ઉમાશંકર જોશી
જન્મતારીખ: 21 જુલાઇ 1911
જન્મસ્થળ: બામણા, સાબરકાંંઠા, ગુજરાત
પિતાનું નામ: જેઠાલાલ કમળજી જોશી
માતાનું નામ: નવલબેન
અવશાન: 19 ડિસેમ્બર 1988
ઉપનામ: વાસુકી, શ્રવણ
ગુજરાતી સાહિત્યમાં ' વાસુકિ ' અને ' શ્રવણ ' ઉપનામધારી ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના , ઇડર તાલુકાના બામણ ગામમાં 21 , 1911 ( સવંત 1967ના આષાઢ વદ -10 ) ના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું આ જ્ન્મસ્થળ ' નાની મારવાડ' તરીકે પણ અળખાતું. ઉમાશંકર જોશીના પિતાનું મૂળ વતન લૂસડીયા ગામ કે જે બમણાથી લગભગ વીસ કિલોમીટર દુર અરવલ્લી પહાડોના વિશાળ વિસ્તારમાં આવેલું છે.
તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા. સમકાલીન સાહિત્યકરોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ઉમાશંકર જોશીની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી. તેમને ચિંતન અને સર્જનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. ' હું ગુર્જર ભારતવાસી' ' એ ઉક્તિ જેમને યથાર્થ લાગુ પડે છે એવા આ કવિ વિશે શ્રી વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદીએ નોંધ્યું છે કે ," શ્રી ઉમાશંકર જોશી, આપણો નવીન પણ અગ્રણી કવિ , સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર , ગુજરાતી સુક્ષ્મ સંપત્તિ છે. તેમની કૃતિઓનો ઉલ્લેખ બીજા પ્રાંતોમાં પણ એમના જેવા સાહિત્યકાર ગણતર જ હશે." આમ, આ પથમ પ્રકરણમાં મારો પ્રયત્નો ઉમાશંકર જોશીના જીવન અને કવનને ઉંડાણપૂર્વક સમજવાનો છે.
તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા
◆ કવિતા :-
(1) વિશ્વશાંતિ ( 1931)
(2) ગંગોત્રી (1934)
(3) નિશિય ( 1939)
(4) પ્રાચીના ( 1944)
(5) આતિથિયો (1946)
(6) વસંતવર્ષા ( 1954)
(7) મહાપ્રસ્થાન ( 1965)
(8) અભિજ્ઞા ( 1967)
(9) ભોમિયા વિના (1993)
(10 ધારાવસ્ત્રો (1981)
(11) સપ્તદી ( 1981)
(12) સમગ્ર કવિતા ( 1981)
◆ નાટક:-
(1) સાપના ભારા (1937)
(2)હવેલી 1977, ' શહીદ'
■ ટૂંકી વાર્તા :-
(1) શ્રાવણી મેળો (1937),
(2) વિસામો 1959' ત્રણ અધું બે અને બીજી વાતો'( 1938)
તથા ' અંતરાય ' (1947) ની વાર્તાઓમાં
(૩) ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ (1985)
◆ નવલકથા :-
(1) પારકા જાન્યાં (1940)
◆ નિબંધ :-
(1) ગોષ્ઠી (1951)
(2) ઉઘાડી બારી ( 1959)
(3) શિવ સંકલ્પ (1978)
મુખ્ય રચનાઓ
- મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
- કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
- પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
- એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
- વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
- નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
- સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
- વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
- અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
- ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
- પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
- બાળગીત - સો વરસનો થા
- સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
- તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ
- જ્ઞાનપીઠ પુરસ્કાર - ૧૯૬૭ (નિશીથ માટે)
- રણજિતરામ સુવર્ણચંદ્રક - ૧૯૩૯ (ગંગોત્રી માટે)
- નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭ (પ્રાચીના માટે)
- ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક - ૧૯૬૩ (મહા પ્રસ્થાન માટે)
- સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - ૧૯૭૩
- મહિડા પારિતોષિક - 1944 (પ્રાચિના માટે)
- કવિ ન્હાલાલ પારિતોષિક - 1968 ((અભિજ્ઞા માટે)
- સભ્ય - નેશનલ બુક ટ્રસ્ટ - ૧૯૬૫
- સભ્ય - કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિ - ૧૯૬૬
- પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૬૮
- પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી - ૧૯૭૮-૧૯૮૨
- કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી - ૧૯૭૦
- રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
- કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન - ૧૯૭૯-૧૯૮૨
- પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી - ૧૯૭૮-૧૯૮૩