ભારતીય વાયુસેના દિવસ (Indian Air Force Day)
8 ઓક્ટોબર
ભારતીય વાયુસેના દિવસ 8 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે.
ભારતીય વાયુસેના IAF-Indian Air Force કહેવાય છે.
8 ઓક્ટોબર 1932માં રોયલ ભારતીય વાયુસેના તરીકે ભારતની વાયુસેનાની રચના કરવામાં આવી હતી.
આઝાદી પછી વાયુસેનાનું નામકરણ ભારતીય વાયુસેના કરાયું હતું.
नभ: स्पृशं दिप्तम – ગૌરવ સાથે આકાશને આંંબો - એ વાયુ સેનાનું સૂત્ર(motto) છે. જે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 11 ના શ્લોક 24માંંથી લેવામાં આવેલ છે.
ભારતીય વાયુસેના આપણી સશસ્ત્ર સેનાનો એક એવું અંગ છે કે જે હવાઈ હુમલાઓ અને હવાઈ નિરિક્ષણ દ્વારા દુશ્મનોથી દેશની રક્ષા કરે છે.
ભારતીય વાયુસેના ધ્વજ
વાયુસેનાના ધ્વજનું કાપડ વાદળી રંગનું હોય છે, જેમાં પ્રથમ ચતુર્થાંશમાં રાષ્ટ્રધ્વજ હોય છે અને એક ગોળાકાર હોય છે જેમાં રાષ્ટ્રધ્વજ એટલે કે કેશર, સફેદ અને લીલો રંગ હોય છે.
1950 થી IAF પડોશી પાકિસ્તાન સાથે ચાર યુદ્ધમાં અને ચીન સાથે 1 યુદ્ધમાં મહત્વની ભુમિકા ભજવી છે.
IAF દ્વારા વિવિધ ઓપરેશનો સફળતાપુર્વક કરવામાં આવ્યા છે જેમકે ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ અને ઓપરેશન પૂમલાઈનો સમાવેશ થાય છે.
આજ સુધીમાં આપણી વાયુસેનાએ ઘણા ઓપરેશન પાર પાડી દુશ્મનો સામે જીત મેળવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુસેનાના કમાંડર ઈન ચીફ તરીકે કાર્ય કરે છે. હાલામાં રામનાથ કોવિંદ વાયુસેનાના કમાંડર ઈન ચીફ છે.
એર ચીફ માર્શલ: વીવેક રામ ચૌધરી (વી.આર.ચૌધરી) (PVSM, AVSM, VM, ADC)
એર માર્શલ: સંદિપસિંઘ (AVSM, VM)
આઇએએફ(IAF)માં કોઈ પણ સમયે એક કરતા વધારે સેવા આપતા એસીએમ(ACM) હોતા નથી. ઇતિહાસના એક પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અરજણ સિંઘને એરફોર્સના માર્શલનો પદ આપવામાં આવછે.
26 જાન્યુઆરી 2002 ના રોજ, અરજણસિંઘ પ્રથમ અને અત્યાર સુધી, આઈએએફના ફક્ત પાંચ સ્ટાર રેન્ક અધિકારી બન્યા
એ સિવાય વાયુ સેના અધ્યક્ષ, એયર ચીફ માર્શલ અને એક ચાર સ્ટાર કમાંડર પણ વાયુસેનાનું નેતૃત્વ કરે છે.
વાયુસેનાનું મુખ્યમથક દેશની રાજધાની દીલ્હીમાં આવેલું છે.
1,40,000 જેટલા વીર જવાન અને 2100 થી પણ વધારે શક્તિશાળી એરક્રાફ્ટ સાથે દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી એવી આપણી વાયુસેના એના પરાક્રમ અને અદમ્ય સાહસ માટે દુનિયાભરમાં જાણીતી છે.
કુદરતી આફતના સમયે નાગરિકોને બચાવવા માટે વાયુસેના હંમેશા તત્પર રહે છે. ભારતીય વાયુસેના દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા સૌમાં આપણી વાયુસેના વિશે જાગૃતિ આવે અને સૌ કોઈ જાણે કે વાયુસેના એ આપણા ભારત દેશની સુરક્ષા માટે કેટલી જરૂરી છે.
વાયુસેનાની શક્તિ :
ભારતીય વાયુસેના પાસે
ફાઈટર વિમાન: રાફેલ, સુખોઇ, મિગ-26, મિગ-27, મિગ-29 અને મિરાજ-2000 અને જગુઆર
હેલિકોપ્ટર: ધ્રુવ, ચેતક, ચિત્તા, MI-25, MI-26
ટ્રાંંસપોર્ટ વિમાન: બોઇંગ, એરબસ, ડોરનિયર, એવરો(AVRO)
ટ્રેઇનર વિમાન:
1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ વાયુસેનાએ પોતાની તાકાતમાં ખૂબ જ વધારો કર્યો છે.
આજે ભારતીય વાયુસેના કોઈપણ સમયે દુશ્મન સામે ટકરાવવા માટે સક્ષમ અને સજ્જ છે.
ભારતીય વાયુસેનાનું લડાકુ વિમાન સુખોઈ સૌથી ખતરનાક વિમાન હતુ પરંતુ હવે ભારતીય વાયુ સેનામા રાફેલને સામેલ કરવામા આવ્યા છે જે ખુબ જ શક્તિશાલી ફાઇટર પ્લેન છે 37 જેટલા રાફેલ વિમાનો માટે પણ ફ્રાન્સ સાથે કરાર થઈ ચૂક્યા છે.અને હાલમાં સપ્ટેમ્બર મહિનામા 5 રાફેલ વિમાન સેનાને અર્પણ કરવામાં આવ્યાં છે.
રાફેલ વિમાનની વિશેષતાઓ
1. રાફેલ એક એવું ફાઈટર વિમાન છે જેને દરેક પ્રકારના મિશન પર મોકલી શકાય છે. ભારતીય વાયુસેનાની તેના પર ઘણા સમયથી નજર હતી.
2. તે એક મિનિટમાં 60 હજાર ફૂટની ઉંચાઈ પર જઈ શકે છે. તેની ફ્યુલ કેપેસિટી 17 હજાર કિગ્રા છે.
3. રાફેલ જેટ દરેક ઋતુમાં એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે, આથી તેને મલ્ટિરોલ ફાઈટર એરક્રાફ્ટના નામથી પણ ઓળખાય છે.
4. તેમાં સ્કાલ્પ મિસાઈલ થે જે હવામાંથી જમીન પર વાર કરવામાં સક્ષમ છે.
5. રાફેલની મારક ક્ષમતા 3700 કિમી સુધી છે જ્યારે સ્કાલ્પની રેન્જ 300 કિમી છે.
6. વિમાનમાં ફ્યુલ ક્ષમતા 17000કિગ્રા છે.
7. તે એન્ટી શિપ એટેકથી લઈને પરમાણુ એટેક, ક્લોઝ એર સપોર્ટ અને લેઝર ડાઈરેક્ટ લોન્ગ રેન્જ મિસાઈલ એટેકમાં પણ અવ્વલ છે.
8. તે 24500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે અને 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે.
9. તેની સ્પીડ 2223 કિમી પ્રતિ કલાક છે.
10. જો ચાઇનીઝ J-20 અને ભારતના રાફેલની તુલના કરીએ તો રાફેલ ઘણા મામલામાં J-20 પર ભારે પડે છે.
સુખોઇ વિમાન ભારતે રશિયા પાસેથી ખરીદ્યા છે.
આપણી વાયુસેના પાસે આશરે 200 જેટલા સુખોઈ વિમાન છે.
ભારતીય વાયુસેનાના મહત્વના યુદ્ધ અને ઓપરેશન :
વિશ્વ યુદ્ધ – 2, પાકિસ્તાન સાથેના 4 યુદ્ધો, ચીન સાથેનું યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં પણ ભારતીય વાયુસેનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. એ સિવાય મોટા ઓપરેશન નીચે મુજબ છે.
ઓપરેશન વિજય
ગોવાનો કબજો ન છોડતા પોર્ટુગલના સકંજામાથી ગોવાને આઝાદ કરાવવા માટે ઓપરેશન વિજયના ગુપ્ત નામે ભારતીય વાયુસેના એ ઓપરેશન કરીને 36 કલાકમાં જ ગોવાને આઝાદી અપાવી હતી.
ઓપરેશન મેઘદૂત
જમ્મુ-કાશ્મીર સરહદે સિયાચીનમાં દુશ્મનોએ કબજો કર્યો હોવાની બાતમીને આધારે 1983માં વાયુસેનાએ ઓપરેશન મેઘદૂત પાર પાડીએ સિયાચીન પર કબજો મેળવ્યો હતો.
ઓપરેશન કેક્ટસ
શ્રીલંકાના તામિલ લિબરેશન ઓરગેનાઈઝેશન ઑફ તામિલ ઈલમ દ્વારા માલદિવમાં સરકાર ઉથલાવીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે વાયુસેનાએ ઓપરેશન કેક્ટસ પાર પાડીને એ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ઓપરેશન ઈગલ મિશન – 4
1987માં શ્રીલંકાના સિવિલ વોર વખતે જાફના શહેરમાં ફસાયેલા તામિલ ટાઈગર્સને સુરક્ષા આપી જાફના પર કબજો મેળવી આપવા માટે ભારતીય વાયુદળે ઈગલ મિશન-4 નામે સફળ કામગીરી કરી હતી.
ઓપરેશન રાહત
2015માં યમન દેશમાં ફસાયેલા આશરે 5000 નાગરીકોને ભારતીય નેવીની મદદથી વાયુસેનાએ ઓપરેશન રાહત પાર પાડી ફક્ત ભારતીય નાગરિકોને નહિ પરંતુ 2000 જેટલા વિદેશી નાગરિકોને પણ સુરક્ષિત કાધવામાં સફળતા મેળવી હતી.
ભારતીય વાયુસેનાના સાત કમાન્ડ
સેન્ટ્રલ કમાંડ – અલાહાબાદ – ઉત્તર પ્રદેશ
ઈસ્ટર્ન કમાંડ – શિલૉન્ગ – મેઘાલય
સાઉધર્ન કમાંડ – તિરુવનંતપૂરમ – કેરળ
સાઉથ વેસ્ટર્ન કમાંડ – ગાંધીનગર – ગુજરાત
વેસ્ટર્ન એર કમાંડ – નવી દિલ્હી
ટ્રેનિંગ કમાંડ – બેંગલોર – કર્ણાટક
મેન્ટેનન્સ કમાંડ – નાગપૂર – મહરાષ્ટ્ર
સચિન તેંડુલકર પ્રથમ રમતવીર છે કે જેને ઉડ્ડયન પૃષ્ઠભૂમિ વિનાનો પ્રથમ નાગરિક છે, જેને ભારતીય વાયુસેના દ્વારા ગ્રુપ કેપ્ટન(group captain )નો માનદ રેન્ક આપવામાં આવ્યો છે.
વાયુસેનાના ઓફિસરોના રેન્ક
વાયુસેનાના એરમેનના રેન્ક
ત્રણેય પાંખના ઓફિસરના સમકક્ષ હોદ્દાઓ(Rank) (ઉચ્ચ થી નિમ્ન)
એર ફોર્સમાં જોડાવા માટેની માહિતી
NDA માટેની પરીક્ષા વર્ષમાં બે વખત યુપીએસસી દ્વારા લેવામાં આવે છે.
યુ.પી.એસ.સી. દ્વારા વર્ષમાં બે વખત લેવામાં આવતી કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીસ (CDS) પરીક્ષા આપીને સ્નાતક પણ આઈએએફ(IAF)ની કોઈપણ શાખામાં જોડાઇ શકે છે.
ઉમેદવારો IAFમાં પસંદગી મેળવવા માટે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માં પણ હાજર થઈ શકે છે
After 12th (10+2)
The candidates can enter the IAF after passing class 12th also. All men, who have passed the exam of class 12th, may join National Defence Academy (NDA) by passing the written exam and SSB interview. Once the training is completed, the candidates join the IAF. The exam for NDA is conducted by the UPSC twice a year.
After Graduation
Graduates can also join any branch of the IAF by passing the Combined Defence Services (CDS) exam which is conducted by the UPSC twice a year. The candidates can also appear in the Air Force Common Admission Test (AFCAT) to get selected in the IAF. After the selection, the candidates get training at one of the IAF training institutes and then they are commissioned and posted as Officers.
After Post-Graduation
After completing the post-graduation, the candidates can join the technical or ground duty branches. It is easy to join the IAF if the candidates have a degree in Aeronautical Engineering or Electronics.
The entry in the Meteorological Branch is possible only after post-graduation in any Science stream / Mathematics / Statistics / Geography / Computer Applications / Environmental Science / Applied Physics / Oceanography / Meteorology / Agricultural Meteorology / Ecology & Environment / Geo-physics / Environmental Biology with minimum 50% marks in total in all the papers put together (Provided that Maths and Physics are the subjects at Graduation Level, with minimum 55% marks in both).
NCC Entry
National Cadet Corps (NCC), also known as the Fourth Line of Defence, provides an opportunity to join the IAF. If the candidates have completed NCC training and obtained a ‘C’ Certificate from the Air Wing NCC then they are eligible to join the IAF.
University Entry Scheme (UES) Entry
University Entry Scheme (UES) is for those candidates who are currently pursuing their Pre-final year of BE/B.Tech degree. It is to be ensured that there should not be any backlog in any paper in the previous semesters at the time of SSB Interview. On the completion of the degree, the candidates must obtain minimum 60% marks in total in all the papers.
આપણી રક્ષા માટે હમેશાં તત્પર વીર જવાનોને આજે વાયુસેના દિવસ નિમિત્તે તેમની દેશસેવાને બિરદાવીએ અને જેણે પોતાના જીવની આહુતિ આપી છે તેવા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી વાયુસેના દિવસની સાચી ઉજવણી કરીએ
વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.
https://indianairforce.nic.in/
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work