મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

16 December, 2020

વિજય દિવસ

 વિજય દિવસ

16 ડિસેમ્બર


દર વર્ષે 16 ડિસેમ્બરના દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1971માં આજના દિવસે ભારત-પાકિસ્તાન યુધ્ધમાં ભારતે વિજય મેળવી હતી જેના કારણે 16 ડિસેમ્બરને સમગ્ર ભારતમાં વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


વર્ષ 1971માં આજના દિવસે જ ભારતને પછાડવા માટે આવી પહોંચેલી પાકિસ્તાનની એક મોટી સેનાને આપણા મુઠ્ઠીભર સૈનિકોએ હાડકાખોખરા કરી નાખ્યા હતાં. 1971ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. ત્યારબાદ પૂર્વ પાકિસ્તાનને પણ આઝાદી મળી હતી જે આજે બાંગ્લાદેશના નામે ઓળખાય છે. આ યુદ્ધ બાદ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ એ કે નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સહિત ભારતીય સેના સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ભારત માટે ઐતિહાસિક અને દરેક દેશવાસીના મનમાં ઉમંગ પેદા કરનારું સાબિત થયું.

તે  સમયે બાંગ્લાદેશનું કોઈ અસ્તિત્વ નહતું. પાકિસ્તાન બે ભાગમાં વહેંચાયેલું હતું. પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન.

પાકિસ્તાની સેનાએ 25 માર્ચ 1971ના રોજ ઢાકા અને આસપાસના વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી દીધી. પાકિસ્તાને તેને ઓપરેશન સર્ચ લાઈટ નામ આપ્યું

જ્યારે ભારતમાં પાકિસ્તાની સેનાના દુર્વ્યવહારના અહેવાલો આવ્યાં ત્યારે ભારત પર દબાણ આવવા લાગ્યું કે તે ત્યાં સેના દ્વારા હસ્તક્ષેપ કરે. તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતાં કે એપ્રિલમાં હુમલો કરવામાં આવે. આ અંગે ઈન્દિરા ગાંધીએ આર્મી ચીફ જનરલ માનેકશોનો મત લીધો હતો. 

-3 ડિસેમ્બર 1971ના રોજ ઈન્દિરા ગાંધી કોલકાતામાં એક જનસભાને સંબોધન કરી રહ્યાં હતાં. આ દિવસે સાંજે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય વાયુસીમા પાર કરીને પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર, આગરા વગેરે સૈન્ય હવાઈમથકો પર બોમ્બવર્ષા કરવાનું શરૂ કરી દીધુ.

14 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ એક ગુપ્ત સંદેશો પકડ્યો કે બપોરે 11 વાગ્યે ઢાકાના ગવર્મેન્ટ હાઉસમાં એક મહત્વપૂર્ણ બેઠક થવાની છે જેમાં પાકિસ્તાનના પ્રશાસનના મોટા અધિકારીઓ ભાગ લેવાના છે. ભારતીય સેનાએ નક્કી કર્યું કે આ જ સમયે તે ભવન પર બોમ્બવર્ષા કરવી. બેઠક દરમિયાન મિગ 21 વિમાનોએ ભવન પર બોમ્બ પાડીને મુખ્ય હોલની છત જ ઉડાવી દીધી.

પાકિસ્તાનના હજારો સૈનિકોને ભારતના મુઠ્ઠીભર સૈનિકોએ આખી રાત રોકી રાખ્યાં. પાકિસ્તાનીઓનું કહેવું હતું કે અમે સવારનો નાશ્તો રામગઢમાં કરીશું,. બપોરનું ભોજન જેસલમેરમાં કરીશું અને રાતનું ભોજન જોધપુરમાં કરીશું. પરંતુ ભારતીય સૈનિકોના સાહસ આગળ તેઓ ટકી શક્યા નહીં

પૂર્વ પાકિસ્તાનની સેનાના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ એ.એ.કે. નિયાજીએ પોતાની સેનાના લગભગ 93000 સૈનિકો સાથે 16 ડિસેમ્બરના રોજ ભારતીય સેનાના લેફ્ટેનન્ટ જનરલ જગજીત સિંહ અરોરો આગળ ઘૂંટણિયા ટેક્યા હતાં. 

ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતીય સેનાના પ્રમુખ જનરલ માણેકશા હતા.

આ યુદ્ધમાં ભારતના 3900 જવાનો શહિદ થયા હતા અને 9851 જવાનો ઘાયલ થયા હતા.

આ યુદ્ધ હતું જેના પરિણામે વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના એક નવા રાષ્ટ્રનો ઉદભવ થયો.

પાકિસ્તાને 'ઓપરેશન ચંગેઝ ખાન' ના નામથી ભારતના 11 એરબેઝ પર હુમલો કર્યો. આ હુમલા પછી જ 3 ડિસેમ્બરના રોજ ભારત સત્તાવાર રૂપે યુદ્ધનો ભાગ બન્યુ.

1971 માં
4-5 ડિસેમ્બરની રાત્રે ભારતીય નૌકાદળ દ્વારા 'ઓપરેશન ટ્રાઇડેંટ' હાથ ધરવામાં આવ્યું. તે સમયે કરાચી બંદર અર્થતંત્રની દ્રષ્ટિએ પાકિસ્તાન માટે ખૂબ મહત્વનું હતું.

ભારતીય નૌકાદળના હુમલામાં 4 પાકિસ્તાની જહાજો ડૂબી ગયા હતા અને 500 થી વધુ પાકિસ્તાની નૌસૈનિક માર્યા ગયા હતા.
આ હુમલામાં કરાચી હાર્બર ફ્યુઅલ સ્ટોરેજ પણ સંપૂર્ણ નાશ પામ્યુ હતુ. . આ ઓપરેશન પહેલીવાર હતું જ્યારે એન્ટિ શિપ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલા પછી જ 8-9 ડિસેમ્બર 1971 ના રોજ, ભારતીય નૌસેનાએ 'ઓપરેશન પાઈથન' શરૂ કર્યું. આ સમય દરમિયાન, ભારતીય નૌસેનાએ કરાચી બંદરો પર રહેલા વહાણો પર હુમલો કર્યો. આ દરમિયાન એક પણ ભારતીય જહાજને નુકસાન થયું નહોતુ. . આ ઓપરેશનની સફળતા પછીથી દર વર્ષે 4 ડિસેમ્બરને ભારતમાં નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.

આ યુદ્ધ 3 ડિસેમ્બર 1971 ના રોજ શરૂ થયું હતું અને 16 ડિસેમ્બર 1971 સુધી લડત ચાલી હતી

આ યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થયાં પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ગોલ્ડન વિક્ટરી મશાલ પ્રગટાવશે અને વર્ષભર ચાલનાર કાર્યક્રમોનો પ્રારંભ થશે. પીએમ મોદી 4 વિક્ટરી મશાલ પ્રગટાવશે. આ મશાલ દેશના વિવિધ ભાગ પર લઈ જવામાં આવશે.  

13 દિવસ ચાલેલા આ યુદ્ધમાં પાકિસ્તાન ભારતના ઘૂંટણિયે પડ્યું અને એક નવા દેશ બાંગ્લાદેશની રચના થઈ.

 વિજયા દિવસના અવસરે દર વર્ષે દિલ્હીમાં આવેલ નેશનલ વોર મેમોરિયલ શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિલ્હીથી "વિજય જ્યોતિ યાત્રા" રવાના થશે. જેમા 4 વિજય મશાલ પુરા દેશમાં ભ્રમણ કરશે અને પાછી દિલ્હી આવી તેની સમાપ્તિ થશે, આ વિજય જ્યોતિ યાત્રાની શરુઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો છે.

વિજય મશાલને 1971ના યુદ્ધના પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામ સહિત દેશના વિવિધ ભાગોમાં લઈ જવાશે. આ સાથે જ પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર વિજેતાઓના ગામની સાથે સાથે 1971ના યુદ્ધ સ્થળોની માટીને નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક લાવવામાં આવશે.

1997 માં જેપી દત્તાએ રાજસ્થાન સરહદ પર 1971 ની ભારત-પાક યુદ્ધની સાચી ઘટના વિશેની એક ફિલ્મ " બોર્ડર" બનાવી હતી. જેમાં સની દેઓલ, સુનીલ શેટ્ટી, અક્ષય ખન્ના, જેકી શ્રોફ, પુનીત ઇસ્સર અને સુદેશ બેરીએ આ ફિલ્મમાં અભિનય કર્યો હતો

1971 ના યુદ્ધમાં તેમની અદમ્ય હિંમત, બહાદુરી અને બલિદાન સાથે ઐતિહાસિક વિજયનો ગૌરવપૂર્ણ અધ્યાય લખવા બદલ ભારત માતાના બહાદુર સૈનિકોને કોટિ કોટિ વંદન.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work