મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 February, 2021

વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day)

 

વિશ્વ કેન્સર દિવસ

4 ફેબ્રુઆરી



કેન્સર રોગને રોકવાના સાવચેતીના પગલા અને તેની સારવાર અંગે લોકજાગૃતિ કેળવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં માનવીના મૃત્યુના કારણરૂપ રોગોમાં કેન્સર બીજા ક્રમે આવે છે

આગામી 2040 સુધીમાં સંબંધિત દેશોમાં કેન્સરના કેસોની સંખ્યામાં 81 ટકાનો વધારો થઇ શકે છે. 

1933 આંતરરાષ્ટ્રીય કેન્સર કન્ટ્રોલ એસોસિએશન જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ માં પ્રથમ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો.આ દિવસે કેન્સર પ્રત્યે જાગૃત્તા વધારવા અને લોકોને આ રોગ પ્રત્યે શિક્ષિત કરવા માટે વિશ્વવ્યાપી આ રોગ સામે પગલાં લેવા સરકાર અને લોકોને સમજાવવા અને દર વર્ષે લખો લોકો ને મૃત્યુથી બચાવવા માટે કેન્સર  દિવસ મનાવવામાં આવે છે. 4ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ ઘોષણા કરવા આવી હતી.

વર્તમાન સ્થિતિમાં  વિશ્વમાં દર વર્ષે 76 લાખ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થાય છે   

શું છે કેન્સર  ? 

વિશ્વમાં કેન્સર એક એવી બીમારી છે, જેમાં સૌથી વધુ લોકોના મોત થાય છે. કેન્સર એક ખતરનાક બીમારી છે. આ શરીરના કોષોમાં સૌથી ઝડપથી ફેલાતો રોગ છે. ક્ષતિગ્રસ્ત કોષોની પેશીઓ સુધી ફેલાય ત્યારે આ જીવલેશ સાબિત થાય છે. 

કેન્સરના પ્રકાર
આમ તો કેન્સર ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે સૌથી વધુ સામે આવે છે તેમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર, બ્લડ કેન્સર, ગળાનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, મસ્તિષ્કનું કેન્સર, લિવસનું કેન્સર, બોન કેન્સર, મોઠાનું કેન્સર અને ફેંફસાના કેન્સરનો સમાવેશ થાય છે.



માનવ શરીરમાં 250 પ્રકારના કેન્સર થઇ શકે છે

પુરુષોમાં ફેફસા, મોઢાનું કેન્સર, પ્રોટેસ્ટ તથા સ્ત્રીઓમાં સ્તન, ફેફસા, ગર્ભાશયના મુખના કેન્સર વધુ જોવા મળે છે. માનવ શરીરમાં રપ૦થી વધુ પ્રકારના કેન્સર થઈ શકે છે.

કેન્સર થવાનાં કારણો, લક્ષણો

તમાકુ-દારૂનું સેવન, ધૂમ્રપાન, આહાર, મેદસ્વિતા, વારસાગત ચેપી રોગથી થતાં ગર્ભાશયના કેન્સર કેન્સરનાં મુખ્ય કારણો છે. સતત વજન ઉતરવું, અવાજમાં ફેરફાર, સ્તનમાં સોજો કે ગાંઠ(બગલમાં ગાંઠ), ગળાના ભાગે ગાંઠ, મોઢાના ભાગમાં રૂઝાતું ચાંદુ, ભૂખ લાગવી, મળદ્વારમાંથી દુ:ખાવા વિના લોહી વહેવું, ખોરાક કે પાણી ઉતારવામાં તકલીફ, ચામડીના તલમાં કદ-રંગમાં ફેરફાર, મેનોપોઝ પછી યોનીમાર્ગમાંથી લોહી પડવું બધા કેન્સરનાં લક્ષણો છે. કેન્સરની સારવાર હવે કારગત છે. વહેલી તકે નિદાન, સારવારથી તેને જડમૂળથી હટાવી શકાય છે.

માનવ શરીરમાં 250 પ્રકારના કેન્સર થઇ શકે છે. શરીરના કોષો નિયમિત રીતે નિયંત્રિત, તબક્કાવાર વિભાજિત થાય છે, પરંતુ કોષો નિયંત્રણમાંથી છટકીને અનિયમિત રીતે વિભાજન પામી શરીરમાં ગાંઠ બનાવે છે જે કેન્સરની ગાંઠ કહેવાય છે. તેને રોકવામાં આવે તો તે શરીરના બીજા ભાગમાં ફેલાય શકે છે. તે મુખ્યત્વે લોહીની નળીઓ કે લસીકા ગ્રંથિઓ દ્વારા ફેલાઇને પાચનતંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્રને અસર પહોંચાડી શકે છે. 

ગાંઠના બે પ્રકાર છે. (1)સાદી ગાંઠ (2) કેન્સરની ગાંઠ. 
સાદી ગાંઠ શરીરના બીજા ભાગમાં ફેલાતી નથી, તેનાથી દર્દીના જીવનું જોખમ હોતું નથી, પરંતુ કદમાં મોટી હોય તો આસપાસના અવયવો પર દબાણ કરીને દુ:ખાવો કે અગવડ ઊભી કરી શકે છે, જ્યારે કેન્સરની ગાંઠમાં સતત વિભાજિત થતી હોવાથી શરીરમાં અન્ય ભાગમાં પણ ફેલાય છે.

ભારતમાં દર વર્ષે કેન્સરના 10 લાખ દર્દી વધે છે


છેલ્લાં 10 વર્ષમાં કૅન્સરના કિસ્સામાં 28 ટકાનો વધારો થયો છે અને તેનાથી થતાં મોતની સંખ્યામાં 20 ટકા વધારો થયો છે. મેડિકલ જર્નલ ઑફ ઑન્કોલૉજીના 1990થી 2016 સુધી થયેલા અભ્યાસમાં આ આંકડા બહાર આવ્યા છે.

માનવ શરીર ઘણા કોષોથી બનેલું છે. આ કોષો શરીરની જરૂરિયાત પ્રમાણે ઉત્પન્ન થતા રહે છે. પરંતુ જો તે અનિયંત્રિત બને અથવા શરીરની માંગ અને જરૂરિયાતો અનુસાર બંધ થઈ જાય, તો પછી કોશિકાઓની આ અનિયંત્રિત વૃદ્ધિને કેન્સર કહેવામાં આવે છે

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર કૅન્સરને કારણે થતાં મોત પૈકી ત્રીજા ભાગના કિસ્સાઓમાં શરીરની લંબાઈ કરતાં ઓછું વજન, ફળ અને શાકભાજીનો ઓછો ઉપયોગ, કસરતનો અભાવ અને તમાકુ તથા શરાબનું સેવન જવાબદાર હોય છે.


તમાકુ

તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે.નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે તમારાં હદય,ફેફસાં,પેટ અને સાથે સાથે તમારાં જ્ઞાનતંતુઓને અસર કરે છે.
  • વિશ્વમાં મુખ કેન્સરના સૌથી વધારે કિસ્સાઓ ભારતમાં છે અને તેનુ કારણ છે તમાકુ.
  • ભારતમાં પુરુષોના કેન્સરમાં તમાકુનો ફાળો 56.4 ટકા અને સ્ત્રીઓના કેન્સરમાં 44.9 ટકા છે.
  • 90 ટકા કરતા વધારે ફેફસાના કેન્સર અને ફેફસાના અન્ય રોગો ધૂમ્રપાનને કારણે થાય છે.
  • દર 8 સેકન્ડે ‘તમાકુ સંબંધિત’ એક મૃત્યુ થાય છે
  • ભારતમાં ફેફસાનો ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ રોગના 82 ટકા માટે તમાકુ ધુમ્રપાન જવાબદાર છે.
  • તમાકુ આડકતરી રીતે ફેફસાનો ક્ષય કરે છે. કાયમી ધૂમ્રપાન કરનારાઓમાં ટીબી લગભગ ત્રણગણો જોવા મળે છે. સિગારેટ કે બીડીનું જેટલું વધારે ધુમ્રપાન, એટલું ધુમ્રપાન કરનારાઓમાં ટીબીનું પ્રમાણ વધારે.
  • ધુમ્રપાન\તમાકુ અચાનક લોહીનું દબાણ વધારે છે અને હ્રદય તરફ લોહીનો પ્રવાહ ઘટાડે છે.
  • તે પગ તરફ પણ લોહીનો પ્રવાહ ઘટાડે છે અને પગમાં ગેંગ્રીન કરે છે.
  • તમાકુ સમગ્ર શરીરની ધમનીઓની દીવાલોને નુકસાન કરે છે.
  • ધુમ્રપાન કુટુંબના બાળકો અને અન્ય સભ્યો માટે પણ (સેકન્ડહેન્ડ સ્મોકિંગને કારણે) આરોગ્યના પ્રશ્નો સર્જે છે. રોજના બે પેકેટ સિગારેટ પીનારી વ્યક્તિ સાથે રહેતી વ્યક્તિ સિગારેટ પીતી ના હોય તો પણ તે મૂત્રમાં નિકોટિનના પ્રમાણ મુજબ દિવસની ત્રણ સિગારેટ જેટલું નિષ્ક્રિય ધુમ્રપાન કરે છે.
  • એ પણ જણાયું છે કે ધુમ્રપાન\તમાકુ વપરાશ ડાયાબીટીસનું જોખમ વધારે છે.
  • તમાકુ શરીરમાં સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.
  • ધુમ્રપાન કરનારા\તમાકુનું સેવન કરનારા વ્યસનીઓને બિન-વ્યસનીઓ કરતા હ્રદયના રોગ અને પક્ષાઘાત થવાની 2થી 3ગણી સંભાવના હોય છે


 તમાકુના સેવનને કારણે મોઢામાં, સ્વાદુપિંડમાં, ગળામાં, અંડાશયમાં, ફેફસાંમાં અને સ્તનમાં કૅન્સર થતું જોવા મળે છે. જનતા, સરકાર અને મીડિયા આ બાબતમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે તો કૅન્સરને નિયંત્રણમાં લાવી શકાય.

જીવનશૈલી 
ભારતમાં કૅન્સરની વધી રહેલી બીમારી માટે ડૉક્ટર્સની જીવનશૈલીમાં ફેરફાર, લોકોમાં વધતી સ્થૂળતા, સરેરાશ આયુષ્યમાં વધારાને તથા નિદાનની સુવિધા વધી તેને ગણાવે છે. ભારતમાં સ્થૂળતા, ખાસ કરીને ફાંદને કારણે ગૉલ બ્લેડર, સ્તન અને કોલોનના કૅન્સર સૌથી વધુ થઈ રહ્યા છે.

પ્રદૂષણ 
28 વર્ષની મહિલાનો કેસ આવ્યો હતો. તે સિગારેટ ના પીતાં હોવા છતાં ફેફસાનું ચોથા સ્ટેજનું કૅન્સર થયું હતું. મહિલાના ઘરમાં પણ કોઈ ધૂમ્રપાન નહોતું કરતું, ત્યારે દિલ્હીના પ્રદૂષણના કારણે આવું થયું હશે તેવી ધારણા જ કરવી રહી. ધૂમ્રપાન ઉપરાંત પ્રદૂષણને પણ ફેફસાંના કૅન્સર માટે જવાબદાર માને છે.

કુપોષણ 
ભારતમાં કુપોષણ અને ચેપી રોગોની સમસ્યા મોટી હતી. તેના પર ઘણા અંશે કાબૂ મેળવી લેવાયો છે. સાથે જ કૅન્સરના નિદાનની અને સારવારની સુવિધા પણ વધી છે.

સ્ત્રીઓમાં કેન્સર
 'ધ ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ સ્ટડી' (1990-2016) અનુસાર ભારતમાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન-કૅન્સર જોવા મળે છે. અભ્યાસ અનુસાર સ્ત્રીઓમાં સ્તન-કૅન્સર પછી ગળાનું, પેટનું અને આંતરડાંના કૅન્સર સૌથી વધુ જોવા મળી રહ્યા છે.

ઈલાજ ડોક્ટર કેન્સરના તબક્કા, રોગોનો ઇતિહાસ અને દર્દીના લક્ષણો પ્રમાણે સારવાર કરે છે. સામાન્ય રીતે તેની સારવાર શસ્ત્રક્રિયા, કીમોથેરાપી અને રેડિયેશન દ્વારા કરવામાં આવે છે.



કેન્સર અટકાવવા શું કરવું
તમાકુનું સેવન, ધુમ્રપાન, દારુ, આહાર, મેદસ્વીતા, વારસાગત, ચેપી રોગોથી થતા ગર્ભાશયના કેન્સર વગેરે કેન્સર થવાના મુખ્ય કારણો છે. તમાકુ, વ્યસનોનું સેવન છોડી દેવા તેમજ લીલા શાકભાજી અને ફળોનો ખોરાકમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવા, મેદસ્વીતા ઘટાડવા, ફ્રોઝન ખોરાક ન લેવા, શરીરનું વજન જાળવવા, નિયમીત કસરત કરવાથી સ્તન, પ્રોટેસ્ટ, ફેફસા, આંતરડા, કીડનીના કેન્સરને અટકાવી શકાય છે.

કેન્સરનો ખતરો ઓછો કરવાની સરળ ટીપ્સ 

- સર્વેમાં જાણવા મળ્યું કે, કસરત કરવાથી કેન્સરથી બચી શકાય છે, જેમાં બ્રેસ્ટ કેન્સર મુખ્ય છે. 
- વધુ વજનને કારણે કેન્સર થવાનો ખતરો વધે છે, તેથી વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ. 
- કેટલાક કાર્યો પર ધ્યાન રાખવું, સતત બેસવું, નીચે ઝુકવું અને ટીવી જોવું. 
- તંબાકુનું સેવન ન કરવું જોઈએ.
- સ્વાસ્થ્યપ્રદ ખોરાક લો, જંક ફૂડથી દૂર રહો
તડકો    સૂર્યના સીધા કિરણોથી બચો, સૂરજના અલ્ટ્રા-વાયલેટ કિરણોથી ચામડીના કેન્સરનો ખતરો વધી જાય છે.
- વધુ દારૂનું સેવન કરવાને કારણે ગળું અને મોઢાનું કેન્સર થાય છે
- ત્વચામાં કોઈ ફેફાર થાય તો ડોક્ટરનો સંપર્ક કરો, આ પણ કેન્સરનું લક્ષણ હોય શકે છે. 

કેવી રીતે થાય છે કેન્સરની ગાંઠ 
આપણા શરીરના કોષો નિયમિત રીતે અને નિયંત્રીત તબક્કાવાર રીતે વિભાજીત થતા હોય છે. પરંતુ કોષો નિયંત્રણમાંથી છટકી અનિયમિત રીતે વિભાજન પામે તો શરીરમાં ગાંઠ બનાવે છે. જેને કેન્સરની ગાંઠ કહેવાય છે. તેને રોકવામાં ન આવે તો તે શરીરના બીજા ભાગોમાં ફેલાય છે.

કેન્સરથી બચવા માટે ડોક્ટર સૌથી વધુ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના આદતોને જ મદદગાર માને છે. ડોક્ટરોનું કહેવું છે કે રોજેરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વ્યાયામ અને ખાવાપીવામાં પાંદડાવાળા શાકભાજી, સલાડ વગેરેનો ઉપયોગ કેન્સરને દૂર ભગાડી શકે છે
કેન્સર રોગના નિષ્ણાત સર્જન ડો.દિપેન પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સના યુગમાં શસ્ત્રક્રિયા, કેમોથેરાપી, રેડિયોથેરાપીથી કેન્સરની સારવાર કારગત નિવડે છે. દરેક વ્યક્તિએ સજાગ રહીને તમાકુ, ધૂમ્રપાન, દારૂ સહિતના વ્યસનો છોડી ખોરાકમાં લીલા શાકભાજીનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઇએ તેમજ નિયમિત 30 મિનિટ કસરત, ફ્રોઝન ખોરાક લેવો અને શરીરનું યોગ્ય વજન જાળવવાથી સ્તન, પ્રોસ્ટેટ, ફેફસાં, આંતરડા અને કિડનીના કેન્સરને અટકાવી શકાય છે.

કેટલાક સામાન્ય પ્રકારના કેન્સર 


૧. કાર્સિનોમા : જે કેન્સર અન્ય અંગોને ફરતે આવેલી ત્વચા અથવા પેશીઓમાં શરૂ થાય છે


૨. સારકોમા : હાડકાં, સ્નાયુઓ, કોમલાસ્થિ અને રક્ત વાહિનીઓ જેવી પેશીઓનું કેન્સર 


૩. લ્યુકેમિયા : એ અસ્થિ મજ્જાનું કેન્સર છે, જે લોહીના કોષો બનાવે છે


૪. લિમ્ફોમા અને માયલોમા : આ રોગપ્રતિકારક શક્તિના કેન્સર છે


કેન્સર ના સામાન્ય લક્ષણો 


૧. સ્તનમાં પરિવર્તન :

  • સ્તન અથવા બગલમાં ગાંઠ 

  • નીપલ અંદર ખેંચાઈ જવી કે પ્રવાહી નીકળવું 

  • સ્તનની ચામડીમાં ફેરફાર 


૨. મૂત્રાશયમાં પરિવર્તન :

  • પેશાબ કરવામાં મુશ્કેલી

  • પેશાબ કરતી વખતે દુખાવો 

  • પેશાબમાં લોહી


૩. કોઈ પણ કારણ વગર લોહી નીકળવું 


૪. આંતરડામાં પરિવર્તન :

  • સંડાસમાં લોહી

  • સંડાસની આદતમાં ફેરફાર

 
૫. લાંબા સમયથી ખાંસી અથવા અવાજમાં ફેરફાર 

૬. ખાવાની સમસ્યાઓ :

  • ખાધા પછી દુખાવો (હૃદયમાં દુખાવો અથવા અપચો, જે દૂર થતો નથી)

  • ગાળવામાં મુશ્કેલી

  • પેડુમાં દુખાવો

  • ઉબકા અને ઉલટીભૂખમાં ફેરફાર 

 

૭. ખુબજ થાક લાગવો 

 

૮. કોઈ જાણીતા કારણ વિના તાવ અથવા રાત્રે પરસેવો આવવો 

 

૯. મુખમાં પરિવર્તન :

  • જીભ પર અથવા મુખમાં સફેદ અથવા લાલ ડાઘ 

  • હોઠ અથવા મુખમાં લોહી નીકળવું,

  • દુખાવો થવો અથવા સુન્ન થઇ જવું 

 

૧૦. ન્યુરોલોજીકલ સમસ્યાઓ

  • માથાનો દુખાવો

  • આંચકી 

  • દ્રષ્ટિમાં બદલાવ 

  • સાંભળવામાં ફેરફાર

 

૧૧. ત્વચામાં પરિવર્તન :

  • ગાંઠમાથી લોહી નીકળવું કે ખંજવાળ આવવી  

  • તલ કે મસામાં ફેરફાર

  • ન રૂઝાતું ચાંદુ કમળો 

 

૧૨. શરીરના કોઈ પણ ભાગમાં સોજો કે ગાંઠ 

 

૧૩. કોઈ જાણીતા કારણ વગર વજનમાં વધારો અથવા વજનમાં ઘટાડો


કેન્સરની વહેલી તપાસ સફળ સારવારની તકો વધારે છે. કેન્સરની વહેલી તપાસ સ્ક્રીનીંગ ટેસ્ટ દ્વારા શક્ય છે.

સ્ક્રીનીંગ ટેસ્ટનો ઉપયોગ તંદુરસ્ત વસ્તીમાં જે લોકોને કેન્સર છે, પરંતુ હજી સુધી તેના લક્ષણો દેખાતા ના હોય તેવા લોકોને ઓળખવા માટે કરવામાં આવે છે.

 

જેમ કે સ્તન કેન્સરનો સ્ક્રીનીંગ ટેસ્ટ મેમોગ્રાફી તથા ગર્ભાશયના મુખના કૅન્સરનો સ્ક્રીનીંગ ટેસ્ટ પેપ સ્મીયર છે. 


કેન્સરના નિદાનની પદ્ધતિઓ:

  • લેબોરેટરી ટેસ્ટ 

  • રેડિઓલોજી ટેસ્ટ 

  • એન્ડોસ્કોપિક ટેસ્ટ 

  • જિનેટિક ટેસ્ટ 

  • બાયોપ્સી





Theme (થીમ)

  • 2022-2024 year the theme is " Close the Care Gap"
  • 2019 – 2021 Year – Theme is ‘I Am and I Will.’
  • 2016 – 2018 Year – Theme is ‘We can. I can.’
  • 2015 Year – Theme is ‘Not Beyond Us.’
  • 2014 Year – Theme is ‘Debunk the Myths.’
  • 2013 Year – Theme is ‘Cancer Myths – Get the Facts.’
  • 2012 Year – Theme is ‘Together let’s do something.’
  • 2010-2011 Year – Theme is ‘Cancer can be prevented.’

કોલોનોસ્કોપી
કોલોનોસ્કોપીના પરીક્ષણમાં ડૉક્ટર, એક વ્યક્તિના મોટા આંતરડાના આંતરિક અસ્તરને(એક પાતળી પરત) જુએ છે. મોટાઆંતરડાને કોલોન (Colon) પણ કહેવામાં આવે છે. મોટાભાગે, લોકોપોલિપ્સ(Polyps) અથવા કોલોન અથવા ગુદામાર્ગમાં કેન્સર ની માટે તપાસ કરવા માટે,સ્ક્રીનીંગટેસ્ટ(Screening Test) તરીકે કોલોનોસ્કોપીજ કરાવે છે

જર્નલ સાઇન્સના રિપોર્ટ મુજબ, 'કેન્સર સીક' ટેસ્ટ નવીન પ્રકારનું પરીક્ષણ છે, કેમ કે અસરગ્રસ્ત DNA અને પ્રોટીનની શોધ કરે છે. અસરગ્રસ્ત DNA અને પ્રોટીનની શોધથી કેન્સરની જાણકારી વિસ્તારપૂર્વક મેળવી શકાય છે. જેની મદદથી કેન્સરના આઠ પ્રકાર અંગે માહિતી મેળવી શકાય છે.

માનવ શરીરમાં 250 પ્રકારના કેન્સર થઇ શકે છે. શરીરના કોષો નિયમિત રીતે નિયંત્રિત, તબક્કાવાર વિભાજિત થાય છે, પરંતુ કોષો નિયંત્રણમાંથી છટકીને અનિયમિત રીતે વિભાજન પામી શરીરમાં ગાંઠ બનાવે છે જે કેન્સરની ગાંઠ કહેવાય છે. તેને રોકવામાં ન આવે તો તે શરીરના બીજા ભાગમાં ફેલાય શકે છે. તે મુખ્યત્વે લોહીની નળીઓ કે લસીકા ગ્રંથિઓ દ્વારા ફેલાઇને પાચનતંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણતંત્રને અસર પહોંચાડી શકે છે. ગાંઠના બે પ્રકાર છે. (1)સાદી ગાંઠ (2) કેન્સરની ગાંઠ. સાદી ગાંઠ શરીરના બીજા ભાગમાં ફેલાતી નથી, તેનાથી દર્દીના જીવનું જોખમ હોતું નથી, પરંતુ કદમાં મોટી હોય તો આસપાસના અવયવો પર દબાણ કરીને દુ:ખાવો કે અગવડ ઊભી કરી શકે છે, જ્યારે કેન્સરની ગાંઠમાં સતત વિભાજિત થતી હોવાથી શરીરમાં અન્ય ભાગમાં પણ ફેલાય છે.
ભારતમાં દર વર્ષે કેન્સરના 10 લાખ દર્દી વધી રહ્યા છે ત્યારે ગુટખા,તમાકુ,માવા, ફાકી ખાવાનું બંધ કરી જાગૃતિ કેળવાશે તો લાખ્ખો પરિવાર પોતાના સ્વજન ને બચાવી શકશે અને દવાખાના માં મોંઘી સારવાર માં બરબાદ થતા અટકી શકશે.


કેન્સર વિશે વધુ માહિતી મેળવવા અહી ક્લિક કરો.









No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work