મહાદેવભાઈ દેસાઈ
(ગાંધીજીના અંગત મંત્રી)
જન્મતારીખ: 1 જાન્યુઆરી 1892
જન્મસ્થળ: સરસ, સુરત
પિતાનું નામ: હરીભાઇ દેસાઇ
માતનું નામ: જમનાબેન
અવસાન: 15 ઓગસ્ટ 1942
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ સ્વતંત્રતા સેનાની અને પ્રખર રાષ્ટ્રવાદી તેમ જ ચરિત્રલેખક, ડાયરીલેખક, અનુવાદક હતા.
તેઓ મહાત્મા ગાંધીનાં અંગત મદદનીશ તરીકે વધુ જાણીતા થયા.
મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઇનો જન્મ 1/1/1892 ના રોજ સુરત જીલ્લાના સરસ ગામમાં થયો હતો. (મુળગામ દિહેણ)
મહાદેવભાઇ દેસાઇના અક્ષરો ખુબ જ સારા અને ચોખ્ખા હતા, તેનુ કારણ તેમના પિતા હત,
પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું.
બી.એ. એલએલ. બી. થઈ અમદાવાદમાં વકીલાતનો આરંભ કરેલો પણ સફળ ન થતાં સરકારી ખાતામાં જોડાયેલા.
ત્યારબાદ ગાંધીજીથી પ્રભાવિત થઈને ૧૯૧૭ થી તેમના અંતેવાસી બન્યા.
31 ઓગસ્ટ, 1917 નો દિવસ મહાદેવ દેસાઈના જીવનમાં માર્ગદર્શક સાબિત થયો. તે જ દિવસે ગાંધીજીને મળ્યા અને પછી તેઓ જીવનભર તેમની સાથે રહ્યા. તેમણે ચંપારણ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને મીઠું સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને તે દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી. 1921 માં, મહાદેવ ભાઈ અલ્હાબાદ આવ્યા અને પંડિત મોતીલાલ નેહરુના પત્ર 'સ્વતંત્ર' ના સંપાદનને ટેકો આપ્યો. અહીં પણ તેને જેલની સજા ફટકારાઈ હતી. 1923 માં તેઓ પાછા અમદાવાદ ગયા અને ગાંધીજીને તેમના પત્ર 'નવાજીવન' સંપાદિત કરવામાં મદદ કરવાનું ચાલુ રાખ્યું.
‘અંત્યજ સાધુનંદ’ (૧૯૨૫), ‘વીર વલ્લભભાઈ’ (૧૯૨૮), ‘સંત ફ્રાંસિસ’ (૧૯૨૪), મૌલાના અબુલ કલામ આઝાદ અને ‘બે ખુદાઈ ખિદમતગાર’ (૧૯૩૬) એમના ચરિત્રગ્રંથો છે
સ્વરાજ આંદોલન નિમિત્તે એમણે લખેલા ગ્રંથો પૈકી ‘એક ધર્મયુદ્ધ’ (૧૯૨૩)માં અમદાવાદની મિલમજૂરોની લડતનો ઇતિહાસ આલેખાયેલો છે
ચિત્રાંગદા’ (૧૯૧૫), ‘પ્રાચીન સાહિત્ય’ (નરહરિ પરીખ સાથે, ૧૯૨૨), ‘ત્રણ વાર્તાઓ’ (૧૯૨૩) અને ‘વિરાજવહુ’ (૧૯૨૪) એમના અનુવાદો છે
‘મારી જીવનકથા’ (૧૯૩૬)એ જવાહરલાલ નહેરુની આત્મકથા" ટુવર્ડ ફ્રીડમ"નો અનુવાદ છે.
‘ગાંધીજી ઈન ઇન્ડિયન વિલેજીસ’ (૧૯૨૭), ‘વીથ ગાંધીજી ઈન સિલોન’ (૧૯૨૮), ‘ધ સ્ટોરી ઑવ બારડોલી’ (૧૯૨૧), ‘અનવર્ધી ઑવ વર્ધા’ (૧૯૫૩) જેવા એમના અંગ્રેજી ગ્રંથોમાં અંગ્રેજી ભાષા પરના એમના પ્રભુત્વનો પરિચય મળી રહે છે
‘બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ’ (૧૯૨૮) અને ‘ગોખલેનાં વ્યાખ્યાનો’ (૧૯૧૬) પણ હકીકતોને ભાવવાહી રીતે રજૂ કરતા હોઈ ધ્યાનાર્હ છે.
તેઓ વિશેષ જાણીતા છે એમના ડાયરીલેખનને કારણે. ૧૯૪૮માં ‘મહાદેવભાઈની ડાયરી’ – ભા. ૧ પ્રકાશિત થયા પછી ક્રમશઃ ૧૯૮૦માં ભા. ૧૭ પ્રકાશિત થયેલો છે
‘મહાદેવભાઇની ડાયરી’ દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો દસ્તાવેજ છે
ખાસ કરીને ગાંધીજીની દિનચર્યા-જીવનચર્યાને આલેખતી આ ડાયરી મહાદેવભાઈની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને ભાવવાહી રસળતી શૈલીની અભિવ્યક્તિશક્તિનું ઉદાહરણ છે.
મહાદેવભાઇ દેસાઇના પુત્ર નારાયણ દેસાઇ એ મહદેવભાઇના જીવન ચરિત્ર " અગ્નિ કુંડ્મા ઉગ્યુ ગુલાબ" પુસ્તકમાં લખ્યું છે.
તેમણે જોહ્ન મોર્લેની બૂક ‘ઓન કોમ્પ્રોમાઈઝ’નું ગુજરાતીમાં અનુવાદ કર્યું હતું અને આ માટે તેમને ગુજરાત ફોર્બ્સ સોસાયટી તરફથી પહેલું ઈનામ પણ મળ્યુ હતું.
1955માં " મહાદેવાભાઇની ડાયરી" માટે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય અકાદમી પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર હતા.
રાજગોપાલાચારી મહાદેવભાઇ દેસાઇને " હદય દ્વિતીયમ" કહ્યુ છે.
1924 થી 1928 સુધી, તેઓ ભારતની યાત્રા પર ગાંધીજીની સાથે હતા. 1931 ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગાંધીજી સાથે લંડન ગયા.
1942 ના 'ભારત છોડો' આંદોલનમાં, તેમને પૂનાના આગાખાન મહેલમાં ગાંધીજીની સાથે નજરકેદ પણ રાખવામાં આવ્યા હતા. તે જ સમયે હાર્ટ એટેકના કારણે 15 ઓગસ્ટ 1942 ના રોજ તેમનું અવસાન થયું. તેઓએ ભારત છોડો આંદોલન દરમિયાન જેલમાં બંધ હતા ત્યારે બાપુના ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા.
૧૯૪૨માં કારાવાસમાં હૃદય બંધ પડવાથી પૂના ખાતે તેમનું અવસાન થયું હતું.
પોસ્ટ વિભગા દ્વારા મહાદેવભાઇના સન્માનમાં 1983માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
ગાંધીજી મહાદેવભાઇ દેસાઇને ‘દીકરા’ સમાન ગણતા હતા, મહાદેવભાઈ દેસાઈએ બાપુની સેવામાં જ જીવન કર્યું હતું સમર્પિત.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work