મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 July, 2021

રાણી અવંતિબાઈ

 

રાણી અવંતિબાઈ



જન્મતારીખ: 16 ઓગસ્ટ 1831

જન્મસ્થળ: મનકેહની, શિવની જિલ્લો, મધ્યપ્રદેશ

પિતાનું નામ: રાવ જુઝારસિંઘ

પતિનું નામ: વિક્રમાદિત્યસિંહ લોધી

અવશાન: 20 માર્ચ 1858


રાણી અવંતિબાઈ ભારતની મહાન નાયિકા હતી જેમણે 1857 ના યુદ્ધમાં બ્રિટીશરોના નાકે દમ લાવી દીધો હતો અને પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાનો જીવ આપ્યો હતો. 

1857 ની ક્રાંતિમાં રાણી અવંતિબાઈનું રાણી લક્ષ્મીબાઈ જેટલું જ યોગદાન છે, તેથી જ રાણી અવંતિબાઇની તુલના રાણી લક્ષ્મીબાઈ સાથે કરવામાં આવે છે, પરંતુ રાણી અવંતિબાઇને ઇતિહાસમાં સ્થાન મળી શક્યું ન હતું, જે રાણી લક્ષ્મીબાઈને મળેલ છે. 

ઇતિહાસ હંમેશાં આ બે મહાન નાયિકાઓનો ઋણી રહેશે.

 રાણી અવંતિબાઈનો જન્મ 16 ઓગસ્ટ 1831 ના રોજ મનકેહળી સિવની જિલ્લાના મનકેહની ગામના  જમીનદાર રાવ જુઝારસિંઘના ઘરે થયો હતો, અવંતિબાઇનું શિક્ષણ ગામ મનકેહનીમાં થયું હતું. 

બાળપણમાં અવંતિબાઈ તલવારબાજી અને ઘોડેસવારી શીખી હતી. બાળકીની તલવારબાજી અને ઘોડેસવારી જોઇને ગ્રામજનો આશ્ચર્યચકિત થતા. વીરંગના અવંતીબાઈ નાનપણથી જ બહાદુર અને હિંમતવાન હતી. વીરાંગના અવંતીબાઈ મોટા થતાં જ તેની બહાદુરીની વાતો આસપાસના વિસ્તારમાં આગની જેમ ફેલાવા લાગી.

જુઝારસિંહે તેમની પુત્રી અવંતિબાઇના લગ્ન મંડલા જિલ્લાના રામગઢ  રાજ્યના રાજા લક્ષ્મણસિંહ લોધીના પુત્ર રાજકુમાર વિક્રમાદિત્યસિંહ લોધી સાથે કર્યા.



 1817 થી 1850 સુધી રાજા લક્ષ્મણસિંહ રામગઢ રાજ્યના શાસક રહ્યા હતા. 1850 માં રાજા લક્ષ્મણસિંહના મૃત્યુ પછી, રાજકુમાર વિક્રમાદિત્યએ ગાદી સંભાળી.

વિક્રમાદિત્ય બાળપણથી વિતરાગી સ્વભાવનો હતા અને પૂજા અને ધાર્મિક વિધિઓમાં રોકાયેલા હતા આથી રાજ્ય ચલાવવાની બધી જવાબદારી રાણી અવંતીબાઈની માથે આવી હતી.. તેમને બે પુત્રો અમનસિંહ અને શેરસિંહ હતા. એક તરફ રામગઢ રાજ્યમાં બધુ બરાબર ચાલી રહ્યું હતું, તો બીજી તરફ અંગ્રેજોએ ભારતના ઘણા ભાગોમાં પગ મૂક્યા હતા. ભારત પર બ્રિટિશરોનું અતિક્રમણ જોઇને અવંતિબાઈએ બ્રિટિશરોને ભારતથી હાંકી કાઢવાનો નિર્ણય કર્યો.

તેમના બંને પુત્રો અમનસિંહ અને શેરસિંહ નાના હતા કે રાજા ઉન્મત્ત થઈ ગયો અને રાજ્યની જવાબદારી રાણી અવંતિબાઈના ખભા પર આવી ગઈ.

રામગઢને કોર્ટ ઓફ વોર્ડની કાર્યવાહી -

1857 માં રામગઢના રાજા વિક્રમાદિત્યની તબિયત લથડતાં તેમનું અવસાન થયું હતું. રાણી લક્ષ્મીબાઈની જેમ રાજાના અવસાન પછી, રાણી અવંતિબાઇએ રાજ્યનો હવાલો સંભાળ્યો. બ્રિટીશ શાસનના તત્કાલીન રાજ્યપાલ લોર્ડ ડેલહાઉસીને રાણી શાસન કરે તે ગમતું ન હતું. આથી ડેલહાઉસીએ રામગઢ  રાજ્યને કોર્ટ ઓફ વોર્ડની અદાલતમાં લાવ્યા. બ્રિટિશ શાસન દ્વારા રામગઢમાં તહેસિલદારની નિમણૂક કરવામાં આવી. રાણી અવંતિબાઈને આ વાત ગમતી નહોતી.રાણી અવંતીબાઈએ વોર્ડ કોર્ટના અધિકારીઓને રામગઢથી ભગાડ્યા. આ ઘટના પછી, બ્રિટીશરો અને રાણી અવંતીબાઈ સીધા જ સામ સામે આવી ગયા


રામગઢ પરિષદમાંથી જ આઝાદીની ચળવળની વ્યૂહરચના બનાવવામાં આવી હતી અને ધીરે ધીરે તે શાહપુરાના જમીનદાર વિજય, મંડલાના જમીનદાર ઉમરાવસિંહ, જેનું મુખ્ય મથક ખારદેવરા અને નારાયણગંજનું જમીનદાર હતું, બધાએ રાણી અવંતિબાઈ સાથે બ્રિટિશરો વિરુદ્ધ બળવો કર્યો હતો 



22 અથવા 23 નવેમ્બરના રોજ મંડલાના ખૈરીમાં આઝાદીના આ બહાદુર યોદ્ધાઓની સૈન્ય અને અંગ્રેજી સૈન્ય વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું, જેમાં બ્રિટીશ સૈન્યનો પરાજય થયો હતો અને મંડલાના નાયબ કમિશ્નર  વાડિંગ્ટન તેમનો જીવ બચાવવા ભાગવુ પડ્યુ., તે પછી તહેસિલદાર અને થાણેદાર પણ ભાગ્યા અને મંડલા બ્રિટીશ શાસનની ગુલામીથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા.

રાણી અને બ્રિટીશ શાસન સામસામે આવ્યા પછી તત્કાલીન મંડલાના ડેપ્યુટી કમિશનર વાન્ડિંગ્ટન લેમ્બેએ રિવાના રાજા સાથે મળીને રામગઢ પર હુમલો કર્યો. બ્રિટિશરો અને રિવાની સેનાની સામે રાણી અવંતિબાઇની સેના ટૂંકી પડી. યુદ્ધ દરમિયાન, રાણી અવંતીબાઈ કિલ્લો છોડીને દેવહરગઢની ટેકરીઓ તરફ રવાના થઈ ગયા. બ્રિટિશરો અને રિવાની સેના દ્વારા રાણી ઘેરાઇ ગયા હતા.

 બ્રિટિશરો દ્વારા રાણી અવંતિબાઇને શરણાગતિ માટે કહેવામાં આવ્યું હતું. રાણી અવંતિબાઇએ શરણાગતિ કરવા કરતાં મરી જવું વધુ યોગ્ય માન્યું અને પોતાના સૈનિકના હાથમાંથી તલવાર છીનવી લીધી અને પોતે પોતાના શરીરમાં ભોકી દઇ  દેશ માટે પોતાનું બલિદાન આપ્યું.



રાણી અવંતિબાઇના અવસાન પછી તેમના મૃતદેહને રામગઢ લાવવામાં આવ્યો હતો. રાણી અવંતિ બાઈની સમાધિ રામગઢમાં જ બનાવવામાં આવી હતી.


રાણી અવંતિબાઇની સ્મૃતિમાં જબલપુરમાં પવિત્ર નર્મદા નદી પર બાંધવામાં આવેલા બરગી ડેમનું નામ રાણી અવંતીબાઇનું નામ આપવામાં આવ્યું. આ ડેમમાં રાણી અવંતિબાઈનું જન્મ સ્થળ મનકેહની ગામ ડૂબેલા વિસ્તારમાં આવી ગયું છે.

1988 અને 2001માં પોસ્ટ વિભાગ દ્વારા રાણી અવંતિબાઇના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.




મધ્યપ્રદેશ સરકાર દ્વારા 1996થી થીધોરણ 5 માં રાણી અવંતિબાઇના પાઠને સમાવવમાં આવેલ છે.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા ભોપાલમાં રાયગઢ ખાતે રાણી અવંતિબાઇના સન્માનમાં પ્રતિમા બનાવવમાં આવી છે.

વિરાંગના રાણી અવંતિબાઈને દેશ માટે પોતાનો જીવ બલિદાન આપવા બદલ  સલામ. દેશ હંમેશા તેમના માટે ઋણી રહેશે. 

બહાદુર રાણી અવંતીબાઈ અમર રહે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work