મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 August, 2021

પેશ્વા બાજીરાવ પ્રથમ

 પેશ્વા બાજીરાવ પ્રથમ

(મરાઠા સામ્રાજ્યના દ્વીતીય પેશ્વા)

(મરાઠા સામ્રાજ્યના મહાન સેનાપતિ, અદ્વિતિય અને અપરાજ્ય યોદ્ધા)


પુરુનામ: 
पंतप्रधान श्रीमंत पेशवा बाजीराव बल्लाल बालाजी भट

જન્મતારીખ: 18 ઓગસ્ટ 1700

પિતાનું નામ: બાલાજી વિશ્વનાથ

માતાનું નામ: રાધાબાઇ

પત્નીનું નામ: કાશીબાઇ (પહેલી પત્ની) ,મસ્તાની (બીજી પત્ની)

અવશાન: 28 એપ્રિલ 1740

અન્ય નામ: બાજીરાવ બલ્લાલ, ઘોરલે બાજીરાવ

શાસન કાળ: 1720 થી 1740



પેશવા બાજીરાવ,, મરાઠા સામ્રાજ્યના મહાન સેનાપતિ હતા. તે મરાઠા સામ્રાજ્યના એકમાત્ર અપરાજિત યોદ્ધા હતા જેમને ક્યારેય યુદ્ધમાં હારનો સામનો કરવો પડ્યો ન હતો. તે મરાઠા પેશવાઓમાં તમામ નવ પેશવોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાજીરાવ મહાન શિવજીના પૌત્ર છત્રપતિ શાહુજીના પેશવા હતા. બાલાજી વિશ્વનાથના પુત્ર પેશવા બાજીરાવ પ્રથમએ પોતાની રણનીતિના બળ પર મરાઠા સામ્રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો હતો. 18 મી સદીનો આ યોદ્ધા મુગલોને પણ પડકારવામાં સફળ રહ્યો હતો.

ભારતના ઇતિહાસમાં શિવાજી અને મહારાણા પ્રતાપ પછી, મુઘલોની શક્તિને પડકાર આપનાર કોઇ હોય તો તે બાજીરાવ હતા.

 "હિન્દુ પદ પાદશાહી" નો સિદ્ધાંત પણ ભારતમાં પ્રથમ વખત બાજીરાવે આપ્યો હતો.

 17મી સદીના ઉત્તરાર્દ્ધામાં લગભગ આખું ભારત મુઘલ ઔરંગઝેબના ઝંડા નીચે આવી ગયું હતું. માત્ર દક્ષિણના મરાઠા જ મુઘલ સામ્રાજ્ય સામે લાંબા સમય સુધી પોતાનું રાજ કાયમ રાખવામાં સફળ રહ્યા હતા

 શિવાજી મહારાજે ઔરંગઝેબના સમયમાં એક એવું રાજ્ય બનાવ્યું, જે મહારાષ્ટ્રના લોકોની મહત્ત્વકાંક્ષાઓને પૂરું કરતું હોય. તેના મૂળ એટલાં ઊંડા અને મજબૂત હતાં કે 1680માં શિવાજીના નિધન તથા 1688માં તેમના પુત્ર સંભાજીની હાર તથા તેમની ઘાતકી હત્યા બાદ પણ મરાઠાઓની પાસે રાજ સિંહાસન નહોતું, ના સેના હતી, ના કોઈ રાજકોશ હતો, ત્યારે પણ મહારાષ્ટ્રે છત્રપતિ રાજારામ અને પછી તેમની વિધવા તારાબાઈના નેતૃત્તવમાં 20 વર્ષ સુધી મુઘલો સામે સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષ વાસ્તવમાં એક જનયુદ્ધ હતું અને તે મહારાષ્ટ્રના જનતા લડી રહી હતી. આનો અવાજ એટલો પ્રભાવશાળી હતો કે 1707માં ઔરંગઝેબનું મોત થયું અને છત્રપતિ શાહુ તથા પેશવા બાલાજી વિશ્વનાથની જુગલબંદીએ મરાઠા રાજકીય સત્તાનું પુનરુત્થાન કર્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજે પોતાની શક્તિ અને સૂઝબૂઝ ભરી યુદ્ધનીતિથી એક મોટા ભૂભાગને મુગલોથી મુક્ત કરાવી દીધો હતો. ત્યારબાદ શિવાજીના આ સ્વરાજ્યને ટકાવી રાખવામાં સૌથી વધુ યોગદાન રહ્યું હોય તો તે છે બાજીરાવ પેશ્ર્વાનું

મરાઠા સામ્રાજ્યના પ્રધાનમંત્રીઓને પેશવા (મરાઠી: पेशवे ) કહેવામાં આવતા હતા. પેશવા રાજાના સલાહકાર પરિષદ અષ્ટપ્રધાન પૈકી પ્રમુખ (મુખ્ય) ગણાતા હતા. રાજા પછીનું પેશવાનું સ્થાન રહેતું. શિવાજીના અષ્ટપ્રધાન મંત્રીમંડળના વડાપ્રધાન અથવા વજીર સમાન હોદ્દો (પદ) ગણવામાં આવતો હતો. 'પેશવા' ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે



બાજીરાવનો જન્મ ૧૮ ઑગસ્ટ ૧૭૦૦માં હુબેર ગામે થયો હતો. તેમના દાદા વિશ્વનાથ ભટ્ટે શિવાજી મહારાજ સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો. બાજીરાવના પિતા બાલાજી વિશ્વનાથ પણ છત્રપતિ શાહુજી મહારાજના પેશ્વા હતા. તેમની વીરતા અને પરાક્રમોનાં બળથી જ શાહુજીએ મુગલો અને અન્ય વિરોધીઓને માત આપી સ્વરાજ્યનો વિસ્તાર કર્યો હતો.*
નાનો બાજીરાવ પણ દાદા અને પિતાને પગલે રાજનીતિમાં કુશળ બનવા લાગ્યો.


જ્યારે છ વર્ષની ઉંમરે તેના ઉપનયન સંસ્કારની વેળાએ તેને મનગમતી ભેટ પસંદ કરવાનું તેમને કહેવામાં આવ્યું તો નાના બાજીરાવે તલવાર પસંદ કરી.

છત્રપતિ શાહુજીએ એક વખત ખુશ થઈ મોતીઓનો હાર આપ્યો, તો તેના બદલામાં બાજીરાવે સારા ઘોડાની માંગણી કરી અને અશ્વ શાળામાંના સૌથી તોફાની અને અવ્વલ ભાગતા ઘોડાને પસંદ કર્યો.

બાજીરાવ પેશ્વાના ચાર ઘોડા હતા જેના નામ નીલા ગંગા, સારંગા અને ઔલખ હતા.


મા,ત્ર ૧૪ વર્ષની કિશોર વયે તો બાજીરાવ યુદ્ધોમાં પ્રત્યક્ષ ભાગ લેવા લાગ્યા હતા.

એક વખત તો ૫૦૦૦ ફૂટની ખતરનાક ઉંચાઈ પર આવેલા પાડવગઢ કિલ્લા પાછળથી ચડીને તેના પર કબજો કરી લીધો હતો.

ત્યાર બાદ તરત જ તેમણે એક નૌસૈનિક અભિયાનમાં પોર્ટુગિઝોને પણ પાણી પીવડાવી દીધું.

તેથી ખુશ થઈ શાહુજીએ બાજીરાવને ‘સરદાર’ની ઉપાધી આપી.

૨ એપ્રિલ, ૧૭૨૦માં બાજીરાવના પિતા વિશ્વનાથનું નિધન બાદ ૧૭ એપ્રિલ, ૧૭૨૦માં માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં જ તેઓને પેશ્વા બનાવી દેવામાં આવ્યા.

પેશ્વા બન્યા કે તરત જ તેઓએ હૈદરાબાદના નિઝામને ધૂળ ચટાવી ત્યારબાદ માળવાના દાઉદખાન, ઉજ્જૈનના મુગલ સરદાર દયાબહાદુર, ગુજરાતના મુસ્તાકઅલી, ચિત્રદુર્ગના મુસ્લિમ અધિપતિ અને શ્રીરંગપટ્ટનમનાં સાહુલ્લા ખાનને યુદ્ધમાં હરાવી ચારેય તરફ ભગવો ધ્વજ લહેરાવી દીધો.

બીજા વિશ્વ યુદ્ધમાં પ્રસિદ્ધ જર્મન સેનાપતિ રોમેલને પરાજિત કરનાર અંગ્રેજ જનરલ માઉટગેરી એ જે યુદ્ધને વિશ્વના સાત શ્રેષ્ઠ યુદ્ધોમાં ગણાવ્યું છે, તે પાલખિંડના ભીષણ યુદ્ધમાં દિલ્હીના બાદશાહના વઝીર નિઝામુલ્કને બાજીરાવે ધૂળ ચાટતો કરી દીધો હતો. આ યુદ્ધ બાદ બાજીરાવની ધાક સમગ્ર ભારતમાં ફેલાઈ ગઈ.

તેઓએ વયોવૃદ્ધ છત્રસાલની મોહમ્મદખાં બંગસ સામેના યુદ્ધમાં મદદ કરી બંગસખાંનાં અત્યાચારથી તેને બચાવ્યો હતો.

હમેશા અજેય રહેલ બાજીરાવ પોતાના પારિવારિક કલેશ અને આંતરિક રાજનીતિથી હંમેશા પરેશાન રહ્યા.

જ્યારે નાદિરશાહ સામે યુદ્ધ કરવા તે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં નર્મદાને કિનારે રાવેરખેડી નામના સ્થળે ગરમી અને લૂ ને કારણે તેઓનું નિધન થયું.

તે વખતે આ બહાદુર યોદ્ધાની ઉંમર હતી માત્ર ૪૦ વર્ષ અને તારીખ હતી ૨૮ એપ્રિલ, ૧૭૪૦ પૂના સ્થિત શનિવારવાડા સ્થિત વિશાળ રાજ મહેલ આજે પણ બાજીરાવની શૌર્ય ગાથાઓ વર્ણવતો અડીખમ ઉભો છે.

*👉 જીવન પ્રસંગ :- બાજીરાવ પેશ્વા અને ખેડૂત*
*બાજીરાવ પેશ્વા મરાઠા સૈન્યના એક બાહોશ અને મહાન સેનાપતિ હતા. એક વાર તેઓ અનેક યુદ્ધોમાં ઝળહળતી જીત મેળવી પોતાની રાજધાનીમાં પાછા ફરી હતા. સતત કૂચને કારણે સૈન્ય થાકી ગયું હતું. રસ્તામાં તેઓ સૈન્ય સાથે માળવામાં વિશ્રામ કરવા રોકાયા. સૈનિકો થાક્યા હતા અને ભૂખના કારણે વ્યાકુળ હતા. વળી, તેઓની પાસે ખાવા માટે પૂરતી સામગ્રી પણ નહોતી.*
*બાજીરાવને આ પરિસ્થિતિની જાણ થતાં તેમણે સૈન્યના એક અમલદારને બોલાવ્યો. તેને હુકમ આપતાં કહ્યું , ‘‘સો સૈનિકોને લઈ હમણાં ને હમણાં ગામ તરફ જાઓ અને જે ખેતરમાં અનાજ પાક્યું હોય તે કાપીને છાવણીમાં લઈ આવો. આપણા સૈનિકો ભૂખ્યા છે.’’ સો સૈનિકોને લઈ અમલદાર ગામ તરફ ઊપડ્યો. રસ્તામાં તેમને એક ખેડૂત મળી ગયો. અમલદારે ખેડૂતને પૂછ્યું, ‘‘તું અહીંનો રહેવાસી છે ?’’ ‘‘હા.’’ ખેડૂતે જણાવ્યું. અમલદારે કહ્યું, ‘‘તો પછી આ વિસ્તારનું સૌથી મોટું ખેતર જ્યાં હોય ત્યાં તું અમને લઈ જા.’’ ખેડૂત તેમને એક મોટા ખેતરમાં લઈ ગયો. પાકથી લહેરાતું ખેતર જોઈ અમલદારે સૈનિકોને હુકમ કર્યો, ‘‘જાઓ, અનાજ લણી લઈ પોતપોતાના કોથળામાં અનાજ ભરી લો.’’ અમલદારનો આવો હુકમ સાંભળી પેલા ખેડૂતે અમલદારને વીનવતાં કહ્યું, ‘‘મહારાજ, આ ખેતરમાં ઊભા મોલને લણશો નહિ. ચાલો, હું તમને બીજા એક ખેતરમાં લઈ જાઉં, જ્યાં લણવા માટે પાક એકદમ તૈયાર છે.’’ તેથી અમલદાર અને સૈનિકો તે ખેડૂત સાથે એક બીજા ખેતરમાં ગયા. એ ખેતર થોડું વધારે દૂર હતું.*
*એ અગાઉના ખેતર કરતાં નાનું પણ હતું. ખેડૂતે અમલદારને કહ્યું, ‘‘મહારાજ, આ ખેતરમાંથી તમારે જોઈએ તેટલું અનાજ લણી લો.’’ ખેતર જોતાં જ અમલદાર ગર્જ્યો, ‘‘અલ્યા, તેં અમને આટલે દૂર સુધી દોડાવ્યા તે આ નાનકડા ખેતરને લણવા? આ તો પેલા ખેતર કરતાં ઘણું નાનું છે !’’ ખેડૂતે નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો, ‘‘મહારાજ, એ ખેતર મારું નહોતું, બીજાનું હતું. આ ખેતર મારું છે. તેથી હું તમને અહીં લઈ આવ્યો છું.’’ ખેડૂતનો ખુલાસો સાંભળી અમલદારનો ગુસ્સો ઠંડો પડ્યો. તે ખેતરને લણ્યા વગર મારતે ઘોડે પેશ્વા પાસે પહોંચ્યો અને તેમને બધી વાત કહી. બાજીરાવ પેશ્વાને પણ પોતાની ભૂલ સમજાઈ.*
*પેશ્વા ખેડૂતના ખેતરમાં જાતે આવ્યા. તેમણે ખેડૂતને અનાજના મૂલ જેટલી સોનામહોરો આપી અને તેના ખેતરમાંથી પાક લણાવી છાવણીમાં લઈ આવ્યા.*

બાજીરાવ તથા મસ્તાની
મસ્તાની જેટલી લાવણ્યમયી હતી, એટલી જ વીર તથા સાહસી હતી. તે ઘોડેસવારી તથા શસ્ત્ર ચલાવવામાં માહેર હતી. બાજીરાવે પુનામાં પોતાના માટે 'શનિવારવાડા' બનાવ્યો હતો. આની બાજુમાં જ મસ્તાની માટે ભવન બનાવ્યું હતું. મસ્તાની અનેક બાબતોમાં બાજીરાવને સલાહ આપતી હતી. મસ્તાનીની સંગતમાં બાજીરાવ બ્રાહ્મણ હોવા છતાંય માંસાહાર, ધૂમ્રપાન તથા મદ્યપાન કરવા લાગ્યા હતા. તે સમયે કર્મકાંડી બ્રાહ્મણો આ બધાથી દૂર રહેતા હતા. મસ્તાની બાજીરાવની સાથે પત્ની બનીને રહેતી હતી. તેની જીવનશૈલી એક હિંદુ સ્ત્રી જેવી હતી. જોકે, આ બધું સુખમય રીતે પસાર થતું નહોતું. 
એક મુસ્લિમ માતાની દીકરી મસ્તાનીને કારણે બાજીરાવના કટ્ટર અનુદાર બ્રાહ્મણ પરિવારમાં ભયાનક કલેશ થવા લાગ્યો હતો. બાજીરાવની માતા રાધાબાઈ, પત્ની કાશીબાઈ તથા તેમના બે પુત્રોને બાજીરાવ-મસ્તાનીનું સાહચર્ય સ્વીકાર્ય નહોતું

1736ના વર્ષે જાણે પેશવા બાજીરાવ માટે સફળતાના નવા દરવાજા ખોલી દીધા. તે વર્ષે જયપુરના સવાઈ જયસિંહની ભલામણ પર મુઘલ બાદશાહે બાજીરાવને માળવાના નાયબ સુબેદાર બનાવી દીધા

બાજીરાવ પરિવારની ઉપેક્ષા અને મસ્તાનીના વિયોગ સહન ન કરી શક્યા. તેમની ઝડપથી બગડતી તબિયતથી આખો પરિવાર ચિંતિત હતો. અંતમાં મસ્તાનીને જેલમાં જ ખતમ કરી નાખવાની યોજના બનવા લાગી. 26 જાન્યુઆરીએ મસ્તાનીને પુનાના પાર્વતી બાગમાં બંદી બનાવી લેવામાં આવી. જ્યારે આ થયું ત્યારે બાજીરાવ પેશવા નિઝામના દીકરા નાસિરજંગને ગોદાવરી નદી પાસે યુદ્ધમાં ધૂળ ચટાવી રહ્યા હતા. આ દરમ્યાન મસ્તાનીને બંદી બનાવાઈ એ સમાચાર તેમનું હૃદય સહન ન કરી શક્યું અને મસ્તાનીને છોડાવી ન શકવાની તેમની બેચેનીને કારણે તેમની તબિયત સતત બગડવા લાગી. તે 5 એપ્રિલથી ખરગોન જિલ્લામાં સનાવદ પાસે નર્મદા નદીના કિનારે રાવેરખેડીમાં કેમ્પમાં હતા. 28 એપ્રિલે તેમની તબિયત વધુ ખરાબ થઇ ગઈ અને તે જ દિવસે 40 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. 

બાજીરાવે જે સ્થળે અંતિમ શ્વાસ લીધા, ત્યાં જ તેમનું સમાધિ સ્થળ છે અને થોડે દૂર નદી કિનારે જ્યાં તેમના અગ્નિ સંસ્કાર થયા હતા, ત્યાં વેદિકા બનાવેલી છે

બાજીરાવે પોતાના જીવન દરમિયાન 41 જેટલી લડાઇઓ જીતી હતી.

પેશ્વાઓનો શાસનકાળ -
*બાલાજી વિશ્વનાથ પેશ્વા (૧૭૧૪-૧૭૨૦)*
*પ્રથમ બાજીરાવ પેશ્વા (૧૭૨૦-૧૭૪૦)*
*બાલાજી બાજીરાવ પેશ્વા, ઉપનામ નાનાસાહેબ પેશ્વા (૧૭૪૦-૧૭૬૧)
*માધવરાવ બલ્લાલ પેશ્વા, ઉપનામ થોરલે માધવરાવ પેશવા (૧૭૬૧-૧૭૭૨)
*નારાયણરાવ પેશ્વા (૧૭૭૨-૧૭૭૪)*
*રઘુનાથરાવ પેશ્વા (અલ્પકાળ)*
*સવાઈ માધવરાવ પેશ્વા (૧૭૭૪-૧૭૯૫)*
*દ્વિતિય બાજીરાવ પેશ્વા (૧૭૯૬-૧૮૧૮)*
*દ્વિતિય નાનાસાહેબ પેશ્વા (હોદ્દા પર બેસી ન શક્યા)*



બળ થી શ્રેષ્ઠ છે ઝડપ અને ઝડપ થી શ્રેષ્ઠ છે બુધ્ધિ.
- પેશવા બાજીરાવ


સંજય લીલા ભણસાલી દ્વારા 2015માં બાજીરાવ અને મસ્તાનીના જીવન આધારિત હિંદી ફિલ્મ બનાવવામાં આવી છે. જેમા બાજીરાવની ભૂમિકા રણવીરસિંઘ, મસ્તાનીની ભૂમિકા દિપિકા પાદૂકોણે અને કાશીબાઇની ભૂમિકા પ્રિયંકા ચોપરાએ કરી હતી.


સોની ટી.વી પર 2017માં બાજીરાવ પેશ્વાના જીવન આધારિત "

Peshwa Bajirao"

ટી.વી.સીરીયલ શરુ થઇ હતી.


હિંદીમાં બાજીરાવ પેશ્વા વિશેનો લેખ વાંચવા નિચે આપેલ લીંક પર ક્લિક કરવી.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work