મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

08 October, 2020

વિશ્વ ટપાલ દિન (World Post Day)

 વિશ્વ ટપાલ દિન

9 ઓક્ટોબર



આજના ડિજિટલ સમયમાં મેસેજ આંગળીના ટેરવા પર ફરતા થઇ ગયા છે,પરંતુ એક જમાનામાં ટપાલ સ્વજનોને યાદ કરવાનું સશકત માધ્યમ હતું. મહાત્મા ગાંધી જેવા વિશ્વના અનેક મહાનુભાવોએ ટપાલને લોકજાગૃતિનું માધ્યમ બનાવી હતી.

વિશ્વ ટપાલ દિન ૯ ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ યુનિવર્સલ પોસ્ટસ યુનિયન (UPU)ની વર્ષગાંઠ છે, જેની શરુઆત ઈ.સ. ૧૮૭૪માં સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ હતી. યુપીયુએ વૈશ્વિક સંચાર ક્રાંતિની શરૂઆત હતી. વિશ્વ ટપાલ દિવસની શરૂઆત ૧૯૬૯માં થઈ હતી. ત્યારથી દુનિયાભરના દેશો ટપાલ સેવાના મહત્ત્વને ઉજાગર કરવા માટે ઉજવણીમાં ભાગ લે છે. આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસોમાં ટપાલ ટિકિટના સંગ્રહોનું પ્રદર્શન યોજવામાં આવે છે; ટપાલસેવાના ઈતિહાસ પર વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. યુપીયુ યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્રલેખન સ્પર્ધાનું આયોજન કરે છે

વિશ્વ ટપાલ દિવસ નો ઉદ્દેશ લોકો ના વેપાર વાણીજ્ય અને દરરોજ ના જીવન વ્યહાર માં અને દેશના સામાજિક અને આર્થીક વિકાસ માં ટપાલ ક્ષેત્ર ના મહત્વ વિષે જાગૃતતા લાવવાનો છે. દર વર્ષે ૧૫૦ કરતા વધુ દેશો વિવિધ પ્રવુત્તિઓ દ્વારા વિશ્વ ટપાલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

ટપાલ એ વર્ષોથી સંદેશાવ્યવહારનું માધ્યમ છે.

૧૯૬૯માં ટોકિયો, જાપાનની UPU કોંગ્રેસમાં ૯ ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ ઘોષિત કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય શ્રી આનંદ મોહન નરુલાએ રજૂ કર્યો હતો. ત્યારથી ટપાલ સેવાઓના મહત્ત્વને ઉજાગર કરવા માટે દુનિયાભરમાં વિશ્વ ટપાલ દિનની ઉજવણી કરવામાં આવે છે

ભારતમા ટપાલ સેવાની શરુઆત બ્રિટિશ ઇસ્ટ ઇંડિયા કંપની દ્વારા 1764માં મુંબઇથી થઇ તથા 1854માં ટપાલ ટિકિટનો ઉપયોગ શરુ થયો હતો.

દરેક રાજ્યમા એક જનરલ પોસ્ટ ઓફિસ આવેલ હોય છે, ગુજરાતની જનરલ પોસ્ટ ઓફિસ અમદાવાદના મિરઝાપુરમા આવેલ છે, જેની સ્થાપના 1931માં થઇ હતી.

જનરલ પોસ્ટ ઓફિસમાં એક અલગ શાખા આવેલ છે જેમા વિવિધ ટપાલ ટિકિટ અને પરબિડિયા સાચવી રાખવામાં આવે છે,

ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ અને પરબિડિયા વિવિધ વિષયને સંલગ્ન બહાર પાડવામાં આવે છે જેમકે ભારતની સંસ્કૃતિ, પરંપરા, ખાન-પાન,પહેરવેશ, પુતાતત્વીય અને પ્રવાસન સ્થળો, મહાનુભાવો, સ્વાતંત્ર્યવીરો, વૈજ્ઞાનિકો, સૈન્ય પરાક્રમ, પ્રાણી જગત વગેરે

ટપાલ વિભાગ દ્વારા નવી સુવિધા " માય સ્ટેમ્પ" શરુ કરવામાં આવી છે જેમા વ્યક્તિ પોતાનો મનગમતો ફોટો આપી તેની ટપાલ ટિકિટ છપાવી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના અને અટલ પેન્સન બચત યોજના પોસ્ટ વિભાગ દ્વારા શરુ કરવામા આવી છે.

અવનવી ટપાલ ટિકિટના અભ્યાસ અને સંગ્રહ કરવાના શોખને ફિલાટેલી કહે છે અને તેના શોખીનોને ફિલાટેલીસ્ટ કહે છે,

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ટપાલ મોકલાવવા સિવાય રજિસ્ટર્ડ ટપાલ, પાર્સલ, બચત યોજના જેવી સુવિધાઓ પુરી પાડે છે.

ભારતમાં- ગુજરાતમાં તા. ૯થી ૧૫ ઓક્ટોબર દરમિયાન 'નેશનલ પોસ્ટલ વીક'ની પણ ઉજવણી કરવામાં આવે છે જેમા દરરોજ જુદા જુદા દિવસની ઉજવણી કરવમાં આવે છે.
- ટપાલ સેવાના જનક તરીકે લોર્ડ ક્લાઈવનું નામ લેવામાં આવે છે. તેણે ૧૭૬૬માં વ્યવસ્થા કરેલી.
- બ્રિટીશ શાસનમાં વૉરન હેસ્ટિંગ્ઝે એને વધુ વિકસાવી હતી.
- ૧૭૭૪મા પોસ્ટ માસ્ટર જનરલ હેઠળ કોલકાતામાં ગ્રાન્ટ પોસ્ટ ઓફિસની સ્થાપના થયેલી.
- ઈન્ડિયન પોસ્ટલ ઓર્ડર ૧૯૩૦માં શરૂ થયા.

ભારતીય ટપાલ વિભાગે આઝાદી પછે પ્ર્થમવાર ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે અષ્ટકોણીય ટપાલ ટિકિટ બહાર પાડી છે.

ભારતીય ટપાલ વિભાગે 1/8/2019ના રોજ "ઈન્ડિયન પરફ્યુમ" થીમ પર અત્તરવાળી સુગંધીદાર ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

2013મા ભારતીય પોસ્ટલ વિભાગે એક ઐતિહાસિક પહેલ કરીને ભારતભરમાં મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસો શરૂ કરી છે.

મહિલા દિને દિલ્હીના શાસ્ત્રીભવનમાં ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ થઈ તેના પગલે ત્યાર બાદ એપ્રિલમાં મુંબઈમાં અને એના પછી સમગ્ર ભારતમાં ૧૧ મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ છે.

કુલ ૧૧માંથી ૨ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ તો ગુજરાતમાં જ છે. ગુજરાતમાં ટપાલ વિભાગના ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગના ફાળે એક મહિલા પોસ્ટ ઓફિસ આવે છે, જે ગાંધીનગરમાં આવેલી છે. ગાંધીનગરની આઈઆઈટીમાં આવેલી આ મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસમાં ત્રણ મહિલાઓ કાર્યરત છે. રાજકોટ પોસ્ટલ વિભાગમાં એક મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ આવેલી છે. રાજકોટના રેસકોર્ષ રોડ પર આવેલી આ વિમેન પાવર્ડ પોસ્ટ ઓફિસમાં ૪ મહિલાઓ કાર્યરત છે.

ભારતમાં અંદાજે 10 કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે. ભારતમાં હલકા ભૂરા રંગનું  પ્રથમ પોસ્ટકાર્ડ ઇસ 1879માં બહાર પાડવામાં આવ્યું હતું. આ પોસ્ટકાર્ડ પર ઇસ્ટ ઇન્ડિયા કંપની નામ લખવામાં આવ્યું હતું. કાર્ડની મધ્યમાં રાજચિહ્ન અને જમણી બાજુ રાણી વિકટોરિયાનો ફોટો હતો.  
 ૧૮૯૯માં પોસ્ટકાર્ડમાંથી ઇસ્ટ
 ઇન્ડિયા કંપનીનું નામ કાઢીને ઇન્ડિયન પોસ્ટ લખવામાં આવ્યું હતું.

 ૨ ઓકટોબર ૧૯૫૧ના રોજ ક્સ્તુરબા,નાનું બાળક અને ચરખો ચલાવતા ગાંધીજીના ચિત્રવાળા ત્રણ પ્રકારના પોસ્ટકાર્ડ બહાર પડયા હતા. એક માહિતી મુજબ ભારતમાં અંદાજે ૧૦ કરોડ જેટલા પોસ્ટકાર્ડ છાપવામાં આવે છે

સ્વતંત્ર ભારતનો પહેલો સ્ટેમ્પ 21 નવેમ્બર 1947 ના રોજ જારી કરવામાં આવ્યો હતો. તે ઉપરના જમણા ખૂણા પર દેશભક્તોના નારા, જય હિન્દ (લાંબા જીવંત ભારત) સાથે ભારતીય ધ્વજ દર્શાવે છે. તેનું મૂલ્ય સાડા ત્રણ અન્ના હતું.



સ્વતંત્રતાની પ્રથમ વર્ષગાંઠ પર 15 Augustગસ્ટ 1948 માં મહાત્મા ગાંધીનું સ્મારક બહાર પાડવામાં આવ્યું. 



બરાબર એક વર્ષ પછી, એક નિર્ણાયક શ્રેણી પ્રકાશિત થઈ, જેમાં ભારતનો વ્યાપક સાંસ્કૃતિક વારસો દર્શાવવામાં આવ્યો, જેમાં મોટાભાગે હિન્દુ, બૌદ્ધ, મુસ્લિમ, શીખ અને જૈન મંદિરો, શિલ્પો, સ્મારકો અને કિલ્લાઓ છે.  ત્યારબાદના મુદ્દાએ 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતીય પ્રજાસત્તાકના ઉદઘાટનની યાદમાં સ્મરણ કર્યું હતું.


ડેફિનેટીવ્સમાં 1955 માં તકનીકી અને વિકાસ(technology and development ) થીમનો સમાવેશ થાય છે, 1957 માં ભારતનો નકશો દર્શાવતી શ્રેણી, નયે પૈસા (દશાંશ ચલણ) માં પ્રખ્યાત અને 1965 માં વિવિધ પ્રકારની છબીઓવાળી શ્રેણી.શેત્રુંજય, પાલિતાણા નજીક જૈન મંદિર સંકુલ, 15 Augustગસ્ટ 1949. ભારતીય સ્ટેમ્પ્સ દેશના જૂના અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે.

ટપાલ ટિકિટ પર જુની "ઇન્ડિયા પોસ્ટેજ(INDIA POSTAGE)" ના બદલે  1962 માં "भारत INDIA "થી કરવામા  આવ્યું હતું, તેમ છતાં ડિસેમ્બર 1962 / જાન્યુઆરી 1963 ની વચ્ચે ત્રણ ટિકિટો અગાઉના શિલાલેખને વહન કરતી હતી. 

ભારતે અન્ય દેશો માટે સ્ટેમ્પ અને ટપાલ સ્ટેશનરી છાપી છે, મોટે ભાગે પડોશીઓ. ભારતમાં મુદ્રિત સ્ટેમ્પ ધરાવતા દેશોમાં બર્મા (આઝાદી પહેલા), નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, પોર્ટુગલ અને ઇથોપિયા શામેલ છે.

2014 ની સ્થીતીએ  આર્મી પોસ્ટલ સર્વિસને બાદ કરતાં, ભારતમાં  19,101 પિનકોડ દ્વારા 154,725 પોસ્ટ ઓફિસને આવરી લેવામાં આવેલ છે.

ભારતીય પોસ્ટ વિશ્વનું સૌથી મોટુ પોસ્ટલ નેટવર્ક છે.

પોસ્ટ વિભાગના કાર્યો

  • Post boxes and post bags for mail receipt(મેઇલ રસીદ માટે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ)
  • Speed Post (સ્પીડ પોસ્ટ)
  • Identity cards for proof of residence (નિવાસના પુરાવા માટે ઓળખ કાર્ડ)
  • India Post ATM
  • RMS (Railway Mail Service)
  • Post office Passport Seva Kendras (POPSK)
  • Aadhaar Enrollment and Updation.
  • Western Union.
  • Postal Life Insurance and Rural Postal Life Insurance.
  • Savings Bank (SB/RD/TD/MIS/SCSS/PPF/SSA)
  • Savings Cash Certificates.
  • India Post Payments Bank.
  • Stamp Sales.(ટપાલ ટિકિટ વેચવી)

નવી દિલ્હીમાં 6 જુલાઈ 1968 ના રોજ ભારતના રાષ્ટ્રીય ફિલેટેલિક મ્યુઝિયમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.. ડિઝાઈન કરેલા, મુદ્રિત અને જારી કરાયેલા ભારત પોસ્ટેજ સ્ટેમ્પ્સના વિશાળ સંગ્રહ ઉપરાંત, તેમાં ભારતીય રાજ્યોનો મોટો સંગ્રહ છે, બંને સંઘીય અને સામન્તી, પ્રારંભિક નિબંધો, પુરાવા અને રંગ પરીક્ષણો, ભારતીય સ્ટેમ્પ્સનો સંગ્રહ "વિદેશમાં વપરાયેલ" અને તેમ જ પ્રારંભિક ભારતીય પોસ્ટકાર્ડ્સ, પોસ્ટલ સ્ટેશનરી અને વિષયોનું સંગ્રહ. આ સંગ્રહાલયનું વ્યાપકપણે નવીનીકરણ 2009 માં કરવામાં આવ્યું હતું. હવે તેમાં વધુ પ્રદર્શનો, એક ફિલોટેલિક બ્યુરો અને અન્ય પોસ્ટલ ઓબ્જેક્ટ્સ શામેલ છે જેમ કે સુંદર વિક્ટોરિયન પોસ્ટ બોક્સ

ભારતના પ્રથમ ઓફિશિયલ એર મેઇલની શતાબ્દી પર 12-18 ફેબ્રુઆરી 2011 ના રોજ આંતરરાષ્ટ્રીય ફિલોટાલિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 

ઈન્ડિપેક્ષ ૨૦૧૧ ના પ્રસંગે ઈન્ડિયા પોસ્ટ દ્વારા આ કાર્યક્રમને યાદ કરવા મહાત્મા ગાંધી પર વિશેષ ટિકિટ બહાર આવી. તે ખાદી પર મુદ્રિત છે, જે હેન્ડસ્પૂન કપાસની સામગ્રી છે જે ગાંધીજીએ આત્મનિર્ભરતા અને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે રાખી હતી. પ્રેઝન્ટેશન  પેક ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ દ્વારા શનિવારના રોજ 12 ફેબ્રુઆરી, 2011 ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં યોજાયેલ વર્લ્ડ ફિલેટેલિક પ્રદર્શન, શનિવારે ભારતના રાષ્ટ્રપતિ, વિમોચન કર્યુ હતું.

2014 સુધી છપાયેલ તમામ ટપાલ ટિકીટોની માહીતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.

https://en.wikipedia.org/wiki/List_of_postage_stamps_of_India


જ્યારે તમે તમારો પિન કોડ કોઇને કહો છો તો તેનો મતબલ એ થયો કે તમે તમારા એરિયાની પૂરી માહિતી તેને આપી રહ્યા છો. પિન કોડનો જન્મ 15મી ઑગસ્ટ 1972માં થયો હતો. પિન કોડનો મતલબ થાય છે પોસ્ટલ ઇંડેક્સ નંબર.પિન કોડ શ્રીરામ ભિખાજી વાલેનકરે રજુ કર્યો હતો. ભારતના કુલ 9 ઝોન પાડવામા આવેલ છે, જેમાથી 8 ઝોન રિઝનલ છે અને 1 ઝોન ફંકશનલ જે આર્મી માટે વપરાય છે. 



 આ રીતે પ્રથમ અંક પરથી ઝોન જાણીશકાય છે,
બીજો અંક સબ ઝોન દર્શાવે છે
ત્રીજો અંક જિલ્લોનો કોડ દર્શાવે છે
છેલ્લા ત્રણ અંકો પોસ્ટ ઓફિસ દર્શાવે છે.
ગુુુુુુુજરાતને ચાર સબઝોનમાં વાહેચવામા આવેલ છે.
36 સૌરાષ્ટ્ર માટે, 37 કચ્છ માટે, 38 ઉત્તર ગુજરાત અને 39 દક્ષિણ ગુજરાત



pin codeનો ત્રીજો અંક જિલ્લો દર્શાવે છે 
સૌરાષ્ટૃ ઝોન માટે જિલ્લા કોડ
0-રાજકોટ, 1-જામનગર, 2- જુનાગઢ, 3-રાજકોટ, 4-ભાવનગર, 5- અમરેલી, 
0 અમદાવાદ સીટી, 4 ભાવનગર માટે, 5 બનાસકાંઠા,

પિન કોડ એક ખૂબ જ ખાસ નંબર હોય છે તેના પર આખી પોસ્ટલ સિસ્ટમ નિર્ભર કરે છે. 6 નંબરનો મળીને બનાવાયેલો આ કોડ તમને એરિયાની તમામ માહિતી આપે છે.

આપણો આખો દેશ 6 ખાસ ઝોનમાં ડિલિવર કરાયો છે. તેમાંથી 8 રિજનલ ઝોન છે અને એક ફંકશનલ ઝોન. દરેક પિનકોડ કોઇને કોઇ ખાસ ઝોનની માહિતી આપે છે. 

પિન કોડના શરૂઆતના બે નંબર અંગે. 11 નંબર દિલ્હીનો હોય છે. 12-13 હરિયાણા, 14-16 પંજાબ, 17 હિમાચલ પ્રદેશ, 18 અને 19 જમ્મુ-કાશ્મીર, 20-28 ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ માટે, 30-34 રાજસ્થાન, 36-39 ગુજરાત, 40-44 મહારાષ્ટ્ર, 45-49 મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, 50-53 આંધ્રપ્રદેશ, 56-59 કર્ણાટક, 60-64 તામિલનાડુ, 67-69 કેરલા, 70-74 બંગાલ, 75-77 ઓરિસ્સા, 78 આસામ, 79 નોર્થ ઇસ્ટર્ન વિસ્તાર, 80-85 બિહાર અને ઝારખંડ, 90-99 આર્મી પોસ્ટલ સર્વિસીસ.


હિક્કીમ ગામની (હિમચલ પ્રદેશ) પોસ્ટ ઓફિસ વિશ્વમાં સૌથી ઊચાઇ પર આવેલ પોસ્ટ  ઓફિસ છે, જે સમુદ્ર લેવલથી  44૦૦ મીટર (144૦૦ ફૂટ) ઉચાઇ પર છે. 

ભારતની પ્રથમ  પાણીમા તરતી પોસ્ટ ઓફિસ (Floating post office) શ્રીનગર (કાશ્મિર) મા દાલ સરોવરમા આવે છે. 





Indian Air Force Day (ભારતીય વાયુસેના સ્થાપના દિવસ)

 ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day)

8 ઓક્ટોબર



ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.


ભારતીય વાયુસેના IAF-Indian Air Force કહેવાય છે. 


8 ઓક્ટોબર 1932માં રોયલ ભારતીય વાયુસેના તરીકે ભારતની વાયુસેનાની રચના કરવામાં આવી હતી.


આઝાદી પછી વાયુસેનાનું નામકરણ ભારતીય વાયુસેના કરાયું હતું.



नभ: स्पृशं दिप्तम – ગૌરવ સાથે આકાશને આંંબો - એ વાયુ સેનાનું સૂત્ર(motto) છે. જે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 11 ના શ્લોક 24માંંથી લેવામાં આવેલ છે.


ભારતીય વાયુસેના આપણી સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરિક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.


ભારતીય વાયુસેના ધ્વજ


 વાયુસેનાના ધ્વજનું કાપડ  વાદળી રંગનું  હોય છે, જેમાં પ્રથમ ચતુર્થાંશમાં રાષ્ટ્રધ્વજ હોય છે અને એક ગોળાકાર હોય છે જેમાં રાષ્ટ્રધ્વજ એટલે કે કેશર, સફેદ અને લીલો રંગ હોય છે. 
આ ધ્વજ 1951 માં અપનાવવામાં આવ્યો હતો.


1950 થી IAF પડોશી પાકિસ્તાન સાથે ચાર યુદ્ધમાં અને ચીન સાથે 1 યુદ્ધમાં મહત્વની ભુમિકા ભજવી છે.


IAF દ્વારા વિવિધ ઓપરેશનો સફળતાપુર્વક કરવામાં આવ્યા છે જેમકે  ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ અને ઓપરેશન પૂમલાઈનો સમાવેશ થાય છે. 


આજ સુધીમાં આપણી વાયુસેનાએ ઘણા ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.


ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુસેનાના કમાંડર ઈન ચીફ તરીકે કાર્ય કરે છે. હાલામાં રામનાથ કોવિંદ વાયુસેનાના કમાંડર ઈન ચીફ છે.





એર ચીફ માર્શલ: વીવેક રામ ચૌધરી (વી.આર.ચૌધરી) (PVSM, AVSM, VM, ADC)



એર માર્શલ: સંદિપસિંઘ (AVSM, VM)




આઇએએફ(IAF)માં કોઈ પણ સમયે એક કરતા વધારે સેવા આપતા એસીએમ(ACM) હોતા નથી. ઇતિહાસના એક પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અરજણ સિંઘને એરફોર્સના માર્શલનો પદ આપવામાં આવછે.


26 જાન્યુઆરી 2002 ના રોજ, અરજણસિંઘ પ્રથમ અને અત્યાર સુધી, આઈએએફના ફક્ત પાંચ સ્ટાર રેન્ક અધિકારી બન્યા


એ સિવાય વાયુ સેના અધ્યક્ષ, એયર ચીફ માર્શલ અને એક ચાર સ્ટાર કમાંડર પણ વાયુસેનાનું નેતૃત્વ કરે છે.


વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દીલ્હીમાં આવેલું છે. 


1,40,000 જેટલા વીર જવાન અને 2100 થી પણ વધારે શક્તિશાળી એરક્રાફ્ટ સાથે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી એવી આપણી વાયુસેના એના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.


કુદરતી આફતના સમયે નાગરિકોને બચાવવા માટે વાયુસેના હંમેશા તત્પર રહે છે. ભારતીય વાયુસેના દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા સૌમાં આપણી વાયુસેના વિશે જાગૃતિ આવે અને સૌ કોઈ જાણે કે વાયુસેના એ આપણા ભારત દેશની સુરક્ષા માટે કેટલી જરૂરી છે.



વાયુસેનાની શક્તિ :

ભારતીય વાયુસેના પાસે

ફાઈટર વિમાન: રાફેલ, સુખોઇ, મિગ-26, મિગ-27, મિગ-29 અને મિરાજ-2000 અને જગુઆર

હેલિકોપ્ટર: ધ્રુવ, ચેતક, ચિત્તા, MI-25, MI-26

ટ્રાંંસપોર્ટ વિમાન: બોઇંગ, એરબસ, ડોરનિયર, એવરો(AVRO)

ટ્રેઇનર વિમાન:


















 


1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ વાયુસેનાએ પોતાની તાકાતમાં ખૂબ જ વધારો કર્યો છે.

આજે ભારતીય વાયુસેના કોઈપણ સમયે દુશ્મન સામે ટકરાવવા માટે સક્ષમ અને સજ્જ છે.

ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન સુખોઈ સૌથી ખતરનાક વિમાન હતુ પરંતુ હવે ભારતીય વાયુ સેનામા રાફેલને સામેલ કરવામા આવ્યા છે જે ખુબ જ શક્તિશાલી ફાઇટર પ્લેન છે  37 જેટલા રાફેલ વિમાનો માટે પણ ફ્રાન્સ સાથે કરાર થઈ ચૂક્યા છે.અને હાલમાં સપ્ટેમ્બર મહિનામા  5 રાફેલ વિમાન સેનાને અર્પણ કરવામાં આવ્યાં છે. 


રાફેલ વિમાનની વિશેષતાઓ

1.  રાફેલ એક એવું ફાઈટર વિમાન છે જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેનાની તેના પર ઘણા સમયથી નજર હતી. 

2. તે એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે. તેની ફ્યુલ કેપેસિટી 17 હજાર  કિગ્રા છે. 

3. રાફેલ જેટ દરેક ઋતુમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે, આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામથી પણ ઓળખાય છે. 

4. તેમાં સ્કાલ્પ મિસાઈલ થે જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે. 

5. રાફેલની મારક ક્ષમતા 3700 કિમી સુધી છે જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિમી છે. 

6. વિમાનમાં ફ્યુલ ક્ષમતા 17000કિગ્રા છે. 

7. તે એન્ટી શિપ એટેકથી લઈને પરમાણુ એટેક, ક્લોઝ એર સપોર્ટ અને લેઝર ડાઈરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે. 

8. તે 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે. 

9. તેની સ્પીડ 2223 કિમી પ્રતિ કલાક છે. 

10. જો ચાઇનીઝ  J-20 અને ભારતના રાફેલની તુલના કરીએ તો રાફેલ ઘણા મામલામાં  J-20 પર ભારે પડે છે. 


 સુખોઇ વિમાન ભારતે રશિયા પાસેથી ખરીદ્યા છે.

આપણી વાયુસેના પાસે આશરે 200 જેટલા સુખોઈ વિમાન છે.


ભારતીય વાયુસેનાના મહત્વના યુદ્ધ અને ઓપરેશન :

વિશ્વ યુદ્ધ – 2, પાકિસ્તાન સાથેના 4 યુદ્ધો, ચીન સાથેનું યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ ભારતીય વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. એ સિવાય મોટા ઓપરેશન નીચે મુજબ છે.


ઓપરેશન વિજય

ગોવાનો કબજો ન છોડતા પોર્ટુગલના સકંજામાથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્ત નામે ભારતીય વાયુસેના એ ઓપરેશન કરીને 36 કલાકમાં જ ગોવાને આઝાદી અપાવી હતી.


ઓપરેશન મેઘદૂત

જમ્મુ-કાશ્મીર સરહદે સિયાચીનમાં દુશ્મનોએ કબજો કર્યો હોવાની બાતમીને આધારે 1983માં વાયુસેનાએ ઓપરેશન મેઘદૂત પાર પાડીએ સિયાચીન પર કબજો મેળવ્યો હતો.


ઓપરેશન કેક્ટસ

શ્રીલંકાના તામિલ લિબરેશન ઓરગેનાઈઝેશન ઑફ તામિલ ઈલમ દ્વારા માલદિવમાં સરકાર ઉથલાવીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાયુસેનાએ ઓપરેશન કેક્ટસ પાર પાડીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.


ઓપરેશન ઈગલ મિશન – 4

1987માં શ્રીલંકાના સિવિલ વોર વખતે જાફના શહેરમાં ફસાયેલા તામિલ ટાઈગર્સને સુરક્ષા આપી જાફના પર કબજો મેળવી આપવા માટે ભારતીય વાયુદળે ઈગલ મિશન-4 નામે સફળ કામગીરી કરી હતી.


ઓપરેશન રાહત

2015માં યમન દેશમાં ફસાયેલા આશરે 5000 નાગરીકોને ભારતીય નેવીની મદદથી વાયુસેનાએ ઓપરેશન રાહત પાર પાડી ફક્ત ભારતીય નાગરિકોને નહિ પરંતુ 2000 જેટલા વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત કાધવામાં સફળતા મેળવી હતી.


ભારતીય વાયુસેનાના સાત કમાન્ડ

સેન્ટ્રલ કમાંડ – અલાહાબાદ – ઉત્તર પ્રદેશ

ઈસ્ટર્ન કમાંડ – શિલૉન્ગ – મેઘાલય

સાઉધર્ન કમાંડ – તિરુવનંતપૂરમ – કેરળ

સાઉથ વેસ્ટર્ન કમાંડ – ગાંધીનગર – ગુજરાત

વેસ્ટર્ન એર કમાંડ – નવી દિલ્હી

ટ્રેનિંગ કમાંડ – બેંગલોર – કર્ણાટક

મેન્ટેનન્સ કમાંડ – નાગપૂર – મહરાષ્ટ્ર



સચિન તેંડુલકર પ્રથમ રમતવીર છે કે જેને  ઉડ્ડયન પૃષ્ઠભૂમિ વિનાનો પ્રથમ નાગરિક છે, જેને ભારતીય વાયુસેના દ્વારા ગ્રુપ કેપ્ટન(group captain )નો માનદ રેન્ક આપવામાં આવ્યો છે.


વાયુસેનાના ઓફિસરોના રેન્ક


વાયુસેનાના એરમેનના રેન્ક




ત્રણેય પાંખના ઓફિસરના સમકક્ષ હોદ્દાઓ(Rank) (ઉચ્ચ થી નિમ્ન)



Indian Army

Indian Navy

Indian Air Force

*Field Marshal

*Admiral of the Fleet

*Marshal of the Air Force

General

Admiral

Air Chief Marshal

Lieutenant General

Vice Admiral

Air Marshal

Major General

Rear Admiral

Air Vice Marshal

Brigadier

Commodore

Air Commodore

Colonel

Captain

Group Captain

Lieutenant Colonel

Commander

Wing Commander

Major

Lieutenant Commander

Squadron Leader

Captain

Lieutenant

Flight Lieutenant

Lieutenant

Sub-Lieutenant

Flying Officer




એર ફોર્સમાં જોડાવા માટેની માહિતી

NDA માટેની પરીક્ષા વર્ષમાં બે વખત યુપીએસસી દ્વારા લેવામાં આવે છે.

યુ.પી.એસ.સી. દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવતી કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ (CDS) પરીક્ષા આપીને સ્નાતક પણ આઈએએફ(IAF)ની કોઈપણ શાખામાં જોડાઇ શકે છે.

ઉમેદવારો IAFમાં પસંદગી મેળવવા માટે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માં પણ હાજર થઈ શકે છે

  1. After 12th (10+2)

The candidates can enter the IAF after passing class 12th also. All men, who have passed the exam of class 12th, may join National Defence Academy (NDA) by passing the written exam and SSB interview. Once the training is completed, the candidates join the IAF. The exam for NDA is conducted by the UPSC twice a year.

  1. After Graduation 

Graduates can also join any branch of the IAF by passing the Combined Defence Services (CDS) exam which is conducted by the UPSC twice a year. The candidates can also appear in the Air Force Common Admission Test (AFCAT) to get selected in the IAF. After the selection, the candidates get training at one of the IAF training institutes and then they are commissioned and posted as Officers.

  1. After Post-Graduation

After completing the post-graduation, the candidates can join the technical or ground duty branches. It is easy to join the IAF if the candidates have a degree in Aeronautical Engineering or Electronics.

The entry in the Meteorological Branch is possible only after post-graduation in any Science stream / Mathematics / Statistics / Geography / Computer Applications / Environmental Science / Applied Physics / Oceanography / Meteorology / Agricultural Meteorology / Ecology & Environment / Geo-physics / Environmental Biology with minimum 50% marks in total in all the papers put together (Provided that Maths and Physics are the subjects at Graduation Level, with minimum 55% marks in both).

 

  1. NCC Entry

National Cadet Corps (NCC), also known as the Fourth Line of Defence, provides an opportunity to join the IAF. If the candidates have completed NCC training and obtained a ‘C’ Certificate from the Air Wing NCC then they are eligible to join the IAF.

  1. University Entry Scheme (UES) Entry

University Entry Scheme (UES) is for those candidates who are currently pursuing their Pre-final year of BE/B.Tech degree. It is to be ensured that there should not be any backlog in any paper in the previous semesters at the time of SSB Interview. On the completion of the degree, the candidates must obtain minimum 60% marks in total in all the papers.

 

આપણી રક્ષા માટે હમેશાં તત્પર વીર જવાનોને આજે વાયુસેના દિવસ નિમિત્તે તેમની દેશસેવાને બિરદાવીએ અને જેણે પોતાના જીવની આહુતિ આપી છે તેવા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી વાયુસેના દિવસની સાચી ઉજવણી કરીએ


વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.


https://indianairforce.nic.in/