મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 August, 2021

ઝવેરચંદ મેઘાણી

 ઝવેરચંદ મેઘાણી

(લેખક, કવિ, પત્રકાર, લોક સાહિત્યકાર)




જન્મતારીખ: 28 ઓગસ્ટ 1896

જન્મસ્થળ: ચોટીલા, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત

પિતાનું નામ: કાળીદાસ

માતાનું નામ: ધોળીબાઇ

અવશાન: 9 માર્ચ 1947  (બોટાદ)

બિરુદ: રાષ્ટ્રીય શાયર

હાથ વખાણાં હોય કે વખાણૂ દિલ વાણિયા

કલમ વખાણું હોય કે તારી જીભ વખાણું ઝવેરચંદ

                                   -કવિ દુલા ભાયા કાગ

ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં થયો હતો. તેમનું મૂળ વતન બગસરા છે.

તેમનાં માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું કે જેઓ બગસરાનાં જૈન વણીક હતાં

તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું

ઝવેરચંદનું ભણતર રાજકોટદાઠાપાળીયાદબગસરાઅમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્‍કૂલ અને હાલની ટીપી ગાંધી એન્‍ડ એમટી ગાંધી ગર્લ્‍સ સ્‍કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્‍યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.

 

ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. 

૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. 

૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા.

 નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. 

બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. 

૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.

તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં


1896જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (સુરેન્દ્રનગર જિલ્લો).
1912અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસૉફીનાં સંસ્કારબીજ વવાયાં.
19171913માં જૂનાગઢમાં આરંભેલું કૉલેજશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં પૂરું કરી બી.એ. થયા. ત્યાં જ સનાતન ધર્મ હાઇસ્કૂલમાં શિક્ષક થયા.
1918કૌટુંબિક કારણે કલકત્તા જવાનું થયું, શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના કારખાનામાં નોકરી લીધી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભ્યાં. પહેલવહેલું ગીત 'દીવડો ઝાંખો બળે' રચ્યું.
1921વતનનો 'દુર્નિવાર સાદ' સાંભળી કલકત્તા છોડી કાઠિયાવાડ પાછા ફર્યા.
1922રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક 'સૌરાષ્ટ્ર'માં બે-ત્રણ લેખો મોકલ્યા, તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા અને પત્રકારત્ત્વની કામગીરીનો આરંભ કર્યો. ટાગોરના 'કોથા ઓ કાહિની'નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ 'કુરબાનીની કથાઓ' આપી લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે 'ડોશીમાની વાતો' પુસ્તક બહાર પડ્યું.
1923'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ બહાર પડ્યો અને લેખક તરીકે જાણીતા થયા. લોકસાહિત્યનાં સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બન્યાં. 1927 સુધીમાં 'રસધાર'ના પાંચ ભાગ પૂરા થયા.
1928-29બાલ, કિશોર અને નારી ભાવોને ઝીલતાં, પોતે 'પ્રિયતર' ગણેલાં ગીતોના સંગ્રહો 'વેણીનાં ફૂલ' અને 'કિલ્લોલ' આપ્યા.
1929લોકસાહિત્યના સંશોધનકાર્ય માટે સર્વપ્રથમ 'રણજિતરામ સુવર્ણચંદ્રક' એનાયત થયો. જ્ઞાનપ્રસારક મંડળીના ઉપક્રમે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાનો આપ્યાં.
1930સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ 'સિંધુડો' બહાર પડ્યો અને સરકારે જપ્ત કર્યો. તેની સેંકડો હસ્તલિખિત કાનૂન-ભંગ નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સજા થઈ. અદાલતમાં 'છેલ્લી પ્રાર્થના' ગીત ગાયું ત્યારે ન્યાયાધીશ સહિત સેંકડોની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત 'કોઈનો લાડકવાયો' રચાયું, બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહારની પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અર્વિન કરારને પરિણામે માર્ચ 1931માં જેલમાંથી છૂટ્યા.
1931ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું 'છેલ્લો કટોરો' કાવ્ય લખ્યું એ જોઈને ગાંધીજીએ કહ્યું કે "મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે." હવે પછી 'રાષ્ટ્રીય શાયર' તરીકે ઓળખાયા.
1934મુંબઈમાં શરૂ થયેલા નવા દૈનિક 'જન્મભૂમિ'ના સંપાદક-મંડળમાં જોડાયા. ટાગોર સાથેના મિલન દરમ્યાન સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી સાંભળી કવિવરે શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.
1936'જન્મભૂમિ' છોડીને સૌરાષ્ટ્રમાં 'ફૂલછાબ' અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.
1941શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશવિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.
1942સૂરતમાં 'લોકસાહિત્યઃ પગદંડીનો પંથ' એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.
1943મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ બેકાબુ બની.
1945'ફૂલછાબના તંત્રીપદેથી મુક્ત થઈ 23 વરસના પત્રકારજીવનમાંથી નિવૃ્ત્તિ લીધી. ટાગોરનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ 'રવીન્દ્ર-વીણા' પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક 'માણસાઈના દીવા' લખ્યું.
1946ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. 'માણસાઈના દીવા'ને વરસની ઉત્તમ કૃતિ તરીકે 'મહીડા પારિતોષિક'નું ગૌરવદાન મળ્યું.
1947ભજન-સાહિત્યના સંશોધનનું પુસ્તક 'સોરઠી સંતવાણી' પૂરું કર્યું. 'કાળચક્ર' નવલકથા લખાતી હતી એને અધૂરી મુકીને 9મી માર્ચે હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.

(આભાર સહ સ્ત્રોત: http://www.meghani.com)

ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. જે મેળવનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.

ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું 

1946માં તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં

ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

ઝવેરચંદ મેઘાણીની યાદમાં વર્ષ 2012થી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા "ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર" એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે આપવામાં આવે છે . ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય કે યોગદાન માટે વિજેતાને ₹ ૧,૦૦,૦૦૦ ની રકમ અને પ્રશસ્તિપત્રક આ પુરસ્કારમાં આપવામાં આવે છે..પ્રથમ આ પુરસ્કાર મેળવનાર ભગવાનદાસ પટેલ હતા. 


ઝવેરચંદ મેઘાણીના  સન્માનમાં તેમની 125મી જન્મજયંતિ એ ગાંધીનગર ખાતે "ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવન"નું નિર્માણ થાશે.

૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું હતું

ઝવેરચંદ મેઘાણી દ્વારા રચવામાં આવેલ લોક સાહિત્ય

(દરેક બ્લુ રંગ પર ક્લિક કરવાથી તેના વિશે વધુ માહિતી જાણી શકાશે)

  • લોકકથા

• ડોશીમાની વાતો - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૧ - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૨ - ૧૯૨૪ • સૌરાષ્ટ્રની રસધાર ૩ - ૧૯૨૫ • સૌરાષ્ટ્રની રસધાર ૪ - ૧૯૨૬ • સૌરાષ્ટ્રની રસધાર ૫ - ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ પહેલો- ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ બીજો - ૧૯૨૮ • સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો - ૧૯૨૯ • કંકાવટી ૧ - ૧૯૨૭ • કંકાવટી ૨ - ૧૯૨૮ • દાદાજીની વાતો - ૧૯૨૭ • સોરઠી સંતો, ભાગ પહેલો - ૧૯૨૮ • સોરઠી ગીતકથાઓ - ૧૯૩૧ • પુરાતન જ્યોત - ૧૯૩૮ • રંગ છે બારોટ - ૧૯૪૫

  • લોકગીતો

• રઢિયાળી રાત ૧ - ૧૯૨૫ • રઢિયાળી રાત ૨ - ૧૯૨૫ • રઢિયાળી રાત ૩ - ૧૯૨૭ • રઢિયાળી રાત ૪ - ૧૯૪૨ • ચુંદડી ૧ - ૧૯૨૮ • ચુંદડી ૨ - ૧૯૨૯ • ઋતુગીતો - ૧૯૨૯ • હાલરડાં - ૧૯૨૯ • સોરઠી સંતવાણી - ૧૯૪૭ • સોરઠીયા દુહા - ૧૯૪૭

  • નાટક

• રાણો પ્રતાપ - (ભાષાંતર) ૧૯૨૩ • રાજા-રાણી - (ભાષાંતર) ૧૯૨૪ • શાહજહાં - (ભાષાંતર) ૧૯૨૭ • વંઠેલાં - ૧૯૩૩ • બલિદાન -

  • જીવનચરિત્ર

• નરવીર લાલાજી - ૧૯૨૭ (બે દેશ દીપક ખંડ ૧) • સત્યવીર શ્રધ્ધાનંદ - ૧૯૨૭(બે દેશ દીપક ખંડ ૨) • ઠક્કરબાપા - ૧૯૩૯ • અકબરની યાદમાં - ૧૯૪૨ • આપણું ઘર - ૧૯૪૨ • પાંચ વરસનાં પંખીડાં - ૧૯૪૨ • મરેલાંનાં રુધિર - ૧૯૪૨ • આપણા ઘરની વધુ વાતો - ૧૯૪૩ • દયાનંદ સરસવતી - ૧૯૪૪ • માણસાઈના દીવા - ૧૯૪૫

  • નવલકથા

• સત્યની શોધમાં - ૧૯૩૨ • નિરંજન - ૧૯૩૬ • વસુંધરાનાં વહાલાં દવલાં - ૧૯૩૭ • સોરઠ, તારાં વહેતાં પાણી - ૧૯૩૭ • સમરાંગણ - ૧૯૩૮ • અપરાધી - ૧૯૩૮ • વેવિશાળ - ૧૯૩૯ • રા' ગંગાજળિયો‎ - ૧૯૩૯ • બિડેલાં દ્વાર - ૧૯૩૯ • ગુજરાતનો જય ૧ - ૧૯૪૦ • તુલસી-ક્યારો - ૧૯૪૦ • ગુજરાતનો જય - ૧૯૪૨ • પ્રભુ પધાર્યા - ૧૯૪૩ • કાળચક્ર - ૧૯૪૭

  • કવિતાસંગ્રહ

• વેણીનાં ફૂલ - ૧૯૨૮ • કિલ્લોલ - ૧૯૩૦ • સિંધુડો - ૧૯૩૦ • યુગવંદના - ૧૯૩૫ • એકતારો - ૧૯૪૦ • બાપુનાં પારણાં - ૧૯૪૩ • રવીન્દ્વ-વીણા - ૧૯૪૪

  • લઘુકથા

• કુરબાનીની કથાઓ - ૧૯૨૨ • ચિતાના અંગારા ૧ - ૧૯૩૧ • ચિતાના અંગારા ૨ - ૧૯૩૨ • જેલ ઓફીસની બારી - ૧૯૩૪ • દરિયાપારના બહારવટિયા - ૧૯૩૨ • પ્રતિમાઓ - ૧૯૩૪ • પલકારા - ૧૯૩૫ • ધુપ છાયા - ૧૯૩૫ • મેઘાણીની નવલિકાઓ ખંડ ૧મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ - ૧૯૪૨ • વિલોપન - ૧૯૪૬

  • લોકસાહિત્ય

• લોકસાહિત્ય ૧ - ૧૯૩૯ • પગડંડીનો પંથ - ૧૯૪૨ • ચારણો અને ચારણી સાહિત્ય - ૧૯૪૩ • ધરતીનું ધાવણ - ૧૯૪૪ • લોકસાહિત્યનું સમાલોચન - ૧૯૪૬

  • પ્રવાસ ભાષણ

• સૌરાષ્ટ્રના ખંડેરોમાં - ૧૯૨૮ • સોરઠને તીરે તીરે - ૧૯૩૩ • પરકમ્મા - ૧૯૪૬ • છેલ્લું પ્રયાણ - ૧૯૪૭

  • અન્ય

• સળગતું આયર્લૅંડ • એશિયાનું કલંક • લાલકિલ્લાનો મુકદ્દમો



 ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરમાં મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી છે
સાહિત્ય-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી નવી પેઢી પરિચિત–પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ઝવેચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી. ચોટીલા ખાતે જન્મેલા ઝવેરચંદ મેઘાણીના સુરેન્દ્નનગર જિલ્લા સાથે અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનું સવિશેષ મહત્વ છે. ઝવેરચંદ મેઘાણીએ 25 વર્ષના ટૂકાં ગાળામાં કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ એવા વિવિધ વિષયોનાં 100 જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. અતિ લોકપ્રિય પુસ્તકો યુગવંદના, સિંધુડો, વેવિશાળ, સોરઠ તારાં વહેતાં પાણી, તુલસી-ક્યારો, માણસાઈના દીવા, સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, રઢિયાળી રાત, સોરઠી સંતવાણી જેવા પુસ્તકો અહી જોવા મળે છે. 







ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમને રચેલ સાહિત્ય

 વિશેની માહિતી મેળવવા


નીચે આપેલ વેબસાઇટની મુલાકાત લેવી.
 


http://www.meghani.com




મેઘાણીના જીવનને જાણવા વિડિયો જુઓ 

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work