ભારતની રાષ્ટ્રીય રમતો(National Games )માં વિવિધ રમતોનો સમાવેશ થાય છે જેમાં ભારતના વિવિધ રાજ્યોના રમતવીરો એકબીજા સામે ભાગ લે છે.
National Games ની શરુઆત 1924માં થઇ હતી. દર વર્ષે વિવિધ રાજય આ ગેમ્સના યજમાન બને છે. National Games નો સુત્ર (Motto) Get Set Play છે.
2022માં 36માં National Gamesનું આયોજન ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન થયુ હતુ.
36માં નેશનલ ગેમ્સનું સૂત્ર છે: Celebrating unity through sports તથા મોસ્કોટ તરીકે સવાજ ( એશિયાટિક લાયન) અને એન્થમ થીમ તરીકે "એક ભારત શ્રેષ્ઠ ભારત" લેવામાં આવ્યું છે. અને એન્થમ સોંગ " જુડેગા ઇન્ડીયા, જીતેગા ઇન્ડીયા" હતું.
એન્થમ સોંગ 36th નેશનલ ગેમ્સ
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા આ National Gamesનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ અને સમાપન પણ આ જ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.
ગુજરાતના 6 શહેરોમાં આ રમતોનું આયોજન થયુ હતું જેમા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર. સાથે સાયક્લિંગ ટ્રેક ઇવેન્ટનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યુ હતુ.
36માં National Gamesમાં 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1 Indian Armed Forcesની ટીમો એ ભાગ લીધો હતો આમ કુલ 37 ટીમોએ આ ગેમ્સમાં ભાગ લીધો હતો. લદાખ, દાદરા નગર હવેલી તથા દીવ અને દમણ એ પહેલીવાર નેશનલ ગેમમાં ભાગ લીધો હતો.
આ નેશનલ ગેમ્સમાં 36 ઇવેન્ટો રાખવામાં આવી હતી. જેની યાદી નીચે આપેલ છે. આ વર્ષે 2 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી હતી યોગાશન અને મલખમ. સાથે કબડ્ડી અને ખો-ખો જેવી જુની રમતો પણ આ વર્ષે યોજવામાં આવી હતી.
36માં નેશનલ ગેમ્સ મેડલ મેળવેલ વિવિધ રાજ્યોની યાદી
નેશનલ ગેમ્સમાં ગુજરાતે 49 મેડલ મેળવી 12મો ક્રમાક મેળવ્યો છે જેમા 13 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ અને 21 બ્રોંજ મેડલ મેળવ્યા છે.
સૌથી વધુ મેડલ ભારતીય સેનાની ટીમે મેળવ્યા હતા.
સંદર્ભ: દિવ્ય ભાસ્કર
36મા નેશનલ ગેમ્સ માટેની વધુ માહીતી માટે નીચે આપેલ ઓફ્સિયલ લિંક પર ક્લિક કરવી.
https://nationalgamesgujarat.in/micro-site/221/landing/overview
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work