મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 November, 2021

National Naturopathy Day

 National Naturopathy Day 

प्राकृतिक चिकित्सा दिवस

18 November


देश में प्राकृतिक चिकित्सा पद्धति को बढ़ावा देने के लिए भारत सरकार ने 18 नवंबर को प्राकृतिक चिकित्सा दिवस ( Naturopathy Day ) के रूप में घोषित किया है। 

भारत में हर साल 18 नवंबर को राष्ट्रीय प्राकृतिक चिकित्सा दिवस मनाया जाता है। इस दिन का मुख्य उद्देश्य प्राकृतिक चिकित्सा नामक दवा रहित प्रणाली के माध्यम से सकारात्मक मानसिक और शारीरिक स्वास्थ्य को बढ़ावा देना है।

गौरतलब है कि राष्ट्रपिता महात्मा गांधी का प्राकृतिक चिकित्सा पद्धति से उपचार में बहुत विश्वास था। इसीलिए 18 नवंबर, सन् 1945 ई. को महात्मा गांधी ने 'ऑल इंडिया नेचर क्योर फाउंडेशन ट्रस्ट' की स्थापना की थी। 

केंद्रीय आयुष मंत्री श्रीपाद नाईक ने 18 नवंबर 2018 को आयुष मंत्रालय एवं अंतर्राष्ट्रीय नेचुरोपैथी संगठन ( International Naturopathy Organization - INO ) की ओर से आयोजित पहले प्राकृतिक चिकित्सा दिवस का उद्घाटन किया। 

इस कार्यक्रम के लिए देशभर से आए 1 हजार से भी अधिक प्राकृतिक चिकित्सा के विशेषज्ञों ने हिस्सा लिया। इस कार्यक्रम में आयुष मंत्री श्रीपाद नाईक ने कहा कि - "प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में आयुष मंत्रालय देश के विभिन्न प्रदेशों में योग-प्राकृतिक चिकित्सा के विकास व प्रसार के लिए काम कर रहा है। इसके तहत पुणे, गोवा, दिल्ली, हरियाणा, कर्नाटक, केरल और आंध्र प्रदेश में प्राकृतिक चिकित्सालय का निर्माण किया जा रहा है।"

उन्होंने आगे कहा - "हम चाहते हैं कि प्राकृतिक चिकित्सा-योग का लाभ आम जनता तक सहजता से उपलब्ध हो।"

इस कार्यक्रम में INO के वर्तमान अध्यक्ष श्री जयप्रकाश अग्रवाल ने कहा कि - "श्रीपाद नाईक ने अपने चार साल के कार्यकाल में आयुष को लेकर कई महत्वपूर्ण काम किए हैं। और कई बड़ी योजनाएं बना रहे हैं।" उन्होंने उम्मीद जताई कि केंद्रीय सरकार की पहल से प्राकृतिक चिकित्सा का लाभ घर-घर पहुंचेगा। 

14 November, 2021

ગિજુભાઇ બધેકા

 ગિજુભાઇ બધેકા

બાળ કેળવણીના પ્રણેતા, "મૂંછાળી માં" તરીકે જાણીતા

બાળ વાર્તાકાર


9 જાન્યુઆરી 1915ના રોજ વકીલ મોહનદાસ કરમચંદ ગાંધી આફ્રિકાથી સ્વદેશ આવ્યા અને રાષ્ટ્રની આઝાદી માટેની લડતમાં દેશને નવું નેતૃત્વ મળ્યું. એ જ વર્ષે, 1915માં જ આફ્રિકાથી સ્વદેશ પરત આવી સફળ વકીલાત કરનાર ગિરજાશંકર ભગવાનજી બધેકા-(ગિજુભાઈ) એ એક વર્ષ પછી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતે જોડાઇને એક અર્થમાં બાળ સ્વાતંત્ર્યનું રણશીંગુ ફૂક્યું.


આ બંને ઘટના રાષ્ટ્રના ભાવિ માટે નોંધપાત્ર અને ઐતિહાસિક બની.


આજથી 100 વર્ષ પૂર્વે જ્યારે બ્રિટિશ શાસને પ્રજાનું હીર છીનવી લીધુ હતું ત્યારે પ્રાથમિક શિક્ષણની જ ઘોર અવગણના હતી. 


પ્રાથમિક શિક્ષણ “ધૂડી નિશાળ” ગણાતી અને સાત વર્ષની ઉંમરના રડતા બાળકને ઘસડીને શાળામાં પ્રવેશ માટે લઈ જવાતો. પછી તો “સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ”…

આ દ્રશ્યથી જેમનું સંવેદનતંત્ર હચમચી ઉઠ્યું તે આપણા ગિજુભાઈ!


 જ્યાં પ્રાથમિક શિક્ષણની આવી અવદશા હોય ત્યાં પૂર્વ પ્રાથમિક શિક્ષણની તો કલ્પના જ ક્યાંથી હોય? 


આવા વિપરીત સમય-સંજોગોમાં સમય સામે બાથ ભીડીને એમણે 100 વર્ષ પહેલા 3થી6 વર્ષના બાળકો માટે શિક્ષણનો વિચાર કરી અમલમાં મૂક્યો.

ગીજુભાઇ બધેકાનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં 15 નવેમ્બર 1885ના રોજ  થયો હતો. 

તેમનું પુરુ નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું. તેમની માતાનુ નામ કાશીબા હતું.

તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું.

૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા ગયા અને 1909માં પાછા ફર્યા. 

  1910માં તેમણે મુંબઈ વકીલાતનો અભ્યાસ શરુ કર્યો.

1913 થી 1916 સુધી તેમણે વઢવાણ ડીસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલાત કરી.

1 ઓગસ્ટ 1920 ના રોજ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ બાલમંદિર સ્થાપીને સમગ્ર એશિયામાં પ્રથમ શાળા (બાલમંદિર) 3 થી 6 વર્ષના બાળકો માટે આરંભી નવી પહેલ કરી.

આ “સમગ્ર કેળવણી” હતી. જીવનલક્ષી, સ્વયંશિસ્તથી બધ્ધ, સર્જનાત્મક, ભય, સજા કે લાલચથી મુક્ત. આવી બાલશાળાને ગિજુભાઈએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નામ “બાલમંદિર” આપી આ મંદિરમાં બાળદેવતાની સ્થાપના કરી.

ભારતના કેળવણી ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું. 1920થી 1939 બે દાયકામાં આ અજોડ શિક્ષકે બે સદી જેટલો ફાલ આપ્યો. “ધૂડી નિશાળ” ની જડતા અને અંગ્રેજી માધ્યમની ઘેલછા, એ બન્નેને પડકારી માતૃભાષામાં 3 થી 6 વર્ષના બાળકને પર્યાવરણ, પ્રકૃતિ નિરીક્ષણ, પ્રવાસ, રમતગમત, કલા, પ્રવાસ, ઈન્દ્રીયશિક્ષણ માટે વિશિષ્ટ સાધનો, ભારતીય પંરપરા અને ભાષાઓમાં ઉપલબ્ધ બાળ સબંધિત સાહિત્યનો ખજાનો ખોલીને ઘર અને નિશાળમાં રૂંધાતા બાળકોને ખિલખિલાટ હસતા, સ્વસ્થ અને સંવેદનશીલ વિશ્વમાનવ બનાવી નવનિર્મિત રાષ્ટ્રના નાગરિક માટેનું ઘડતર આ પરમ શિક્ષકે આરંભી દીધું.

ગિજુભાઈએ જાણે બાળ કેળવણીનો એક નવો જ ઈતિહાસ રચ્યો. એમણે વર્ગખંડની ભૂગોળ જ બદલી નાખી અને બાળકોને ખુલ્લા આકાશ નીચે વિસ્મયભરી આંખે દૂરની ક્ષિતિજને નિહાળતા કર્યો. એમ કહો કે કેળવ્યા.

ભારતીય પરંપરામાં એક જાણીતું સૂત્ર છે આચાર્ય દેવો ભવ:. સદીઓ પછી આ પરમ શિક્ષકે નવો મહામંત્ર આપ્યો બાલ દેવો ભવ:. ગિજુભાઈને વિશ્વાસ હતો કે બાળવયની તાલીમ, મનોવૃતિ ઘડતર અને સંસ્કાર જ સમાજ અને રાષ્ટ્રને  ઘડશે, નિખારશે અને જાળવશે.


૧૯૨૦ના દાયકામાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં બાળમંદિરની સ્થાપના કરી અને ગિજુભાઈ એના આચાર્ય બન્યા.

જો કે ગિજુભાઈ માટે 100 વર્ષ પહેલાના રૂઢિવાદી સમાજમાં આ વિચારનો અમલ કરવો સહેલો તો નહોતો જ, પણ ઋષિ સમાન કેળવણી ચિંતક નાનાભાઈ ભટ્ટ, સદા પ્રજાવત્સલ ભાવનગરના રાજવી, દીર્ધદ્રષ્ટા દીવાન પ્રભાશંકર પટ્ટણી એ બધાનો એમને સાથ મળ્યો. સમય જતા હરભાઈ ત્રિવેદી પણ જોડાયા. મોંઘીબેન અને તારાબેન મોડક પણ એમના આ કેળવણી યજ્ઞમાં સામેલ અને જાણે ભાવનગરમાં શિક્ષણના ક્ષેત્રે એક નવું વિશ્વ રચાયું.

ગિજુભાઈ બધેકાએ  ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.

આત્મમંથનના દિવસોમાં ગિજુભાઈ જ્યારે દ્વિધા અનુભવતા ત્યારે મેડમ મારીયા મોન્ટેસોરીના પુસ્તકે તેમને બળ અને પ્રેરણા આપી દિશા ચીંધી. એમના માનસ પ્રદેશના દ્વાર ખુલી ગયા અને પછી તો ગિજુભાઈએ અખિલ આત્મના દર્શન કર્યા. હિમ્મતપૂર્વક પોતાના દેશ-કાળ-સમાજને અનુરૂપ પૂર્ણ મનુષ્યની કેળવણી માટે એમણે યજ્ઞ આદર્યો. મોન્ટેસોરી પદ્ધતિમાં ઈન્દ્રીયશિક્ષણનું પ્રાધાન્ય હતું. ગિજુભાઈએ એનાથી એક કદમ આગળ ચાલી ઈન્દ્રીયોની સંસ્કારિતા અને સર્જનાત્મકતા પર ભાર મૂક્યો. આ માટે એમણે કલા, સાહિત્ય, સંગીત અને નાટક એ બધું બાળકો માટે સજીવ કર્યું, જેનો મોન્ટેસોરી પદ્ધતિમાં અભાવ હતો. એક સાચો શિક્ષક જ આ કરી શકે.

 તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.

 તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. 

૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 

૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

 તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.

 ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે પક્ષઘાત થવાથી તેમનું અવસાન થયું હતું.

સન્માન
1928માં બીજા મોન્ટેસરી સંમેલનના પ્રમુખ બન્યા હતા.
1930માં બાળ સાહિત્ય માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યાં.

ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

  • શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છેસ્વતંત્ર બાલશિક્ષણમોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજનાબાલ ક્રીડાંગણોઆ તે શી માથાફોડ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું.
  • બાળસાહિત્ય - ઈસપનાં પાત્રોકિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).
  • ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪).
  • દિવાસ્વપ્ન.

ગિજુભાઇ વિશે લખનાર હું કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રદ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો એનુ કામ ઉગી નીકળશે

-ગાંધીજી



વર્ષ 2021થી ગુજરાત સરકાર દ્વારા 15 નવેમ્બરને ગિજુભાઇની 137મી જન્મજયંતિએ  " બાલવાર્તા દિન" તરીકે ઉજવવાનું શરુ કરવામાં આવેલ છે.

ગિજુભાઇ બધેકાની બાલવાર્તાઓ વાંચવા અને તેનો ઓડિયો સાંભળવા

અહીં ક્લિક કરો.

10 November, 2021

નાનાભાઇ ભટ્ટ

 નાનાભાઇ ભટ્ટ

ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર )



જન્મતારીખ: 11 નવેમ્બર 1882

પુરુનામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

જન્મસ્થળ: પચ્છેગામ, ભાવનગર

અવશાન: 31 ડિસેમ્બર 1961 (લોક્ભારતી સણોસર, ભાવનગર)


નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી


જીવન ઝરમર

  • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
  • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
  • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
  • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
  • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
  • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
  • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
  • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
  • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
  • 1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
  • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
  • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

  • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
  • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
  • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
  • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
  • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
  • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
  • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
  • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

  • ૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા.
  • ૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં.
  • ૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં

નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત. 

સુરેન્દ્રનાથ બેનર્જી

 સુરેન્દ્રનાથ બેનર્જી

આધુનિક બંગાળના નિર્માતા



જન્મતારીખ: 10 નવેમ્બર 1848

જન્મસ્થળ: કલકત્તા (બંગાળ

અવશાન: 6 ઓગસ્ટ 1925

सर सुरेन्द्रनाथ बैनर्जी ब्रिटिश राज के दौरान प्रारंभिक दौर के भारतीय राजनीतिक नेताओं में से एक थे। उन्होंने भारत सभा (इंडियन नेशनल एसोसिएशन) की स्थापना की, जो प्रारंभिक दौर के भारतीय राजनीतिक संगठनों में से एक था। बाद में वे भारतीय राष्ट्रीय कांग्रेस में सम्मिलित हो गए थे। वह राष्ट्रगुरू के नाम से भी जाने जाते हैं


भारतीय स्वतंत्रता आंदोलन (Indian Freedom Movement) के इतिहास में सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) उस दौर के नेता थे, जब इसकी शुरुआत हो रही थी. पहले भारतीय सिविल सेवा (Indian Civil Services) में चुने जाने वाले दूसरे भारतीय थे. उन्हें इस सेवा से विवादास्पद तरीके से हटा दिया गया जिसके लिए उन्होंने असफल लड़ाई भी लड़ी. उन्होंने देश की पहली राजनैतिक पार्टी की स्थापना की और बाद वे भारतीय राष्ट्रीय कांग्रेस से भी जुड़कर एक नरमपंथी नेता कहलाए. बंगाल विभाजन के प्रखर विरोधी के रूप में भी पहचाने गए. 10 नवंबर को उनके जन्मदिन पर उन्हें याद किया जा रहा है.


भारतीय स्वतंत्रता आंदलोन (Indian Freedom Movement) के इतिहास में 19वीं सदी के बहुत से नेताओं के योगदान को कम याद किया जाता है. इनमें से एक नेता सुरेंद्रनाथ बनर्जी (Surendranath Banerjee) का कहानी कुछ रोचक है. ब्रिटिश भारतीय सिविल सेवा में चुने गए दूसरे भारतीय के रूप में मशहूर सुरेंद्रनाथ बनर्जी को उन्हें इस सेवा से बेदखल कर दिया गया था. इस अन्याय के कारण बनर्जी राष्ट्रवादी (Nationalist नेता बन गए और कांग्रेस से भी जुड़े. एक शिक्षाविद के तौर पर. बंगाल विभाजन के प्रखर विरोधी रहे बनर्जी को गांधी जी के तरीकों के विरोधी के तौर पर भी जाना जाता है. 10 नवंबर को उनकी जन्मतिथि है.

पिता का गहरा प्रभाव
सुरेंद्रनाथ बनर्जी का जन्म 10 नवंबर 1848 को कलकत्ता (अब कोलकाता) के कुलीन ब्राह्मण परिवावर में हुआ था. उनके पिता दुर्गा चरण बनर्जी पेशे से डॉक्टर थे और उनके उदारवादी और प्रगतिवादी विचारों का गहरा असर हुआ था. कलकत्ता यूनिवर्सिटी से स्नातक की पढ़ाई करने के बाद वे इंडियन सिविल सिर्विस की परीक्षा पास करने के लिए इंग्लैंड चले गए और इस परीक्षा को पास करने वाले वे दूसरे भारतीय थे.

दो बार पास की सिविल सेवा परीक्षा
सुरेंद्रनाथ ने 1869 में में सिविल सेवा परीक्षा पास की, लेकिन उन्हें इसमें शामिल होने से रोक दिया गया. उन पर गलत जन्मतिथि बताने का आरोप लगा था. लेकिन सुरेंद्रनाथ ने इसके लिए कानूनी लड़ाई लड़ी और दलील दी कि उन्होने अपनी उम्र हिंदू रितियों के तहत उम्र बताई थी. बनर्जी ने दूसरी बार 1871 में फिर से परीक्षा दी और और सिलहट में असिस्टेंट मजिस्ट्रेट के तौर पर नियुक्त हुए.

सिविल सेवा का विवाद
सिविल सेवा से जुड़ने केबाद जल्दी ही बनर्जी को एक गंभीर न्यायिक गलती के कारण बर्खास्त कर दिया गया. इसके लिए कानूनी लड़ाई लड़ने के लिए वे इंग्लैंड गए और असफल रहे. उन्होंने महसूस किया कि उनके साथ नस्लभेद का बर्ताव किया गया है. इग्लैंड प्रवास के दौरान बनर्जी ने एडमंड बूर्क और अन्य उदारवादी दार्शनिकों को पढ़ा जिससे उनके राष्ट्रवादी होने की नींव मजबूत हुई. उनकी जिद के कारण अंग्रेज उन्हें सरेंडर नॉट बनर्जी कहते थे.

एक कुशल अध्यापक के साथ-साथ सुरेन्द्रनाथ बनर्जी सफल पत्रकार भी थे. 1883 ई० में बंगाली” नामक पत्र का प्रकाशन किया गया. सुरेन्द्रनाथ बंगाली पत्र के सम्पादक थे और इनके लेखों को सरकार ने आपत्तिजनक मानकर इन्हें दो मास की सजा दी थी. सजा के विरोध में अभूतपूर्व जन-जागरण हुआ. सुरेन्द्रनाथ बनर्जी छात्रों के बीच अधिक लोकप्रिय थे.

पहली’ राजनैतिक पार्टी की स्थापना
बनर्जी 1875 में भारत वापस लौटे और अंग्रेजी के प्रोफेसर बन गए और रिपन कॉलेज की स्थापना भी की जो अब उनके नाम से ही जाना जाता है. इसके अलावा उन्होंने इंडियन नेशनल एसोसिएशन की भी स्थापना की जो उस समय भारत की पहली राजनैतिक पार्टी कहलाई. उन्होंने अपने भाषणों में राष्ट्रवाद और उदारवादी राजनीति की पैरवी की.

देश भर में लोकप्रियता
बनर्जी ने अपने संगठन का उपयोग भारतीय छात्रों की सिविल सेवा परीक्षा की कम आयुसीमा के मुद्दे से निपटने का जरिया भी बनाने का प्रयास किया. अंग्रेजों की नस्ल आधारित भेदभाव की बनर्जी ने देश भर में जम कर आलोचना की जिससे वे बहुत लोकप्रिय हुए. लेकिन इसमें उनकी शानदार वाकपटुता का बड़ा योगदान था.




कांग्रेस में विलय
1979 में सुरेंद्रनाथ ने द बंगाली नाम का एक अखबार खरीद लिया औरउसके बाद अगले 40 सालों तक उसका संपादन किया.  अंग्रेजों का विरोध जताने के आरोपमें उन्हें 1883 में गिरफ्तार भी किया गया. इस तरह वे जेल जाने वाले पहले भारतीय पत्रकार बने. 1885 में भारतीय राष्ट्रीय कांग्रेस की स्थापना के समय बनर्जी ने अपनी पार्टी का उसमें विलय करा दिया. वे 1895 में पूना और 1902 के अहमदाबाद अधिवेशन में कांग्रेस अध्यक्ष भी चुने गए थे.


सुरेन्द्रनाथ बनर्जी एक महान विचारक और कुशल वक्ता थे. ब्रिटिश संसद एवं जनता के सामने भारतीय दृष्टिकोण को उपस्थित करने के लिए इन्हें कई बार शिष्टमण्डल का सदस्य नियुक्त कर इंगलैण्ड भेजा गया था. अपने भाषण एवं तर्कपूर्ण विचार से वे अंगरेजों को बहुत प्रभावित कर देते थे. इंगलैण्ड के प्रधानमंत्री ग्लैडस्टोन की तरह सुरेन्द्रनाथ बनर्जी भी एक प्रभावशाली वक्ता थे. इन्हें इंडियन ग्लैडस्टोन की संज्ञा दी गयी थी. सर हेनरी कॉटन ने सुरेन्द्रनाथ बनर्जी की वाकपटुता और योग्यता के सम्बन्ध में यह उद्गार प्रकट किया था कि “मुल्तान से लेकर चटगाँव तक वे अपनी वाणीकला के जादू से विद्रोह उत्पन्न कर सकते थे और विद्रोह को दबा भी सकते थे. भारत में उनकी स्थिति वही थी जो डैमोस्थानीज की यूनान में या सिसरो की इटली में थी.”


बंगाल विभाजन के प्रमुख नेता

लॉर्ड कर्जन ने 1905 ई० में बंगाल विभाजन की घोषणा की. बंग-विभाजन के विरुद्ध सुरेन्द्रनाथ बनर्जी ने विद्रोह छेड़ दिया और सारे राष्ट्र में अपने भाषण और लेख के माध्यम से राष्ट्रीय चेतना में एक नई लहर पैदा कर दी. विरोध का नेतृत्व करते हुए सुरेन्द्रनाथ बनर्जी को पुलिस की लाठी खानी पड़ी थी.


1905 में बंगाल विभाजन केसमय बनर्जी एक अहम नेता के रूप में उभरे. बनर्जी की सरपरस्ती में गोपाल कृष्ण गोखले और सरोजनी नायडू जैसे भारतीय नेता देश के परिदृश्य में आए. वे सबसे वरिष्ठ नरमपंथी कांग्रेस के तौर पर जाने जाते थे. वे जीवन भर नरमपंथी नेता बने रहे और मानते ति के देश को अंग्रेजों से बातचीत के जरिए ही अंग्रेजों से आजादी हासिल करनी चाहिए.


सुरेन्द्रनाथ बनर्जी ने एक पुस्तक की रचना की थी. उसका नाम, ए नेशन इन दी मेकिंग’ (A Nation in the Making) था.



इसके बाद बनर्जी भारतीय राष्ट्रवादी धारा से अलग थलग होते दिखे. 1909 में उन्होंने मार्ले मिंटो सुधार का समर्थन किया. उन्होंने महात्मा गांधी के असहयोग आंदोलन से सैद्धांतिक तौर पर असहमति जताई जिससे वे और हाशिए पर चले गए. उन्होंने कांग्रेस छोड़ दी और बंगाल सरकार में मंत्री पर अपनाने पर उन्हें बहुत विरोध का सामना भी करना पड़ा. 6 अगस्त 1925 को बैरकपुर में उनका निधन हो गया.


सर सुरेन्द्रनाथ बनर्जी भारतीय राष्ट्रीय आन्दोलन के अग्रदूत थे. वे सांविधानिक आन्दोलन के जन्मदाता थे. राष्ट्रसेवा में अपना सब कुछ अर्पित करने वालों में सुरेन्द्रनाथ बनर्जी का नाम स्वर्णक्षरों में अंकित किया जाता है.