મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

27 January, 2021

લાલા લજપતરાય જીવન પરિચય

 લાલા લજપતરાય 

પંજાબ કેસરી, શેર-એ-પંજાબ



જન્મતારીખ: 28 જાન્યુઆરી 1865

જન્મસ્થળ: ધુદિકે, મોગા, પંજાબ

પિતાનું નામ: રાધાકૃષ્ણ અગ્રવાલ

માતાનું નામ: ગુલાબદેવી

અવસાન: 17 નવેમ્બર 1928 (લાહોર)

લાલા લાજપત રાયને શેર-એ-પંજાબનું માનનીય સરનામું આપીને લોકોએ તેમને ગરમ દળના નેતા માન્યા. 

લાલા લાજપત રાય આત્મનિર્ભરતાથી સ્વ-શાસન લાવવા ઇચ્છતા હતા.

આજે સ્વાતંત્ર્યસેનાની ‘પંજાબ કેસરી’ લાલા લજપતરાયની જન્મજયંતી છે. ૨૮ જાન્યુઆરી, ૧૮૬૫ના રોજ પંજાબના હાલના મોગા જિલ્લામાં આ વીર સપૂતનો જન્મ થયો. અભ્યાસ સાથે દેશસેવા પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં પૂરું કરીને આગળ અભ્યાસ માટે લાલા લજપતરાય લાહોર ગયા.

તેમના પિતા મુન્શી રાધાકૃષ્ણ અગ્રવાલ સરકારી શાળામાં ઉર્દૂ અને ફારસી ભાષાના શિક્ષક હતા

બાળપણમાં જ લાલા લાજપતરાયને લેખન અને ભાષણ પ્રત્યે ખૂબ જ રુચી હતી.બાળપણમાં તેમને માતાના ઉચ્ચ મૂલ્યોની શિક્ષા મળી હતી. ૧૮૮૯માં વકીલાતના અભ્યાસ માટે તેઓ લાહોરના સરકારી વિદ્યાલયમાં દાખલ થયા. કોલેજ દરમિયાન તેઓ લાલા હંસરાજ અને પંડિત ગુરૂદત જેવા દેશભક્તો અને ભવિષ્યના સ્વતંત્ર સેનાનીઓ ના સંપર્કમાં આવ્યા. ત્રણેય સારા મિત્રો બની ગયા અને સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપેલ આર્યસમાજ માં સામેલ થઈ ગયા. લાલા લજપતરાય ને ”શેર એ પંજાબ’‘ ના સંબોધન સાથે લોકો તેમને (જહાલ વાદી)ગરમ દળના નેતા માનતા હતા. તેઓ સ્વાવલંબન થી સ્વરાજ લેવા માગતા હતા. 

 ૧૮૭૦માં તેમના પિતાની બદલી રેવારી ખાતે થતાં તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની સરકારી શાળામાં થયું. ૧૮૮૦માં તેમણે કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે લાહોર ગવર્મેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો, અહીં તેમનો પરિચય લાલા હંસરાજ અને ગુરુદત્ત જેવા દેશભક્ત અને ભવિષ્યના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે થયો.

લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિંદુ સુધારણા આંદોલનથી પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા.

 લાહોર સ્થિત આર્ય ગેજેટના સંસ્થાપક સંપાદક બન્યા

૧૮૮૪માં તેમના પિતાની બદલી રોહતક ખાતે થતાં અભ્યાસ પૂર્ણ કરી તેઓ પણ રોહતક આવી ગયા. ૧૮૮૬માં હિસારમાં વકીલાત શરૂ કરી

બાળપણથી જ દેશસેવા કરવાની ઇચ્છા હતી આથી દેશને વિદેશી શાસનથી મુક્તિ અપાવવાની પ્રતિજ્ઞા લઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને આર્ય સમાજની હિસાર શાખાની સ્થાપના કરી

૧૮૮૮ અને ૧૮૮૯માં કોંગ્રેસના અલ્હાબાદ અધિવેશનમાં હિસારના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો. ૧૮૯૨માં તેઓ લાહોર ઉચ્ચ ન્યાયાલય ખાતે વકીલાત માટે લાહોર ચાલ્યા ગયા

૧૯૧૪માં ભારતની આઝાદી માટે પોતાને સમર્પિત કરતાં વકીલાત છોડી દીધી. ૧૯૧૪માં બ્રિટન અને ૧૯૧૭માં અમેરિકાનો પ્રવાસ કર્યો. ઓક્ટોબર ૧૯૧૭માં ન્યૂયોર્ક ખાતે ઇન્ડિયન હોમરૂલ લીગ ઓફ અમેરિકાની સ્થાપના કરી. તેઓ ૧૯૨૦ સુધી અમેરિકા રહ્યા.

લાલ-બાલ-પાલની ત્રિપુટી



લાજપતરાયે 1917માં અમેરિકાનો પ્રવાસ કર્યો અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પાછા ફર્યા

૧૯૨૮માં બ્રિટીશ સરકારે ભારતની રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે જ્‌હોન સાઇમનના વડપણ હેઠળ એક તપાસ પંચની રચના કરી. પંચના સભ્યોમાં એક પણ ભારતીય ન હોવાના કારણે ભારતીય રાજનૈતિક દળોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો

કમિશનના વિરોધમાં દેશવ્યાપી આંદોલનો થયા. ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ આયોગની લાહોર મુલાકાતના વિરોધમાં લાલા લાજપતરાયે એક અહિંસક પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું. પ્રદર્શનમાં સાઇમન ગો બેકના નારા સાથે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા. પોલીસ અધિક્ષક જેમ્સ એ. સ્કોટે પોલીસને લાઠીચાર્જનો આદેશ આપ્યો જેમાં પ્રદર્શનકારીઓ અને ખાસ કરીને લાજપતરાય પર પ્રહાર કર્યો. લાઠીચાર્જથી ઝખ્મી થયેલા લાજપતરાયે ભીડને સંબોધિત કરતાં જણાવ્યું કે, "હું ઘોષણા કરું છું કે આજે મારા પર થયેલો પ્રહાર બ્રિટીશ રાજના કોફીન પરનો અંતિમ ખીલો બની રહેશે.

તેમણે કહ્યું હતું કે, "મારા શરીર પરની દરેક લાકડી બ્રિટિશ સરકારના શબપેટીમાં ખીલીનું કામ કરશે.

લાઠીચાર્જથી ગંભીર રીતે ઘવાયેલા લાજપતરાયનું ૧૭ નવેમ્બર ૧૯૨૮ના રોજ અવસાન થયું

આ લાઠીચાર્જના માત્ર એક મહિના પછી, 17 ડિસેમ્બરે બ્રિટિશ પોલીસ અધિકારી, સોન્ડર્સની ગોળીથી હત્યા કરવામાં આવી હતી, જેના માટે રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી, અને તેઓ શહીદ થઈ ગયા હતા.

 ૧૯૦૫માં બનારસમાં કોંગ્રેસ મહાસભાની બેઠક મળી ત્યારે તેમણે વંદે માતરમ્ના અવાજને બુલંદ બનાવ્યો. લાલ, બાલ, પાલની ત્રિપુટી લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ ‘લાલ, બાલ, પાલ’ તરીકે ખ્યાતિ પામ્યા. આ ત્રણેય બહાદુરોએ ભારત દેશની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી.

લાલાજીની શહાદતનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યા

લાલાજીએ ‘યંગ ઈન્ડિયા’ નામે પુસ્તક લખ્યું હતું, પણ આ પુસ્તકના વિમોચન પહેલાં જ ભારત અને બ્રિટનમાં પ્રતિબંધ મુકાયો.

હિન્દુ સમાજમાં વ્યાપેલા જાતિવાદના રોગને નાબૂદ કરવો એ એમનું જીવનધ્યેય બની ગયું. એમણે  ‘દેશોપકારક’ અને ‘આર્યાવર્ત’ નામના બે સામયિક શરૂ કર્યા. એમણે માત્ર ઓગણીસમાં વર્ષે પશ્ચિમ અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય કરી લાહોરમાં ‘દયાનંદ એંગ્લો વૈદિક કૉલેજ’ની સ્થાપના કરી.

લાલા લાજપત રાયે દેશને પ્રથમ સ્વદેશી બેંક આપી. તેમણે પંજાબમાં  પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી

આ સિવાય તેમણે લક્ષ્મી વિમા કંપનીની પણ સ્થાપના કરી હતી.

 તેમણે પંજાબમાં આર્ય સમાજને  લોકપ્રિય બનાવ્યું.



લાલા લાજપત રાય દ્વારા લખવામા આવેલ પુસ્તકો

Arya samaj (1915)

Young India (1916)

England’s Debt to India (1917)

The Political Future of India (1919)

Unhappy India (1928)

The Story of My Life

મેઝિનીનું લક્ષણ (1896)

ગારીબાલ્ડીનું પાત્ર ચિત્રણ (1896)

શિવાજીનું પાત્ર ચિત્રણ (1896)

દયાનંદ સરસ્વતી (1898)

યુગપુરુષ ભગવાન શ્રી કૃષ્ણ (1898)

મારી દેશનિકાલ વાર્તા

રોમાંચક બ્રહ્મા

ભગવદ ગીતાનો સંદેશ (1908)

તેમણે ભારતની સ્વતંત્રતા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં 15 ઓક્ટોબર 1916 માં 'હોમ રૂલ લીગ' ની સ્થાપના કરી.

લાલા લાજપતરાયે તેમની દેશભક્તિની લહેર પંજાબની સાથે સમગ્ર દેશમાં ફેલાવી, તેમની પ્રેરણા લઈને દેશના યુવાનોમાં આઝાદીનો ઉત્સાહ જન્મ્યો, એવા વીર સપૂતને તેમની જન્મ જયંતિ પર સત સત વંદન

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work