ અધિવેશન મળ્યું. આ અધિવેશનમાં જ રણજિતરામે સૌ પ્રથમ વખત, પ્રશિષ્ટ સાહિત્યથી અલગ પણ લોકોમાં પ્રચલિત એવા સાહિત્ય માટે "લોકકથા" અને "લોકગીતો" જેવા શબ્દપ્રયોગ કર્યા હતા. સંશોધકોના મતે આ "લોકકથા" અને "લોકગીત" શબ્દ વાપરવાનો વિચાર રણજિતરામને અંગ્રેજી સાહિત્યના "ફોકટેલ", "ફોકસોંગ" વગેરે શબ્દો પરથી આવ્યો હોઈ શકે.[૧૨] સાહિત્યનાં આ વિભાગ તરફ સમસ્ત ગુજરાતના કેળવાયેલા વર્ગનું સૌપ્રથમ વખત ધ્યાન ખેંચનાર તરીકેનું માન રણજિતરામને મળે છે. તેઓ લોકગીતોનાં સંશોધક અને સંપાદક હતા. તેમણે ઘણાં બધા લોકગીતો એકઠા કર્યા હતા. ઉમરેઠમાં તેમના નિવાસ દરમિયાનનો સમય આ વિસ્તારમાં દુષ્કાળનો સમય હતો અને ઘણાં ગ્રામજનો ગુજરાન અર્થે નગરોમાં આવતા. આવા ગ્રામજનોને રણજિતરામનાં ધર્મપત્ની ભોજન વગેરેનો પ્રબંધ કરી આપતા અને તેમની પાસે ગીતો ગવડાવી તે નોંધી લેતા. આવા ગીતોની આશરે ૨૫-૩૦ નોટબૂકો ભરાઈ હતી. જેમાંથી જ ચૂનીલાલ શેલતે ૧૩૪ ગીતો અલગ તારવ્યા અને પછીથી તેનું "લોકગીતો" નામે પ્રકાશન થયેલું.
તો વળી રણજિતરામની રચનાઓનાં સ્ત્રી પાત્રો તો એના સમયના પ્રમાણમાં એટલાં આધુનિક હતાં કે કનૈયાલાલ મુનશીએ એ વિશે કહેલું કે, "સેના અને ભાસ્વતી (સ્ત્રી પાત્રો) હાલની ગુજરાતણો નથી જ; ભાવી ગુજરાતી સંસારની પણ નથી લાગતી; લગભગ કેમ્બ્રિજ કે ઓક્સફર્ડમાંથી ઊતરી આવેલી છે."
ગુજરાતી લોકસાહિત્યનાં પ્રારંભિક સંશોધકોમાં રણજીતરામ મોખરાનું સ્થાન ધરાવતા હતા. ઝવેરચંદ મેઘાણીનાં તેઓ પુરોગામી હતા. ૧૯૦૫માં અમદાવાદ ખાતે ગોવર્ધનરામનાં અધ્યક્ષપદે જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું સર્વપ્રથમ અધિવેશન મળ્યું ત્યારે તેમાં સૌ પ્રથમ રણજીતરામે પ્રશિષ્ટ સાહિત્યથી અલગ પણ લોકોમાં પ્રચલિત એવા સાહિત્ય માટે ''લોકકથા'' અને ''લોકગીતો'' જેવા નવા શબ્દપ્રયોગો કર્યા હતા.
સાહિત્યનાં આ વિભાગ તરફ સમસ્ત ગુજરાતના કેળવાયેલા વર્ગનું સૌપ્રથમ ધ્યાન ખેંચનાર તરીકેનું માન રણજીતરામને મળે છે. તેઓ લોકગીતોનાં સંશોધક અને સંપાદક હતા. તેઓ જ્યારે ૧૯૦૫માં ઉમરેઠની હાઇસ્કૂલમાં હેડમાસ્તર હતા ત્યારે આ વિસ્તારમાં દુષ્કાળને વખતે ઘણાં ગ્રામજનો ગુજરાન અર્થે નગરોમાં આવતા. તેમને રણજીતરામનાં પત્ની ભોજન આપતા અને રણજીતરામ તેમની પાસેથી લોકગીતો સાંભળીને નોટબૂકમાં કંડારી લેતા. આવા લોકગીતોની ૨૫-૩૦ નોટબૂકો ભરાઇ હતી. તેમાંથી ચૂનીલાલ શેલતે ૧૩૪ ગીતો અલગ તારવ્યા અને પછીથી તેનું ''લોકગીતો'' નામે પ્રકાશન કર્યું હતું.
૪ જૂન, ૧૯૧૭ના રોજ, મુંબઈના જુહુના સમુદ્રકાંઠે, સમુદ્રમાં ડુબી જવાથી તેમનું અવસાન થયું. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો સર્વોચ્ચ પુરસ્કાર, રણજિતરામ સુવર્ણ ચંદ્રક, તેમનાં નામે અપાય છે.
તેમના પુત્ર, અશોક મહેતા (૧૯૧૧-૧૯૮૪), ભારતનાં સ્વતંત્ર સેવાભાવી કર્મશીલ અને સમાજવાદી રાજનેતા હતા
રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવાની યોજના ઈ. સ. 1928થી શરૂ થઈ હતી અને સૌપ્રથમ એ ચંદ્રક પ્રાપ્ત કરનાર લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી હતા.
એ પછી અવિરતપણે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રત્યેક વર્ષે કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા બદલ તેના સર્જક કે કર્તાને અપાતો રહ્યો છે. એ ચંદ્રક સંગીતકાર, ચિત્રકાર, ઇતિહાસકાર, વૈદકશાસ્ત્રી, મુદ્રણ-નિષ્ણાત – એમ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સેવા માટે અપાતો રહ્યો છે; જોકે હવે મુખ્યત્વે રણજિતરામ સુવર્ણચંદ્રક સાહિત્યક્ષેત્રમાં વિશિષ્ટ વ્યાપક સેવા માટે એનાયત થાય છે.
રણજિતરામ સુવર્ણચંદ્રક-ધારકો
1. ઝવેરચંદ મેઘાણી (1928), 2. ગિજુભાઈ બધેકા (1929), 3. રવિશંકર રાવળ (1930), 4. વિજયરાય વૈદ્ય (1931), 5. રમણલાલ દેસાઈ (1932), 6. રત્નમણિરાવ જોટે (1933), 7. સુન્દરમ્ (1934), 8. વિશ્વનાથ ભટ્ટ (1935), 9. ચંદ્રવદન મહેતા (1936), 10. ચુનીલાલ વ. શાહ (1937), 11. કનુ દેસાઈ (1938), 12. ઉમાશંકર જોશી (1939), 13. ધનસુખલાલ મહેતા (1940), 14. જ્યોતીન્દ્ર દવે (1941), 15. રસિકલાલ છો. પરીખ (1942), 16. પંડિત ઓમ્કારનાથજી (1943), 17. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી (1944), 18. ગુણવંતરાય આચાર્ય (1945), 19. ડોલરરાય માંકડ (1946), 20. હરિનારાયણ આચાર્ય (1947), 21. બચુભાઈ રાવત (1948), 22. સોમાલાલ શાહ (1949), 23. પન્નાલાલ પટેલ (1950), 24. જયશંકર ‘સુંદરી’ (1951), 25. કેશવરામ કા. શાસ્ત્રી (1952), 26. ડૉ. ભોગીલાલ સાંડેસરા (1953), 27. ચંદુલાલ પટેલ (1954), 28. અનંતરાય રાવળ (1955), 29. રાજેન્દ્ર શાહ (1956), 30. ચુનીલાલ મડિયા (1957), 31. ડૉ. કૃષ્ણલાલ શ્રીધરાણી (1958), 32. જયંતિ દલાલ (1959), 33. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી (1960), 34. ઈશ્વર પેટલીકર (1961), 35. રામસિંહજી રાઠોડ (1962), 36. ડૉ. હરિવલ્લભ ભાયાણી (1963), 37. મનુભાઈ પંચોળી ‘દર્શક’ (1964), 38. બાપાલાલ વૈદ્ય (1965), 39. ડૉ. હસમુખ સાંકળિયા (1966), 40. ઝીણાભાઈ ર. દેસાઈ ‘સ્નેહરશ્મિ’ (1967), 41. ડૉ. મંજુલાલ મજમુદાર (1968), 42. નિરંજન ભગત (1969), 43. શિવકુમાર જોશી (1970), 44. સુરેશ જોશી (1971), 45. નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’(1972), 46. પ્રબોધ પંડિત (1973), 47. હીરાબહેન પાઠક (1974), 48. રઘુવીર ચૌધરી (1975), 49. જયન્ત પાઠક (1976), 50. જશવંત ઠાકર (1977), 51. ફાધર વાલેસ (1978), 52. મકરન્દ દવે (1979), 53. ધીરુબહેન પટેલ (1980), 54. લાભશંકર ઠાકર (1981), 55. હરીન્દ્ર દવે (1982), 56. સુરેશ દલાલ (1983), 57. ભગવતીકુમાર શર્મા (1984), 58. ચંદ્રકાન્ત શેઠ (1985), 59. રમેશ પારેખ (1986), 60. સિતાંશુ યશશ્ચંદ્ર (1987), 61. બકુલ ત્રિપાઠી (1988), 62. વિનોદ ભટ્ટ (1989), 63. નગીનદાસ પારેખ (1990), 64. ડૉ. રમણલાલ નાગરજી મહેતા (1991), 65. યશવન્ત શુક્લ (1992), 66. અમૃત ‘ઘાયલ’ (1993), 67. ડૉ. ધીરુભાઈ ઠાકર (1994), 68. ભોળાભાઈ પટેલ (1995), 69. રમણલાલ સોની (1996), 70. ગુણવંત શાહ (1997), 71. ગુલાબદાસ બ્રોકર (1998), 72. મધુ રાય (1999), 73. ચી. ના. પટેલ (2000), 74. નારાયણ દેસાઈ (2001), 75. ચંદ્રકાંત ટોપીવાળા (2002), 76. મધુસૂદન પારેખ (2003).